અધ્યાય ૬ – “રાત્રિનો મહેમાન”
એ રાત અજીબ રીતે લાંબી લાગી રહી હતી.
ઘડિયાળના કાંટા જાણે અટકી ગયાં હતાં, પણ હકીકતમાં સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.
દરેક સેકન્ડ મને “સત્યની છાયા”ની યાદ અપાવતો હતો.
લાઇબ્રેરીની બારીમાંથી ઠંડી હવા અંદર આવી રહી હતી.
પાનાં ફરફરાવાની ખંખેરા જેવી અવાજો ઊઠતા હતા.
હું ડાયરીને હાથમાં પકડીને બેસેલો હતો, પણ હિંમત કરી એને ખોલી શકતો નહોતો.
કવ્યા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી.
એ ગઈ ત્યારે ફક્ત એક જ વાત કહીને ગઈ હતી:
“જે આવે, એને ઓળખવાનો પ્રયાસ કરજે. કદાચ એ છાયા જ તને તારા જવાબ સુધી લઈ જશે.”
મારી આંખો ભારેથી બંધ થવા જતી હતી ત્યારે દરવાજો ધીમેથી ચરચર્યો.
હું ચોંકીને ઊભો થયો.
દરવાજાની બહાર એક આકાર ઊભો હતો.
ન મોં દેખાતું, ન આંખો — ફક્ત છાયા.
અંધકારમાં એ આકાર જાણે હવામાં તરતો હોય તેમ અંદર પ્રવેશ્યો.
હું ડરી ગયો છતાં મારી જીભે અચાનક શબ્દો સરકી ગયા:
“તું કોણ છે?”
છાયા થોડી ક્ષણ ચૂપ રહી.
પછી એક કર્કશ અવાજ સાંભળાયો —
“હું એ છું જેને તું ભૂલી ગયો છે.
હું એ ભૂતકાળ છું જે તારા હાથથી જ લખાયો છે.”
મારી છાતીમાં વીજળી જેવી ચમક ફાટી નીકળી.
“ભૂતકાળ…? એટલે તું મારા અંદરથી આવ્યું છે?”
છાયા નજીક આવી.
એનો સ્પર્શ હાડકાં સુધી ઠંડો લાગ્યો.
“હા, મિત. આ ડાયરી તું જ લખે છે. પણ એ તારો હાલનો સ્વ નથી… એ તું છે, જે તું બનવાનો છે.”
મારા હોઠ સુકાઈ ગયા.
“અને ‘કાલે મરણ’?” મેં હિંમતથી પૂછ્યું.
છાયા એ નિર્દય હાસ્ય કર્યુ.
“તે મરણ તારા માટે જ છે… પણ શરીરનું નહીં.
તું જે હતો, એ મરવાનો છે.
આગળ જે બનશે… એ તારા હાથમાંથી બહાર છે.”
છાયાએ એ ડાયરીને સ્પર્શ કરી.
એક પાનું આપોઆપ ખુલ્યું.
અંધકારી શાહીથી લખાણ ઝળહળી ઊઠ્યું—
અધ્યાય -૭ વિશ્વાસ ઘાત
છાયાના અદ્રશ્ય થતા જ રૂમમાં અજબ શાંતિ છવાઈ ગઈ.
પણ એ શાંતિમાં ભય છુપાયેલો હતો.
મારા હાથમાં ડાયરી હજુ ધ્રૂજતી હતી, જાણે એમાં પોતે જ ધબકારા મારી રહી હોય.
હું વિચારતો રહ્યો—
વિશ્વાસઘાત? કોનો? મારો? કે હું કોઈનો?
તે રાત્રે બાર વાગ્યાની આસપાસ કવ્યા પાછી આવી.
એના ચહેરા પર ચિંતા દેખાતી હતી.
“શું થયું?” એણે પૂછ્યું.
મેં છાયા વિષે બધું કહી નાખ્યું.
કવ્યા સાંભળતી રહી, અને અંતે એની આંખોમાં અજાણી ચમક દેખાઈ.
“તો સત્ય હવે બહાર આવશે,” એણે ધીમેથી કહ્યું.
“શું અર્થ?” મેં તરત જ પૂછ્યું.
એણે ડાયરીમાંથી ખુલેલું પાનું જોયું—
“અગામી અધ્યાય: વિશ્વાસઘાત.”
અને મારી આંખોમાં નજર ગાડી.
“મિત… તને ખબર છે હું કોણ છું?”
હું અટકી ગયો.
“તમે કાવ્યા છો… એજ જે ડાયરી વિશે જાણે છે.”
એણે ધીમું હસ્યું.
“ના. હું ફક્ત ‘કાવ્યા’ નથી. હું એ જ છું જે તારા જીવનમાં આ ડાયરી લાવ્યું.”
મારી આંખો ફાટી ગઈ.
“એનો અર્થ કે… આ બધું તું?”
એણે માથું હલાવ્યું.
“હા. તું માનતો હતો કે ડાયરી તને ચેતવણી આપે છે.
પણ હકીકતમાં, હું એ ડાયરીના પાનાં જીવંત રાખું છું.
અને હવે— વિશ્વાસઘાત શરૂ થાય છે.”
એણે મારી હાથમાંથી ડાયરી ઝટકીને ખેંચી લીધી.
મારા ચહેરા સામે પાનું ખોલી દીધું.
એ પાનાં પર શાહીથી લખેલું હતું—
“આજ રાત્રે મિત પોતાની સૌથી પ્રિય વ્યક્તિથી વિશ્વાસઘાત અનુભવશે.”
હું કાવ્યા તરફ તાકી રહ્યો.
“તુ જ છે…?”
એની આંખોમાંથી આંસુ સરક્યા, પણ એના હોઠ પર હળવું સ્મિત હતું.
“હા, મિત. કારણ કે સત્ય તારા હાથમાંથી નહીં, મારા હાથમાંથી લખાયું છે.”
અધ્યાય ૮ – “ખુલાસો”
કાવ્યા ના શબ્દો વીજળી જેમ મારી અંદર વાગ્યા.
“સત્ય તારા હાથમાંથી નહીં, મારા હાથમાંથી લખાયું છે.”
હું હકાબકા થઈ ગયો.
તો પછી છાયા? એ અવાજ? એ બધું શું હતું?
“તું સમજતો હતો કે તું જ ડાયરી લખે છે,” કાવ્યા ધીમે બોલી,
“પણ હકીકત એ છે કે તું ફક્ત એ લખાણનો વાંચનાર છે.
હું જ એ લખાણને જીવંત બનાવું છું.”
“પણ શા માટે?” મેં ગુસ્સાથી પૂછ્યું.
“મારા નામથી ભરેલી ડાયરી તારી પાસે શા માટે આવી?”
કાવ્યા ની આંખોમાં એક અજાણી પીડા દેખાઈ.
“કારણ કે તું… એ ભૂતકાળ છે જેને હું બદલી શકી નથી.
તારા હાથથી ક્યારેક એક એવી ભૂલ થઈ હતી, જે મારું બધું છીનવી ગઈ.
આ ડાયરી એ ભૂલને સુધારવાનો મારો રસ્તો છે.”
મારી આંખોમાં અંધકાર છવાઈ ગયો.
“મેં શું કર્યું હતું?”
કાવ્યા એ ડાયરીના બીજા ભાગનું પાનું ખોલ્યું.
એ પાનાં પર શાહીથી એક ઘટના લખાયેલી હતી—
“વર્ષો પહેલા, એક આગે આખી વસાહત ભસ્મ કરી નાખી હતી.
એ આગના કારણરૂપ એક નામ: મિત.”
મારા હોઠ સૂકાઈ ગયા.
મારે કંઈ યાદ નહોતું.
“આ ખોટું છે! મેં ક્યારેય—”
“ના!” કાવ્યા એ તીવ્ર અવાજમાં રોકી દીધું.
“હું એ આગમાં મારી આખી દુનિયા ગુમાવી હતી.
અને ડાયરીની કસમ છે, મિત… તું જ એ આગ માટે જવાબદાર હતો.”
મારી આંખો સામે ધુમાડો અને લાલ જ્વાળાઓની છબી તરવરી ગઈ.
એવું લાગ્યું જાણે મારા મનના તળિયે દબાયેલો એક દરવાજો ખૂલવા લાગ્યો.
ધૂંધળાં ચિત્રો દેખાયા—
મારા હાથમાં દીવો, હાંફતા અવાજો, ચીસો…
“ના… આ હું નહોતો,” મેં ગર્જના કરી.
“હું આવો હોઈ શકતો નથી!”
પણ ડાયરીએ પોતે જ પાનાં ફેરવ્યાં.
અને તાજેતરનું લખાણ ઝગમગતું દેખાયું—
“મિત હવે પોતાની ભૂલથી ભાગી નહીં શકે.
ખુલાસો થઈ ગયો છે.
આગળ રાહ જોઈ રહી છે સજા.”
કાવ્યા મારી સામે ઊભી રહી, એના હોઠ ધ્રૂજી રહ્યા હતા.
“હવે તારે નક્કી કરવું પડશે, મિત…
સત્ય સ્વીકારશો? કે ફરી વિશ્વાસઘાત કરશો?”
અધ્યાય ૯ – “સજા” ક્રમશઃ