ભૂતનો બદલો
સૂર્યાસ્ત થતાં જ, પર્વતની પાછળનું સુંદર ગામ રાત્રિના અંધકારમાં છવાઈ ગયું. આ ગામની બહાર એક જૂનું અને નિર્જન હવેલી હતી, જે વર્ષોથી કોઈ ભૂતનો આશ્રયસ્થાન માનવામાં આવતી હતી. આ હવેલીની ચારે બાજુ ગાઢ જંગલ હતું અને કોઈ પણ માણસ રાત્રિના સમયે તેની આસપાસ જવાની હિંમત કરતો નહોતો. ગામના વૃદ્ધો હવેલી વિશે ભયાનક વાર્તાઓ કહેતા હતા, કે અહીં એક દુષ્ટ તાંત્રિક દ્વારા બલિદાન અપાયેલા આત્માઓ ભટકે છે.
આ જ ગામમાં રહેતો એક યુવાન, જેનું નામ રાજુ હતું. રાજુ ખૂબ જ બહાદુર અને નિર્ભય હતો, પણ તેનું હૃદય દયાળુ હતું. એક સાંજે, રાજુ ઘરે ટીવી પર એક ભયાનક હોરર ફિલ્મ જોઈ રહ્યો હતો. ફિલ્મ જોયા પછી તેના મિત્રોએ તેને ગામની બહારની જૂની હવેલીમાં જવાની શરત લગાવી. રાજુએ પડકાર સ્વીકાર્યો અને પોતાના મિત્રોને કહ્યું, "આ બધી ફિલ્મોમાં જ ડરામણા ભૂત હોય, અસલ જીવનમાં નહિ!" તેના મિત્રોએ તેને ચેતવણી આપી, પણ રાજુ હસતાં હસતાં હવેલી તરફ ચાલી નીકળ્યો.
હવેલીમાં પ્રવેશ કરતાં જ ઠંડી હવા અને ગૂંગળામણનો અહેસાસ થયો. છમ છમ પાયલ નો અવાજ રાત્રિની ભયાનકતાને વધારી રહ્યો હતો, અચાનક રાજુ ને લાગતું હતું કે કોઈ તેની પાસેથી પસાર થઈ રહ્યો છે અને દૂર જઈ રહ્યું છે, પણ છોકરીની આત્મા તેની મનની શક્તિથી જાણી ગઈ કે ભોળો છોકરો છે અને અચાનક એક સુંદર છોકરીનો આત્મા તેની સામે પ્રગટ થયો તે લાલ સાડીમાં હતી. તે ડરી ગયો, પણ તેના ચહેરા પરથી ડરનો ભાવ દૂર થઈ ગયો જ્યારે તેણે તે છોકરીની આંખોમાં રહેલું ઊંડું દુઃખ જોયું. તે છોકરીનું નામ લતા હતું. છોકરી એ તેના અવાજે કહ્યું કે તું આ ભયંકર હવેલીમાં શું કામ આવ્યો છે હું તને મોત થી બીક નથી લાગતી? અંતર રાજવીએ પોતાના મિત્રો સાથેની વાત કરી વાતચીતમાં રાજુને ખબર પડી કે લતા એક નિર્દોષ છોકરી હતી, જેનો એક ખતરનાક તાંત્રિક, જોરાવર તાંત્રિકે, તાકાત મેળવવા માટે બલિદાન આપ્યો હતો. તે તાંત્રિક નિર્દોષ આત્માઓને બંધક બનાવી પોતાની શક્તિ વધારતો હતો. લતાનો આત્મા તેની દુષ્ટતાનો શિકાર બની હતી.
રાજુને લતા પર ખૂબ દયા આવી તેને પાંચ વર્ષ પહેલા અવસાન પામેલી પોતાની પ્રેમિકા યાદ આવી અને તેને મદદ કરવાનું વચન આપ્યું. ધીરે ધીરે, રાજુ દરરોજ રાત્રે હવેલીમાં લતાને મળવા જતો. તેઓ આખી રાત વાતો કરતાં, અને આ દરમિયાન રાજુએ લતાના ભૂતકાળ વિશે વધુ જાણ્યું. લતા એક ખુશખુશાલ છોકરી હતી, જે તેના પિતાની લાડકી હતી. પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ રાત્રે, જોરાવર તાંત્રિકના હાથે તે આવી ચઢી અને તેનું જીવન એક દુઃખદ અંત પર આવી ગયું. રાજુ અને લતા વચ્ચે એક અનોખો પ્રેમ સંબંધ બંધાયો. રાજુ તેને ગીતો સંભળાવતો અને તેની સાથે વાતો કરીને તેનું દુઃખ ઓછું કરવાનો પ્રયાસ કરતો. લતાના આત્માને પણ હજારો વર્ષોની એકલતાનો જાણે કોઈ સાથે મળી ગયો હતો.
એક દિવસ, જ્યારે રાજુ લતાને મળવા ગયો, ત્યારે લતાએ તેને કહ્યું કે તેના પ્રેમથી તેને એક નવી શક્તિનો અહેસાસ થયો છે. તેણે પોતાની શક્તિનો થોડો અંશ રાજુને આપ્યો અને કહ્યું કે આ શક્તિઓથી તને તાંત્રિક સામે લડવામાં ખૂબ મદદ મળશે. રાજુએ અનુભવ્યું કે તેના હાથમાં એક તેજસ્વી ગરમી પ્રસરી રહી છે, જાણે કે તે પોતે જ આગ અને છોડ પર નિયંત્રણ કરી શકે છે અને ઈચ્છા ત્યારે ગાયબ પણ થઈ શકે છે...
લતાએ તેને કહ્યું કે આ શક્તિઓ તેની શુદ્ધ ભાવનાઓ સાથે જોડાયેલી છે અને તે તેને તાંત્રિકનો સામનો કરવામાં મદદ કરશે. રાજુને સમજાયું કે તે માત્ર એક ભૂતનો પ્રેમી નથી, પણ લતાની મુક્તિ માટે તેનો એકમાત્ર આશાનો કિરણ છે અને આ ભોળી આત્માને મુક્તિ માટે નો નિમિત છે. આ શક્તિઓ મળતાં, તેણે તાંત્રિકનો અંત લાવવાનું નક્કી કરી લીધું.
લતાની આપેલી શક્તિના સહારે, રાજુ હવેલીમાંથી બહાર નીકળીને જોરાવર તાંત્રિકને શોધવા માટે ગાઢ જંગલમાં પ્રવેશ્યો. તે જંગલ ભયાનક અને અંધકારમય હતું તાંત્રિક દ્વારા વશીકરણ કરેલા વિવિધ જંગલી પશુઓનો ભયાનાથમાં ભયાનક અવાજ આવી રહ્યો હતો, પરંતુ રાજુ ડર્યા વગર આગળ વધતો રહ્યો અચાનક તેને સૂઝ્યું કે એક પાછળથી કોઈ તેને જોઈ રહ્યું છે જાળીમાંથી રાજુ પાછળ ફર્યો તેવો તરત તેને અહેસાસ થયો કે એક જંગલી વરુ તેની લાલ આંખોથી તેને જોઈ રહ્યું છે અને ઘુરકી રહ્યું છે જેવો રાજુ બે ડગલા પાછળ ખસ્યો કે તેણે ભયાનક રીતે હુમલો કર્યો અને રાજુ પર કૂદકો માર્યો આ સાથે જ રાજુ જમીન પર પડી ગયો અને ભયાનક વરુ તેની છાતી પર ચડી ગયું તેનાથી ક્ષણા દાંત રાજુની ગરદનથી થોડાક દૂર હતા રાજ્યો છૂટવા માટે ભયાનક રીતે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેને અચાનક તેની શક્તિ યાદ આવી તેને તરત જ ઝાડ પર લપેટાલી હોય મજબૂત વેલ બાજુ જોયુ અને વેલાઓ એ ભયંકર વરુને પોતાની ઝક્કડમાં લઈ લીધો અને ઉપર ખેંચી ગયા ગળા પરની ભીંસ વધતા શેતાની વરુ નો તાજ અંત થઈ ગયો અને તે રાખ બનીને ઊડી ગયો આ તાંત્રિક કેટલો ખતરનાક હશે તેની શક્તિઓનો અહેસાસ રાજુ ને થઈ ગયો.
રાજુ ધીમે ધીમે આગળ વધવા માંડ્યો થોડા સમય પછી, તેને એક ગુફા દેખાઈ જ્યાંથી દુષ્ટ શક્તિનો અનુભવ થતો હતો. રાજુએ અંદર પ્રવેશ કર્યો અને જોયું કે જોરાવર તાંત્રિક આંખો બંધ કરીને બેઠો હતો જેવો રાજુ આગળ વધ્યો તેવી ધીમેથી તાંત્રિક આંખો ખોલી તેના લાલ ડોળા દેખાવા લાગ્યા તેને ભયંકર આખો રાજુને એક તક નિહાળી રહી હતી. તાંત્રિક રાજુને જોઈને કહ્યું, "તું એક સામાન્ય મનુષ્ય મારી સામે લડવા આવ્યો છે? હું તો આત્માઓનો પણ રાજા છું!"
તાંત્રિકે પોતાની શક્તિનો ઉપયોગ કરીને રાજુ પર હુમલો કર્યો અને રાજુ ને હવામાં ઊંચકી લીધો અને જમીન પર પછડ્યો. રાજુએ લતા દ્વારા મળેલી શક્તિનો ઉપયોગ કર્યો. તેણે પોતાના હાથના ઈશારે આગના ગોળા બનાવ્યા અને તાંત્રિક પર ફેંક્યા. તાંત્રિકે પોતાની જાદુઈ ઢાલથી તેનો બચાવ કર્યો. રાજુએ આજુબાજુના ઝાડ-પાનને પણ પોતાના નિયંત્રણમાં લીધા અને તાંત્રિકને જકડવાનો પ્રયાસ કર્યો પણ અચાનક ક્યાંક થી માંસાહારી પક્ષીઓ આવીને એ ઝાડપણના વેલાને કાપી નાખતા અને તાંત્રિક ફરી મુક્ત થઈ જતો તે બહાદુરીપૂર્વક લડ્યો, પરંતુ તાંત્રિકની અંધારી શક્તિઓ સામે તે ટકી શક્યો નહીં અને સીધો ગુફાની બહાર નીકળી ગયો પાછળથી તેને તાંત્રિક ની ભયાનક હસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો રાજુને સમજાયું કે માત્ર શક્તિ પૂરતી નથી, તેને તાંત્રિકને હરાવવા માટે કોઈ પવિત્ર વસ્તુઓની જરૂર પડશે. તે ફરી પાછો ફર્યો અને એક વૃદ્ધ તથા જ્ઞાની સાધુનો સંપર્ક કર્યો.
સાધુએ રાજુને તાંત્રિકના વશીકરણને તોડવાનો ઉપાય જણાવ્યો. તેમણે રાજુને એક ખાસ મંત્ર અને ત્રણ પવિત્ર વસ્તુઓ - શિવલિંગ પર ચડાવેલું કમળ, પવિત્ર ગંગાજળ, અને એક દુર્લભ લાલ ચંદનની લાકડી - એકઠી કરવાનું કહ્યું. આ વસ્તુઓથી જ વશીકરણ તૂટી શકતું હતું. રાજુએ આ જોખમી કામ હાથમાં લીધું. તેણે પોતાની નવી શક્તિનો ઉપયોગ કરીને આ વસ્તુઓ મેળવી.
છેવટે, રાજુ બધી વસ્તુઓ લઈને સાધુ પાસે પાછો ફર્યો. સાધુએ તે વસ્તુઓનો ઉપયોગ કરીને એક શક્તિશાળી પોટલી બનાવી અને રાજુને આપી. રાજુ હવે જોરાવર તાંત્રિકનો સામનો કરવા તૈયાર હતો. તે ફરીથી તાંત્રિકની ગુફામાં ગયો. તાંત્રિકે આ વખતે પણ રાજુ પર હુમલો કર્યો. તાંત્રિક એ જમીન પર જોતાજ લાલ આંખો વાળા સાપો ના ઢગલા જમીન પર થવા માંડ્યા , રાજુ ના મુખ પર ડર સાફ દેખાતો હતો પણ તે બહાદુર હતો તેને પોતાની શક્તિ થી જમીન પર આગ લગાવી દીધી તેથી બધા સાપો ડરીને ગુફા ની બહાર ભાગવા લાગ્યા, આમ કરીને તરત રાજુ ગાયબ થઈ ગયો અને તાંત્રિક ની પાછળ પહોંચી ગયો , તેને સાધુ મહારાજ એ એક શક્તિશાળી ત્રિશૂળ પણ આપ્યું હતું તે રાજુ એ તાંત્રિક ની ગરદન માં ઉતારી દીધું તાંત્રિક ભયંકર ચીસો થી ગુફા નું વાતાવરણ ભયંકર બની ગયું ,રાજુએ બહાદુરીપૂર્વક લડત આપી અને જોયું કે તાંત્રિક ની અસર ઓછી થતાં જ લતા ત્યાં પહોંચી ચૂકી હતી રાજુ એ સાધુએ આપેલો મંત્ર બોલવાનું શરૂ કર્યું. તેણે પવિત્ર તાવીજને લતા તરફ ફેંકી.
જેમ જ તે તાવીજ લતાના આત્માને સ્પર્શ્યું, વશીકરણની શક્તિ તૂટી ગઈ. લતાનો આત્મા મુક્ત થયો અને તે ગુસ્સામાં જોરાવર તાંત્રિક પર તૂટી પડી અને તેને હવા માં આમ ગુફા ની અણીદાર દિવાલો પર પટકવા માંડી તાંત્રિક ચીસો પડી રહ્યો હતો અને માફી માંગી રહ્યો હતો છેલે તે તાંત્રિક ની છાતી પર ચડી બેઠી અને તેના લાંબા અણીદાર નખ થી તેની છાતી ચીરી નાખી. લતાનો આત્મા ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો. તેણે તાંત્રિકનો અંત લાવી દીધો અને તેને તેની દુષ્ટતાની સજા આપી.
પોતાના બદલા લીધા પછી, લતાનો આત્મા શાંત થયો. તેણે રાજુનો આભાર માન્યો અને કહ્યું કે હવે તે શાંતિથી પોતાના લોકમાં જઈ શકે છે તેની આંખ માં સંતોષ ના આંસુ હતા તે રાજુ ને જોઈને સ્મિત કરી રહી હતી. રાજુ પણ તેના જવા થી દુઃખી થયો, પણ તેને લતાને મુક્ત કરવાનો સંતોષ હતો. લતાનું સ્મિત છેલ્લીવાર જોઈને રાજુ હવેલીમાંથી બહાર નીકળી ગયો. હવેલી ફરીથી શાંત થઈ ગઈ, પણ આ પ્રેમકથા હંમેશા ગામના લોકોના હૃદયમાં જીવંત રહી.
Desclaimer - આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન ન ઉદેશ્ય થી લખવામાં આવી છે વાર્તા માં રહેલ પાત્ર નો જીવંત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.