ભાગ 4 :
બધી સ્પર્ધાઓ જીતીને અચાનક ગાયબ થઈ જતો આ માણસ છે કોણ આખરે ? Queen ને મન માં પ્રશ્ન થતો રહ્યો .
ધનશ પણ તેને મળવા માગતો હતો , તેની પાસેથી શીખવા માગતો હતો ; તેને અચાનક એક વિચાર આવ્યો ને તે બોલ્યો - " જો એ છોકરો ધણી સ્પર્ધામાં આવ્યો હતો , એમાં તે જીત્યો હતો , તો એક વાત મે નોટિસ કરી કે તે એવી જ સ્પર્ધા માં ભાગ લે છે જેમાં ઘણા સમય થી એક જ વ્યક્તિ સતત જીતી રહ્યો હોય અને મારો અંદાજો ખોટો નહિ હોય તો તે તલવાર બાજી ની સ્પર્ધા માં અવશ્ય આવશે "
આ સાંભળીને Queen એ કહ્યું - તો હું પણ તારી સાથે આવીશ , હું પણ જોવ તો ખરા કે કોણ છે આવો યુવાન જે એક તરફી બધું જ જીતી જતો હોય !
તલવાર બાજી ની સ્પર્ધા બીજે દિવસે શરૂ થઇ , Queen એ પેલા માણસ ને શોધી કાઢ્યો જે તેને જ્ઞાનીઓની સ્પર્ધા માં મળ્યો હતો , તેને જોઈને તે એ તરફ ગઈ , પણ તે છોકરો એટલા સમય માં ત્યાંથી નીકળી ગયો ને મેદાન તરફ તેની સ્પર્ધા માં ચાલ્યો ગયો.
તે ધનશ પાસે ગઈ ને કહ્યું : " ધનશ , મે પેહલા યુવાન ને શોધી કાઢ્યો કે જે તલવાર બાજી જીતવાનો છે " એમ કરીને તેણે આંગળી ચીંધી.
" તને કેમ ખબર કે એ જ જીતશે ? જે હોય તે તારો અંદાજો સાચો છે , એ છોકરો છેલ્લા પાંચ વર્ષ થી તલવાર બાજી માં ઉતીર્ણ રહ્યો છે , તેની ગણતરી વિશ્વ ના સર્વ શ્રેષ યોદ્ધાઓ માં થાય છે "
" તો તો એને કોઈ ના હરાવી શકે " Queen બોલી.
" But i can, હું તેને હરાવી શકું છું " પાછળ થી અવાજ આવ્યો . શાલ માં પોતાનું મો નીચે કરીને ઊભેલો એક માણસ બોલ્યો .
" ઓ હીરો, સાંભળ્યું નહી તે, છેલ્લા પાંચ વર્ષ થી એ જીતે છે , તું શું I can બોલી રહ્યો છે , એ છોકરા ને ઓળખશ તું ? એ બધી સ્પર્ધા માં અવ્વલ રહ્યો છે , એને હરાવવો તારી ઓકાત ની બહાર છે " Queen એ થોડું ભારપૂર્વક કહ્યું.
તો જોઇએ આપણે......
" બોલવાથી કશું ના થાય , સ્પર્ધા માં ભાગ પણ લેવો પડે "
થોડી વાર પછી ધનશ બોલ્યો, " ચાલ અહીં થી , મને પેલો છોકરો હજી ના મળ્યો કે જેને હું શોધવા માટે અહીં આવ્યો હતો "
" અરે ત્યાં તો છે તે કે જે મેદાન માં તલવાર બાજી કરી રહ્યો છે " Queen એ કહ્યું.
" કોણ એ ? અરે એ તો હેપીન છે , એ થોડો મને હરાવી શકે , હા એ દર વખતે બીજા કે ત્રીજા સ્થાને આવતો હોય પણ ધનુર્વિધા ને મલયુદ્ધમાં મને પરાસ્ત જ ના કરી શકે "
" પણ એ છોકરો તો જ્ઞાનીઓની સ્પર્ધા માં હતો એ જ છે , આ છોકરો તો બીજા સ્થાને હતો " Queen એ કહ્યું.
" હા બીજા સ્થાને હતો એ વાત સાચી પણ હું જેની વાત કરું છું એ અવ્વલ સ્થાને હતો " ધનશ બોલ્યો.
ત્યાં હેપીન એક મુકાબલો જીતી ગયો ને જોર થી બોલ્યો કે કોઈ અહી એવું છે જ નહિ કે જે મને હરાવી શકે , હું આ સ્પર્ધા માં સર્વ શ્રેષ્ઠ છું.
" અભિમાન હંમેશા બરબાદી નું કારણ છે , તું કોઈ વિદ્યા માં પારંગત હોય તો એનો અભિમાન ના રાખવો જોઈએ " પેલો શાલ ઓઢેલો યુવાન બોલ્યો.
" તું શું મને સલાહ આપશ , તું મને એ કહે કે તું મને હરાવી શક કે નહિ બસ વાત પૂરી "
" ત્રણ વખત હરાવી ચૂકયો છે , ચોથી વખત કંઈ મુશ્કેલ નથી મારા માટે " બસ એટલું બોલીને પેલા યુવાને પોતાના શરીર ઢાંકેલી શાલ હવા માં ઉડાડી અને મેદાન તરફ આગળ વધ્યો .
તેની આ પ્રકાર ની અદભૂત એન્ટ્રી જોઈને બધા તેના ચાહક થઇ ગયા , જાણે રાવણ નો અભિમાન તોડવા માટે શ્રી હનુમાન એની શક્તિ નો થોડો જ એવો પરિચય આપ્યો એમ આ યુવાને હેપીન ના અહંકાર સામે એક ચુનોતી સ્વીકાર કરી .
ધનશ તેને મળવા આતુર હતો એટલે તે યુવાન મેદાન માં જાય એ પેલા તેણે યુવાન પાસે જઈને એનું નામ પૂછ્યું, " SK "
તે યુવાન ઉતર્યો મેદાન માં અને શરૂ થઈ સ્પર્ધા , આમ તો લાડકા ની તલવાર નો ઉપયોગ સ્પર્ધા માં થતો , પણ ઘણી વાર મજબૂત વાર ને લીધે સામે વાળાને શરીર પર ધાવ પણ લાગતા , જેમ હેપીન વિશે કહેવાયું હતું કે તે ઘણો પારંગત છે એમ જ તેના વાર જોઈને લાગતું હતું , પણ તેના વાર ને પણ ફીકી પાડે એવી SK ની ઘા ને ઝીલવાની ક્ષમતા જોઈને સૌ આશ્ચર્ય ચકિત હતા , એક ધા SK ને હાથ ની કોણી પાસે વાગ્યો , તે હેપીન નો જોરદાર પ્રહાર હતો , પરંતુ કોણી માં વાગ્યા બાદ SK ગુસ્સા માં આવ્યો ને તેણે પ્રત્યાધાત શરૂ કર્યા, ખૂબ લાંબો સમય સ્પર્ધા ચાલી , કોઈ હાર માનવા તૈયાર નહોતું કેમ કે નિયમ મુજબ જેના હાથ માંથી તલવાર નીચે પડે કે જે તલવાર નીચે મૂકી દે એ હારી જાય , બંને સખત જખમી હોવા છતાં પણ તલવાર નીચે મૂકવા તૈયાર નહોતા , જોત-જોતામાં અંધારું થઈ ગયું , પણ પરિણામ ના આવ્યું , અંતે બંને ને વિજેતા ઘોષિત કરાયા.
બસ એ સમયે મને SK વિશે ખબર પડી, નહિતર તો હું હેપીન ને જ શ્રેષ્ઠ સમજીને બેઠી હતી Queen એ આખી હિમાલય વાળી વાત સૌ ને કહી.
"તો એ સ્પર્ધા પછી તમે મળ્યા એમ ને " RK એ પૂછ્યું.
" હા, ધનશ ના બહાને હું એને મળી, ને બસ પછી તો...."
સૌ હસ્યા ત્યારે RK એ પ્રશ્ન કર્યો - “ હેપીન તો ખરેખર ઘણો બધો ટેલેન્ટ વાળો કેહવાય ને ! એ લગભગ SK ની બરાબરી નો જ હતો "
" Yes, he has the potential to be the next SK, but he chooses ego and betrayal over knowledge, that's why he is no more "
( હા , તેના માં એ ક્ષમતા હતી કે તે બીજો SK બની શકે , પણ તેણે અભિમાન અને વિશ્વાસઘાત અપનાવ્યા નહીં કે બુદ્ધિક્ષમતા , એટલા જ માટે તે આપણા વચ્ચે નથી )
" માત્ર એક અભિમાન માટે ને પોતાને બીજા થી શ્રેષ્ઠ બતાવવા માટે તેણે બલવંત નો સાથ આપ્યો, ખરેખર લાનત છે તેના પર "
" બલવંત નો પુત્ર ઉદ્ધવિન ને હેપીન બંને મિત્રો હતા , ખરેખર તો તેણે મિત્ર નો સાથ આપ્યો હતો, મિત્ર ભાવ ને તેણે ખરાબ કર્મો થી ચઢિયાતો રાખ્યો એટલે તે મોત ને ઘાટ ઉતર્યો "
એકદમ મહાભારત ના પ્રસંગ ની માફક છે આ તો , હેપીન નાનપણ થી અનાથ, હિમાલય માં મોટો થયો, ઘણી કલાઓ માં નિપુણ, ને અંતે ખોટો માર્ગ, આ એકદમ મહારથી કર્ણ માફક છે, એ સમયે પણ ભગવાને અર્જુન નો સાથ આપીને કુકર્મીઓનો વિનાશ કર્યો, આ સમયે ભગવાને SK નો સાથ આપ્યો હશે કેમ કે એ જતા જતા કહી ગયો હતો કે હકીકત માં એને ભગવાન મળ્યા હતા, હવે એ વાત સત્ય હોય કે મિથ્યા ? કોણ જાણે એ ? પણ એક વાત હંમેશા સત્ય છે, ભગવાન ખરાબ કામોના વિનાશ માટે સારા લોકોનો સાથ અવશ્ય આપે છે.
નોંધ :
હજુ પણ આ વાર્તા નો અંત નથી આવ્યો , વાર્તા તો હવે એક નવા વળાંક પર છે , ખૂબ જ નવા રહસ્યો હવે ખુલવાના છે નવી નોવેલ માં કે જેનું નામ છે - " Madness towards the Greatness "
એક નાનકડું રહસ્ય જણાવી દઉ...
વાર્તા હંમેશા રહી છે SK vs હેપીન, નહીં કે SK vs બલવંત