આ એક કાલ્પનિક વાર્તા છે. એમાં વર્ણવેલા તમામ પ્રસંગો પાત્રો અને સંવાદો કાલ્પનિક છે. અને એ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
ઝીલવાડાની કાંઠે રાત ઘેરી હતી અને અરાવલીની પહાડીઓની અણધારી છાયામાં વહેતા ઠંડા પવનના સુસવાટા માં ગોળીબાર ના અવાજો એકબીજા સાથે વિલીન થતાં લાગ્યા. લાલચુ ફુલચંદ અને લંપટ ને ખતરનાક શંકર રાવ જેવા લોકો ખજાના ની લાલચમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા. એનો દગો એ જૂઠ્ઠા નો દાખલો બન્યો.પણ હજીય અરવલ્લીના પહાડી એરિયામાં આવેલ ઝીલવાડામાં લાલચુ લોભી લોકો ઘૂમી રહ્યા હતા. શ્રીનાથજી નો અલૌકિક અને મૂલ્યવાન ખજાનો હડપી જવાની લાલસા હજી ખતમ થઈ ન હતી. પણ એની સામે હજી પેઢીઓથી ખજાનાની રક્ષા ખાતર જીવન હોમી દેનાર શેરા અને ધાર્મિક આસ્થા રાખનાર જીતુભા અને ગિરધારી મક્કમ ઉભા હતા.
જીતુભા અને શેરા હેલીકૉપટરથી 200 મિત્ર દૂર હતા. તેમની આંખો ઝીલવાડાના ખેતરમાં પાર્ક થયેલ હેલીકૉપટર પર મંડાયેલી હતી. હજી હમણાં સુધી ત્યાં. માત્ર કાળા પૂરા કવર વાળા કપડાં, નાઈટ વિઝન ગોગલ્સ અને આધુનિક હથિયારો સાથે સજ્જ એવા 2 પુરુષો જ હતા અને અચાનક એક કાર આવીને ઉભી એમાંથી બે યુવક અને એક યુવતી ઉતર્યા હતા. તેઓ વૈભવી દેખાવ ને સાબિત કરતા નહોતા; હનીફ અને મુસ્તાક એકબીજા પર નિર્ભરતા અને નિર્ધાર સાથે હસતાં આગળ વધ્યાં. એમની પાછળ નાઝ, અઝહર અને શાહિદ એક ટીમની જેમ સપોર્ટ કરતા દેખાયા.
“આ ખજાનો આપણો જ છે,” હનીફની અવાજમાં ગર્વ અને ઠંડક જોડાઈ હતી. “આનો મૂળ અહીંથી જ છે. હવે બીજો કોઈ ત્રાસ નહીં.” પણ એનું વાક્ય પૂરું થાય એ પહેલા સજ્જન સિંહ આગળ વધ્યો. અને ટ્રેડ નાખતા કહ્યું. "હની-ઈરાની મેં તમને 5 કરોડ એડવાન્સ આપ્યા. આપણા વર્ષોના સબન્ધો અને આ ખજાનો મારો છે. મારા વળવાનો. તને જોઈએ તો બીજા 5 કરોડ આપીશ હવે મને ફટાફટ પાકિસ્તાન સુધી પહોંચાડી દે. કે" કહેતા એ આગળ વધ્યો અને અચાનક એક ગોળી એનાં આગળ વધતા પગ પાસે 'ધાય' કરતી આવી.
"એ બુઢ્ઢા જ્યાં છો ત્યાં જ ચોંટ્યો રહે. હવે એક પણ ડગલું આગળ વધવાનો પ્રયાસ કરીશ તો ગોળી સીધી તારી છાતીમાં ધરબી દઈશ." સાંભળીને સજ્જન સિંહ પૂતળાની જેમ ત્યાં ખોડાઈ ગયો અને દયામણી નજરે એણે માંગી સામે જોયું. માંગીએ પોતાની ગન ઉંચી કરી અને હની-ઈરાની અને ત્રિપુટી તરફ ઘુમાવી એની આંગળીએ ટ્રીગર દબાવ્યું એ સાથે જ શાહિદ અઝહર અને નાઝ ની ગન ગરજી ઉઠી. અને એક સાથે 3 ગોળીઓ મંગીના શરીરમાં દાખલ થઇ ગઈ. અને એ સાથે જ સેમ સામ ગોળીબાર ચાલુ થયા. સજ્જન ને પોતાનો ગ્રેનેડ વાળો થેલો યાદ આવતો હતો જે એણે માઈકલ ને આપ્યો હતો માઈકલ મરાયો અને એ થેલો ખજાના વળી ગુફામાં જ રહી ગયો હતો. એ જ ક્ષણે ગોળીબાર ફાટી પડ્યો. પથ્થરોની વચ્ચે તીવ્ર ધૂળ ઉઠી અને રાતનો શાંત અનાદર તરત જ તૂટી ગયો. શેરાને ખભામાં ઘા લાગ્યો, લોહી પાણી ની નિશાની જેમ કાળી વાછર રમાડતાં દેખાય. છતાં એ ઊભો રહ્યો.
હનીફ અને મુસ્તાક ઝડપી અને વાનર જેવી ચપળતાથી ખજાનાના કોથળા તરફ આગળ વધ્યા. નાઝ-અઝહર-શાહિદે વીજળી જેવી ગોળીઓ છોડવી શરૂ કરી. સજ્જન સિંહ અને તેના બચેલા પોલીસ વાળા સાથીઓ બીજી બાજુથી આંખમાં તેજ લઈ સામે આવ્યા. તેમની લાલચ ભરી નજરો એ રમત ને વધુ ભડકાવી દીધી. માહોલમાં હવે ત્રણ ધ્રુવો અથડાતા હતા — ખજાનાના રક્ષક, થોડે પાછળના પાકિસ્તાની જૂથ અને સજ્જનની લાલચ વાળી ટુકડી.
જીતુભાએ નિશાન લઈને, નાઝ તરફ એક ગોળી ચલાવી પણ ચપળ નાઝે નીચે નમીને એ ગોળી ને છકાવી દીધી અને વળતો ગોળીબાર કર્યો. બે ત્રણ વાર આમ સામસામા ગોળીબાર પછી નાઝની મેગેઝીન ખાલી પડી ગઈ અને એનું આંતરિક બોલાચાલીમાં આત્મવિશ્વાસ પણ હરનારા પળોમાં દેખાયું. શાહિદને તેમના પારંપરિક રીતે સખત બેઠકોમાંથી એક ગોળી સીધા પાછો લાગ્યો અને એનો હાથથી પિસ્તોલ નીચે પડી ગઈ. મુકાબલો તીવ્ર રહ્યો, પરંતુ ગોળી વચ્ચે એક જ પગથિયું જાણે પહેલાંથી નક્કી હતું — ખજાનો ખુલવાની સાથે એને કોણ ખેંચે છે. અચાનક ક્યાંથી એક ગોળી આવી અને ખજાનાના કોથળા માંથી એક કોથળા ને ખેંચવા મથતા સજ્જન સિંહના કપાળમાં અથડાઈ. લોહીની ધાર વછૂટી એના હાથની પક્કડ કોથળા પરથી ઢીલી પડી ગઈ અને ફટેલી આંખે ખજાનાના કોથળા ને તાકતા એણે પ્રાણ ત્યાગી દીધા.
પરંતુ એ જ પળે નાઝ, અઝહર અને શાહિદની ગનના મેગેઝિન ખાલી થવા લાગ્યા હતા. ગોળી ખતમ થઈ ચૂકી હતી. મુકાબલામાં ફક્ત દર્દ અને નિર્ણય બાકી રહ્યા. હનીફ ની આંખોમાં એક મક્કમ નિશ્ચય દેખાયો એણે રાડ નાખતા કહ્યું. "ઈરાની, છોકરાઓ પાછા વળો. જીવતા રહેશું તો ખજાનો કમાઈ લઈશું. પોલીસ આવવાની તૈયારી છે. આપણે જીવનભર જેલમાં સબડવું નથી." કહીને દોટ મૂકી હેલીકૉપટર નો દરવાજો ખોલીને કોકપીટમાં પાયલટ સીટમાં ગોઠવાઈને એન્જિન ચાલુ કર્યા. અને અરવલ્લીના શાંત જંગલમાં ધીમા પડેલા ગોળીબારોનાં અવાજને ભેદતો હેલીકૉપટર ની ઘરઘરાટી ભર્યો ઘોંઘાટ ચાલુ થયો. એ સાથે જ હની ના મનમાં વિચારો આવવા મંડ્યા. "હેલીકોપ્ટરની કટાક્ષ, હવામાનમાં ફેલાયેલ ધૂળ અને ગોળીબાર વચ્ચે, મારી આંખો માત્ર નાઝ પર જ અટકી છે. એ મારી ભાણેજ નહિ, એ મારી થનારી પ્રિય પુત્રવધુ છે. મારી જવાબદારી છે. નાઝ, તું સલામત રહે, એ માટે હું આ રાતના દરેક જોખમ નો સામનો કરીશ. અઝહર, મારી શક્તિ છે, પણ પહેલું ધ્યાન નાઝની સલામતી નું જ છે.'
હેલીકોપ્ટરનો ઘરઘરાટ વધતો જતો હતો. ડેક પર ધરેલા તણખા અને રોટરનું ધબધબાટી બધું ઊથલપાથલ કરી રહ્યું હતું. ખેતરમાં વેરાયેલ ઘાસના તણખલાની આંધીઓ ઉડવાની શરૂઆત થઇ હતી. એ સાથે જ ઈરાની શાહિદ અઝહર અને નાઝે સમય પારખીને હેલીકૉપટર તરફ દોટ મૂકી. જીતુભાએ ઝાડી ઝાંખરાં ની આડશ માંથી એક ચોક્કસ શોટ ફાયર કર્યો અને નાઝના પગમાં ગોળી લાગી. વ્યાપક રણભૂમિના વચ્ચે હવેથી નિર્ણય થવા લાગ્યો સંકટ કાળમાં જીવની કિંમતે ખજાનો છોડવો કે તેને રક્ષણ આપી હારવી.
હનીફે પોતાની વહાલી ભત્રીજી અને થનાર પુત્રવધુ ને લડખડાતા જોઈ, એના મગજમાં વિચારો આવી રહ્યા હતા કે. 'નાઝ… મારી ભત્રીજી નહિ, પણ થનારી વ્હાલી પુત્રવધૂ પણ છે. મારા વંશને આગળ વધારનાર, એ મારા જીવનની મહત્વની ઝલક છે. તને કોઈ નુકસાન ન પહોંચે એ માટે હું મારી જીવની કદર પણ પાછળ મૂકીશ.' એ પાછો વળ્યો અને નાઝને લગભગ ખેંચતા કહ્યું. "નાઝ, બીજી વાર વાત, અત્યારે ચાલ જલ્દી."
"પણ ચાચુ, મેં એને ઓળખ્યો એ જીતુભા જ છે. જેને કારણે આ 3 મહિનામાં મારે ત્રીજી વાર ભાગવું પડે છે. માત્ર 2 મિનિટ રોકાઈ જાવ હું એને ખતમ કરી નાખીશ." ઝનૂનથી નાઝ બોલી રહી હતી.
"ઈરાની, છોકરાઓ જલ્દી કરો." હની એ રાડ નાખતા કહ્યું. એ સાથે જ આગળ વધી ગયેલા અઝહર અને શાહિદ સાબદા થયા. નાઝ અને ઈરાનીની વાત એમણે પણ સાંભળી હતી અને એ બંને જાણતા હતા કે નાઝને રોકવી મુશ્કેલ છે. પળપળ કિંમતી હતા. બન્ને એ એક મેકની સામે જોયું અને અચાનક પાછા વળ્યાં. એનાથી દસ બાર ડગલાં પાછળ રહી ગયેલા ઈરાનીને કહ્યું. "તમે જાવ અમે નાઝને લઈને આવીએ છીએ. કહેતા ઈરાની થી પંદર ડગલાં પાછળ અને હવા માં પોતાની ખાલી ગન લહેરાવીને જીતુભાને પડકારતી નાઝ પાસે પહોંચ્યા. અને અચાનક શાહિદે વાંકા વળીને નાઝ ના બે પગ પકડ્યા, એજ વખતે અઝહરે નાઝને સહેજ ઝુકાવી અને એ બંને એ નાઝને ઊંચકી લીધી પાછળથી જીતુભાની ગન ગાજી ઉઠી. પણ પોતાને ઝુકાવતાં આડાઅવળા ચાલતા ભાગતા એ બન્ને નાઝને ઉંચકીને હેલીકૉપટર તરફ ભાગ્ય. અચાનક થયેલા આ હુમલાથી હેબતાઈ ગયેલી નાઝે આ બન્નેની પક્કડ માંથી છૂટવા હવાતિયાં મારવા માંડ્યા પણ બે મજબૂત પુરુષોની પકડમાંથી છટકવું આસાન ન હતું. હેલીકૉપટર પાસે પહોંચીને બન્ને એ નાઝને હેલીકૉપટર માં ફગાવી અને ફટાફટ પોતે પણ અંદર ઘુસ્યા. જેવા એ બન્ને અંદર ઘુસ્યા કે તરત જ હનીએ હેલીકૉપટર ઉચક્યું અને લગભગ 10-15 સેકન્ડ હવામાં ડોલા ખાઈને એ હેલીકૉપટર સ્થિર થયું અને આકાશમાં વહેવા માંડ્યું.
xxx
જંગલમાં હવે માત્ર ખરાબી અને નિરાશા રહી ગઈ. થોડીવાર પછી દૂરથી લાઇટના કટોકટી અને સાયરન નો અવાજ આવ્યો, આઈ.બી. અને પુરાતત્વ શાખાની ટીમ પહોંચી. ડૉ. રાજીવ મેહતા અને તેની ટીમે ખેતરમાં વેરાયેલા ખજાનાના કોથળાની તેઓ ખજાના ની વિગતવાર ગણતરી કરવા લાગ્યા. બે મૂર્તિઓને કાપડમાં લપેટીને, સુરક્ષિત કન્ટેનરમાં સરકારી કસ્ટડીમાં મૂકવાની પ્રક્રિયા તરત શરૂ કરી દીધા.
પુસ્તકોના પાનાં અને સોનાની ટુકડીઓ લેડીંગમાં ગોઠવાતાં, ડૉ. મેહતાએ મૌનથી કહ્યું, “આ ખજાનો માત્ર સંપત્તિ નથી — એ સંસ્કૃતિ છે.” જીતુભાએ ચુપચાપ ખજાના તરફ જોઈને પ્રણામ કર્યા. શેરા વર્ષોથી -પેઢીઓથી પોતાના પર રહેલ જવાબદારી પૂર્ણ થયાના સંતોષ સાથે તેનું શરીર ઘાયલ હોવા છતાં હળવાશ અનુભવી રહ્યો હતો.”
સૂર્યોદયની પ્રથમ કિરણો ઝીલવાડાની ખીણ પર પડતી વખતે, બંધાયેલા મૂર્તિઓને સરકારી વાહનમાં સોંપવામાં આવ્યું અને બાકીના ખજાનાને શ્રીનાથજી મંદિર માં જમા કરવાની તૈયારી શરૂ થઈ. જંગલમાં શાંત છવાઈ — પણ તે રાતનું કાળું ઇતિહાસ ક્યારેય ભૂલાતું ન હતું: હનીફ-મુસ્તાક ની અંધા સાહસિકતા, નાઝ-અઝહર-શાહિદની ઉમરભરનું પ્રણય અને ફુલચંદનું દગો — બધું જ ધરતીમાં દબાઈ ગયાં. જીતુભાએ અંતે આંખો ઊભી કરી, ખજાનાની દિશામાં હાથ જોડ્યો અને ઠંડા અવાજમાં કહ્યું, “આ ખજાનો હવે તેના સ્થાન પર પરત જશે. ઇતિહાસને આ આખા પ્રકરણ ને કઈ સ્થાન નહિ મળે. કેમ કે જાજી હો હા થાય તો સરકારી ચોપડાઓમાં આ શ્રીનાથજી મંદિર નો પુરાતન ભવ્ય વારસો અટવાઈ જવાની પાક્કી શક્યતા હતી.
શ્રીનાથજી મંદિર ની સવાર એ દિવસે સામાન્ય ન હતી. આરતીના ઘંટ ના સ્વરમાં કોઈ અદૃશ્ય નાદ ગુંજતો હતો — જાણે દાયકાઓની તલાશ હવે પૂર્ણ થઈ હોય. ચાંદીના ઘંટો અને ધૂપની સુગંધમાં મિશ્રાતી હવા, દૂધના અર્પણનો ધોળો ધુમાડો, અને મંદિરના ગર્ભગૃહમાં થી આવતી શાંત પ્રસન્નતા — બધું જ એક સમાપ્તિની અનુભૂતિ આપતું હતું.. મંદિરના પ્રાંગણમાં પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ખજાનાની ગણતરી પૂર્ણ કરી હતી. સોનાની પાટલીઓ, ચાંદીના પાત્રો, પાન ખંડ ના શિલાલેખો અને સૌથી મહત્વપૂર્ણ, એ બે પ્રાચીન મૂર્તિ — શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત થવા જઈ રહી હતી. તેઓને કાચ ના કવચ વાળી ચાંદીની તિજોરીમાં સજાવવામાં આવ્યાં, મંદિરે કાયમી સંગ્રહ તરીકે. સૂર્યની કિરણો મંદિરમાંથી ચાંદીની જેમ પસાર થઈ, અને ખજાનાની તિજોરી પર પડતાં ઝળહળ્યાં. એ તેજમાં જાણે ખજાનો પોતે હસતો લાગ્યો — જેમ કોઈ સંતોષી આત્મા પોતાના સ્થાને પાછો ફર્યો હોય.
xxx
શ્રીનાથજી મંદિરમાં મંગળના દર્શન કરવાની લાઈનમાં ઉભેલ સુરેન્દ્ર સિંહ જયાબ સોનલ અને મોહિનીએ જીતુભા ને દૂરથી જોયો હતો. જીતુભાનું ધ્યાન એ લોકો તરફ ન હતું. જીતુભાની પાછળ જ વિક્રમ રાજીવ પૂજા સુમતિ આંટી ઉભા હતા. આ બધા પરિચિત અપરિચિત કે અર્ધ પરિચિતો ની વચ્ચે સોનલ ની આંખોને જેની તલાશ હતી એ પૃથ્વી ક્યાંય દેખાતો ન હતો.
ક્રમશ: