pratham najare in Gujarati Short Stories by Kaushik Dave books and stories PDF | પ્રથમ નજરે

Featured Books
Categories
Share

પ્રથમ નજરે

' પ્રથમ નજરે '


શું તમને પ્રથમ નજરે ગમી જાય ખરું? ને તમને શું ગમ્યું?

ઓહ એટલે પ્રથમ નજરે? ને શું ગમ્યું?

હા હા પ્રથમ નજરે શું ગમ્યું.

તને પ્રથમ વખત જોઈ ત્યારે એટલી સારી લાગતી નહોતી. છતાં ગમાડ્યુ.

એ હસીને બોલી

ઓહ.. એટલે હવે કહો છો? તો પસંદ કેમ કરી?

તેં પણ પસંદ કર્યો હતો એટલે. ઠીક છે ચાલશે એવું માની લીધું હતું.

ને હવે?

ઠીક ઠીક દેખાય છે.ચાલી ગઈ.

ને તમને પ્રથમ વખત જોયા ત્યારે મને થયું કે આ થોડો સારો લાગે છે પછી પપ્પા એ કહ્યું એટલે જ હા પાડી હતી.ને હું ચાલી ગઈ હોત તો તમે શું કરતા?

એટલે તારી મરજી ઓછી હતી એમ જ ને!

હવે આટલા વર્ષે કેમ કહો છો? મારી મરજીની વાત નથી. તમારી વાત છે. આ પહેલી નજર.

ના ના.. સાચું કહે.

બસ સાચું કહું છું.બસ મારી મરજી મુજબ જ થયું હતું.તમારી પાસે હું હારી ને તમે જીતી ગયા.

આમાં હાર જીતનો સવાલ નથી.એટલે તે મને પ્રથમ વખત ક્યારે જોયો હતો.

એ હસી.
બોલી..
મારી કઝિનના લગ્ન વખતે તમે આવ્યા હતા ત્યારે તમે ડાફોળિયાં મારતા હતા. ને કપડા પણ કેવા,વાળ લાંબા લાંબા હિપ્પી કટ..હરે રામા હરે કૃષ્ણા..મને થયું કે આ બુધ્ધુ છે એટલે જીવનભર વાંધો નહીં આવે.મને થયું કે કૃષ્ણ જેવા હોય તો સારું. મારે રામ નહીં પણ કૃષ્ણની જરૂર હતી.

એટલે હું બુધ્ધુ છું?ને રામ કેમ નહીં? હું રામ જેવો છું છતાં પણ..

હા.. એટલે જ તમે મને ગમી ગયા હતા.મારે સીતા બનવું નહોતું. એટલે કૃષ્ણ. પણ મને શું ખબર કે તમે કૃષ્ણ નહીં પણ રામ જેવા છો.

હવે આવું ના બોલ.પણ તારી નજર એટલે તારી નજર.

એટલે જ આ બુદ્ધુ ગમી ગયો હતો.

મને બુદ્ધુ ના કહે.નહિતર મને ગુસ્સો આવશે.

કહું જ ને.ગુસ્સો‌ કરતા આવડતો જ નથી.પ્રથમ વખત તમે મને તાકી તાકીને જોઈ રહ્યા હતા. મને ખબર નહોતી પણ મારી બીજી કઝિને મને કહ્યું કે જો બુદ્ધુ તને જોઈ રહ્યો છે.આ પહેલા કોઈ છોકરી જોઈ જ નહોતી! મારી કઝિનને પણ નહીં.

એ તારી કઝિન હતી? મને એમ કે તારી માસી હશે.એ કેટલી જાડી હતી.

પણ મારા કરતા સુંદર છે ને મારાથી બે વર્ષ મોટી છે. તમે એને પણ ટગર ટગર જોતા હતા એટલે જ એણે કહ્યું હતું.એ પણ કુંવારી છે. એ તમને લાઈન મારતી હતી ને તમે ડફોળની જેમ જોતા હતા.એને એમ કે તમે એને પસંદ કરશો.

હજુ પણ! પણ એની ઉંમર વધુ લાગી.પછી તારા તરફ નજર પડી.જો તું ના હોત તો જાડી તો જાડી પણ ગોરી ગોરી ખરી જ.

એટલે તમે ડાફોળિયાં મારવા જ મેરેજમાં આવ્યા હતા? પણ જો મારી કઝિનને પસંદ કરી હોત તો તમારી જોડી જામતી. એની તો ઈચ્છા હતી.

તો કહેવું જોઈતું હતું.પણ એ જાડી અને હું પાતળો.

એટલે જ કહું છું તમારી જોડી મોટું અને પતલુ જેવી જામતી.

ને હવે આપણી જોડી?

હવે હું થોડી જાડી છું ને તમે હજુ પણ એવાને એવા. તમારી સાથે કોઈ મેરેજમાં જાઉં ત્યારે કેટલીક છોકરીઓ તમને જોયા કરતી હોય છે.

મને કે તને? એને ઈર્ષા આવતી હશે એટલે જોતી હોય.

ના..ના.. તમને એવું લાગે..પણ સાચું કહું તો તમે હવે પહેલા કરતા સારા દેખાવો છો.

પણ તું એટલે તું..એક નજરમાં ગમી જાય એવી.ગોરી નથી કે શ્યામ નથી પણ કામણગારી તો ખરી જ.

ને તમે.. જાવ નહીં કહું.તમે ફૂલીને દડા જેવા થશો.

તે સારું ને પછી આપણે એક સરખા જાડા.

શું તમે પણ.


નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે,

તમે છો આટલા સુંદર,એ અમે તો આજે જોયા છે.

આંખોમાં કાજળ લગાડેલું હતું એ અમને ખબર છે

પણ તમને ચશ્મા આવ્યા છે એ અમને ખબર નહોતી.
नयनने....
- કૌશિક દવે 
- Kaushik Dave