હું ચાલીને આગળ ગયો અને જોયું લોકો ગાડીવાળાને ઘેરીને ઊભા હતા અને એક માણસ ત્યાં બેઠેલા એક વૃદ્ધને આશ્વાસન આપી રહ્યા હતા જેમનું એક્સિડન્ટ થયું હતું. વૃદ્ધ અંકલની ઉમર લગભગ ૬૦ વર્ષ અથવા એનાથી વધુ લાગતી હતી. એમને માથામાં ઇજા થવાના કારણે લોહી નીકળી રહ્યું હતું અને હાથ-પગ પર છોલાઈ જવાના કારણે ત્યાં પણ થોડી ઇજા થઈ હતી. હું ત્યાં ગયો અને એમની પાસે ગયો. મારો સ્વભાવ પહેલાથી નિખાલસ અને મદદનીશ પ્રકારનો હતો. લોકોનું દુઃખ મારાથી ક્યારેય જોવાતું નહોતું. લોકોની તકલીફ દૂર કરવા અથવા મદદ કરવા માટે હંમેશા આગેવાની ધરાવતો હતો એટલે મારાથી અંકલની હાલત જોવાતી નહોતી. મે અંકલને જઈને પૂછ્યું કે વધુ વાગ્યુતો નથીને તમને અને અને જવાબમાં અંકલે ધીરેથી ના જવાબ આપ્યો પણ એમનું શરીર ધ્રૂજારી મારી રહ્યું હતું જેના કારણે મને ખબર પડી ગઈ હતી કે એમણે વધુ ઇજા થયેલી છે અને એમને ચક્કર પણ આવી રહ્યા હતા. એમનો એમના માથાપર હતો જ્યાંથી લોહી વહી રહ્યું હતું. આજુબાજુ વાળા લોકોનું ધ્યાન અંકલ કરતા વધુ ગાડીવાળા પર જોર લગાવવામાં અને એને ધમકાવવામાં હતું. ફ્ક્ત મારી બાજુમાં જે ભાઈ હતા એ અંકલ પાસે બેઠા હતા અને અંકલને આશ્વાસન આપી રહ્યા હતા. મે અમને પૂછ્યું તમે આમના રિલેટિવ છો તો એમને જવાબમાં મને ન કહ્યું અને બોલ્યા કે ના. મે ફરી પૂછ્યું એમ્બ્યુલન્સને કોલ કર્યો કોઈએ અને એના જવાબમાં ભાઈએ કહ્યું કે હા મેં કર્યો છે અને થોડા સમયમાં આવતીજ હશે. મે મારા પોકેટમાંથી રૂમાલ કાઢ્યો અને અંકલને ના માથા પર મૂક્યો અને દબાવી રાખ્યું જેના કારણે એમણે વધુ લોહી ના નીકળે. થોડીવારમાં ત્યાં એમ્બ્યુલન્સ આવી ગઈ અને મે અંકલને એમ બેસાડવામાં હેલ્પ કરી. એમ્બ્યુલન્સ સ્ટાફ મને પૂછ્યું કે આમના કોઈ રિલેટિવ છે અહીંયા. મે જવાબમાં ના કહ્યું અને એમને જણાવ્યુંકે તમને પ્રોબ્લેમના હોય તો આમના કોઈ રિલેટિવ ના આવે ત્યાં સુધી હું ત્યાં સાથે આવવા માટે રેડી છું અને એમને મને કહ્યું સ્યોર તમે આવી શકો છો અને આ એક એક્સિડન્ટ કેસ છે એટલે તમે એમના ફેમિલી મેમ્બરનો કોન્ટેક કરીને જલ્દી બોલાવી લેશો તો પણ વધુ સારું રહેશે.હું સ્ટાફ સાથે એમ્બ્યુલન્સમાં બેસી ગયો અને ત્યાંથી એમ્બ્યુલન્સ વાડીલાલ હોસ્પિટલ જવા માટે નીકળી પડી.
અંકલને હજી ભાન હતું અને થોડું બોલી શકતા પણ હતા જેના કારણે મને એમની સાથે કોમ્યુનિકેટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો. અંકલ સ્ટ્રેચર પર સૂતા હતા અને સ્ટાફ એમનું વહી જતું લોહી રોકવામાટે ડ્રેસિંગ કરી રહ્યા હતા. મે અંકલને ધીરેથી પૂછ્યું અંકલ તમારા ફેમિલી મેમ્બરનો કોઈ કોન્ટેક્ટ છે. અંકલે મને એમના હાથની આંગળીથી એમના પોકેટ તરફ ઈશારો કર્યો જે હું સમજી ગયો એ પોકેટમાંથી કંઈક કાઢવાની વાત કરે છે. મે એમના પોકેટમાં ધીરેથી હાથ નાખ્યો અને એમાંથી એમનો મોબાઈલ કાઢ્યો. અંકલનો મોબાઈલ સાવ સિમ્પલ હતો જેના કારણે લાગી રહ્યું કે અંકલે સ્માર્ટફોનની હજી એડવાન્સ ટેક્નોલોજી એક્સેપ્ટ નહી કરી હોય અથવા એમને એમ વધુ રસ નહીં હોય. મે એમણે નામ પૂછ્યું અને એમને ધીરેથી નિખિ એવું કહ્યું. મે એમના કોન્ટેક્ટ લિસ્ટમાં જોયું એમાં કોઈ નિખિલ કરીને નંબર સેવ કરેલો હતો. અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ વાડીલાલ પહોંચવા આવી ચૂકી હતી. મે એમના નંબર પર કોલ કર્યો અને સામેથી ૩- ૪ રિંગમાં કોલ રીસીવ થયો.
હું :- હેલો કોણ બોલો છો ?
નિખિલ :- હું નિખિલ બોલું છું અને તમે કોણ બોલો છો ?
હું :- મારું નામ રુદ્ર છે અને આ નંબર છે એ ભાઈ તમારા શું રિલેટિવ થાય છે ?
નિખિલ :- મારા પપ્પા થાય છે પણ તમે મને કહો આ ફોન તમારા પાસે ક્યાંથી આવ્યો.
હું :- સોરી સર, પણ તમારા ફાધરનું એક્સિડન્ટ થયું હતું આંબાવાડી પાસે અને હું એમને લઈને અત્યારે હોસ્પિટલ જઈ રહ્યો છું.
નિખિલ :- વોટ...ક્યારે અને કેવી રીતે અને તમે ક્યાં જઈ રહ્યા છો..
એક્સિડન્ટ સાંભળીને એ ભાઈને થોડો ઝટકો લાગ્યો હતો કારણકે કોઈપણ માણસ આવીરીતે પોતાના ફેમિલી મેમ્બર વિશે આવી વાત સાંભળીને આઘાત પામે છે. અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ચૂકી હતી અને અંકલને વધુ ઇજા નહોતી થઈ જેના કારણે ખાસ કોઈ ઇમરજન્સી પણ નહોતી. સ્ટાફલોકો એમને ઓપીડી રૂમ તરફ લઈ જઈ રહ્યા હતા અને મને અહીંયા રિસેપ્શન પર આગળની પ્રોસેસ કરવામાટે કહ્યું હતું.
હું :- સર ડોન્ટ પેનિક, તમારા ફાધર સેફ છે અને હું એમને લઈને અહીંયા વાડીલાલ હોસ્પિટલ આવ્યો છું. તમે જલ્દી બની શકે એટલીવારમાં અહીંયા આવી જાઓ તો વધુ સારું રહેશે.
નિખિલ :- ઓકે હું ૧૫ મિનિટમાં ત્યાં આવી જાઉં છું તમે મને કઈ જગ્યાએ મળશો ?
હું :- હું અહીંયા રિસેપ્શન પાસે છું અને આગળની પ્રોસેસ કરી રહ્યો છું. મે ફોર્મમાં મારું નામ લખાવ્યું અને મારો કોન્ટેક્ટ નંબર પણ લખાવ્યો કારણકે એક્સિડન્ટ કેસ હતો એટલે જરૂરી પણ હતું કોઈ ઇન્કવાયરી માટે એવું મને રિસેપ્શનવાળાએ જણાવ્યું હતું. હું મારી ફોર્માલિટી પૂરી કરી રહ્યો હતો એટલીવારમાં નિખિલભાઈનો ફોન આવ્યો જે મેં રીસીવ કર્યો અને એમને જણાવ્યુંકે હું અહીંયા આવી ગયો છું તમે ક્યાં છો. મે હાથ ઉપર કર્યો અને એ મને ઓળખી ગયા અને મારા પાસે આવીને મને ભેટી પડ્યા. એમના આંખમાં થોડા આંસુ આવી ગયા હતા.
નિખિલ :- સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા પપ્પાનો જીવ બચાવીને અમારા ઉપર ઉપકાર કર્યો છે. મને સમજાતું નથી હું તમારો આભાર કઈ રીતે વ્યક્ત કરું.
હું :- અરે સર, એમાં આભાર શું માનવાનો હોય. મે તો મારી ફરજ બજાવી છે એક માણસાઈ તરીકેની. બાય ધ વે તમારા ફાધર ઓપીડી માં છે અને એમને બહુ વધુ ઇજા નથી થઈ. તમે ડોક્ટરનો કોન્ટેક્ટ કરીને એમણે મળી શકો છો. અને મારી કઈ જરૂર હોય તો તમે કહી શકો છો. હું અહીંયા રોકાઈ શકું એમ છું.
નિખિલ :- ના સર, તમે તમારો આટલો સમય અહીંયા સુધી આપીને અમારી મદદ કરી છે. પ્લીઝ, તમે હવે ફ્રી છો તમે જઈ શકો છો. હવે આગળ હું બધું સાંભળી લઈશ. અને ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર.
મે નિખિલભાઈને રિસેપ્શન પરની ફોર્માલિટી સમજાવીને આગળ નીકળતો થયો એટલામાં ફરીવાર નિખિલભાઈનો અવાજ આવ્યો અને દોડીને મારી પાસે આવ્યા.
નિખિલ :- ઊભા રહો સર, આ મારું કાર્ડ છે મારો હોટેલનો નાનો એવો બિઝનેસ છે આ રાખો તમારી પાસે કદાચ તમારે ક્યારેક જરૂર પડે તો સ્યોર મને યાદ કરજો અને તમારું કોઈ વિઝિટિંગ કાર્ડ હોયતો મને આપી શકો છો. મે મારા પર્સમાંથી મારું કાર્ડ આપ્યું જે મારી કંપનીએ મારા ક્લાયન્ટ સાથેના રિલેશન મેનેજમેન્ટ માટે પ્રિન્ટ કરાવ્યા હતા અને હું હોસ્પિટલની બહાર ચાલતો થયો.
અત્યાર સુધીમાં લગભગ ૭:૩૦ જેવું થઈ ગયું હતું. મારો ફોન વાગ્યો અને જોયું તો વિકીનો ફોન હતો અને મેં ઉઠાવ્યો.
વિકી :- હેલો, ક્યાં છે રુદ્ર ?
હું :- અહીંયા વાડીલાલ હોસ્પિટલથી નીકળું છું ઘરે આવવા માટે.
વિકી :- કેમ શું થયું? કોની સાથે છે ત્યાં ?
હું :- અરે કઈ નહીં એક અંકલનુ એક્સિડન્ટ થયું હતું તો એમને લઈને આવ્યો હતો બસ હવે એમને સારું છે હવે નીકળું છું.
વિકી :- વાહ, તારી આ મદદ કરવાની આદત ખરેખર સારી છે. સારું ચાલ જલ્દી ઘરે આવ તું આવે પછી જમવા બેસીએ.
હું :- હા બસ થોડીવારમાં આવું છું.
હું હોસ્પિટલના ગેટની બહાર નીકળ્યો અને મને યાદ આવ્યુકે હું મારું બાઇક આંબાવાડી મૂકીને આવ્યો હતો. હવે ફરી પાછું મારે આંબાવાડી જવું પડશે એવું વિચારીને હું રિક્ષાવાળાભાઈ પાસે ગયો અને એમને આંબાવાડી લઈ જવાનું કીધું.
રિક્ષાવાળો :- સાહેબ, સ્પેશિયલ કરશો કે લોકલ.
હું :- લોકલ ભાઈ, અહિયાનો છું.
રિક્ષાવાળો :- હા તો ૧૦ મિનિટ લાગશે એકાદું પેસેન્જર મળી જાય એટલે ઉપાડુ.
હું :- સારું ભાઈ.
હું થોડીવાર રિક્ષામાં બેઠો અને આખી ૧૫મિનિટ જેવા ટાઈમ પછી કોઈ પેસેન્જર મળી ગયું એટલે એમણે રિક્ષા ઉપાડી અને ફાઇનલી મને આંબાવાડી છોડી દીધો.મે ઉતરીને ભાડું આપ્યું અને રોડ ક્રોસ કરીને મારા બાઇક પાસે ગયો. ત્યાંથી બાઇક સ્ટાર્ટ કર્યું અને મારા ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને હું નાહીંને ફ્રેશ થયો અને અમે ત્રણેય મિત્રો જમવા બેઠા. જમતા જમતા મે એમણે સાંજે બનેલી આખી ઘટના જણાવી અને સવારે વંશિકા સાથેની લંચની પણ વાત કરી.હાશ, હવે કંઈક આરામ જેવું લાગી રહ્યું છે. રાત્રે ૯:૩૦ જેવો હુ બેડ પર સૂતો સૂતો વિચારી રહ્યો હતો. સાંજના સમયે થોડી ભાગદોડ થઈ ગઈ હતી પણ પોતાના બેડ પર જે આરામ મળે છે એની મજા કંઈક અલગ હોય છે. થોડીવાર થઈ અને મારા મોબાઈલમાં વાઈબ્રેશન સાથે રેડ કલરની લાઇટ ઝબકી. મને ખ્યાલ આવ્યો કે વોટ્સએપ મેસેજ આવી ગયો હતો. મે ઓપન કરીને જોયું વંશિકાનો મેસેજ હતો.
વંશિકા :- જમી લીધું રુદ્ર?
હું :- હા મેં જમી લીધું અને તે ?
વંશિકા :- હા, જસ્ટ હમણાં ફ્રી પડી કામ પૂરું કરીને.
હું :- ખૂબ સરસ.વંશિકા :- કેવું લાગ્યું આજે બપોરે લંચ ?હું :- ખૂબ સ્વાદિષ્ટ અને ઘરનું.
વંશિકા :- થૅન્ક યૂ મિ. ઓથોર.
હું :- અરે આવું કેમ ?
વંશિકા :- શું આવું કેમ ?
હું :- તું મને દિવસે રુદ્ર કહીને બોલાવે છે અને રાતે ઓથોર કહીને બોલાવે છે એમ.
વંશિકા :- તમને નહીં સમજાય.
હું :- તો સમજાવીને મેમ.
વંશિકા :- એમાં એવું છે ને કે દિવસે તમે રેપ્યુટેડ પર્સન હોવ છો. આઈ મીન એક બોસ એટલે તમને એક બોસ તરીકે રિસ્પેક્ટ આપવી પડે અને સાંજે તમારી ડ્યુટી પૂરી થઈ જાય છે એટલે પછી તમને એક સારા મિત્ર તરીકે ટ્રીટ કરી શકાય છે.
હું :- વાહ, આજે ખબર પડી માણસને અલગ અલગ રીતે ટ્રીટ કરી શકાય.
વંશિકા :- સોરી, મજાક કરું છું ખોટું ના લગાડતા.
હું :- ખોટું શું લગાડવાનું એમાં.
મારી અને વંશિકાની વાત ચાલતી હતી અને એટલામાં જયંત સરનો કોલ આવ્યો અને મેં રીસીવ કર્યો.
જયંત સર :- હેલો રુદ્ર, સોરી તને ડિસ્ટર્બ કર્યો પણ એકચ્યુલી તારું એક ઈમ્પોર્ટન્ટ કામ હતું.
હું :- હા સર, પ્લીઝ બોલો હાઉ કેન આઈ હેલ્પ યુ ?
જયંત સર :- આવતીકાલે મારે વડોદરા એક મિટિંગમાં જવાનું હતું આપડા ન્યૂ ક્લાયન્ટ સાથે પણ હું એટેન્ડ કરી શકું એમ નથી તો શું તું જઈ શકીશ ?
હું :- હા, સ્યોર સર નો પ્રોબ્લેમ તમે કહો ક્યારે નીકળવાનું છે ઓફિસથી?
જયંત સર :- રુદ્ર, તારે ઓફિસ આવવાની જરૂર નથી અને તને યાદ છે ને આપડે વાત થયેલી ન્યૂ પ્રોજેક્ટ માટે વડોદરાવાળા ક્લાયન્ટ સાથે તે ડિસ્કસન કરવાનું છે અને પ્રોજેક્ટ સાઈન કરવાનો છે એની ડિટેલ હું તને અત્યારે મેઈલ કરું છું બસ તું મિટિંગ કરીને પ્રોજેક્ટ સાઈન કરી આવ એટલે આપડું આગળનું કામ સ્ટાર્ટ થઈ શકે. સવારે તારા ઘરે ઓફિસની કાર મોકલી આપીશ તેમાં જજે. ૧૧:૦૦ વાગ્યે મિટિંગ છે એટલે ૯:૦૦ વાગતા સુધીમાં ડ્રાઈવર તને પિક કરી લેશે.
હું :- ઓકે સર મને ઇમેઇલ કરી દેજો હું જતો આવીશ.
જયંત સર :- ઓકે, થૅન્ક યૂ રુદ્ર એન્ડ ગુડ નાઇટ.
હું :- ગુડ નાઇટ સર.અત્યાર સુધીમાં વંશિકાના બીજા ૨-૩ મેસેજ આવી ગયા હતા.
વંશિકા :- હેલો, ક્યાં ખોવાઈ ગયા ? વ્યસ્ત છો કે શું ?
હું :- અરે સોરી, બોસનો ફોન આવેલો કાલે ઓફિસ નથી આવાનું મારે કાલે વડોદરા જવાનું છે એક મિટિંગ અટેન્ડ કરવા એમની જગ્યા પર.
વંશિકા :- અચ્છા એવું છે, કેટલા વાગ્યે જવાના સવારે ?હું :- ૯:૦૦ વાગતા નીકળવાનું છે.
વંશિકા :- અચ્છા એટલે આખો દિવસ બહાર એમને ? તો પછી ત્યાંથી ઘરે જવાના કે ઓફિસ પણ રીટર્ન આવવાના છો ?
હું :- ના પછી ઓફિસ આવીને શું કામ છે પણ કાઈ ટાઈમ કે પ્લાન ફિક્સ નથી ક્યારે ઘરે પાછો આવીશ અથવા ઓફિસ આવવું પડશે એનું.
વંશિકા :- ઠીક છે. એકલા જવાના કે તમારી આસિસ્ટન્ટ શિખા પણ સાથે આવવાની છે ?
હું :- ના, એકલો જવાનો છું. સવારે કાર આવશે ઘરે પિક કરવા માટે.
વંશિકા :- સારું અને જમવાનું પણ જંક ફૂડ એમને ?
હું :- હા
વંશિકા :- શું હા ?
હવે બહાર જવાનું એટલે કાંઈ કહી ન શકાય તમને પણ ધ્યાન રાખજો અને જંક ફૂડ બને ત્યાં સુધી એવોઇડ કરજો. કોઈ સારી જગ્યાએ જમજો.
હું :- યસ મેમ જેવું તમે કહો એમ બસ ધ્યાન રાખીશ.
વંશિકા :- ખૂબ સરસ વાંધો નહીં હવે તમે આરામ કરો અને વહેલા સૂઈ જાવ હું પણ સૂઈ જઈશ અને કાલે સમય મળે તો મેસેજ કરજો. ચાલો ગુડ નાઇટ એન્ડ ટેક કેર.
હું :- હા, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.
મે મોબાઈલ મૂક્યો અને અવિ તથા વિકીને ઇન્ફોર્મ કરી દીધો મારો કાલનો પ્લાનિંગ અને સુવા માટે પડ્યો. મને વિચાર આવતો હતો કે વંશિકાએ શિખા વિશે કેમ પૂછ્યું કે તે સાથે આવવાની છે કે નહીં એમ. શું તેને મારા પ્રત્યે આકર્ષણ થઈ રહ્યું છે કે શું ? તેને શિખાથી જલન થઈ રહી હશે કે શું ? અને તેને મારા જમવા પ્રત્યે આટલી બધી ચિંતા થઈ રહી છે કે તે મને બહારનું જમવાનું ટાળવાનું કહી રહી છે. ખરેખર એને સાચેજ મારી આટલી ચિંતા થઈ રહી છે મારા સ્વાસ્થ્યની અને સમય મળ્યે મેસેજ કરવાની પણ વાત કરી એને એટલે કદાચ એને પણ મારી સાથે પ્રેમ નહીં થઈ ગયો હોય ને ? શું મારે હવે પહેલ કરવી જોઈએ વંશિકાની સામે મારા મનની વાત મૂકવાની ? શું મારા માટે આ યોગ્ય સમય છે મારા મનની વાત મૂકવા માટે ? મારા દિલમાં એના માટે જે લાગણીઓ છે એ મારે એને જણાવી દેવી જોઈએ ?આવા કેટલાય વિચારો મારા મનમાં ચાલ્યા કરતા હતા અને આવા વિચારો કરતા કરતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એની મને ખબરજ ન રહી અને હું મારા સ્વપ્નમાં ખોવાઈ ગયો.