હજુ પણ પગના તળિયા સામે ઝાંખીને જ્યારે જોવ છું,
બચપણમાં પડેલ એ ઉઝરડા જોઈને એકાંતમાં રોવ છું.
ગામડામાં રહેતા ન હોઈ તેવા બાળકોને કાંટો એ શું એ ખબર નહિ હોઈ? અને હવે આપણને પણ પગમાં કાંટા નથી લાગતાં. મને ઘણીવાર વિચાર આવે કે, શું કાંટા ગુમ થઈ ગયા કે પછી એવા પગરખાં આવી ગયા! "મને પગમાં કાંટો વાગ્યો" એવું હવે ભાગ્યે જ સાંભળવા મળે છે. તમે યાદ કરો કે, આપણે ચંપલ પહેર્યા હોઇ તો ચંપલ વીંધીને પગમાં કાંટો ખૂંચી જતો. ખબર હશે કે, ઘણીવાર કાંટો કાઢતી વખતે રડવું આવી જતું. અરે ઝામરો થઈ જતો, એ ઝામરો પછી સોય-દોરા થકી વીંધવામાં આવતો. અત્યારે ઝામરાની વાત કરીએ તો માનવામાં ન આવે.
વાત કરવી છે મારે બાળપણની, આપણે એટલા તો તવંગર ન હતા કે, ક્યારેય ડાળ/ઝાખરા/કાંટા/કાંકરાવાળા રસ્તે ચાલવાનું ન થયું હોઈ. અરે હું બી.એન તો એમ કહૂ કે..જ્યારથી ડગલા માંડતા થયા ત્યારથી જ આવા રસ્તે ચાલવાનું થયુ છે. ડામરના રોડ જોયા કોણે? બાપુ સાથે ખેતરમાં જઈએ તો કડબના જમીનમાં રહેલ થડિયા પગમાં વાગ્યા છે. ખેતરનાં પાળે 'મા' ખડ (ઘાસ) વાઢતી હોઈ, અને પછી એ ઘાસની ગાંસડી માને તેમના માથા ઉપર ચડાવવામાં મદદ કરી અને નાની ગાંસડી આપણે આપણા માથા ઉપર લેવાના હઠાગ્રહને કારણે, મા મજબુર થઈને થોડાક ઘાસની ગાંસડી બનાવી હોઇ તે આપણે આપણા માથા ઉપર મૂકીને ચાલતા ચાલતા જતાં ત્યારે પગમાં કાંટો વાગી જતો. ઘણીવાર પશુ ચારવા જતા તો પગમાં કાંટા વાગી જતાં. શિયાળામા વહેલી સવારે શાળાએ જતાં અને પગરખાં ક્યાંક મૂકાઈ ગયા હોઇ અને મળે નહિ એટલે ઉઘાડા પગે જતાં, એ ઉઘાડા પગે જતી વગતે પગમા કાંકરા વાગી જતાં. કાંટા, કાંકરા, ખાંપા વિગેરે વારંવાર લાગેલા એના ઉઝરડા આજે પણ છે.
હવે તો બાળકોને ક્યાંય પણ લઈ જઈએ અથવા તો શાળામા જાઈ ત્યારે મોજા અવશ્ય પહેરાવીએ છીએ. સાથે શૂઝ (જોડા) પહેરાવીએ એટલે ઉઝરડાની વાત જ નથી આવતી. આપણો તો કોઈ તહેવાર કે લગ્નપ્રસંગમાં પહેરવા માટે એક-બે જોડી મોજા રહેતા. તમે પણ તમારી પગનાં તળિયા જોશો એટલે એક-બે ઉઝરડા દેખાય આવશે. આ ઉઝરડા જિંદગીના એ સોનેરી બાળપણને, મા તણી મમતાને, બાપનાં સ્નેહને, ભાઈબંધોનાં હેતને લઈને બેઠા છે. આ વાત ભલે નાની લાગે પણ જો સમજાય તો તમે આ લેખ વારંવાર વાંચશો. વાત સારી અને સાચી લાગી હોઇ તો જણાવશો, ન ગમે તો મગજમાંથી કાઢી નાખશો. બાળપણ બધાય નું પ્રેમાળ ભર્યો હોય છે.. યાદગાર પળો સાથે બાળપણ ને યાદ કરી આંખ પર રડવું આવી જાય. જીંદગી સમય ક્યાં લઈ જાય છે આપણ ને.. ઉંમર વધે છે કે ઘટે? ક્યાં કોઈ જાણે છે.? પણ એક પવિત્ર નિખાલસ જીવન નિરવિકાર થોડા માં રાજી થઈ જવું માણસ ના ભાવ પ્રેમ એ યુગ અલગ હતો ભોળપણ ભરેલ જીવન માનવીના આજે હા જરુર સ્માર્ટ યુગ આવી ગયો છે. પણ સાથે સાથે નાનકડા બાળક ના મગજ પણ વિકૃતી ભર્યા બની રહ્યા છે... આજે જે ઉંમરલાયક વડીલ નથી જાણતો એ નાનકડા બાળક પાસે નોલેજ હશે પણ જ્ઞાન નથી. એના માટે આપણે વડીલ પાસે બેસી નિર્મળ બનવું પડશે અને આ છેલ્લી પેઢી છે. પછી આપણ ને આ નહી વ્ગોળવા મળે માટે સમય કાઢી જરૂર વડીલ પાસે આવી સરસ તેમના બાળપણ ની યાદ તાજી કરી અને પ્રેમ આપવો જોઈએ આપણા વડીલો ને.. અને બાળકો પ્રત્યે આજે જાણે એક હરીફાઈ હોય તેમ આપણે બાળક નું બાળપણ છીનવી રહ્યાં છીએ ધુળ માં રમવું છે તેને પણ આપણને નથી ગમતું એટલે આપણે તેનું બાળપણ છીનવી રહ્યા છીએ.. એને સ્માર્ટ યુગ સાથે પ્રકૃતિ વિરુદ્ધ તેને મસ્તીક માં નાનપણ થી ઝેર આપી રહ્યા છીએ તેમા ક્યાંક આપણો પણ વાંક છે... જય માતાજી પરમાર ક્રિપાલ સિહ ખોડુભા
🙏 જય દ્વારિકાધીશ 🙏