શહેરની પ્રખ્યાત દાસ કોલેજના મેદાનમાં રોજની જેમ સવાર સવારમાં ૮ વાગ્યાના સમયમાં તોફાન મચ્યું હતું. બધા છોકરાછોકરીયો રોજની જેમ મસ્ત તૈયાર થઈને આવતા જતા હતા. એટલામાં બે બાઈક એકદમ બહુ જ ઝડપથી અન્દર પ્રવેશી. એક બાઈક પર એકદમ મોર્ડેન યુવતી અને એક સીધો સાદો લાગતો એવો યુવક બેઠો હતો. બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા લગતા હતા. બંને એવીરીતે જ બેઠા હતા અને એવીરીતે જ તોફાન મસ્તી કરતા કરતા બાઈક પર પ્રવેશ કર્યો.
“ચલ, DEAR મારા ક્લાસનો સમય થઇ ગયો છે હું જાવ તમે બધા એન્જોય કરો. ઓકે “ યુવતી બોલી
“ રોજ ઉતાવળ હોય છે તને “ બીજી બાઈક ઉભી રાખતા લગભગ બન્ને એક સાથે બન્ને યુવક બોલ્યા.
“ જવા દેને યાર એને ઉતાવળ છે તને ખબર છે આજે એના ફેવરીટ સર નો લેકચર છે શનિવાર છેને કેમ ડાર્લિંગ? “ બાઈક બંધ કરતા પ્રથમ બાઈક પરથી ઉતરતા યુવક બોલ્યો.
“હા હા મારા લાડકા સરનો છે. તને કઈ વાંધો છે ? આમેય તમે સાઈન્સ વાળાને અમારા કોમર્સની ના ખબર પડે. ઓક તું જા ક્લાસમાં તારું કામ કર દેડકા ચીર, અને હા વીજલા લાસ્ટ બે લેકચર બંક મારવાના છે ભાભીની પાર્ટી છે એની તૈયારી કરવાની છે તમે બન્ને આ ભણેશરીને ઉપાડીને લઇ અવાજો અને હા એની પેલી મેથ્સવાળી નો ક્લાસ હશે આજે.”
“ આ આવે કે ના આવે અમે તો આવી જઈશું. “
“ ઓકે તો પછી બપોરે મળીયે”
“આવજો “
ચારેય ભેટીને છુટા પડ્યા.
બપોરે ૩વાગે એજ ઝડપે બાઈક બહાર નીકળી. ચોકીદારે રોકવાની કોશિશ કરી પણ નકામી હતી કેમ કે બાઈકની ઝડપ જ એટલી હતી. બાઈક એ જ ઝડપે “શ્રદ્ધા બંગ્લોઝ કોલોની”માં પ્રવેશી. એ શેરીમાં પ્રવેશતા રોજની જેમ ધમાલ મચી ગઈ.
“કોણ છે આ???” રેકડી વાળો નવો હતો. પાન ખાતા ખાતા ચોકીદારને પાન આપતા પુછયુ.
“તું નથી ઓળખાતો આ જોડીને આખું ગામ ઓળખે છે.” ચોકીદારે પાન હાથમાં લેતા કહ્યું.
“ ના આહિયા મારા બાપા આવે છે હું નથી આવતો. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ લાગે છે.” રેકડીવાળોબોલ્યો.
“ના એ શું બોલે છે એનું ભાન છે તને . આ તો આપણા સોસાયટીની શાન છે. Dsp અજયસરનો નાનો ભાઈ વિજય છે અને પેલી છોકરી મરીવાલાની એક ની એક દીકરી શ્વેતા છે બન્ને નાનપણથી જોડે મોટા થયા છે. બીજી બાઈક પર છે એ અલોક અને રજત છે એમાં અલોક એ શ્વેતાનો કાકાનો દીકરો છે અને રજત એ જમનભાઈ તાલુકાપંચાયતમાં કારકુન છે એમનો દીકરો છે. ૨૦વરસ પેલા આ શહેરમાં તોફાન થયા હતા. તોફાનમાં dspઅજય સર નવાનવા આવ્યા હતા એમાં કોઈકે અજય સર ની ગાડી મોટામાતમ ચોકમાં ઘેરી લીધી લગભગ સળગાવી દિધી હતી ત્યારે મરીવાલા હનીફભાઈ નું કુટુંબ જ હતું એને બચાવવા વાળું કોઈ પોલીસવાળો બે કલાક સુધીં આવ્યો નહતો. માત્ર એ કુટુંબ એ બે કલાક મુશ્કેલી એ એને બહાર કાઢ્યું. પછીં હનીફભાઈને નફરત થઇ લતો છોડી અહી આવી ગયા બધાએ ભેગા થઇ સોસાયટી બનાવી. ત્યારથી એ બધા ભાઈબેન છે
સમજ્યો. કોઈને જોઇને ધારી ના લેવાય” એક વડીલ કાકા બોલ્યા.
“ભૂલ થઇ ગઈ કાકા” રેકડીવાળો સોસાયટીમાં અંદર જતો રહ્યો
ચારેય બાઈક ઉભી રાખીને અંદર ઘરમાં દોડ્યા દરવાજો ખુલ્લો હતો ..........
“ભાભી હેપ્પી બર્થડે...........””બૂમ પાડતા પાડતા અંદર ગયા ભાભી ઉપર ફૂલોનો વરસાદ કરી દીધો. આખો રૂમ ગુલાબના ફૂલોથી ભરી દીધો.શ્વેતા અને બધા લગભગ ભેટી જ પડ્યા. લીનાભાભી પીળારંગની સાડીમાં સજ્જ એકદમ સુંદર લાગતા હતા.
“અરે અરે બસ તમે મને મારી નાખશો દબાવીને .......થેન્ક્સ બધાને”” લીનાભાભીએ બધાને છોડાવતા કીધું.
“ખાલી થેન્ક્સથી નહિ ચાલે ભાભી....” શ્વેતા બોલી
“ હા ભાભી......તમારા હાથ નો હલવો ગાજરનો .....” આલોક બોલ્યો
“ હા ભાભી..........અને હા આ તમારી ભેટ અમારા બધા તરફ થી એક ઘડિયાળ...........” રજતે ભેટ આપતા કીધું.....
“ ભાભી, ભાઈ નથી આવ્યા........” વિજય એ સોફા પર બેસતા કીધું......
“ વીજુ , તારા ભાઈની ડ્યુટી છે આવી જશે.......હજુ ૫ વાગ્યા છેને ...”ભાભીએ બાજુમાં બેસતા માથા પર હાથ ફેરવતા કીધું.......
“ હા વીજલા આવી જશે........ ભાભી શું બનાવું છે ? હું બનાવીશ આજે ....” શ્વેતા બોલી..
“ તો તો અમારે નથી ખાવું ગઈ વખતે તે શાક કેટલુ ભંગાર બનાવ્યું હતું.......” રજત બોલી પડ્યો..
“ હા તું તો રસોડામાં જતી જ નઈ “ વિજયએ એનો હાથ પકડતા કીધું...
“ હા શ્વેતાડી જતી નઈ મેહરબાની કરીને .......” આલોકે પગે પડતા કીધું
“ તમને નાલાયકો ને હું ખવડાવીશ જ નઈ ....“ ત્રણેયને વારાફરતી મારતા બોલી
“ તમે બધા બેસો હું ચા નાસ્તો લઇ આવું છું........”
ભાભી ઉભા થઈને રસોડામાં ગયા.. એટલે બધા રૂમ તૈયાર કરવામાં લાગી ગયા......રૂમને મસ્ત રીતે ફૂલોથી હેપી બર્થ ડે લખીને શણગાર્યું..... આખો રૂમ શણગારી દીધો.....૧૫ મિનીટમાં .....તોરણ ફૂગ્ગાથી અને ફૂલોની સુંગધથી મેહકી ઉઠ્યો...
“ આ બધાની શું જરૂર હતી......... “ ભાભી ચા નાસ્તો લઈને અંદર મુખ્ય હોલમાં આવતા રૂમ જોઇને કીધું.
“તમને ખબર ના પડે બોલ બોલ નઈ કરવાનું ...”વિજયએ કીધું..
“ હા હા છાનામાના બેસી જાવ....” શ્વેતા અને આલોકે હાથ પકડીને બેસાડ્યા... સોફા પર....
“હા ભાભી હવે બોલ્યા તો દંડ તમને કરીશું......”રજત બોલ્યો....
“ ઓકે તમતમારે કરો પણ મને નથી ગમતું આ બધું .........” ભાભી માંડ બેસતા બોલ્યા..
“ભાભી આ બધું તમારા માટે નથી.....ઓકે........ આતો અમારી એન્જોય માટે કરીએ છીએ.....” શ્વેતા બાજુ માં બેસતા બોલી..
“ભાભી ભાઈ ક્યારે આવશે ..........????????” વિજય બહાર જોતા આકુળવ્યાકુળ થતા બોલ્યો...
એટલામાં પોલીસની ગાડી આવી એમાંથી છ ફીટ ઉંચાઈ એકદમ મજબુત બાંધો અને કોઈને જોતા જ ગમી જાય એવા dsp અજય ઉતર્યા....”શીવાભાઈ જમીને જવાનું છે.....” ઉતરતા ડ્રાઈવરને કહ્યું....
“ જી સર બેને મને સવારે જ કીધું હતું ...” તમામ સ્ટાફ ભાભીના મિલનસાર સ્વભાવ જાણતો હતો કોઈ સ્ટાફમાં બીમાર હોય કોઈને સમજાવાનું હોય ભાભી ગમે ત્યાં જતા ફક્ત સ્ટાફમાં જ........એટલે જ અજયભાઈ ૧૫ વરસથી એક જ જગ્યાએ એક જ સીટીમાં હતા....ફક્ત વિભાગ બદલતા રહેતા. હતા...
“વાહ શું તૈયારી કરી છે......બહુ જ સરસ.......લીના આ તારી ગીફ્ટ........” ભાભીને આપતા કહ્યું....
“ભાઈ આમ કોરી કોરી ગીફ્ટ.... ના કિસ ના ભેટવાનું ના આઈ લવ યુ ...આમ ના ચાલે .....” શ્વેતા હસતા હસતા બોલી...
“ હા ભાઈ કંઇક રોમેન્ટિક રીતે અપાય .....” અલોક બોલ્યો
“ ભાઈ કઈક આગવી અદા થી આપો ....” રજત બોલ્યો....
“ ઓકે ઓકે ડીયર માય ડાર્લિંગ માય લવ .....હેપ્પી બર્થ ડે ......” ભાભીને ઉભી કરીને બાહોમાં લેતા દેવાનંદની રીતમાં અજયભાઈ એ કીધું.....
“ શું તમે પણ ...શરમ કરો....કઈક શરમ કરો .” ભાભી શરમાઈ ગઈ...
“હજુ હું યંગ જ છું... ઓકે....” બાહોમાં લેતા કીધું
“હા ભાભી ......ત્રણેય એક સાથે તાલી પાડીને નાચી ઉઠ્યા ..રજતે ટેપમાં ગીત ચાલુ કર્યું......
“જબ કોઈ બાત બીગડ જાયે “ વાળું.....એટલામાં યુસુફભાઈ એમના પત્ની એમના ભાઈ રેહમાનભાઈ એમના પત્ની જમાનભાઈ અને એમના પત્ની અંદર આવ્યા......
“વાહ....સર વાહ શું મસ્ત ડાન્સ હતો .....” યુસુફભાઈ ડાન્સ પૂરો થયા પછી બોલ્યા....
“વાહ......ભાભી વાહ .....” શ્વેતા એ કીધું....લીનાભાભી બધાને જોઇને શરમાઈ ગયા.....
“આવો બેસો બધા .......” લીનાભાભી એ નમસ્તે કર્યું બધાએ ગીફ્ટ આપી....બધા બેઠા શ્વેતા અને વિજય બધાને ચા પાણી આપવા માંડ્યા રજત અને અલોક બંનેએ જમવાનો ઓર્ડર આપ્યો હતો ત્યાં થી જમવાનું આવી જતા એની તૈયારી કરવામાં લાગ્યા.... બધાએ જમી લીધું પછી અજયભાઈ એ વાત ચાલુ કરતા કીધું..
.” ખરેખર તમે બધા ન હોત તો એટલા ૧૫-૨૦ વરસ કેમ પસાર થાત ...ખબર નઈ ..? તમે બધાએ જેટલો સાથ સહકાર પ્રેમ આપ્યો છે એ કલ્પના બહારનો છે...”
“અજયભાઈ ...તમે પોતાના છો.....પારકા નથી......યુસુફભાઈના પત્ની ઝુલેખાબેન બોલ્યા...
“આ જ પછી આ વાત કરતા નઈ....” રહેમાંનભાઈ બોલ્યા.....
“ મને એ દિવસ આજે પણ યાદ છે......તમારો ડ્રાઈવર ગાડી મુકીને ભાગી ગયો .....પાછળ ટોળું હતું.....ગાડીમાં પત્થરના ઘા આવતા હતા......ભાભી આ નાનકડા વિજુને લઈને ડરી ગયા હતા....ગાડીમાં વીજુ અને ભાભી એકલા હતા...ટોળા એ ગાડીને આગ પણ લગાડવાની તૈયારી કરી લીધી હતી......એટલામાં હું ને રેહમાન આવી ગયા....ટોળું કેમેય કરીને માનતું હતું નઈ.......મેં મનાવાના બહુ જ પ્રયન્ત કર્યા....છેવટે રેહમાને ઈશારો કર્યો તું બન્ને લઈને ભાગ........હું ટોળાની વચ્ચે પાડવાથી ઘાયલ થઇ ગયો હતો.......રેહમાન ઘરે પોહ્ચતા પેલા ટોળાએ ઘર ને પણ ઘેરી લીધું.....એટલામાં શ્વેતા અને ઝુલેખા અને મરિયમ બહાર આવ્યા....ટોળા ને ધમકાવ્યું......”
“ હા ભાઈ ટોળાને શ્વેતા એ બોલેલા શબ્દો આજે પણ યાદ છે ,,,આ મારો ભઈલો છે ... કોઈ આગળ આવ્યું છે તો ચીરી નાખીશ.........” મરીયમબેન હસતા હસતા બોલ્યા..
“એ છરો ક્યાંક થી લઇ આવેલી......” ઝુલેખાબેન હસી પડ્યા.....
“ પણ હું અને પોલીસ તો ત્રણ કલાક પછી અંદર આવ્યા હતા તમે જે કર્યું કોઈ પોતાના માટે પણ ન કરે...એના પછી તમારે સમાજ છોડવો પડ્યો લતો મુકવો પડ્યો ......કેટલું સહન કરવું પડ્યું,,,,,,પોતાના જ તમે આજ સુધી નથી બોલવતા.....” અજયભાઈ એ કીધું.....
“એમાં શું તમે અમારા છો ને મારે એવા સમાજની કોઈ જરૂર નથી......”યુસુફભાઈ બોલ્યા.......
એ પછી વાતો ની મહેફીલ મોડા સુધી જામી.....આ બાજુ ચારેય ફરવા જવાનું ગોઠવવા લાગ્યા..........
***********************************************************
થોડા દિવસ પછી
શ્વેતા વિજય અલોક રજત બધા એક હોટેલમાં કોલેજમાં બંક મારીને બેઠા હતા
“ અરે યાર મને આમ ઠીક નથી લાગતું ........કોઈ જોઈ જશે તો ........આપડે કોઈ મોટા સીટીમાં નથી રહેતા.....” રજત ચિંતાતુર નજરે બોલ્યો.....
“અરે બીકણ છે યાર તુંતો .......એટલું શું બીએ છે તું......” શ્વેતા એ ધબ્બો મારતા કહ્યું..
“હા યાર મૂડ ન બગાડ........શ્વેતાડાર્લિંગ ફરવા જવાનું શું છે.....? “ વિજય એ શ્વેતાના ખભા પર હાથ મુકતા કહ્યું...
“હું તો રેડી છું....તમારે ત્રણેય નક્કી કરવાનું છે.... બીકણ તો તું છે......” શ્વેતાએ વિજયના માથામાં ટપલી મારી...
“ઓકે તો કાલે ફાઈનલ ......સવારે ૧૦ વાગે.......મારી એક ફ્રેન્ડ છે એની કાર છે....જો તમને લોકોને વાંધો ન હોય તો ,.....??અલોક બોલ્યો.....
“શું...... તારી gf ???????????????? “ વિજય બોલ્યો અને બધા એકીટસે અલોક સામે જોઈ રહ્યા.....
“ અરે ફ્રેન્ડ છે રજતને ખબર છે..... પાપાના ફ્રેન્ડની દીકરી છે.....અમે પાપના એક પ્રસંગમાં ભેગા થયા હતા....એ st.mery કોલેજમાં છે....એના પછી બે વાર મળ્યા છીએ...... “ અલોક બોલ્યો.
“રજત તું બી ...........ખરેખર...........” શ્વેતા લાલઘૂમ થઇ ગઈ....
“ શ્વેતું એક મીનટ.... શાંતિ રાખ ડોળાના કાઢ...” વિજય એ કીધું....
“sorry પણ એ ફક્ત ફ્રેન્ડ છે.....”અલોક થોડો ડરી ગયો.....
“એક કામ કરીએ તું એને કાલે ભેગી લઇ લે અમે જોઈ લઈશું ફ્રેન્ડ છે કે GF ....” રજત ઉપાય બતાવ્યો
“ ઓકે એ બરાબર છે....” શ્વેતા સહમત થઇ.......
બધા હોટેલનું બીલ ચૂકવીને સીટીના જસલોકનગર વિસ્તારમાં કામથી ગયા હતા, ત્યાં કોઈકે શ્વેતાની છેડતી કરી...ત્યાં બરાબર મારામારી થઇ...માંડ શ્વેતાએ ત્રણેયને છોડાવીને લઇ આવી.......આ બાજુ અજયભાઈ ઘરે જ હતા ત્યાં wireless પર મેસેજ આવી ગયા હતા......એ ગુસ્સામાં રાહ જોતા હતા,....
“પધારો........ રાજકુમારો .........” અજયભાઈ દરવાજો ખોલી સ્વાગત કર્યું...
“વાહ કોલેજ જવાના બદલે તમે લોકો મારામારી કરતા શરમ નથી આવતી.......”ભાભી એ ગુસ્સામાં બોલ્યા...
“અમે શું કર્યું.....????કેમ આટલા ગુસ્સો કરો છો...” શ્વેતા એ સમાન્ય વાતાવરણ બનવા પ્રયન્ત કર્યો.
“હા ભાઈ શું થયું.....કેમ આટલા ગુસ્સામાં છો.....વિજય સામાન્ય બનાવતા બોલ્યો..
“તું તો ચુપ જ રહેજે......” અજયભાઈ એ ગુસ્સાથી લાલચોળ હતા....
“ભાઈ અમે કોઈ સ્ટાર્ટ નહતું કર્યું....એ લોકો એ શ્વેતાની છેડતી કરી એટલે થયું....” અલોક બીતા બીતા બધું બોલી ગયો....
”હા ભાઈ....અમારો કોઈ વાંક નથી.....”રજત બીકમાં બોલી ગયો...
“શ્વેતા આ સાચું છે...?.”ભાભી ગુસ્સામાં શ્વેતા સામે જોયું...
“હા ભાભી....”વિજય બોલ્યો....
“તું તો ચુપ જ રહેજે.....” અજયભાઈ ગુસ્સામાં ઉભા થઇ ગયા...
“હા.....ડાકુ છે તું....?” ભાભી એ એક લાફો જ મારી દીધો વિજય ને...
“તમને લોકોને ખબર છે એ લોકો કોણ છે એ..?? બહુ હોશિયારી ના કર......”અજયભાઈ બહુ જ ગુસ્સામાં બોલ્યા..
“પણ .....ભાઈ,,,,” વિજય બોલવા જતો હતો એટલામાં વાત કાપતા ભાઈ બોલ્યા
”ચલ માફી માંગ ફોન પર હમણાં ફોન આવશે.......”
એટલા માં ટેલિફોનની ઘંટડી વાગી અજયભાઈ એ બહુ જ શાલીનતાથી વાત કરી.......એમના બે જ શબ્દો કાને પડતા હતા...”.જી સર હા સર હવે નઈ થાય....”
ફોન પૂરો થયા પછી ગુસ્સામાં એ બોલ્યા જોયું તારે લીધે મારે નીચું જોવું પડ્યું...
“ પણ ભાઈ એમાં અમારો શું વાંક...? વિજય બોલ્યો...
“ ચુપચાપ તારા રૂમમાં જા....તમે લોકો જાવ અહીથી....”ભાભીએ ગુસ્સામાં કીધું...
વિજય સમસમી ગયો કે “એનો વાંક શું હતો......?”
શ્વેતા એને પરાણે રૂમમાં લઇ આવી......રૂમ બંદ કરી દીધો.....
“બસ હવે.....તું બેસ........”શ્વેતા એ વિજય ને પલંગ પર બેસાડ્યો રજત પાણી લઇ આવ્યો. ....
“ મારો.. આપણો વાંક શું હતો.......? “ વિજય હજુ ગુસ્સામાં હતો....
“બસ હવે....” અલોક જોડે બેસતા બોલ્યો...
“હા ડીઅર ...બસ લે પાણી પી.....” શ્વેતા માથા માં હાથ ફેરવતા બોલી....
શ્વેતા એને ભેટી પડી.....બંને લગભગ રડવા જેવા થઇ ગયા....
“ બસ હવે તું મન પર ન લે ભાઈની મજબૂરી હશે...... એટલું મોટું ફિલ્ડ છે.....રોજ નવા દુશ્મન ક્યાથી ઉભા કરે એ ...” શ્વેતા રડતા બોલી ...
“ ના પણ તારી જોડે થયું એ સામાન્ય તો નહતું...ને .” વીજય હજી ગુસ્સામાં હતો....
“બસ વીજુ....આપડે ભાઈને ઓળખીએ છીએ....જે કઈ કર્યું હશે એ આપડા સારા માટે જ હશે....બસ....હવે....”આલોકે વાત ફેરવતા કિધુ...
“હા ડીઅર ....બસ હવે...” શ્વેતા બોલી.
આ બાજુ રૂમમાં લીનાભાભી અજયભાઈને ભેટીને રડતા હતા...
.”અજય મારામાં શું ખામી હતી આ એ જ રસ્તે જાય છે....?”
“ અરે નઈ એવું નથી બસ હવે તું વિચાર નઈ વધારે.....”
“ મારી મજબુરી છે....હું વધારે કઈ કરી નથી શકતો ...શું કવ તને...:”
“ મને ખબર છે....એટલે જ કવ છું એને કઈ દો ......બધું.....”
“ના લીના ડોકટરએ શું કીધું હતું ભૂલી ગઈ આપણે એ પણ ધ્યાન રાખવાનું છે ને અને બસ કોલેજ પૂરી ન કરે અને પગ પર ઉભો ન થાય ત્યાં તો ધ્યાન રખવાનું જ છે.....”
“ભૂતકાળ શું કામ પીછો છોડતો નથી.....” વળી લીના રડવા લાગી
“ બસ હવે....” બનેની આંખોમાં ભૂતકાળ તરવરી ગયો......
રાતે શ્વેતા એ જ જમવાનું બનાવીને બધાને ખવડાવ્યું સામાન્ય વાતાવારણ.. બનાવ્યું.......વાતાવરણ સામાન્ય બની તો ગયું કહેવા પુરતું...........
*****************************
બીજા દિવસે ચારેય બંક કરીને ફરવા ગયા આસપાસનો વિસ્તાર સુંદર પહાડીઓથી ઘેરાયેલો હતો..સુંદર શિયાળાની સવાર હતી....ઠંડો ઠંડો પવન હતો...ઠંડુ વાતાવરણ હતું.....ચારેય જણા ખુલ્લી મારુતિ જીપ્સીમાં હતા...
“wow યાર મને ખબર જ નહતી કે સીટીની બહાર આટલું સુંદર વાતાવરણ છે......કેટલા સમય પછી...હું બહાર આવ્યો છું મને યાદ નથી કે હું ક્યારે આ રીતે બહાર આવ્યો છું ....’વિજય ગાડી ચાલવતા બોલ્યો..
“આપડે આ રીતે કોઈ દિવસ આવ્યા જ નથી .... હું એક વાર ઉદેપુર ગઈ હતી ત્યારે આ રસ્તે આવી હતી પણ મને ખબર જ નથી...આટલી સુંદર nature હશે.” શ્વેતા બોલી એ પોતાની આગવી અદામાં વિજયની બાજુમાં એને અડીને જ એના ખભે માથું ઢાળીને બેઠી હતી....
“ બસ આ રીતે બંક મારવાનું તો ઠીક પણ ખોટું બોલવાનું યોગ્ય ન લાગ્યું મને.....” આલોકે ચિંતિત સ્વરે કહ્યું..
“ડોબા તો તને કોણ કહેતુ હતું આવ એમ....” રજતે ટપલી મારતા કહ્યું.....
“યાર મને કેમ એવું લાગે છે આ પહાડો આ વાતાવરણ ક્યાક જોયા હોય એવું લાગે છે.....”વિજય આજુબાજુ જોતા બોલ્યો....
“ હશે યાર તું એન્જોય કરને.......”શ્વેતા બોલી.....
“હા હવે......જો કેટલુ સુંદર દ્રશ્ય છે....”રજત બોલ્યો...
ત્રણેય ફરતા ફરતા એક ગામમાં પહોચી ગયા....ગામનું નામ તો ખબર ના પડી પણ એક હવેલી હતી ચારેય બાજુ પહાડો થી ઘેરાયેલું બિલકુલ ફિલ્મી સેટ જેવું હતું....વિજય જોઇને લગભગ બેભાન જેવો થઇ ગયો...એનું માથું ભારે થઇ ગયું હતું....શ્વેતા એ પાછા ફરતા ગાડી ચલાવી...માંડ ઘરે પહોચ્યા....રાતે મોડા ...૧૨ વાગે શ્વેતાના ઘરે રોકાયા વિજયને...તાવ ચડ્યો હતો.....માંડ દવા આપીને...સુવડાવ્યો....શ્વેતા આખી રાત જાગી...
સવારે શ્વેતાના મમી ગુસ્સે થયા
”ક્યાં હતા તમે લોકો વિજયને શું થયું છે તમે લોકો ક્યાં ગયા હતા..”????
“મોમ તું શાંતિ રાખ...એને ઠંડી લાગી ગઈ છે બીજું કઈ નથી......યાર??’
“તું અને તારી ગેંગ કોલેજ તો નહતી જ ગઈ.....સાચી વાત છેને......”
“મોમ અમે ફરવા ગયા હતા.....”
“ક્યાં ગયા હતા ફરવા એ કે.....” લીનાભાભી અંદર આવતા બોલ્યા...
“શ્વેતા તને ખબર છેને વિજય નું બહાર જવું સેફ નથી....?” dspઅજયભાઈ અંદર આવ્યા....
“ભાઈ એવું તો મને યાદ જ ના રહ્યું.....સોરી....”શ્વેતા રડવા જેવી થઇ ગઈ હતી....
“તું રડ નઈ...હવે હું જાવ છું એની જોડે....અજય તમે ડોકટરસરને ફોન કર્યો...?” લીનાભાભી અંદર રૂમમાં ગયા...
“હા ડોક્ટર જીણાભાઈ હમણાં આવશે....”અજયભાઈ બેસતા બોલ્યા...એટલામાં ડોક્ટર આવી ગયા....એમણે ચેક કર્યું...
“કઈ ચિંતા...જેવું નથી....પણ...આ પેલા હતું એ જ ફરીથી રીપીટ થયું છે.....હમણાં એને આરામ કરવા દો બે દિવસ એ ભૂલી જશે એટલે સામાન્ય થઇ જશે.....મેં સ્લીપિંગ પિલ્સ આપી દીધી છે....કઈ હોય તો મને ફોન કરજો.....”
“શું ભાઈ આ ડોક્ટર શું કે છે....?????”
“એ ઘણી લાંબી વાત છે....એ ફરી કોઈ વાર તમે જ્યાં ગયા હતા એ અમારું જુનું ગામ છે...ત્યાં નહતું જવાનું....તમને ૨૫૦KM દુર જવાનું કોણે કીધું હતું...... ??? તમને ખબર છે તમે મોતના મુખમાં જઈને પાછા આવ્યા છો....તમને કોઈ જોઈ ગયું હતું તો ત્યાં જ ઉડાડી દીધા હોત.....”અજયભાઈ ગુસ્સે થતા બોલ્યા....
“સોરી પણ અમે અમસ્તા જ બોર્ડેર ક્રોસ કરી...અમને નહતી ખબર....”શ્વેતા રડવા જેવી થઇ ગઈ...
“બસ હવે રડ નઈ તું જા તારા લાડકાભાઈ પાસે બેસ.....જા” ભાભી બહાર આવ્યા.....
“તને ખબર નહતી કે આ બધા ક્યાં જાય છે...?તને કીધું નહતું?????????”અજયભાઈ થોડા ગુસ્સામાં બોલ્યા....
“ના હવે મને ખબર હોત તો જવા જ ના દેત ને.....” લીનાભાભી બોલ્યા.
”કઈ વાંધો નઈ તું એને એમ જ કેજે કે સમાન્ય તાવ છે બસ ...બીજું કઈ નઈ...શ્વેતા ને બી ના પાડજે હું જાવ છું......” અજયભાઈ બોલ્યા.
”હા ભલે...” લીનાભાભી બોલ્યા.
થોડીવાર પછી વિજય ભાનમાં આવ્યો...એ ઉઘમાં બબડતો હતો.
“ ભાભીમાં.....ભાભી.......”ઊંઘમાં બોલતો હતો ....શ્વેતા એની બાજુમાં જઈને બેઠી એના માથા પર હાથ ફેરવ્યો...
“વીજુ......વીજુ......”હળવેકથી બોલાવતા કહ્યું....
”ભાભી.....”ફરી ઊંઘમાં બોલ્યો...
“વીજુ વીજુ ઉઠ....તારા માટે મસ્ત ચા ને તારા ફેવરીટ પારલે બિસ્કીટ લાવી છુ.....”
“ઓહ.....ઓહ...........શ્વેતાડી....તું ભાભીમાં ક્યાં છે......?શરીર બહુ દુખે છે....માથું ભારે છે..........ઓહ.....”
“વીજુ ભાભી બહાર કામ કરે છે........લે ઉભો થા...હું દબાઈ આપું છું.......ચલ લે.....”
“ઓહ.....મને આ ખાલી તાવ નથી બીજું કઈ લાગે છે......યાર.....”એણે જોડે બેઠેલી શ્વેતાના ખોલામાં માથું નાખી દિધુ.......
“એવું કઈ નથી યાર તું બહુ વિચારે છે એટલે થયું.......”
“તું વાત ન ફેરવ .....આપડે એ ગામમાં ગયા પછી જ આ થયું.....શું નામ હતું......ભૂલી ગયો......ઓહ બહુ દુખે છે............ભાભીભાઈ ને ખબર પડી ગઈને આપડે બંક માર્યો એમ.....બોલતા હતા....અને અંકલ.....”
“કોઈ કઈ નથી બોલ્યું ઓકે....ચલ ઉભો થા.......ચા...પી....લે....જો તો દિવસ કેટલો ચઢી ગયો છે જો....”
“શું......પણ આપડે તો સાંજે એ ગામમાં પહોચ્યા હતા ને.....?”
“હા....તું સાંજે બેભાન થયો હતો.....આજે સારું છે તને......ડોક્ટરઅંકલે તને ઈન્જેકસન આપ્યા અને તને સારું થયું બસ”
“શું વાત કરે છે....? એવું બધું શું હતું.....?”
“ અરરે તમે બને હજુ વાતો જ કરો છો શ્વેતા તને ઉઠાડીને બ્રશ કરવા મોકલી હતી તું એને ખોળામાં લઈને સુઈ ગઈ........વીજુ ઉભો થા બેટા.......” ભાભી અંદર આવીને બાજુ માં બેઠા.......માથા પર હાથ ફેરવ્યો....
“ભાભી હું બેભાન હતો ? ....શું થયું હતું.... મને ? “
“તને કઈ નહતું થયું શ્વેતા એ તને ધક્કો માર્યો તું પડી ગયો હતો......બસ એટલે.....”ભાભીએ શ્વેતા સામે જોયું ઈશારો કર્યો આંખ’ થી,,,,,શ્વેતા સમજી ગઈ...
“હા હવે તું અને આલોક મસ્તી તો કરતા હતા......લે ચલ ઉભો થા બ્રશ કરી લે.......”
“હું બાથરૂમમાં જાવ.....” એમ કહીને ઉભો થવા ગયો....શ્વેતા એ પડતા પડતા પકડી લીધો....
“તને ના પાડું છુને......”શ્વેતા બોલી
“હા વીજુ તું....અહી જ કરીલે....”ભાભી પકડતા બોલી...
“ભાભી મને શું થયું હતું....?મસ્તીમાં આટલું ન થાય......””વિજય બોલ્યો
“તને અમે કહીએ છીએ એમાં ભરોસો તો નથી ને......?? એક તો તમે લોકો બંક મારીને ફરવા ગયા ત્યા પણ તમે લોકો મસ્તી મસ્તી માં વગાડીને આવ્યા......ચુપચાપ બ્રશ કરીલે ચલ.....” અજયભાઈ અંદર આવ્યા....
“પણ ભાઈ......”
“પણ ને બણ તું બ્રશ કર લે........”ભાભી બ્રશ આપતા બોલ્યા
“લે ચલ.....” શ્વેતા એ પકડીને પથારીમાં બેઠો કર્યો......
“વીજુ તું આરામ કરજે ક્યાં જતો નહિ શ્વેતા તારા લાડલા મને પૂછ્યા વગર ક્યાય લઈને ન જતી.....અને લીના તું પણ....હું જાવ છું.....મને મોડું થાય છે.....” પછી વિજયના માથા પર હાથ ફેરવીને જતા રહ્યા......
પછી ચા નાસ્તો કરાવીને કામમાં વળગ્યા....શ્વેતા આખો દિવસ બેઠી રહી જોડે.......અલોક રજત બીકના લીધે આવ્યા જ નઈ.....
થોડા દિવસ પછી....
શ્વેતા વિજય અલોક રજત સોસાયટીના મેદાનમાં ક્રિકેટ રમતા હતા....ત્યાં ભાભી....બીતાબીતા સીધા ઘરમાં જતા રહ્યા એમનો રૂટીન હતો કે બહાર જઈને આવે અને આલોકો રમતા હોય ત્યાં બેસે.....પણ આજે કઈક અલગ જ વર્તન હતું સીધા ઘરમાં જતા રહ્યા.એની પાછળ સોસાયટીનાં દરવાજા આગળ એક ગાડી આવીને ઉભી રહી ગાડી માંથી એક માણસ કઈક પૂછીને જતો રહ્યો વિજયની નજર એ બાજુ જ હતી એણે અલોકને ઈશારો કરી એ ગાડી પાછળ જવા કહ્યું...શ્વેતાને ઘરે મોકલી......વિજય જેને પેલા ગાડી વાળા એ પૂછ્યું હતું એને પકડ્યો.....
“ઓયે ....ઉભો રે......ઉભો રે.........”વિજયએ અને રજતે એને પકડ્યો.....
“ઓયે તું કોણ છે ? આ સોસાયટી માં ક્યાંથી ? તને કોઈ દિવસ જોયો નથી કોણ છે .....?????....””રજતે એને ઉભો રાખતા પૂછયુ...
“ઓયે....બોલ....મોમાં મગ ભર્યા છે કે શું .....????””વિજય એ ગુસ્સામાં પૂછ્યું...
“પણ વાંક શું છે મારો ......??હું એક પાર્સલ આપવા આવ્યો હતો... હું અહી આવું છું આ સોસાયટી મારા ભાગમા છે...હું એ.બી. પાર્સલ માં નોકરી કરું છું....આ મારું આઈડી....લો......”:પેલા અજાણ્યા છોકરાએ આઈડી આપતા કીધું...
“ઓકે......પેલો ગાડી વાળો શું પૂછતો હતો....??”વિજયે પૂછ્યું..
“એ એમ પૂછ્યું કે dsp SIRનું ઘર કયું ??મેં દેખાડ્યું......બસ.....મારી માંના સમ સાચે......””પેલો રડવા જેવો થઇ ગયો....
“ચલ જા......” વિજયે જવા દીધો....
“મને લાગે છે કે આ ખોટું જ બોલે છે......દેખાઈ આવે છે ...” રજતે ગુસ્સામાં કીધું...
“મને ખબર છે...તું એક કામ કર તું ધીમે રહીને એની પાછળ જા.......”
“યસ હું જાવ છું તું ભાભી જોડે જા.....”એમ કહીને રજત પેલા પાર્સલ વાળા પાછળ’ ગયો....
“હા...........”
આ બાજુ શ્વેતા ઘરે ગઈ....ભાભી રૂમ બંદ કરીને અંદર રડતા હતા ....:”ભાભી શું થયું.....??”ભાભી...”
શ્વેતાએ ઘરમાં રૂમ બંદ જોઇને બુમ મારી.....
શ્વેતાનો અવાજ સંભાળીને દરવાજો ખોલ્યો.....ભાભી ડરીને એક્દમ શ્વેતાને વળગીને રડી પડ્યા એએ બહુ જ ડરેલા હતા....શ્વેતાએ એમને રડવા દીધા.....
થોડીવાર પછી પાણી આપીને પૂછ્યું :”શું થયું ભાભી....???””
“જેનો ડર હતો એ જ....પેલા ના માણસો પીછો કરતા કરતા અહી સુધી આવી ગયા......એને મને ડરાવી.....મારી પાછળ ગાડી દોડાવી.......”ભાભી એકદમ ડરેલા હતા....
વિજય રજત બંને બજાર ગયા...એમની ખાસ જગ્યાએ અલોક વિજય અને રજત ત્રણેય ભેગા થયા...
“વિજય બહુ વિચિત્ર અને રહસ્યમય વાત છે બધા બધું જાણે છે પણ આપણને કોઈ કઈ કહેતુ નથી...”આલોકે ગુસ્સામાં બોલ્યો..
“તને પેલી ગાડી વિષે કઈ ખબર પડી...ગાડી નંબર આપ્યો હતો ?? રજતે પૂછ્યું....
“બેટા ... એ ગાડી સજ્જનભાઈ ના ગુંડાઓની છે.....” ચાવાળા કાકા રોજના હતા એ નાનપણથી ઓળખતા હતા અને વિજયના મિત્રોની ખાસ જગ્યા છે એ.... આ કાકાને ખબર હતી...એને એપણ ખબર હતી કે એ dspસર ના ભાઈ છે. એ પણ ખબર હતી...
“પણ કાકા સજ્જન તો જેલમાં છે ને....”વિજયે પૂછ્યું
“હા પણ બેટા આ બધાને શું જેલ અને શું ઘર બધું સરખું જ હોય ”
“એ મળશે ક્યાં કોઈ સરનામું છે ? અથવા મળી શકે....” આલોકે સીધુ જ પૂછી લીધુ...
“મને સાંજ સુધીનો સમય આપો ખબર પડી જશે......:”
“હા તો સાંજે અમને કહેજો અમે પાંચ વાગે આવીશું....”વિજયએ કીધું
આ બાજુ શ્વેતા અને ભાભી બન્નેએ ઘણી વાતો કરી એટલામાં ડોરબેલ વાગી
“ભાભી, એક મિનીટ લગભગ એ લોકો આવી ગયા .....”
“હા.....તું દરવાજો ખોલ ....હું ચા મુકું છું....”
“હા ...ભાભી પુરી પણ.....”
“હા હો.....ચાંપલી.....જા બધું કેતી નઈ....મારા સમ છે.....”ભાભી ઉભા થઇ ને રસોડા માં ગયા....”
આ બાજુ શ્વેતા એ દરવાજો ખોલ્યો..
“શું થયું.......ભાભી .....ક્યાં છે....?” વિજય અને રજત અને અલોક ત્રણેય એક સાથે બોલ્યા...
“ત્રણેય ...પૂછપરછની બારી નથી .....અંદર આ વો ...છાનામાના...”
“ભાભી....ક્યાં છે...???” વિજય અંદર આવતા બોલ્યો.
“ઓય ,,, સોફા પર બેસ ચા અને પૂરી બનાવે છે....બેસ.....” વળી ફરી શ્વેતા જોર થી બોલી....
“તમેય બધા હાથ મો ધોઈ લો હું આવું છું......” ભાભીએ રસોડામાંથી બૂમ પાડી,,,
“હા..”
ભાભી ચાનાસ્તો લઈને બહાર આવ્યા બધા નીચે નાસ્તો કરવામાં ગોઠવાયા....
“વીજુ રજત અલોક તમારે કોઈ ચિંતા કરવાની નથી....અને ભાઈ ને વાત કરી લીધી છે....એ બધું જોઈ લેશે....હા શ્વેતુને ખબર છે એને મેં સમ આપ્યા છે એને પૂછીને હેરાન ન કરતા......”
“ભાભી.........”
“ચુપચાપ નાસ્તો કર......” શ્વેતા એ આલોકને કાપતા બોલી ગુસ્સામાં....
“હા.... હો ....” વિજયએ એ જ ગુસ્સામાં જવાબ આપ્યો.....
બધા નાસ્તો કરી રહ્યા એટલામાં અજયભાઈ આવી ગયા.....નાસ્તો કર્યા પછી..બધા બેઠા.....
“ભાઈ શું છે આ.......”
“તું ચિંતા કેમ કરે છે.....હું છુને તું આ બધું મારા પર છોડી દે........” અજયભાઈ શાંતિથી બોલ્યા.
“ભાઈ આજે પીછો કર્યો કાલે ઘરે આવશે.....કઈ પણ કરી શકે.....”રજતબોલ્યો
“હા ભાઈ.....છે શું આ........”રજત બોલ્યો...
“તમે થોડી શાંતિ રાખો..........” અજયભાઈ બોલ્યા.
“ભાઈ કેટલી શાંતિ રાખવી......? પેલા ગાડી વાળાને પણ જવા દીધો હતો....પેલા ટ્રક ને પણ.......આવું કેમ ??????” રજત બોલ્યો.
“તમારા બધાનું કામ ભણવાનું છે ભણો.....ઓકે” અજયભાઈ થોડા કડક અવાજમાં કહ્યું .
“ભાઈ હવે નાના નથી.....”વિજય એ ગુસ્સામાં કીધું.....
“વીજુ શાંતિ રાખ......” લીનાભાભી બોલ્યા.
“તું ઉભો થા ચલ રૂમ માં.....” શ્વેતા ગુસ્સામાં વિજુને લઇ ગઈ....
“રજત આલોક તમે બંને ઘરે જાવ....” લીનાભાભી બન્ને તરફ જોઇને કહ્યું.
“ભાભી.....” બન્ને એક સાથે જ કહ્યું.
“કીધુને તમે જાવ”ભાભી થોડા ગુસ્સામાં બોલ્યા.
”ભાભી સાચું કે છે તમે બંને જાવ .....વીજુ તું અંદર જા.... ચલ બહુ બોલો નહિ ચાલો........” શ્વેતા એ બહુ ગુસ્સામાં જવા દીધા...વિજયને ગુસ્સામાં અંદર જવા દીધો......અંદર જઈને વિજય બહુ જ ગુસ્સે થયો ..
“તું શું કરે છે એ બધાનો પક્ષ કેમ લે છે.....?” વિજય બોલ્યો.
“સવાલ કોઈનો પક્ષ લેવાનો નથી હમણા આ બધી વાતોનો સમય નથી કેમકે મને ભાભીએ સવિસ્તારમાં બધી વાતો કરી છે ... જો, આના માટે તું અને હું આપડે બધા નાના છીએ ..તું ભણી લે અને તું કઈક બની જા.. પછી આનો જવાબ આપડે શોધીશું...ઓકે...” શ્વેતા શાંત કરતા બોલી.
“પણ શ્વેતા.....” વિજય બોલ્યો
“હું તને ના પડું છુને,,, એટલું પુરતું નથી તારા માટે બસ હવે......” શ્વેતા વિજયને હજુ સમજવાનો પ્રયત્ન કરી રહી હતી..
“પણ યાર ......” વિજય હજુ સમજવા તૈયાર ન હતો.
“JUST SHUTUP .....લે જમી લે.....” શ્વેતા એ ભેટીને કહ્યું.....”લે જમી લે.....”
વિજયના જમી રહ્યા પછી એને સુવાડીને દવા આપીને આડીઅવળી વાતો કરી એ સુઈ ગયો પછી એ બહાર આવી.....ત્યાં ભાભીભાઈ બંને ચિંતાતુર નજરે ગુમસુમ બેઠા હતા...
“ભાભી ભાઈ DONT WORRY હવે એ નઈ પૂછે તમને.......” શ્વેતા બન્ને સામે જોઇને બોલી.
“મારે એને આ બધા માં નથી સામેલ કરવો અને હમણા તો નઈ જ......” અજયભાઈ બોલ્યા.
“ભાઈ ડોન્ટ વોર્રી હું છુને ....” શ્વેતા બન્ને જોડે બેસતા બોલી.
“”શ્વેતા ....” ભાભી રડી પડ્યા
“ભાભી તમે રડો નઈ..... ચાલો હું જાવ...મારે થોડું કોલેજનું કામ બાકી છે......”
“હા તું જા....”
:”તમે ચિંતા કર્યા વગર સુઈ જજો.....”
“ઓકે” બન્ને એક સાથે બોલ્યા.
***************************************************************************
થોડા દિવસ પછી
બજારમાં ફિલ્મી ઢબે એક ગાડી ત્રણ સવારી બાઈકર્સએ રોકી...અંદર બેઠેલા બે માણસોને એ હદે માર માર્યો કે લગભગ મારી નાખવાના જ બાકી રહ્યા હતા અને ચુપચાપ બાઈક નીકળી ને એક સાવ ગંદા ઝૂપડપટ્ટી વિસ્તારમાં પહોચી..ત્યાં ઉભેલા માણસોએ બાઈકને ખોલીને અલગ કરી નાખી ત્યાં શ્વેતા ભણાવતી હતી નાના છોકરાઓને ...શ્વેતા આ રીતે ત્રણેયને જોઇને શોક થઇ ગઈ.
“ક્યાં ગયા હતા તમે ત્રણેય....અને આ બાઈક કેમ અને આ કપડા કેમ સળગાવ્યા...શું કરો છો..?”
“ભાભીને હેરાન કરતા હતા એને સજા આપી દીધી.....” વિજય કપડા બદલાતા બોલ્યો....
“હવે પછી એ જોશે નઈ બોલશે પણ નઈ.....”અલોક બોલ્યો
“તમને ના પડી હતીને “ શ્વેતા હજુ ચિંતામાં હતી,
“હા.... ચલ હવે છોકરાઓને ભણાવીએ....” વિજયે ગાળામાં હાથ નાખીને લઇ ગયો....શ્વેતાને.
આ બાજુ બાકીના બધા નિશાની સળગાવી દીધી.
આ બાજુ ૧ મહિનામાં પોલીસ ડીપાર્ટમેંતમાં ખળભળાટ મચી ગયો હતો સજ્જનના મુખ્ય ૧૦ વ્યક્તિને ભરબજારમાં માર મારવામાં આવ્યો હતો અને ગાડી સળગાવી દેવામા આવી હતી એ ૨૦ થી વધારે હતી..
***********************************************************************
આ બાજુ કોલેજમાં વાર્ષિક ઉત્સવ આવતો હતો .... ચારેય જણાં એમની ખાસ જગ્યા કાકાની હોટેલે વડલા અને લીમડા નીચે બેઠા હતા.
“વીજુ....ANNUALFUNCTION આવે છે હવે બધું બંદ કરો આપડે એક મહિના થી મુવી નથી જોઈ બંક નથી માર્યો ફરવા રખડવા નથી ગયા.....બસ યાર આના પછી ANNUAL EXAM આવે છે બસ હવે....” શ્વેતા વિજુની સાવ બાજુમાં બેઠી હતી સાવ ઉદાસ મો કરીને બોલી
“ વિજય,, મારી ઘડિયાળ જે ભાઈએ ભેટ આપી હતી એ પડી ગઈ હતી થોડી આ વખતે બીક લાગે છે...” આલોકે કીધું
“બસ હવે કાલે મુવી જોવા જઈશું નક્કી.....બસ ખુશ.... કાકા ચા અને સમોસા આપજો...પૈસા આ શ્વેતાડી પાસે લેવાના છે... અને ઘડિયાળ તું લાવ્યો તો જ ક્યાં ? સમજી ગયો .”વિજયે આંખના ઈશારાથી ચુપ રહેવા કહ્યું.
“ મારી પાસે શેના યાર સવારે મારો વારો હતો હવે તમારા ત્રણ માંથી છે.....”
“શ્વેતાડી હવે તારો જ વારો છે “રજતે વાળ ખેચતા શ્વેતાને કીધું..
“વાળ ના ખેંચ જાડિયા.....મારીશ ...તારો જ વારો છે......”
“હું આપીશ.....ડોન્ટવોરી......”આલોકે કીધું....
“કેમ કઈ ખુશીમાં ....” વિજય આશ્ચર્યથી એની સામે જોઈ બોલ્યો
“આજે કાગડો રામ.....વાહ પ્રભુ વાહ...” શ્વેતા બોલી
“કેમ કઈ ખુશીમાં...??” રજતે ફરી પૂછ્યું
“આજે મારી ફ્રેન્ડનો BIRTHDAY છે.... હું એની પાર્ટીમાં જાવ છું.....જાવ....”આલોકે બીતા શરમાતા કહ્યું...
“વાહ શરમાય તો એ રીતે છે જાણે દુલ્હન....” શ્વેતા બોલી..
“તને એકલાને નિમંત્રણ છે....” વિજયએ પૂછ્યું
“ અને હા તે અમને મલાવ્યા પણ નથી......” રજતે ગુસ્સામાં જોયું
“ અલ્યા અમે કઈ ખરાબ છીએ ? હા તારી ફ્રેન્ડ જેમ મોર્ડેન તો નથી પણ વાંધો નઈ અમે એની સામે શોભીયે એમ તો છીએ....” શ્વેતા થોડું ગુસ્સે થતા બોલી.
“ હા યાર તું મુલાકાત તો કરાવ ....”વિજય બહુ વાત બગડે એ પહેલા બોલ્યો.
“મેં એને કીધું છે... પણ એની જોડે સમય નથી હોતો ENGLISH MEDIUMમાં છેને આપણા કરતા થોડું વધારે શિસ્ત હોય યાર.... અને એના ઘરે થી બહાર બહુ જવા નથી મળતું ”
“કે એ આવા નથી માંગતી એવું તો નથીને ? ...” શ્વેતા થોડી ગુસ્સામાં બોલી..
“ના યાર એવું ના હોય તું જા અને બાઈક લઈ જા અને લે આ પૈસા લઈ જા કઈક લઇ જજે એમેનેમ ના જતો..”વિજયે આલોકને મોકલતા કીધું...
“રજત..એ પરી છે કોણ... ?”શ્વેતા બોલી અલોકના ગયા પછી ...
“મને થોડી ગણી ખબર છે એ અમદાવાદના પ્રખ્યાત ઉદ્યોગપતિ રોમેશ આચાર્યની દીકરી છે..એક્નીએક છે... આનાથી વધારે મને બી ખબર નથી હા ક્યાક્ ને ક્યાંક આપડો ભાઈ એના પ્રેમમાં ખેંચાઈ ગયો છે...” રજત બોલ્યો.
“ખેંચાઈ નથી ગયો , એની લાઈફ સ્ટાઈલ જોઈને અંજાઈ ગયો છે.....” શ્વેતા ઊંડો શ્વાસ નાખતા બોલી
“અરે યાર તમે બન્ને આમ કેમ વિચારો છે આપડે બધા ભલે મિડલ ક્લાસ કુંટુંબમાંથી છીએ આપડો એક ભાઈ તો સારા ઊંચા કુટુંબમાંથી પત્ની લાવશે....” વિજય હસતા હસતા બોલ્યો
“પત્ની,,,?? તને લાગે છે કે એને ભાવ બી આપશે....??મેં સાંભળ્યું છે કે એની જોડે પેજર છે ...પર્સનલ ....બહુ જ રૂપિયા વાપરે છે કપડા ઓછા છોકરા વધારે ફેરવે છે ... તો આપડા ભાઈનો વારો આવશે...?”રજતે કીધું
“તું મળ્યો છે એને ....???” શ્વેતા રજતને જોર થી ધબ્બો મારતા બોલી.
“ હા યાર તું તો અમને કહી શકતો હતો.....” વિજયે પણ ધબ્બો માર્યો.
“ અરે મને શું કામ મારો છો તમે બંને...?? હું નથી મળ્યો કે નથી જોઈ એને હા પણ એક વાર આલોકને મળવા જવું હતું એની પાસે બાઈક ન હતી એના પાપા લઇ ગયા હતા. મારી જોડે પડી હતી , આમ પણ મારે ક્યાય જવું નહતું..એટલે મેં આપી ઉપર થી વાપરવાના પૈસા પણ આપવા પડ્યા. આ પૈસા માંગ્યા એટલે મેં પૂછ્યું કે આટલા બધા રૂપિયા શેના માટે જોઈએ છે ? તો એ બોલ્યો તો નઈ , પછી બહુ દબાણ કર્યું અને બધાને કહેવાની ધમકી આપી એટલે બોલ્યો કે મારે રીતિકાને મળવા હોટેલ પર જવું છે...આલોકે એમ પણ કહ્યું કે એ ખાલી ફ્રેન્ડ જ છે બહુ વિચારતો નઈ.....પણ એનો ચહેરો અલગ જ વાત કહેતો હતો....”
“હા મેં પણ એનુ વર્તન થોડું બદલાયેલું જોયું છે .....”વિજય બોલ્યો...
“એની લાઈફ છે યાર, જે હોય તે , એણે કહેશે તો કહેશે અને ન કહેવું હોય તો કઈ જ નહિ. હવે આપણે નાના નથી” શ્વેતા બોલી
“હા તમને બધાને વચે બોલું છું મેં એ બંને ને રજા ના દિવસે ઘણી વાર અહી થી ગાડીમાં જતા જોયા છે ..આ ધનુકાકા ખોટું નઈ બોલે....:”” ચા વાળા કાકા બોલ્યા ..
“કાકા તમે અમને નાના હતા ત્યારથી ઓળખો છો....તમે થોડું ખોટું બોલશો....”શ્વેતા બોલી
“કાકા તમે આ ફોર્માલીટી ક્યારથી કરતા થઇ ગયા તમે વડીલ્ પણ છો....” વિજય
“હા કાકા ...હવે દંડરૂપે એક ચા બધાને આપી દો ...”રજતે કીધુ
“ કાકા આ લોકોને આપો હું નઈ પીયુ.....મારી સામે ન જુઓ મેં ચા ઓછી કરી છે ...હું કાળી થતી જાવ છું યાર...”શ્વેતા બોલી
“તું હેન્ડસમ જ છો....”વિજય હસતા હસતા બોલ્યો
“ બ્યુટીફૂલ...કહેવાય તને કોણે અંગ્રેજીમાં ૯૦ માર્ક આપી દીધા.....”શ્વેતા એ મારતા કીધું..
“તારી કઈ હરકતો છોકરી જેવી છે એમ કેતો.....”રજતે જોર થી હસતા હસતા કીધું...
“ના તું વાળ લાંબા રાખે છે..ના તું કપડા છોકરી જેવા પહેરે છે...તું છોકરા જોડે છોકરાની જેમ જ આંટાફેરા મારે છે. તને કોણ કે તું છોકરી છે....”વિજય બોલ્યો
“તો ઠીક છે કાલ થી હું મારી બેહનપણી ભેગી રખડીશ ઓકે.....તમારી જોડે નઈ આવું....”
“હા યાર એ બહાને અમને કોઈ છોકરી ભાવ તો નાખે અથવા છેલ્લે કઈ નઈ તો લાઈન મારવા તો મળશેને..”રજતે હસતા કીધું.
“હા યાર તને અને આપણને જોઇને એમ લાગે કે અમે બે તારા બોયફ્રેન્ડ છીએ....” વિજય ફરી જોર જોર થી હસતા કીધું..
“ઓકે તો હું જાવ છું ..કેટલા ગંદા વિચારો છે તમારા બેના....આજે ખબર પડી.....”શ્વેતા ઉભી થતા બોલી
“ લે આ ઉમરમાં છોકરીને લાઈન ન મારીએ તો ક્યારે મારીર્શું....”વિજય ઘરડાની એકટીંગ કરતા બોલ્યો..
“બેસ હવે મજાક કરીએ છીએ....” રજતે બેસાડી..
“બેસ ને તું અમારી પ્યારી સીસ...ફ્રેન્ડ માં બધું તું જ છો અમારી બોસ પણ તું...” વિજય લાંબો થઈને એના ખોળામાં સુઈ ગયો....
“ઉભો થા કોઈ સાચે જ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ માની લેશે....”
“ભલે માંને ...”
“ચલ ઉભો થા..યાર રજત તું તો ઉભો થા....બને જણા બંને બાજુ ચોંટી ગયા તો ચાલો ઉભા થાવ...મને કોઈ હેન્ડસમ બોય જોઈ જાય તો શું થાય... ચાલો... ચા પી લો....” શ્વેતા એ બન્નેને ખોળામાંથી ઉભા કર્યા..
“અમે છીએ ને અમે શોધી દેશું...”રજતે કીધું
“હા હવે.. તું ચા પીશ તો જ..” વિજયે નાના છોકરાની જેમ બોલ્યો
“ હા હવે...ચલ ઉઠ....અને શેમાં ભાગ લેવાનો છે એ વિચારી લેજો,,,,,હું સોલો ડાન્સમાં ભાગ લઈશ...”
“અમે તારા કોરીઓગ્રાફર...” બંને એ કીધું
“ઓકે તો સવારે ડાન્સ માટે મોર્નિંગમાં સવારે ૪ વાગે આવી જજો....”
“સવારે કે મોર્નિંગ માં”
“ સવારે ડોબાઓ ....”
“જલ્દી કરો તમેં લોકો આજે ભણાવવા નથી જવાનું કેટલા વાગ્યા જુઓ ૫.૩૦ થયા...”કાકા બોલ્યા
“કાકા તમને કેમ ખબર પડી સમય થઇ ગયો “
“બેટા આ બસ અમદાવાદ વળી ૫.૩૦ આવી જ જાય છે અપડા ગામમાં એટલે ૧૫ વરસથી તો હું જોવું છું હવે લો ચા પીઓ નાસ્તો પકડો અને ભાગો ...અને તામારા છોકરાઓ માટે મંગાવ્યો હતો એ નાસ્તો...”
“ થેન્ક્સ કાકા”
“મેન્સન નોટ “ કાકા બોલ્યા
“યુ વેલકમ :’
“હવે મને નથી આવડતું બેટા લે તારા માટે દૂધ...”
“થેન્ક્સ”
‘ કાકા અને બહુ મોઢે ન ચડાવવો... અમેય કોઈ દી પૈસા તો આપતી તો નથી .....”વિજયે કીધું..
“હું શું કામ આપું તમે બન્ને શું કામના છો ?”
“અમે બે તો પેલો ક્યાં જશે ???”
“અલોક મને કઈ લઇ આવીને સંભળાવતો નથી ...ઓકે તમારા બે કરતા તો સારો જ છે ....ઓકે”
“ઓહ હવે એ સારો થઇ ગયો બરાબર ...ક્યાંક એવું તો નથીને અલોકનું સેટિંગ તે જ કરાવ્યું છે “
“હા વિજય મને એવું જ લાગે છે .....આ આપણ બનેને બનાવે છે .....””
“હા હા હા ....હવે ચુપચાપ નાસ્તો કર તારા સમોસા ....જલ્દી મોડું થાય છે તમને બન્ને તો કોઈ સમય ની પડી જ નથી ભાઈ ભાભી સાચું જ કહે છે....તને તો સમય ની કોઈ કદર જ નથી .....”
“ઓહ ભાભીની ચમચી તારું દૂધ પીને છાની માની ......”રજતે જોર થી ટપલી મારતા કીધું
“ ઓય રહેવા દે ઢોળાઈ જશે તો નવા દુધના પૈસા આપડે જ આપવા પડશે ...” વિજયે ખોળામાંથી ઉભા થતા કહ્યું ..
ભાઈ ઘરે આવ્યા ..સાંજે ..
“કેમ આજે વહેલા ...???અને બહુ થાકેલા લાગો છો ......કઈ થયું છે ??તમારા મો પરથી ચોખ્ખું દેખાય છે તમે ચિંતામા છો અને ચિંતા કા તો મારી છે કા તો આપડા પરિવાર ની છે ....સાચુંને .”
“તું બિલકુલ સાચું કે છે ...ચિંતા બહુ ગંભીર છે તને ખબર છે કે હું આ આખો મહિનો બહાર દિલ્હી હતો અહી મોટો કાંડ થઇ ગયો છે ..”
“તું છાપું નથી વાંચતી ...”
“હા વાંચું તો છું ....”
“તો તે વાંચ્યું નઈ કે શહેરમાં ગાડી અને અમુક શોપિંગ સેન્ટર સળગાવામાં આવ્યા છે ....”
“હા dspસર એમાં નવું શું છે ...લો પાણી પીઓ ......”
“ડીઅર એમાં નવું એ છે કે એ બધી ગાડી સજ્જન અને એના ગુંડાઓ ની છે .....”
“લે તો કોઈક હશે એનું દાઝેલું ....એમાં નવું શું છે સાહેબ ,તમને ખબર છે કે મને એ લોકોનું નામ પણ નથી ગમતું ..”
“તો લે આ શું છે ....”એમણે એક ફોટો લીનાભાભીના હાથમાં મુક્યો ....
“ આ તો ઘડિયાળ છે ....”
“હા કઈ ઘડિયાળ છે જો તું અને હું સમય કાઢીને લેવા ગયા હતા એ છે જો ....”
“ અરરે હા , આશુ આ તો હું તમારી સાથે માથાકૂટ કરીને બઝાર લેવા લઇ ગઈ હતી એ જ છે ...” ઘડિયાળ હાથમાં લેતા લીનાભભઈ બોલ્યા.
“હા લીનાજી એ જ છે .....”
“આ તમને ક્યાંથી મળી ....”
“મને નથી મળી ...પોલીસ ને મળી છે સળગેલી ગાડી નજીક થી જ્યાં બાઈકના પૈડા ના નિશાન મળ્યા ત્યાંથી મળી હતી ..સમજ્યા “
“તો આ કામ તમારા માન્યા મુજબ વિજય રજત આલોકે કર્યું છે એમ ....”
“યસ આમાં શ્વેતા પણ સામેલ છે ...હું ચાર દિવસથી મેં અને શીવાભાઈ બંને એ તપાસ કરી મારા માહિતી મુજબ આ ચાર જ સામેલ છે...”
“તમને કોઈ ભૂલ થઇ હશે ...આ ના હોય ....” લીનાભાભીને હજુ ભરોસો ન હતો.
“તું માને કે ના માને પણ આ સાચું જ છે ....મેં તમને ના પાડી હતી કે તમે શ્વેતાને બધું ના કહો પણ તુ વધારે પડતો વિશ્વાસ રાખે છે .....મેં તમને કેટલી વાર કીધું છે કે એ બધાના સંબંધો બહુ જ મજબુત છે .....”
“આશુ મારામાં તમે ઘણું કર્યું છે અને ઘણું ગુમાવ્યું છે આ છોકરાઓને આ બાબત થી દુર કરી દો મારે કોઈ બદલો નથી લેવો ...”
“ મને ખબર છે એ લોકો રાજા છે આપડે સામાન્ય એ આપડા કોઈનું કામ જ નથી મેં બધું ગુમાવી દીધું છે હે કોઈને ગુમાંવાનીં તાકાત મારામાં નથી ....”
“હા આશુ ....પણ આ લોકો ને આ બધું ....શું શ્વેતા ...???”
“શ્વેતા એ કીધું નઈ હોય પણ હિન્ટ આપી હશે .....”
“હું વાત કરું ????તમે કો તો ...”
“ના તમે નઈ કરતા ......હું વિચારું છું કે પેલા ચારેય ને અલગ કરી દવ....”
“તમે જાણો છો કે એ લોકો એકબીજા પ્રત્યે બહુ જ છે ઇન ફેક્ટ એ બધા એક બીજાના જ છે ....”
“હા પણ કરવું પડશે સવાલ તારો મારો નથી સવાલ છે ચાર ફેમીલી નો , આ બધાયે બહુ આપ્યું છે , હું આ લોકોને આ બધા માં ઇન્વોલ્વ કરવા નથી માંગતો , જો એમ થયું તો મને બીક છે કે એએ બધા પણ બરબાદ થઇ જશે , માંડ એક પરિવાર મળ્યું છે એ પણ ...........મારે ફરીવાર એ બરબાદી નથી જોવી .....”
“અશું તમે સાચા છો ....એ દુખ તમારા મારા સિવાય કોઈ નહિ સમજી શકે ....પણ એ લોકોને અલગ કરીશું કેમ ?”
“હા એ કેસ અઘરો છે પણ તુ છો તો કઈ જ અઘરું નથી ....”
“ઓહ રિઅલી ...??”
“હા લીના....તું છે તો હું છું....”
“બસ હવે મેં તમને એ એવું ક્યાં કઈ આપ્યું જ છે ....નથી પ્રેમ આપ્યો નથી સુખ આપ્યું .....નથી બાપ બનવાનું સુખ આપ્યું ...તમારા સિવાય કોઈ હોત તો મને મુકીને બીજી કોઈ જોડે અફેર કરી લીધું હોત ..”
“બસ હું કોઈ મહાન માણસ નથી ઓકે ....મેં કઈ જ નથી કર્યું એ નજારો જોઇને હું લગભગ મરી જ ગયો હતો તું જીવે છે એ વિચારે તો મને થોડું હોશ આવ્યું હતું....ભાન આવ્યું કે ના તને બસ બચાવી છે ગમેતેમ કરીને બસ ...”
“બસ હવે આપડે નક્કી કર્યું હતું ને આ બધું યાદ નઈ કરીએ ,...”
“હા પણ ....”આશિષભાઈ લગભગ રડી પડ્યા..એટલામાં લીનાભાભી એ એમને ભેટીને બાહોમાં લઇ લીધા બંને લગભગ રડી પડ્યા .....કેટલીવાર સુધી બંનેના દિલમાં એ દિવસ એ નજરો ફિલ્મની રીલની જેમ ફરી ગઈ “
એટલામાં શ્વેતા અંદર આવી નજરો જોઇને થોડી શરમાઈ ગઈ પણ એના માટે આ બધું નોર્મલ હતુ ..એણે જોર થી બારણું ખખડાવ્યું ...
“ ઓહ મને એમ કે અહી રોમાન્સ ચાલે છે ...અહી તો સેડ મોમેન્ટસ ચાલે છે....શું થયું? ભાઈ ભાભી???” બંને ની આંખમાં આંસુ જોઇને આશ્ચર્ય સાથે..પાસે બેસતા બોલી
“કઈ નઈ....”ભાભી અંદર જમવા કાઢવા જતા રહ્યા
“અહી રોમાન્સ ક્યાં છે ...ફક્ત સેડ મોમેન્ટસ છે ...”અશીશભાઈ આંસુ લૂછતાં બોલ્યા
“ભાઈ એમ ના હોય હવે બધું આપડા હાથમાં છે ...તમે ક્યાં ઘરડા થઇ ગયા છો ...?”
“હા ભાઈ તમે ક્યારેક એવું વર્તન કરો છોને કે જાણે ઉમર થઇ ગઈ હોય.....”વિજય અંદર અવતા બોલ્યા
“કેમ આટલું મોડું થયું તમને ...મેં કીધું છેને કે ૮ થી ઉપર નઈ..”
“ભાઈ આજે ટેસ્ટ હતી મોડું થયું...”
“તમારા છોકરાઓની સ્કુલ અમને તો બતાવો “
“તમને કઈ રીતે ??????” બધા આશ્ચર્ય સાથે એકબીજા સામે જોઈ રહ્યા.
“dsp છું એટલી તો ખબર હોય મને ઓકે .... હું અને તારી ભાભી કાલે આવીશું સાચી વાતને.”
“હા અમે કાલથી આવીશું..ચાલો હાથ મો ધોઈ લો જમી લો .....શ્વેતા તું બી ચાલ....”
“ના ભાભી...આજે વેજ બિરયાની મમ્મીએ બનવી છે તમે જમી લો હું જાવ છું ...વિજુ ડાન્સમાં આવું હોયુ તો સવારે ૪ વાગે મારા ઘરે ...”
“હા ઉઠાય તો આવીશ...”
“વીજુ તું અને ડાન્સ....”ભાભી આશ્ચર્ય સાથે બોલ્યા ..
“વીજુ તું ડાન્સ વાહ.....સરસ.......” ભાઈ બોલ્યા જોરથી હસતા હસતા
“હું જઈશ ....ઓકે .... ભાભી મને ઉઠાડજે ..”
“હા તું જા હાથ મો ધોઈલે જા “ ભાભી હસતા હસતા બોલી
“શ્વેતા તું જા હવે તને મોડું થશે....”ભાભી બોલ્યા ...
“શ્વેતા ...ઘરે પોહચીને ખાલી રીંગ મારી દેજે ફોનમાં ...” અજયભાઈ બોલ્યા.
“હા ભાઈ .....”
સવારે ભાભી અને ભાઈ રસોડામાં ચા પીતા હતા ...
”આપડા રાજકુમાર જતા રહ્યા ડાન્સ માટે પ્રેક્ટીસ માટે ?”
“હા માંડ ઉઠાડીને મોકલ્યો ....”
“એ ડાન્સમાં કરશે શું ???...” ભાઈ જોર જોર થી હસવા લાગ્યા
“હસો નહી હવે ...તમને યાદ નથી એ ૮માં ધોરણમાં હતો ત્યારે આ લોકો ડાન્સમાં રહ્યા વાર્ષિક ઉત્સવમાં રહ્યા હતા ત્યારે ......”
“હા ડાન્સ ઓછો અને કોમેડી વધારે લાગતી હતો ....”ભાઈ ફરી હસવા લાગ્યા ....
“ચાલો dsp સાહેબ મોડું થશે ....૭ વાગી ગયા હવે ....”
“હા ....ડીઅર ....”
“અને હા .......આ કેસ મેહરબાની કરીને આ લોકોના નામ ન આવે એવું કરજો મેહરબાની કરીને” ભાભીએ ભાઈના હાથ પર હાથ મૂકી દીધો,,,
“તમે ચિંતા ના કરો .......મને ખબર છે મારે શું કરવાનું છે .....હા પણ હું ત્રણેયને અલગ કરી દઈશ ..એ નક્કી છે ,,કેમ કે હું નથી ઈચ્છતો કે વિજુના આવા કામની અસર આ બધા ઉપર પડે” ભાઈ હાથ ઉપર હાથ મુકીને બોલ્યા...
“આશુ મારે કોઈ બદલો નથી લેવો બસ ...મારે એ બધું ભૂલી જવું છે નથી યાદ કરવું એ બધું પ્લીઝ....”ભાભી રડી પડયા..
“તમે રડો નહિ ....તું રડવાનું બંદ કર ...ચલ હવે .....શું વાત વાતમાં નાના છોકરાની જેમ રડવાનું ચાલુ કરે છે ...”ભાઈ ભાભીના આંસુ લુછતા બોલ્યા ..અને એના કપાળ પર હળવું ચુંબન કર્યું... ભાભીને ઉભા કરીને સોફા પર બેસાડ્યા ...અને પાણી આપ્યું....ભાભી પાણી પીધા પછી ફરી ભેટીને જોર થી રડી પડ્યા ભાઈની આંખોમાં આંસુ આવી ગયા ...બન્નેની આંખો ઉપરથી એ પૂરી ઘટના ફિલ્મની પટ્ટીની જેમ ચાલવા લાગી.ભાઈ ક્યાય સુધી ભેટેલી લીનાભાભીને સંભાળતા રહ્યા ....
આ બાજુ કોમેડી ડાન્સ પાર્ટી છ સાત દિવસની અથાગ મેહનત પછી બિલકુલ તૈયાર થઇ ગયા ...ભાભી ભાઈ અને બધા ભેગા થઇને સોસાયટીમાં આવેલ કોમન રૂમમાં જોવા ગયા તો દંગ રહી ગયા..
કોલેજ કેન્ટીનમાં શ્વેતા રજત બેઠા હતા .....વિજય અને અલોક હતા નહિ..
“શ્વેતું , ભાઈ એ તને કઈ કીધું છે ....?.” રજત શ્વેતા સામે જોઇને પૂછ્યું.
“કેમ આમ પૂછે છે ? શું કે મને ?? અને કોના વિષે ..??? કઈ ચોખવટ કર .” શ્વેતાએ બનાવટી સ્મિત કરતા કહ્યું.
“ના ખાલી પુછુ છું યાર ......” રજતે વાત ફેરવી.
“તને કઈ કીધું કોઈએ ? એમ કે ....” શ્વેતા થોડી વાત છુપાવતા બોલી.
“હા આપણે બધા એ જે જે કાંડ કર્યા છે, એ બધા એમને ખબર પડી ગઈ છે ....” રજત બોલ્યો.
“હા એ મને પણ કીધું છે ...” શ્વેતા બોલી..
“વીજુ ને ખબર છે ? તે કઈ કીધું કે નઈ ? “ રજત હજુ ચિંતામાં હતો.
“ના મને ચોખ્ખીના પડેલી છે કે આ બાબતમાં મારે કોઈ વાત ના કરવી....આજે એ ક્યાં છે ...???”
“એ કલાસમાં ગયો છે અને ત્યાંથી લાઈબ્રેરીમાં બુક્સ જમા કરાવવા માટે નવી બુક્સ લેવા એસાઇમેન્ટ માટે .” રજત બોલ્યો.
“વાહ લાઈબ્રેરી સરસ ...” શ્વેતા હસી.
“તો શું હું લાઈબ્રેરીમાં ના જાવ જાડી.....અને આજે રોઝ ડે છે તે કોઈને આપ્યું કે નહિ...?”વિજય જોરથી બન્ને પાછળથી મારતા કહ્યું....
“તે આપ્યું....અમને કે છે તો ....”બન્ને લગભગ એક સાથે બોલ્યા...
“ના યાર આ જાડી સાથે હોય તો મને તો એમ જ કે છે કે તારે તો ગર્લ ફ્રેન્ડ છેને ,...હા પેલી સાયંસ વાળી બીજા વર્ષમાં છે આજે રેડ પંજાબી ડ્રેસમાં છે શું લાગે છે યાર,.,,,,તમે લોકો એ જોઈ હોત તો OHHHHH...”
“બસ હવે બહુ લાલચ ન કર તારાથી આમેય કઈ થવાનું નથી ...”રજત હસતા હસતા બોલ્યો “શ્વેતું પેહલા વર્ષમાં યાદ છેને પેલી સીનીયરને પ્રપોજ મારવા હિમત કરી હતી....”
“હા પેલી ચંપલ લઈને પાછળ પડી હતી,,,,”શ્વેતા અને રજત બંને હાથમાં તાલી આપતા આપતા હસી પડ્યા
“હા ...હવે ...ચલ આમાં ટ્રાય કરીએ ....”
“બસ હવે બેસી જા છાનીમાની ..પ્રપોજ કરવા વાળી....બેસ “શ્વેતાએ હાથ પકડીને બેસાડ્યો...
“હા બેસ હવે એને ઓલરેડી બે તો છે તને ક્યાય ખોઈ નાખશે ખબર બી નહિ પડે ....એની અંદર”
“ચુપ એ બોલવામાં .......પણ વાત સાચી છે ....આ મળે જ નહિ એની જોડે જાય તો ...” શ્વેતા અને રજત ફરી જોર જોર થી હસી પડ્યા એકબીજાના હાથમાં તાલી આપીને ...
“ચુપ.. બન્ને ....” વિજય ખરેખર સીરીયસ થઇ ગયો..
“તું રેહવા દે અમે બધા મળીને કોઈ શુશીલ કન્યા શોધી આપીશું કેમ રજત....??”
“ હા અમારી ભાભી તો સારી શુશીલ લાવી પડેને ...”રજત ફરી હસી પડ્યો
“ શુશીલ.......હા .... હો ...” શ્વેતા જોર જોર થી હસી પડી ....
“હા હા હા બસ ...હવે ..તને થશે એટલે જોઈશ ને હું ....” વિજય બોલ્યો..
“હા ચલ નાસ્તો માંગવ બેઠા વગર......ચલ જા ....”શ્વેતા એ ઉભો કરતા બોલી
“ હા જો ઓલી જાડી તારા માપની છે જો ...” એક બહુ જ જાડી છોકરી તરફ રજત ઈશારો કરતા બોલ્યો ...
“ઓયે જા ....” શ્વેતા ધક્કો મારતા બોલી,
“હા જાવ છું ...” વિજય બોલ્યો..
નાસ્તો મંગાવ્યો ત્યાં સુધી અલોક પણ આવી ગયો હતો ....બધાયે નાસ્તો કર્યો ..નાસ્તો કર્યા પછી બહુ ધમાલ મસ્તી કરી ,,,,બપોરે ૪ વાગે ...બધા પાર્કિંગમાં હતા ..
“શ્વેતું તું ઘરે જા અમે આવીએ છીએ ...જા ...” વિજય બોલ્યો.
“યાર તમે લોકો ક્યાં જાવ છો મને ગાડી ચાલવાનો કોઈ મૂડ નથી ....પ્લીઝ....”
“બસ હવે તું જા આવીએ છીએ..” રજત બોલ્યો.
“પણ ..” શ્વેતા ચિંતામાં આવી.
“તું જા આવીએ છીએ ....” આલોકે એકટીવામાં ચાવી નાખી આપતા કહ્યું....
“ઓકે પણ તમે કોઈ આડાઅવળા કામ ..?” શ્વેતા હજુ ચિંતામાં હતી.
“ઓયે મમ્મી તું જાને ....” રજતે કીધું
“તું ઉપડ જા ...........”વિજયે ગાડી ચાલુ કરી આપતા બોલ્યો
“પણ પ્લીઝ , તમે કોઈ કામ કરતા નહિ ભાઈને ખબર પડી ગઈ છે .....” શ્વેતા બોલી.
“તું જા હવે ભાઈની ચમચી.....” વિજયે એને મોકલતા બોલ્યો
“ વિજય ,,શ્વ્રેતાની વાત સાચી છે ભાઈને ખબર પડી ગઈ છે ...”રજતે કીધું
“ડીઅર ભાઈને શંકા ગઈ છે ખબર નથી પડી ઓકે..” વિજયે બાઈક પર બેસતા કહ્યું
“વિજય તો આજે રેહવા દઈએ ... બીજી વાર લઇ લઈશું ....” આલોકે કીધું ...
“ઓકે તમે બંને ઘરે જાવ હું જઈને આવું છું...” વિજયે બાઈક ચાલુ કરતા કીધું..
“ઉભો રે આપણે ગમે તે થાય જોડે રહેવાનું અલિખિત નિયમ છે એ જાળવી રાખવાનો છે ઓકે...ચલ અલોક બેસ ..” રજતે બાઈક ચાલુ કરી..
“જુઓ કઈ પણ થાય તો તમારે મારું જ નામ આપવાનું છે કેમ કે ભાભી મને કઈ નહિ થવા દે.”વિજય
“ એવું ના ચાલે એતો જયારે જે થશે એ જોયું જશે.. “રજતે કીધું
“ કામ સાથે કર્યા છે તો ભોગવીશું પણ સાથે જ ...યાર પણ જેલ માં જમવાનું તો મળશે ને સારું ....મેં તો સાંભળ્યું છે કે જેલરને પૈસા આપો એટલે ઘર જેવું કરી આપે ..”અલોક જોર થી હસતા હસતા બોલ્યો ...
“હા હવે ...એતો સાચું જ છે ...” બધાયે ચાલુ બાઈકે એક બીજાને હાથ તાલી આપી...
નગરના મુખ્ય માર્ગ પર દોડધામ ચાલુ થઇ ગઈ ....એક પેટ્રોલપંપ અને એક ફેકટરી જે નગરની મોટામાં મોટી હતી એ પતાના મહેલની જેમ સળગવા લાગી એનામાં ભરેલા કેમિકલથી વિસ્ફોટ થવા લાગ્યા ...તેની આજુબાજુ આવેલ મકાન પણ અડફેટમાં આગે લીધા લગભગ અડધો કિલોમીટરનો વિસ્તાર સળગવા લાગ્યો. પોલીસે આખું નગર બંદ કરાવી દીધું,....બનવાના વિસ્તાર થી થોડેક જ દુર ...૫૦ મીટર જેટલે PI ભટ્ટસરને આ બધાનો ભેટો થઇ ગયો...PI ભટ્ટ આશિષ ભાઈના મિત્ર પણ હતા... આશીષભાઈએ એમેને વાત પણ કરી હતી કે તેમેને વિજય અને એના મિત્રો પર શંકા છે .....એટલે આગ જોઇને એએ બધાને રોક્યા ....
“વિજય ......રજત ઉભા રહો.....”
બૂમ સંભાળીને ત્રણેય ઉભા રહ્યા વિજયે અને રજતે એકબીજાને ઈશારો કર્યો ......
“શું કરો છો તમે અહી.....”
“સર અમે તો રખડીએ છીએ......”રજતે જવાબ આપ્યો..
“વિજય મને આશિષે બધી વાત કરેલી છે ...એમ ના માનતા કે મને કઈ ખબર નથી ...મને બધું ખબર છે ...”
“ભાઈ...અમે રિઅલી અહી જસ્ટ ફરવા જ આવ્યા હતા ...આતો ધુમાડા નીકળતા જોયા તો અમે રોકાઈ ગયા .એટલા માં પેટ્રોલિંગ ગાડીએ અમને કાઢ્યા કે કર્ફ્યું લાગી ગયો છે એટલે અમે અહી થીં નીકળી ગયા રસ્તામાં તમે મળ્યા ભરોસો ના હોય તો ગેટમાં એક નવી ગાડી પડી છે જોઈ લેજો ,,” વિજયે ભરોસાથી કીધું કે ભટ્ટસર કઈ ના બોલી શક્યા....એમેણે ગાડી જવા દીધી
“વિજયે ગાડી ઘર બાજુ જવા દીધી....”વિજય તને કેમ ખબર કે ગાડી પડી છે ...”
“મેં જોઈ લીધી હતી ....ચલ મો બંદ ચાલો ...”
બધા ઘરે આવીને ચુપચાપ જમીને સુઈ ગયા .....બીજે દિવસે એનુંઅલ ડે હતો ....સવારે બધા વહેલા નીકળી ગયા ....
આ બાજુ નગરમાં મોટા ઉદ્યોગપતિની ફેક્ટરી એનો પેટ્રોલપંપ અને કોલોની સળગી ગઈ હતી ...એમાં ૧૫ થી વધારે લોકો દાઝી ગયા હતા ...બીજે દિવસે સીધો DGP ઓફ સ્ટેટ મુલાકાત લીધી....નિર્ણય એવો લીધો કે સ્પેસીઅલ ટીમ બને એના હેડ આશિષભાઈ હતા ...એમેણે એમની ટીમ બનાવીને એક જ વીકમાં રીપોર્ટ આપવાનો હતો ..દબાણ છેક દિલ્હીથી હતુ કેમ કે માલિક અને એની પહોચ છેક દિલ્હી સુધી હતી ...
આ બાજુ એનુંઅલ વિક માં બધા વ્યસ્ત હતા ....એ ત્રણેયને આનંદ એ વાત નો હતો કે આ વખતે બહુ જ મોટામાં મોટુ નુકશાન પહોચાડ્યું હતું ....ત્રણેય બહુ જ ધીંગામસ્તી કરી હતી ...બહુ જ આનંદ મોજ કરી ...ફરવા ગયા ...
આ બાજુ ...એક વીકની તપાસ પછી અશીશભાઈ અને એમના મિત્ર PI ભટ્ટ બંને ઓફીસના બંદ રૂમમાં બેઠા હતા ..
“શું વિચારો છો સર...” PI ભટ્ટએ મૌન તોડ્યું..
“નીલેશ વિચારવાનું શું છે ,,,યાર આ પુરાવા ઘડિયાળ આ રૂમાલ પગના નિશાન બધું એમ જ કહે જ છે કે આ કામ વિજય અને એના મિત્રોનું છે ,,”
“ દર વખતે એની પર શંકા કરવી જરૂરી છે ...”
“તો આ બધું શું છે ...???” બધી વસ્તુના પુરાવા બતાવતા બોલ્યા ..
“હીરોહોન્ડા ની ગાડી એક જ છે સીટીમાં આ રૂમાલ એક જ છે નગરમાં આ કોઈ સ્પેસીઅલ રૂમાલ છે ? આ રૂમાલ કોઈ પણ લારી માં આરામથી મળી જશે ..આ ઘડિયાળ ગમેતે દુકાને ખાલી ૧૦૦૦ ૧૫૦૦ માં મળી જાય યાર તું કેમ આટલી બધી શંકા કરે છે ,.????અને કદાચ તું માની લે કે એમેણે કર્યું પણ હોય તો શું ખોટું છે એ ફેકટરીમાં શું બને છે એ ખબર છે તને અને મને બન્નેને ....”
“આ કરવાથી હકીકત બદલાઈ તો નઈ જાય ને ....”
“સાહેબ હકીકત જે હોય તો શું કરવાની .....???એમેણે જે કર્યું છે એ સારું અને સાચું છે તમને ભાભીને અને લાલાને અમે ભટ્ટસર અને સહજાન્દ્સર કઈ રીતે લઇ આવ્યા હતા અમારા બધાનું મન જાણે છે કેમ ભટ્ટસર ..”
શીવાભાઈ ડ્રાઈવરએ ચા નાસ્તો મુકતા કહ્યું..
“શીવાભાઈ ની વાત એકદમ સાચી છે ...તું આ બધું મૂકી દે અને રીપોર્ટમાં શું લખવું હું તૈયાર કરી દઈશ...”
“તને શું લાગે છે સજ્જનને નઈ ખબર પડે એમ માને છે તું ??”
“ખબર પડે તો જોયું જશે સર આપડા કેટલાયે અધિકારીયો પૈસા લઈને રીપોર્ટ શું આખો કેસ ફેરવિ નાખે છે ..આ તમારા પોતાનું છે ...”શીવાભાઈ એ કીધું
“વાત કોઈને ખબર પડવાની નથી ....મારી અને લીના બંનેમાંથી કોઈની ઈચ્છા આ કેસ પાછો ખોલવાની નથી અને અમે નથી ઈચ્છતા કે અમે બંને એ અમારું કુટુંબ ખોઈ દીધું છે ...અમે હવે અહી કોઈ કુટુંબ ખોઈવા માંગતા નથી નીલેશ બસ વાત બીજી કોઈ નથી ..મારી ઈચ્છા છે એક વાર આ લોકો સારી રીતે ભણી લે પછી કૈક થતું હશે તો કરીશું...”
“ ઓકે તમારે એ કરવું હશે તો મારી જોડે પ્લાન છે .....” શીવાભાઈ એ કીધું
“ હા પણ લે હાલ ચા પી લે .....ચલ ...પછી કઈક વિચારીએ પેલા આપણે આ રીપોર્ટ ઉપર પહોચાડી દઈએ અને એના ગુનેગાર અમે શોધી રાખ્યા છે ...એને જાહેર કરી દઈએ ....”
“કોણે શોધ્યા ?????????”
“એ થોડું સસ્પેન્સ છે ....?”
“સસ્પેન્સ ..શીવાભાઈ તમને ખબર છે ....???”
“ હા અમે બે જ ગયા હતા તો અમને તો ખબર જ હોય ને ,,,”ભટ્ટ સર વચ્ચે બોલ્યા ...
“સર હવે નાસ્તાને ન્યાય આપો....”
:”હા ,...”
“ત્રણેય જૂની વાતો વાગોળતા વાગોળતા થોડા ઉદાસ થતા થોડા હસતા હસતા નાસ્તો પૂરો કર્યો અને રીપોર્ટ પૂરો કર્યો અને પછી આગળ શું કરવું એનું વિચારતા બેઠા ....
“વાહ તમે લોકો એકલા એકલા રાતે બે વાગે નાસ્તો કરો છો શરમ નથી આવતી ...”એક જીન્સ ટોપ માં એકદમ મોર્ડન યુવતી અંદર આવી.
“શું વાત છે આશુ ...?એકલા એકલા ...?”
“ઓય તું ક્યાં થી આવી અહી આ સિક્રેટ જગ્યાની મીટીંગ છે એ પણ એકદમ પર્સનલ તને કેમ ખબર પડી ...?”
“સર આ આઈબી સ્ટેટ ઇન્ચાર્જ છે ખબર છે તમને ...?”શીવાભાઈ બોલ્યા
“અને હા સર આપણી ટીમ મેમ્બર પણ છે ...” ભટ્ટ સર બોલ્યા .
“યસ ડાર્લિંગ ...”ઝીનલ બે હાથ આશિષ ના ગાળા માં હાથ નાખી દીધા ..
“ઝીનલ બેસ નાસ્તો કર ...”આશિષ સર નાસ્તો આપતા કહ્યું
“ઓકે ડાર્લિગ ...થેન્ક્સ નાસ્તા નું તો પૂછ્યું...”
“લઇ આવ્યા પેલા લોકોને ...”ભટ્ટ સર પૂછ્યું.
“હા તમારી કસ્ટડીમાં સોંપી દીધા ....” ઝીનલે નાસ્તો હાથમાં લેતા આશિષની બાજુમાં બેસતા કહ્યું.
ઝીનલ અને આશિષ બન્ને કલાસમેટ હતા બન્ને કોલેજ માં સાથે હતા બન્ને ગ્રેજુએશન સાથે પૂરું કર્યું હતું. ઝીનલ આશિષ ને પ્રેમ કરતી હતી નાનપણ થી પણ આશિષ એને ફક્ત ફ્રેન્ડ માનતો હતો. આશિષ ગ્રેજુએશન પૂરું કરીને ક્લાસ ૧ ૨ ની પરીક્ષા આપીને એ dysp થઇ ગયા. અને આશિષભાઈ બહુ પહેલે થી જ લીના ને પ્રેમ કરતા હતા. ઝીનલ થોડા સમય તૈયારી કરીને ipsની પરીક્ષા આપી.એ પાસ થઇ ગઈ એના પપ્પા આર્મીમાં હતા એટલે એમની ઓળખાણ થી R & W માં ખાસ પરીક્ષણ પછી મળી ગઈ એ આટલા વર્ષ પછી એને ખાસ મોકલી હતી આ કેસના નિકાલ માટે આશિષ અને એમની ટીમ ને મદદ કરવા. ભટ્ટસર એ જોઈનીંગ વખતે એના pi હતા. આશિષના સીનીયર હતા પણ ઈમાનદાર હોવાના લીધે એમને સાઈડ લાઈન કરી દીધા હતા. આખી વાત થઇ ત્યારે એક માત્ર ઝીનલ જ હતી કે આશીષને શોધીને લાવી હતી અને એને ભરપુર સાથ એના સર સહજાંદસર જે હાલ રીટાયર હતા એનો મળ્યો હતો. એમાં પાછળ થી શીવાભાઈ અને ભટ્ટ સર જોડાયા હતા છેક ૮ મહિના પછી આશીષ અને એના ૫ મહિના પછી લીનાનો એના ૨ મહિના પછી વિજય મળ્યો હતો. એના પછી ઝીનલ જ હતી એને આશિષ ને આઈબી માં ટ્રાન્સફર અપાવી હતી. અને પછી આ શહેર માં સ્થાઈ કર્યા.લીના ને પણ ખબર હતી કે ઝીનલ પ્રેમ કરે છે.નાસ્તો કર્યા પછી વાતચીત ફરી ચાલુ થઇ.
“જો આશિષ તમારે એક કામ કરવાનું છે કે તમારે પેલા તો આ કેસના ત્રણ શકમંદને રજુ કરવાના છે અને હાલ એમ જ કહેવાનું છે કે આ જ છે સાચા આરોપી...અને ..” ઝીનલ બોલી.
“ઝીનલ એક મિનીટ ..હું બધું કરી આપીશ કદાચ એ છોકરા નિર્દોષ છૂટી પણ જશે તો એની શું ગેરેંટી છે કે એ લોકોને સજ્જન જીવતા મુકશે એની શી ગેરેંટી હશે..?”
“તમારી ગેરેંટી અને ગેરેંટી એ છે કે એનું ધ્યાન ભટકવા મળશે એ સમયમાં તમે ત્રણેયને અલગ કરીને બધાને અહી થી બહાર મોકલવાનો સમય મળી જશે ઓકે ...”ઝીનલ પુરુ કરતા બોલી .
“હા એ સિવાય અમારી પાસે બીજો કોઈ ઓપ્સન નથી કેમ કે અમારે પહેલા તારી વાત સંભાળવી પડે ...કેમ કે ડીયર પેલા તું છે..” ભટ્ટ સર વાત પૂરી કરતા બોલ્યા.
“જો રીપોર્ટ મુજબ તારી પત્ની જોડે કેટલાક અજાણ્યા શખ્શો એ પીછો કર્યો અને એને બે ત્રણ દિવસ સુધી હેરાન કર્યા.એ મુજબ વિજય અને ત્રણેય જણે એનો પીછો કર્યો એને વોર્નિંગ આપી અને થોડા દિવસ સુધી ધાક ધમકી આપી ને છોડી દીધા ...પછી અચાનક એક દિવસ આ લોકો એ લોકો એ જેમને અમે પકડ્યા છે એમેને પેટ્રોલ પમ્પ સળગવાનો પ્રયત્ન કર્યો. બસ સાવ નોર્મલ થીયરી છે. બસ સાબિત નથી કરવાની ...”ઝીનલ એકી સાથે આખી વાત સંભળાવી દીધી.
“આ તો પૂરું થઇ ગયું ઓકે એ બરાબર પણ હવે મારા ત્રણેય નબીરાઓ એ શું કરાયું છે કેમ ખબર પડશે ?”
“એનું પૂરેપૂરું ઇન્વેસ્ટીગેશન મેં કરી લીધું છે મને બધું ખબર છે શુ કર્યું છે ક્યાંથી કરે છે કોણ મદદ કરે છે બધું ...”
“એ બધું તે રેકોર્ડ ઉપર લીધું છે ?”
“ના ગાંડો થયો છે હું ભારતની બેસ્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર છું ખબર છે. “
“હવે બોલવા માંડ શું થયું કર્યું છે એમ ..” ભટ્ટ સર વાત આગળ ફટાફટ પૂરી કરવા ટાપશી પૂરી.
“ વાત આખી એમ છે જુઓ તે દિવસે સજ્જનની નજર લીના પર પડી તે દિવસે લીના અને એની ફ્રેન્ડ રીતુ બન્ને એક કોલેજ કેન્ટીનનું ટેન્ડર ભરવા ગઈ હતી એ ટેન્ડર હકીકતે સજ્જને મળવું જોઈએ એના બદલામાં લીનાની કો ઓપરેટીવ ને મળ્યું. એનું નાક કપાયું એટલે એ લીના પાછળ પડ્યો. એણે લીનાની ઓફીસ શોધવાની ટ્રાય કરી પણ મળી નહિ એટલે એને રસ્તામાં એને હેરાન કરવાનું ચાલુ કર્યું. એમાં એ દિવસે ક્રિકેટ રમતી વખતે શ્વેતાની નજર પડી ગઈ. એમેણે પીછો કર્યો તપાસ ચાલુ કરી તો ખબર પડી કે સજ્જનના માણસો છે શું કામ હેરાન કરે છે એ એને ખબર નહતી . પણ એના બાળ માનસમાં જૂની તસ્વીર હતી. એ ફરી જાગૃત થઇ. કેમ કે એને એટલું તો યાદ હતું કે એના લીધે એનો પરિવાર વેરવિખેર થઇ ગયો હતો. બસ એ જ ધ્યાનમાં લઈને બદલો લેવાનું ચાલુ કર્યું. આખો પ્લાન એની જસલોકનગરની પાછળની ઝુપડપટ્ટીમાં આવેલી નાનકડી સ્કુલમાં બનતો હતા. એ લોકો જે કોઈ ગાડી કે કપડા વાપરીને આવે તો એને નાશ કરી નાખતા. એટલે કોઈ પુરાવા ન મળે. એમણે ગાડી એટલા માટે ટાર્ગેટ કરી કે એની જોડે સૌથી વધારે ગાડી હતી. ટ્રાન્સપોર્ટ મુખ્ય ધંધો હતો. પોલીસની નજરમાં એટલે આવી ગયો કે તે દિવસે બસ સળગાવ્યા પછી રોંગ સાઈડમાં આવીને ગાડી ને ટક્કર મારી અને પોલીસ આવી ગઈ. તે દિવસે પોલીસને શંકા ગઈ. વધુમાં તને ઘડિયાળ મળી એટલે વધારે પાક્કી વાત થઇ ગઈ હતી.જો અલોક એ લોકો થી છૂટો પડવો સૌથી ઇઝી છે. કેમકે એની gf છે એને નથી ગમતું કે અલોક આ લોકો ભેગું રે. ..એના પછી રજત અને પછી શ્વેતા. સૌથી છેલ્લે , બોલ તને ગમે એવો જ પ્લાન છે. “
“મને કોઈ વાંધો નથી...” અજયભાઈ બોલ્યા.
“તે કઈ દીધું કે મને કઈ વાંધો નથી પણ તે લીનાને પુછ્યું ..તને ખબર છે ને લીના વિજયનો છોકરો છે. એ ખબર છે ને ..?” લીઝા બોલી.
“ હા એ ના નહિ પાડે ...” અજયભાઈ મક્કમતા થી બોલ્યા.
“વાહ એક બાજુ એમ કે છે પ્રેમ કરે એક એને પૂછવું નથી એમ કે છે ...” લીઝા બોલી.
‘અત્યારે રાતે ૩ વાગે થોડું પુછાય ....” અજયભાઈ હસીને બોલ્યા
“હા કાલે પૂછી લે જે ..અને હા કાલે સૌથી પહેલા શ્વેતા ને મળીશું ..”
“શ્વેતાને કેમ ???”
“કેમ કે એ બધાની બોસ એ જ છે ,,,”
“ઓકે કાલે સાંજે એને મળીશું ..”
“ઓકે તો અત્યારે પેકઅપ કરીએ ..”
“હા ...ચાલો ...”
બધા જરૂરી કામ પૂરું કરીને બધું માણસોના હવાલે કરી ને ઘરે ગયા.
બીજે દિવસે સવાર સવારમાં ડોરબેલ વાગ્યો. રાતે ૩ વાગે આવીને બે દીવસ પછી DSPસર માંડ સુતા હતા. વિજય કોલેજ જવા તૈયાર થઈને બહાર જતો હતો એટલામાં ડોરબેલ વાગ્યો. વિજય દરવાજો ખોલ્યો. એક એકદમ સુંદર યુવતી ઉભી હતી
“હાય ડાર્લિંગ ગૂડમોર્નિંગ ,,,બેબી.....શું કરે છે ?”વિજય એને જોતો જ રહ્યો.... એકદમ મોર્ડન વેસ્ટર્ન આઉટફીટમાં ...
“ડીયર, શું થયું ....?” ફરી એ યુવતી એ તંદ્રા તોડી
“કોણ છે વીજુ??”ભાભી એ અંદરથી બુમ પાડી..
“તમે .....????”વિજયના મગજમાં જૂની યાદોમાં ક્યાક એમ હતું કે આને ક્યાંકજોઈ છે પણ યાદ નથી આવતું માનસપટલ શોધવાનો પ્રયત્ન કરતું હતું કે” આ કોણ છે ?”પણ જવાબ ન મળ્યો.
“તને યાદ નઈ આવે બેબી....” સામે યુવતીએ માથા પર હાથ ફેરવતા કહ્યું.
“ઝીનલ ?? તું ? અહી કેટલા વરસ પછી ? ....અંદર આવ ...”ભાભી આશ્ચર્ય અને આનંદ સાથે બહાર આવ્યા જેમ કોઈ સગી બહેન આવી હોય એમ.
“ભાભી આ ....”વિજય બોલવા જતો એટલામાં ઝીનલે વાત કાપી નાખાતા કહ્યું ,
” હું તારા ભાઈ સાથે છું ક્યાક તે જોઈ હશે યાદ કર ડાર્લિંગ.” ઝીનલ હસીને કહ્યું.
“હા વીજુ...તું જા તને મોડું થશે ... તું અંદર આવ....ચલ બહુ સમય પછી ...મને ખબર છે કે તું મને કે તારા આશુને મળવા તો નઈ આવી હોય ....”
“ઓહ મારી લીનું,,, આશુને તો હું દિવસ રાત સપનામાં મળી જ લવ છું આજે તને મળવા જ આવી છું.....” ઝીનલ વીંટળાઈ વળી લીનાને અને સખત રીતે ભેટી પડી.
“ તું ખોટું બોલે છે મને આશુએ કીધું જ છે કે તું આવવાની છે ...”
“તું રાતે ૪ વાગે જાગતી હતી...સીરીયસલી....???તું માણસ છે મહામાનવ...??”
“મારે દિવસ ઉગતો હતો મારા એને ડૂબતો હતો એટલે થોડો સમય કાઢીને વાતો કરી લીધી પછી સુઈ ગઈ ..”
“ખરેખર મને ઈર્ષા આવે છે ..”
“થવી જ જોઈએ .....’બન્ને જોર થી ખડખડાટ હસી પડ્યા અને ફરી ભેટી પડ્યા.
એટલામાં શ્વેતા વિજયને લેવા આવી હતી. આ જોઇને વિજય શ્વેતા બન્ને આ નવી મેહમાન ને આશ્ચર્ય સાથે જોઈ રહ્યા.
“ભાભી આજે મોડું થશે ...”શ્વેતાએ બન્ને ની વાત તોડી
“હાય શ્વેતા RIGHT ..”ઝીનલે શ્વેતાને ભેટીને કીધું..”કેટલા સમય પછી જોઈ તમારી બાકીની ટીમ ક્યાં છે ?”
“હાલ તો અમે બે છીએ બાકી કોલેજના રસ્તે ...”શ્વેતા વાક્ય પૂરી ના કરી શકી એના હાલ વિજય જેવા જ હતા
“શ્વેતા તમે નીકળો , આ ઝીનલ છે , તારા ભાઈની સાથે છે .. ...”
“ઓહ લીના અત્યારે પણ જોડે જ છું “ હજુ ભાભીને બને હજુ ભેટેલા જ હતા
“હા હું ઘરવાળી અને આ ઓફીસવાળી...” ફરી બન્ને હસી પડ્યા તું બેસ હું આશુ ને ઉઠાડું...શ્વેતા તું નિકળ તમે આમેય મોડા છો..જાઓ ...ઝીનું તું સાંજે મલીશને આ લોકોને , હમણાં તો અહી જ છે ને ..?”
“હા ડીયર ....આજે નઈ હવે બીજી સુચના ન મળે ત્યાં સુધી અહી જ છું તું આશુને ઉઠાડ નઈ તો હું જઈશ”
“તું બેસ ....તમે નીકળો ચાલો...”
“ઓકે ભાભીં....”
ભાભી ભાઈને ઉઠાડવા ગઈ આ બન્ને કોલેજ જવા નીકળ્યા.
“શ્વેતું આને ઓળખે છે ...”
“ના મને થોડું યાદ આવે છે ...કે એ ભાઈ સાથે છે બીજું કઈ યાદ નથી આવતું ...”
“એના થી ચેતતા રેહવું પડશે ...”
“કેમ ? ..”
“ખબર નઈ મને એવું લાગ્યું ...”
“ચલ હવે મુક એને ... મોડું થાય છે હવે ચલ ...”.શ્વેતાએ વાત ટૂંકાવતા કહ્યું
બન્ને ગાડી પર નીકળી ગયા. આ બાજુ ઝીનલ અને લીના વાતો ના પડીકા ખોલીને બેઠા ....
“લીના બહુ વાતો કરી આજે તો , પણ એક વાત કે મને આટલા વરસ પછી મને એક શંકા જાય છે ....”
“શું બોલ ને ....એમાં શું શંકા ? તારી અને મારી વચ્ચે શંકા જેવું કઈ છે ...? તારે જે પૂછવું હોય એ બિન્દાસ પૂછ ..”
“તું મને આશુ પ્રત્યે આટલી ફ્રેંક અને નજીક જોઇને પત્ની તરીકે શંકા નથી જતી ? , કે કોઈ વાર એવો વિચાર નથી આવતો ? ,કે હું તારું સ્થાન લઇ લઈશ...એવો ..”
“ઝીલ .. તું તારી જગ્યાએ જે સ્થાન પર છે એ કોઈ દિવસ હું નઈ લઇ શકું અને એ તાકાત મારામાં નથી. કદાચ તું મારી જગ્યા લઇ શકીશ પણ હું નઈ.. અને જે તમે બન્ને મારા માટે કર્યું છે એના શબ્દો નથી “ લીનાભાભી એ એનો હાથ હાથમાં લઈને ખભા પર માથું મૂકી દીધું
“જો લીના મેં તને શોધી નહતી તને શોધવા આ આશુ ગાંડાની જેમ તને શોધતો હતો. હા સ્ત્રીસહજ ઈચ્છા એમ કહેતી હતી કે તું ન મળે પણ મારી અંદર રહેલો મિત્ર એમ કહેતો હતો કે તું સહીસલામત મળી જાય. ખેર તું મળી પછી જે આશુના ચહેરા પર આનંદ હતો એ નાના બાળકને એની માતા મળી જવા બરાબર હતો. હા જયારે ડોકટરે એને કીધું કે તું બચી જઈશ પણ બાળક નઈ બચે ત્યારે એક પળનો વિલંબ કર્યા વગર કે તને કે મને કોઈને પૂછ્યા વગર એને કીધું મારે મારી લીનું જોઈએ બીજું કઈ પણ ના મળે તો ચાલશે. હકીકત એ નહતો ઈચ્છતો કે તારા પેટમાં કોઈ પાપની નિશાની રહે. તું બાળક પડાવવા સહમત ન થઇ ત્યારે એનો ગુસ્સો અને ઉદાસ ચહેરો આજે પણ મને યાદ છે.”
“મને ખબર છે બાળક ન હોવાનું દુખ બહુ જ છે એને પણ કોઈ દિવસ વ્યક્ત કરતો નથી.”
“ના મને કાલે પણ નહતું આજે પણ નથી ઓકે તમારા બન્નેની હવાઈ કિલ્લાની વાતો બંદ કરો ઓકે મેં કેટલી વાર ના પડી છે કે આ વાતો નઈ કરવાની ..તમે બંન્ને જયારે માળો ત્યારે ચાલુ થઇ જાવ છો.” બન્નેને જોર થી ટપલી મારી
“ અરે અમે બન્ને મળીયે તો જ યાદ કરીએ છીએ ..,” લીનાભાભી એ હાથ પકડતા કીધું
“ હા આશુ આપડા સંબંધ બરાબર પણ અમારા બન્ને વચ્ચે અલગ જ લાગણી છે ઓકે ..”
“એમાં મારે વચ્ચે નથી બોલવાનું ઓકે sorry... ચા મળશે ...”
“હા તમે બન્ને બેસો હું લઇ આવવું..” લીનાભાભી ઉભા થતા બોલ્યા
“ ના લીના તું બેસ ચા હું બનાવીશ અને જમવાનું હું તારા હાથ નું જમીશ “
“તું બેસ એ બનાવશે ....”આશિષભાઈએ લીનાનો હાથ પકડી બેસાડતા બોલ્યા.
“ઓકે ...કઈ ના મળે તો કેજે ...” લીનાભાભી બેસતા બોલ્યો.
“એટલે પતિ આવી ગયો એટલે રસોડામાં નહી આવે એમને મને મૂકી દેવાની ઓકે ઓકે જોઈ લઈશ તમને બન્ને ”આશિષ સામે ગુસ્સામાં જોતા બોલી.
“ના મારી માં અમે બન્ને રસોડામાં જ આવીએ છીએ ચલ લીના ..” આશિષભાઈ એ બન્નેનો હાથ પકડ્યો.
“thats great ..” ઝીનલ હસી અને બધા હસી પડ્યા.
પછી રસોડામાં ચા થી લઈને ભોજન થયું ત્યાં સુધી તમામ વાતો થઇ ખાસ તો ચારેયનું શું કરવું? એ બાબતે લાંબી ચર્ચા કરી..
“આશુ મારું તો માનવું છે તમે બન્ને એ જે વિચાર્યું છે એ જ યોગ્ય છે ...”
“લીના એકલ વાર હજુ વિચારી લેજે અમે કાતર ચલાવીશું પછી કોઈ આશરો નઈ રહે હજુ એક વાર વિચારી લે “ ઝીનલે બહુ જ ગંભીરતાથી કહ્યું
“ના મેં વિચારી લીધું છે કે બસ મારે મારા લીધે કે આપણા લીધે બીજા કોઈને મુશ્કેલીમાં નથી મુકવા “ લીનાભાભી બહુ જ ગંભીર થઇ ગયા
“ઓકે તે નિર્ણય લીધો છે એ બરાબર છે ...તું કે છે એટલે નઈ પણ તું જે વિચારે છે એ હું પણ વિચારું છું કે વિજુના લીધે કે આપણા લીધે બીજા કોઈ મુશ્કેલીમાં ન મુકાવવા જોઈએ “આશિષ ભાઈ એ કીધું
“તો હવે શ્વેતાને આજે જ પકડીએ ...” આશિષભાઈ બોલ્યા.
“ના આશુ મારો વિચાર આલોક છે ,,”ઝીનલે કીધું
“હા એની ફ્રેન્ડ બહુ જ એકલી રહે છે ..”લીનાએ કીધું ,,
એટલામાં શીવાભાઈ પણ આવી ગયા બધા મળીને શું કરવું તેનું પ્લાન કરી રહ્યા હતા.
આ બાજુ કોલેજમાં છેલ્લું વરસ હતું છેલ્લા દિવસો હતા બધા બહુ જ આનંદ કરતા હતા.
છેલ્લા તાસ ફ્રી હતો, બધા બહાર ટ્રુથ અને ડેર રમતા હતા.
કોઈએ વિજયને નવી આવેલ એક મેડમને પ્રપોઝ કરવા કીધું. વિજયે બહુ જ હોશિયારીથી એ ટાસ્ક ઉપાડ્યો એમાં એને માર પણ પડ્યો અને સજા પણ થઇ. સાંજે કોલેજ છૂટ્યા પછી બધા પોતાની જગ્યાએ ચા માટે બેઠા હતા.
“ વીજુ તે મેડમને છી તને શરમ ના આવી ....” શ્વેતા એ એક મારતા કીધું
“ અરે યાર કોઈ જ સીરીયસ ન હતું અને આમેય એ મેડમ નથી એ સીનીયર છે એ લેકચર લે છે કોલેજે ખાસ મૂકી છે લેકચરર નથી એટલે બસ એ મને ખબર છે . તું એટલી સીરીયસ કેમ થાય છે.”
“ હા શ્વેતા વીજુ સાચો છે ...” રજતે બચાવ કરતા કહ્યું
“તું તો બોલીશ જ નઈ .. તું પણ ખાઇશ ... અલોક ક્યાં ..?” ગુસ્સામાં લાલ થઇ ને શ્વેતા બોલી.
“એ એની ગર્લ ફ્રેન્ડ જોડે ગયો છે ..” રજતે કીધું
“વીજુ મેહરબાની કરીને તું આવું શું કામ કરે છે ?? તું જરા તો સીરીયસ થા નાલાયક મારું MCOM પૂરું થઇ જશે પછી હું કદાચ બહાર જવાની છું પપ્પા કહેતા હતા પછી કોણ બચાવશે તને તારા માર્ક્સ પણ સારા નથી આવ્યા ...”એના ખભે હાથ મુકતા કહ્યું.
“ડીઅર તું છે ત્યાં સુધી ક્યાં વાંધો છે ...” એને ગાલ પર ટપલી મારતા કીધું
“ ઓયે લવર્સ લો ચા પીઓ ,,,” રજતે ચા આપતા કીધું
“હા લાવ તું જે કે એ ...” વીજુ એમ કહીને શ્વેતાના ખોળામાં સુઈ ગયો.
“ શ્વેતા તું બહાર ના જતી યાર ...” રજત બાજુમાં બેસતા બોલ્યો.
“તમે લોકો માનો કે ન માનો સ્વીકારવું તો પડશે જ કે આપણે અલગ તો થવું જ પડશે .”
“હા પણ એટલા જલ્દી શ્વેતા આ વાત યાદ દેવડાવીને ઉદાસ ના કર .” રજતે ફરી ઉદાસ અવાજ માં કીધું
“ઓયે રજતે તે BSC વાળીને પ્રપોઝ કર્યું હતું ..” શ્વેતા બોલી
“ હા મારા કહેવાથી કર્યું હતું ..”
“ કેટલા હલકટ છો યાર ...એ પોલીસ વાળાની છોકરી છે ખબર છે તને ?” શ્વેતાએ મો બગડતા કહ્યું.
“ એને ગમી તો કીધું ભલેને ગમે તે હોય ..” વિજય હસતા બોલ્યો.
” તું તો બોલીશ જ નઈ આ વખતે હું બચાવવા નઈ જાવ કે આવું ઓકે મને કહેતા પણ નઈ ..”
“ વીજુ તું આને આપડી વડીલ મોટી બેન અને ફ્રેન્ડ કે છે ? છી ...શરમ આવે છે મને તો ..” રજતે કીધું
“ ઓયે ઓવર એક્ટિંગ .. બસ હવે ચા પીલે .. નાટક બંદ ..:” શ્વેતા બોલી
“શ્વેતા તું એની પર કેમ ગુસ્સે થાય છે ... એ સાચું જ કે છે ..” વિજય ફરી હસતા બોલ્યો.
“બસ હવે ચા પી ...” શ્વેતા એ કીધું
આલોક એટલામાં આવ્યો ...”વાહ જમાઈરાજા આવી ગયા સાસરે થી ...” વિજયે બૂમ પાડી
“હા ,કાકા કોઈ નવી ખુરશી લાવો આમાં બાંકડા પર નહિ ફાવે ...” રજત બોલ્યો
“ બસ યાર એને કોઈ કઈ નહિ બોલે ..તું બેસ અહી ..” શ્વેતાએ બન્નેને બોલી
“ હા તારો લાડકો ..”વિજય ખોળામાથી ઉઠી ગયો
“અરેરે સાસરે થી આવ્યો છે થોડો થાક તો ખાવા દો યાર વાહ શું મસ્ત સુગંધ આવે છે .. બહુ ચીપકીને આવ્યો છે કે પછી બધું ...” શ્વેતા અને ત્રણેય હાથમાં તાળી આપીને હસવા લાગ્યા ..
“તમારે મસ્તી જ કરવી હોય તો હું જાવ છું..મને એમ હતું કે આજે એ ફ્રી છે તમે લોકોને મલાવીશ પણ જેવા તમારા નસીબ ..હું આ ચાલ્યો ..” અલોક જવા ઉભો થયો
“બેસ નખરાળી ..પેલા એમ કે કે તું સાચે જ મલાવીશને ..”રજતે બેસાડતા કીધું
“ હા ભરોસો રાખવો પડે ..” આલોકે અલગ જ અંદાઝમાં કહ્યું.
“ રાખ્યો ચલ .”વિજયે કીધું
“તો એને બોલાવું ..” રજત વિશ્વાસ થી બોલ્યો.
“ના હમણા નહિ પેલા તારી પ્રેમ કહાની કે ..” શ્વેતા એનો કાન પકડ્યો
“ઓકે ...કહું છું પેલા ચા પી લવ ..”
“હા લે પી .....” ત્રણેય મુવી કે રેડીઓ સંભાળતા હોય એમ બાજુ માં ગોઠવાઈ ગયા.
“યાદ છે એક વાર ગયા વરસે જીલ્લા એનુંઅલ સ્પોર્ટ્સ વિકનું આયોજન થયું હતું. એમાં મારી પસંદગી ચેસમાં થઇ હતી. હું એ રમવા એની “ કોલેજ સેન્ટ મેરીમાં “ અમારી રમતનું આયોજન હતું. એ વખતે એના એક ફ્રેન્ડ જોડે મારી ફાઈનલ હતી એ લોકો બહુ જ સખત રીતે માનસિક હેરાન કરતા હતા એક બે વાર મેં ધ્યાન ન આપ્યું પણ પછી મેં ગુસ્સામાં હેડને કમ્પ્લૈન કરી તો એ લોકો ગુસ્સે થઈ ગયા એમાં મેં સખત રીતે એ રેડ જીન્સ ટોપ વાળીનું નામ આપ્યું. એ હાજર ન રહી તો એનો ફ્રેન્ડ તો હારી ગયો. મેં મેડલ લેતી વખતે એને આંગળી બતાવી એ બહુ જ ગુસ્સે થઇ ગઈ. એ બહાર મને જેમ તેમ બોલી ગઈ. આ પહેલી મુલાકાત.
એ પછી પપાના ફ્રેન્ડની પાર્ટી હતી. એમાં એક રિસોર્ટમાં એક એના જુના પ્રેમીએ એની જોડે જબજસ્તી કરવાની કોશિશ કરી તો એને ત્રીજે માળેથી એને ફેકી સદનસીબે એ પાણી ભરેલા કુંડમાં પડી પણ એને તરતા નહતું આવડતું મેં જઈને ને બહાર કાઢી. પેલાને પકડીને પોલીસને હવાલે કર્યો. બસ ત્યારથી અમે ફ્રેન્ડ છીએ અમારા ઘરે બધાને ખબર છે “
“ફ્રેન્ડ છે કે ગર્લ ફ્રેન્ડ ...” શ્વેતા એ મસ્તી કરી
“ હજુ તો ફ્રેન્ડ જ છે ..”
“તો એને બોલવ ..એ શું કરે છે ..?”
“ લો કરે છે ... હમણા આવશે એ .. લો આ એની જ ગાડી આવી ...” એટલામાં વાદળી રંગની ચમચમતી મોટરકાર આવીને ઉભી રહી. એમાંથી એક સફેદ કપડા પહેરેલો ડ્રાઈવર ઉતર્યો એને દરવાજો ખોલ્યો. એમાંથી એક મોર્ડન કપડા પહેરેલી એક સુંદર પરી જેવી યુવતી ઉતરી. અલોકને લેવા ગયો . એ યુવતીના ચહેરા પર થી લાગતું જ હતું કે એને કઈ ગમ્યું ન હતું.
“હાય ..હું શ્વેતા ...” શ્વેતા ભેટવા આગળ વધી ત્યાં પેલી યુવતી એ એને નજરઅંદાજ કરી.
“હાય રીતિકા ...” બધાને વારાફરતી ખાલી હાથ મિલાવ્યા
‘તમે બધા અહી મળો છો. કોઈ કેફે કે કોઈ હોટેલ માં નથી મળતા ?અલોક ...”રીતિકા વ્યંગ રીતે બોલી
“અમારે તો અહી જ કેફે અને અહી જ પાર્ટી ...” શ્વેતા બોલી
‘હા એ તો દેખાય જ છે ..કેટલી ગંદી જગ્યા છે ..”
“ ચા પીશો ..બેન ..” કાકા એ વિવેક કર્યો
“ છી અહી હું ન પીવું. અલોક ચલ આપડે જઈશું મોડું થશે નાઈટ પાર્ટીમાં .. તમારે લોકો એ આવું હોય તો આવી શકો છો. હા પણ કપલમાં જોઈશે. હા તમે બન્ને તો છો .. આની માટે મારી એક ફ્રેન્ડ છે “ શ્વેતા માટે આ શબ્દો સંભાળીને વિજય સમસમી ગયો શ્વેતાએ વિજયનો હાથ પીઠ પર મુકીને એને ના બોલવા કહ્યું.
“ હા આવીશું અમને સરનામું આપ અમેય અમે નાઈટ પાર્ટી માં જઈએ જ છીએ. “શ્વેતા બોલી
“ચલ અલોક જઈશું ..”
‘ હા ચાલ ..” બન્ને એક બીજાના બાહોમાં હસતા હસતા જતા રહ્યા ગાડી ધૂળ ઉડાડતી જતી રહી.
“ લો ચા પીશો ... તમે તો પીઓ ...” કાકાએ વાતાવરણ ને હળવું બનવા કીધું
“ કાકા માફ કરશો ..” શ્વેતા બોલી
“ બેટા હું ઘરનો છું મને સોર્રી નહિ કહેવાનું. લો ચા પીઓ .. બેસો ..” ત્રણેય માંથી કોઈને પણ એક બીજાની સામે જોવાની હિમત ન હતી.
“જે થયું એ શ્વેતા, હવે એ કહે કે જવું છે યાર , પાર્ટીમાં મેં કોઈ દિવસ જોઈ નથી .......” વિજયે હળવું કર્યું વાતાવરણ.
“ લો તમે બધા ચા પીઓ લો મસાલા વાળી ચા ....” કાકાએ બધાને ચા આપી.
“વિજુ મને ખબર નહતી કે આલું એટલો દુર થઇ જશે “રજતે રડમસ અવાજે કીધું
“રજત બસ હવે , મેં કહ્યું હતું ને કે એ સત્ય છે એ સ્વીકારવું જ પડે છે. ”શ્વેતાએ એને સાંત્વના આપતા કીધું
“ચાલો આપડે જઈએ આ સરનામે ...શું કહો છો ! તમે બંન્ને “વિજયે ફરી કીધું
“ તને બહુ ઈચ્છા થાય છે ...” શ્વેતા એ વ્યંગમાં કીધું
“ હા યાર મારે એ દુનીયા જોવી છે એ રૂપિયાના ચકાચૌંધ વાળી દુનિયા....”વિજયે અલગ જ અવાજમાં કીધું એની આંખોમાં ચમક હતી
“શ્વેતા મને લાગે છે કે આ પેલીને જોઇને પાગલ થઇ ગયો છે ...” રજતે કીધું
“એને જોઇને નઈ એની લાઈફસ્ટાઈલ જોઇને ....” વિજયે ફરી કીધું
‘તો તને એમ છે કે આપડે જવું જોઈએ એમ ....”શ્વેતાએ વિજય સામે જોઈએ પૂછ્યું
“જવું જોઈએ એમ નહી પણ , મારે જોવી છે એ દુનિયા કેવી હોય ? શું હોય ? એ દુનિયા ,,,બસ ...”
“ભાઈને ખબર પડી તો ,,,? બધાની પથારી ફરી જશે ...”રજતે કીધું
“તું ભાઈની ચીન્તા ન કર ...એ બોલ્યા રાખે ....” વિજુએ કીધું
“ડાર્લિંગ તું ઓવર કોન્ફીડંસમાં નથી બોલતો .....”શ્વેતાએ વિજયના ખભા પર માથું મુકતા બોલી
“હા વીજુ શ્વેતાની વાત સાચી છે તું વધારે પડતું બોલે છે ત્યાં જવું રિસ્કી છે. અને હા ત્યાં દારૂ અને ડ્રગ પણ હોય છે ... ખોટું છે યાર ...ચાલો ઘરે જઈએ “ ફરી રજતે કીધું
“ ચાલો જઈએ એક વાર જવામાં શું ખોટું છે આપડે ખોટું થોડું કરવું છે. “વિજયે ફરી દલીલ કરી
“હા યાર આપડે થોડા દારૂ પીવો છો ..” શ્વેતા ઉભા થતા બોલી
“ હા ચાલો ...જઇયે ..” વિજયે બાઈક ચાલુ કરતા બોલ્યો
“હા ચાલો...” શ્વેતા બોલી
“વિજય હજુ વિચારી લેજે મને ખબર છે એ લાઈફ સારી નથી ..” રજતે કીધું
“સારું ખરાબ અહી થી દિલમાંથી આવે છે ...” વિજયે કીધું
“ તું ભાષણ બંદ કર , ચલ તારી મોટી બેન છેને ચલ , હું લઇ જઈશ જોવું તો મારે પણ છે.”શ્વેતા એ કીધું
“ ઓકે , તમારા બન્નેની જવાબદારી નહિ ” રજત બોલ્યો
“બધાની જવાબદારી મારી , તારી મોટી માં કે છે ચાલને હવે બધા જ જઈશું ઓકે ” શ્વેતા બોલી
“તો મને ક્યાં વાંધો છે ચલ ...” રજત બોલ્યો .
બધા અલોકની ગર્લ ફ્રેન્ડે આપેલા સરનામે ગયા એ એક મોટો રિસોર્ટ હતો ગેટ પર કોના માટે છે એની ઓળખ માંગી અને અલોક અને એની ગર્લફ્રેન્ડ રીર્તિકા લેવા આવ્યા.
“ હાય તમે આવ્યા ખરા કેમ ..?”રીતિકા વ્યંગમાં બોલી
“થેન્ક્સ બડી....” બધાને હેન્ડશેક કર્યા..આલોકે
“તું કાલે અમારી ભાભી ઓફીસીઅલ થાય કે ના થાય પણ અત્યારે તો છે, સો અમારે એના માટે તો આવું જ પડેને ...” શ્વેતાએ ગળે મળતા રીતિકા ને કીધું
“પણ એક પ્રોબ્લેમ છે આ કપલ પાર્ટી છે ...”
“તારે ખાલી આના માટે શોધવાની છે ...” શ્વેતાએ રજતે ને સામે જોઇને કહ્યું
“ઇટ્સ ઓકે ...ના હોય તો ..” રજતે કહ્યું
“છે ચાલો જઈએ” આલોકે વાત ફેરવી.
“ હા ચાલો ...” બધા અંદર ગયા
રિસોર્ટ જીદંગીમાં પહેલી વાર જોઈ હતી બહુ જ મોટી ભવ્ય હતી ખૂણે ખૂણે વેઈટર હતા સારા ડ્રેસમાં. દરવાજો ખોલવા થી લઈને રસ્તો બતાવવા પાણી ચા માટે. આલોકે પણ સુટબુટમાં સજ્જ હતો.રીતિકા નો દેખાવ કોઈ પરી જેવો હતો. બધા એક મોટા રૂમમાં ગયા. ત્યાં બહુ જ મોટા મોટા બીઝનેસમેન હતા એમના નબીરા હતા. રીતિકા એ જાણી જોઇને એના ફ્રેન્ડ બોલાવીને મજાક ઉડાવી મશ્કરી કરી. પાર્ટીમાં કપલ ડાન્સ હતો રીતીકાને હતું કે કોઈ ડાન્સ નહિ કરી શકે પણ શ્વેતા અને રજતે બહુ જ મસ્ત કપલ ડાન્સ કર્યો એના પછી કેટલીયે છોકરીએ રજતેને ડાન્સ માટે ઓફર કરી. એ જ રીતે શ્વેતાને પણ. રીર્તિકા ના આગ્રહ પર બીયર ટેસ્ટ કરાવી ડાન્સ મસ્તી આખી રાત ચાલુ રહી. મોડી રાતે રીતિકાના એક ફ્રેડે શ્વેતાની છેડતી કરી. રજતે ને એ વાતની ખબર પડી ગઈ. એણે જઈને વિજયને આ વાત બતાવી વિજય એને શોધતા શોધતા ૫માં માળે પોહચી ગયો ત્યાં એક બંદ રૂમ માં એક છોકરીના અવાજ આવતા હતા. વિજયે માસ્ટરકી લઈને રૂમ ખોલી નાખ્યો. રૂમમાં બન્ને મઝા કરી રહ્યા હતા બન્ને નશામાં હતા.
“જોન, તે આને ક્યારે બોલાવ્યો? હું ડબલમાં નહિ મેં ના પાડી છે ને ?” બિલકુલ નશામાં બોલતી હતી
“જો મેં આને નથી બોલાવ્યો ઓયે કોણ છે તું ..?” પેલો માંડ માંડ બેડમાંથી ઉભો થયો વિજયે જોડે આવ્યો
“ તે શ્વેતાની છેડતી કરી ...?” વિજયે જોર થીં બોલ્યો
“ઓહ પેલી રૂપાળી માલ ...અરે એતો મને ગમી ગઈ એટલે મારે એન્જોય કરવો હતો પણ એતો બહુ જ ચીપ હતી મિડલ ક્લાસ...પણ યાર તું બહુ લકી છે બહુ જ હોટ છે ત્રણ વચ્ચે એક wow .”
“જો ત્રણ વચ્ચે એક ...??તો તો એને મઝા આવતી હશે ને પણ તું મારી પાસે આવી જા તું બહુ સ્ટ્રોંગ લાગે છે “ યુવતી બાજુમાં આવીને આલિંગન નો પ્રયાસ કર્યો
“વિજયે ગુસ્સામાં બે થપ્પડ માર્યા પેલા યુવાનને, “ બીજી વાર આવું કર્યું ને તો યાદ રાખજે .?” પેલો જોન ક્યાય દુર જઈને પડ્યો. કેમ કે નશામાં હતો.
“wow તું અવીજા તારી ફેન થઇ ગઈ હું ...” પેલી ફરી વિજયને આલીગન માં લેવાનો પ્રયાસ કર્યો. વિજયે એને જોર થી ધક્કો માર્યો.
“ઓયે ઉભો રે જોન તું આને ફેસ ના કરી શક્યો હું તો તને સ્ટ્રોગ માનતી હતી..”
જોન એ રીતિકાનો ખાસ નજીક્નો ફ્રેન્ડ હતો. એને જઈને રીતીકને વાત કરી. રીતિકાએ અલોકને વાત કરી. આ બાજુ વાતથી અજાણ ત્રણેય પાર્ટી માં ડાન્સ એન્જોય કરતા હતા. અલોક બધાની વચ્ચે જઈને વિજયને પકડી લાવ્યો અલોકનું આ રૂપ જોઇને રજતે અને શ્વેતા બન્ને શોક થઇ ગયા.
“ તું જોન ની માફી માંગ ...” બહાર લાવીને રીતિકા અને જોન ની સામે લાવીને ગુસ્સામાં આલોકે કીહ્યું.
“ કેમ શું કામ ???” વિજયએ શાંતિ થી પૂછ્યું
“ તે મને માર્યું છે ...વગર કારણે મારી ફ્રેન્ડ ની છેડતી કરી છે ..” જોને રીર્તિકાને રડમસ અવાજે કહ્યું.
“મેં એવું કઈ જ નથી કર્યું ...” વિજયે કહ્યું.
“જુઠું ન બોલ મારી સામે જ માર્યું છે તે જો તું માફી નહિ માંગે તો હું પોલીસ બોલાવીસ “ પેલી યુવતી એ રડતા રડતા કહ્યું.
“વિજય માફી શું કામ માંગે ...:?” શ્વેતા એ કહ્યું
“તો તે શું કામ કર્યું છે એ બોલ ..” રીતિકા એ કહ્યું
“હા બોલ તું સાચો હોય તો બોલ ....શું કામ કર્યું છે .?” આલોકે ગુસ્સામાં કહ્યું
“ના એ નહિ કહું પણ મેં કઈ જ ખોટું નથી કર્યું. “
“તો હું પોલિસ બોલાવીસ ..” જોન ને કહ્યું “ રીતિકા સરને ફોન કર. “
“ ઓક sorry ...બસ ...” વિજયે કહ્યું
“ એમ નહિ જોરથી બધાની સામે હાથ જોડીને માફી માંગ ગુજરાતીમાં ....
“ મને માફ કરી દો ...” વિજયે શાંતિ થી એને કીધું એમ કર્યું.
શ્વેતા રજત અવાચક જ થઇ ગયા. શ્વેતા વિજયને ખેંચી બહાર લાવી,
“ અલોક , તે સમજ્યા જાણ્યા વગર સારું નથી કર્યું....” રજતે ગુસ્સામાં બોલી બહાર નીકળી ગયો.
શ્વેતાએ બાઈક લીધી. બધા એ સુમસાન જગ્યાએ બાઈક ઉભી રાખી.
“ તારું મગજ છે . વગર કારણે માફી શું કામ માંગી. ? થયું શું હતું ? “ શ્વેતાએ ગુસ્સામાં વિજયની ફેંટ પકડીને બોલી.
“ એને તારી છેડતી કરી મેં એને મારી સિમ્પલ “ વિજયે બાઈક પર બેસતા બોલ્યો
“ તો તેમ માફી શું કામ માંગી ?” રજતે એક ટપલી મારતા કીધું
“તને ખબર છે આ બધા પહોચેલી માયા છે હું માફીના માગંત તો એ ૧૦૦% પોલીસ બોલાવત. અને તને શું લાગે છે કે મેં માફી માંગી લીધી તો એ પોલીસને નઈ કહે ? કહેશે જ. “
“હા ખબર છે રીતિકાની ફ્રેન્ડના પોલીસમાં ips છે. “ રજતે કહ્યું
“તમને બન્નેને કઈ રીતે ખબર ?” શ્વેતા એ કહ્યું
“પોલીસ ડે માં એને એના પાપા સાથે જોઈ હતી. “ વિજયે કહ્યું.
“પણ થયું શું હતું એતો કો તમે બન્ને ...? ગાડી ઉભી રાખ ચલ .”શ્વેતા એ બન્ને ને ગુસ્સામાં કહ્યું
“એમાં થયું એવું કે મને બીયર થોડી ચડી ગઈ હતી અમે બહાર પાર્કિંગમાં હતા ત્યારે એક મોટી ગાડીમાં એક યુવતીની રેડ ડ્રેસમાં હતી એની ચીસ સાંભળી અમે બન્ને દોડ્યા ત્યાં એ જાનવર એની જોડે શું કરી રહ્યો હતો મારે તને કહેવાની જરૂર નથી. “
“એના કપડા તદ્દન ફાટી ગયા હતા કપડા ન હતા એમ કહેવામાં કઈ ખોટું નથી. ટે એ દ્રશ્ય જોયુ હોત તો તું એને મારી જ નાખત.” રજતે ગુસ્સામાં કહ્યું.
“તો પછી તારે પોલીસને બોલવાની જરૂર હતી યાર.” શ્વેતા ગુસ્સામાં બોલી.
“કઈ રીતે ? ફોન કઈ રીતે કરું ? ક્યાં છે ફોન એ ખબર હોવી જોઈએ ને ”વિજયે ઠંડા આવજે કહ્યું
“અને એ યુવતીએ જ ના પડી હતી ...વિજયને કસમ આપીને ..” રજત બન્ને શાંત કરતા બોલ્યો
“ઓહ કોઈએ સમ આપ્યા અને તે માની લીધું. ?? ઓય હોયે ......” શ્વેતા એ અલગ જ અંદાજમાં કીધુ.
“ અરે તું સમની વાત કરે છે એને જોઇને ખબર નઈ આને શું થઇ ગયું ? સાવ થીજી ગયો હતો જાણે બરફ ...! “રજત
“ખબર નહિ શું થયું હતું મને ...”
“લવ એટ ફર્સ્ટ સાઈટ......ઓહ મારો ભાઈ ...કોઈનો થઇ ગયો ....ઓય હોય ....” શ્વેતા એ વિજયના ગાલ ખેંચ્યા .
“રહેવા દે એને આવી ફીલીન્ગ્સ ઘણી માટે આવી ગઈ છે હવે .મુક તું એને ..” રજતે વ્યંગ કર્યો
“અરે હા રાજિયા એ એ જ છોકરી છે ખરેખર ...” વિજયે એકદમ ઉછળતા કહ્યું
“અરે તો સાવ સિમ્પલ છોકરી હતી આ મોર્ડન બન્ને વચ્ચે કોઈ સામ્યતા નથી ..”
“ ઓયે સ્ટોપ..તમે કોની વાત કરો છો ? “બને ને બંદ કરાવતા કહ્યું
“ અરે ડોબી તને વાત તો કરી હતી લાઈબ્રેરીમાં આ ભાઈ કોઈની જોડે અથડાયા હતા પેલી એ અને થપ્પડ માર્યો હતો. ભૂલી ગઈ ..યાદ કર કોલેજ ડેઝમાં ...” રજતે એને ટપલી મારી
“ અરે હા ....યાદ આવ્યું ...તો આ પેલી એ જ હતી ..?”
“ના મને તો ના લાગ્યું ....”
“રાજિયા એ જ હતી ...” વિજયે ફરી કહ્યું
“ મુક ને એ હોય તો તું શું ઉખાડી લઈશ.” શ્વેતા અને રજતે એકબીજાને તાળી આપતા કહ્યું
“હા એ પણ છે ... ચલ જઈએ હવે ” વિજયે વાત ટૂંકાવી
“હા ચલ તું કહે તો એને તારા માટે શોધીયે કેમ શ્વેતા ..? “ રજત બોલ્યો.
“હા હા ચલ જવું છે પાછું બોલ ...મારી સૌતન માટે ...” શ્વેતા અને રજત ફરી હસ્યા
“ તું બહેન છે ઓકે તારી જગ્યા કોઈ ન લઇ શકે ઓકે ...મારી નાખીશ ...તને ..” વિજયે એનું ગળું પકડ્યું
“ આપણ બનેને જોઇને કોલેજમાં કોઈ એમ નથી કહેતું કે આપડે ભાઈ બેન છીએ ...” શ્વેતા જોર થી હસી
“હા એ તો છે ચલ જઈશું..મારી જાન ..” વિજય શ્વેતાના ગાળામાં હાથ નાખતા બોલ્યો.
“હા ચાલો , પણ તમે બન્ને એ કેટલી પીધી ...?” શ્વેતા બન્ને ધબ્બો મારતા બોલી.
“તો તે નથી પીધી એમ , બોલ તો ...નાલાયક ..??” વિજય ફરી શ્વેતાને પકડતા બોલ્યો.
“હા પછી અમને કે છે ..” રજતે પણ એનું ગળું પકડ્યું
“મારી નાખી મમી.. મુકો .. અરે એટલે જ તો પૂછ્યું... ઘરે ખબર પડી ગઈ તો ....?” શ્વેતા ડરતા બોલી.
“અરે મોમ્ ડેડ નથી મારા ઘરે , ચલ મારા ઘરે સુઈ જઈશું ..” રજતે કહ્યું
“ યસ ચલ ...” ત્રણેય ગાડી પર બેસીને ઉપડ્યા .
“ પેલી છોકરી રેડ ડ્રેસ વળી અને મારી છેડતી કરી એ જોન જ હતો ને ???? એટલે જ તેને માર્યો બરાબરને ???” ગાડી પર બેસતા શ્વેતા બોલી.
“ હા , એ નાલાયકે પહેલા તારી છેડતી કરી , પછી પાર્કિંગ અમે ગાડી બહાર કાઢવા ગયા ત્યારે એ નાલાયક પેલી રેડ ડ્રેસ વાળીને ગાડીમાં ઢસડી જઈને લઇ જતો હતો. પહેલા મને એમ હતું કે એ લોકો મજાક મસ્તી કરી રહ્યા છે , પણ પછી ખબર પડી કે એ રીતસર એ રેપ ની કોશિશ કરી રહ્યો હતો. “ વિજય ગાડી ચાલુ કરતા બોલ્યો.
“ હા આ નાલાયક ને એમ કે એ બન્ને એન્જોય કરી રહ્યા છે મેં આ ડોબાને કીધુ કે એ રેપ કરે છે” રજતે કહ્યું.
“ તો તમે લોકો એ એ બધું અલોક અને રીતિકા ને કીધું કેમ નહિ ? “ શ્વેતા બોલી
“ મારે તારું કેહવું નહતું અને એ યુવતીએ કસમ આપીને ના પાડી હતી. “ વિજય
“ હા પેલીએ કસમ આપી એટલે આ ભાઈ પીગળી ગયા. “ રજત હસ્યો જોર થી.
“ મારે કોઈ માથાકૂટ નહતી જોઈતી. કેમ કે ભાઈ આમેય આપણાથી નારાજ છે. આજે તો વધારે નારાજ હશે. મોડા છીએ ને . “ વિજય ઠંડા આવજે બોલ્યો.
“ ચિંતા ન કરો હું છુને “ શ્વેતા બન્નેને કહ્યું.
ત્રણેય જઈને રજતના ઘરે જઈને સુઈ ગયા.
આ બાજુ આ ત્રણેયના ગયા પછી અલોક પર રીતિકા ગુસ્સે થઇ. જોનને કહ્યું “રીતિકા મેં SP સરને ફોન કરી દીધો છે કે આ બન્ને જણે અમારી પાર્ટી બગાડી છે. “
“રીતુ મેં પહેલા જ ના પાડી હતી કે આમને આમંત્રણ ના આપ તું ન માની.”
“મને ખબર ન હતી કે તારા મિત્રો આટલા નીચ હશે.જોન પપ્પાને પણ કઈ દે ફોન કરીને.આજના કાંડ વિશે.”
“જોન તું કોઈને કઈ જ નહીં કહે ઓકે. તું ચલ બહાર અહીથી.” અલોક રીતિકાને પકડીને બહાર લઇ ગયો. જોન મરક મરક હસી રહ્યો હતો.
આ બાજુ SPને રાતે ફોન ગયો. SPસરે આખી વાત સંભાળીને ફોન મૂકી દીધો.એમણે DSP અજયને ફોન કરીને સવારે ઓફીસ આવવા માટે કહ્યું.
સવારે ઉઠ્યા ત્યારે અજયભાઈ ચિંતામાં હતા.
“શું થયું કેમ આજે ચિંતામાં છો ?” ભાભીએ ચા નાસ્તો આપતા કહ્યું.
“અરે SPસરનો ફોન હતો. ઓફીસ આવવા માટે કહ્યું છે. “
“આ તો સામાન્ય છે .”
“હા સામાન્ય છે, પણ મને ચિંતા થાય છે આવું તો કોઈ દિવસ થયું નથી ખબર નહિ કેમ આજે થાય છે. વીજુ આવી ગયા. ?’’
“ના એ રજતના ઘરે છે રાતે મોડા આવ્યા હતા તો એ બધા રજતના ઘરે જ સુઈ ગયા હતા. શ્વેતાનો ફોન હતો.
“એ લોકોને કોલેજ નથી જવાનું. ?”
“ના આજે કોઈ પ્રોગ્રામ છે કોલેજમાં. “
“સારું ચલ હું જાવ છું તું ધ્યાન રાખજે. “
“જાવ શાંતિ થી જાવ. ચિંતા કર્યા વગર “
અજયભાઈ જતા જતા અનેક વિચારો ચિંતા મગજમાં હતી. એને લઈને ઓફીસ પહોચ્યા સર ની કેબીનમાં.
“મેં આઈ કમીન સર ? “
“ હા આવો ..બેસો ..?”
“અજય ગાડી સળગાવવાના કેસ ની વિગતો તૈયાર થઇ ગઈ છે. “
“હા સર આજે તમને ફાઈનલ તમને આપવાની જ છે. “
એના પછી ઘણી ઘણી વાતો પર ચર્ચા થઇ. છેલ્લે સરે કહ્યું
“તમારો નાના ભાઈનું થોડું ધ્યાન રાખજો કયાંક એને તમારી ભૂતકાળની વાતો ખબર પડે અને ક્યાંક બદલો લેવાનો ઇરાદો ના રાખે “
“સર હું એને એ વાતાવરણથી બને તો દુર જ રાખું છું. કઈ ધ્યાનમાં આવ્યું છે તમને “
“હા મને કાલે ફોન હતો પણ હું એને સીરીયસલી નથી લેતો. તમને પણ ન લેતા JUST ટેક કેર”
“યસ સર ..”
અજયભાઈએ બહાર નીકળીને તપાસ કરી તો રાતે બનેલી તમામ વાતની ખબર પડી. એમણે હવે સાવ નક્કી કરી લીધું કે હવે ટીમને તોડીને જ રહેશે. એમણે શ્વેતાને બોલાવીને બહુ જ ઠપકો આપ્યો અને તાકીદ કરી કે કોઈને કહેવું નહિ.
આ બાજુ કોલેજનો સમય પૂરો થવા આવતો જતો હતો. જેમ જેમ દિવસો પુરા થવા આવતા હતા તેમ તેમ બધા અભ્યાસમાં વ્યસ્ત થતા જતા હતા. પરીક્ષા પહેલા એક વિચિત્ર વાત બની.
“ક્યાં જાય છે વીજુ ?” બહાર નીકળતા વિજયને ભાભી એ રોક્યો.
“ભાભી તને ખબર છે હું વાંચવા જાવ છું. શ્વેતુંના ઘરે ...”વિજય ભાભીને નાના બાળકની જેમ ભેટી પડ્યો.
“બેટા નથી જવાનું અહી બેસીને જ વાંચ ,,” ભાભીએ માથામાં વહાલ થી હાથ ફેરવતા કહ્યું
“કેમ ?”સાવ નાના છોકરાની જેમ પૂછ્યું
“અરે યાર તારી ફાઈનલ છે. તું અહી બેસીને જ વાંચ ઓકે ..”
“પણ ...”
“ભાભીએ કીધુને કે નથી જવાનું એટલે નથી જવાનું બસ ..” અજયભાઇ નાઈટ પૂરી કરી ફ્રેશ થઈને બહાર છાપું વાંચતા હતા.
“પણ ભાઈ ,,,,?????”
“કોઈ ચર્ચા ન કર તું જ અંદર જઈને વાંચવા બેસ મેં શ્વેતાને પણ ના પાંડી છે હમણા ચાર માંથી કોઈએ મળવાનું નથી. ક્યાય બહાર જવાનું નથી. તમારા ચારેય માટે ૧૪૪ લાગુ છે બસ ...ડાર્લિંગ લાગુ તારે કરવાની છે યાદ રાખજે. “ અજયભાઈ થોડા હસતા હસતા થોડા કડક અવાજમાં બોલી ગયા.
“ જા તું વાંચ આજે તારો પસંદગીનો નાસ્તો બનવાની છું ચલ તું થોડીવાર વાંચ જા ..”
“પણ ....”
“વિજય , જા તો અંદર જઈને વાંચ ..” કડક અવાજ ભારે થઇ ગયો.
અવાજની ભારેખમ તીવ્રતા અને એકદમ લાલઘૂમ ગુસ્સાવાળી આંખો જોઇને વિજય સમજી ગયો હવે બોલવા કોઈ સાર નથી. ભાભીએ અંદર જવા અને હું સંભાળી લઈશ એવો ઈશારો કર્યો અને જવા કહ્યું.ભાભીએ નાસ્તો બનાવીને અજયભાઈને રસોડામાં નાસ્તા માટે આવવા બૂમ પાડી.
“વાહ શું વાત છે આજે તો તમારા લાડકા ને ભાવતું બનાવ્યું છે ને વાહ ...!”
“તમે શું છોકરાઓ ને હેરાન કરો છો ???”
“ આ તમે કહો છો રાણીબા ...?? ખરેખર .....????”અજયભાઈ રસોડાના પ્લેટફોર્મ પર ચા નાસ્તો બનવતા લીનાભાભીની એક એકદમ નજીક આવી ગયા.પાછળથી બાહોમાં લેતા કહ્યું.
“DSPસાહેબ મારો દીકરો ઘરે છે અને હવે જુવાન થઇ ગયો છે સો પ્લીઝ...મુકો અને સ્થાન ગ્રહણ કરો.”હાથ છોડાવતા બોલ્યા
“ડાર્લિંગ આ હાથ એમ નાં છૂટે ....”
“એટલે તો પકડ્યો છે. પણ હવે નીચે બેસો તો હું નાસ્તો ચા આપુને ...” લીનાભાભી અજયભાઈ તરફ ફરતા બોલ્યા.
”સર હવે સારા નાથી લાગતા હવે તમારી રોમાન્સ ની ઉમર જતી રહી છે ખબર છેને...”લીનાભાભીએ અજયભાઈ ની આંખમાં આંખ નાખી દીધી એકદમ નવયુગલની જેમ.
“હજુ તો જુવાની શરુ થઇ છે ડાર્લિંગ....” બાહોમાં બહુ જ મજબુત જક્ડતા કહ્યું
“ઓહો એમ ....તમે અહી રોમાન્સ કરો ને મારા ભાઈને હેરાન કરો એમ કેમ ચાલે સર ...” છાતી પર માથું મુક્રતા બોલ્યા
“હું જે કરું છું એના માટે જ તો કરું છું તને ખબર છે ને .....”અજયભાઈ પ્રેમમાં ખોવાઈ જતા બોલ્યા
“હા ખબર છે પણ રસોડું કોઈ રોમાન્સની જગ્યા નથી યાર .....” ઝીનલ રસોડામાં આવતા બોલી.
“તું અહી....”અજયભાઈ ને ના ગમ્યું હોય એમ બોલ્યા.
“અરે તમે ....” ભાભી શરમાતા બોલ્યા...
“હા કેમ કોઈ બંદિશ છે મારા ઘરમાં આવવા પર ...રસોડામાં આવવા પર ...આ તમારા બન્નેનો પર્સનલ બેડરૂમ તો છે નહિ કે હું નોક કરીને આવું ... અને મારાથી શેની શરમ ? , ના તો હું તમારા બન્નેને થી નાની છું અને ના તો તમારા બંન્ને થી અજાણ છું. અને તમારી જાણકારી મુજબ હું તમારા બન્ને થી એક મહિનો મોટી છું ઓકે ...” બન્નેની એકદમ નજીક આવતા ઝીનલ બોલી. આજે ઘણા સમય પછી અજયભાઈએ એને સાડીમાં જોઈ હતી.
“હવે છોડો ...”ભાભીએ ધીમે થી ઈશારો કર્યો છતાં અજયભાઈએ પકડ ઢીલ્લી ના કરી.
“લીના એ નઈ છોડે બહુ જ શેતાન છે ....મારો જીજુ ....”
“સીધો જીજુ ....ફ્રેન્ડ માંથી વાહ ....”
“હાસતો તને યાદ છેને મેં પહેલા જ કીધું હતું આ મારી નાની બેન માનીને જ એની સાથે રહીશ.”લીનાભાભીની બાજુ માં આવતા બોલી
“ઝીનલ તારે એ કહેવાનું ન હોય ...ઓકે ..” લીનાભાભી એ ઝીનલના માથા માં હાથ ફેરવતા બોલ્યા.
“હા આમેય સાળી અડધી ઘરવાળી હોય છે .એક પર એક ફ્રી ...” અજયભાઈ હસ્યા જોરથી.
“શું કઈ પણ ? મારી બેન ને કઈ નઈ કહેવાનું ઓકે ...”
“હા હિન્દી ચીની ભાઈ ભાઈ ...વાહ.....!!!”
“હવે મુકો DSPસર ....”લીનાબેને કહ્યું
“તું હજુ આને dsp જ કે છે ....”
“હા ...તને ખબર છે ને આમને પહેલે થી ...”
“હા ખબર છે ...ઓહ સર મુકો એને ચા નાસ્તો લઈને બહાર આવવો ઓકે ...” ઝીનલે હાથ છોડાવતા કહ્યું.
“હા હો .....પણ એક કિસ કરું તું આંખ બંદ કરી લે ...”
“અજય નહિ , શું કરો છો ..? .”
“હા કરી લે આ લે બંદ કરી ...” ઝીનલે આંખ પર હાથ મુકતા કહ્યું
“ અજય નહિ ......” અજયભાઈએ હળવી કિસ કપાળ પર કરી...
”તમે બન્ને બહેનો બહાર બેસો હું લઇ આવું છું. “ અજયભાઈ બોલ્યા.
“થેન્ક્સ સર ...” બન્ને હસતા હસતા બહાર ગઈ.
અજયભાઈ પહેલા વિજયને નાસ્તો-ચા એના રૂમમાં આપ્યો. વિજયે હળવી સ્માઈલ કરી.અજયભાઈએ માથા પર હાથ ફેરવ્યો.
“ આ છેલ્લી પરીક્ષા છે તમારે હવે લાઈફ વિષે પણ વિચારવાનું છે તમે બધા થોડા એકલા રહેશો તો કઈક પોતાના માટે વિચારી શકશો એટલે આ વિચાર કર્યો છે. “
“ભાઈ મને ખબર છે તમે જે કઈ કહેશો મારા માટે જ છે...”
“બસ તો પછી મારી ઈચ્છા છે તીં ips આપે ...”
“ભાઈ હું પરીક્ષા પેલા કઈ જ વિચારવા માંગતો નથી.”
“એ સાવ સાચું છે ચલ ચા નાસ્તો કરી લે...હું બહાર જાવ છું ..ઝીનલ આવી છે ..”
“ઓહ સવાર સવારમાં ..જાવ હું કરી લઈશ નાસ્તો ભાઈ ...”
ઝીનલ અને લીનાભાભી બન્ને સોફા પર બેઠા.
“તું ઈમોશનલ ના થા યાર ... હું એટલે જ નથી આવતી ..” ઝીનલે આંખોમાં જોઇને કહ્યું
“ થઇ જ જવાય છે બસ ....”
“નહિ થવાનું યાર ...બસ ...” આંસુ લૂછતાં કહ્યું “ આને અંદર જ રહેવા દે એને તાકાત બનાવ ઓકે ...કેટલી વાર મેં કીધું છે તને ...”
“ હા ખબર છે એ જ કરું છું તે કીધું એમ જ રૂટીન કામ ચાલુ છે .”
“બસ ....એમ જ ...”
“લો ગર્લ્સ નાસ્તો ચા ...” સોફાની બાજુ માં ટેબલ અને ચા નાસ્તો પર ગોઠવતા કહ્યું. “ બીજું કઈ”
“ ના બસ હો ....’
“ હું બેસું ...”
“યસ ...સ્યોર ,,યુ કેન ....” ઝીનલે હસતા હસતા કહ્યું
“ થેન્ક્સ મને એમ કે તું હમણાં એમ કહીશ કે ઉભો રે હમણાં ...”
“ના હું આજે માત્ર મારી બેનને મળવા આવી છું ઓકે ..તારે જવાનું નથી ..”
“ના હું ૨૪ કલાક મુખ્યમંત્રી ની ડ્યુટી કરીને આવ્યો છું...સો ..”
“ઓહ મને એમ કે તું નઈ હોય ..”
“ઓહ સિક્રેટ મીટીગ ...એમ ...”
“ હા અમારા બન્નેની ના હોય ..! ” વચ્ચે લીનાભાભી બોલ્યા
“હા એ તારે ન પૂછવાનું ચુપચાપ ચા પીલે ..” ઝીનલ બોલી ત્રણેય હસી પડ્યા.
“તું ક્યારે જવાની છે એ કે ....તું એટલે જ આવી છો ને ...??”અજયભાઈ બોલ્યા
“ઝીનલ,, તું ,,,,??????” લીનાંભાભી થોડા ઉદાસ થઇ ગયા.
“હા જવાની છું પણ છેલ્લીવાર મેં કઈ દીધું છે કે હું રાજીનામું આપું છું..”વાત કાપતા કીધું
“ઓહ એમ ....પણ કેમ ?”લીનાભાભી આશ્ચર્યથી બોલ્યા
“તમે બન્ને હવે મુકો એ બધી વાત તમે લોકો તમારી એનીવર્સરી ઉજવવાના કઈ રીતે છો ? એ કહો ..હમણા જ આવશે ...”
“ હા હું વિચાર કરું છું પણ કોઈ વિચાર મગજમાં નથી આવતો ...તું કે ..?” અજયભાઈ એ કહ્યું
“ ના હો છોકરાઓની પરીક્ષા છે કોઈ શેતાની વિચાર નહિ ...?”લીનાભાભીએ ચિંતાતુર સ્વરે કહ્યું.
“ લો મમ્મી બોલ્યા ...” ઝીનલે કહ્યું
“ પરીક્ષા પછી ઉજવવાનો તો છે જ ...”અજયભાઈ એ મક્મતાથી કહ્યું
“ તો પછી ક્યાંક બહાર જઈશું ..”લીનાભાભી એ કહ્યું
“સાચી વાત છે ...પણ ઝીનલ તું રોકાઇશ ક્યાં સુધી .? ..એ કહે તો ...” અજયભાઈ
“હું રોકાવ કે નાં રોકાવ તમે લોકો તો મોજ માણશો ને ..” ઝીનલ બોલી.
“ના એમ ના મજા આવે તું પ્લાન બનાવીને જતી રે એ ના ચાલે ,,,,” અજયભાઈ બોલ્યા.
“અજય તમે બન્ને એન્જોય કરો એ જ મહત્વનું છે મારા માટે ...” ઝીનલ બોલી બન્ને સામે જોઇને
“ અને તમારું શું ????” લીનાભાભી એ કહ્યું
“ઓકે તો હું આવીશ ચોક્કસ...”
“તમે બન્નેને ઘણા સમયે રોમેન્ટિક મૂડમાં જોયા ...”
“તારા આ dsp ને ચડી હતી સવાર સવાર માં ...”લીનાબેન શરમાતા કહ્યું અને ઝીનલ જોર જોર થી હસવા લાગી.
“બસ એ ચુપ ....” અજયભાઈ એ ઝીનલ ને ચુપ કરાવી
“અજય તે લીના ને પહેલીવાર dsp છું એમ કઈ રીતે કીધું હતું .?”
“અરે મને આ ગમતી હતી , એના પપ્પા બહુ શિસ્તના આગ્રહી અને કડક હતા , આમ મને ઓળખે પણ આને પટાવવી હતી , એટલે કોઈક તો બહાનું જોઇને હું એનાં ઘરે આવતો જતો હતો..આમેંય મને ભરોસો હતો કે હું ક્લાસ ૧ ની પરીક્ષામાં પાસ થઈને dsp તો થઇ જ જઈશ,,, એટલે મેં પરીક્ષા પહેલા મળવાનું બહાનું ગોત્યું, પેંડા લઈને જવાનું ...”
“અને આં મેડમ ઈમ્પ્રેસ થઇ ગયા ...”
“ ના હું તો પહેલી થી ઈમ્પ્રેસ્ હતી જ ..” લીનાભાભી એ હસતા હસતા કહ્યું.
“ઓહ રિઅલી ...?????ક્યારથી ...?” ઝીનલે આશ્ચર્ય સાથે પૂછ્યું.
“લગભગ મેં એને પહેલી વાર કોલેજ સમયે જોયો ત્યાર થી જ અમે સાથે બસમાં આવજા કરતા હતા વધારે ઈમ્પ્રેસ થઇ હું નવરાત્રીમાં અમે ગામમાં ભેગા ગરબા રમ્યા ત્યાર થી અને મારી બહેનપણી ને કોઈકે છેડતી કરી અને એણે બચાવ કર્યો ત્યાર થી ... આખું ગામ હતું પણ કોઈ વચ્ચે ના પડ્યું અને આ વચ્ચે પડ્યો ..”
“હું વચ્ચે પડ્યો એ બરાબર પણ દાતરડું લઈને કોણ ઉભું થયું હતું ?”
“દાતરડું લઈને ખરેખર....??”
“હા જેવા આના પપ્પા હતા એવી જ આ હતી ગરમ તપેલી જેવી ખૂન ભરી માંગની રેખા જેવી “
“ મને થયું કે એટલા બધા વચ્ચે એક આ ઉભી છે તો હું કેમ ઉભો ન થાવ ...”
“એ હતા કોણ ???”
“આપડી વાર્તાના મુખ્ય ગુનેગાર જેનાથી બધું ચાલુ થયું એ ...”
“ઓહ એમ ..... તમને ખબર હતી ...?”
“અજયને નહતી ખબર કે મને પપ્પા એ કહેલું કે એ ખરાબ છે , પણ આવા નીચ હશે, એ નહતી ખબર”
“ઓહ સોરી મારે એ નથી યાદ કરવું ...”ઝીનલે કહ્યું
“સોરી .. મેં યાદ કર્યું ... પણ આ ટીપ્સ કોની પાસે થી લેતો ...”
“છેલ્લે જે ટીપ્સ લીધી એ બધી મારી પાસે લીધી હતી ...”ઝીનલે અજયભાઈને ટપલી મારતા કહ્યું
“એક વાત પૂછું અજય અને તું ખોટું ના લગાડે તો ..?”
“જો તને બધું ખબર જ હશે પણ તને છૂટ જ છે પૂછવાની ...”ઝીનલે કહ્યું
“તું પૂછ હું કઈ જ નઈ કહું પણ મારા વિચાર થી આપડે છત પર જતા રહીએ તો વધારે યોગ્ય છે જેથી વિજય વાંચે છે એ હેરાન થશે ...”
“ઓકે તમે બંને જાવ હું આ બધું મુકીને આવું છું ..”
“ના તમે બન્ને જાવ હું આવું ,,,” અજયભાઈ એ બન્ને ને ધક્કો મારતા કહ્યું.
“ઓહ પત્નીવ્રતા પતિ ...”ઝીનલે કહ્યું
“ના ર્રે ના આતો નાટક છે ,,.”
“હા નાટક જ છે આમેય સાચા પ્રેમીની ક્યાં કદર થઇ છે ...?”
“ હા પ્રેમી બંદ કરીને તમારા લાડકાને પાણી આપીને આવજો હો ...” લીનાભાભી ઉપર જતા બોલ્યા
“જો આજ્ઞા આલમપનાહ.... જો હુકમ...” અજયભાઈ એ કહ્યું
“જલ્દી ઉપર આઓ સેનાપતિ..” ઝીનલે હસતા કહ્યું
“અજય તમને ગમતા હતા તો પછી આટલી મદદ શું કામ કરી તમે ? તમે ઈચ્છતા તો મદદ કરવાની ના પડી શકતા હતા અથવા ખોટી ટીપ્સ આપી શકતા હતા. તો પછી શું કામ એવું ન કર્યું ?”
“તે એક સરસ વાત સંભાળી હશે. તમને ગમતું ફૂલ હોય તો તમે શું કરશો તોડશો કે ત્યાં જ રહેવા દેશો.? દેખીતી વાત છે કે એને ત્યાં જ રહેવા દઈશું. અને એની સુંદરતા ને નિહાળીશું. સાચી વાત ને ?”
“હા એતો છે જ . યાર ...”
“બસ તો એમ માની લે કે મેં એ ફૂલ ત્યાં જ રહેવા દીધું.”
“એટલું શોર્ટમાં નહિ.... “
“મેં પહેલી વાર આ વાત સંભાળી અજય જોડે કે તું એને ગમે છે તો હું ઘરે જઈને બહુ જ રડી હતી. પપ્પાને આ વાતની ખબર પડી તેમણે એક જ વાત કીધી હતી મિત્રતા એવી વસ્તુ છે કે તેના તોલે કોઈ પ્રેમ કોઈ બીજી લાગણી ના આવે અને તું મિત્રતા તો જ રાખજે કે તારા દિલ માં અજય માટે કોઈ પ્રેમની લાગણી ના હોય એટલે જ જયારે તું ગુમ થઇ અજય પથારીમાં હતો ત્યારે એ પ્રેમના અંકુર ફરી ફૂટવા લાગેલા ત્યારે પપ્પા એ મને કહ્યું હતું કે હું ખોટું કરું છું. એના પછી એમણે તમને શોધવામાં સારા કરવા માં મદદ કરી મને બહાર મોકલી આપી. મને બહુ જ બોલ્યા હતા એમેણે અજયને પણ આ વાત કહી હતી અને મારા થી દુર રહેવા કહ્યું હતું. પણ અજય તને તો ખબર જ છે.”
“હા એણે બધી વાત મને નથી કરી પણ એને એ વખતે પણ તમારી પર માન હતું આજે પણ છે. કોઈ નવી વ્યક્તિ નજરે જોનાર એવું જ માને કે તમારા બન્ને વચ્ચે અફેર છે એમ. “
“હા મને ખબર છે પણ અમારી વચ્ચે એ સ્ટેજ કોઈ દિવસ આવ્યું જ નથી હા મારા મનમાં છે એ વાત અલગ છે “
“હું નહતી મળી ત્યારે તને એમ ન થયું કે ન મળે તો વધારે સારું ?? હું તને વારંવાર પૂછું છું પણ ....??”
“ મને ખબર છે કે તને એક સ્ત્રી તરીકે શંકા હોય એ સવાભાવિક છે. હોવી જ જોઈએ અમેય તું એને પ્રેમ કરે છે શંકા હોય એ સ્વાભાવિક છે તારું દિલ એટલું મોટું છે કે તું મને અહી સહન કરી શકે છે તારી જગ્યાએ હું હોવ તો એક મીનટ ન ઉભી રહેવા દઉં.”
“ મને તમારી પર ભરોસો છે એ થી વધારે અજય ઉપર છે કે એ કોઈ દિવસ ખોટું નહિ કરે પણ જો ને એ એટલો પ્રેમ કરે છે હું એમને બાપ બનવાનું સુખ ન આપી શકી.” લીનાભાભી ની આંખો ભીની થઇ ગઈ
“તું ક્યાં માં નથી તું ચાર ની અમ્મી તો છે, એ લોકો સૌથી વધારે તારું તો માને છે , બીજા ક્યાય કોઈનું માને જ છે”
“એતો બધી મન ને માનવાની વાતો છે કે આમ ને તેમ પણ સાચી વાત તો એ જ છે કે હું અજય ને બાપ નું સુખ નથી આપી શકી. એના કરતા તો મને બચાવી જ ના હોત તો વધારે સારું થાત. ના એને પત્ની નું સુખ આપી શકી કે ના એમને બાપ બનવાનું.”લીનાભાભી રડવા લાગ્યા
“તને ના પાડી છેને હું એટલે જ નથીં આવતી તને આમ રડતા અજય જોશે તો મને બોલશે. તું મને બહેન માને છે ને તો બસ રડવાનું બંદ કર” એના આંસુ લૂછતાં કહ્યું
“પણ ....”
“બસ ના પાડી છે ને તને ....” અજયભાઈ પગથીયા ચડતા બોલ્યા
“એને હું એ જ તો સમજાવું છું કે ..”
“તું તો બોલતી જ નહિ તે જ યાદ દેવડાવ્યું જ હશે ...”
“તમારે એને કઈ જ નહિ કહેવાનું ઓકે ....મારી નાની બેન છે ...”
“વાહ હું તારો પક્ષ લવ છુ તું મને જ બોલે છે. વાહ ઘોર કલયુગ હળાહળ કળયુગ ...”
“બસ હવે ..”
“તું આમ જ હસતી રહે તું હસતી રહે ને તો અજય ના મોની ચમક કઈ અલગ જ હોય છે. એક વાત તો કહે તારે industrial સર્ટી આવી ગયું ?”
“ઓય શેનું સર્ટી ? શું ઇન્ડસ્ટ્રી ? શું ? તમે બંને એ કર્યું છે શું એતો કહો ..??”
“ઓયે એની સામે શું ડોળા કાઢે છે ? પૈસા મારા છે કઈ બોલતો નહિ , નહી તો હમણાં અહી જ દાટી દઈશ. “
“ અરે મારી માં ખાલી પૂછું છું મારે પૂછવાનું બી નઈ ????”
“ના મારી બેન ને કઈ પૂછવાનું નહિ અમે ગમે તે કરીએ ...”
“ હા પણ મારો હક તો છે ને જાણવાનો કે નહિ?”
“ ના કોઈ હક બક નથી ચલ કોફી કાઢ છાનો માનો ચલ ..”
“બસ યાર ...એમ ના કરો ... “ લીનાભાભી ડરતા ડરતા બોલ્યા.
“તું ડરે છે આના થી ...” ઝીનલે અજયભાઈ સામે ડોળા કાઢ્યા.
“મારા થી ઓલી સોસાઈટીની ભુરી પણ બીતી નથીં યાર ... લો કોફી પી લો મહારાણી ઓ કોફી ...અરે પણ ડોળા ના કાઢ... “ અજયભાઈ કપ આપતા બોલ્યા.
“તે આને ડોળા કાઢ્યા જ કેમ ?”
“બસ હવે મુકો ને ...કોફી પી લો .. “
“તું કે છે એટલે જવા દવ છું ..”
“ભૂલ થઇ ગઈ યાર તું મારી બહેનપણી છે કે આની ..” અજયભાઈએ કોફી ના કપ લેતા કહ્યું
“હું આની નાની બહેન છું ઓકે ...” ઝીનલે લીનાભાભી ના ખભા પર માથું મુકતા કહ્યું.
“હા ...પહેલા મારી બેન પછી તમે ....” લીનાભાભી એ ઝીનલ ના માથા પર હાથ ફેરવતા બોલ્યા.
“વાહ ચોર ચોર મોસેરે ભાઈ..વાહ ...”
“ચોર નઈ ઓકે પોલીસ ...” ઝીનલે ટપલી મારતા કહ્યું
“ તમે બન્ને શું પ્લાનિંગ કરો છો એતો કહો ...???”
“અમે ...”
“ચુપ ..તું કઈ બોલતી જ નઈ ..તને સમય આવે ખબર પડી જશે ઓકે ...” ઝીનલે લીનાભાભીના મો પર હાથ મુકતા કહ્યું
“પણ ...” અજયભાઈ ફરી કઈ બોલવા જતા હતા ઝીનલે વાત કાપી
“તને ખબર પડી જશે ...ઓકે ...”ઝીનલે જોર થી કહ્યું
“તો અહી બેસું કે જતો રહું એતો કહો ....મહારાણીઓ ...”
“સેનાપતિ બેસો પણ કોઈ પ્રશ્ન નહિ કરવાનો ઓકે ...” લીનાભાભી હસતા હસતા બોલ્યા
“વાહ આ જવાબ હોવો જોઈએ ...”ઝીનલે તાલી પાડતા કહ્યું
“તું આને તારા જેવી બનાવી દઈશ ...” અજયભાઈ બોલ્યા.
“હા ચોક્સ્સ બનાવી દઈશ પણ બહુ નઈ કેમ કે તને ઓરીજીનલ લીના નઈ મળે ને પાછી , હું નથી ઈચ્છતી કે તું તારી ઓરીજીનલ લીના જેનો તું કાયલ છે એ ખોવાઈ જાય હું બસ થોડી સુધારીશ બસ બહુ નઈ “ ઝીનલ બોલી
“વાહ થેન્ક્સ ..... મારી ફ્રેન્ડ ...મોડીફાઈ ની છૂટ છે પણ ઓરીજીનલ જ રહેવી જોઈએ મારી ઓકે”
“હા તને તારી પ્રોડક્ટ ઓરીજીનલ જ મળશે.... આઈ પ્રોમિસ ડીઅર “ બંને ભેટી પડ્યા ..
“હું પ્રોડક્ટ ,,,,” લીનાભાભી બંનેના કાન પકડતા બોલ્યા
“સોરી ...” ત્રણેય હસી પડ્યા
“ તમે બન્ને વાતો કરો અને હા તારું લાઇસન્સ આવી જશે આવતા મહીને ઓકે અને હા મને બધી જ ખબર જ છે અને હા તારી આ બેન ને મને નથી કહ્યું ઓકે મને ખબર જ છે તમે બન્ને મારી પાછળ શું કરો છો ઓકે ....” અજયભાઈ બોલ્યા. ઝીનલ અને લીના બંને એકબીજા સામે જોઈ જ રહ્યા ...
“ આમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી મહારાણીઓ કેમ કે તમારા કંપની હેડ મારા છે ... ઓકે “
“ મીન્સ પપ્પાએ તમને ...” ઝીનલે બોલવા જતી હતી ત્યાં ફરી અજયભાઈએ વાત કાપી
“ ના ..મેં એમને પકડી લીધા હતા ઓકે ...મેડમો સીટી મારું એરિયા મારો મને ખબર ના પડે ...હવે તમે બન્ને એન્જોય કરો હું નીચે જમવાનું બનાવી લાવું છું તમે એન્જોય કરો ..” અજય ભાઈ એ ચાલતી પકડી
“અજય તમે રસોડાની પથારી ફેરવશો ...હું આવું છું ...” લીનાબેન ઉભા થતા હતા ત્યાં ઝીનલે પકડીને નીચે બેસાડી દીધા
“ બેસ હવે જવા દે હવે એને .. તેલ પીવા ગયું તારું રસોડું ઓકે બેસ છાની માની ... અજય આપણા ત્રણેય ની ફેવરીટ અને તને એક જ જે આવડે છે એ જ બનાવજે ....”
“ ઓકે મેડમ .....સ્યોર ...” અજયભાઈ બધું લઈને નીચે ગયા ..
“ બોલ હવે તું રેડી છે ને ....” ઝીનલે લીના સામે જોઇને બોલી
“હા પણ બીક લાગે છે હમણા સુધી બરાબર હતું કે અંકલ બહારનું કરી લેતા હતા મારે ખાલી ટીમ જ હેન્ડલ કરવાની હતી પણ તમે અને અંકલ એમ કો છો કે હવે મોટા પાયે ...હું કઈ રીતે કરીશ?”
“પાપા ની ઉમર થઇ યાર , આતો એ હેલ્થી છે હવે નથી થતું એનાથી ..હવે પ્રોફિટ વધી ગયું છે ઓર્ડર પણ વધી ગયા છે હવે મોટા પાયે કામ કરવાનો સમય આવી ગયો છે ...”
“હા પણ તમે જોબ છોડી દો અને તમે હેડ થઇ જાવ સ્ટાફ હું હેન્ડલ કરી લઈશ, બહાર નું અને અંદર નું બધું હું નઈ કરી શકું ...”
“તું કોમર્સ વાળી છે યાર તે ડીપ્લોમાં મેનેજમેન્ટ કર્યું છે શું કામ ?? કેવી ગાંડા જેવી વાત કરે છે યાર ..તારે કરવાનું જ છે તારે જ કરવાનું છે હા હું છું તારી જોડે હમેશા પણ આ વખતે છેલા મિશનમાં મારે જવું પડશે કેમ કે પાપા ના ફ્રેન્ડ છે મિશનમાં જેમણે મને ઈન્ટેલીજન્સમાં રાખવી હતી હું એને ના નથી પાડી શકતી એટલે હા તને શરૂઆત કરવાની જઈશ બાકી આપડે ફોન થી કોન્ટેકમાં રહીશું તું ચિંતા ન કર અહી પાપા છે ...”
“પણ હું પેલો સામે આવશે તો હું નહિ કઈ કરી શકું હું ...”
“ ચુપ તું સ્ટ્રોંગ જ છો એ તારું કઈ જ નહિ ઉખાડી શકે “
“પણ મને બીક લાગે છે હજુ ...”
“કોઈ થી બીવાની જરૂર નથી ઓકે ...”
“પણ ...” લીનાભાભી રડવા જેવા થઇ ગયા
“ તારે રડવાનું નથી કે નથી નબળું પડવાનું હું છું અજુ છે અને પપ્પા છે અમે બધા છીએ હવે તારે લડાઈ લડવાની જ છે એને બરબાદ કરવાનો સમય આવી ગયો છે હવે એના નામ ને પેલા પાણીમાં નાખવાનું જ તારે જ કરાવનું છે ઓકે તું આમ નબળી પડીશ તો કેમ ચાલશે ? તારી સાથે થયેલા એકે એક વાત નો બદલો લેવાનો સમય આવી ગયો છે. ઓકે તારે એવી રીતે લેવાનો છે કે એની સાત પેઢી યાદ રાખે એ વિચારે ત્યારે એને થવું જોઈએ કે મારે આવું નહતું કરવું જોઈતું.. બસ તું ગમેતે થાય તું હિમંત ના હરતી મજબુત થઇ ને સામનો કર ..”
“હું નથી કરવા માંગતી એવું નથી પણ બીક મનમાં થી જતી જ નથી બસ ..”
“તું રડવાનું બંધ કર મજબુત થા ઓકે ....” લીનાભાભી ભેટીને રડી પડ્યા એની નજર માં આખી વાત ફરી ફિલ્મ ની જેમ ફરી વળી ઝીનલ પણ આંસુ ના રોકી શકી.
“બસ હવે રડવાનું બંદ કર તારે આ આંસુ ને તાકાત બનવાની છે બસ .. બીજો કોઈ બદલો લે કે ના લે ઈશ્વર એને એના કર્મો નો હિસાબ લે ના લે તારે લેવાનો છે બસ સામનો કર બહુ સહન કરી લીધું હવે સીધી મેદાનમાં આવ ...” ઝીનલે લીનાની આંખો લુછી.
“પણ મને નથી લાગતું કે હું કંઇક કરી શકીશ ....???”
“તને ના પાડી છે ને કે તું કઈ વિચારવાનું કે ખોટા વિચાર કરવાનું બંદ કર ..”
“બસ હવે તને કીધું ને કે બંદ કર તારી આ બોગસ ફિલોસોફી..... કોઈ વિચાર ન આવે એવું કઈ બને ખરું ? કહેવામાં કરવામાં ફેર છે. એ શક્ય જ નથી કેમ કે એ બહુ જ શક્તિ શાળી વ્યક્તિ છે. હું કઈ રીતે એકલી એનો સામનો કરીશ ? હું એકલી આટલી હાઈ સોસાઈટી નો સામનો કઈ રીતે કરીશ ?મારે નથી કરવું એ હું નઈ કરી શકું હું ઘરમાં જ બરાબર છુ.”
“બોલી લીધું તે, તારે શું આમ જ રહેવાનું છે ? તારે આમ જ ડરીડરી ને જ રહેવાનું છે ? મેં અજય જે કુરબાની આપી એનું કઈ જ મહત્વ જ નહિ ? અમે આટલા વરસ શું કર્યું ?? વિજયને અત્યારે ખબર નથી છતાયે એણે બદલો લેવા માટે ટ્રાન્સપોર્ટને નિશાન બનાવ્યું કારણ શું હતું ખાલી એટલું જ કે એ માણસે તારો પીછો કર્યો હતો હવે તું વિચાર કે ખાલી એટલી જ વાત માં આટલું કર્યું તો પૂરી વાત ખબર પડશે તો શું કરશે? તારે શું આ બધાને જેલ માં જોવા છે ?? તારે વિજયના પાપાને આપેલું વચન ભુલી જવું છે? ચલ એ બધું તો ઠીક છે પણ તારા સાથે થયેલું ભૂલી જવું છે ?? તારા શરીર સાથે થયેલું તારા આત્મા ના કણ કણ સાથે થયેલો અત્યાચાર ભૂલી જવો છે ? જરા ઉભી રહી ને એ મોમેન્ટ વિચાર તારી સાથે જે થયું છે એ તું કઈ રીતે ભૂલી શકે છે ? કઈક તો વિચાર ...? તું આમ અબલાની જેમ તું શાંતિથી ઘરની ચાર દીવાલો માં તારી જિંદગી પૂરી કરી દઈશ પણ જરા અજયનું વિચાર તને એ પ્રેમ કરે છે તારા સારું થઈને એણે ડીમોસન સહન કર્યું જેના માટે એણે રાતદિવસ ખર્ચી નાખી હતી, એ નોકરી એણે તારા અને તારા પ્રેમ માટે કુરબાન કરી દીધી પળપળનો કડવો ઘૂંટ એ સહન કરે છે એ તને ખબર છે ? બાપ ન બનવાનું દુખ પરિવાર ગુમાવાનું દુખ કાયમના માટે વતન થી જેમાં એને વાલ્સોહ્યું બાળપણ વિતાવ્વ્યું હતું એ ગલીઓ થી દુર થવાનું દુખ એના મિત્રો સગા સ્નેહી બધાથી અજનબી બનવાનું દુખ તું કલ્પના કરી સકે છે આટઆટલું મનમાં ભર્યા પછી પણ હસતા મોઢે રેહવાનું બીજાને ખબર ન પડે તેમ તારું અને અને એક માત્ર બચેલી ફેમેલીનું ધ્યાન રાખવાનું કેટલું કપરું કામ છે. તેમ છતાં પોલીસની અત્યંત મહ્ત્વની જવાબદારી નિભાવાની. શું એ માણસ એની સામે નહિ આવતો હોય? એને માણસો એને હેરાન ન કરતા હોય જયારે એના ટોણા વચ્ચ્ચે શાંતિ થી એને જવાબ આપવો મગજ ઠંડો રાખીને કામ કરવું તું કલ્પના તો કર શું થતી હશે એ માણસની હાલત ?? કઈ રીતે જીવતો હશે એ ? તું એને પ્રેમ કરે છેને .તો મેડમ પ્રેમ એ નથી કે હાથમાં હાથ લઈને રોમાંસ કરવો પ્રેમ એ છે કે એની સાથે ઉભા રહીને એની તકલીફ દુર કરવી. વગર બોલ્યે વગર કીધે એના દિલમાં જે ચાલતું હોય એ સમજી જવું. તું આ લડાઈ માં એના પડખે હવે નહિ ઉભી રેહ તો ક્યારે રઈશ. તું આમ જ ચુપચાપ ગુમનામ જિંદગી જીવી લઈશ ? તું જરાક પણ અજયને પ્રેમ કરતી હોવ ને તો તારે એને સાથ આ લડાઈમાં આપવો જ પડે. બાકી તારી ઈચ્છા. “ ઝીનલ એકી સ્વરે બોલી ગઈ.
“ હું જાણું છું કે કદાચ તમે મારા કરતા પણ વધારે સાથ અજયને આપ્યો છે .હું એટલો સાથ તો કોઈ દિવસ નથી આપી શકવાની. પણ હું શું કરું હું માનસિક રીતે હિમત જ નથી આપી સકતી મારી જાત ને ..નથી એને કઈ સમજાવી સકતી. હું શું કરું ?”
“ તો મજબુત કર તારા આ મન ને ક્યાં સુધી તું અજયની પાછળ સંતતિ રઈશ ? ક્યાં સુધી મારો અને અજયનો સહારો લેતી રઈશ ? જરાક તો સમજ હિમત રાખ.”
થોડો સમય બન્ને વચ્ચે મૌન છવાઈ ગયો. લીનાભાભી ચુપચાપ ઝીનલ ને જોતા રહ્યા , ઝીનલ આવી ને એને ગળે વળગીને રડી પડી બન્ને ક્યાય સુધી રડતા રહ્યા.
“ મારો ઈરાદો ન તો તને દુખી કરવાનો છે ન તો તને રડવાનો છે પણ તુ આમાંથી બહાર નિકળ”
“ હું પ્રયતન કરીશ. “ લીનાભાભી બોલ્યા ઉદાસ સ્વરે.
“બેસ ..જો સંભાળ મારી વાત , તારી સામે આખી લાઈફ પડી છે વિજય મોટો થઇ ગયો છે એના કદાચ લગ્ન થઇ જશે. અજયને કદાચ કઈ થઇ જાય એ નઈ હોય તો શું તું આમ જ અબલા બની ને ફરતી રઈશ ? હું છું તારી જોડે પણ ૨૪ કલાક તો નહિ હોવ ને વિચાર અમલ કર.”
“ ઓકે હું પ્રયત્ન કરીશ. બસ “ લીનાભાભીએ લીઝાના હાથમાં હાથ મુકતા કહ્યું
“ ઓકે ..પ્રયત્ન નહિ પૂરો પૂરો સંઘર્ષ ...ઓકે .. તું એમ ન વિચાર કે તને સાથ કોણ આપશે ? હું છુ તારી જોડે હમેશા માટે .મને ખબર છે કે આ બધું અઘરું છે. પણ અશકય તો નથી જ. “ લીઝા લીનાભાભી સામે જોઈ જ રહી એની આંખોમાં.
“પેપર કામ લગભગ પૂરું થવા આવ્યું છે બસ ખાલી એક જગ્યાની તકલીફ છે. એ પૂરી નથી થઇ. આ પેપર છે તું તારી ટીમ સાથે ચર્ચા કરી લે. એગ્રીમેન્ટ સહી કરી લે અને કરાવી લે પ્રપોજલમાં કોઈપણ વાંધો હોય તો મને કાલે જ કેજે ભૂલ્યા વગર ના સમજ પડે તો મને ફોન કરી લેજે હું આવી જઈશ. “ લીઝા ફરી બોલી.
“ ચાલો મહારાણીઓ જમવાનું થઇ ગયું છે પધારો નીચે તમારી અંગત ચર્ચા પૂરી થઇ ગઈ હોય તો. અને હા લીના આણે ભલે તને લડવાનું કીધુ છે પણ તારી ઈચ્છા ન હોય જરાપણ બીક્ હોય તો કઈ વાંધો નહિ આપણે કઈ જ નઈ કરીએ. “ અજયભાઈ લીના ભ્ભી સામે જોઇને બોલ્યા.
“અજય હું આને હિમત આપું છું અને તું આને તોડે છે વાહ દોસ્ત વાહ “ લીઝા થોડી ગુસ્સે થતા બોલી.
“”વાત લડવાની નથી વાત છે એ તાકાત જે અંદર થીં આવે છે. બસ “
“ તું એમ કે છે .....”” ઝીનલ આશ્ચર્યથી જોઈ રહી ગુસ્સામાં અજય સામે.
“ તમે જે કહો એ બસ હવે હું આવી તો નહિ જ રહું કે મને કોઈ પણ આવી ને મારો તમાશો કરી જાય. “ લીનાભાભી મક્કમતાથી કહ્યું.
“ બસ એ જ સાંભળવું હતુ મારે. “ ઝીનલ વળગી પડી,
“ બસ ઓય નાટક બંધ તમારા બનેનું ચાલો જમવા. મને ભૂખ લાગે છે “
“ ઓકે .,.,,,”
બધા નીચે ગયા. શાંતિ થી નીચે ગયા જમવા. એ દીવસે વિજયને એટલી તો ખબર પડી કે કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે પણ શું એને ખબર ન પડી.થોડા દિવસ ઝીનલ ઘરે જ રોકાઈ. તમામ ફોર્માલીટી પૂરી કરી. આ બધું બધાને અંધારામાં રાખીને થઇ રહ્યું હતું.
આ બાજુ ફાઈનલ આવવાની તૈયારીમાં હતી બધા તૈયારીમાં ફાઈલ તૈયાર કરવામાં કોલેજની ફોર્માલીટી માં વ્યસ્ત હતા. કોઈને કઈ જ ખબર જ ન હતી. કંપનીને રજીસ્ટર કરવા થી લઇ ને ઓફીસ બધું જ તૈયાર થઈ ગયું , ચાલુ પણ થઇ ગઈ. આ બાજુ વરસો જૂની “વર્ષા ટ્રેડીંગ” માં સન્નાટો હતો.
“કોણ છે આ અજય ટ્રેડીંગ ? કોણ છે એના માલિક બધા કોન્ટ્રેક એને ક્યાંથી ? કોન્ટ્રેક તો ઠીક પણ માલની તમામ ખરીદી પણ એને .વાહ તમે લોકો શું કરો છો? “ એક આલીશાન ઓફીસમાં એ સી માં પણ બધા કર્મચારીઓને પરસેવો વળતો હતો માલિકના ગુસ્સાથી.
“પણ સર ખેતીવાડી માં આપણા સિવાય કોઈ ખરીદી કરતુ જ નથી. આ કોઈ નવું જ છે મને પણ ખબર નથી. “
“ તો તપાસ કર .....” ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો.
“સર કાલે industrial મિટિંગમાં એ આવાના છે. “
“ તો તો હું જાતે જ આવીશ ચાલુ કાર્યના એક જ મહિનામાં આટલા ઝટકા વાહ...”
બીજા દિવસે મિટિંગ માં સન્નાટો હતો. બોર્ડમાં બધા એ લીનાનું સન્માન કર્યું. સજ્જન પોતે એનું આ રૂપ જોઇને ઓળખી જ ન શક્યો. એ વિચારતો જ રહી ગયો. લીના એને જોઇને સાવ ડરી ગઈ હતી પણ એને કાબુ રાખ્યા વગર કોઈ બીજો વિકલ્પ હતો જ નહિ. એ દિવસે જોડે શ્વેતાના મોમ જોડે હતા. કેટલાય સમય સુધી સજ્જને ખબર જ ન પડી કે એના કામની પથારી કોણ ફેરવે છે. એક પછી એક સોપાન સર કરતા જતા હતા.
પરીક્ષા પૂરી થતા સુધી તમામ મિત્રો લગભગ અલગ જેવા જ થઇ ગયા હતા. કોઈ કોઈને બોલતું નહિ કોઈ કોઈને મળતું ન હતુ. શ્વેતા એની ફ્રેન્ડસ સાથે બેઠી હતી વિજય એની વચ્ચે પહોચી ગયો.
“શ્વેતા મારે કામ છે તું મલીશ. ? લખાવું પડશે કે એમ ને એમ મલીશ ? “ થોડા ગુસ્સામાં કહ્યું.
“ તું કાકા ની દુકાને રાહ જો હું આવું છું તું જા ઓકે “ કેટલાય દિવસ પછી કાકાની દુકાને ગયા હતો.શ્વેતાએ એટલી જ શાંતિથી કહ્યું.
“ શું વાત છે વીજુ કેટલા દિવસ પછી દેખાયા છો ??” ચાવાળા કાકા આવકારો આપતા બોલ્યા.
“ હા કાકા પરીક્ષા હતી, હમણા જ પૂરી થઇ. “ વિજય બેસતા બોલ્યો.
“ ચા લાવું કે કોઈ આવે છે..? “ કાકાએ વિવેક કર્યો..
“ હા શ્વેતું આવે છે...” વિજય ઉદાસ થઈને બોલ્યો.
“ લો આવી ગઈ દીકરા ચા આપું ????” કાકા રોડ પર શ્વેતાને આવતા જોઇને બોલ્યા.
“હા કાકા ચા , તમારા નવા થેપલા મેં તો ટ્રાય કર્યા હતા આને ટ્રાય કરાવીશ. “ શ્વેતા સંભાળતા જ બોલી.
“ તું આવે છે અહી ?” વિજય આશ્ચર્ય સાથે બોલી.
“હાસ્તો તું ભણેશરી થયો છે હું નહિ. “ શ્વેતા બેસતા બોલી.
“હા સાચી વાત છે , મારું ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું છે ભાઈ એ યાર “ વિજય બોલ્યો.
“ ખબર છે મને, તારે લીધે મારી પણ વાટ લાગી ગઈ નાલાયક ...” શ્વેતા બોલી.
“ મેં શું કર્યું ????” વિજય આશ્ચર્ય સાથે બોલ્યો.
“ તે જ કર્યું છે, જે કર્યું છે એ ..” શ્વેતા વિજય ને મારતા બોલી.
“કેમ શું ?? કઈક ચોખવટ કર. “ શ્વેતા ની બાજુ માં સાવ બેઠો.
“ આપણે ઓલી પાર્ટીમાં ગયા હતા યાદ છે , ત્યાં તારે માથાકૂટ થઇ હતી યાદ છે કઈ ??” શ્વેતા યાદ કરાવતા બોલી.
“ હા પણ એ તો પૂરું થઇ ગયુ હતું ને , મેં માફી બી માંગી લીધી હતી ને ??” વિજય વિસ્મય સાથે બોલ્યો.
“ હા અલોકની gf એ પોલીસમાં વાત કઈ દીધી હતી અજયભાઈ ને બહુ જ સંભાળવું પડ્યું હતું. આપણ બધાને મળવાની કલીયર ના છે. “
“ એમાં આપણો ક્યાં વાંક છે. ? “ વિજય થોડો ચિંતામાં આવ્યો.
“ નથી. પણ એમાં આવ્યો છે આપણો જ વાંક. ઓકે “ શ્વેતા સાવ શાંતિથી બોલી.
“ આ તો ખોટું છે હું ...” વિજય ગુસ્સે થયો.
“ તું બેસ શાંતિ થી વાત વાત માં તલવાર કાઢવા ન માંડ ..તારા થી મારાથી થયું કઈ જ નહિ એક તો ...બેસ ,,,” શ્વેતાએ શાંત પાડતા કહ્યું.
“ પણ આમ થોડું ચાલે ??” વિજય હજુ ગુસ્સે હતો.
“એ જે હોય એ પણ હવે બહુ જ મોડું થયું છે હવે આપણે કોઈ કાળે પહેલાની જેમ નહિ મળી શકીએ. “ શ્વેતા શાંત પડતા બોલી.
“ રજત ક્યાં છે ??” વિજયએ પૂછ્યું.
“ એ ને મેં કીધું હતું પણ લાગતું નથી કે એ આવે ...” શ્વેતા થોડી નિરાશ થઈને બોલી.
“ ઓયે હું કોઈના થી ડરતો નથી ઓકે ...”રજતે બનેને પાછળ ધબ્બા મારતા કહ્યું.
“ હાય યાર ...” ત્રણેય ભેટી પડ્યા.
“ હું એકલો શું કરું છું ????” અલોક પણ આવ્યો.
ચારેય ભેટી પડ્યા.
“ લો હવે મારા થેપલા અને સમોસા ખાવ લો ...” કાકા એ નાસ્તો આપતા કહ્યું.
“ વાહ કાકા લાવો ....” અલોક બોલ્યો.
“કેટલા સમય પછી અહી રોનક આવી છે....”
“ હા કાકા ...” શ્વેતા અને બધા હસી પડ્યા.
બધા એકબીજાને ખાતા ખવડાવતા બહુ જ આનદ કર્યો.
“ કેટલા સમય પછી આટલો સરસ સમય મળ્યો છે નહિ ..??”રજતે કહ્યું.
“હા રજત , પરીક્ષામાં એટલા ખોવાઈ ગયા કે એક બીજાને ભૂલી ગયા. “ આલોકે કહ્યું.
“ હવે કદાચ આ છેલ્લી વાર મુલાકાત હશે નહિ. ??” શ્વેતા બોલી
“ કેમ હજુ ક્યાં સમય થયો છે એટલો બધો ...?” વિજય બોલ્યો.
“ હા અમારે તો જવાબદારી છે વિજય તારે કદાચ નથી. “ આલોકે કહ્યું
“ કેમ મારે નથી એટલે ??” વિજય આશ્ચર્ય સાથે જોઈ રહ્યો.
“હા તારે મમી પાપા નથી ને તારે ભાઈ ભાભી છે એ તને કઈ જ ન કે અમને મમી પાપા રોજ સંભળાવે હવે તો ભાભી એ કંપની ચાલુ કરી એટલે તારે તો ખાલી બેસી જ જવાનું ને એમાં ..” આલોકે ફરી કટાક્ષ માં કહ્યું
“ આલોક આપણે કેરિયરની ચર્ચા કરવા ભેગા નથી થયા. એટલે હમણાં બંધ થા યાર .” રજતે ચુપ કરાવતા કહ્યું.
“ હા અલોક કેરિયર ની આજે કોઈ વાત નથી કરવાની ...” શ્વેતા એ કહ્યું.
“ ઓકે સોરી ....”
આડી અવળી કોલેજની ઘણી જ વાતો થઇ. અલોક રજત નીકળી ગયા.
“ ચલ હવે જવું નથી વીજુ... ?” શ્વેતાએ કહ્યું. “ શું વિચારે છે તું ? “ વીજુ “”
“ હા સોરી ... બોલ ..” વિજય બોલ્યો.
“ ધ્યાન ક્યાં છે તારું? ક્યાર ની બોલવું છું તને ?” શ્વેતા જગડતા બોલી.
“ ભાભી એ કંપની ચાલુ કરી છે ?” વિજયએ બહુ જ નિરાશા સાથે,
“ હા એ તો સાચી વાત છે મેં સાંભળ્યું છે ..” શ્વેતા બોલી.
‘તે મને બી ન કહ્યું ...” વિજયનો અવાજમાં ઉદાસીનતા હતી.
“ મને પણ ખબર ન હતી , પછી ખબર પડી અને આપણી પરીક્ષામાં મળવાનું થયું નહિ તો કઈ રીતે તને કવ ?? મને એમ કે તને તો ખબર જ હશે ને ?” શ્વેતા બોલી.
“ મને એક ફોન તો કરી શકતી હતી ને મને કઈ તો શકતી હતીં ને “ વિજય સાવ ઉદાસ થઈને બોલ્યો.
“ ડીયર પરીક્ષા હતી તને ખબર તો છે ને ...? “ શ્વેતા વિજયને સમજાવતા બોલી.
“ યાર પહેલી વાર મને એકલા હોવાનું ફિલ થાય છે ...” વિજય બહુ જ ઉદાસ થયો.
“ તું એમ ફિલ ન કર હું છું ને પણ મને ક્લીયર ખબર નહતી અને બધું એટલું ઝડપથી થયું કે અને બીજું કે પરીક્ષા ના લીધે કઈ વિચારવાનો સમય જ ના મળ્યો..” શ્વેતા સમજાવતા બોલી.
“ શ્વેતા રીયલી ....??” વિજય રડવા જેવો થઇ ગયો.
“ જો તું એક વાત સમજ કે જીવન માં એક સમય તો એવો આવે જ છે કે આપણે એકલા થવું જ પડે છે એ કડવી હકીકત છે . આપડે જે દુનિયા જોઈ એ કાચની હતી. “ શ્વેતા સમજાવતા બોલી.
“ મારા ભાઈ કરતા વધારે હતા એ પણ કાચ નીકળ્યા ??” વિજયની આંખમાં આંસુ હતા.
“ એવું નથી પણ એમના પર પણ જવાબદારી છે . તારી પર છે મારી પર છે બધા પર છે . એમાં આમ આવું અનુંભવવાની જરૂર નથી. “ શ્વેતાએ એના આંસુ લૂછતાં કહ્યું.
“ પણ ...” વિજય રડી પડ્યો.
“ બસ હવે રડ નહિ તું ગમે તે બદલાય હું નહિ બદલાઉં બસ ...” શ્વેતાએ વિજયને શાંત્વના આપી.
બન્ને ભેટી પડ્યા. વિજય શ્વેતાને પકડીને રડી પડ્યો.
“ અમુક સત્ય સહન જ કરાવનું છે કે લાઈફ માં આપણે એકલા જ છીએ એકલા જ લડવાનું છે. ચાલ હવે ...” શ્વેતાએ વિજયને શાંત કરાવ્યો.
“ હા ...” વિજય રડવાનું બંદ કરતા બોલ્યો.
“બેટા તમે દુનિયા નથી જોઈ દુનિયા તો તમારે હવે જોવાની છે. એક વાત યાદ રાખજો કે એક રહેજો ભલે જોડે ન રહો પણ સાથે હમેશા રહેજો. હા કાકાની ચા પીવા જરૂર આવજો.:” ચા વાળા કાકા પોતે ઉદાસ થયા.
“કાકા અમે ગમે ત્યાં જઈશું પણ તમારી ચા પીવા જરૂર આવીશું કેમ શ્વેતું...” વિજય બોલ્યો.
“ હા કાકા એ વળી કઈ કહેવાની વાત હોય ? “ શ્વેતા એ વાતમાં સુર મીલાવતા કહ્યું.
“ તો એક ચા થઇ જાય ...મારા તરફ થી .” કાકાએ ચાનો કપ આપતા કહ્યું બનેને.
“ હા કાકા ...” બન્ને લગભગ એક સાથે બોલ્યા.
બન્ને ચા પીને ઘર સુધી જોડે જઈને છુટા પડ્યા. વિજય આખી રાત એક જ વાત વિચારતો રહી ગયો જે મિત્રો સાથે ૨૦ વરસ જોડે રહ્યા આમ આટલા બદલાઈ જશે એની ખબર ન હતી.
હવે વિજયની સવાર બદલાઈ ગઈ હતી. પહેલા ભાભી રોજ ઉઠાડતા હતા. હવે કોઈ ઉઠાડનાર ન હતું. ભાભી રોજ કામસર નીકળી જતા પરીક્ષા દરમ્યાન વિજય ને એ વાત અનુભવી ન હતી પણ હવે ભાભી ની ખોટ અનુભવાતી હતી.સવારે ઉઠે ત્યારે કોઈ જ ન હોય. આજે ટેબલ પર ઉદાસ બેઠો હતો. એટલામાં શ્વેતા આવી.
“ શું ડાર્લિંગ એકલો ઉદાસ બેઠો છે ? ચા પીધી કે નહિ ? “શ્વેતા એ ઉત્સાહ થી પૂછ્યું
“ ના ભાભી વગર મઝા નથી આવતી. હું એમની જોડે બેસી ને જ પીવું છું ખબર છેને.” વિજયે ઠંડો જવાબ આપ્યો.
“ હા ખબર છે , પણ હવે ભાભી રોજ તો જોડે ન હોય ને યાર .” શ્વેતા એ સમજવતા કહ્યું.
“ પણ યાર ....આમ થોડી ચાલે ...” વિજય નાના છોકરાની જેમ બોલ્યો.
“ કેમ આમ ન ચાલે એટલે ??” રજત પાછળ થી ધબ્બો મારતા કહ્યું
“ હજુ તે બ્રશ નથી કર્યું , નાહ્યો નથી, શું છે આ વિજય ???” આલોકે કહ્યું.
“ હા વિજય આજે ભાભીને આશ્ચર્યમાં મુકવાના છે. આપણે બધા જ ભાભીના કારખાને જઈશું. “ રજત ઉત્સાહથી બોલ્યો,
“ તમે લોકોએ જોયું છે ???” વિજય હજુ નિરાશ ઉદાસ હતો.
“ના મેં ભાઈ જોડે સરનામું મેળવી લીધું છે . “ આલોકે કહ્યું
“ તને કઈ રીતે આપ્યું ??” વિજયે નીરુત્સાહી જવાબ આપ્યો.
“આપ્યું નથી પણ કાલે ભાઈ અને પાપા મોમ ની ટોળી મારા ઘરે ભેગી થઇ હતી. મેં ચાલાકી ઠગી વાત કઢાવી અને સરનામું મેળવી લીધું. “ અલોક બોલ્યો
“ વાહ અલોક વાહ ...” વિજયના ચહેરા પર રોનક આવી.
“ પણ આપણને જવાની મનાઈ છે એ તમને યાદ છેને ?પાર્ટીમાં આપણ કોઈને બોલવ્યા જ નથી આપણને ખબર પણ પડવા દીધી નથી. “ રજત બોલ્યો.
“હા ગયા પછી કઈ હોબાળો નહિ થાય ને ???” શ્વેતા ગંભીર મુદ્રામાં બોલી.
“ઓયે પ્રોફેસર મેડમ કોઈ વાર તો સારું બોલાય યાર .. તું દોસ્ત છે બહેન છે કે દુશ્મન ??” આલોકે માથા માં ટપલી મારતા કહ્યું
“ દુશ્મન છું. ઓયે તું ઉભો થા ફટાફટ તૈયાર થા અને તમે બન્ને સરખા બેસો અને રજત તું અંદર આવ કૈક નાસ્તો બનવા મદદ કર અને તું ટીવી ન જોતો ફટાફટ તૈયાર કર આને ચલ ઉભો થા.”
શ્વેતા એ બધાને પકડી પકડી ને ઉભા કર્યા. ફટાફટ તૈયાર થઇ નાસ્તો કરીને ભાભીના કારખાનાનું સરનામું શોધવા નીકળી ગયા. માંડ માંડ સરનામું મળ્યું. ભાભી બધાને જોઇને અવાચક જ રહી ગઈ. આ બધા ભાભીના કારખાનું જોઇને આશ્ચર્યમાં મુકાઇ ગયા. એમ જાણે કે કોઈ બીજી દુનિયામાં આવી ગયા. ભાભીની કેબીન અને મુલાકાતી રૂમ અને કર્મચારી ભાભીનું આ રૂપ પહેલીવાર જોઈ રહ્યા હતા. ભાભી ફટાફટ ઓર્ડર આપતા હતા. બધા ભાભીની કેબીન માં ગયા. કોઈને શું બોલવું એ સુઝતું ન હતું. શ્વેતા એ નાસ્તો આપ્યો. ભાભીએ મોનિકા એમની પીએ ને બોલાવી. કારખાનામાં આંટો મારીને બતાવવા કહ્યું. બધી વ્યવસ્થા જોઇને આશ્ચર્યમાં મુકાઈ ગયા. છેલ્લે ભાભી એ શ્વેતાને ઓફીસમાં આવા માટે કહ્યું .
“શ્વેતા કાલ થી તું જોઈન કરે છે ને અંકલે કીધુને તને ??” લીનાભાભી બોલ્યા.
“ હા પપ્પાએ કીધું છે મને પણ ભાભી હું શું કામ ??”
“ મને એક સારા એકાઉન્ટન્ટની જરૂર છે તું પહેલા જોઇ લે સમજી લે મને લાગે છે કે તું કરી શકીશ.”
“ ભલે તો હું કાલે આવી જઇશ પણ ભાભી આ બાજુનો રસ્તો મને નહિ મળે “
“ મારી જોડે આવી જજે સવારે ૭.૩૦ વાગે સવારે “
“ ભલે ,,,”
એમ કહીને શ્વેતા નીકળી.
“ શું થયું તને એકલી કેમ બોલાવી હતી ભાભી એ ?” વિજય બોલ્યો.
“ ભાભી ને એમ છે કે હું અકાઉન્ટ જોઈન કરું એમને જરૂર છે. “ શ્વેતા બોલી.
“ પણ યાર એ હક તો તારો છે ..” રજત બોલ્યો.
“ મેડમ કોમર્સ વળી તું તો એકલી છે. “ અલોક બોલ્યો
“ કાલ થી તું જતી રહેજે. અલોક તું ક્યારથી જોડાવાનો છે ?” રજત બોલ્યો.
“ મેં તો ચાલુ કરી જ દીધું છે એટલે તો સમય મળતો જ નથી આતો આજે રજા હતી એટલે મેળ પડ્યો. “ અલોક બોલ્યો.
“ તો તો સરસ યાર... “ વિજય બોલ્યો.
“ તો આપડે બહાર જમવા જઈશું અત્યારે ? તમને બન્નેને જોબ ચાલુ થઇ ગઈ છે. “ રજતે કીધું
“ લે એતો એમને એમ જ આપી દઈએ ..” અલોક બોલ્યો
“ હા સીટી બહાર નવી હોટેલ ખુલી છે. “ વિજય બોલ્યો.
“ તો જવા દો ...મને બહુ જ ભૂખ લાગી છે યાર ..” શ્વેતા એ કહ્યું
બધા જમ્યા. ખુબ રખડ્યા. બહુ જ મોજ મસ્તી કરી. છેલ્લે સાંજના સમયે એક નાનકડી ટેકરી પર બેઠા હતા. સુરજ ડૂબવાનો સમય હતો.
“ વીજુ યાદ છે અહી પહેલી વાર આપડે અહીં આવ્યા હતા ભાભી ભાઈ આપણા બધાના મમ્મી પપ્પા આવ્યા હતા. બહુ જ મસ્તી કરી હતી આપણે બધાયે યાદ છે. “
“ હા વીજુ માત્ર ચુપચાપ બેઠો હતો. તે ધક્કો માર્યો હતો અને આ સાહેબ ટેકરી નીચે પડતા બચ્યો હતો.. “ રજત બોલ્યો
“ હા અને મેં હાથ પકડી લીધો હતો . “ અલોક વિજયને ટપલી મારતા પૂછ્યું
“ હા હું ગભરાઈને સંતાઈ ગઈ હતી. “ શ્વેતા એ હસતા કહ્યું
“ હા ભાભી માંડ માંડ તને શોધીને લઇ આવ્યા હતા. “ વિજય બોલ્યો
“ કેવા દિવસો હતા એ યાર જોત જોતા માં કેવા પુરા થઇ ગયા. “ રજત બોલ્યો.
“હા યાર રજત સાચી વાત છે નાના હતા તો એમ હતું કે ક્યારે મોટા થઈશું ? હવે મોટા થઇ ગયા તો ગમતું નથી. કેવો સમય કેવી દુનિયા છે કેવી દુનીયાની રીત છે ? “ આલોકે રડમસ અવાજમાં કહ્યું.
“ હા અલોક યાર આપડે હવે છુટા પડી જઈશું. એ વિચારીને જ કઈક થાય છે મને “ વિજય સાવ ઉદાસ થઇ ગયો.
“ યાર ગમેં તે થાય આપડે છુટા કોઈ દિવસ નહિ પડીએ. “ શ્વેતા ત્રણેયના હાથ હાથ માં લઇ લીધા.
બધા ભેટી પડ્યા. દરેકની આંખ માં આંસુ હતા. આ એ જગ્યા હતી જ્યાં તમામ સહ કુટુંબ સાથે આવીને મોજ માણતા હતા. એ સિટીની બહાર દુર ટેકરી પર તળાવની પાળ સુંદર જગ્યા હતી.
ત્યાથી જંગલ શરુ થતું હતું. જંગલ એટલું ગાઢ તો નહતું પણ એટલું પણ સહજ લેવા જેવું હતું.
ત્રણેય પાછા ફર્યા. એ પછી ચુપચાપ દિવસો વીતવા લાગ્યા. આલોકે એની ફ્રેન્ડ ની કંપની જોઈન કરી લીધી. શ્વેતાએ ભાભી જોડે કંપની જોઈન કરી લીધી. રજત અને વિજય બન્ને રખડતા હતા આખો દિવસ. કોલેજના વિદાયના દિવસે બધા બહુ જ ઉદાસ થયા , જાણે બધું છૂટી રહ્યું હતું. એ ક્લાસરૂમ એ કેન્ટીન એ મેદાન એ તમામ વસ્તુ જ્યાં ત્રણ વરસ જે રીતે કાઢ્યા હતા. એ ટીચર , મિત્રો , એ કોલેજ ડેય્સ , તમામ વસ્તુ. છેલ્લે પ્રિન્સીપાલ ની સ્પીચ બધાને રડાવી ગઈ. એ પૂરું થયા પછી રજત અને વિજય આખો દિવસ રખડ્યા કરતા હતા. ભાભી સવારે વહેલા નીકળી જતા હતા. શ્વેતા પણ એમની સાથે જ જતી હતી અજયભાઈ ને કામ માંથી નવરાશ મળતી નહતી. કોઈ કહેવાવાળું કોઈ હતું નહિ એટલે બન્ને હમેશા ફરતા રહેતા હતા. રજતના પપ્પા એક દિવસ બોલ્યા.
“ ક્યાં જાય છે રજત ??” પપ્પા ગુસ્સામાં બોલ્યા.
“ બસ ક્યાય નહિ બસ ખાલી આમ જ ..”
“ અંકલ આવીએ છીએ, “ વિજય મિજાજ પારખીને શાંતિથી બોલ્યો..
“ તું તો ચુપ જ રહેજે. તારી જોડે કરોડો નું કારખાનું છે અમારી પાસે કઈ જ નથી. તું કરોડોનો માલિક છે અમે નથી તું જ અહી થીં. ચલ રજત તું અંદર જા ...કાલે થી મુંબઈ જવાનું છે પેકિંગ કરવા માંડ. તું જા અહી થી . “ રજતના પપ્પા ગુસ્સામાં બોલ્યા.
“ પણ અંકલ ,,” વિજય શાંત પડતા બોલવા જતો ત્યાં અંકલે રોક્યો વાત કરતા.
“ મારે કોઈ જ વાત નથી સંભાળવી તું જાય છે કે હું અજયભાઈ ને ફોન કરું. ‘
રજતને શાંત રહેવા ઈશારો કર્યો વિજયે અને વિજય ચુપચાપ નીકળી ગયો. રજતના પપ્પા એ અજયભાઈને બધી વાત કરી અને બન્નેની ફરિયાદ કરી.અજયભાઈ બહુ જ ગુસ્સે થયા. વિજયને બહુ જ સંભાળવી. બાઈક ની ચાવી લઇ લીધી.
“ હવે તું ક્યાય નહિ જાય આ બાઈક બંધ.” એમણે બાઈકની હવા કાઢી નાખી.
“પણ ભાઈ ,,,..... “ વિજય રડમસ થઇ ગયો.
“ ચુપ એકદમ ચુપ કઈ જ બોલવાનું નથી. “ અજયભાઈનો ગુસ્સો જોઇને વિજય કઈ બોલ્યો નહિ. અંદર લઇ ગયા વિજયને
“તું ચુપચાપ બેસ લાઈફ માં કઈ કર તો વધારે સારું છે હજુ સુધી તે તારો કોઈ ગોલ નક્કી નથી કર્યો. જીવન વેડફી નાખવા માટે નથી. “
એટલામાં ભાભીને જાણ થઇ આ વાત ની ભાભી ઓફીસ થી આવી ગયા.
“ વિજય શું છે આ બધું ? હજુ સુધી તું રખડે છે તું તો ઠીક બીજાને બગાડે છે. કેમ ?આ જવાબદાર વિજય છે જેને મેં મોટો કર્યો છે ?? મને તો એમ જ છે કે તે તારો ગોલ તારી લાઈફ હજુ નક્કી નથી કરી. વાહ બહુ જ સરસ. આ છેને મારા સંસ્કાર મારા ગુણ વાહ સરસ ??” આટલું કહીને ભાભી રડવા લાગ્યા.
“ તને સારું લાગે છે નહિ બધાને હેરાન કરીને આનંદ મળી ગયો નહિ. સરસ હવે તું આનંદ કર બસ. “
“પણ ભાઈ ,,,,”
“ચુપ આજે તને જમવા નહિ મળે તને કોઈ કઈ જ નહિ કહે. તારે જે કહેવું હોય જે કરવું હોય એ કરે રાખ બસ. અમે મુક્ત કર “ અજયભાઈ એ બે હાથ જોડી ને અંદર ભાભીના રૂમ, માં જતા રહ્યા. થોડીવાર સુધી ભાભી નો રડવા નો અવાજ ભાભીના બોલ સંભાળતા હતા
“ આ શું કરે છે ? આ કેમ આવો પાક્યો આ શું કામ આવી રીતે કરે છે આ મારા વધારે પડતા પ્રેમ માં જ બગડી ગયો છે. “” ભાભીની રડવા અવાજ સંભાળતા થોડી વાર માં બંદ થઇ ગયા.
વિજય સાવ ચુપ થઇ ગયો.એને શું બોલવું ખબર ના પડી. એ ચુપચાપ બધું સંભાળી રહ્યો હતો એને કઈ જ ખબર ન પડી કે શું કરવું ? શું કામ મારે આટલું સંભાળવું પડે છે ? મારો વાંક શું છે? શું કરું હું એને થયું કે શ્વેતા મને કઈક મદદ કરશે.ભાઈ ભાભી ના ઓફીસ ગયા પછી ઓફીસમાં ફોન કરી શ્વેતાને મળવા કહ્યું. શ્વેતા ઓફીસ પૂરી થયા પછી બન્ને કાકાની હોટેલ પર મળ્યા.
“ વીજુ અહી નથી ઉભું રહેવું તું તારી બાઈક લઇ લે આપડે સ્કુલમાં મળીયે ચલ.. “
“ઓકે “
બન્ને વારાફરતી સ્કુલમાં પહોચ્યા. જુના સ્કુલ મકાનમાં. એ લોકોએ જે ચાલુ કરી હતી એ અજયભાઈ એ કલેકટરને કહીને એને સરકારી સ્કુલમાં ભેળવી આપી એનું નવું મકાન ભાભીની કંપનીએ બનાવી આપ્યું. પણ જુનું મકાન હજુ એમેને એમ હતું. એમાં આ ટોળી ક્યારેક ક્યારેક મળતી હતી એમાં કોઈક કાર્યક્રમ થતા એમના. મકાન કઈ ખાસ હતું નહી એ તૂટેલું મકાન છે નળિયા તૂટેલા છે, ઓરડા માત્ર બે જ હતા એમાં એક મોટો ઓરડો હતો એમાં ભણાવવાનું મેડીકલ કેમ્પ બ્લડ ડોનેટ કેમ્પ નું અયોજન થતું ઉપર થી ટોળીની પાર્ટી પણ અયોજીત થતું.
“બોલ શું થયું ....?’
“કેમ તને કઈ જાણે ખબર જ નથી કેમ ? “
“હા ખબર છે મને , મને ભાભીએ મને વાત કરી આજે રીસેસમાં ...”
“ખાલી ભાભી એ જ વાત કરી એમ ...”
“ હા રજતે પણ કીધું હવે તું આટલું બધું પેનિક શું કામ કરે છે મને ખબર જ નથી પડતી..”
“વાહ તું પણ ભાભી ની ભાષા બોલે છે...”
“હું કોઈની ભાષા બોલાતી નથી તું શું કામ આવું બોલે છે ? ટેન્સ તું છે ચિંતામાં તું છે , મને કહે છે , વાહ હું અહી આટલા કામ મુકીને બધા થી છુપાઈને તને મળવા આવી છું. બાકી ભાભીએ મને સાફસાફ ના પડી છે કે તને મળવાનું નથી.”
“ હું કોઈ ચિંતામાં નથી. ભાભી એ શું કીધું તને એ કે ..? “
“ હા એતો દેખાય છે મને હું કોઈ પારકી નથી. “
“ પારકી નથી એમ તો કેટલા દિવસ થી મળી નથી મને, એમ પણ નથી પૂછ્યું કે શું છે મારી હાલત છે ?”
“ડીઅર પ્રસ્તાવના ન કર સીધા મુદ્દા પર આવીએ ??”
“ ઓકે મેડમ , તું પહેલા એ કહે મને કે ભાભી એ શું કહ્યું તને. ? “
“ભાભી એ મને એમ કીધું કોલેજ પૂરી થઇ ને એક મહીનો વીતી ગયો છતાં નથી તે આગળનો પ્લાન નક્કી કર્યો ના તું લાઈફ પ્રત્યે સીરીયસ છે. ઉપર થી તું બીજા ને બગાડે છે. તું રજત અલોક અને મને લઈને રખડે છે બગાડે છે. તું કોઈ નું સંભાળતો નથી. શોર્ટમાં તું બગડેલ પ્રાણી બની ગયો છે એમ. “
“તું વિસ્તારથી બોલ ..”
“ડીઅર વિસ્તારથી બોલવાનો સમય નથી ..મારી એક વાત માંન ...” શ્વેતાએ વિજય નો હાથ હાથમાં લઇ લીધો.
“તું યાર પ્રેમિકા ની જેમ ઈમોશનલ ન કર “
“ઈમોશનલ નથી કરતી નાલાયક “ શ્વેતા એ એક ઝપાટ મારી.
“ અરેરે ...શું કરે છે હથોડા જેવા હાથ છે ....”
“ચલ મૂળ વાત સંભાળ તું કૈઈક નક્કી કર હવે તારે આગળ શું કરવું છે msc કરવું છે કે બીજું કઈ કરવું છે .”
“મને જ ખબર નથી પડતી કે મારે શું કરવું છે મારે આગળ નથી ભણવું યાર હવે કઈક કરી ને જોબ લેવી છે. મારું મગજ સાવ બંદ થઇ ગયું છે. “
“ તો તારી શું ઈચ્છા છે તને BSC પર જોબ મળી જશે એમ માને છે તું ??”
“ખબર છે મને કે નથી મળવાની પણ મને નથી હવે આગળ ભણવાની ઈચ્છા. “
“ તો તારી શું ઈચ્છા છે કોઈ એકસામ આપી દે સેન્ટ્રલની ...”
“ કઈ આપું એ નથી ખબર પડતી. “
“ તું વિચાર તને શું ગમતું હતું નાનપણથીં તારી ઈચ્છા શું હતી એવું શું છે કે તને ગમે છે એ વિચાર અને એ વિચાર અને એ કર,,,બાકી ચિંતા ન કર ઉપરવાળા પર મૂકી દે બધું ...”
“ પણ ...”
“ પણ ને બન વિચારવાનું બંદ કર તું કઈક કર ...ઓકે ..” એને ફરી વિજય નો હાથ હાથમાં લીધો.
“ યાર ...”
“ બસ હવે , તું મુક બધું તારી અંદર ની અવાજ સંભાળ બસ. બધા સ્વાર્થી બને છે તું પણ તારી લાઈફ માટે સ્વાર્થી બન. ઓકે ... ચલ જઈશું ..મને મોડું થાય છે. ચલ ઉભો થા. “ વિજયનો હાથ પકડી ને ઉભો કર્યો. અને વિજયને ભેટી પડી. એની આંખમાં આંશુ હતા. બને ભાઈ બહેન એક બીજાને જાણે છેલીવાર મળતા હોય એમ ભેટી પડ્યા.
બન્ને ત્યાંથી નીકળ્યા થોડે સુધી જોડે જોડે બાઈક ચલાવ્યા પછી બંને અલગ થઇ ગયા.શ્વેતા ઘરે પહોચી.
“ તને ના પડી છે ને વિજયને નથી મળવાનું તારે ....” ઝુલેખાબેને ગુસ્સામાં કહ્યું
“ આખા સમાજમાં ખોટું નામ ફેલાય છે ખબર નથી પડતી તને .?” યુસુફભાઈ ગુસ્સા થી લાલ થઇ ગયા
“પણ મારે ને સમાજને શું ? “
“ચુપ , ઝુલેખાબેને એક ઝપાટ મારીને રૂમમાં બંદ કરી દીધી. વિજય ઘરે પહોચ્યો. ઘરે પહોચ્યા પછી અજયભાઈ પણ બહુ જ ગુસ્સે હતા પણ એ કઈ જ બોલ્યા નહિ. બધા ચુપચાપ જમી લીધું. અજયભાઈ એ વિજયને કહ્યું, “ વિજય ઉપર છત પર આવ .”
“ હા .” વિજય ચુપચાપ ઉપર આવ્યા.
બન્ને વચ્ચે કેટલો સમય ભયંકર શાંતિ છવાઈ ગઈ.
“ તે કઈ વિચાર્યું છે તારી લાઈફ વિષે .”
“ના “
“ કઈ ઈચ્છા કોઈ રસ્તો કોઈ વિચાર્યો હોય તો ....”
“ ના ..”
“ સરસ એટલે કોઈ ઈચ્છા નથી એમ ..તારે ઇજનેર માં ન હતું જવું મેં કીધું બરાબર છે કઈ વાંધો નહિ મેડીકલ જેટલા માર્ક્સ તારા હતા નહિ. “
“મને મેડીકલ નથી ગમતું તમને ખબર છે. “
“ તો હવે બોલ હવે શું કરવું છે ? “
“મારે બદલો લેવો છે ....”
“ શેનો બદલો ..”
“ જે આપણ બધા સાથે થઇ ગયું એનો ...”
“ શું થયું .....? તને ખબર બી છે એ સમયે શું થયું હતું કોણ છે એ લોકો ? ‘
“ ના એ જે હોય તે ..હું નહિ છોડું એ લોકો ને ...”
“ તો શું હત્યારો બનીશ ગેંગ લીડર બનીશ ..” ભાભી ગુસ્સાવાળા અવાજમાં ઉપર આવ્યા બે ઝાપટ મારી દીધા વિજયને
“ તું શું કામ ઉપર આવી નીચે જ હું વાત કરું છું ને ....”
“ ભાભી તમે ગમે તે કરી લો મારે બદલો લેવો જ છે બસ ...”
“ ચુપ રહે તું .... તું નીચે જા લીના મહેરબાની કરીને નીચે જ ચલ .” અજયભાઈ એ લીનાભાભી ને નીચે મોકલી દીધા.
“ તને ખબર છે એ લોકો કોણ છે ? “
“ એ જે હોય એ ...મારે નથી જાણવું એ લોકો કોણ છે મારે ફક્ત એટલું જાણવું છે કે એ લોકો હતા કોણ બસ ..?”
“ એ લોકો પોતાનામાં સરકાર છે સીસ્ટમ છે. આખું જગ એની પાછળ નતમસ્તક છે ઓકે ...”
“ એ જે હોય એ .. મારે કઈ જાણવું નથી. “
“ તને ખબર છે તને મસળીને લોટ કરીને ખાઈ જશે કોઈને ખબર પણ નહિ પડે. “
“ મારી જોડે એટલી તાકાત તો છે કે હું એને પડી શકું છું. “
“ તારી પાસે શેની તાકાત તમારા ચાર ની ..?”
“ વારાફરતી ખાઈ જશે એની ખબર પણ નહી પડે અને બીજું અમારા બન્નેની હવે તાકાત નથી કે વિનાશ જોઈ શકીએ અમેં વિનાશ જોયો છે ફરી નથી જોવો બસ. તને ખબર નથી કે યુદ્ધ પછીનું વિનાશ કેવું હોય છે એ. “
“ ભાઈ યુદ્ધ માં સારા ખરાબ બધા પરિણામો હોય છે . “
“તે તારી નજર સામે કોઈને તડપતા નથી જોયુંને એટલે ...તે તારી નજર સામે અરમાનો સળગતા નથી જોયા એટલે તું આમ બોલે છે જે દિવસે જોઈ લઈશ ને નામ નહિ લે .”
“ મારે ....”
“ ચુપ મારો ફેસલો છે તું કાલે દિલ્લી જાય છે મેં ફ્લાઈટની ટીકીટ બૂક કરાવી છે તને ત્યાં ઝીનલ તને પીક કરી લેશે બસ તું જાય છે આજે રાત ની ફ્લાઈટમાં બેગ તૈયાર કરી લે..”
“ હું ના પાડું તો ....”
“ તો મને પોલીસ વાળા કરે એ કરતા આવડે છે તારા લીધે હું લીના ની આંખોમાં આંશુ આવે એ હું સહન નહિ કરું . ચુપચાપ બેગ તૈયાર કર હા કોઈને કહેવાનુ નથી એ મારો અતિમ નિર્ણય છે ઓકે ..”
“ પણ ,....” અજયભાઈએ એ એક જ ઝપાટ મારી એ એટલી જોર થી હતી કે વિજયના દાંત સુધા હલી ગયા.
“ ચુપચાપ નીચે જા રેડી થા ....”
વિજય ગુસ્સામાં ચુપચાપ પગથીયા ઉતરી ગયો. રૂમમાં જઈને બે પાંચ કપડા લઇ બેગ પેક કરી અજયભાઈ ભાભી કોઈને બોલ્યા વગર ચુપચાપ ગાડી માં બેસી ગયો.મનોમન જાણે નિર્ણય કર્યો જ હોય કે હવે કોઈ દિવસ પાછો નહિ આવું.અજયભાઈ ને એ ગળે પણ ન મળ્યો કે ના વ્યવસ્થિત અવાજો કહ્યું.અજયભાઈ ની આંખોમાં આંશુ આવી ગયા. શિવુભાઈ પણ એ દ્રશ્ય જોઈ રહ્યા.
“સર , મેડમ ને ફોન કરી દીધો છે. “
“ હા ..”
“ જઇયે સર ..”
“ હા ..” ગાડી સડસડાટ રસ્તે દોડવા લાગી અજયભાઈ ની આંખો માં ફિલ્મની પટ્ટી ની જેમ એ દિવસો ફરી દોડવા લાગ્યા......
*********************************************************************** આ વાતને ૧૦ વરસ વીતી ગયા.
વિજય ઘરે આવવાનું મૂકી દીધું હતું અજયભાઈ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. વિજય આર્મીમાં લેફ્ટેનેટેન્ટની પોસ્ટ પર હતો. તે આર્મી ઇન્ટેલીજેન્ટમાં હતો હેડકવાટરથી વિજયને બોલવામાં આવ્યો. કોઈ કેસ વિષે વાત હતી. અત્યંત ગુપ્ત જગ્યાએ બેઠક હતી.
“સર , મે આઈ કમ ઇન ? “
“યસ વિજય કમ ,,, બેસો ..”
“ સર કઈ ખાસ છે મારું મિશન કેન્સલ કરીને અહી બોલવાનું કારણ કઈ ?”
“હા કઈ ખાસ જ છે આ કેસ વાંચો. . “
વિજય આખી ફાઈલ વાંચી એમાં ડ્રગ્સ કચ્છ બનાસકાંઠા થી અરવલ્લી થઇ ને રાજસ્થાન થી દેશના તમામ ભાગમાં જતું હોવાના સમાચાર હતા. એમાં સ્થાનિક નેતાગીરી ઉદ્યોગપતિનો મોટો હાથ હતો. એમાં જે નામ ફોટો હતો એ જોઇને એ સાવ અવાચક રહી ગયો. આ એ જ હતા જેમણે એની લાઈફ બગડી હતી.
“વિજય મારી ઈચ્છા છે આ કેસ તું હેન્ડલ કર. હા પણ આ મિશન પૂરેપૂરું ગુપ્ત મિશન હશે. તને કોઈ હેલ્પ નહિ મળે તારે ફક્ત માહિતી ભેગી કરવાની રેહેશે. આમાં તને મદદ મળશે એક વ્યક્તિની પણ એ તને સમય જતા ખબર પડી જશે ઓકે આ ફાઈલ આ સીડી તને વધારે મદદ કરશે.” “સર હું આ કેસ હેન્ડલ નહિ કરું સોરી ..”
“કેમ એ તારું વતન છે તને અને તારા ફેમેલીને પણ આની અસર થઇ હતી.તું જ ના પડે છે”
“સર મેં એ બધું ભુલાવી દીધું છે હું નહિ જાવ એ જગ્યાએ ફરી થી ..”
“વિજય હું તને ફોર્સ નહિ કરું તે કોઈ દિવસ કોઈ મિશન માટે ના પાડી નથી.પણ તું કરે તો વધારે સારું.”
“નો સોરી સર ..”
“ઓકે છતાં તારી પાસે બે દિવસ છે. “
“ઓકે સર ..” વિજયે ચાલતી પકડી. વિજય સાંજના સમયે એકાંતમાં ટેકરી પર બેઠો હતો ફાઈલમાંના ચિત્રો જોઇને એ લગભગ જે થોડું ઘણું યાદ હતું એ બધું મગજ માં ફરતું હતું.એનું માથું ફાટતું હતું. એને ખબર જ નહતી કે શું કરવું. એના મિત્રો એના ભાભી ભાઈ તમામ વસ્તુ યાદ આવી.
“હાય લેફ્ટેનેટેન્ટ ...ગુડ ઇવનિંગ જેન્ટલમેન ...” એક સ્વીટ સુંદર અવાજ કાન પર પડ્યો.
“કોણ ...” વિજયએ પાછળ જોયું.
“ઓળખાણ પડી કે હજુ વિચારો જ છો મેંન ..”
“ઝીનલ આંટી..તમે રિઅલી ....”
“ઝીનલ આંટી નહિ આર્મી ઓફિસર ઝીનલ ...તારી હેડ ..કો ઓફિસર ..ઓકે ..”
“રિઅલી , મેમ ...વેલકમ ..”
“નાલાયક ડોબો ...બે ઝાપટ મારીશ ... “ ગાલ પર ટપલી મારી બન્ને ભેટી પડ્યા.
“સલ્લા એક વાર પણ તને કોઈની યાદ ન આવી. ડોબા ગધેડા ....”
“તમને કોઈને મારી યાદ ન આવી ....”
“તને કેટલા ફોન ચિટ્ટી લખી કોઈનો જવાબ આપવાની ફુરસદ છે તને સાલા ..તારો ભાઈ અડધો થઇ ગયો છે તારા વગર તારી ભાભી વાત ન પૂછ ...”
“એતો મોટા બીઝનેસવુમન છે, બહુ મોટા માણસ છે. એમને થોડી મારી જરૂર હોય ..”
“વાહ સરસ ....એ જ યાદ રહે છે તને નહિ. “
“હા એતો સાચું જ છેને ..”
“એ માં છે તારી ....”
“આંટી બસ ,...ચલ બેસો ....”
‘આ તારી ફેવરીટ જગ્યા છે સાચું ...”
“હા ..તમને મારું સરનામું મળ્યું ક્યા થી ... “
“મેં આર્મી મૂકી છે નેટવર્ક હજુ એ જ છે ૧૦ વરસ માં બધા કોન્ટેક એટલા જ છે ઓકે ..”
“હા ..પણ હું આ કેસ નહિ કરુ કે હું પાછો નહિ આવું ..”
“ કેમ ...?”
“ મારે જીવવું હતું એ ઘરમાં માણવું હતું ... “
“મેં તને NDA પાસ કરીને ઘરે જવાના બદલે તું અમેરિકા જતો રહ્યો મને ખબર છે ..”
“ બસ આંટી મારે કોઈ ચર્ચા નથી કરવી મારે કોઈ વાત નથી કરવી. હા તમે બેસી શકો છો શાંતિ થી અહી બે ઘડી ...એમાં તમને ના નથી.”
બન્ને વચ્ચે સાવ શાંતિ છવાઈ ગઈ.થોડીવાર સુધી શાંતિ છવાઈ ગઈ.
“હવે એ કહે કે ઓફીસીઅલ વાત કરવી છે કે અંગત ?”
“હેડ તમે મારા છો હું નથી ...”
“હજુ તારા અવાજમાં ગુસ્સો છે અમારા બધા પ્રત્યે કેમ ?”
“હા છે જ અને રહેશે ... “
“છોડ એ બધું કોઈ સ્વીટહાર્ટ મળી કે નઈ “
“એ બધા માટે સમય ક્યાં ? “
“ઓય હેલ્લો મારા પપ્પા થી લઈને બધા આર્મી વાળા છે ઓકે. આર્મીવાળા આમેય વધારે રોમેન્ટિક હોય છે ઓકે ..એટલે સાચું બોલ .. “
“આંટી , તમને લાગે છે મને જોઇને કે કોઈ હશે મારે ..”
“કોઈના થોબડા પર ન લખ્યું હોય ઓકે ..”
“હવે ચાલો કેસ ની વિગત મને કહો .. “
“અહી નહિ તું ગાડી લઈને આવ્યો છે કે બાઈક ..”
“ગાડી ..ચાલો ...”
“ હા ચાલ ..” બન્ને ગાડી તરફ ચાલવા લાગ્યા જીન્સ ટીશર્ટ ખુલા વાળ માં ઝીનલ ને જોઇને કોઈ એમ ન કહે કે આ ૪૦+ હશે. ગાડી જોઇને ઝીનલ બે ઘડી જોઈ જ રહી ..
“મેમ આંખો ફાડીને ન જુઓ જૂની ગાડીને બનવાડાવી છે ૨*૨ માં ખુલ્લી જીપ મને બહુ જ ગમે”
મોટા ટાયર બ્લેક કલર કોઈ સાઉથના વિલન જેવી ગાડી લાગતી હતી.ઝીનલને લાગ્યું કે આ વિજય કઈક અલગ જ હતો.બન્ને બેઠા જીપ માં જીપ દોડવા લાગી.
‘જો વિજય કેસ સિમ્પલ છે કે ડ્રગ માફિયા નું નેટવર્ક તોડવાનું છે.”
“ઓહ મેમ ખાલી ડ્રગ માફિયાનું નેટવર્ક તોડવાનું કામ આર્મી ક્યાર થી હાથમાં લેવા લાગી? તમે મને એ નાનો વિજય સમજો છો ? “
“ના તને ખબર જ હશે ડ્રગ તો ખાલી નામ છે ડ્રગની આડમાં હવાલા , હથિયાર , અંદોલન અને ઘણું બધું છે એ બધાની સમજની બહાર છે “
“હા ખાલી એટલું જ નથી રાજસ્થાન ગુજરાત નો ભાગ કાપી કચ્છ સુધી નાક કાપી લેવાનું નેટવર્ક સક્રિય થયું છે. અને એમાં આપણા સંસદ સાહેબ પણ સામેલ છે સાચું. ?”
“ વાહ તે બ્રીફિંગ તો જાતે જ મેળવી લીધું છે ને .. “
“મેં નથી મેળવ્યું મારી ટીમ કામ કરે છે. એ લોકો એ કામ કર્યું છે. “
“હા એ સજ્જન રાજન અને એનું સંસદ ભાઈ દિવાકરનુ કામ છે. “
“ અને એ બધા માટે આપડી પાસે કોઈ પુરાવા નથી. બન્ને મોટી પાર્ટી આમાં ઇન્વોલ્વ છે. એ લોકોને ખબર છે પણ કહેશે નહિ કેમ કે વોટ જોઈએ છે એ લોકો ને .”
“આ બધું તો વરસો થી ચાલે છે તો હવે જ કેમ ? “
“ તને ખબર નથી અંદર ની વાત ??”
“ કઈ વાત ??”
“સાચું બોલ કે તને કઈ જ ખબર જ નથી. “
“સાચું ખરેખર મને કઈ જ ખબર નથી. “
“ નવા વરસ ના દિવસે ૫૦ જવાન માર્યા ગયા છે અને ૧ટન દારૂગોળો અને હથિયાર ગાયબ છે. એ પણ રાજસ્થાન ગુજરાત બોર્ડેર પર સિક્રેટ જગ્યાએ થી. આખેઆખો બેઝકેમ્પ ગાયબ છે. “
“ શું ....??????” વિજય આ સંભાળીને શોક થઇ ગયો ગાડીની બ્રેક જ વાગી ગઈ.
“હા ..” ઝીનલની આંખો ભીની થઇ ગઈ.
“ક્યારે જવું છે એ બોલો ... “
“પહેલા સર જોડે જવું પડશે. “
“હા તો ચાલો તમે વાત કરી લો. “
ઝીનલે સેટેલાઇટ ફોન કાઢીને વાત કરી. બન્ને એક આર્મી કેમ્પમાં એક અલગ જ જગ્યાએ ગયા. ત્યાં ક્માંન્ડીગ ઓફિસર વેણુગોપાલસર બેઠા હતા તેમની જોડે માર્ટીન સર હતા.
“વેલકમ ..બેસો બન્ને ..”
“થેંકયુ સર ..”
“ તમે કાલે ના પાડતા હતાને “ coસર હસતા હસતા કહ્યું
“ સર ના પડવાનું કારણ અંગત હતું મેમ જોડે વિગત જાણ્યા પછી હું જ નહિ કોઈ જવાન ના ન પાડી શકે. સોરી સર ..”
“ઇટ્સ ઓકે મેં તારી ટીમ અહી બોલાવી લીધી છે. ટીમ બહાર આવો. “ માર્ટીન સર બોલ્યા
“ સર મને જે ફાઈલ આપી એમાં તો આ બધું હતું નહિ ..”
“ ડીઅર તને ખબર છે કે સિક્રેટ સર્વિસ માં બધું ઓફીસીઅલ નથી હોતું. “ માર્ટીન સર બોલ્યા.
“જેન્ટલ મેંન તમને બધાને ખબર હશે કે માર્ટીન સર અને ઝીનલ મેમ બન્ને નિવૃત છે રાજીનામું આપ્યું છે છતા બન્ને હાજર છે એટલે વાત સીરીયસ જ હશે. વાત એમ છે કે હમણાં માહિતી મળી છે કે રાજસ્થાન ગુજરાત કચ્છ સુધીનો ભાગ પાકિસ્તાનમાં ભેળવવાની ચાલ શરુ થઇ છે. એમાં ડ્રગ્સ હથીયાર સમ્ગલીંગ છોકરીયોની હેરાફેરી મેડીકલમાં માનવ અંગોની હેરફેર ઘણું બધું થાય છે એમાં સ્થાનિક નેતાગીરી સ્થાનિક બીઝનેસમેંન સ્થાનિક લોકલ પબ્લિક પણ ઇન્વોલ્વ છે એ બધું ઓળખી કાઢવા માટે આપણે એક સિક્રેટ બેઝ કેમ્પ બનાવ્યો હતો. કમનસીબે એ લોકો એ ઉડાવી દીધો છે એમાં ૧૦ ઓફિસર ૫ મેડીકલ ઓફિસર ૩૫ જવાન માર્યા ગયા છે હાલત એટલી ખરાબ હતી કે કોઈના બોડી પણ આપણે રીકવર કરી શક્યા નહિ. આ ફોટા ..નિશાંત શો કરો ...”
ફોટો અને કણસતા જવાનોનો વિડીઓ જોઇને બધાની આંખો આંશુ થી ભરાઈ ગઈ.
“તમે વિડીઓ જુઓ છો હું જાતે જ ત્યાં ગયો હતો મેં મારા બેસ્ટ ઓફિસર ગુમાવ્યા છે, “
“સર , કર્નલ મહમદ હક પણ ત્યાં જ હતા ને ...” વિજય વચ્ચે બોલ્યો.
“હા વિજય આ વિડીઓ કર્નલ મહમદે જ ફેસબુક પર નાખ્યો હતો મારા માં એટલે જ ખબર પડી. કદાચ એ લાસ્ટ વિડીઓ છે. મેં મારામાંથી કઢાવી નાખી.“માર્ટીનસર બોલતા બોલતા આંખો ભરી આવી.
“અને એટલે જ મેં ઝીનલનો કોન્ટેક કર્યો. ઝીનલ તાત્કાલિક સ્થળ ઉપર ગઈ કેમ કે સૌથી નજીક એ જ હતી. અમે બધા બહાર હતા. પહેલી વાત કોઈ જ ઈમોશનલ નહિ થાય. આપણે એ લોકો ને પકડવાના છે. નાબુદ કરવાના છે અને સૌથી ખાસ વાત આ વાતની જાણ આપડી હાયર ઓથોરટીને નથી. આ આખું મિશન આપણા દેશથી , આપણા સરથી , ગુપ્ત રાખીને કરવાનું છે. “કેમ એમ સર ..” નિશાંત બોલ્યો.
“કેમ કે એમાં બધા ઇન્વોલ્વ છે અને આપણી પાસે કોઈ પુરાવા નથી જે હતા એ બધા જ નાશ થઇ ગયા. કોઈના નામ નથી કોઈની ઓળખ નથી. ખાલી એક ppt છે મારી પાસે એ પુરતી નથી.”
“તો સર પહેલે થી શરુ કરવું પડશે ને ...” વિજય બોલ્યો.
“હા , ઝીનલમેમ માર્ટીન સર ખાલી તમને મદદ કરશે એ પણ તમે કોઈક રીતે ફસાયા હસો તો બાકી તમારે બધાયે જાતે જ કરવાનું છે.ઓકે. “
“સર ફિલ્ડમાં તો હું એક જ હોઈશ ને કેમ કે નિશાંત તો આઈટી સ્પેસીઅલ છે. “
“ હા તું એક જ હોઇશ શું કરવું શું ન કરવું એ તારે જ નક્કી કરવાનું છે. તું વનમેન આર્મી છે, અને નિશાંત ફિલ્ડમાં જાય છે હા એ ફિલ્ડનો માણસ નથી પણ જરૂર પડ્યે એ આવશે.”
“સર આની કોઈ માહિતી નહિ હોયને ભૂતકાળ ની.? “
“ના નથી. થોડીગણી છે એ માર્ટીન અને ઝીનલ ને ખબર છે. વિજય મારે નિવૃતિમાં ખાલી ૬ મહિના છે મારે આ બોજ લઈને નિવૃત નથી થવું આ બોજ છેલ્લા તીસ વરસ થી લઈને ફરું છું. “
“સર હું જીવ આપી દઈશ પણ આ લોકો જે કોઈ બી છે એને સફળ નહિ થવા દવ. “
“તારો જીવ નથી જોઈત્તો કેમ કે તારું બેકઅપ નથી અમારી જોડે. ઓકે.”
“ડોન્ટ વરી સર ..જરૂર નહિ પડે. “
“ઓકે મને ખબર છે કે એની જરૂર નથી જ પાડવાની. ઝીનલ માર્ટીન તમે બન્ને આને બ્રીફ કરી દો.”
“ઓકે સર , “ બન્ને એક સાથે જ બોલ્યા.
“હવે આપણે પાંચ મહિના પછી જ મળીશું ઓકે. “
“ યસ સર..” બધા એક સુર માં કહ્યું.
“વિજય તારો સમાન નિશાંત ને આપી દે જીપ સહીત તું અમારા બન્ને જોડે ઉદેપુર ચલ .” માર્ટીનસર બોલ્યા.
“ સર હું સ્થળ જોઈને એ વિર ભૂમિને નમન કરીને જ હું આગળ વધીશ. “ નિશાંત બોલ્યો.
“ઓકે તો આપણે રાતે ૧૧ વાગે એરપોર્ટ પર મળીશું. કાઊંટર પર ખાનગી પ્લેન એ જ કહેવાનું ઓકે.” એમ કહીને બધા છૂટ્યા પડ્યા.એરપોર્ટ પરથી સીધા ઉદેપુર અને ત્યાંથી રોડ માર્ગે ફોરેસ્ટની ગાડીમાં સ્થળ પર પહોચ્યા. હજુ આર્મી ગોરખા બટાલિયન હજુ અહી જ હતી પાસકોડ પૂછ્યા. બધાને અંદર જવા દીધા.
“વેલકમ સર . બ્રિગેડીયર મનોવીર સિંગ . “
“થેન્ક્સ સર. “
આખુ સ્થળ ફરીને જોયું. એમાં ઠેર ઠેર ગોળીઓના બ્લાસ્ટના નિશાન હતા. ક્યાંક કપડા નેમપ્લેટ પડ્યું હતું. લાગતિ વળગતી ચીજો ભેગી કરી ફોટો ગ્રાફી કરી. હજુ ફોરેન્સિક નિષ્ણાત તપાસ કરતા હતા. બહુ જ ભયંકર દ્રશ્ય હતું. બે દિવસ ફરીને ચારેય બ્રિગેડીયર માંનોવીર સિંગની કેબીનમાં બેઠા હતા.
“ મને આમાં નક્ષ્સલનો હાથ લાગે છે. કેમ કે પદ્ધતિ બધી એ રીતની જ લાગે છે., એકલા નક્ષ્સલ નહિ જમ્મુમાં બ્લાસ્ટ આ જ પધ્ધતિથી થાય છે. બન્ને ભેગા થયા છે અથવા ભેગા કરવામાં આવ્યા છે. મને ફોરેસ્ટની ઇન્વોલ્વમેન્ટ લાગે છે. કેમ કે આ જગ્યા કોઈને ખબર નહતી. “
“હવે તમે ક્યાં સુધી તપાસ કરી છે સર.. “ માર્ટીન સર બોલ્યા.
“તપાસમાં ફોરેન્સીસ રીપોર્ટ બાકી છે સીસીટીવી બંદ હતા. એમાં એની સીડી મળી છે પણ તૂટેલી છે. આસપાસ કોઈ ગાડી ના નિશાન મળ્યા નથી. મને લાગે છે કે એ લોકો ચાલતા આવ્યા હોવા જોઈએ. સ્નીફર ડોગ મુખ્ય માર્ગ જે અંબાજી નીકળે છે એ માર્ગ પર જઈને અટકી ગયા. સ્થાનિક કોઈ કઈ બોલતું નથી એક વીજળી વિભાગના હેલ્પરે એવું કીધું કે એને એ રાતે ૨૦ ગાડી સુમો જોઈ હતી. એને તપાસમાં લઇ લીધો છે. પુરાવા ધીમેધીમે ભેગા કરું છું. ટૂંકમાં અહિયાં હું બધું ભેગું કરી લઈશ.”
“ તો અમે હેલ્પ કઈ રીતે કરી શકીએ ?” ઝીનલ બોલી
“મેમ તમે ફરી થી જગ્યાએ જઈને સ્થળ તપાસ કરો. કદાચ અમારા કરતા વધારે કઈ ખાસ મળે તમને લોકોને ..”
“ ઓકે ... bye સર ...”
સ્થળ પર દ્રશ્ય બહુ જ ભયાનક હતું. કોઈકની આંગળી કોઈની આંખ કોઈના પગ વિખેરાયેલા પડ્યા હતા.લોહી થી ધરતી હજુ લાલ હતી. આખા બે દિવસ ની રઝળપાટ પછી કઈ ખાસ હાથ લાગ્યું નહિ.
બે દિવસ પછી.....
“ સર , મને લાગે છે કે આપડે બધા એક જ જગ્યાએ કામ કરવાને બદલે આપડે અલગ અલગ થઇ જવું પડશે. “ વિજય બોલ્યો.
“હા એ તો મને પણ એવું જ લાગે છે ..” માર્ટીનસર બોલ્યા
“સર હું મારા ટાઉન પાછી જાવ અને ત્યાં સજ્જન પર નજર રાખું છું. “ ઝીનલ બોલી.
‘ હું નિશાંત અને ટીમ મળીને કઈક પગેરું શોધવાનો પ્રયત્ન કરીશું. “ માર્ટીનસર બોલ્યા
“સર એક ફેરફાર કરો...” વિજય બોલ્યો.
“એ જ કે હું નક્સલ એરિયામાં જઈને કામ કરું. બરાબર. . “ નિશાંત બોલ્યો.
“હા .. અને આપણે બે મહિના પછી મળીશું. મને આશા છેકે આપણે 90% સુધી પહોંચી ગયા હોઈશું”
હા ..”બધા એક સૂર માં બોલ્યા.
મીટીંગ પૂરી થયા પછી નિશાંત તરત જ માર્ટીનસર અને બીજા બાતમીદારો ને ભેગા કરીને નક્સલ અરિયામાં જવા રવાના થયો.ઝીનલ એની જગ્યાએ જવા નીકળી ગઈ. આકાશ માર્ટીનસર બ્રિગેડીયર માંનોવીરર્સિંગ નીઓ કેબીનમાં બેઠા હતા.
“ સર, હવે તમે પુરાવા આપ્યા કડી આપી અમે હજુ દિશા નક્કી નથી કરી શકતા કે કઈ તરફ જવું ?’ માર્ટીન સર ચિંતાતુર અવાજ માં કહ્યું.
“ તમને નઈ મને પણ એ જ ચિંતા છે કોઈ કડી આગળ જતી જ નથી. ના કોઈ ઈન્ટેલીજન્સ કડી છે, ના કોઈ બાતમીદાર ના કોઈ ફોરેન્સિક રીપોર્ટ. “ બ્રિગેડીયર સરે હાથ ટેબલ પર પછાડતા કહ્યું.
“ સર ફોરેન્સિક નિષ્ણાત ટીમ નો રીપોર્ટ શું કહે છે.? ‘ વિજય બોલ્યો
“ એ કોઈ નિર્ણય ઉપર પહોચી શક્યા નથી. “
“ સર તો નવી બનેલી કમાન્ડો ટીમ ને એક વાર બોલાવી જોઈએ તો ....” માર્ટીન સર કહ્યું
“ હા સર આમેય ટીમ ઓન પેપર નથી. અમને આફ્રિકામાં એ લોકો એ બહુ હેલ્પ કરી છે. એનો અભ્યાસ ઇસ્રાયેલ અને યુરોપ અને રશિયન નિષ્ણાત દ્વારા થયો છે. મેં નજીક થી એમના કામ ને જોયું છે સર. “
“પણ ફોર્માલીટી ...” વળી ચિંતાતુર બ્રિગેડીયર બોલ્યા
“સર એ હું કરી લઈશ. “ માર્ટીનસર ઉત્સાહી થઇ ને બોલ્યા.
“સર એક વિઘ્ન છે, “ બ્રિગેડીયર ફરી બોલ્યા.
“ શું ..”
“ આ અરિયા અમારે ખાલી કરી દેવાનો છે અહી ટાઇગર ટીમ આવવાની છે. “
“એનો મતલબ કે ગવર્મેન્ટને આપણી પર ભરોસો નથી. “ વિજય બોલ્યો
“ કદાચ શક્ય છે. “ માર્ટીન સર બોલ્યા
“ ના એમ નથી અજય ઇન્ડસ્ટ્રી ફડચામાં ગઈ છે એના લીધે જગતપુર અને રાજધાની એરિયામાં હડતાલ થઇ છે. બહુ ટેન્સ માહોલ થઇ ગયો છે. “ બ્રીગેડીયર બોલ્યા.
“ સર તમારી ફાઈલ અમે જોઈ શકીએ. “ વિજયે પૂછ્યું
“યંગમેંન એ તમારી જ છે અમે તો ફક્ત મદદ કરીયે છીએ. તમે જોઈ લો એમાં તમને મારી ટીમ મદદ કરશે તમે ફોરેન્સિક ટીમને પણ મળી શકો છો. “
“થેન્ક્સ સર. “
“ પણ માર્તીનભાઈ જે કરવું હોય એ ઝડપથી કરજો તમારી પાસે ૧૨ કલાક છે, ટાઇગર ટીમ આવ્યા પછી હું કઈ મદદ નહિ કરી શકું. મારે એને આપી દેવાનું છે. “
“પણ તપાસ ચાલુ રહેશેને .. ?” માર્ટીનસર બોલ્યા
“ના સર ટાઇગર ટીમ મતલબ કમાન્ડો ટીમ નઈ એ ગવર્મેન્ટની ખાસ CRPFની બનાવેલી ટીમ છે. એ આ બધું સાફસુફ કરીને જાણે કઈ થયું જ નથી એમ કરશે. એ બધા પરથી પરદો પાડી દેશે. આ વાંચો સમાચાર...” બ્રિગેડીયર છાપું આપતા બોલ્યા.
સમાચાર હતા આબુ નજીક જંગલ એરિયામાં આર્મી કેમ્પમાં અકસ્માત ૫૦ જવાનોની મોત. ઘટના બસ બ્રેક ફેલ થવાથી બની. તમામ સમાચારમાં હેડ લાઈન હતી.
“ઓહ આ તો ...”
“ યસ ... સર રાજનીતિ અને સુરક્ષા વચ્ચે હમેશા આપડા બધાનો ભોગ લેવાય છે. હા તમે લોકો ક્યાય ઓન પેપર નથી એટલે તમે કામ કરી શકશો. પણ જો ટાઇગરને ખબર પડશે તો તમને પતાવી દેશે હું ક્લીયર કહું છું મને અનુભવ છે. મારા સોર્સના મેશેજ છે કે સરકાર કદાચ સમજુતી કરવાની છે. જો એમ થયું તો બધું પૂરું. “
“ સર સમજુતી થાય એમાં ખોટું શું છે શાંતિ તો ફેલાય ને ...” વિજય બોલ્યો
“ યંગ મેંન એવી રીતે નહિ જે રીતે તું સમજે છે,,, “ બ્રિગેડીયર બોલ્યા.
“ હા બીઝનેસ ડીલ રાજનીતિ ડીલ ...” માર્ટીનસર બોલ્યા.
“ હા ...તમે જે કરો એ જલ્દી કરજો તમારી પાસે સમય નથી. સમય આવે આ લોકો દેશને વેચી નાખે એમ છે. “
“ ઓકે સર ...”
“ બેસ્ટ ઓફ લક ... હા એક સલાહ છે તમે ચાર જ્યાં સુધી કોઈ અંતિમ નિર્ણય ઉપર પહોચો નહિ ત્યાં સુધી કોઈ જોડે દિલ્હી વાત કરતા નહિ આમાં કોણ ક્યારે ફરે એ નક્કી હોતું નથી. એ વ્યક્તિ આજે સરકાર થી પણ ઉપર છે એ વાત અહિયાં યાદ રાખજો. તંત્ર આખું એની પર નતમસ્તક છે.
ઓકે ફરી થી બેસ્ટ ઓફ લક હા મારી યુનિટની કોઈ દિવસ મદદ જોઈએ તો હું રેડી હોઇશ. હવે અમે લક્ષદીપ જઈશું ઓકે bye. “
બન્ને જોડે હાથ મિલાવીને વિજય અને માર્ટીનસર સિક્રેટ રૂમ માં ગયા ત્યાં તપાસ ચાલુ હતી. હેડને મળ્યા.
“ વેલકમ સર .. “
“ કોઈ કડી ...”
“ કડી એક છે ..જો આ ટાયરના નિશાન આ ખાસ ટાયર છે જે ૧૯૯૫ પહેલા આર્મીમાં વપરાતા હતા. જે સ્ક્રેપમાં વેચી દેવામાં આવ્યા હતા એના છે, એની કેપેસીટી ૧૦ માણસની છે. આવા બે ટ્રક હોઈ શકે. આ એ ટ્રક ની ઓરીજનલ ફોટો છે, અને આ ગન પાવડર અને બુલેટ્સ મળી છે. બન્ને આર્મી વાપરે છે એ સેમ છે એમાં નક્કી કરવું મુશ્કેલ છે કે એ કોની છે. “
“ એ લોકો પાસે આપણી બુલેટ ક્યાંથી આવી ? “
“ ખાનગીઓ કંપની પાસે કામ કરવાની લાહ્યમાં ...”
“ મીન્સ જે કમ્પની પાસે એનો ઠેકો છે એને વેચી નાખી હોવી જોઈએ ...”
“હા કદાચ કદાચ ચોરાઉ પણ હોઈ નક્કી ના કેહવાય ..”
“ મારી પાસે પૂરતા સાધનો નથી એટલે બહુ ચોક્કસ ના કહી શકું પણ અનુભવ પરથી તમને કહી શકું કે આ ગન સરખી છે પણ આપણી ગન કરતા એની ગન બહુ જૂની છે. આ રીપોર્ટ છે કોપી સરે તમને આપવાની કહી છે. લો ..”
“ તપાસ ની રીપોર્ટ ...”
“ એમાં ખાસ કઈ નથી એક લાઈન મેંન છે એ લોકો લાઈન પર હતા ત્યારે એમેણે રાતે સુમો ગાડી ૨૦ જોઈ હતી પણ અહી થી સુમો ના કોઈ નિશાન મળ્યા નથી. એ ખોટું પણ બોલતા હોઈ કદાચ રાત હતી એટલે પીધો પણ હોઈ શકે છે એના વિષે છાપ છે કે એ પીધેલો હોઈ છે એને બે ચાર લાઈન અકસ્માત પણ કર્યા છે પણ એના ફેમેલી રાજકારણમાં છે એટલે એને કઈ થતું નથી.
“ બીજું કઈ ,,, ખાસ .. “
“ આ ઘટના પછી ફોરેસ્ટ ઓફીસ લાપતા છે .. બીટ ગાર્ડ ની લાસ મળી છે .. આ રીપોર્ટ ઓરીજનલ છે કેમ કે ટાઇગર ટીમ આવે એ પહેલા સરે તમને આપવા કહ્યું છે. “
“ ઓકે ,,,થેન્ક્સ .”
એ પછી બીજા ચાર કલાક ટીમ સાથે સ્થળ પર તપાસ ટીમે ઘણું બધું કહ્યું અને આપ્યું. પછી સર ના સખત કડક આદેશ સાથે એમને સ્થળ છોડી દીધું.
***********************************************************************
એ પૂરું કરીને ઉદેપુર આવી ગયા. હોટેલમાં રોકાયા.
“સર , આપણી પાસે બે કામ છે..”
“હા એક તો બીટગાર્ડ વિષે અને બીજું લાઈનમેન .... તું લાઈનમેન પાછળ જઈશ હું અહી રહીને બીટગાર્ડ પાછળ જઈશ. ઓકે .. “
“ઓકે તું હું આજે જ નીકળું છું. “
“ એના પછી તું જગતપુર જઈશ. તારે પેહલા એ જાણવું જોઈ કે તારી લીનાભાભી અને અજયભાઈ જોડે શું થયું હતું ?એના પરથી ઘણી બધી વિગત એમને એમ મળી જશે. “
“સર મળી જાય તો પછી પણ શું થશે આપડી પાસે પુરાવા તો નહિ હોય ને ... “
“ હા એ છે ... અને કાદાચ એને આપણે મારી નાખીએ તો પણ એ હીરો બની જશે અને આપણે આતંકવાદી જો આ સમાચાર ... એને ઇન્ડસ્ટ્રી નો પ્રેસિડેન્ટ બનાવ્યો છે જો .. અને એને સલાહાકાર કમિટીમાં પણ છે. “
“ તો તો આપણે ફેલ .. કોઈ આપણી મદદ નહિ કરે. “
“આપણે દેશને બચવાના શપથ લીધા છે કોઈ વ્યક્તિને નહિ ઓકે જેન્ટલમેન ...વી આર સોલ્જર”
“યસ સર ,વી રેડી ફોર ડાઈ અલ્વેજ..”
“નો વી આર ફોર ટેક લાઈફ ઓફ એનીમી ઓકે ...આપણે દુશ્મને મારવાનો છે મારવાનું નથી ઓકે. “
“ યસ સર .. “
“ આ લડાઈ આપણે જીતવાની છે ગમે તે થાય ઓકે .. “
“ઓકે સર ,, હવે હું નીકળું છું. “
“ હવે આપણે નહિ મળીયે આપણે કંટ્રોલ રૂમ મારફતે મળીશું હવે ત્યારે જ મળીશું જયારે એનો વધ કરવાનો હશે “
“ યસ સર .. “
“ ઓકે .. “
વિગતો હથિયાર એકબીજાને આપીને બન્ને છુટા પડ્યા.
વિજય સૌથી પહેલા લાઈનમેનના ગામ ગયો અને એને પકડ્યો. એની જોડે કોઈ ખાસ મળ્યું નહિ. એને ફરી જઈને જંગલમાં તપાસ કરી. એને એક નંબર પ્લેટ મળી એની તપાસ કરી તો એ એક ગામની હતી. ધીરે ધીરે એ એક પછી એક કડી વિગત મેળવીને આગળ જતો હતો. આ બાજુ ઉદેપુર ઉદેપુર થી આબુ અને આબુ થી ઇન્દોર અને ઇન્દોર થી બસ્તર સુધી નેટવર્ક ખોલવામાં સરળતા પડી જાણે આખું નેટવર્ક સામે ચાલીને એ લોકો ની સામે આવતું હતું. આખું નેટવર્ક પકડાઈ ગયું એકદમ સરળતાથી આખી ટીમ ખુશ હતી બહુ જ. વિજયને ડ્રગનું નેટવર્ક સરળતાથી મળી ગયું એનો હેડ પણ પકડાઈ ગયો.
“ સર રેડ માં તમામ મળી ગયા પણ એક યુવતી નથી મળતી હજુ આ ફોટામાં દેખાય છે એ ..”
“કોણ છે એ એનો કોઈ ફોટો છે ? “
“ હા સર , “
“ આ લો ... “ ફોટો જોતા જ વિજય ખુરશીમાંથી ઉભો થઇ ગયો.
“આ ... “
“ હા સર , “
“ આ તો ... શ્વેતા છે. “
“ તું ઓળખે છે એને ...” માર્ટીન સરે કહ્યું.
“ હા અમારી બહેન છે મારી યાર છે.” વિજયની આંખો માંથી આંશુ નીકળી ગયા.,
“એને પકડવી પડશે અથવા મારવી પડશે. કોઈ બીજો રસ્તો નથી. “ માર્ટીન સર બોલ્યા.
“ એ ક્યાં છે અત્યારે. “
“ એ દુબઈ છે લાસ્ટ માહિતી મુજબ. “ નિશાંત બોલ્યો
“ ઓકે હું જઈશ એને લઇ આવીશ. “ વિજય ખુરશી માંથી ઉભો થઈ ગયો;.
“ તું એકલો નહીં જાય નિશાંત આવશે ભેગો “
“ઓકે ... “
“ક્યારે જવાનું છે એ કહો આજે ? “
“હા રાતની ફ્લાઈટ છે મેં બે ટીકીટ બુક થઇ ગઈ છે. તમે બન્ને નીકળો હા એક વાત યાદ રાખજો ત્યાના કાયદા બહુ જ કડક છે ઉપર થી એ મુસ્લિમ છે. “
“સર હું હેન્ડલ કરી લઈશ. ડોન્ટ વરી “
“ ઓકે .. “
બન્ને ફ્લાઈટ માં જવા ઉપાડી ગયા. નિશાંત મનમાં ઘણા સવાલો હતા. વિજય કોઈ દિવસ કોઈ ખાસ અંગત વાતો કેહતો નહિ. બન્ને દુબઈ એરપોર્ટ પર ઉતર્યા. નક્કી કર્યા મુજબ હોટેલ પર રોકાયા બન્ને ટુરિસ્ટ તરીકે રોકાયા. આખો દિવસ ફરતા અને કોઇનેકોઇ કડી મેળવવાનો પ્રત્યન કરતા. સ્થાનિક નેટવર્કની મદદ થી ભારતીય ગુંડાઓ જે રીચ અને જેન્ટલ બનીને રહેતા હતા. એમના પર આંગળી ચીંધવી બહુ જ મુશ્કેલ હતું. ધીમે ધીમે બારમાં બાર ડાન્સર સાથે મુલાકાત કરી ત્રણ દિવસે એક ડાન્સર સાથે મિત્રતા થઇ એની સાથે હોટેલમાં સમય વિતાવ્યા પછી રોજ એની સાથે મુલાકાત કરવા એના બારમાં એના ફ્લેટ પર જવા લાગ્યો.
“ આજે બહુ જલ્દી માં છે તું લોરા .. ? “લોરા એ જ મિત્ર હતી જેની સાથે મિત્રતા કેળવી હતી.
“હા આજે એક ખાસ શેખના ઘરે પાર્ટી છે એના ત્યાં જવાનું છે. બારમાં નહિ. “
“ હું આવું ..”
“ના ત્યાં પોસીબલ નથી હા તું મને લેવા આવી શકે છે હું મારી ટેક્ષી વાળા ને કહી દઈશ તને રાતે ૧૧ વાગે પીક કરી લેશે આજે બેડ રગીન નઈ કરીએ બેબી આજે દુબઈ દેખાડીશ તને. “
“ઓકે .. ડીયર .. “ એને પકડીને ગાઢ ચુંબન કર્યું.
“ બસ હવે.. બાકી રાતે ઓકે .. “
“ ઓકે હું અહી રોકાઈ જાવ .. “
“ હા સ્યોર .. “
લોરા એને રૂમ પર છોડીને ગઈ. લોરા નો સમાન ચેક કર્યા પછી કઈ ખાસ મળ્યું નહિ. છેલ્લે એ સુઈ ગયો.રાતે ટેક્ષી લેવા આવી. ટેક્ષી એ લોરાએ બતાવેલી જગ્યાએ છોડી દીધો.
“ હાય . કઈ ખાઇશ કે નહિ ? “
“ તું છે ને ..ખાવા માટે.. “ વિજયે એને પકડીને ફરી બાહોમાં લઇ લીધી અને ચુબનનો વરસાદ વરસવી દીધો.
“ બસ હવે ... તારે ભારત પાછા નથી જવું ? “
“ કેમ બોર થઇ ગઈ મારા થી .. “
“ ના હવે પણ તું ચાર દિવસ થી મારી પાસે છે આમ મેં કોઈ ને જોડે આટલા દિવસ નથી આવા દીધો. પણ તારી જોડે એક માયા થઇ ગઈ છે. “
“ મને પણ .. “ બન્ને હાથમાં હાથ નાખીને વાતો કરતા કરતા આગળ વધતા જતા હતા.
“એક વાત પૂછું ...”
“ હા બોલને .. પણ પહેલા અહી બેસ.. “ એક બેંચ પર બેઠા
“તું અહી પૈસા કમાવા આવી છે કે એમ જ .. “
“ સાચું કવ તો હું અહી મારી મરજી થી આવી જ નથી. હું સાઉથ ઇન્ડિયન છું . મારા પપ્પાને ધંધામાં ખોટ ગઈ. ઉપર થી એમનાં મિત્રો એ દગો આપ્યો એટલે એમણે આત્મહત્યા કરી લીધી. મેં કોઈ દિવસ તંગી જોઈ નહતી મોજશોખ બહુ જ હતા. એટલે મારી એક મિત્ર એ મને પૈસા અને પાર્ટીની લાલચ આપીને મને આ ધંધામાં નાખી. મને પણ પૈસા મળતા ગયા પપ્પાનું દેવું ચૂકવાતું ગયું. મને રોજ નવો બકરો મળતો બીજી કોઈ માથાકૂટ નહી મજા આવા લાગી. મેં માલિક જોડે ફ્લેટ લેવા પૈસા માગ્યા એમણે કહ્યું એના માટે મારે દુબઈ જવું પડશે પછી શું હું અહી આવી ગઈ પાસપોર્ટ નથી કઈ નથી હા એ લોકો એ મને દુબઈ મુબઈ બન્ને જગ્યાએ ફ્લેટ લઇ આપ્યો છે. મારી જરૂરિયાત પૂરી થઇ જાય છે બીજું શું જોઈ ? “
“ મને તો ફિલ્મની સ્ટોરી લાગી. “
“ મારી લાઈફ કે સ્ટોરી ? “
“ મને તો એમ કે તને બળજબરી થી લઇ આવ્યા હશે. “
“ના મારી જોડે એવું નથી હા બીજી જોડે એવું થાય છે. “
“ માનવ વેપાર ? માનવ હેરફેર ? “
“ હા “
“ તું એ બધું કેમ પૂછું છે ? “
“ મારી બહેન ગાયબ છે એટલે .. ? “
“ ઓહ આ કોઈ સ્ટોરી જેવું નથી. ?? “
“ ના સત્ય છે. “
“ તો આપણે પહેલા ફ્લેટ પર જવું પડશે ચલ.. :”
બન્ને ફરી ફ્લેટ પર ગયા. લોરા એ રૂમ બરાબર ચેક કર્યો. પછી બેડ પર બેઠી.
“ તું ચિંતા ન કર મેં રૂમ ચેક કરી લીધો છે કઈ જ નથી ઓકે .. “
‘ વાહ સરસ ... “ લોરા વિજયની બહો માં આવી ગઈ.
“ મારી અતિમ માહિતી મુજબ એના લગ્ન કોઈ શેખ જોડે ત્યાં હતા, એ વ્યક્તિ ડ્રગનો કારોબારી નીકળ્યો. મુખ્ય વાત એ છે કે એને બધા સોદા અને માલની આપ લે બધુ જ શ્વેતા દ્વારા કર્યું છે. તમામની ગુનેગાર હાલ શ્વેતા ગણાય. “
“ તારે શ્વેતાને લઇ જવીં છે કે ગુનેગાર ને પકડવો છે એ કે ... “
“ તને કેમ ખબર કે હું ... ? “
“ ડીયર મને ૪ વરસ થયા પુરુષો ની પથારી ગરમ કરતા કરતા મને ખબર ન પડે એવું બને. તું મને રોજ મળે છે મને ગરમ કરે છે અને ઘેનની દવા મેળવી છે. મને શું નથી ખબર ? “
“ હા , હું એને શોધીને લઇ જવા જ આવ્યો છું. “
“ તું એને લઇ જઈશ તો તારી એટલે આપડી ગવર્મેન્ટ મુકશે એને ... “
“ હું બચાવીશ. “
“ ઓકે સૌથી પહેલા તું મને એનો ફોટો આપ ..જેથી કરીને હું એને શોધી શકું. “
“ એ મળી ગઈ છે એ શેખના ઘરમાં કેદ છે. તું જેને ત્યાં આજે ગઈ હતી ને એને ત્યાં એ જ એનો પતિ છે. તને જે નોકરની મળી હતી એ જ મારી શ્વેતા છે. “
“ ઓહ મારી પાછળ કોઈ હતું એમ સરસ. “
“ મારે એને લઇ જવી છે બસ. “
“ તું એવું એવું કઈક કર કે જેથી એનો પતિ દુબઈમાં ફસાઈ જાય તું એને લઇ ને નીકળી શકે”
“ હું એવું જ કઈ વિચારું છું”
“પહેલા ફોટો તો આપ મને ...”
“બીજું હું કે મારી કોઈ વ્યક્તિ અંદર આવી શકે કે નહિ ? “
“ આજ કાલ તો એને ઘરે કોઈ પ્રોગ્રામ નથી હા એની ઓફીસ પર છે પ્રોગ્રામ. પહેલા એ કે એ તને ઓળખે છે કે નહિ ? એ તારી ખાસ છે તો કોઈએ ઓળખ તો આપી જ હશે ને ? “
“ હા કદાચ આપી જ હોય હું શું કરું છું એ એને ખબર નહિ હોય. “
“ તું ચાલ આપણે કોઈ બહાનું કરીને અંદર જઈશું. “
“તું પહેલા એની જોડે એક મુલાકાત કરી લે પછી કઈક કર. “
“ ઓકે સરસ “
બન્ને એક બીજામાં ખોવાઈ ગયા.
નિશાંત અને વિજય બન્ને લોરા જોડે અંદર ઓફીસમાં ગયા બોડીગાર્ડ બનીને સમય મળતા જ ઓફિસમાં તપાસ કરી એમાં ભારત મોકલવામાં આવતા મુસાફરોનું લીસ્ટ હતું. દર મહીને અઠવાડિયે એક ફ્લાઈટમાં કોઈના સમાનમાં ગીફ્ટની લાલચ આપીને સમાનમાં ડ્રગ મોકલવામાં આવતું હતું. મુસાફરોનું લીસ્ટ કર્મચારીઓનું લીસ્ટ બધું ભેગું કર્યું. કોમ્પુટરમાંથી બધો ડેટા લઇ લીધો. બધું પતાવીને લોરાનો પ્રોગ્રામ ડાન્સનો પૂરો થયા પછી બહાર રોડ પર ત્રણેય આવ્યા.
“ મારો બોસ આમાં ભાગીદાર લાગે છે. આપણે એની પાસે જ જાય તો .. ? “
“ તને આમારી અસર આવી લાગે છે... “ વિજય આશ્ચર્ય સાથે બોલ્યો.
“ આપણી નહિ તારી માત્ર તારી કેમ કે હું બે દિવસ એની જોડે ગયો છું એના મોઢે માત્ર તારી જ વાતો હોય છે. તું આમ છે તું તેમ છે ... લોરા ... ???” નિશાંત બન્ને સામે જોઇને મીઠું હાસ્ય કર્યું.
“ કામ ની વાત કરીએ. પહેલા તો હું ડાન્સગર્લ મારા શોખ થી નથી. હું પણ એજન્ટ છું ઓકે. મને ખાસ તમારા પર નજર રાખવા અને મદદ કરવા અને કઈ પણ એવુ લાગે તો કોઈનું નામ આવે છે તો તમને બંને પતાવાનો ટાસ્ક મને મળ્યો છે. ઓકે,, ? “
બન્ને એની સામે તથા એક બીજા સામે એકીટશે જોઈ જ રહ્યા.
“ મને શંકા ગઈ જ હતી મેં તને પૂછ્યું પણ હતું .. ઓકે તું હેલ્પ કરીશ કે અમને ઉડાડી દઈશ એ કહે.. “ વિજયે આશ્ચર્ય સાથે કહ્યું.
“ મારે કઈ જ નથી કરવું તમે તમારી બહેનને લઇ જાવ એ જ ઇચ્છા અને શુભેચ્છા મેં અને નિશાંત એની જોડે વાત કરી હતી એને સરનામું આપ્યું હતું કે આપણે એને મિડલ ફોર્ગ એક મોલ છે એમાં મળીશું. આપણે જોઈએ એ આવે છે કે નહિ. “
“ નિશાંત તને ખબર હતી ?? “
“ હું જયારે એનો પીછો કરી ને અંદર ગયો અને અંદર તપાસ કરતો હતો ત્યારે શેખના રૂમમાં ટોટલ ન્યુડ હતી અને એની સાથે રોમાન્સના બદલે રૂમમાં શોધી રહી હતી ત્યાં અમે ટકરાઈ ગયા હતા. ભૂલ થી શેખ ઉઠી ગયો બારી માંથી અમેં બન્ને શ્વેતાના રૂમ માં ગયા. ત્યાં શ્વેતા ને કહ્યું અમેં તને લેવા આવ્યા છીએ તારી ઈચ્છા હોય તો મિડલ ફોર્ગ મોલમાં આવજે. એ રોજ બપોરે બહાર થોડીવાર માટે આવે છે. એની જોડે બોડીગાર્ડ હોય છે પણ એ મોલમાં નથી આવતા એની બદલે એ કેમરા કંટ્રોલ રૂમમાંથી એની પર નજર રાખે છે. “
“ મેં એટલા દિવસની તપાસમાં એટલી તો ખબર પડી ગઈ કે ગવર્મેન્ટ સપોર્ટ વગર આપડે આ બન્ને ને અહી થી લઇ જઈ નહી શકીએ. સિવાય કે પોતાની ઈચ્છા થી ઇન્ડિયા આવે તો ... “ વિજય બોલ્યો.
“ એના માટે આપણે પહેલા મારા બોસની સર્વિસ કરવી પડશે. એને સાલ્લાને બધી ખબર છે. હજુ આપણી પાસે સમય છે. બે કલાક જઈશું. “ લોરા બોલી.
“ ઓકે ચાલો ...કરો ટેક્ષી.. “ નિશાંત બોલ્યો.
“ હા ચાલો ... “
“ MR. જેફૂદીન ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટના કિંગ અને લેબર કોન્ટ્રાકટર રાઈટ ..” વિજય બોલ્યો
“ વિજય કેમરા ઓફ છે .. “ નિશાંત ચેક કરી બોલ્યો
“ રોડ ક્લીયર ...વિજય .. “ લોરા બહાર ચેક કરી બોલી
“ લોરા તું તો ... “ જેફૂદીન લોરા નું આ રૂપ જોઇને ડગાઈ ગયો.
“ હા ... હવે ચુપચાપ સવાલ ના જવાબ આપી દે “ લોરા ગન પોઈન્ટ મુકતા કહ્યું.
“પણ તમારે જોઈએ છે શું .. ? “
“ શેખ ના બે નંબરના ધંધા કોણ સંભાળે છે ? શેખના ડ્રગ , હ્યુમન ટ્રાફિકિંગ કોણ કરાવે છે બસ” નિશાંત ગનને કપાળ પર મુકતા બોલ્યો.
“મને કઈ જ ખબર નથી તમે લોકો શું કહો છો ? “ જેફૂદીનના ચહેરા પર સહેજે ચિંતા ન હતી .
“ જેફ તારા રૂમ માંથી આ ફાઈલ મળી છે તેમાં આ તમામ હકીકત તારી વિરુધ્ધ્ છે. ચુપચાપ બોલી જા. “ વિજય બોલ્યો.
“મને નથી ખબર ,, “ હજુ બિન્દાસ જ બોલતો હતો.
“ ઓકે તું એમ નહિ બોલે એમ ને .. કઈ વાંધો નહિ તને સ્થાનિક ઓથોરીટીમાં સોપી દઈશું. ઓકે” લોરા બોલી
“ મેં તો ફોન કરી દીધો છે. બસ આવે એટલી જ વાર છે . “ વિજય બોલ્યો.
“ ઓકે તો પછી આપણે કઈ કરવાની ક્યાં જરૂર છે ?”નિશાંત ગનલોડ કરતા બોલ્યો
“ તું શું કરે છે ગન નીચે રાખ યાર આ લોકો ને ખબર પડશે તો મને જીવતો મારી નાખશે. મારે આ લોકોના હાથ માં નથી પડવું, “
“ તો ચુપચાપ બોલવા માંડ .. “ લોરા બોલી
“ હું શેખ માટે છેલ્લા કેટલાય સમય થી કામ કરું છું. ઇન્ડિયા થી છોકરીઓ લઇ આવી કામ આપવું પછી દેહવ્યાપાર માં ફસાવવી એ મારું કામ છે, અહી થી ગમેતેમ કરીને ડ્રગ ઇન્ડિયા મોકલવું એ મારા ખાસ કામ છે એમાં પોલીટીસિયન ફિલ્મ એક્ટર બધા આમાં ઇન્વોલ્વ છે. એમાં કોઈ કઈ જ નહિ કરી શકે. “
“ લૂક મારે કોઈનું કામ નથી મારે ખાલી શ્વેતાને લઇ જવી છે બસ. આ ફોટો, “ વિજય બોલ્યો
“ આ તમને એમનેએમ તો નહિ મળે એ શેખ ની ઓફીસીઅલ પત્ની છે. એની સુધી પહોચવું એ અઘરું છે.એની અંગત સિક્યુરીટી છે બહુ જ કડક. હા એમાં ખાલી એની ડાન્સર અને કોલગર્લ જઈ શકે છે. “
“એમાં તે નવું શું કીધુ આ તો મને પણ ખબર છે .. “ લોરા એ એક થપ્પડ મારતા કહ્યું.
“ હું સાચું કહું છું “
“ તો ચલ હવે પોલીસ આવી ગઈ છે તું બની જા એનો જમાઈ “ વિજય બોલ્યો
“ ખરેખર ,,, ? “ લોરા અને નિશાંત પણ વિચારમાં પડી ગયા.
એટલામાં ખરેખર પોલીસ આવી ગઈ. જગ્યા સીલ કરી દીધી અને તમામ જગાએ રેડ કરીને આખું નેટવર્ક સીલ કર્યું. આ બાજુ નિશાંત લોરા અને વિજય શેખના બંગલે ગયા.
“ તમે અંદર નહિ જઈ શકો ..”
“ ઓહ મારે પોલીસ બોલવી પડશે કે અંદર જવા દેશો. પોલીસ સાથે જ છે જો મને નહિ જાવ દો એ અંદર આવશે. “ લોરા એ કહ્યું
“ બ્યુટી ની વાત સમજાઈ કે નહિ ? “ નિશાંતે કહ્યું
ચુપચાપ દરવાજો ખોલી દીધો સાથે દુબઈ પોલીસ દાખલ થઇ.
“ mr શેખ .. મારા જીજુ .. કેમ છો ? “ વિજય અંદર આવતા બોલ્યો
“ કોણ છો ? “ શેખે ગુસ્સામાં કહ્યું
“ઓહ મને નથી ઓળખતા .. “ વિજયે ખુરશી માં બેસતા કહ્યું
“ મને તો ઓળખતો જ હોઈશ તું કેમ ? “ લોરા વિજય ની બાજુમાં બેસતા બોલી
“ મને ઓળખવા ની જરૂર નથી. “ નિશાંત બોલ્યો
આ બાજુ તમામ પોલીસ અંદર ગોઠવાઈ અને તપાસ ચાલુ કરી. અંદર થી શ્વેતા ને બીજી બે છોકરીને લઇ આવ્યા.
“ સર આ છે ? “ એક પોલીસ વાળો બોલ્યો.
“ યસ એને લઇ જાવ ..”
“ શેખ સરકારી મહેમાન બનવા તૈયાર .. “ વિજયે કહ્યું
“ તું મારું કઈ જ નહિ ઉખાડી શકે .. “ શેખ ગુસ્સામાં બોલ્યો
“ હા હું નહિ આ પોલીસ વાળા ઉખાડી શકે છે ચુપચાપ ઇન્ડિયા આવા રેડી થા નહિ તો તમામ પુરાવા હું આ લોકો ને આપી દઈશ. “ વિજય ગુસ્સામાં બોલ્યો
“ શેખ તારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. “ લોરા બોલી
“ હા ચુપચાપ તું ઈડિયા આવા તૈયાર થઇ જા બસ .. “ નીશાંત બોલ્યો
“ તમને હું જોઈ લઈશ. “ શેખ હજુ ગુસ્સામાં હ્તો એટલા માં પોલીસે એને પકડી લીધો. થોડી કાર્યવાહી પછી બધા ઇન્ડિયા જવા તૈયાર થયા.
“ લોરા થેન્ક્સ .. “ વિજયે કહ્યું
“ થેન્ક્સ અત્યારે નહીં તને તારી શ્વેતા મળી જાય ત્યારે કહેજે ઓકે .. “
“ લોરા તું ડાન્સ સારો કરે છે તું બોલીવુડ માં ચાલે એમ છે કેમ વીજુ .. “ નિશાંતે કહ્યું
“ ના એના કરતા તો ....જવાદે ને નથી કહેવું.. “ વિજય બોલ્યો
“ હું ડાન્સર છું ક્લાસિકલ અને વેસ્ટર્ન બન્ને,,, ઓકે ... “ લોરા બોલી
“ તારે મોડેલ હોવું જોઈએ ખોટી તું આમાં આવી “ નિશાંત બોલ્યો.
“ હવે જઈશું ફ્લાઈટ નો સમય થઇ ગયો છે. “ વિજય બોલ્યો.
“ ઓકે સર .. “ લોરા નિશાંત બન્ને સાથે બોલ્યા.
તમામ ફોર્માલીટી પતાવીને એરપોર્ટ ગયા. વિજયની આંખો હજુ શ્વેતાને શોધતી હતી.
“ વિજય એ આવી જશે ડોન્ટ વરી પણ એ આપણી સાથે નહિ હોય .. “ લોરા એ વિજય નો હાથ હાથ માં લીધો.
“ મારે એને આપણી સાથે જ લઇ જવી હતી. “
“ વિજય ..આપણે સિપાહી છીએ ભૂલી ન જા “ નિશાંત બોલ્યો,
“ લેટ્સ ગો .. “ બધા ફ્લાઈટમાં બેઠા.
આખા ર્રસ્તે માત્ર શ્વેતાના જ વિચારો આવતા હતા. એની જોડે વિતાવેલો સમય કોલેજના દિવસો અને સ્કુલની એ મસ્તી એ અલોક રજતની દોસ્તી એ જ યાદ આવતું હતું એની આંખ માંથી માત્ર એ દિવસો પાણીની જેમ વહેતા જતા હતા. જાણે એના માનસપટલ પર એ જ વિચારો દોડતા હતા. લોરા એની આંખોમાં જોઈ રહી હતી ક્યારેય વિજયની આંખોમાં આટલી ઉદાસીનતા જોઈ નહતી. વિજયની આંખ માથી અશ્રુની ધાર વહેતી જતી હતી. લોરાને ઘડીક થયું કે એને રોકી લવ પણ લોરા એ વિજય ને રડવા જ દીધો. નિશાંત વિજયને બોલવવા જતો હતો ત્યાં એને લોરા એ રોકી લીધો ઈશારો કરી કહ્યું એને રડવા દે. વિજય રડતા રડતા ક્યારે લોરા ના ખભા પર માથું મૂકી દીધુ વિજયને ખબર પણ ના રહી. ત્રણેય મુબઈ એરપોર્ટ પરથી છુટા પડ્યા. પ્લેનમાંથી ઉતર્યા પછી તરત જ એરપોર્ટ પર જ વિજયને રોકી લેવાયો.
“ સર તમારા માટે કોલ છે તમારે અરજન્ટ જોધપુર જવાનું છે આપનું ચાર્ટડ પ્લેન તૈયાર છે.” એક ઓફિસર આવીને બોલ્યો.
“ મારા માટે .. ના હોય .. “ વિજયે બિન્દાસ જવાબ આપ્યો
“ લેફ.વિજય રાઈટ .. ? “
“ હા હું ...”વિજય કઈ સમજી જ ના શક્યો.
“તો ચાલો ... “ બે અધિકારીઓ એને રોકીને પ્લેન તરફ દોરી ગયા.
પ્લેનમાં જતા જ એની આંખો આશ્ચર્ય થી ફાટી ગઈ. પ્લેન માં શ્વેતા હતી. સફેદ સલવાર સુટ માં બન્ને એકબીજા ને જોતા જ ભેટી પડ્યા. બન્ને ધૂસકે ધ્રુસકે રડી પડ્યા. બન્ને ની આંખો જાણે અશ્રુ ધોધ વહેડાવી રહી હતી. ક્યાય સુધી બન્ને ભેટીને રડતા રહ્યા. ભેટી રહ્યા પછી વિજયને શ્વેતાએ એક ઝાપટ મારી જોરથી લોરા અને નિશાંત બાજુમાં બેઠા હતા એ ઉભા થઈને આવી ગયા.
“ શું થયું ??” લોરા બોલી પડી
“ હજુ એક માર ....” અશ્રુ ભીની આંખે વિજય બોલીને ફરી રડી પડ્યો શ્વેતાએ એને માંની જેમ , એક માં પોતાના ખોવાયેલા બાળકને છાતીસમો ચાંપી દે એમ એને આલિંગનમાં લઇ લીધો. વિજયે હાથના ઈશારાથી લોરા અને નિશાંતને બેસવા કહ્યું.
“ લોરા મને વિજયનું સમજાતું નથી ક્યારેક ઈમોશનલ થઇ જાય છે ક્યારેક સાવ પથ્થર દિલ થઇ જાય છે. “ નિશાંત બોલ્યો
“ મને પણ પહેલા નહતું સમજાતું હવે થોડું થોડું સમજાય છે. “ લોરા શ્વેતા અને વિજય સામે જોઇને બોલી.
“ક્યાંક તું વિજયને .... “ નિશાંત વાક્ય પૂરું ન કરી શક્યો એ પહેલા લોરા એ જવાબ આપ્યો
“ના એવું કઈ નથી આપણા મારા પ્રેમ અને લાગણી ને કોઈ જગ્યા નથી ખબર છે ને .. “ લોરા બોલી
“ તું ગમે તે કહે તારી આંખો કઈક અલગ કહે છે. “ નિશાંત એકીટશે લોરા સામે જોઇને બોલ્યો
“ બસ હવે હું કમિટેડ છું ઓકે ...ડોન્ટ સ્પીક ... “ લોરા એ નિશાંત ને ગાલ પર ટપલી મારી.
“ ઓહ સોરી બેડ લક માય ફ્રેન્ડ ..ઇન્ડિયા આવે એટલે ઉઠાડજે .. “ નિશાંત એમ કહીને આંખો બંદ કરી સીટ પર માથુ ટેકવિ આરામ મુદ્રામાં જતો રહ્યો. લોરા એ પણ એ જ કર્યું. કેટલા દિવસ પછી લોરાને આરામ ની ઊંઘ આવી હતી.
“ તને એક પણ સમય હું યાદ ન આવ્યો ૧૦ વરસ થયા. તારા ભાઈની યાદ ન આવી. “ વિજય શ્વેતાને ટપલી મારતા બોલ્યો.
“ વાહ તને યાદ ન આવી ... મને કહે છે તો ... “ રૂંધાતા આવજે કહ્યું શ્વેતાએ કહ્યું.
“ ઓકે લે આંખો લૂછી લે .. બસ હવે ,, “ બન્ને હાથે વિજયે શ્વેતાના આંસુ લુછી લૂછ્યા.
“હા તું પણ ....” શ્વેતા એ વિજય ના આંશુ લૂછ્યા. વિજયે ચા મંગાવી.
“ લે પી ...”
“ પહેલા એ કેહે કે તું ક્યાં હતો ... “ શ્વેતા બોલી
“ ના પહેલા તું ચા લે ...” વિજયે ચા આપી
“ હા ... તું પણ લે ... “ શ્વેતા ચા લીધી વિજયને આપી.
“ હવે બોલ ... તું પહેલા એ કહે કે તું આની જોડે કઈ રીતે આવી તું ?? “ વિજય બોલ્યો
“ હું નહિ કહું તું કહે પહેલા ....” શ્વેતા બોલી
“ ઓકે , રજતના ઘરે માથાકૂટ થયા પછી મોટાભાઈ ભાભી બહુ જ નારાજ હતા અને બહુ જ ગુસ્સે પણ હતા. એમને એમ હતું કે એમના લાડમાં અને વધારે પડતા પ્રેમ માં હું બગડી ગયો છું. વધુ એ બન્ને એમ હતું કે ભાભી એ કંપની ચાલુ કરી તો હું વધારે વંઠેલ થઇ ગયો છું. એના લીધે મોટાભાઈએ ઝીનલફોઈને ફોન કરીને મને લઇ જવા કહ્યું. ઝીનલફોઈએ મને કડક શબ્દોમાં સુચના આપી કે હું ચુપચાપ અમદાવાદ આવીને એમણે મોકલેલી ફ્લાઈટની ટીકીટમાં હું દિલ્હી આવી જાવ. મારી પાસે આદેશ માનવા સિવાય કોઈ છૂટકો હતો નહિ. મોટાભાઈના સર IGસર અમદાવાદ આવતા હતા મને એમની ગાડીમાં ચુપચાપ બેસાડી દીધો. ના મને કોઈને ફોન કરવા દીધો મને નાતો મળવા દીધો. ..”
“ છેલ્લે ભાભી તને મળ્યા હતા કે નહિ .. “
“ ના મને મળવાની તો દુર મને જોવા સુધ્ધા નથી આવ્યા. ભાભી તો દુર ભાઈ પણ ના આવ્યા. મને સર છેક પ્લેન સુધી બેસાડી ગયા. “
“ સમાન કોણે પેક કરી આપ્યો હતો તને.. ? “
“મને સામાંન ક્યાં લેવા દીધો છે? મને સામાન કઈ લેવા જ ન દીધો. એક હેન્ડબેગ આપી દીધી.”
“એ હેન્ડબેગ મેં ભરી હતી ભાઈએ રડતા જઈને એમની પ્રિય બેગ તને આપી હતી અને એ હેન્ડબેગ ભાભીની પ્રથમ પ્રેમ ભેટ હતી. તને મોકલવો નહતો પણ તું સજ્જન પ્રત્યે નફરત કરતો હતો તને ખબર પડી ગઈ હતી કે તારી સાથે અને ભાભી સાથે કઈક થયું છે. તું એનો બદલો લે છે. ભાભી અને ભાઈ બન્ને ઇચ્છતા ન હતા કે તું એ લોકો સાથે બદલો લે એટલે જ તારામાં નફરત જગાડીને તને એ લોકોથી દુર કર્યો હતો તને. ભાભી એ જાણી જોઈને એવા કામ કાર્ય કે જેથી તને એ લોકો પ્રત્યે અમારા પર્ત્યે નફરત થઇ જાય.”
“ પણ હું બદલો શું કામ ના લવ ? “
“ બદલો લેવો સહેલો છે વિજય આપણ એનું પરિણામ છેને બહુ જ ખરાબ હોય છે એ વ્યક્તિ કે જેમણે વિનાશ જોયો હોય એ કોઈ કાળે વિનાશ સહન નકરી શકે. તું એમની માટે છોકરો છે કોઈ માં બાપ પોતાના છોકરાનું મોત જોઈ શકે ? “
“ હું એ બેગ લઈને દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો. મને કોઈ લેવા આવ્યું ન હતું. મને એરપોર્ટ પર એક ફોન આવ્યો સામે ઝીનલફોઈ હતા.
“સર તમારો ફોન છે. આ બાજુ ઓફિસમાં. “ એક પોલીસ કોન્ટેબલ આવ્યો.
“ હા .. મારો ?? “ મેં આશ્ચર્ય થી પૂછ્યું
“ તમે અજયસર ના ભાઈ છોને ... ? “
“ હા તો બસ આ બાજુ મારી સાથે આવો. “ પેલો કોન્ટેબલ બોલ્યો
હું યંત્રવત એની પાછળ પાછળ ગયો. મને એ ઓફીસ માં લઇ ગયો ત્યાં એક લેન્ડલાઈન ફોન ચાલુ હતો. સામે ઝીનલફોઈ હતા.
“ આવી ગયો તું ...સોરી મારે એક અગત્યની મીટીંગ છે. તું બહાર એક મારુતિ ૮૦૦ પીળા રંગ ની ઉભી હશે તું એમાં આવી જજે ઘરે ઉતારશે તને. હું અજય ને ફોન કરી દઈશ તું ચિંતા ન કરતો. ઓકે bye .. “ એમ કહીને સામે છેડે ફોન કાપી નાખ્યો.
હું ઓફીસની બહાર નીકળ્યો. ચુપચાપ બહાર એ ગાડી ઉભી હતી એમાં બેસી ગયો. ગાડી થોડીવારમાં ૨ bhk ટેનામેન્ટમાં પહોચાડી દીધો. હું તાળું ખોલીને અંદર ગયો. બહાર થી સામાન્ય દેખાતું મકાન અંદર પણ સામાન્ય જ હતું. મેં કપડા બદલીને પથારીમાં લંબાવ્યું. મને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના પડી. સાંજે જમવાનું એક ગાડીમાં એક માણસ આવીને આપી ગયો. હુ રાતે સુઈ ગયો મને માનસિક શરીરીક થાક એટલો હતો મને સૂઝતું જ નહતું. હું કંટાળીને સુઈ ગયો. મારા મનમાં શું કરવું શું ના કરવું અનેક સવાલ હતા. બીજે દિવસે મને ફોઈએ ઉઠાડ્યો.
“ બહુ આરામ કર્યો હવે ઉઠ હવે ...”
“ તમે આવી ગયા.. “ હું ઊંઘમાંથી ઉઠી ગયો
“ હા ,સોરી હું કામ માં હતી. “
“ તમારે સોરી કહેવાની કોઈ જરૂર નથી મને ખબર છે તમારું કામ .. “
“ તું ફ્રેશ થા પછી કિચનમાં આવ ... હું નાસ્તો બનાવું ... તને ગમે એવો ...”
“ ઓકે .... “
બન્ને ફ્રેશ થવા ગયા. હું નીચે આવું ત્યાં સુધી તો ફોઈએ નાસ્તો બનાવી દીધો હતો.
“ શું બનવો છો ?? “
“ ઓમલેટ મારા માટે તારા માટે પરોઠા બનવું છું. આલું પરોઠા તને ભાવે છે ને ... “
“ તમે ઓમલેટ ખાવ છો ..? ભાઈને ખબર છે ? “
“ તું પહેલો છે જેને ખબર છે ઓકે ... તારે ચાખવી હોય તો વધારે બનાવું .... “
“ ના તમે ખાવ ....મને ઈચ્છા થશે તો કહીશ. ..”
ચા નાસ્તો કરી લીધા પછી ....
“તે શું વિચાર્યું છે... ?”
“ શેના વિષે ..? “
“તું જાણે છે હું છોકરી વિષે નથી પૂછતી હું તારી લાઈફના નિર્ણય વિષે પૂછું છું ...”
“ મેં હજુ કઈ જ વિચાર નથી કર્યો. “
“ અજયની અને લીના ની ઈચ્છા છે તું ips જોઈન કરે ,,,હું એની ઈચ્છા તારા પર નાખવા નથી માંગતી હું તારી ઈચ્છા પૂછું. “
“ મને ips IAS માં રસ ઓછો છે ... મને તમારી લાઈફ છે એમાં રસ ખરો ... “
“ મારી એટલે ...ક્લીયર બોલ ...”
“તમે શું છો તમને ખબર છે અને મને પણ ખબર છે. “
“ પોલીસ માં ...”
“ ફોઈ તમે જાણી જોઇને શું કામ બોલાવો છો ..”
“ મને તમારી જેમ ઈન્ટેલીજન્સમાં જોડાવવું છે. મને રીયલ અને રીલ બન્ને અલગ અલગ જિંદગી જીવવી છે. મને કઈક કરવું છે દેશ માટે. “
“ તું જાણે છે કે એ એટલું સહેલું નથી. બહુ જ અઘરું છે એ , એ લોકો એમનેમ કોઈને પસંદ પણ નથી કરતા એ લોકો બહુ જ અલગ છે. “
“ હું જાણું છું .. એટલે જ મને એ લાઈફ ગમે છે. “
“ઓકે તું પહેલા ડીફેન્સ પરીક્ષા આપ એ કરીને બતાવ હું બાકી સંભાળી લઈશ. “
“ઓકે હું તૈયાર છું. “
“ હું કાલે એક જગાએ કોચિંગ માટે વાત કરી લઈશ. પછી તને કહીશ. “
“ હું મારી રીતે પ્રયત્ન ચાલુ કરી દઈશ. “
“ અહી પાસે સરકારી લાઈબ્રેરી છે મારું આ કાર્ડ છે તું ત્યા જઈ આવજે . મારું નામ આપજે .અહી હું IT માં કામ કરું છું બરાબર .”
“ ઓકે ડીયર , “
“ ઓકે બેબી .. “
“ તારે જાવું છે બહાર તું પહેલીવાર દલ્હી આવ્યો છે . “
“ હા ઈચ્છા તો છે .... “
“ તો રેડી થા ચલ જઈશું . ચાલ “
“ પણ તમે થાકેલા છો ને .. “
“ કમ ઓન બેબ્સ તું ચલ ... “
મેં પહેલીવાર દિલ્હી જોયું બહુ જ ભવ્ય, ભૂગોળ ઈતિહાસ વાંચેલું સાચું થતું જતું હતું જાણે, એ લાલકિલ્લો તમામ ભવ્ય ઈમારતો સંસદભવન રાષ્ટ્પતિભવન શું ભવ્ય છે જોઇને અરમાન ખુશ થઇ ગયા. એ પછી મારી તૈયારી કોચિંગ રોજ રોજ ઝીનલ ફોઈની રોકટોક એની ખટપટ સંભાળીને બહુ જ ગુસ્સો આવતો પણ મારી સામે મારું લક્ષ્ય હતું. જો ઝીનલ ફોઈ એ રોકટોક ન કરી હોત તો કદાચ હું આ પરીક્ષા પાસ ન થયો હોત.
“ તું પહેલીવાર માં જ પાસ થઇ ગયો હતો ... “
“ નાં હવે બે વાર આપી ત્રીજી વાર પાસ થયો એ પણ માંડ માંડ .. એ પણ કોઈક ઉમેદવાર રીજેક્ટ થયો ત્યારે મને તક મળી. એક વાર તો એમ થયું કે હું કઈ કરી જ નહિ શકીશ. ઉપર વાળાએ મને દયા કરી મારો નંબર લગાડી આપ્યો. “
“ સરસ ,,,,, “
“ મારી ટ્રેનીંગ બહુ જ અઘરી હતી. પહેલા તો એમ જ થયું કે હું મુકીને જતો રહું પણ બીજાને જોઇને થોડી હિમંત મળતી બધા મારી જેમ જ પરેશાન હેરાન હતા. પણ એક મજા હતી એક હિમ્મત હતી એક કઈક કરવાની જે ઈચ્છા તમન્ના હતી એ જ એક વસ્તુ હતી એણે જ મને ત્યાં રોકી રાખ્યો હતો. “
“તે ભાગવાની કોશિશ કરી હતી કે નહિ ? “
“ હા એક દિવસ ઈચ્છા થઇ હતી પણ પછી થયું કુટુંબ તો છે નહિ જઈને જઈશ ક્યા ? “
“ તો અમારી કોઈની યાદ ના આવી તને .. ? “
“ ના કેમ કે મને તમારા બધા પર્ત્યે નફરત એ હદે હતી કે મને પાછા આવાની ઈચ્છા જ નહતી હજુ પણ નથી. “
“ કેમ ? “
“ એટલે જ કે મને છોડી દીધો બધાયે બસ ખાસ ભાઈ ભાભી એ ... “
“ એવું કઈ જ નથી. તું ખોટું વિચારે છે તારા મગજ માં ભૂસું છે ભાભી અને ભાઈ બન્ને તારું સારું જ વિચારે છે. “
“ હશે કદાચ મને દેખાતું નહિ હોય. મારી ટ્રેનીંગ પૂરી થયા પછી મારી પહેલી પોસ્ટીંગ અસમમાં હતી. બહુ જ અઘરી અને બહુ જ મુશ્કેલ. બહુ જ તકલીફ પડી મને પ્રથમ અથડામણમાં ઘયલ થયો. મેં ભૂલો પણ કરી મારે લીધે કંપની ને નુકસાન થયું પણ મને અન્ડરકવર ઓપરેશન કરવાની તક મળી.એમાં મને બહુ જ શીખવા મળ્યું. બસ એ મારી લાઈફનો ટર્નીંગ પોઈન્ટ. આપણે લેન્ડ થઇ રહ્યા છીએ. જો તને હાલ પોલીસ લઇ જશે તું ચિંતા ન કર હું તને લઇ જઈશ અને તારી પૂછપરછ પૂરી ન્ થાય ત્યાં સુધી હું રહીશ બસ. “
“તું છેને મને કઈ જ બીક નથી.”
“પણ હું ત્યારે તારી જોડે નહિ રહી શકું ઓકે ..હા મદદ કરીશ તારી જોડે એક વ્યક્તિ હશે તારી જોડે લોરા ...”
“ઓકે ચાલો લેન્ડીંગ થઇ ગઈ . “
બધા બહાર નીકળ્યા બહાર આવ્યા પછી પોલીસની ગાડી ખાનગી કપડામાં લોરા નિશાંત અંને શ્વેતાને લઇ ગઈ.
“ લોરા થેન્ક્સ , તું ના હોત તો સોરી તમે ના હોત તો હું મારી શ્વેતાને પાછી ન લાવી શક્યો હોત.”
“ પહેલા તું તમે બધું બંદ કરો તમે મને તું કહી શકો છો એટલો તો રોમાન્સ તમે મારી જોડે કરી લીધો છે. રહી વાત પાછા લાવવાની તો એ તમે બન્ને કર્યું હતું મેં ફક્ત મદદ કરી છે. અને મારે તમને લોકો ને થેન્ક્સ કહેવું જોઈએ કે હું ચાર વરસ થી દુબઈ હતી તમારા બન્નેના લીધે હું ઇન્ડિયા પાછી આવી શકી. હા મારી સર જોડે વાત થઇ છે. તમારા બન્નેના નામ ઓફીસીઅલી આમાં મુકાયા છે સો તમે બન્ને પોલીસ તપાસ માટે હેડ ઓફીસ આવી શકો છો અને આવવાનુ જ છે. ઓકે આજ સાંજ સુધી બાકી તમામ ને દુબઈ ઈડિયાને ઓફીસીઅલી સોપી દેશે. પ્રાઇવેટ પ્લેનથી એ લોકો આવશે. અમારી ટીમ એમને લઇ આવશે. સર જોડે બીજી વાત પણ થઇ છે કે શ્વેતા ખાલી જુબાની આપવા આવશે એનું નામ ક્યાય નહિ હોય. ઓકે .. “
“ થેન્ક્સ અહી નજીક કોઈ હોટેલ .. “
“ એ પણ વ્યવસ્થા થઇ ગઈ છે આ સામે દેખાય ગાડી એ તમને મારા ફ્લેટ સુધી લઇ જશે. “
“ મારી ફિયાન્સી અહી જ છે હું જાવ “ નિશાંત બોલ્યો
“ ચલ તને ઉતારતા જઈશું. “ વિજય બોલ્યો
“ ઓકે “
“ બાય .. “ બધા છુટા પડ્યા
“ લોરા માટે તું વધારે કઈ નથી એમ કે તો ..” નિશાત ગાડી માં બેસતા બોલ્યો
“ વધારે એટલે ... “
“ તું એની બાજુ ખેંચાયો તો નથી ને .. મને એવું લાગે છે. “
“ના હવે એવું કઈ થયું જ નથી ઓકે એમાં અંગત કઈ જ નહતું જે હતું મારું કામ પૂરું કરવા માટે હતું. “
“ તો સરસ ... ચલ મારું સ્ટોપ આવી ગયું. “
નિશાંત સ્ટોપ આવતા ઉતરી ગયો ડ્રાઈવર ફ્લેટ સુધી લઇ ગયો અને ફ્લેટ ખોલી આપ્યો. વિજય કેટલાયે દિવસ નો થાકેલો હતો ક્યારે સુઈ ગયો એને ખબર જ ના પડી.
આ કેસ માં ઉપર થી ગવર્મેન્ટની બહુ જ મદદ મળી તમામ નાનામાં ના ગુનેગાર થી લઇ ને મોટા માથા બે સાસંદ ચાર ધારાસભ્યો પાંચ ઉધ્યોગપતિ સકંજામાં લીધા ચાર જ મહિનામાં કોર્ટે સજામાં સંભળાવી દીધી. આ કેસ થી બધા એટલા ખુશ હતા કે એમણે બીજું કઈ દેખાતું જ નહતું, બધા બહુ જ ખુશ હતા. વેણુગોપાલને ચીફ બનવવામાં આવ્યા. નિશાંતને બઢતી મળી. નિશાંત સાથે સાથે વિજયને પણ બઢતી આપવામાં આવી હતી. નિશાંત લોરા વિજય શ્વેતાએ ઉત્સવ મનાવ્યો હતો. શ્વેતા પ્લેન માં અમદાવાદ અને અમદાવાદ થી જગતપુર જવા નીકળી ગઈ. વિજય અને નિશાંત પોતપોતાની જગાએ નીકળી ગયા.
થોડા દિવસ પછી
“ સર તમને કોઈ મળવા માંગે છે. “
“ કોણ છે ? “
“ સર કોઈ મેમ છે .. “
“ કહી દે કે કોઈ સમય નથી. “
“ ઓકે સર .. “
વિજય એના કામ માં વળગી ગયો. વિજય ચુપચાપ સાંજે નીકળ્યો. રસ્તામાં એની પર હુમલો થયો.એની ગાડી ઉડાવી દીધી. એક ગાડી આવીને એને લઇ ગઈ. એ બેહોશ હતો. એ થોડા કલાક પછી જાગ્યો.
“ વેલકમ ,,,mr. વિજય ...વેલકમ સર .. “
“ હું ક્યાં છું ? “
“ તને અમેં કિડનેપ કર્યો છે. “ બે થપ્પડ માર્યા, જોર થી બંદુક મારી.
“કઈ થયું ... તને .... “
“ કોણ છો તમે શું જોઈએ છે તમારે ? “ વિજયને લોહી નીકળવાથી બહુ જ દુખાવો થતો હતો.
“ ઓહ તો તું હવે અમારો આવાજ પણ નહિ ઓળખે એમ... સરસ ...” ફરી બે ચાર બંદુક મારવાની ઘટના બની. એને ફરી બેહોશ કરી દેવાયો.
.........................................................................................................................................
આ બાજુ દિલ્હી કમાંડ સેન્ટરમાં આ વાતની ખબર પડી,
“ સર ચોથો દિવસ છે હજુ કોઈ માહિતી નથી ક્યાં છે શુ છે. ? “
“ કઈ વાંધો નહિ એનો રેકોર્ડ માથી નામ કાઢી નાખો. બીજા કોઈને આપી દો. “
“ પણ સર એ બેસ્ટ છે. “
“ ગમે તે હોય એની હવે જરૂર નથી .,, “
‘ આપણે એને શોધી શકીએ છીએ. “
“ ના જરૂર નથી. એનું ફેમીલી આખું દેશદ્રોહી છે બસ ઉપર થી ઓર્ડર છે. “
“ પણ સર મીટીંગ કેન્સલ ... ઓબેય ઓર્ડર .. “
આ એક ગુપ્ત જગાએ કમાંડ સેન્ટર માં થતી વાતચીત હતી.
........................................................................................................................................
“ તમાંરી વાત સાચી હતી મેમ એ લોકોએ વિજયને કાઢી નાખ્યો છે અને એને એ લોકોએ એને સાવ ભૂસી નાખ્યો છે અને એનું કીડનેપીંગ થયું છે એ કન્ફર્મ છે. એ પણ ચાલુ નોકરીએ ઓફીસ થી ઘરે જતા.” એક માણસ બજારમાં ચાલતા ચાલતા લોરા જોડે વાત કરતો હતો.
“ ઓકે થેન્ક્સ, બીજા કોઈ સમાચાર હોય તો કેજો ...” લોરા બોલી
“ ઓકે પણ એવું કોઈ પગલું ન ભરતા કે તમને અસર થાય. એ લોકો બહુ જ અઘરા છે. “
“ હું કઈ કરવાની નથી just પૂછ્યું. “
લોરા ઇન્ટરનેશનલ ઈન્ટેલીજનસમાં હતી. એ લોકોને વિશાળ સતા હતી ગમેતેને ઉઠાવો ગમે તેને ઉડાડી દો. નવી સરકારે બજેટ પણ વધાર્યું હતું. આ બાજુ વિજયનુ સરકારી ક્વાટર્સ સીલ થઇ ગયું એનો તમામ સમાન જપ્ત કરી લેવાયો.ગાડી સુધ્ધા સીલ કરી દેવાઈ. એના સરકારી તમામ કાગળો સીલ કરી દેવાયા.લોરા ના વિજયના સરકારી ઘરે જઈ શકી કે ના એ ઓફીસમાં કઈ તપાસ કરી શકી. લોરા ને જેણે ઓફીસમાં માહિતી આપી હતી એ જાફર એ સામાન્ય ડ્રાઈવર હતો.
“ મેમ , બધું સીલ થઇ ગયું છે. કોઈ જ માહિતી મળે એમ નથી. “
“ એના બોડીગાર્ડ ને પૂછ્યું ? “
“ પણ એ ક્યાં બોડીગાર્ડ રાખતા હતા. ? “
“ એ બોડી ગાર્ડ નહિ દરેક ઓફીસરની પાછળ એક શેડો હોય છે. એની પાછળ કોણ હતું એ ખબર પડી જાય તો બધું ખબર પડી જાય. “
“ થોડા દિવસ હું હતો. પણ મારી જગ્યાએ રાઘવ આવ્યો હતો. એ પોલીસમાંથી સસ્પેન્ડ છે. એ ગુજરાત અમદાવાદ પોલીસમાં છે. એની પર બે મંત્રીને મારી નાખવાનો આરોપ છે. એ એની પાછળ હતો. “
“ એ ક્યાં મળશે ? “
“ એને લગભગ અંદર કરી દીધો હશે. “
“ તમે પૂછી તો જુઓ. “
“ એક કામ કરીએ આપણે એના ઘરે જ જઈએ તો ? “
“ હા ચાલો “ બન્ને એના સરકારી આવાસ પર ગયા ત્યાં એ નહતો પણ દરવાજો ખુલ્લો હતો. ટેબલ પર એક સંદેશ હતો. કોર્ડવર્ડમાં લખેલો સંદેશ હતો કે વિજય જેસલમેરના નાનકડા ગામમાં એક તૂટેલી હવેલીમાં કેદ છે.
“ બેન હું આવું ? “
“ ના તમે નહિ હું જઈશ. મને એક ગન વધારાની જોઈ છે મળશે ? “
“ હા આ લો નવી છે , “
“ થેન્ક્સ ... મદદ કરવા બદલ. “
લોરા ત્યાંથી નીકળીને ટ્રેન લઈને સીધી જેસલમેર પહોચી. જે ગામનું નામ કીધું હતું એ ગામ બહુ દુર નહતું. પણ એ ગામની વસ્તી થોડી જ હતી. એની દુર એક તૂટેલી હવેલી હતી માંડ બહુ જ ચાલ્યા પછી એ હવેલી દેખાઈ. બહુ જ સાવધાની થી અંદર પ્રવેશ્યા પછી બેહોશીની હાલતમાં લટકાવેલો વિજય બધેથી લોહી થી લથબથ હતો કઈ જ ભાન હતું નહિ. અંદર કોઈ જ નહતું, વિજયને છોડાવીને માંડ માંડ બહાર લઇ આવી. થોડેદુર ગયા પછી એક ગાડી આવતી દેખાઈ એમાં નિશાંત હતો. નિશાંત બહાર આવ્યો બન્નેને અંદર લીધા.
“ તમે અહી કઈ રીતે ? “
“ મને તને શોધાવા મોકલ્યો છે.”
“ શું વાત કરે છે ? “
“ હા તમને બન્નેને હેડ ઓફીસ લઇ જવાના છે. “
“ કેમ ગુનો શું છે ? “
“ મને આદેશ છે .. “
“ અને તું લઇ જઈશ એમ ..”
“ કમ ઓન લોરા ખાલી તમ્ બન્ને એ હાજર થવાનું છે બસ. “
“ વાહ આને ટ્રીટમેન્ટ કોણ કરાવશે ? “
“ એ પછી પહેલા આપણે ઓફીસ જઈશું. “
“ નિશાંત તું ખોટું કરે છે “
“ હું મારી ડ્યુટી કરું છુ “
“ ડ્યુટી એને ન કહેવાય કે ચુપચાપ જે કહે એને કરી લેવાની આપણે દેશ બચવાના સોગંધ લીધા છે રાજકારણી કે નેતા કે ઓફિસર ને બચવાના નહિ, “
“ હા હું એ જ કવ છું આપણામાં દેશ સૌથી ઉપર છે. “
“ તું અને હું વિજયને ઓળખીએ છીએ કે આ માણસ કોઈ દિવસ ખોટું નહિ કરે. “
“ તો હું ક્યાં કહું છુ કે વિજયે કઈ ખોટું કર્યું છે. મને આદેશ છે કે વિજય ને છોડાવીને એને હેડક્વાટર હાજર કરવો પછી એનું શું કરવું એ નક્કી કરે .. “
“ તું જાણે છે કે વિજયએ ઈમાનદાર જ નહિ પણ બાહોશ પણ છે. એનું આખું ખાનદાન દેશ પાછળ હોમાઈ ગયું છે. “
“ માહિતી આપ્યા મુજબ એ દેશ દ્રોહી છે. “
“ નેતા દેશદ્રોહી થાય સિપાઈ નહિ ....નિશાંત તું શું બોલે છે તને ભાન છે . ? “
“ તું એના પ્રેમમાં તું પાગલ છે “
“ હું કોઈ પ્રેમમાં નથી હા આપણે આટલા દિવસ જોડે કામ કર્યું છે તો એટલી તો ખબર પડે ને કે માણસ કેવો છે ? હું મારી દોસ્તી નિભાવી રહી છું “
“ આપણામાં કોઈ ભાઈ બેન કે ભાઈબંદ નથી હોતા તને ખબર હોવી જોઈએ. આપણે ફક્ત દેશનું કામ કરવાનું છે. “
“ હું પણ એ જ કહું છું , માણસ માણસ ના કામ ના આવે તો એ માણસાઈ શું કામ ની ? જાનવર પણ એકબીજાના કામે કામ લાગે છે એ પણ યાદ રાખે છે કે આણે મારી મદદ કરી હતી. આપણે એકબીજાને ભૂલી જઈએ ? “
“ આ દેશદ્રોહી છે .. એનું ખાનદાન દેશદ્રોહી છે. “
“ કોઈના કહેવાથી કોઈ દેશદ્રોહી ના થાય. “
“ થાય અને છે જ .. “
“નિશાંત તું ખોટું કરે છે...એક કામ કર તું મને ઉતારી દે એ ઉપકાર કર... “
“ ના એ કોઇકાળે નહિ બને ... “
“ તો હુ તને ઉડાડી દઈશ... “ લોરા એ ગન કાઢી...
“ તારી પાછળ જોઈ લે ... આગળ પાછળ ગાડી જોઈ લે ... પાછળ સીટમાં જોઈ લે ... “
એને પાછળ જોયું સીટમાં કમાન્ડો હતા બે અને આગળ પાછળ બે ગાડી ચાલતી હતી. એને ચુપચાપ બેસી રહેવા સિવાય કોઈ જ આરો ના હતો. ગાડી એક અજ્ઞાત હેડઓફીસમાં ગઈ. કમાન્ડો એ લોરાને પકડી લીધી. વિજયને એકરૂમ માં બેસાડી દીધો. એટલામાં હેડ વેણુગોપાલ આવ્યા. વિજય થોડો ભાનમાં આવતો હતો.
“ લોરા , તું પણ આની જોડે હતી...? “
“ ના સર , મેં જ એને મોકલી હતી. એ ટીમનો હિસ્સો હતી. “
“ મેં તને ના પાડી હતી ને કોઈની મદદ લેવાની નથી... “
“ સર કોઈ ઓપ્સન નહતો. મારી જોડે એ જેસલમેર જ હતી. સમય ઓછો હતો એટલે.. “
“ થેન્ક્સ લોરા... “
“ સર વિજયને છોડી દેવાનો છે કે શું .. ? “ લોરા માંડ બોલી
“ હા હવે એ કોઈ ટીમ નો હિસ્સો નથી એનું પરિવાર દેશ દ્રોહી છે. એક દેશદ્રોહીનો પરિવાર નો સભ્ય આપણી ટીમમાં ન હોઈ શકે... “
“ સર ....કોઈ દેશદ્રોહી નથી .... તમે આ ખોટું કરો છો ... “
“ અભારમાંન કે તારા ટ્રેક ને લીધે હું તને સજા નથી અપાવતો નહિ તો હું ગોળી મારવી દેત,, ચુપચાપ અહી થી નીકળી જજે ... લોરા એને છોડી આવ પાછો આ બાજુ દેખાય તો ગોળી મારી દેજે... “
“ હા સર ... “ લોરા બોલી
“ નિશાંત નજર રાખજે બન્ને પર ... “
“ યસ ... સર “ લોરા નિશાંત બન્ને એક બીજા સામે જોયું.
“ લઇ જાવ આને ... “
લોરા વિજય ને પકડીને બહાર લઇ આવી.
“ લોરા ગાડી લઇ જવી છે ..” નિશાંત બોલ્યો
“ ના હું મેનેજ કરી લઈશ મારે જ મૂકી આવવાનો છે તો મૂકી આવીશ .... ચલ .. “
લોરાએ વિજય ને સહારો આપ્યો બન્ને બહાર નીકળી ગયા. લોરા વિજયને એક જાણીતા ડોક્ટર જોડે લઇ ગઈ ત્યાં દવાની ટ્રીટમેન્ટ કરી. પાંચ છ દિવસના અંતે વિજયને સારું થયું. લોરા વિજયને પોતાના ઘરે લઇ ગઈ.
“ કોનું ઘર છે આ ... ? “ વિજય અંદર લોરાના સહારે આવતા બોલ્યો,
“ લોરા જેમ્સ વિલ્સનનું ..... “ લોરા વિજયને બેડ પર સુવડાવતા બોલી
“ મને તમારા ઘરે કેમ ? “ વિજય આશ્ચર્ય સાથે બોલ્યો
“ મને શોખ આવે છે એટલે લેફ્ટ. વિજય તમે ઇન્ટેલમાંથી જ નહિ આર્મીમાંથી પણ મોકૂફ છો. તમારું સરકારી આવાસ સમાન તમામ વસ્તુ જપ્ત થઇ ગઈ છે તમારી ગાડી પણ એટલું જ નહિ તમારા બેંક એકાઉન્ટ પણ સીલ છે. હવે તમે શું કરશો ? એ તમે સાજા થયા પછી જાણો પણ મારી ફરજ તમને આરામ આપવાની છે. એટલે હું અહી લઇ આવી , હા ઘર ની ફક્ત તમને જ ખબર હશે બાકી કોઈને નથી. “
“ આહ્હ... “ દુખાવાના લીધે ચીસ પડી ઉઠ્યો.
“ તમે સુઈ જાવ ચાલો ... “
“ પણ ...”
“ વાત એવી રીતે કરે છે જાણે મને પહેલીવાર મળ્યો હોય અને બેડ માં કોઈ દી જોઈ જ ના હોય શું કવ તને ....? ચુપચાપ પથારી માં પડ .. “ બેડ પર બેસાડીને સુવાડવા ધક્કો મારતા બોલી.
“ થેન્ક્સ.. “
“ નો થેન્ક્સ... શું ખાઇશ ..? સોરી શું ખાશો .. ? “
“ તમે જે ખવડાવો એ .. “
“ હું બોગસ કુક છું... હું કઈક ફટાફટ બને એવું લઇ આવું. “ લોરા ફટાફટ બીજા રૂમમાં જઈને ફ્રેશ થઇ ને ચા નાસ્તો બનાવીને લઇ આવી.
“ સોરી .. તને તમારે ફ્રેશ થવું છે ? “
“ ના દુખાવો એટલો છે કે ઉઠવાની ઈચ્છા નથી થતી. “ માંડમાંડ લોરા એ હાથ મુક્યો પીઠ પાછળ ત્યારે બેઠો વળ્યો.
“ ઓકે લે બ્રશ કરી લે ,... હાથ મો ધોવડાવી દવ. .. “
“ તું તમે બધું કેમ કરશો? “
“ તું તમે બધું ચુપ ... “
લોરાએ એને બ્રશ કરાવીને કપડા બદલાવી દીધા અને ફ્રેશ કરી દીધો.
“ આ કપડા કોના છે ? “
“ મારા ફિયાન્સના છે ... “
“ એના મને કેમ ? “
“ તમે સવાલો ન પૂછો બોલ્યા ચાલ્યા વગર ચુપચાપ નાસ્તો કરો લો .. સોરી મેં પૂછ્યું નથી તમે ઓમલેટ ખાવ છો ? મને એક જ વસ્તુ છે કે જે મને આવડે છે .. “
“ કઈ વાંધો નહિ મારા ઘરમાં મનાઈ છે પણ હું ક્યારેક એકલો હોવ તો ખાઈ લવ કઈ બાંધછોડ નથી. તમે ખાઈ લો .. “
“ પહેલા તમને ખવડાવીશ પછી ખાઈ લઈશ .. લો ..:”
“ તમે મારા માટે શું કામ આટલું કરો છો ? “
“ બસ એક ફ્રેન્ડ અથવા તો એક સાથીદાર અથવા એક નાગરિક ..”
“ બસ એટલા માટે જ તું આ કરે છે એમ ...? “
“ હા ચાલ ખાઈ લે હવે ચુપચાપ ... બહુ સવાલ કરે છે તું યાર “ બન્નેએ નાસ્તો કરી લીધો. નાસ્તાની પ્લેટ મુક્યા પછી લોરા પાસે આવીને બેઠી.
“ હવે થોડીવાર સૂઈજા પછી વાત શાંતિ થી બરાબર “
વિજય દવાની અસરથી એ ઘેનમાં સુઈ ગયો છેક બપોરે ઉઠ્યો. લોરા બાજુમાં જ બેઠી હતી. લોરા ખુરશીમાં સુતી હતી વિજય એને ઉઠાડી.બન્ને ફ્રેશ થઈને બેઠા.
“ હવે બોલ એ લોકો કોણ હતા તને શું લાગે છે ? “ લોરા એ પૂછ્યું.
“ મને કઈ જ ખબર નથી પડતી યાદ કરું છું તો માથું ફાટે છે યાર ... “
“ ઓકે છોડ એને .... “
“ તું એક વાત કહે આ તારા ફિયાન્સનો શર્ટ મને શું કામ તારા મોમ ડેડ ક્યાં ? “
“ હા ફિયાન્સનો જ છે જેણે લાઈફમાં વધારે પ્રેમ કરતી હતી એનો છે “
“ તું ઉખાણા ના બોલ સીધી રીતે બોલ મને લાગે છે કે તું તારા આ હર્દયમાં ઘણું છુપાવીને બેઠી ‘છે. “
“ હા પણ કોઈ દિવસ કોઈને કહેવાની હિંમતથી થતી. પણ તમારી જોડે ખબર નહિ કેમ હિમત થઇ જાય છે કઈ પણ બોલું છું તો એવું નથી લાગતું કે બીજા જોડે વાત કરું છું લાગે છે કે પોતાના જોડે જ વાત કરું છું. મેં કોઈ દિવસ મારી વાતો કોઈને નથી કરી પણ તમે અલગ છો.“
“ જો તમે કોઇને કઈ કહો છો કે તમારું જ હર્દય હળવું થઇ જાય છે. “
“ હા પણ ...તમને ખબર છે કે આપણી જિંદગી કોઈને કહેતા નથી કે અનુભવવા દેતા નથી. પણ તમે પહેલા દિવસથી મને એટલી પ્રભાવિત કરી છે કે હું જાણે તમારી તરફ ખેંચાઈ જ જાવ છું”
“ જો એક મિત્રતામાં એક બીજાને કહેવાથી હળવું થઇ જવાય છે. હા તમે મને કઈક મનાતા હોવ તો જ બાકી નહિ બરાબર “
“ તમને પોતાના બનાંવવા નથી પડ્યા બસ બની ગયા છો ખરેખર તમે લાગો છો પોતાના એટલે એમ જ નીકળી જ જાય છે જાણે ખેંચાઈ જાવ છું “
“ એટલે બધે ઉંચે ના ચઢાવવો મને બીક લાગે છે. એક વાત પૂછું ખોટું ન લગાડો તો ??”
“ હા પૂછને ...”
“તમારું બ્રેકઅપ થઇ ગયું કે શું ? “
“ હું પહેલે થી જ વાત કરીશ , મારા ડેડ આર્મીમાં હતા નાયબ સુબેદાર હતા. મેં વધારે ભણતર ઇન્ડિયાના અલગ અલગ ભાગમાં કર્યું છે. પપ્પા નોકરી પૂરી કરીને અમારી જોડે રહેવા આવ્યા ત્યારે સ્વર્ગ જેવી દુનિયા લાગવા માંડી હતી. માંડ સ્વર્ગની અનુભૂતિ થઇ હતી. લાગે છે કે ઈશ્વરને કઈક અલગ જ મંજુર હતું. પાપાને ડાયાબીટીસ હોવાનું ડોકટરે કહ્યું. ત્યારબાદ તો જાણે અલગ અલગ રોગો એ ઘર જ કરી લીધું. કોઈ જ વ્યસન નહતું.મેં આર્મી કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો. મેં તમારી જેમ જ ડીફેન્સની પરીક્ષા આપી હું એરફોર્સ ગ્રાઉન્ડ સ્ટાફમાં સિલેક્ટ થઇ. ત્યાં થોડો સમય કામ કર્યું પાપાની તબિયત બગડતી સુધારતી જતી પણ બધું સામાન્ય હતું એટલામાં મારા લગન નક્કી થયા. એલેક્ષ જોડે અમે બન્ને બહુ જ ખુશ હતા. એલેક્ષે આ ઘર મને બતાવ્યુ. મને ગમી ગયું એણે લેવાનો સોદો કર્યો , એ પણ મારા નામે મેં એને ના પાડી, પણ માને તો એલેક્ષ શાનો ? અમારા બન્ને ઘરના એ પ્લાન કર્યો કાશ્મીર ફરવા જવાનો એ સમયે હું રજા પર હતી. અમે ખૂબ તૈયારી કરી હતી. અમે બધા ખુબ જ ફર્યા રોમાંસ પણ એટલો જ કર્યો સંતાઈને શું દિવસો હતા એ યાદગાર , અમે લદાખ ટ્રીપ પર હતા. અમે પાછા આવી ગયા મારી રજા બાકી હતી પણ મને મેસેજ મળ્યા કે મારે જલ્દીથી પાછા કેમ્પમાં જવાનું હતું. ખબર નહિ મને તે જવાની ઈચ્છા જ નહતી. પણ મજબુર હતી મારે જવાનું જ હતું. હું એક સિક્રેટ મિશન માટે ઇંગ્લેન્ડ જવાનું હતું હું કહી પણ નહતી શકી કે હું ક્યાં જાવ છું. એક સીક્રેટ મિશન હતું. મિશન તો પૂરું થઇ ગયું મોમ ડેડ મારા બર્થડે પર મને સરપ્રાઈસ આપવા માટે મને મળવા માટે પુણે આવતા હતા કેમ કે મારી ઓફિકિઅલ પોસ્ટીંગ પુણે ગણાતી હતી. રસ્તામાં બહુ જ ભયંકર અકસ્માત થયો. બન્નેની ડેડ બોડી પણ ના મળી. આ થયા પછી મારા સાસુ સસરાનું વર્તન થોડું બદલાઈ ગયું. એની ઈચ્છા ન લાગી મેં એલેક્ષને કહ્યું પણ ખરા તારા મોમ ડેડની ઈચ્છા ન હોય તો તું સગાઇ તોડી નાખ પણ એણે ના પાડી.
હું જયારે પણ એના ઘરે જતી હતી ત્યારે એ મને એવી નજર થી જોતા જાણે મેં એ લોકો ની લાઈફમાં આવી ને મેં લાઈફ બગાડી હોય. પણ કદાચ થયું એમ જ અમેં બન્ને ફરવા જતા હતા લોંગ ડ્રાઈવ પર બાઈક સ્લીપ થઇ કોઈને કઈ થયું નહિ અમે કોઈને કઈ કીધું નહિ પણ બે દિવસ પછી એલેક્ષ પડી ગયો. ડોકટરે કીધું એને મગજની નસ ફાટી ગઈ છે. બે દિવસ કોમામાં રહ્યા પછી એ બધાને છોડીને જતો રહ્યો. મને એટલો આઘાત લાગ્યો કે એની સીમા ન હતી. એના મોમ ડેડ ને તો એમ જ થઇ ગયું કે મારા લીધે જ આ થયું. મનેપણ ક્યાંક ને ક્યાંક એવું લાગવા જ લાગેલું કે હું જ ખરાબ છું. એની સીધી અસર મારા ઉપર થઇ. હું બીમાર પડી હું ડીપ્રેસનમાં જતી રહી. માંડ એક વરસ પછી હું એમાંથી બહાર આવેલી એ પણ ડોક્ટરની મદદથી હું બહાર નીકળી પણ હજુ મને પણ ક્યાંક ને કયાંક એમ લાગે છે કે મેં જ એવું કઈક ખોટું કર્યું હશે તો જ મને આટલી મોટી સજા મળી.
“ એવું ના હોય યાર , બહુ જ ભયંકર મજાક કરી છે કુદરતે તારી જોડે .. “
“ હા એતો છે જ .. “
“ પણ તું એવું ન માંન કે બધું તે કઈક ખોટું કર્યું એને લીધે જ થાય છે. “
“ હા એ સાચી વાત છે મેં ખોટું કર્યું છે. હું મારા બીજા મિશનમાં pokમાં ગઈં હતી મીશન બહુ જ સરળ હતું એક મકાનમાં બે ખૂંખાર આતંકવાદી હતા એને ઉડાવી દેવાનું હતું. પણ અમે ગયા ત્યારે એમાં પાંચ હતા બે મહિલા અને બાકી પુરુષ અમે હેડઓફીસ કન્ફર્મ કર્યું એમણે કીધું કે ઉડાડી દો મેં ટ્રીગર દબાવીને મેં આખું મકાન ઉડાવી દીધું. પણ હકીકત એ હતી કે એમાં બે મહિલા નિર્દોષ હતી એમાં એ બન્ને કઈ જ ખબર નહતી. એતો મારો જ વાંક હતો ને મારે કન્ફમ કરવું જોઈતું હતું. બાઈબલ કહે છે ખોટું એ ખોટું જ છે જે મેં કર્યુ મને એમ છે કે એ સજા મને મોમ ડેડ અને મારા ફિયાન્સમાં જવા થી મળી “
“ બસ હવે એ ભૂલી જા નહીતર ફરી ડીપ્રેસનમાં જતી રહીશ. હવે બધુ યાદ કરવાનો કોઈ ફાયદો નથી. “
“ હા એતો છે જ ... તું સુઈને આરામ કર ... “
“ ના નથી કરવો આરામ કંટાળી ગયો છું મેહરબાની કરીને આરામનું કહે મને ,,,”
“ કઈ વાંધો નહિ...ચલ બહાર આવવું છે ? “
“ હા પણ કોઈ ..? “
“ કોઈ નહિ જોઈ જાય કેમ કે દીવાલ છે પછી ઝાડ છે પછી ખેતર છે છેડે મકાન એટલે ચિંતા ન કર ચલ ... “
“ ઓકે .... “
“ ઉભો રહે નહિ ઉભો થઇ શકે મારા વગર ..” લોરાએ ઉભા થઈને હાથ આપ્યો. વિજય હાથ લીધા વગર ઉભો થવા ગયો પડી જવાનો હતો ત્યાં લોરા એ સ્ફૂર્તિથી પકડી લીધો.
“ ના પાડી હતી ને તને ..બેસ હવે ...” ગુસ્સામાં લોરા બોલી
“ કઈ ન થાય મને ... “
“ શું કઈ ના થાય આ હાફ ચડી છે એતો જો ,,,,,” હજુ ગુસ્સો શાંત નતો થયો
“ કઈ નથી થયું હવે બસ ..આટલી ગુસ્સે કેમ થાય છે પણ ... બેસ ..” વિજયએ લોરાનો હાથ પકડીને બેસાડી.
“ ખબર નહિ મને ગુસ્સો આવી જાય છે તને કઈક થતું જોવું છું ને તો ખબર નહિ ગુસ્સો આવી જ જાય છે. સોરી હું કદાચ ....આવું ન થવું જોઈએ ... “
“ રિલેક્ષ ...આ નોર્મલ છે તું બહુ સમય થી એકલી છે અને આપણે બન્ને વચ્ચે એક સંબધ થઇ ચુક્યો છે હા એને સંબધ તો ન જ કહેવાય પણ છતાયે થાય રિલેક્ષ ... “ વિજયે લોરાના ખભા પર હાથ મુક્યો.
“ વિજય હું આપણા બે વચ્ચે કોઈ સંબધ નથી ઈચ્છતી. મેહરબાની કરીને હું મારી યાદો માં ખુશ છું પણ ખબર નહિ કેમ તારી તરફ ઈચ્છું કે ના ઈચ્છું ખેંચાઈ જ જાવ છું. “
“ તું નહિ ઈચ્છે એવું એક પણ કામ નહિ થાય ચિંતા ન કરતી હું પણ માનસિક રીતે કોઈ પ્રેમ કે સંબધ માટે રેડી નથી. રહી વાત આપણી વચ્ચે જે દુબઈ માં જે થયું એ પાર્ટ ઓફ જોબ હતું. બસ તે મને મદદ કરી છે એ જ બહુ છે મારી માટે , તું મારી જોડે છે તો એમ લાગે છે કે મને કોઈની જરૂર નથી. “
“ બસ હવે જઈશું બહાર ...? “
“ હા ચાલો ..” લોરાનો હાથ પકડ્યો. વિજયના પગના તળીયે ખુબ જ માર ના નિશાન હતા તેના લીધે ચાલી શકતો નહતો અને હાથપગ ભાંગી નાખ્યા હતા હાલત બહુ જ ખરાબ હતી.લોરા વિજયને પકડીને લઇ ગઈ બહાર . ઘણા સમય પછી વિજયએ પક્ષીના કલરવ કુતરાની ભસવાનું કુદરતી સૌન્દર્ય નું રસપાન કર્યું હતું. બહુ જ સુંદર વાતાવરણ હતું.
“ બહુ જ સુંદર વાતાવરણ છે નહિ ... “
“ હા અહી આવો એટલે કઈક અલગ જ વાતાવરણ હોય છે. “
વિજયનું ચાલતા ચાલતા બેલેન્સ બગડી ગયું માંડ પાડતા પાડતા બચ્યો. લોરા એ એને પકડી લીધો. લોરાએ લગભગ એને બાહોમાં જ જકડી લીધો.
“ તારી આદત ગઈ નહિ કેમ ? હજુ ફાયદો ઉઠાવો છે તારે કેમ ? “ લોરા એ રીતસર બાહોમાં લઇ લીધો.
“ ના હજુ એ ઈચ્છા નથી. હા તને જોઈને કોઈપણ પાગલ થઇ શકે છે, તું છે જ ....” વિજયે સખ્ત રીતે પકડી લીધી.
“ વિજય હું છોડી દઈશ તો તું ક્યાંનો નહિ રહે ખબર છેને ? “ લોરા એ વિજયની આંખોમાં આંખો નાખીને કહ્યું.
“ બહુ જ મસ્ત રોમાન્સ ચાલી રહ્યો છે કેમ ? “ અચાનક કોઈ અજાણ્યો અવાજ સંભળાયો. બન્ને થોડા વ્યવસ્થિત થયા. લોરાએ ગન કાઢી વિજયે અજાણી વ્યક્તિ સામે જોયું.
“ રિલેક્ષ સોરી હું છું તારી ઝીનલફોઈ એટલામા ભૂલી ગયો મને. કદાચ રોમાન્સમાં ભૂલઈ ગયું હોય કઈ વાંધો નહિ હું યાદ કરાવી દવ અને મળી પણ લવ મારા ભત્રીજાને કેમ ભત્રીજા ? સારું છેને ? “ ઝીનલ બન્નેની જોડે આવી.
“ તમને અહીનું સરનામું કોણે આપ્યું ? “ વિજયે આશ્ચર્યથી પૂછ્યું.
“ આ જગ્યા તો કોઈને ખબર નથી .. તમે ..? “ લોરાએ ગન લોડ કરી.
“ મેં પહેલા જ કીધું છે રિલેક્ષ ....કોઈ ચાલાકી નહિ ..તને ખબર છે હું ઇન્ટેલની બેસ્ટ છું હજુ મારો કોઈ પ્રતિસ્પર્ધી નથી. એટલે ગન મૂકી દે મારી પાસે ઔટોમેતિક છે તું એક મારીશ હું એક સેકન્ડમાં આખું મેગેઝીન ખાલી કરી દઈશ એટલે ચુપચાપ ચાલો અંદર... “
“ તમે ઓર્ડર આપશો મારા જ ઘર માં મને ...” લોરા એ ગુસ્સામાં કહ્યું
“ લોરા રિલેક્ષ આપણે અંદર જઈએ ? ફોઈ ગન મુકો મહેરબાની કરીને ચાલો અંદર , અંદર જઈને વાત કરીએ ? લોરા ..” વિજયે લોરાની આંખો માં વિનતીના સુર માં કહ્યું.
બધા અંદર ગયા. લોરા વિજય સોફા પર બેઠા. ઘર બહુ મોટું નહતું સોફાસેટ બે રૂમ હતા બસ. છતાં ભવ્ય લાગતું હતું.
“ બહુ જ ભવ્ય છે બહુ પૈસા કમાયા છે કેમ લોરા ન્યુઝ સાચું જ કહે છે કે લોરા એ બહુ જ પૈસા કમાયા છે કેમ લોરા ? “
“ હવે વધારે નથી થતું ? “ લોરા ગુસ્સામાં બોલી
“ લોરા , તું હજુ ભૂલી ગઈ લાગે છે મારા હાથે ખાધેલો માર હજુ ભૂલી ગઈ લાગે છે કેમ ? “
“ એનો મતલબ કે એ તમે હતા ...? “ લોરા બોલી
“ હા ...હું જ હતી એ કેમ તું હજુ ભૂલી ગઈ મારો આવાજ ગન પકડવાની સ્ટાઇલ , વાહ આ છે બેસ્ટ ઇન્ટેલ ઓફિસર વાહ ......મેં જ આને કિડનેપ કર્યો હતો મેં જ આને માર માર્યો હતો , મેં જ આને પકડ્યો હતો, “
“ તો અહી શું કામ આવ્યા છો ? “ ;લોરા ગુસ્સામાં બોલી
“ ફોઈ મને શું કામ ? “ વિજયની આંખમાં આંસુ હતા.
“ ઓહ તું પૂછે છે મને શું કામ ? વાહ તારી બહેન હજુ જેલમાં છે તારા બાપ જેવા ભાઈ અજય ઉપર દેશદ્રોહનો આરોપ છે. તારી માં જેવી બહેન નું શું હાલત છે કઈ દુનિયામાં છે ? એ જોવા નો પ્રયત્ન કર્યો છે ? તે દુબઈમાં ચારસો કરોડનું ડ્રગ પકડાવ્યું એનું આખું નેટવર્ક પકડાવ્યું નક્ક્ષ્લ એરિયામાં મોટું નેટવર્ક સાફ કર્યું વેરી ગૂડ પણ આમાં તને શું મળ્યું ? એ જોયું મેં તને સાદી ગાડીમાં કિડનેપ કર્યો સામાન્ય જગ્યાએ લઇ ગઈ કોઈએ શોધવાનો પ્રયત્ન પણ ન કર્યો. માત્ર આ લોરા એ તને શોધ્યો કેમ કે એને તારી ચિંતા હતી એ તને પ્રેમ કરે છે નહિ એ મને નથી ખબર. તારા જેવો નાલાયક મેં કોઈ દિવસ નથી જોયો. તારું આખુ ફેમીલી મુશ્કેલીમાં છે અને તું અહી રોમાન્સ કરે છે વાહ ...”
“ મેડમ અમારા વચ્ચે એવું કઈ જ નથી ... તમે શું કહો છો જરા વિસ્તાર થી સમજાય એવું બોલો.” લોરા ગુસ્સો શાંત કરતા બોલી.
“ ફોઈ શું કહેવા માંગો છો તમે ? “ વિજયના અવાજ હજુ ભારે હતો.
“ જો આ સમાચારપત્ર આ સામાયિક આ ફોટા પહેલા જોઈ લો ..” બન્ને સમાચાર પત્ર જોયા સજ્જનકુમાર રાજનકુમાર દિવાકર ત્રણેય ભાઈઓ દિલ્હીની સત્તામાં ,,, એનાથી સમાચાર ભરેલા હતા. એટલું જ નહિ ડ્રગકાંડ નો પુરેપુરો શ્રેય એ લોકો જ આપ્યો હતો નક્ક્ષ્લ ને ડામવાનો પુરેપુરો શ્રેય એને જ આપ્યો હતો. બીજા સમાચાર માં dsp અજય સસ્પેન્ડ સંપતિ જપ્ત માર્ટીનસર ને ડીસમીસ કરી દેવાયા. બન્ને આ જોઇને અવાચક થઇ ગયા.
“ કેમ શોક થઇ ગયા ને ? તમને તો એમ જ છે કે તમે જંગ જીતી ગયા કેમ ? “ ઝીનલ બોલી.
“ ફોઈ તમેં આ સીધી રીતે પણ કહી શક્યા હોત. “ વિજય બોલ્યો
“ હા તમે મળીને વાત કરી શક્યા હોત મેમ ..” લોરા બોલી
“ મેં તને મળવાની કોશિશ કરી હતી પણ તે જાણીજોઈ મને ના પાડી દીધી હતી. “ ઝીનલ ગુસ્સામાં બોલી.
“ ક્યારે ? “ વિજય બોલ્યો.
“ ચાર મહીના પહેલા ...તારા કીડનેપીંગના બે મહિના પહેલા... “
“ બીજું બધું તો ઠીક મેમ પણ તમે કીડનેપીંગ કરીને શું બતાવવા સાબિત કરવા માંગતા હતા ?” વિજય ગુસ્સામાં બોલ્યો.
“ ઓહ હવે તું મને એમ પૂછે છે કે હું શું સાબિત કરવા માંગતી હતી એમ .. ઓહ તને એ રૂમ વાતાવરણ એ ટોર્ચર જોઇને કઈ જ યાદ ન આવ્યું .. “
“ હા મને યાદ આવ્યું જ જયારે હું નાનો હતો ત્યારે ભાભી અને ભાઈ ને અમારા કુટુંબ જોડે જે થયું એ તમે મને યાદ દેવડાવ્યું. એ યાદ દેવડાવીને મને શું સાબિત કરવા માંગો છો. “ વિજય થોડા ગુસ્સામાં બોલ્યો
“ એ જ કે તું હવે એ પોસ્ટ પર છે કે તું બધું કરી શકે છે તો તું શું કામ એ નથી કરતો ? તું ડ્રગ કેસ માં સીધી રીતે બધાને પકડી શકતો હતો તે અને તારી ટીમે કઈ જ ન કર્યું. નક્સલ હથિયાર સપ્લાયમાં પણ તમે લોકો એને પકડી શકતા હતા એનો હાથ જ હતો બધાને ખબર છે એનો જ હાથ હતો તેમ છતાં તમે લોકોએ કઈ જ ના કર્યું. “ ઝીનલ ગુસ્સામાં બોલી
“ મેમ અમારે ફક્ત ઇન્વેસ્ટ કરવાનું હતું ફાઈલ કરવાનું કામ હાયર ઓથોરીટીનું હતું. અમારે લોકોએ ફક્ત ગુનેગારોને શોધીને સોપવાનું હતું. “
“ હા મને ખબર છે પણ તમે લોકો એના અંત સુધી તો પહોચ્યા નહિ ને તમે ફાઈનલ ઇન્વેસ્ટ તો કર્યું જ નહિ ને એ કોની ભૂલ ? સૌથી પહેલા કેસ બંદ ત્યારે જ થાય છે કે જયારે તમે પૂરું ફાઈનલ સોપો. તમે ફાઈનલ સોપ્યું હોય એની પર જ કેસ પૂરો ગણાય. તમે જે મુજબ સોપ્યું એ જ મુજબ એ લોકોએ ફાઈનલ કર્યું હોય એ તારે કે તારે મને સમજવવાની જરૂર નથી. મને ખબર જ છે ઓકે. ગ્રાઉન્ડ ટીમ જ રીપોર્ટ ફાઈનલ કરે ગ્રાઉન્ડ ટીમ તમે લોકો હતા. તમે જ એનો બચાવ કર્યો છે. એ ફાઈનલ છે એટલે જ મેં તને આ અહેસાસ અપાવ્યો કે એટલું મોટું દુખ તું ભૂલી કેમ ગયો?”
“ મેમ કન્ફયુઝન અહિયાં જ છે આ વખતે એ લોકો એ અલગ જ નિયમ કર્યો હતો કે આ વખતે ગ્રાઉન્ડ ટીમ ખાલી ઇન્વેસ્ટ કરશે. ઇન્વેસ્ટ કરીને રીપોર્ટ કરશે. કેમ કે મંત્રાલય સાથે થયેલી છેલ્લે સુધીની બેઠકમાં હું હતી એટલે હું ફાઈનલ ટીમનો હિસ્સો હું હતી પછી અચાનક મને ગ્રાઉન્ડમાં મોકલી આપી. “
“ તું ખોટું બોલે છે તારા યાર ને બચાવવા માટે... “ ઝીનલે ગુસ્સામાં કહ્યું.
“ મેમ પહેલી વાત આ મારો યાર નથી અમે ફક્ત ફ્રેન્ડ છીએ બીજી વાત હું કોઈ દિવસ ખોટું બોલતી નથી. “
“ યાર ન હોય તો આખા યુનિટ માંથી બચાવવા તારા સિવાય કોઈ કેમ ન ગયું ? અને તું આને તારા સેફ હાઉસ જ કેમ લઇ આવી? તું યુનિટ પણ લઇ જઈ શક્તિ હતી છતાં તું ન લઇ ગઈ કેમ? “
“ મેમ મારા સોર્સ મને ના પડતા હતા. મને ખેલ સમજાય ગયો હતો, વધારે નહિ થોડો કેમ કે વેણુગોપાલસર ને પ્રમોટ કરાય ત્યારે મારી શંકા દ્રઢ થઇ ગઈ. બ્રિગેડીયર મનોવીરસિંગસર ને બાયપાસ કરાયા. માર્ટીનસરને ફરજીયાત ઉતારી દેવાયા. આખી ટીમ કેન્સલ કરી દેવાઈ આ બધી વાતોથી મને એક વાત તો ખબર પડી ગઈ કે આમાં વાત બીજી જ કઈ છે જે દેખાતી નથી. રહી વાત વિજયને અહી લઇ આવવાની તો એ લોકો મને ક્લીયર કહ્યું હતું કે વિજયને મારી નાખવો.મેં જ એને ડીસમીસ કરાવી દીધો. હું ધરાત તો ઓર્ડર મુજબ હું એને મારી નાખત પણ મને મારા સોર્સ એટલું કહી રહ્યા હતા કે આ ખોટું છે. મને એક વાત એ લોકો કહી કે ફરીવાર કુંટુંબને પતાવવા નો પ્રયત્ન થઇ રહ્યો છે. હું ફક્ત વિજયના સારા થવાની રાહ જ જોઉં છું. “
“ તું સાચી છે લોરા.. આ બધો ખેલ સજ્જન એનો ભાઈ રાજન અને દિવાકર નો છે. રાજન સાંસદ છે. દિવાકરને રાજ્યસભાનો મેમ્બર બનવ્યો છે. સજ્જન બીઝનેસમેન તો છે જ રાજનના હાથમાં કાનુન મંત્રાલય છે. વિજય તું તો બધું જાણતો હતો તે શું કામ રસ ન લીધો ? “
“ હું શું કામ રસ લઉ. જયારે હું બદલો લેવાનો શરુ કર્યો ત્યારે તમે લોકોએ મને ભોળવી ધમકાવીને મને અહિયાં મોકલી દીધો મને મારા ફ્રેન્ડસથી દુર કરી દીધા હવે જયારે હું બદલો લેવાનું ભૂલી ગયો ત્યારે તમે જ મને કહો છો કે હું બદલો નથી લેતો. વાહ સરસ શું રાજરમત છે ગ્રેટ. “ વિજય ગુસ્સામાં બોલ્યો.
“ વિજય એ વાત અલગ હતી તું કોલેજમાં હતો નાનો હતો. તારી પાસે જ્ઞાન ન હતું. તારી પાસે તાકાત ન હતી. હવે તો હતી ને હવે તો તું કરી શકતો હતો ને..”
“ હવે તો મને કોઈ બદલો લેવાની ઈચ્છા જ નથી .”
“ વાહ તને બધું મળી ગયું પછી તને ઈચ્છા શું કામ થાય ? તારે શું ભાભી ભાઈને શું થયું ? એમને શું થાય છે ? એ લોકો કઈ દશામાં જીવે છે ? “
“ હા મારે શું ? એ લોકો એની લાઈફમાં ખુશ છે તો મારે શુ કામ એ લોકો ની ચિંતા કરવી જોઈએ ? “ વિજય બિન્દાસ બોલ્યો.
“ વાહ સરસ વેરી ગુડ ...”ઝીનલ ગુસ્સામાં બોલી.
“એક મિનીટ વિજય , મેમ એક મિનીટ તમારા બન્ને વિષે મને વધારે તો નથી ખબર પણ મને લાગે છે કે આ વાત વિસ્તાર થી વાત થવી જોઈએ. તમારા બન્ને વચ્ચે એક હેલ્થી ચર્ચા થવી જ જોઈએ, વિજય મને લાગે છે કે તારે મેમની વાત સંભાળવી જોઈએ જ એ બાબતમાં તું ખોટો છે ફેમેલી જેવી કોઈક વસ્તુ હોય એને માંન આપવાની એને બચવાની ફરજ આપડી છે ઓકે , મેમ તમે પૂરી વાત કરો ...જેથી કદાચ તમારી વાત સંભાળીને કદાચ આની આંખો ખુલી જાય. હા એની આંખ ખુલે કે ન ખુલે હું તમને કઈક મદદ શકું. “
“ લોરા આ લોકો ક્યારે ફરે એનું નક્કી નથી હોતું તું .....” વિજય હજુ ગુસ્સામાં હતો.
“ બસ ચુપ ,...” લોરા એ વાત કાપી વિજયની.
“ વિજય જયારે તને કહેવામાં આવ્યું હતું કે તું બદલો ન લે ત્યારે તું કોલેજમાં હતો તું નાનો હતો તું એ વખતે પકડાયો હોત તો તારી પાસે કે ભાઈ પાસે તને બચવાનો કોઈ જ ઓપ્સન ન હોત. અને ભાઈ ભાભી બન્ને એ જે નરસંહાર જોયો હતો એ પછી એમની કોઈ જ ઈચ્છા ન હતી કે એ કોઈને મારતા જોઈ શકે. એટલે તને વારંવાર ના પાડવામાં આવેલી કે તું કઈ જ ના કર કઈ જ ન કર. પણ તું માન્યો નહિ એટલે એક પછી એક તારા ફ્રેન્ડ તારા થી દુર કરવા પડ્યા. “
“ મેમ સોરી વચ્ચે અટકાવું છું પણ મારે વિસ્તાર થી જાણવું છે આ શું વાત છે કે જેમણે તમારા બધાની લાઈફ બદલી નાખી. “
“ ઓકે હું તને વિસ્તારથી કહીશ તું લોક કરી આવ આને હું ચા બનાવુ છું. “
“ ઓકે મેમ “
લોરા એ મકાન લોક કર્યું ઝીનલે ચા બનાવી. ચા નાસ્તા પછી ઝીનલે વાત ચાલુ કરી.
“ વાત ઘણા સમય પહેલાની છે. એ વખતે હું અજય બન્ને એક જ સ્કુલમાં અને કોલેજમાં પણ સાથે હતા. અજય થોડો શરમાળ હતો. હું અને અજય બન્ને ટોપર હતા. અમારા બન્ને વચ્ચે પહેલા કોણ આવશે એ હમેશા ચર્ચાનો વિષય રહેતો. પ્રથમ વર્ષ કોલેજનું એમને એમ જ કોઈ વાતચિત વગર વીતી ગયું. લાસ્ટ એકસામમાં મારા અને અજયના સરખા માર્ક્સ હતા. એ વખતે પ્રથમ વાર અમારા બન્ને વચ્ચે વાતચીત થઇ હતી. એ સમયે પરિણામ લઈને હું ઘરે જતી હતી એ સમયે રસ્તામાં મારી કોલેજના કેટલાક મવાલી છોકરાઓએ ભેગા થઈને મારી છેડતી કરી હતી. એ સમયે અજયે મનને શાંતિ થી એ લોકો થી મને બચાવી હતી. મને કરાટે આવડતા હતા પણ ખબર નહિ તે દિવસે મારૂ મગજ બહેર મારી ગયું હતું. હું કઈ કરી જ ન શકી પણ અજય સાઈકલ પર કયાંક થી આવી ગયો. હું બચી ગઈ. એ મને છેક ઘરે સુધી મુકવા આવ્યો. એ પછી અમે રોજ લાઈબ્રેરીમાં મળતા મને ખબર ન હતી કે એ પણ રોજ આવતો હતો.
“ ઓહ તું પણ અહી આવે છે ? “ અજય બોલ્યો
“ હા હું તને જોઉં છું રોજ ખાલી છાપું અને મેગેઝીન જ વાંચે છે. “ મેં કહ્યું.
“ હા મને ગમે છે. “ અજયના અવાજમાં એક અલગ જ અંદાઝ હતો.
“ ચા પીશ અહી બાજુમાં મસ્ત બનાવે છે. “ મેં ઓફર કરી.
“ઓકે ચલ ..” અમે બન્ને એક નાનકડી ચાની કીટલી પર બેઠા.
“ તું આર્મી ઓફિસરની દીકરી છે ને ? “
“ હા “
“ ચા સારી છેને ? “
“ બહું જ ...મસ્ત છે “
“હા મારી ફેવરીટ જગ્યા છે. “
“હવે થી મારી ...”
“ સરસ ...”
બસ એ એક સાવ નાનકડી મુલાકાત્ત હતી. એ પછી અમે રોજ એ ચાની દુકાન પર મળતા અલક મલકની વાતો કરતા.એક દિવસ બહુ ટેન્સ હતો.
“ શું થયું કેમ આજે ટેન્સ છે બહુ ? શું થયું ? “
“મારે ગામડે જવું પડે એમ છે. “
“ લે તો એમાં ટેન્સ શું છે ? “
“ટેન્સ એ છે કે ...”
“બોલને શું ટેન્સ છે ? “
“ ટેન્સ એ છે કે મારે કોઈક ને મળવું છે પણ કઈ રીતે ખબર નથી પડતી. “
“કોઈક ને મળવું છે એટલે ? કોઈ છોકરી છે ? “
“ હા....”
“ ઓય હોય .......છોકરી અને તું ? વાહ શુ છૂપો રુસ્તમ છે યાર તું ? કોણ છે એ “
“ અરે એ ખાલી ઓળખે છે મને ઓળખીતામાં જ છે. બીજું કઈ નથી. “
“તારું મો બતાવે છે કે તને એ ગમે છે. સાચું બોલ “
“ ના હવે એ ખાલી ફ્રેન્ડ છે યાર એકતો દુર સગામાં બી થાય છે “
“ ઓકે તને ટેન્સ શું છે એ તો કે ...”
“ખબર નહિ એની યાદ આવે છે બસ. “
“તો પછી જઈને મળી આવ એમાં શું ? “
“ યાર રજા નથી અને ઉપર થી પરીક્ષા છે કઈ રીતે ?”
“ તારે જવું છે વ્યવસ્થા થઇ જશે એક શરત છે “
“કઈ શરત “
“ તારે મને જોડે લઇ જવી પડશે. “
“ પણ ગાડી કોણ ચલાવશે ? “
“ હું , મને આવડે છે અને લાયન્સંસ છે પણ શરત એક જ છે કે પહેલા એના વિષે મને કઈક કેહવું પડશે “
“ હા સમય છે અત્યારે ? “
“ ના યાર કાલે આપડે જઈશું સવારે ૮ વાગે ... ત્યારે જ વાત ..”
“ ઓકે .....”
બીજી દિવસે પપ્પાની રજા લઇ ને હું મારુતિ જીપ્સી લઇને અજયના રૂમ પર ગઈ ત્યાંથી બન્ને અજયના ગામ જગતપુરા તરફ નીકળી ગયા.
“ તને ગાડી આવડે છેને ? “ અજય ભયભીત નજરે કહ્યું
“ હા કેમ તને કઈ શંકા છે ? હસતા હસતા કહ્યું
“ હા હોય જ ને યાર રસ્તો ચાર કલાક નો છે ટ્રાફિક પણ બહુ જ હશે. “
“ તું ચિંતા ન કર. પહેલા એ કહે કે એ છોકરી કોણ છે ? “
“ એનું નામ લીના છે એ મારા ગામમાં જ રહે છે.”
“ ક્યાં મળ્યો હતો એને ...બહુ સુંદર છે કે શું ? “
“ ના એટલી નહિ પણ સામાન્ય છે. “
“ ઓકે એને ક્યાં મળ્યો હતો એ તો કે ...”
“ એને મેં પહેલી વાર ગરબામાં જોઈ હતી. બહુ જ મસ્તી માં રમતી હતી એ મને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. “
“ કયારે મળી હતી “
“ હુ ૧૧માં હતો ત્યારે , એ ગરબામાં હું પહેલી વાર અમદાવાદ થી ગામડે ગયો હતો મમી પાપા સાથે. મને એ પહેલી નજર માં જ ગમી ગઈ હતી. બસ મને ગરબા માં ખાસ કઈ રૂચી નહતી હું અમદાવાદમાં ઉછેર્યો હતો. મને ગામડું ખાસ ગમતું નહિ. પણ એને ગરબા રમતી જોવાની રાહ જોતો રહેતો આખો દિવસ એને જોવા ન મળતી. ત્રીજા દિવસે મને પાપાએ મને એક ઘરે લઇ ગયા, મને બહુ બળજબરીથી , મારે જવું ન જ હતું. એ વખ્રતે એક બૂમ પડી.
“ લીના પાણી લાવ તો મહેમાન આવ્યા છે. “ એની મમીએ બૂમ પાડી.
“ હા મમી”
એ પાણી લઈને આવી. હું એને જોતો જ રહી ગયો. બે દિવસ પછી પહેલી વાર એને નજીક થી જોઈ રહ્યો હતો.
“ શું કરે છે લીના ? તારો જ ૧૦માં માં પ્રથમ નંબર આવ્યો હતો જીલ્લામાં અને એક થી દસમાં ગુજરાતમાં આવી હતી. “ મારા પપ્પાએ પૂછ્યું.
“ હા એ કોમર્સમાં છે ૧૧માં ગામમાં જ ભણે છે. “ એની મમી એ કહ્યું
“ મારો અજુ પણ ૧૧માં જ છે. “ પાપા એ કહ્યું.
એ મને જોઈ રહી હતી હું એને. એ એની મમીની બાજુ માં બેઠી હતી. એ લોકો એક જ ગામના હતા એટલે જૂની વાતો ઉખાડીને બેઠા હતા. અમને બન્ને ને એ કોઈ જ વાત ના રસ હતો નહિ. એ ચારેય વાતો કરતા હતા અમે બન્ને એક બીજા ને જોયે રાખતા હતા. હું ધીમે રહીને બહાર ગયો.
એ મારી પાછળ આવી. એ મને જોઇને હસી.
“ તમે પહેલી વાર ગામડે આવ્યા લાગો છો. “
“ હા ... તને કેમ ખબર પડી ? “
“ તું જે રીતે વર્તન કરે છે એ રીતે જોતા ગમે એને ખબર પડી જાય. તું કોર્મસમાં છે ને ? “
“ હા ...તે કેમ કોમર્સ લીધો ? “
“ મારો રસનો વિષય છે તે શું કામ ? “
“ મને આર્ટસ ગમતું નથી સાઈન્સ પણ નથી ગમતું એટલે છેલ્લે વધ્યું કોમર્સ. “
“ વાહ તને કઈ ગમ્યું નહિ એટલે કોમર્સ લીધું એમ સરસ. આજે ગરબા જોવા આવીશ ? “
“ હા આવીશ ને કેમ નહિ ? તું નથી આવવાની. “
“ હું આવું તો જ તું આવે એમ તો છે નહિ. “
“ હા એટલે ના એવું નથી પણ તું હોય તો ગરબામાં રોનક હોય. “ હું એટલું કહી ને ભાગી ગયો અંદર. પછી અમે બધા ત્યાંથી નીકળ્યા. સાંજે ગજબ થયો મોડી રાતે હું અને રીનાં બન્ને એક બીજા સામે જોઈ રહ્યા હતા. એ ગરબા રમતી હતી માંડ ગરબા ચાલુ થયે એક કલાક થયો હતો. અમે બન્ને એક બીજા સામે જોઇને હસી રહ્યા હતા કોઈને ખબર ન પડે એ રીતે. ગરબાની બીજી બાજુથી બુમાબુમનો અવાજ સંભળાયો તેમ એક છોકરીની ચીસ અને કોઈના અઠ્હાસ્ય સ્પષ્ટપણે સાંભળતું હતું. એ સંભાળીને ગરબા કરતી છોકરીઓ પળવાર થંભી ગઈ. એમાંથી કેટલીક દોડી ગઈ જ્યાંથી અવાજ આવતો હતો એ બાજુ હું પણ ગયો. એમાં એક યુવક અને એના મિત્રો એક છોકરીને પકડીને ઉભા હતા. એની જોડે ન કરવાનું કરતા હતા આખું ગામ ઉભું હતું કોઈની શું કરે છે એમ કહેવાની હિમત ના હતી. એના માં બાપ પણ ઉભા હતા માંડ થર થર ધ્રુજતા હતા.
“ એય છોડ એને ......” એક જોરદાર મોટી બૂમ આવી કોઈ છોકરીની. એ બૂમ બીજા કોઈની નહિ પણ લીનાની હતી.
“ એય છોડ એને .....” એને જોર થી એક લાડકી એ યુવકના હાથ પર મારી એ એટલી જોર થી વાગી હતી કે એને એ છોકરીને મુકવી પડી.
“ તું કોને મારે છે એ ખબર છે ? તારી હિમત કેવી રીતે થઇ ? “ એ જોર થી લીના તરફ ધસ્યો. મને શું થયું ખબર નહિ પણ હું એની વચ્ચે પડ્યો પેલા યુવકને જોર થી લાત મારી. એ યુવકનો બીજો ભાઈ વચ્ચે પડ્યો લીના અને હું બન્ને એ લોકો પર તૂટી પડ્યા. એમાં અમને બન્ને કોઈએ મદદ ન કરી સિવાય મારા પાપા અને લીના ના પાપા એ, એ લોકો ત્યાંથી ભાગી ગયા.
“ તમે આ શું કર્યું ? કોણ છે આ ખબર છે ? “ એક ગામના મોભી વડીલ બોલ્યા.
“ કેમ કોણ છે ? ગામના દીકરીની છેડતી કરે આમ જોઈ રેહવાનું એ પણ માતાજીના દરબારમાં. આ ન ચલાવી લેવાય વડીલ મને આશ્ચર્ય છે કે તમે એને જોઈ રહો છો વાહ ધન્ય છે તમને લોકોને “ મારા પાપા બોલ્યા.
“ એ ગામના જુના જમીનદાર છે ગામના જુના કરતા ધરતા છે એમની અમાન્યા તો રાખવી પડે ને એમણે થોડું કઈ કહેવાય. “ એક બીજા વડીલ બોલ્યા.
“ વાહ કોઈ છોકરીની છેડતી કરે તો જોઈ રેહાવાનું ? “ લીનાનાં મમી બોલ્યા
“ હા આજે આની કરી કાલે મારી દીકરીની કરશે તો શું આમ જ કરવાનું ? અને ગામના દરબાર ન કહેવાય. ગામના દરબાર ગામ માટે જીવ આપી દે એને કહેવાય. “ મારા મમી એ કહ્યું.
“ તમે લોકો રહ્યા પરદેશી શહેર વાળા હમણાં તહેવાર કરીને જતા રહેશો અમારે તો આ જ ગામમાં જ રહેવાનું છે આ લોકો સજ્જનસિંહ ના છોકરા છે. એમની જોડે વેર થોડું કરાય એ લોકો ના લીધે તો ગામ છે. “ ભીડમાંથી કોઈ બોલ્યું
“ ચુપ બકવાસ બંદ કરો અને ખોટે ખોટી વાતો કરવાની રહેવા દો. તમારી આ બકવાસ કોઈ દિવસ કોઈનો જીવ લઇ લેશે એ તો જુઓ એ નાલાયકો એ માતાજી ના મંદિરના પટઆંગણમાં જ આ ખરાબ કામ કર્યું એ પણ બીજા જ નોરતે વાહ તમને લોકોને શરમ આવી જોઈ તમે મારા પાપા ને કહો છો કે અમે બહારના છીએ યાદ નથી હજુ અમારું મકાન અમારી જમીન છે અહી અમને બહારના કહેવાની કોઈ જરૂર નથી હા હવે થી કોઈ પણ આ રીતે દીકરીની છેડતી કરશે તો હું કાપી નાખીશ.” મેં ગુસ્સામાં કહ્યું.
“ હા હું મારા દીકરાની વાત સાથે પૂરી રીતે સહમત છું. “
એ પછી બધા નોરતા અમે બન્ને કુંટુંબ એ સંચાલન કર્યું, અમે બન્ને એ વખતે સારા મિત્રો બની ગયા, દશેરાના દિવસે ફરીથી એ લોકોએ છેડતી કરી આ વખતે એ લોકોએ નિશાન લીનાંને બનાવી મે ત્રણેયને ખુબ જ માર માર્યો. બસ એ દિવસથી અમે સાવ નજીક આવી ગયા.
“ કેટલો સમય થયો આ વાત ને ..? “
“ હુ અગિયારમાંમાં હતો ત્યારે એટલે ચાર વરસ પહેલાની વાત હવે “
“ તું એને પ્રેમ કરે છે ? “
“ હા પણ હું ઉતાવળ કરવામાં બીઉ છું. કયાંક સાવ દુર ના થઇ જાય. “
“ એક જ વાત કે તું મને એ તારી રાહ જુએ છે મળવા ? “
“ હા ...”
“ તને જોઇને એ શું અનુભવે ? “
“ એને ચહેરા પર અલગ જ ભાવ હોય છે “
“ ઓકે “
“ તને બીજી કોઈ છોકરી જોડે જોઇને એનો ચહેરો બદલી જાય ? “
“ એ ખબર નથી. કોઈ વાર એવું બન્યું જ નથી. “
“ ઓકે તું એને મળે આજે ત્યારે મારા હાથમાં હાથ પકડી લેજે મારી નજીક ચાલજે કેહતો નહિ પહેલા કે આપડે બન્ને મિત્રો છીએ જો તને બીક ના ભાવ દેખાય તો તું ફેલ ઓકે બાકી તું પાસ”
“ ઓકે તો એને પ્રપોસ કરી દવ “
“ તારી તૈયારી હોય તો કરી જ દેજે, રાહ ન જોતો તું ઓકે “
“ઓકે થેન્ક્સ” એમ અલકમલક વાતો કરતા કરતા અમે ગામમાં પહોચવા આવ્યા.
અમે બન્ને સીધા એના ઘરે જ પહોચ્યા. ઘરમાં વાતાવરણ થોડું તંગ હતું. અમારા ગયા પછી જાણે કઈ જ થયું જ નથી. અજય મારી ઓળખાણ કરાવી.
“ અંકલ , નમસ્તે આ મારી કલાસમાં સાથે છે એની જોડે ગાડી હતી એટલે અમે જોડે જ આવી ગયા. એનો ડ્રાઈવર ન હતો. એનું નામ ઝીનલ છે ,ઝીનલ આ મારા અંકલ છે. આ આંટી છે. આ મારો નાનો ભાઈ વિરાટ છે.”
અમે થોડીવાર બેઠા મને સહેજે એવું લાગ્યું નહિ હું પારકા ઘરે છું મને એમ જ લાગ્યું કે હું મારા પોતાને ઘરે છું. વાત કરતા કરતા મેં નોટીસ કર્યુ કે કઈક તો થયું છે. જમ્યા પછી અજય બોલ્યો
“ અંકલ હું જેસંગકાકાના ઘરે જતો આવું ? “
“ હા જા પણ ફટાફટ આવજે હમણાં ગામમાં સારું વાતાવારણ નથી. “
“ કઈ થયું છે કાકા ? “
“ હા કઈ ખાસ નહિ આ સજ્જનન છોકરા બીજું શું હોય તું જા અને આ તારી ફ્રેન્ડ ને લઇ જા એ ફરી ક્યારે આવશે પછી. જા બેટા જા ફટાફટ જઈને આવજે. “
“ હા ...”
અમે થોડું ચાલી ને એક ખેતર પાસે પહોચ્યા ત્યાં લીમડા પાસે એક સુંદર નમણી નાજુક અને લાંબી ગુલાબી સલવાર સુટમાં સજ્જ એક યુવતી આવી એને જોઈને એમ જ લાગે કે ઈશ્વરે એને બહુ જ શાંતિ થી ધીરજ થી બનાવી હશે.
“ અજય તું હવે આવ્યો .....??????” યુવતી ની આંખો ભરાઈ ગઈ
“ કેમ શું થયું ? “ અજયની આંખો માં પણ ચિંતા સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી.
“ રાજન અને એના ગુંડા ઘરે આવીને ધમકી તોડફોડ કરી ગયા અને પાપા ને કાકા ને તારા ઘરે બધાને બહુ જ હેરાન કર્યા છે. બધા પોલીસ સ્ટેશને ગયા હતા ર્એ લોકો એ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી હતી. બધાને કાઢી મુક્યા. પોલીશે સામો મારમાર્યો બધાને. “
“ અજય પોલીસ કમ્પ્લેન લેવાની ના કેમ પાડી શકે ? “
“ ઝીનલ એ રાજકારણમાં છે અને સજ્જનસિંહ જમીનદાર છે વરસો થી બાપદાદા જમીનદારી કરતા એની પહોચ છેક ઉપર સુધી છે. અમે એની સામે કીડા મકોડા જેવા છીએ પાપાએ એજ કારણે ગામ છોડ્યું હતું. “
“ આ કોણ છે અજય ? “ યુવતી બોલી.
“ અરે હું ઝીનલ, અમે બન્ને કલાસમાં સાથે છીએ કોલેજમાં પ્રથમ દિવસ થી. તું ફ્રેન્ડ કહી શકે છે, ડોન્ટ વરી તમારા બન્ને વચ્ચે હું નથી. હા હું તમારા બન્ને ની બનવા પ્રયત્ન કરીશ. “ ઝીનલ
“ હા લીના આ મારી ફ્રેન્ડ છે એણે જ આવવા માટે હિમત આપી ગાડી પૂરી નથી આવડતી પણ લઈને આવી છે “
“ તું .......તમે બન્ને ગાડી લઈને આવ્યા ? એ પણ આટલા પહાડી રસ્તા પર ?”
“હા હવે મેજરની બેટી છું ડર થોડી લાગે. ઓય તું જે કહેવાનો છું એ તો બોલ ,,,,,:”
“ શું કહેવાનો છે તું “ લીના આશ્ચર્યથી બોલી.
“ ના કઈ નહિ હા પણ ......” અજયની જીભ થોધાવવા માંડી.
“ બોલ ને શું છોકરીને જેમ કરે છે ? “ ઝીનલે એક ધબ્બો માર્યો
“ હા પણ ... ખબર નથી પડતી કઈ રીતે બોલું. “
“ શું કહેવું છે બોલ ને ? “ લીના થોડી ટેન્સ થઇ અમારી બન્ને સામે જોવા લાગી
“ ઓકે હું થોડી દુર જાવ છું તું કહી દે બસ ... અને લીના તું આંખો બંદ કર આને શરમ ન લાગે”
“ શેની શરમ શું વાત કરે છે ? મેં તમારા બનેના મોઢા જોઇને ચિંતા થાય છે. બોલો ને ..”
“ બોલ ને ચલ હું જાવ છું લે .........ઓય તું આંખો બંદ કર ...............”
“ ઓકે ...........”
હું થોડે દુર ગઈ એ બન્ને ને થોડો એકાંત મળે એટલી.
“ લીના મને તારો સાથ આખી ઝીંદગી માટે જોઈએ છે .....”
“ શું ????????????????” લીના શોક થઇ ગઈ.
“ હા હું તને પ્રેમ કરું છું મારે તારો સાથ જોઈએ છે .............” લીના સંભાળીને શોક અવાચક થઇ ગઈ.
“ સોરી તને ના ગમ્યું હોય તો પણ મેં પહેલા દિવસે તને જોઈએ ત્યારે જ તું મને ગમી ગઈ હતી આ જ ડ્રેસમાં તું હતી હું ખરેખર શોક્ થઇ ગયો હતો અગિયારમાં હતો ત્યારે જ ....પણ મને થયું કે એટ્રેક્સન હશે પણ સમય સાથે મારી લાગણી વધતી જ જાય છે કઈ થાય એ પહેલા ખબર નહિ તમને કહી દવ... તું ના પાડીશ તો મને કઈ વાંધો નહિ બીજી વાર એ વાત નહિ કરું પણ આપડે મિત્રો રહીશું. બીજી વાર આ વાતનો ઉલ્લેખ મારા તરફ થી નહિ આવે. “
બન્ને વચ્ચે મૌન છવાઈ ગયું. બે મિનીટ ચાર મિનીટ ...૫ મિનીટ ૧૦ મિનીટ ..... હુ બનેને જોઈ રહી હતી ન બંને માંથી કોઈ બોલે ના ચાલે બનેને એક બીજા ને વારાફરતી જોઈ રહ્યા હતા બને એક બીજા ને નજર પણ નહતા મિલાવતા. હા બને વારાફરતી એક બીજા ની આંખો માં જોઈ રહ્યા હતા જાણે જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હોય.
“ મેમ ૧૦ મિનીટ કોઈ બોલ્યું જ નહિ ?? “ લોરા હસીને પૂછ્યું.
“ હા ૧૦ નહિ યાર પૂરી ૩૦ મિનીટ ...બને માત્ર એકબીજાને જોઈ રહ્યા. ના આ બોલે ના આ ભાઈ બોલે.... હું કંટાળી યાર છેલ્લે હું ગઈ લીના જોડે
“ લીના ના પાડી તો દે હું પ્રપોસ કરી દવ....... “
“ નાં હવે તું શેની પ્રપોસ કર મારી નાખીશ .......... “
“ તો હા બોલેને તડકામાં તીસ મિનીટ થઇ યાર આમ હોય કઈ .... “ મેં કહ્યું
લીના શરમાઈ ગઈ ..
“ હા .......હવે બરાબર ..........”
“ તમે ઘરે આવો હું જાવ છું. “ એ બોલી ને ભાગવા લાગી મેં પકડી
“ ક્યાં જાવ છો મેડમ મારા ફ્રેન્ડ નો જવાબ ....”
“ તમે આવો ઘરે મને મોડું થાય ...કોઈ આવી જશે ...” એ આજુબાજુ જોઇને બોલી
“ ના ચુપચાપ જવાબ આપ ......” મેં બરાબર પકડી
“ જવાદે ને મને ........” લીના એ રીતસર કાલાવાલા કર્યા.
“ તો જવાબ આપ મને નહિ આને .......” મેં એને ધક્કો મારીને અજયની બહો માં મોકલી દીધી
અજયે પકડી લીધી .
“ હું શું સમજુ ? “
“હા ......... “ એને બહુ જ ધીમા અવાજે આંખોથી કહ્યું.
“ સ્યોર ........?” અજયે ફરી પૂછ્યું
“ હા પણ તમે મને મૂકી નહિ દો ને ગમે તે સંજોગ હોય ગમે તે થાય ......”
“ અરે મુકે તો હું એને ભડકે દઈશ તું ચિંતા ના કર ....” મેં કહ્યું.
“ થેન્ક્સ ......” લીના અજય બોલ્યા.
“ ના થેન્ક્સ નહિ એક બીજાને એક પપ્પી કરો ..... “
“ લીના આ અમદાવાદ નથી ગામ છે ......કોઈ જોઈ જશે તો નકામું .......” અજય બોલ્યો
“ અત્યારે બપોરના બે વાગ્યા છે ઉપર થી ઉનાળાની ૪૦ ડીગ્રી ગરમી છે. કોઈ નહિ આવે. ચુપચાપ બન્ને એક બીજાને મસ્ત કિસ કરી દો ..ચાલો ...................”
“ ઝીનલ શું કઈ પણ ...........” લીના બોલી
“ તું કઈ જુના જમાનાની નથી ઓકે ......ચુપચાપ કરી લો હવે આવા નહિ મળે પરીક્ષા છે. “ મેં પીઠ ફેરવી.
“ તો શું બનેને એ ..એએ. “ વિજય બોલ્યો
“ હા અને પૂરી ૧૫ મિનીટ ..............”
“ ૧૫ મિનીટ ........વાહ મેમ વાહ .......” લોરા બોલી.
“ તમે ફોટો ન પડ્યો....” વિજય બોલ્યો.
“ હા પડ્યો બહુ જ પડ્યા ફોટા તો ....પછી અમે લીનાના ઘરે ગયા.ત્યાં વાતાવરણ સાવ ગમગીન હતું. લીનાના પાપા પથારીમાં હતા.એમના બે પગ ભાંગી નાખ્યા હતા એના મમીનો હાથ ભાંગી નાખ્યો હતો બીજી ઈજા હતી એના કાકાને માથામાં વાગ્યું હતું.એના કાકી એનાથી પણ વધારે સીરીયસ હતા. હું અજય અમેં બન્ને શોક થઇ ગયા.
“ આ કઈ રીતે થયું કોણે કર્યું ? “
“ બેટા , તે દિવસે આપણે સજ્જનના છોકરા ને માર્યો હતો એનો બદલો લીધો. એ મહિના સુધી તો બોલ્યો નહિ. પછી અમેં ખેતરમાં કામ કરતા હતા તે દિવસે રાજન એના ગુંડા ૧૦ ૧૫ આવ્યા ઘરમાં તોડફોડ કરી બધાને બહુ જ માર માર્યો. એ દિવસે નસીબ જોગે લીના કોલેજ ટુરમાં બહાર ગઈ હતી, એની જોડે બન્ને છોકરા પણ ગયા હતા. ખેતરમાં નુકસાન કર્યું. એટલામાં તારા કાકા એ લોકોને ખબર પડી તો આવી ગયા. એને પણ એ લોકો એ માર માર્યો બહુ જ, પછી એ લોકો જતા રહ્યા. “
“ તમે ફરિયાદ ન કરી ?? “ અજય બોલ્યો
“ હા અમેં બધા ગયા હતા ફરિયાદ કરવા પણ પોલીસે ફરિયાદ લેવા ની પણ નાપાડી દીધી ફરિયાદ ન લીધી તો કઈ જ વાંધો નહિ પણ એનાં બદલે પોલીસે અમને બધાને પૂરી રાખ્યા માર માર્યો એ અલગ. ધમકી આપી કે હવે થી ફરિયાદ લખાવશો તો ખોટા કેસ માં ફસાવી દઈશ. “
એ બોલતા બોલતા રડી પડ્યા.
“અંકલ , અહી ટેલીફોન હશે ....” મે કહ્યું.,
“ હા છેને પણ લાઈન એ લોકો કાપી ગયા છે ...”
“ ચાલુ થઇ જાય એમ છે ? “ અજય બોલ્યો
“ પ્રયત્ન કરીએ ........?” મેં કહ્યું ..
“ હા ...”
લીના અને અમે ત્રણેય એક કલાકની મેહનત પછી વાયર થોડો સંધાયો ચાલુ થઇ ગયો.મેં મારા પાપાની યુનિટમાં ફોન કર્યો માંડ એક બે કલાક પછી વાત થઇ.
“ શું થયું ઝીલ શું ફોન કર્યો મેં ના પાડી છેને તને ...”
“ પાપા શાંતિ , મેં મારા માટે નથી કર્યો મારો એક ફ્રેન્ડ છે અજય એના ઘરે એક માથાકૂટ થઇ છે સામે એક માથાભારે માણસો છે પોલીસ ફરિયાદ લેતી નથી કઈક કરીને ફરિયાદ લેવડાવોને ...”
“ કોઈ છે જેની જોડે માથાકૂટ થઇ એ લોકો જોડે વાત થઇ શકે ? “
“ હા ....અંકલ વાત કરો તો ....” અંકલે વાત કરી પૂરું સરનામું આપ્યું.
“ તમે બે કલાક પછી પોલીસ સ્ટેશન જજો ફરિયાદ લખાઈ જશે અને એક્શન પણ લેવાઈ જશે.”
“ જી સાહેબ ..”
અમે સાંજે પોલીસ સ્ટેશન ગયા ત્યાં ઇન્સ્પેકટર ધુવાપૂવા હતો. કોઈ જ બોલ્યા વગર ફરિયાદ લઈ લીધી. આ ઘટના પછી સજ્જન અને એના ગુંડા શાંતિ થી બેસી ગયા.
“ પણ ફોઇ એ લોકો સીધા કેમ થઈ ગયા. ? “
“ કેમ કે પાપા એ વખતે વેસ્ટન કમાન્ડમાં હતા સીધો વેસ્ટન કમાન્ડ ના હેડનો ફોન વડાપ્રધાને ગયો વડા પ્રધાને ફોન સીધો મુખ્ય મંત્રી અને dgp ને કર્યો. બધા શોક થઈ ગયા. એના પછી એટલી શાંતિ થઈ કોઈ દિવસ એના માણસો આ બાજુ આવતા નહીં. એ કેસમાં એને તડીપાર કરાવી દીધો. બધા બહુ જ ખુશ થઇ ગયા. એના પછી અમે ત્ત્રણેય કોલેજ પૂરી થઇ ગઈ. અમે ક્યારેક લીનાની કોલેજ પર જતા હતા મેં અજયને ગાડી શીખવાડી હતી.એ પછી સાહેબ રોજ બે દિવસે મારી ગાડી લઇ જતા હતા. એ પછી અજય તૈયારી કરીને ક્લાસ ૧ની પરીક્ષા આપી એ સમય દરમ્યાન બન્ને ૬ મહિના સુધી મળી ન શક્યા. મેં માસ્ટર જોઈન કર્યું. અમે એક જ સીટીમાં હતા છતાયે મળતા ન હતા. અજયનો એક દિવસ ઘરે ફોન આવ્યો.
“ ક્યા છે તું ? “
“ ઘરે છું કેટલા દિવસે ફોન કર્યો યાર ઘરે આવ .. “
“ હા , પણ એક બેડ ન્યૂઝ છે ....”
“ શું બોલ ફટાફટ ..”
“ હું પરીક્ષામાં ફેલ છું ...”
“ હોય જ નહિ ખોટી વાત ન કર ........”
“ ખરેખર ....”
“ મને પાપા નો ફોન હતો એમણે તારુ રીઝલ્ટ જોઈ લીધું હતું ચલ ઘરે આવ...”
“ ના તું ગાડી લઈને આવ હું ત્રણ રસ્તા તારી રાહ જોઈંશ ..જલ્દી અડધી કલાકમાં મોડું ન કરતી”
“ ઓકે પણ આજે જીન્સ ટોપ છે ચાલશે ....? “
“ હા હવે તને બધા બે વરસથી ઓળખે છે હવે ચલ ફટાફટ આવ “
“ ઓકે મુક ચલ ...”
અમે બન્ને ત્રણ રસ્તા મળ્યા અજય એટલો ખુશ હતો કે વાત ન પૂછો. એ મને ભેટી જ પડ્યો.
“ પાંચ વાગ્યા છે ક્યાં જવું છે ? “
“ જગતપુરા ....”
“ ગાંડો થયો છે ચાર કલાક થાય યાર શિયાળાનો સમય છે ..”
“ યાર હું આ ખુશી એની જોડે શેર ના કરી શકું તો કામ નું શું ? “
“ યાર ઘરે મેહમાન આવવાના છે ...”
“ એના પહેલા તો આવી જઈશું. “
“ તો તું જઈ આવ ચલ લે ગાડી ... “
“ ના તું ચલ ને ,,,પ્લીઝ ...”
“ ઓકે મારી ચોકલેટ ક્યાં ? “
“ તને પછી પેહલા લીનું ..”
“ આઈ ક્નો ....ચલ બેસ ફટાફટ....”
અમેં બન્ને ઉપડી ગયા લીનુંને મળવા રસ્તામાં એક્સીડેન્ટ થયું હતું જતા મોડું થયું ૮ વાગી ગયા હતા. લીના અજયના ઘર ની વાડ જોડે ગયો લીના ભેંસને પાણી પીવડાવતી હતી. અજયને જોઇને એ શોક થઇ ગઈ.
“ તું અહી .......અત્યારે .........”
“ હા ....ચુપ બહાર વાડી બાજુ આવ હું ત્યાં છું. “
“ હા તું જ હું આવું ....” એમ કહી અજય પાછો મારી જોડે ગાડીમાં આવી ગયો હતો.
“ પાપા હું નાનકાને ચોકલેટ ખાવી છે લઈને આવું છું સામે રમાંની દુકાને થી. “ રમાબેનની દુકાન ઘરની સામે રોડની બીજી બાજુ હતી. વચ્ચે ખેતર અને રોડ પર વાહનની અવરજવર ના કારણે કઈ દેખાય નહિ. અમે ગાડી રમાંબેનની દુકાન આગળ લીધી. લીના એક સાવ નાનકડા છોકરાને તેડીને આવી એ નાનકડો છોકરો એટલે તું.
“ શું કામ પડ્યું તમે બન્ને આમ અચાનક ? ઘરે ચાલો?”
‘“નાં મોડું થાય છે સમાચાર આપવા જ આવ્યો છું “
“ શેના ?”
“ હું ક્લાસ ૧ માં પાસ થઇ ગયો છું “
“ શું વાત કરે જ છે તું સાચે ????????????? “
“હા “ બન્ને ભેટી પડ્યા
એટલામાં કોઈક નાના છોકરા નો રડવા નો અવાજ આવ્યો.નાનકડો નાનકો બન્ને વચ્ચે દબાઈ ગયો.
“ અરે બન્ને ગજબ છો નાનકડા છોકરાનું તો જુઓ બિચારો દબાઈ ગયો ......લે અરેરે કેવા છે નહિ આ લોકો ચલ આપડે બંને ચોકલેટ ખાવા જઈએ ....” એમ કહીને મેં એને લઇ લીધો.
“ તમે બન્ને અંદર બેસો .....................બહાર ન ઉભા રહો.......કોઈ જોશે તો ...”
“ હા ....” બન્ને અંદર બેઠા. બન્નેએ એક કલાક સુધી વાતો કરી અને એક બીજાનો સાથ માણ્યો. છેલ્લે જતા સુધી બન્ને માંડ છુટા પડ્યા. જાણે કેમ બન્ને ફરી મળવા ના જ ન હોય. મને બહુ જ આશ્ચર્ય થયું કે આ લોકો કેમ આમ કરે છે. મને પણ તે દીવસે લાગ્યું કે ક્યાંક જાણે કઈ ખોટું થવાનું હોય. છુટા પડ્યા પછી બન્નેની આંખોમાં આંસુ ભરેલા મેં જોયા છે. એ દર્દમેં મેહસૂસ કર્યું છે.
“ બન્ને વચ્ચે શું વાત થઇ હતી ? “ લોરા બોલી
“ બન્ને વચ્ચે જે એક પ્રેમી પ્રેમિકા વચ્ચે થાય છે એમ જ ....જેમ કે
“ કેમ અચાનક આ રીતે ? “
“ હા મારી ખુશીમાં તને ભાગ તો અપાવો ને ..”
“ તું મારો છે તો ભાગ શેનો આખું બધું તારું છે એ પછી સુખ હોય કે દુખ હોય. “
“ હા એતો છે જ .... લે આ મીઠાઈ .. “ બોક્ષ આપતા કહ્યું.
“ હા હવે ક્યારે મળીશું પાછા ...”
“ હવે ટ્રેનીંગ હશે ૬ મહિના મીનીમમ ...બહાર હશે ગુજરાત બહાર ....”
“ ઓકે ,,,મને બીક લાગે છે ...”
“ કેમ શેની બીક લાગે છે તને ...? “
“ સજ્જનનો છોકરો દિલાવર તડીપારના બે વરસ હવે પુરા થશે એ ગામમાં આવશે, “
“ એનાં પહેલા મારી ટ્રેનીંગ પૂરી થઇ જશે અને હું તને લગન કરીને લઇ જઈશ મેં ઘરે વાત કરી લીધી છે એ લોકો માંગું લઈને આવશે. ચાર મહિના પછી મંદિરની ૧૦૦ મી વરસી નિમિતે કાર્યક્રમ છે એમાં મમી પાપા બન્ને ગામમાં આવવાના છે એ માંગું પણ નાખશે અને લગનની તારીખ નક્કી થઇ જશે પછી તું હમેશા માટે મારી...”
“ સાચે ...ને ...”
“ હા ...”
એ પછી બનેને ઘણી વાતો કરી હું અને તું બન્ને થાક્યા તો મેં એ લોકો ને જગાડયા અને પછી છુટા પાડ્યા. અમેં બન્ને ત્યાં થી નીકળીને ઘરે આવ્યા, એ પછી અજય રૂમ છોડીને ટ્રેનીંગ પર ગયો પાપાના કહેવા થી મેં પણ દિલ્હીમાં ipsના ક્લાસ જોઈન્ટ કરી લીધા અને પરીક્ષાનું ફોર્મ ભર્યું મારી તૈયારી તો ચાલુ હતી પણ નહિ જેવી. લગભગ ૬ મહિના આમનેઆમ વીતી ગયા. મેં એક પરીક્ષા આપી દીધી આ બાજુ અજયની ટ્રેનીંગ પૂરી થવા આવી. અહિયાં પરિસ્થિતિ ખરાબ હતી. લીનાને બહુ જ હેરાન કરવાનું ચાલુ કર્યું. એ કોલેજમાં જતા આવતી વખતે હેરાન કરવાનું ચાલુ કર્યું. બસને ઉભી ન રહેવા દે. પંચર પાડી દે. મારી ઓઢણી ખેંચી લે. કોઈને કોઈ રીતે એને હેરાન
કરે. સખત હેરાન કરવાનું ચાલુ કર્યું. વધારે ખરાબ તો મંદિરના મહોત્સવના દિવસે ખરાબ થઇ, અજયના પાપા મમી અને લીનાના કાકા કાકી એના બે છોકરા એટલે તું તારો મોટો ભાઈ અને લીનાના મમી પાપા બધા મહોત્સવમાં સ્વયમસેવકમાં હતા. લીના પોતે નાટકમાં રાધા બની હતી.મહોત્સવના દિવસે લીના ગુમ થઇ ગઈ એની જોડે તું હતો. “
“ એવું શું થયું હતું ? કઈ રીતે ગુમ થયા ? “
“ એમાં થયું એમ હતું કે એ દિવસે રાતે નાટકની રીયલસર માટે ગયા હત સાંજે નાટક પૂરું થયા પછી રાતે ૮ વાગે તમે બન્ને ઘરે પાછા આવતા હતા. ત્યારે એક મારુતિવાન આવીને ઉપાડી ગયા તમને બન્નેને. ક્યાં ઉપાડી ગયા શું થયું કોઈને ખબર ન હતી.અહિયાં બધાને એમ હતું મોડું થયું છે તો તું અને લીના બન્ને રોકાઈ ગયા છે મંદિર માં પુજારીના ઘરે. નક્કી એ જ થયું હતું કે મોડું થાય તો રોકાઈ જશે. પણ કુદરતને કઈક અલગ જ મંજુર હતું. “
“ કોઈએ તપાસ ન કરી આવી નહિ તો ...” વિજય બોલ્યો.
“ ના કેમ કે પુજારી જાણીતા હતા અને ગામડામાં તો આ સામાંન્ય બાબત છે. બીજે દિવસે મહોસ્ત્સવમાં અજયના મમી પાપા આખુ કુંટુંબ ભેગું થયું ત્યાં અજય અને લીનાંના લગન પણ નક્કી થઇ ગયા. બધા બહું જ ખુશ હતા. મહોત્સવના અગલા દીવસે સજ્જનસિંહ દિલાવરસિંહ રાજનસિંહ અને દીવાકરસિંહ આવ્યા અને બધાને બહુ જ ધમકાવ્યા કે મંદિર એમના બાપદાદાએ બંધાવ્યું અને ૧૦૦ વરસ પુરા થયા તો એને બોલાવ્યા જ નહિ. એનો બધો આરોપ તમારા ફેમીલી પર આવ્યો. હકીકત એ હતી કે બધાએ ભેગા થઇને જ નક્કી થયું હતું કે જમીનદારને બોલાવો નહિ. એટલે એ લોકો વધારે ઉશ્કેરાયા. બીજે દિવસે ઉત્સવ ચાલુ થયા પહેલા સજ્જન સિંહ ના માણસોએ ગામ પર હુમલો કર્યો.ગામમાં હુમલો કરીને ગામ લોકોને માર માર્યો અને લીનાને અને લીનાના નાના ભાઈને એટલે કે તને ઉપાડી ગયા. આ બાજુ અજયના પાપાને ખબર પડી કે લીનાને અને તને ઉપાડી ગયા છે એ હવેલી પર જઈને લીનાને છોડાવી લાવ્યા સાથે તને પણ. અજય અનાયાસે જ એ જ દીવસે ટ્રેનમાં જગતપુરા પહોચ્યો. અજયને લગન નક્કી થયા હતા એ ખબર હતી એટલે એ બધાને માટે કઈક ને કઈક ભેટ લાવ્યો હતો. એ માંડ ઘરે પહોચ્યો ત્યારે સજ્જનના માણસો એ બીજી વાર હુમલો કર્યો. એ લોકોએ લીના સહીત આખા ગામને ખેતરમાં ભેગા કર્યા. અજયની નજર સામે એક પછી એક ને તડપાવી તડપાવીને કાપી નાખ્યા. અજય હજુ ઘરે પહોચ્યો ન હતો એ દુરથી સંતાઈને આ બધું જોતો હતો , એનું વર્ણન મેં અજયના કોર્ટમાં સાંભળ્યું છે પોલીસ રેકોર્ડમાં પણ સાંભળ્યું છે આંખોમાંથી આંશુ બંદ નહતા થતા મારા. અજયની નજર સામે એના મમી પાપાના ગાળા કાપી નાખ્યા લીનાનાં ભાઈને ઉન્ધો લટકાવીને નસ કાપી નાખી લીનાના મમી પાપાને તડપાવી તડપાવીને એ બન્નેની નજર સામે મારી નાખ્યા. એ પછી એ તમામ ઘર સળગાવી નાખ્યા. લીનાને મારવા જતા હતા ત્યાં જ અજય દોડ્યો અજય લડવાની ઘણી કોશિશ કરી પણ બધી બેકાર હતી. એ લોકો સંખ્યામાં અને તાકાત અને શસ્ત્રમાં હથિયારમાં ઘણા હતા. બધાને મારીને છેલ્લે લીના ને અને તને અને અજયને લઇ ગયા. બધું મળીને લગભગ ૧૫ જણાનો નરસંહાર કર્યો હતો. બહુ જ ભયંકર નરસંહાર હતો એ. મેં એના ફોટા પોલીસ રેકોર્ડમાંથી જોયા છે આ એની કોપી છે. જો... “
લોરા અને વિજય બન્નેએ ફોટા જોયા. બહુ જ ભયંકર ફોટા હતા એ જમીન લોહી થી તરબોળ હતી. લોહી અને લાશો સિવાય કઈ જ નહતું.
“ આ ફોટા બે દિવસ પછીના છે બે દિવસ સુધી એ લાશો રસ્તા પર ખેતર માં પડી રહી હતી કોઈ જ ત્યાં સુધી જવાની હિમત જ નહતું કરતુ. ન પોલીસ ન કોઈ ગામના કહેવાતા આગેવાન આગળ આવ્યા કે કમસેકમ મોત નો માંલાજો તો જળવાય. લીના અને અજય અને તને લઇ જઈને એના મુખ્ય હવેલીમાં લઇ ગયા ત્યાં લીનાનો અજય અને તારી નજર સામે કપડા ફાડી નગ્ન કરીને બળાત્કાર કર્યો ચારેય નરાધમો એ. પછી એ લોકોએ લીના ની નજર સામે અજયને માર માર્યો. અજયને નગ્ન કરીને ગરમ પાણી રેડ્યું ઠંડા બરફ પર સુવડાવીને મીઠા અને લાલ મરચાની ભૂકી નાખી. સતત બે દિવસ સુધી આમ કર્યું. ...”
“ પછી એ લાશો કેટલા દિવસ સુધી પડી રહી એ જ અવસ્થામાં ...? “ લોરા બોલી.
“ લગભગ ચાર દિવસ સુધી. .. “
“ પછી કોણે એનો અંતિમ સંસ્કાર કર્યો ? “
“ એ એનો અંતિમ સંસ્કાર કોઈએ નથી કર્યો એ તમામને એક મોટો એ જ ખેતરમાં ખાડો ખોદીને નાખી દીધા. જાણે ઢોરને દફ્નાવતા હોય એ રીતે કોઈ ઢોરને પણ એ રીતે ન દ્ફનાવે. એને પણ વ્યવસ્થિત રીતે દફનાવે.”
“ તમે ક્યાં હતા તમને કઈ રીતે ખબર પડી ? “ લોરા બોલી.
“ મેં ફાઈનલ પૂરી કરી હું ઘરે આવી હતી. મેં અજયનો કોન્ટેક કરવા પ્રત્યન કર્યો પણ થયો નહિ ગામમાં ફોન કર્યો તો એ ફોન ઓઉટ ઓફ સર્વિસ હતો.એના ટ્રેનીંગ સેન્ટર ફોન કર્યો હતો તો મને જાણવા મળ્યું કે એની ટ્રેનીંગ પૂરી થઇ ગઈ છે. મને આશ્ચર્ય થયું કે એ ગયો ક્યાં ? મને થયું કે હું એના ગામ જાવ પણ મને પાપા એ ના પડી કેમ કે એ સમયે કોમી દંગા ચાલુ હતા. માહોલ બહુ જ ખરાબ હતો. મેં એક દિવસ છાપામાં વાચ્યું કે જગતપુરામાં હત્યા કાંડ ચાર દિવસ થી પડેલી લાશ હત્યાકાંડ કોમી કે અફવા..? આ એ છાપું છે જે મેં સૌપ્રથમ વાંચ્યું હતું. મેં પાપાને બતાવ્યું અને એ નવરાત્રીમાં થયેલી ઘટના કહી. એમણે મને આ પત્રકારને શોધવા કહ્યું. મારા આશ્ચર્ય વચ્ચે એ પત્રકાર મને કોઈ દિવસ મળ્યો જ નહિ. મને કોઈ ટ્રેનીંગ ન હતી કે ના કોઈ અનુભવ હું પાપા કહેતા હતા એમ કરતી જતી હતી.”
“ તમે શોધ્યા કઈ રીતે ? “ લોરા એ પૂછ્યું.
“ મેં કઈ જ નથી કર્યું કેમ કે મને કઈ કરવા જ નથી મળ્યું. હું બે ત્રણ દિવસ રખડી ત્યારે મારો ટ્રેનીંગ માટેનો ઓર્ડર આવી ગયો. મારે નહતું જવું ટ્રેનીંગ માટે હું એટલે તો ઓર્ડર છુપાવતી હતી. પણ પાપાનો નેટવર્ક એટલો મજબુત છે ને તો એને ખબર પડી ગઈ. એ દિવસે અમારા બાપ દીકરી વચ્ચે લડાઈ થઇ હું બે દિવસ પછી હું મોડી રાતે આવી હતી. ...
“ ક્યાથી આવો છો મહારાણી તમે ....? “
“કેમ તમને ખબર છે હું ક્યાંથી આવું છું ? “
“ કઈ મળ્યું તને ? નહિ ને ? તું છેક જગતપુરા જઈ આવી કઈ મળ્યું ? ના મળ્યું ને ? તને કઈ જ નહિ મળે. તારો ઓર્ડર આવી ગયો છે ને કેમ મને કીધું નહિ ? “
“ હું અજય ને શોધ્યા વગર ક્યાય નહિ જાવ. બસ “
“ તારે જવું જ પડશે. તારી આ પ્લેનની ટીકીટ અને આ બેગ તારી પેક છે તારી ચાર વાગ્યાની ફલાઈટ છે તું નીકળે છે ચલ અંદર જઈને તૈયાર થા હું મુકવા આવું છું તને બસ “
“ હું ક્યાય નથી જવાની “
“ આ મારો ઓર્ડર છે. “
“ કર્નલ સાહેબ હું તમારી જવાન નથી કે તમારો ઓર્ડર માનીશ. માંરો બેગ તમે પેક કર્યો જ કેમ?”
“ હું તારો બાપ છું માં પણ છું, મને હક છે ચલ તૈયાર થઇ જા “
“ પાપા અજય .....”
“ અજય મારી જવાબદારી છે એનું થઇ જશે હું કરી લઈશ. “
“ સ્યોર ને ? “
“ હા બેટા “
હું ભરી આંખે નીકળી ગઈ. પાપા એ મારા ટ્રેનીંગના ૬ મહિના સુધી તપાસ કરી કરાવી વગ વાપરી FIR કરાવી. કઈ જ પરિણામ ન મળ્યું. ના અજય મળ્યો ના લીના ના તારો કોઈ અતોપતો મળ્યો. છેલ્લે એમ જ માની લેવાયું કે બધાને મારી નાખ્યા છે. હું તમામ ટ્રેનીંગ અધુરી મૂકીને પાછી આવી, એટલે હું રજા પર આવી હતી. મારું મન નહતું માનતું એટલે હું વગ વાપરીને આવી ગઈ. પાપા સાવ ઉદાસ નજરે બેઠા હતા. હવે મને કોઈ જ બીક નહતી કેમ કે ટ્રેનીંગ બાકી હતી પણ ક્યાં શું કરવું એ મને ખબર હતી. હું ને પાપા સૌથી પહેલા અજયના રૂમ પર ગયા ત્યાં લોક તોડીને તપાસ કરી. ત્યાં જાણવા મળ્યું કે અજયને ડ્યુટી મળી ગઈ હતી. Dsp સીટી અમદાવાદ તરીકે એ હાજર પણ થઇ આવ્યો હતો. એનો જોઈનીંગ લેટર પણ હતો. મેં પાપાને બતાવ્યો.
“ આના પર તો સરકાર ધ્રુજી જશે.. “
“ કેમ પાપા ?”
“ ડીયર એ ગવર્મેન્ટનો માણસ છે. “
“ઓહ હા આ કોનો લેટર છે બીજો ? પાપા આ કોઈ બીજો લેટર છે. નીલેશ ભટ્ટસર નું નામ છે”
“ તો ચલ હવે સીધા આ નીલેશ જોડે ...”
“ હા ...”
પપ્પાએ ત્યાં થી જ લેન્ડલાઈનમાંથી ફોન કર્યા ત્યાંથી નીલેશભટ્ટની પણ વાત થઇ એ અને સહજાનંદસર બન્ને રૂમ પર આવ્યા.
“ નમસ્તે સર ... “ નીલેશ ભટ્ટ સર બોલ્યા.
“ નમસ્તે સર ... તમારા સર લાપતા છે તો તમારે કઈ કરવાનું જ નહિ. “
“ ખબર છે સર પણ અમારા બન્ને ના હાથ લાચાર છે અમે કઈ જ કરી શકીએ એમ નથી. “ સહજાનંદ સર બોલ્યા.
“ તો ચલો dgp ત્યાગી ચાર્જમાં છે તમે બન્ને આવશો તો મઝા આવશે. “
“ ઓકે .. “ અમેં બધા ગયા સીધા dgp ત્યાગી એ ચાર્જમાં હતા એમની કેબીન માં.
“ ઓહ કર્નલસર . તમે .....” ત્યાગીસર ખુશ થઇ ગયા.
“હા આને ઓળખો છો. “ પાપાએ અજયનો ફોટો બતાવ્યો.
“ના ...કોણ છે ? “
“ આ આઈ કાર્ડ તો ઓળખો છો ? આ તમારો સહી વાળો કોલલેટર છે. જુઓ ...”
“ કોણ છે ...? “
“ તમારો બેસ્ટ ઓફીસર કેડેટ તમે જ ઇનામ આપ્યું છે “
“ ઓહ હા અજય ...હા યાદ છે ...”
“ આ છેલ્લા ૭ મહિના થી લાપતા છે એ જ નહિ એનું ફેમીલી પણ લાપતા છે ગામમાં કોઈ બોલવા તૈયાર નથી. “
“ હા સર એ હાજર થવા આવ્યા હતા ત્યારે એ બોલતા હતા મારા ગામમાં મંદિરનો કાર્યક્રમ છે મારી સગાઇ છે એ પૂરું કરીને એક અઠવાડિયામાં આવી જઈશ. “ નીલેશ ભટ્ટ સર બોલ્યા.
“ સર એ મારા ખાસ થઇ ગયા હતા ટ્રેનીંગમાં હતા સર કોઈ કઈ જ બોલવા તૈયાર નથી. ત્યાના સ્થાનિક pi તથા સ્ટાફ એમ જ કહે છે કે અમને કઈ જ ખબર જ નથી. “ સહજાનંદસર બોલ્યા
“ સર , એ લાપતા છે છેલ્લા ૭ મહિના થી વધારે સમય થી કોઈ એ કઈ કર્યું જ નથી એનું આખું ફેમીલી લાપતા છે ૧૫ માણસો હતા ટોટલ કોઈ નો અતો પતો નથી તમારી પોલીસ એમ કહે છે કે કઈ થયું જ નથી. “ હું ગુસ્સામાં બોલી
“ આ કોણ છે ? “
“ એ મારી દીકરી છે એની ક્લાસમેટ છે લીના અને અજય બન્નેની ફ્રેન્ડ છે નાનપણથી એ ips પાસ થઇ ગઈ છે લેટરની રાહ જુએ છે “
“ સર , એ લોકો એને મારી નાખશે ...”
“ કોણ છે ? મને શાંતિથી વાત કર . “
“ સર વાત બહુ જૂની છે એને મને કહ્યું હતું એટલે અજયે આ નવરાત્રીમાં સજજનસિંહ ના છોકરાઓ એ એક યુવતીની છેડતી કરી હતી ચાલુ નવરાત્રીએ એ લીનાની ફ્રેન્ડ હતી લીના એને માર્યો એટલે લીનાની મદદ અજય કરી. “
“ એક મિનીટ એ વ્યક્તિ એટલે કોણ એ બોલો ...ક્લીયર ...”
“ સજજનસિંહનો દીકરો દિલાવરસિંહ ...એને છેડતી કરી હતી લીનાની ફ્રેન્ડ આશાની...”
“ એ કેસમાં એને તડીપારની સજા તો થઇ હતી ને...હજુ એ સજામાં જ છેને ...” dgp ત્યાગી નો અવાજ થોડો બદલ્યો.
“ હા સર , પણ સજા પૂરી થયા પહેલા એ ગામમાં આવી ગયા એને જ બધાને ગુમ કરાવ્યા છે અથવા મારી ને ફેકી દીધા છે ...”
“ સર કઈ કરો ...૭ મહિના વીતી ગયા મિસિંગ કમ્પ્લૈનનું કઈ જ નથી થયું. “ કર્નલ સરે કહ્યું
“ સર પ્લીઝ , હું બે વાર ગામમાં જઈને આવી કોઈ કઈ બોલવા તૈયાર જ નથી ....” મેં ગુસ્સામાં કહ્યું.
“ એક મિનીટ , ..” એમણે જગતપુરા રૂલર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો.
“ ના સર કોઈ મિસિંગ કમ્પ્લૈન છે જ નહિ ... હા એક કોલ હતો બાકી કઈ છે જ નહિ .. “
વાત સંભાળીને કર્નલ સરે fir નો નંબર આપ્યો આ નંબર અને આ તારીખ ...
એમણે થોડીવાર વાત કરી ફોન મૂકી દીધો.
“ કર્નલ સર હું વધારે સમય તો નથી પણ હુ સહજાનંદસર અને તમને ફૂલ પાવર આપું છું કે તમે જઈને તપાસ કરો. ભટ્ટ તમે સપોર્ટ પૂરો પડજો. “
“ યસ સર ... “
બધા બહાર આવ્યા.
“ સર , મારો અનુભવ એમ કહે છે કે સીધા જવું એ અજય માટે જોખમી હશે .... કોઈ કઈ જ જવાબ નહિ આપે ..” સહજાનંદસર બોલ્યા.
“ હા સર મેં એ એરિયા વિષે જાણ્યું છે એ પહાડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે. એમાં સજ્જનસિંહ ના બાપદાદાઓ વખતથી એક ચક્કરી શાસન છે કોઈ એની સામે બોલવા તૈયાર નથી. “ નીલેશભટ્ટ સર બોલ્યા.
“ મને કોઈની બીક નથી .”કર્નલ સરે કહ્યું.
“ સર આમાં બીક નથી કોઈનો સવાલ નથી કે નથી ડર નો સવાલ નથી પણ તમને એક વાત ક્લીયર કહી દઉં કે તમને કે મને ઓથોરીટી તરફથી કોઈ મદદ મળશે નહિ. ત્યાગીસર ફ્ક્ર્ત ૬ કલાકન મહેમાન છે. પછી કોઈ મદદ કરશે નહિ સર “ સહજાનંદ સરે
“ હા પાપા આપડું બધું ધ્યાન આપડે જ રાખીને કરવું જોઇશે. “
“ હા સર અમે બન્ને પણ કોઈ સીધી મદદ નહી કરી શકીએ. હા કરીશું પણ આડકતરી રીતે કરીશું.” નીલેશ ભટ્ટ
“ ઓકે તો પછી મને કઈક વિચારવા દો ...”
“ સર અમને બન્ને ને કોઈ પણ માહિતી મળશે અમે બન્ને અથવા કોઈ એક રૂબરૂ આવીશું. “એમ કહીને સહજાનંદ સર અને નીલેશ સર નીકળી ગયા.
“ ઓકે ...”
એમ કહીને અમે બન્ને બાપ દીકરી ઘરે પાછા આવ્યા અજયના રૂમ પર થી બધો સમાન મારા ઘરે લઇ આવ્યા અને એના રૂમનું ભાડું ચુકવીને રૂમ ખાલી કરી દીધો. રાતે બધું મારા રૂમની બાજુ માં એક રૂમ હતો એમાં બધું ગોઠવ્યું.
“ પાપા હવે શું કરીશું ? કોઈ મદદ નહિ મળે અજય શું .....? “
“ ના દીકરા એવું ન વિચાર ઉપરવાળા ઉપર ભરોસો રાખ. બધું સારું થઇ જશે. ,મારો આટલા વરસનો અનુભવ આ સમયે કામ ન લાગે તો મારા આટલા એવોર્ડ નકામાં ....મને એક વ્યક્તિને બોલવા દે ..” એમ કહીને એમણે ફોન જોડ્યો. હસીને ફોન મૂકી દીધો મને કઈ જ સમજાયું નહિ શું વાત થઇ કોની જોડે વાત થઇ એમણે ફક્ત એમ જ કીધું કે
“ તું ત્રણ વ્યક્તિ નું જમવાનું બનાવ. “
“ ઓકે પાપા “
હું એમ કહીને જમવા બનાવવા વળગી મારું ધ્યાન ક્યાય ના હતું. માંડમાંડ કાચું પાકું અને બળેલું જમવા બનાવ્યું. એટલા માં જ કલાકમાં એક નીચી ઉંચાઈ ધરાવતા મજબુત બાંધાના એક ભાઈ અંદર આવ્યા પાપા એનું સ્વાગત એ રીતે કર્યું કે જાણે કોઈ નાનપણથી વિખુટો પડેલો ભાઈ હોય. મને કઈ સમજાયું નહિ. મેં જમવાનું કાઢ્યું અમે લોકો એ ખાધું. પાપાએ મને ખાસ સુચના આપી હતી કે દરવાજા અને બારી બંદ કરીને સુઈ જવું અને એ લોકો ને ખલેલ પહોચાડવાની સખત રીતે મનાઈ કરેલી. બીજે દિવસે ઉઠીને તૈયાર થઈને હોલમાં ગઈ તો પાપા અને એ ભાઈ બન્ને માંથી કોઈ જ નહતું. મને ખાસ કઈ ફેર ન પડ્યો કેમ કે મારું મગજ સાવ બહેર મારી ગયું હતું. મને કઈ જ ખબર પડતી ન હતી. છેક સાંજે એ પાછા આવ્યા. ભાઈ ઘરે ન રોકાયા માત્ર પાપા ને ઉતારી ને જતા રહ્યા. મેં યંત્રવત જમવા બન્વ્યું પાપાને આપ્યું. હું બે દિવસમાં વિચારી વિચારીને ડીપ્રેસનમાં જતી રહી હતી. એના પછીના દિવસે સવારે ચા પિતા પિતા પાપા એ મને કહ્યું,
“ તું આ શું કરે છે ? તને કઈ ભાન છે ? આ કર્નલની છોકરી છે ? આ યંગ ips ઓફીસર છે ? “
“ હું કોઈ ઓફિસર નથી . મારે મારો અજય પાછો જોઈએ છે બસ. મારે બીજું કઈ જ નથી સંભાળવું. મને બીજું કઈ દેખાતું જ નથી.”
“ તારે તારો અજય જોઈતો હોય તો લડવું પણ જાતે જ પડશે. મિત્ર તારો છે મિત્રતા નિભાવવી હોય તો લડવું પણ તારે જ પડશે હા હું માર્ગદર્શન આપીશ સાથ આપીશ બધું કરીશ લડવું તો તારે જ પડશે. સમજી”
“ હું શું કરૂ મને કઈ જ ખબર પડતી નથી. મને કઈ જ સમજાતું નથી. ક્યાંથી શરૂઆત કરું કઈ જ ખબર પડતી નથી. “
“ જો સૌપ્રથમ , લડાઈનો ઉદેશ્ય શું છે પહેલા એ નક્કી કર ..”
“ અજય ને બચાવવો ..”
“ બીજો , કઈ રીતે કયાથી ...? “
“ હા .......”
“ તો મારા આટલા વરસોના અનુભવના આધારે એટલું ખબર પડે કે એ લોકો એ જ જગ્યાએ સંતાયા હોય જ્યાં કોઈનું ધ્યાન ન જાય સૌથી સુરક્ષિત જગ્યા હોય. ભાગી શકાય. વાહન ની વ્યવસ્થા આરામથી થઇ શકે. . “
“ હા ,”
“ એની પર નજર રાખો જેની પર કોઈ નજર રાખતું નથી. મીન્સ કોઈની પણ શંકાસ્પદ હિલચાલ.અસામાન્ય વર્તન. આ કેસ માં વર્તન જેની છેડતી થઇ હતી એનું અસામન્ય છે ના એને કોઈ હેરાન કર્યા છે ના કોઈને એને ફરી છેડતી કરી છે ના કોઈ બીજી રીતે ..અને આખી વાત માત્ર અજયના ઘર સુધી સીમિત થઇ ગઈ છે. “
“ હા પાપા એ તો મેં વિચાર્યું પણ નહિ. “
“ છેલ્લી બાબત એ કે કોઈ ને પણ ખબર પડે એ પહેલા એટેક કરીને છોડાવવાનો ઓકે “
“ ઓકે :”
“ હવે કાલથી કામે લાગ મારી સાથે જે આવ્યા હતા એ શીવાભાઈ તારી સાથે રહેશે આ એરિયાના જાણકાર છે સ્થાનિક છે મારા જુના ડ્રાઈવરના સન છે. આ ગન મારી પર્સનલ છે. અને ખુકરી. મારી જીપની ચાવી હવે તું ઘરે અજયને લીધા વગર પછી નહિ આવે. બાકી બધું હું સંભાળી લઈશ”
“ તમે નહિ આવો ? “
“ ના હું ના આવી શકું હું સરકારી માણસ છું સોરી હા તું મુશ્કેલીમાં હોઈશ તો દુનિયાના ખૂણે થી આવીશ. “
“ ઓકે પાપા તો બસ તમે એ ભાઈને ફોન કરી દો હું હમણાજ નીકળીશ ઓકે “
“ આ બહુ જ સરસ વાત કરી તે મારી છોકરી જેવી બસ “ એમણે મારું કપાળ ચૂમી લીધું અને હું એમણે વળગીને રડી પડી ...
“ આ આંસુ બચાવીને રાખ આને તાકાત બનાવ નહિ કે નબળાઈ “
“ હા ...હવે નહિ રડું બસ ...”
“ રડ નહિ રડાવ “
“ હા ...”
“ ચલ તૈયાર થા જા .. “
હું તૈયાર થઈને નીકળી પડી. રસ્તામાં શિવાભાઈ મને મળ્યા. ગાડી હું જ ચલાવતી હતી.
“ બેનબા ગાડી મને આપી દો તમે ચહેરો ઢાંકી દો. આપણે જાય ત્યારે એમ જ લાગવું જોઈએ કે આપણે ર્સસ્તો ભૂલી ગયા છીએ અને મુસાફર છીએ પીકનીક માટે જ જઈએ છીએ. આપણે આગળ જઈને ગેરજ છે ત્યાંથી ગાડી બદલી લઈશું.”
“ કેમ ગાડી ? “
“તમે આ ગાડી લઈને એક વાર જઈને આવ્યા છો આ ગાડી જોશે તરત જ ઓળખી જશે. “
“ હા તો છે તમેં ગાડી માંથી સમાન વસ્તુ બધું કાઢી લેજો. “
“ હા ...”
અમે એક ગેરેજમાં પહોચ્યા મને એ ગેરેજ જોઇને એમ જ ન લાગ્યું કે એની પાસે કોઈ ગાડી હશે પણ મારા આશ્ચર્ય વચ્ચે મારી ગાડી અંદર ગઈ અંદર થી રેડ કલરની ચમચમાતી મારુતિ એમ્બેસેડર એ સમયની બેસ્ટ મોડેલ બહાર આવી. હું એમાં ગોઠવાઈ ગઈ. અમે સવારે વહેલા પહોચ્યા બહુ જ આંટા માર્યા ન કોઈ માણસ કે કોઈ કુતરું પણ ગામમાં દેખાતું ન હતું. ખેતરમાં કે સીમમાં કોઈ દેખાતું ન હતું. અમે બે દિવસ સુધી આજબાજુ નો ૫૦ કિલોમીટરનો વિસ્તાર ફેંદી નાખ્યો ગામ તો ગામ સીમના ખંડેર મંદિર દરગાહ જે કઈ મળે એને તપાસ કરતા. શીવાભાઈ ક્યાય એનું આઈડી કાર્ડ વાપરતા હું મારું ફેક આર એન્ડ ડબ્લ્યુ નું ફેક આઈડી વપરાતી. બે દિવસ સુધી અમે કોઈ જ ખાધા પીધા વગર તપાસ કરતા રહ્યા, કેટલાયે વ્યક્તિની પૂછપરછ કરી.
“બેનબા આપણે પાછા જઈએ ? “
“ ના શિવુંભા હુ એને લીધા વગર ક્યાય નથી જવાની. “
“ બેનબા એક સમજો આપણે બે દિવસ થી રખડીએ છીએ. આપણે જઈએ તમે કપડા બદલી લો ગાડી બદલી લઈએ અને તમે થોડો આરામ કરી ;લો પછી નવેસર થી આપણે ચાલુ કરીએ હવે આપણે જંગલ વિસ્તારમાં અંદર જવું જોઇશે,”
“ હા તમે પણ મારી સાથે નાસ્તા સિવાય કઈ ખાધું નથી ચાલો “
“ હા “
અમેં ફરી એ ગેરેજ પર પાછા આવ્યા. ,મારી ગાડી લઇને શિવુભા એક હોટેલ પર લઇ આવ્યા અમે થોડો આરામ કર્યો. હું પાચ છ કલાક સુઈ ગઈ મને ખબર જ ન રહી.
“ બેનબા ઉઠો ...” મને શિવુભા એ ઉઠાડી.
“ હા ભાઈ શું થયું ? “ હું સફાળી બેઠી થઇ.
“ બેનબા સાહેબ જોડે મેં વાત કરી એમણે આ નંબર આપ્યો છે એમાં વાત કરવાની છે. હમણાજ”
“ હા હું તૈયાર થઈને આવું છું”
“ હું નીચે રાહ જોવું છું તમે સમાન લઈને નીચે આવજો “
“ હા “
હું ફટાફટ મારા જીન્સ અને શર્ટ પહેરીને ભગવાને પાર્થના કરીને નીચે આવી. ત્યાં શિવુભા હોટેલની ફોર્માલીટી પૂરી કરી દીધી હતી.
“ ક્યાં જવાનું છે ?”
“ પહેલા આ નંબર પર વાત કરવાની છે એક ઈનપુટ છે “
“ ઓકે “
મેં ટેલીફોન બૂથ પર જઈને ફોન કર્યો.
“ હેલ્લો “
“ હા , મેડમ , બકરો હલાલ નથી થયો થવાનો છે સીતાપુરના જૂની હવેલી અરાવલીની ટોચે “ એમ કહી ફોન કાપી નાખ્યો સામે થી.
“ શું કહ્યું ? “
“ સીતાપુર જૂની હવેલી અરાવલી ની ટોચ પર કહ્યું “
“ હા જો આ બધી પહાડી આરાવલી જ છે પણ સીતાપુર જૂની હવેલી મને પણ ખબર નથી. “
“ કોઈને પૂછીએ ? “
“ ના ભૂલથી પણ નહિ “
“ તો “
“ બેનબા નકશો મળી જશે ? “
“ હા એતો બસસ્ટેન્ડ પર કે કોઈ બૂક સ્ટોલ પરથી મળી જશે”
“ હા તો લઇ લો ..”
અમે બે ત્રણ જગ્યાએ પૂછી ગામ ના તૂટેલા બસસ્ટેન્ડ પર ગયા ત્યાં બસ તો દિવસ ની બે જ આવતી હતી.
“ કાકા નકશો હશે ? “
“ હા બેટા “ એક વ્યોવુદ્ધ કાકા હતા માંડ માંડ ચાલી શકતા જોઈ શકતા.
“ એમણે એક જુનો નકશો આપ્યો. “ આ ચાલશે થોડો ફાટી ગયો છે ૫૦ વાળા ૪૦ આપજે “
“ ના કાકા લો ૫૦ પુરા કાકા સીતાપુર કઈ બાજુ થાય ? “
“ કેમ ? “
“ મારા દાદા કહેતા કે ત્યાં બહુ જુનું મંદિર છે બહુ જ સરસ એમની છેલી ઈચ્છા હતી. “
“ પણ એ તો જંગલમાં છે ફોરેસ્ટ વાળા જવા નહિ દે “
“ હું બહું દુર થી આવી છું મારા દાદાની ઈચ્છા પૂરી કરવા. બતાવો ને કાકા “
“ હા પણ બહુ જ ત્રાસ છે લુટારાનો અને જંગલી પશુઓ નો પણ “
“ કાકા મારું જવું બહુ જ જરૂરી છે હું દાદા માટે સ્પેસીઅલ આવી છું અમેરિકાથી હું નહિ પૂરી કરી શકું તો મારું જીવવું શું કામ નું ? મારા દાદા અસલ તમારા જેવા જ હતા. તમારી દીકરી સમજી ને બતાવો. “ મેં રડમસ આવજે કહ્યું.
“ હા જો અહી થી ધરમપર આવશે ત્યાંથી જમણી બાજુ કાચો રસ્તો જંગલમાં જતો હશે ત્યાં વળી જજો સીધા કેડી કેડી જતા રહેજો. સામે મંદિર દેખાશે. “
“ કાકા બહુ જ બહુ જ આભાર તમારો . બીજું કઈ જોવા જેવું છે એમાં ? “
“ હા છેને એક હવેલી છે અને એક કિલ્લો છે પણ તૂટેલો છે એમાં કઈ છે નહિ એમાં ગાડી નહિ જાય ચાલી ને જવું પડશે. “
“ કાકા આ લો મારા તરફ થી નાસ્તો કરજો “
“ ના બેટા “
“લો ને કાકા દીકરી સમજીને આપુ છું દીકરી નું નહિ રાખો “
“ ના બેટા દીકરી નું કઈ જ ના લેવાય પાપ લાગે મને “
“ ના કાકા લેવું જ પડશે ....” મેં થોડા વધારે પૈસા આપ્યા. અમે જેટલી જલ્દી ગાડી ભાગી એટલી જ જલ્દી ત્યાંથી નીકળી ગયા. અમને ખબર નહતી કે ગામડાની પધ્ધતિએ અમારો પીછો થતો હશે. “
“ ગામડાની પધ્ધતિ એટલે ? “
“ગામડાની પધ્ધતિ એટલે કોઈ પીછો ના કરે પણ એની માહિતી સાંકેતિક ભાષામાં પહોચાડવામાં આવતી હોય. “
“ ઓકે ...”
“ હા એ લોકો કોઈ અજાણી ગાડી કે માણસ આવતો હોય તો એક બીજાને સંકેત આપી દે એ સંકેત આપોઆપ મુખ્ય મથક સુધી પહોચી જાય. એટલે અમે મંદિર સુધી પહોચ્યા ત્યાં સુધી અમારી માહિતી પહોચી ગઈ હતી. ચુપચાપ અમારો પીછો થઇ રહ્યો હતો. મંદિર સુમસાન હતું. ના પુજારી ના કોઈ બીજું કોઈ. અમે દર્શન કર્યા.અને બેઠા જાણે કોઈ દર્શનાર્થી બેસતા હોય એમ જ. આજુબાજુ નજર દોડાવી મંદિર માં અંદર ફર્યા ત્યાં ઉપર જવાના પગથીયા હતા ત્યાંથી કિલ્લા સુધી જોઈ શકાતું હતું. રસ્તો સાવ જંગલ જેવો હતો. મેં શિવુભા એ એક બીજા સામે જોયું. અમે એક બીજા સામે જોઇને ગાડી ચાલુ કરી. ગાડી જંગલમાં જવા દીધી. એક જગ્યાએ સંતાડીને અમે કિલ્લા સુધી ગયા. અમને આજુ બાજુ ક્યાય હવેલી જોવામાં ન આવી. માંડ માંડ કરીને તૂટેલા કિલ્લામાં પ્રવેશ્યા. ત્યાં કઈ જ કોઈ વસ્તુ કે વ્યક્તિ ન હતા જાણે વરસો થી કિલ્લો બંદ હોય એવી સાવ ખરાબ હાલત હતી. પહેલા અડધો કલાક તો એમ જ થયું કે કોઈ કઈ છે જ નહિ પણ કિલ્લાની એક ઝાડ નીચે સંતાડેલી અંદર સુધી જતો રસ્તો હતો. એમાં અંદર એક શર્ટ હતો. એ અજયનો જ હતો એમાં લોહી પડેલું હતું. રસ્સી હતી , બીજું ઘણું બધું હતું અમને ક્યાય અજય અને બીજા કોઈના હોવાના સંકેત હતા કોઈ હતું નહિ. અમે બે કલાક સુધી શોધ્યા કોઈ જ મળ્યું. માત્ર લોહીના નિશાન હતા બીજું કઈ જ નહતું. મને રડવું આવું હતું. માંડ અમે બહાર નીકળ્યા ત્યાં કેટલાક લોકો એ અમારી પર હુમલો કર્યો. માંડ માંડ બચી ને બહાર નીકળ્યા. અમે સંતાઈને એ લોકોનો પીછો કર્યો. અમે એ હવેલી સુધી પહોચવામાં સફળ રહ્યા. ત્યાં સખત કિલ્લે બંદી હતી. અમે બે વાર આજુ બાજુ નો સર્વે કર્યો.
“ બેન અજયભાઈ અંદર જ છે. “
“ હા મેં જોયા છે પણ આપણી પાસે હથિયાર પૂરતા નથી ગાડી બહુ દુર રહે છે. “
“ એક કામ કરો તમે ગાડી લઇ આવો હું અંદર થી અજયને લઇ આવું છું. “
“બેન બા બહુ જ જોખમ છે. “
“ ભલે હોય હવે પાછા નથી જવું. “
“ ઠીક છે તો તમે પાછળ થી જજો હું ગાડી લઈને આગળ થી જઈશ”
“ ઓકે “
અમે બન્ને છુટા પડ્યા. હું પાછળ થી પીપળાના ઝાડ પર ચડીને સીધી ત્રીજા માળે ઉતરી. બહુ વિરોધનો સામનો ન કરવો પડ્યો. અજયની હાલત સાવ જ ખરાબ હતી એક પણ કપડા શરીર પર ન હતા. શરીર લોહી અને કીડા થી ખદબતું હતું. પકડ્યા નહિ એવી પરિસ્થિતિ હતી મેં માંડ એને છોડાવ્યો મારી ઓઢણી નાખીને મેં એને ઢાંક્યો, એ ચાલી શકે એમ જ ન હતો. મેં એને પકડીને કમર પર બાંધ્યો, એને બહાર લઈને આવી. ત્યાં આગળથી બે ગાડી શિવુભા એ ફૂંકી મારી મેં જેટલો બચાવ થઇ શકતો હતો એટલો કર્યો છતાયે એક ગોળી અજયને વાગી ગઈ. અમે માંડ માંડ એને બહાર લઇ આવ્યા. ત્યાં અમારી ગાડીને બ્લાસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. અમે માંડ બચ્યા. અમે ત્રણેય અથડાતા કુટાતા રોડ પર આવ્યા રાત્રીના મોડા ત્યાં એક ટ્રક ઉભી રખાવીને અમે શહેર સુધી પહોચ્યા. અમે અમારી બીજી ગાડી તૈયાર હતી એટલે સુધી તો પહોચી ગયા. ત્યાંથી અમે ગાડી લઈને એક ગેરેજ માં સંતાયા સેટેલાઈટ ફોન પર પાપાનો કોન્ટેક કર્યો. પાપાએ તાત્કાલિક હેડઓફીસ આવી જવા કહ્યું. અમે થોડોક સુધી ગયા પછી અમને રસ્તામાં આર્મીની ગાડી એ એસ્કોર્ટ કર્યા. અમે અંદર ગયા. ત્યાં અમે સાવ સેફ હતા. અજયનું લોહી જતું રહ્યું હતું. આર્મી હોસ્પીટલમાં ઓપરેશન થયું. ચાર દીવસ પછી અજય ભાનમાં આવ્યો. એના પહેલા શબ્દો એક જ હતા ..” લીના ................”
અમે હોસ્પીટલ લઇ ગયા ત્યારે બહુ જ લોહી વહી ગયું હતું. મારા આખા કપડા લોહી વાળા થઇ ગયા હતા. અમે છેક થી રૂ મુકીને અને બાંધીને લોહી બંદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એની હાલત એટલી ખરાબ હતી કે અમને કે ડોક્ટર કોઈને આશા જ નહતી કે એ બચી જશે. ઈશ્વરકૃપા એ બચી ગયો. અમે ત્યાર પછી લીના અને તને શોધવાના બહુ જ પ્રયત્ન કર્યા. એકેય પ્રત્યનમાં સફળતા મળી ન હતી.
“ બેટા , ડોક્ટર નું કહેવું એમ છે કે કોઈક અજયનું જાણીતું એની પાસે રહેશે તો એને જલ્દીથી સાજાપણું મળશે. “
“ પાપા લીનાને શોધાવીં જરૂરી છે એની શું હાલત કરી હશે એ લોકો એ વિચારતા જ કંપારી છૂટે છે “
“ ઉપરવાળા પર ભરોસો રાખ “
“ પણ ...”
“ પણ ને બણ વિચારવાનું બંદ કર તું અજય પર ધ્યાન કેન્ત્રિત કર”
એ પછી હું સવાર સાંજ એની પાસે બેસતી અને એની દેખરેખ રાખતી દવા ગોળી આપતી જમાડતી નાસ્તો કરાવતી. એને કપડા બદલાવતી. એ કરતા કરતા ખબર નહિ મારી ફ્રેન્ડશીપ લવશીપમાં ફેરવાઈ ગઈ. એમનેમ ૧૦ દિવસ થઇ ગયા. એના પગમાં કાપા હતા.એના પગ ભાંગી ગયા હતા એને ચાલવાની મનાઈ હતી.હું માંડમાંડ એને ઉભો કરી શક્તિ હતી.મને કઈ જ ખબર પડતી ન હતી.હું યંત્રવત મારા દિવસો પસાર કરતી હતી. અજય ધીરે ધીરે ચાલવા લાગ્યો મેં જ એને હિમત આપી ચાલતો કર્યો. કસરત ચાલુ કરી. બે મહિનામાં ૫૦ ટકા સુધી સારું થયું. પાપાએ વિધિવત રીતે પોલીસને જાણ કરી. પોલીસમાં સહજાનંદસર અને ભટ્ટ સર અને dgpસર બધા આવ્યા. અજય મારી સામે જે જુબાની આપી એ બહુ જ ભયંકર હતી રુવાડા ઉભા કરી દે એમ હતી એ આ મુજબ છે : -
“ હું અજય મારી ટ્રેનીંગ પૂરી કરી હાજર થઇને સહજાનંદસર અને ભટ્ટસરની રજા લીધી.
“ સર , મારી સગાઇ છે મારે જવું છે અને મારા ગામમાં મંદિર નો મહોત્સવ છે. કેટલા સમય પછી ગામ લોકોએ પોતે આયોજન કર્યું છે. આજે જઈશ બે દિવસમાં આવી પણ જઈશ. “
“ હા જઈ આવો એમાં શું ? “
હું રજા લઈને બસસ્ટેન્ડ પરથી બસમાં બેઠો. કેમકે ગાડી લઈને જવું યોગ્ય લાગ્યું નહિ મને. હું પહોચ્યો ગામમાં સાવ સન્નાટો હતો ન કોઈ માણસ ન કોઈ ચકલું સાવ કર્ફ્યું જેવો સન્નાટો હતો. હું ગામ વટાવીને મારા ખેતર અને ઘર બન્ને ભેગા હતા એ તરફ ગયો. મને બધાની ચીસાચીસ સંભાળવવાની ચાલુ થઇ. મને ફાળ પડી.હું એ તરફ દોડ્યો. મેં અવાજ સાંભળ્યો
“ પકડો એ બધાને .....લાઈનમાં ઉભા રાખો. “ પહાડી ભયંકર અવાજ હતો એ અવાજ સજજનસિંહનો હતો. હું વધારે ઝડપથી દોડ્યો , દોડતા દોડતા એક ઝાડ આગળ હું ફસડાઈ પડ્યો. મારું આખું ઘર મમી પાપા લીના લીનાના મમી પાપા એના કાકા અને કાકી એક લાઈનમાં ઉભા હતા. બન્ને નાના ટાબરિયા કદાવર માણસે હાથ માં પકડી રાખેલા હતા.
“ લીના , ..... તું છે કેમ છમકછલ્લો.... “ એને લીનાને કમરથી અને વાળથી પકડીને એને જોઈ જ રહ્યો. ...બહુ જ ખરાબ નજરે લીનાનાં શરીર પર હાથ ફેરવ્યો “ વાહ શું રૂપ છે ......સામત તારી પસંદ ને દાદ દેવી પડે તેમ છે આતો મધુબાલાથી પણ વધારે , આની સામે તો કોઈ હિરોઈન પણ ટુકી પડે. લે લઇ જા આને....” એમ કરીને એને સામત તરફ એને ફેંકી. લીના જઈને માટીમાં પડી એ નાનકા તરફ પડી. એણે માટી ઉપાડીને જોર થી હવામાં ઉછાળી. નાનકાને ખેંચી લીધો અને દોડવા લાગી. એના હાથમાં જે આવ્યું એનો ઘા કરતી જતી હતી. આ બાજુ હું ઉભો થઇને દોડવા લાગ્યો મારા હાથમાં એક લાકડું આવ્યું એનાથી જે બાજુમાં આવે એને ફટકારવાનો ચાલુ કર્યુ.
“ સામત , તું લીના પાછળ જા ....” સજજનસિંહ બૂમ પાડી.
“ હા બાપુ .........” સામત અને એના માણસો દોડ્યા.
મારા બાપુએ જે હાથમાં આવ્યું એ ઉપાડ્યું. હું પણ એમાં જોડાયો સજજનસિંહે તલવાર ઉપાડી.મારી નજર સામે જ એને બાપુ અને માં નું માથું ધડ થી અલગ કરી દીધું. મને સજજનસિંહ ના ભાઈ દિવાકરએ પકડી લીધો.
“ બધા ચુપચાપ ઉભા રહી જાવ નહિ તો બધાને મારી નાખીશ....” સજ્જનસિંહ બોલ્યા.
ઉભા રહેતા જ રાજનને લીનાંના કાકા કાકી અને નાના છોકરાને તલવારથી કાપી નાખ્યા. હું સુધ્ધ બુધ્ધ ખોઈ બેઠો હું ખાલી યંત્રવત જોઈજ રહ્યો હતો મને કોઈ ચેતન ન હતું. મારી નજર સામે એ લોકો એ લીનાના મમીની સાડી ઉતારીને બાળી નાખી. લીનાના પાપાના કપડા ફાડી નાખ્યા , નગ્ન કરી નાખ્યા.
“ હવે બોલ કોણ બચ્ચાવા આવશે તને અને તને બન્ને ને બોલ ....આ મારું રાજ છે વરસોથી અને રહેશે , મારા બાપદાદા અંગ્રેજ પહેલા પણ હતા પછી પણ રહેશે. સમજ્યા બધાએ મારું રાજ સ્વીકારવું જ પડશે. મારા છોકરાને તડીપાર કરાવ્યો કેમ ? વાહ સરસ તારી છોકરીની જેમ જ તું માલ છે .....................” એમ કહીને એને લીનાના મમ્મીના બે ભાગ કરી નાખ્યા. એના પાપાને દિવાકરે સળગાવી નાખ્યા.
“ આનું શું કરીશું ...? “ રાજન બોલ્યો.
“ એને લઇ લો બહુ ઉછલતો હતો. એની નજર સામે જ લીનાને નાગી કરીશું સાલ્લો શું કરે છે જોઈએ ........” એમ કહીને એણે મને સાવ બોથડ પદાર્થથી માર માર્યો સખત રીતે માર્યો મને મારી હાજરીમાં જ ઢોરઢાંખ ઘરને સળગાવી નાખ્યા. ખેતરોમાં ટેકટર ફેરવી દીધા. એ પછી હું બેહોશ થઇ ગયો. મારી આંખ ખુલ્લી ત્યારે મારી સામે લીના નગ્ન હાલતમાં પડી હતી. વારાફરતી મારી સામે રાજન સામત બન્ને એના શરીરને ચૂંથી રહ્યા હતા. હું ખુરશી જોડે બાંધેલ હતો હું હલી પણ ન તો શકતો. હું બેબસ નજરે જોઈ રહ્યો. મારી પાસે કોઈ વિલ્કપ જ ન હતો.દિવાકર મને માર મારી રહ્યો હતો અને મારા ઘા પર મરચા અને મીઠાની ભૂકી નાખી રહ્યા હતા. એક દિવસ મારા હાથની રસ્સી તૂટી ગઈ. એટલામાં સામત અંદર પ્રવેશ્યો. મેં ખુરશીથી સખ્ત રીતે માર માર્યો માથામાં એટલા ફટકા એને વાગ્યા કે એ બેહોશ થઇ ગયો. મેં લીનાંને એક ચાદરમાં વીંટીને એને ઉપાડીને દોડવાનો પ્રયત્ન કર્યો. પણ મારામાં એટલી તાકાત નહતી મારા પગ લુલા થઇ ગયા હતા. હું બે ગુલાટ ખાઈ ગયો અને નીચે એક રૂમ તરફ જઈને પડ્યો ત્યાં સજ્જન નાનકા જોડે ન કરવાનું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નાનકાએ બૂમ મારી
“ દીદી......................... દીદી ........”
રડમસ બેબસ અવાજ સાંભળીને મારા હાથમાંથી દીવાલ જોડે ટકરાયેલી લીના ઉભી થઇ ખબરનહિ એનામાં તાકાત ક્યાંથી આવી ગઈ. એને સજ્જનને માર માર્યો અને નાનકા ને પકડીને દોડ્ડવા લાગી એને ખબર નહતી કે હું પણ ત્યાં છું. મેં બૂમ પાડી.
“ લીના ............................” મારો અવાજ માંડ પહોચ્યો પણ ત્યાં સુધી બીજા માણસો આવી ગયા હતા. મેં બૂમ પડી
“ લીના ભાગ આગળ બારી છે ત્યાંથી કુદી જા ............”
લીનાએ પાછળ જોયું. ઉભી રહી ....મેં ફરી બૂમ પાડી..
” ભાગ લીના ભાગ .....................”
મને સજ્જનના માણસોએ ફરી પકડી લીધો. મને સખત માર મારવામાં આવ્યો. બાંધીને. મેં પાછળ તળાવમાં પડવાનો આવાજ સાંભળ્યો. મને થયું કદાચ એ બચી જશે તો મને છોડાવશે અથવા મરી જશે તો છૂટી જશે.
“ તને કઈ રીતે ખબર કે પાછળ તળાવ છે ? “
“ મેં હવેલી બહાર થી જોઈ હતી આ એ હવેલી હતી એમાં કાયદેસર રીતે સજ્જનસિંહ રહેતો હતો એમાં દીવાલો ગોળાઈ વળી હતી એ બાજુ તળાવ છે એ મને ખબર છે. કેમ કે અમે નાના હતા ત્યારે મારા ઘરે થી આંબાના ઝાડ પરથી હવેલી સ્પસ્ટ દેખાતી હતી. મને એનો આકાર બહુ જ ગમતો. એટલે મને યાદ છે. એ પણ યાદ છે કે તળાવનો એક હિસ્સો ડુંગરની પાસે હતો. જો ડુંગર બાજુ લીના જતી રહે તો કોઈની તાકાત જ નથી કે એને પકડી શકે. “
“ તને એમ જ હતું ને કે એ મારી જાય તો એ છૂટે કેમ કે તને એક વાત તો ખબર હતી કે આ ચક્રવ્યુ માંથી કોઈ બચાવે એમ ન હતું ન પોલીસ ન મિલેટ્રી. સાચી વાત ને “
“ હા કદાચ ..... “
“ એ લોકો તને બીજે લઇ ક્યારે ગયા...? “
“ મને કઈ જ યાદ નથી. ચાર પાંચ દિવસ સુધી તો એને લીના નહતી મળી એ મને ખબર છે “
“ કઈ રીતે ? “
“ કેમ કે મને જેટલી વાર ન મળતી તો મને માર મારતા હતા. એ લોકો “
“ ઓકે ..............”
“ લીના મળી કે નહિ ............”
“ ના હજુ સુધી નથી મળી. ...”
“ તે મને શોધી લીધો લીનાને નહિ વાહ .........”
“ અજયભાઈ અમે બધા પ્રત્યન કરી રહ્યા છીએ, “ભટ્ટસર બોલ્યા. એ વખતે ભટ્ટસર , મારા પાપા , અને સજાનંદસર પણ હાજર હતા.
“ ભટ્ટસર .......કઈ કરો .........”
“ અજય ચિંતા ન કર થઇ જશે....તું સૂઈજા ......આરામ કર ...”
“ હા અજય તમે આરામ કરો બાકી બધું અમે સંભાળી લઈશું... “ પાપા બોલ્યા.
“ હા ....અજય ...” મેં અજયને કહ્યું પણ અજયે મારી સામે એટલા ગુસ્સામાં જોયું કે મારી બોલવાની કઈ જ હિંમત ના હતી
“ નહિ મને મારી લીના જોઈએ ગમે તે ભોગે. નહિ ...........................” એમણે હાથમાંથી નળી કાઢીને ફેંકી દીધી. બાટલાનો ઘા કર્યો. જે આવે એ ફેકવાનું શરુ કર્યું. અમે બધા બહાર નીકળી ગયા. હું બહાર આવીને રડી પડી. એની હાલત જોઇને એ સાવ ગાંડા જેવી હતી. ડોકટરો એ એને ઘેનની દવા આપી દિધી. અમે બધા એક રૂમમાં આવ્યા.
“ સર , DGP સર ને સમાચાર આપી દઈએ ....” સહજાનદ સર બોલ્યા
“ ના ...લીના ન મળે ત્યાં સુધી કઈ જ નહિ ........” પાપા બોલ્યા
“ સર અજય સારો થાય તો આપણે શોધવા એની મદદ લઇ શકીએ ને .......” સહજાનદ સર
“ હા અજય સ્થાનિક છે એને ખબર જ હશે .....” ભટ્ટસર બોલ્યા
“ પાપા એના માટે પહેલા તો આપણે ડોક્ટરને પૂછવું પડશે કે એનું શું છે ...”
“ હા ..., , ભટ્ટસર તમારી ઇન્ટેલ શું કહે છે ? “
“ સર હજુ એ આવ્યો નથી એ રાત સુધી આવવો જોઈએ ...”
અમે બધા ડોક્ટર જોડે ગયા.
“ હેલ્લો સર ....”
“ ડોક્ટર હવે શું છે ? પરિસ્થિતિ શુ કહે છે ? “
“ સર કઈ ખાસ નથી પગમાં જે બે ફેકચર છે એમાં લગભગ બે મહિના લાગશે હાથે હવે સારું છે મુવમેન્ટ છે ..ઈમ્પૃવ્મેન્ત પણ છે ..ચેસ્ટમાં જે પાંસળી ક્રેક છે એમાં તો સમય લાગશે એક ચિંતા છે ...”
“ શું ? “
“ કદાચ સેક્ષુઅલ ઓર્ગન ડેમેજ હોય એવું લાગે છે ...”
“ કઈ બીજું કોઈ ....ઈ મીન ,,,,”
“ ના સર ...એવું તો નથી ...પણ જાણી જોઇને એને ડેમેજ કરવામાં આવેલ હોય એવું લાગેછે “
“ શારીરિક રીતે સારું થતા મીનીમમ ૧ વરસ જો મગજ મજબુત રાખે તો ....”
“ ઓકે “
“ હા સર , અને ઝીનલમેમ બેસશે તો કદાચ વધુ ઝડપથી સારું થાય. લીના મેમ નું કરજો એ જેટલા જલ્દી ,મળશે એટલું જલ્દી અર.”............”
“ કદાચ રીનાં ન મળે તો શું કરીશું ? “ મેં બધાના હોશ ઉડાવી દીધા
“ તો બહુ જ અઘરું થશે ...”
એના પછી હું સતત અજય ની બાજુ માં રહેતી પાપા અને સહજંદસર ભટ્ટસર બધા એ પોતપાતાના ઇન્ટેલ ભેગી કરવાની ચાલુ કરી કોઈને કઈ મળતું જ નહતું. એક દિવસ રાતે પાપાના ફોનમા રીંગ વાગી.
ફોન ભૂલ થી મેં ઉપાડયો ....” મેમ કેળા સફરજન આવી ગયા છે રાજસ્થાન થી ગાડી મોકલો .”
“ અત્યારે ...? પણ સર નથી ....”
“મેમ અરજન્ટ છે ફટાફટ મોકલો પાછો બંદ પડવાનો છે ... તમારા ઘરના છે આર્મીના નથી “
“ ઓકે હું વાત કરૂ છું “
“ મેમ વાત થઇ જ ગઈ છે ગાડી મોકલી દો મેઘના પાર્સલમાં ....”
“ પણ ......”
“મેમ મોકલો એ થઇ જશે .....................”
“ ઓકે “
મેં પાપાને ફોન કર્યો એ ટ્રેનીંગ કેમ્પમાં છે . એ વ્યસ્ત હતા. શિવુભા એટલા માં આવ્યા.
“ કેમ બેન બા ટેન્સન માં લાગો છો ? “
“ અરે કોઈ ફળ વાળાનો ફોન હતો એ ગાડી મંગાવે છે પાપાનો કોન્ટેક નથી થતો, “
“ શું નામ કહ્યું એણે ? “
“ મેઘના ..”
“ ઓહ તમે ચિંતા ન કરો હું ઓળખું છું જઈ આવું છું ઓકે હવે પાપાને ફોન ન કરતા “
થોડીવાર પછી પાપાનો ફોન આવ્યો અને મને અમારા ખાસ જગ્યાએ આવા કહ્યું.
“ ઝીનલ ભટ્ટ સર સહજાનાદસર સોરી આમ અચાનક બોલાવવા બદલ ..થેન્ક્સ અજયને અહી લઇ આવા બદલ ડોક્ટર ને થેન્ક્સ .”
“ સર કઈ થયું છે ? “
“ હા સર શું થયું ? “
“ પાપા ................”
“ બેસો પહેલા બધા ...
“ ઓકે ..”
“ લગભગ બધે જોઈ લીધું સજ્જનના ઘર સિવાય તમામ જગ્યા તપાસ થઇ ગઈ છે લીના મુખ્ય મહેલ સિવાય ક્યાય હવે ના હોય “
“ ઓહ તો તો એને ભૂલી જવાનું ...? ભટ્ટ સર બોલ્યા .
“ ઓહ ..સર એતો બહુ જ ભયકર સમાચાર , લીના ને કોઈ કાળે બચાવી નહિ શકીએ. “ સહજાનંદ સર
“ ઓકે..... બોલી લીધું ..... “ પાપા રહસ્મય સ્મિત કર્યું
“ ઓકે ....મારી પાસે એક આઈડિયા છે. .. .” પાપા ફરી બોલ્યા.
“ શું પાપા સેન્ટ્રલમાં કહેવાનો ? “
“ ના .... મારી પાસે કમાન્ડો છે એનો ઉપયોગ કરીએ તો .....”
“ સર અનઓફ્ફીસીયલી , તમને પ્રોબ્લેમ થશે ...” સહજંદસર બોલ્યા
“ સજહંદસર તમે આર્મી માં કામ કર્યું છે તમને ખબર છે કે કોઈના જીવ બચાવવા થી વિશેષ કઈ જ નથી . “
“ હા સર પણ ....પણ એક મિનીટ સર અહી તો ટ્રેનીંગ સ્કુલ નથી તો પછી ? “
“ હા એ આર્મીના નથી આર એન્ડ ડબ્લ્યુ ના છે મારા અને અમારા હેડ સિવાય કોઈને ખબર નથી.”
“ પાપા એની જોડે તમામ હથિયાર છે કઇક ને કઈક હથિયાર છે કોઈક ને કઈ થયું અથવા કોઈકને ગોળી વાગી ગઈ તો ...”
“ એવું કઈ જ નહિ થાય મને મારા કેડેટ્સ પર પૂરો ભરોસો છે પહેલા એક વ્યક્તિને મળી લો “ પાપ એ કોઈક ને અંદર આવવા ઈશારો કર્યો, એક જોકર જેવો લાગતો માણસ અંદર આવ્યો. “હેલ્લો મિત્રો , હલ્લો બેટા ફળ તાઝા જ છે હું વાસી ફળ રાખતો નથી. યાદ આવ્યું ....ઓકે એ પછી યાદ કરજે ...પહેલા અગત્યની વાત લીનાને અમે ચાર મહિના થી શોધી પણ ક્યાય નથી મળી પણ સંજોગો અને નિશાન એમ કહે છે કે લીના રાજમહેલમાં જ છે.
કારણ ૧ એમના ઘરે સિક્યુરીટી પહેલા કરતા બે ગણી વધી ગઈ છે પહેલા માત્ર ગાર્ડસ હતા હવે બે લેયર માં ઓટોમેટીક હથિયાર સાથે માણસો છે જે બહુ જ પ્રોફેસનલ છે અને ખતરનાક છે એમાં થી ઘણા આર્મી રીટાયર સ્ટાફ છે આપણે અજયભાઈ ને છોડાવ્યા પછી એમની સિક્યુરીટી બિન કાસમ અને વેંકટેશના હાથમાં છે બન્ને CRPF માંથી કાઢી મુકાયેલા છે હથિયારની તસ્કરીમાં પણ બન્ને લેયર ગોઠવવામાં પાવરધા છે એને કોઈ પોહ્ચે એમ નથી. એટલું સખ્ત લેયર અજયને છોડાવ્યો એ પછી જ થયું છે બાકી એ લોકો એના ગોડાઉન પર જ હતા.
કારણ ૨ એના કોઈ ઘરના બહર નીકળતા જ નથી ખાસ લેડીઝ એ ખાસ એરિયા બાજુ જ રહે છે કારણ ૩ મેં જાતે જ લીનાને જોઈએ છે મેં એટલે મારી એક બાતમીદાર એમાં કામ કરે છે એને એ એ ગામની જ છે રૂપા નામ છે એ અજય અને લીના બન્ને ઓળખે છે .
જે કરવું હોય એ જલ્દી કરજો તમારી પાસે બે દીવસ છે શુક્રવાર અને શનિવાર એ દિવસે રાજન સજ્જન દિવાકર ત્રણેય અમેરિકા જવાના છે કોઈ સોદા માટે એ દિવસે ઘરે કોઈ જ નહિ હોય લીનાને છોડાવ્યા પછી મહેલ ઉદાવવો હોય તો પોસીબલ છે.
“ સર , એનું ફેમીલી ન હોય એની શું ખાતરી ? “ સહજંદસર કહ્યું
“ એનું ફેમીલી હાલ મુંબઈ છે મને કન્ફર્મ છે તમે મુબઈ કન્ફર્મ કરી શકો છો આ એડ્રેસ છે. “
“ ઓકે થેન્ક્સ ....ડીયર ....”
“ હા તમારે સફળ થવું હોય તો અજયને ભેગો રાખજો કેમ કે એ લોકો રોજ રૂમ બદલી નાખે છે.અજય નાનપણ થી વાકેફ છે .” એમ કહીને એ માણસ અંધારામાં ગુમ થઇ ગયો.
“ અજય તું કહે છે એ કહે પહેલા ??”
“ સર તમે પ્લાન બોલો હું પછી કહીશ ..”
“ મારી પાસે કમાન્ડો જે છે અને એની ટોટલ ૧૦ ની ટીમ છે એમાં થી કમાન્ડો જે એલ એફ ત્રણ કાફી છે બાકી બેકઅપમાં રહેશે અજય ઝીનલ આટલા અંદર જશે ૨૦ મિનીટમાં લીનાને શોધી પાછા આવશે. અને લીના મળતા જ મહેલ ને ઉડાવી દેશે સિમ્પલ”
“ પાપા અજય વિલ્ચેર પર છે .....”
“ હા એટલે તો હું ઓટો વ્હીલચેર મંગાવી છે એ જાતે ફેરવી શકાશે કેમ અજય ? “
“ હા એ હું કરી લઈશ પણ એક હજુ વધારો માણસ .... “
“ ઓકે માર્ટીન આવશે કેડેટ એમ .,.. “
“ પાપા એ કેડેટ્સ છે કોઈને કઈક થયું તો ....”
“ તને મારી પર શંકા હોય મને મારા કેડેટ્સ પર કોઈ શંકા નથી લૂક ... જેન્ટલમેન કમ હિયર ..”
એટલામાં મજબુત ઊંચા ત્રણ અંદર પ્રવેશ્યા. ઠોકીને સલામ કરી .
“ યેસ સર ...”
“ કેડેટ્સ , તમારે એક મહિલા ને છોડવા જવા લાઈવ, એમાં ગોળી વાગી શકે છે મરી પણ શકો છો બીક લાગે છે ? બીક લાગે છે કે અહી પાછા આવા નહી મળે ? “ પાપાએ જોર થી એના અંદાઝમાં પૂછ્યું.
“ ના સર , તમે ઓર્ડર આપો સાંજ નહિ પાડવા દઈએ “
“ઓકે ....ગો .........રેડી ફોર બેટલફિલ્ડ “
“યસ સર ....” એમ કહીને એ લોકો તૈયાર થવા ગયા અને અમે પણ ....હું મારા ડ્રેસકોડ માં તૈયાર થઇ પછી અજયને કર્યો. અમે ફરી થી વોર રૂમમાં મળ્યા.
“ સહજાનાદસર અને ભટ્ટસર તમે બેકઅપમાં ઓકે ....”
“ પણ કેમ સર ? “
“ તમે બન્ને હાલ ઓન ડ્યુટી છો એટલે હું નથી ઈચ્છતો કે તમે કઈ છાંટા ઉડે .....”
“ સર ની વાત સાચી છે તમે બન્ને જોખમ ન લો .....”અજય બોલ્યો
“ ઓકે તમે જેમ ઠીક લાગે ....”
“ અજય તું કેડેટ જે કેડેટ એલ અને કેડેટ એફ એ લોકો સાથે જઈશ અને ઝીનલ તું શિવુભા બન્ને એક ગાડીમાં આગળ જશો તમે વે ક્લીયર કરીને આ લોકોને સિગ્નલ આપશો. અજય અંદર ક્યાંથી જવાશે એ તમારી પર હજુ બે દિવસ છે પ્રેક્ટીસ કરી લો તું આ લોકોને મહેલ ની કૃતિ સમજાવી દે. ઓકે આજે તમે અહીંથી નીકળી જશો અને વધુ એક ગુપ્ત જગાએ શિવુભા તમને લઇ જશે કેમ કે સેન્ટરની ટીમ આવવાની છે. “
“ ઓકે સર . “
અમે બધા ત્યાંથી રાતે નીકળી ગયા એક બંધ પાણીના ટેન્કરમાં જેથી કોઈને શંકા ન જાય. અમને અજયે અને શીવુભા અને પેલા પાપાનાં ગુપ્તચરએ અમને મહેલની તમામ હકીકત કહી.આગળના દિવસે એક વાત તો ક્લીયર થઇ ગઈ કે લીના છે ત્યાં જ પણ જીવતી છે કે નહિ એ ખબર ન હતી. હું સાચે જ મનમાં એમ પ્રાથના કરતી હતી કે રીનાં જીવતી ન મળે કેમ કે હું ફરી અજય તરફ ખેંચાઈ ગઈ હતી મારા મનમાં અજય માટે લાગણી ના અંકુર ફૂટવા માંડ્યા હતા.
જેમ નક્કી કર્યું હતું તેમ કન્ફર્મ થયું કે મહેલ માં માણસો સિવાય કોઈ જ નથી. સજ્જનસિંહ અંને એના ભાઈઓ ફોરેન જતા રહ્યા હતા એમના ઘરના પત્ની અને બાળકો બધા મુંબઈ હતા. હું શિવુભા બન્ને જીપ લઈને આગળથી ગયા. અજય થોડો પ્લાન ફેરવી નાખ્યો એને કોઈ જ વિરોધ વગર સીધો મહેલના મુખ્ય રૂમ સુધી પહોચી ગયા. એ લોકો એ એના માટે જુના ગુપ્ત દ્વાર નો ઉપયોગ કર્યો. હાલ એ ગટર તરીકે વપરાતો હતો. અમને આગળ બહુ જ વિરોધ સહન કરવો પડ્યો અમને ખબર જ હતી એટલે ઓટોમેટીક ગન સાથે હતી હેવી એને ગોઠવીને ફેરવી ફેરવી ને ફાયર ચાલુ રાખ્યું. હું અંદર ગઈ સામે થી અજય અને કેડેટ્સ આવી ગયા. અમે ચાર માળ જોયા પણ લીના ક્યાય ન મળી હા તું જરૂર મળી ગયો. અધમરેલી હાલતમાં લોહીલુહાણ.
“સર લગભગ બધું જોવાઈ ગયું પણ લીના મેમ નથી ....”
“ હા અજય તે કીધેલી તમામ જગાયે જોઈ લીધું. ક્યાય નથી. હવે .....? “
“ વેઇટ , નીચે એક રૂમ છે હતો ... “
“ સર જલ્દી કરવું પડશે , બોમ્બ પ્લાન્ટ થઇ ગયા છે. “
“ ઝીનલ તું ચલ નીચે મારી જોડે ....”
“ હા ચાલો “
અમે નીચે ગયા સખ્ત ગોળીઓ ના વરસાદ વચ્ચે આખો વિસ્તાર ધ્રુજી રહ્યો હતો. અમને એક દીવાલમાંની ફાટમાંથી એક ઓઢણી દેખાઈ અજયે એમાં જોયું તો બેહોશ નગ્ન અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં લીના હતી એ દેખાતી હતી પણ ક્યાંથી જવાય એ દેખાતું ના હતું. એટલા માં સામત ક્યાયથી આવી ચડ્યો એને અજય પર હુમલો કર્યો અને અજયને ખુરશીમાંથી ફેકી દીધો. હું એની તરફ દોડી મેં સામતને પડકાર્યો. આમારી વચ્ચે ભયંકર લડાઈ થઇ. એને મને અધમારેલી કરી નાખી એ મને મારવા જ જતો હતો ત્યાં જ અજયે એને મશીનગન વડે શૂટ કર્યો અને ખબર નથી એના પગ માં શું જોર આવી ગયું પગે ઉઠીને એ લીનાને લઈને તથા મને લઈને બહાર આવ્યો અને મહેલને બ્લાસ્ટ કરી દીધો, અમે સિફતપૂર્વક ત્યાંથી નીકળી ગયા. વાડી થી લઈને મહેલ બધું બ્લાસ્ટ કરી દીધું હતું. અમે ચુપચાપ આર્મી હેડ ઓફીસમાં આવ્યા. નસીબે કોઈને કઈ જ વાગ્યું ન હતું. પણ લીનાની હાલત સાવ ખરાબ હતી અજયની હાલત પણ બગડી હતી ડોકટરોએ પહેલા જ અજયને લઇ જવાની ના પડી હતી એના ટાકા તૂટી ગયા હતા. બનેની હાલત બગડતી જતો હતી.
“ સહજંદ સર તમે જાહેર કરી દો કે અજય અને લીના મળી ગયા છે , હવે પોલીસ કાર્યવાહી ભાનમાં આવ્યા મુજબ કરવામાં આવશે. “
“ હા સર , “
“ સર ડોક્ટર તમને મળવા માંગે છે ...” એક જવાને આવીને કહ્યું.
“ હું આવું છું ઝીનલને આવવા કહો ,,,”
“ હા પાપા ....”
“ બેટા , ડોક્ટર કહે એ સાંભળ ...”
“ ડોક્ટર હવે બોલો ,,,,”
“ મેમ લીનાબેન ની હાલત બહુ જ ખરાબ છે અને નાનકાની તો એનાથી વધારે , અજયને ના પાડી હતી જવાની એને સિવિયર ઇન્જરી છે. “
“ લીના સાથે શું થયું છે ? “
“ મલ્ટીપલ ટાઇમ રેપ એટલે સુધી કે એના ઇન્ટરનલ પાર્ટ્સ ડેમેજ છે બહુ જ ખરાબ રીતે, એ કોઈ દિવસ માં નહિ બની શકે કે ન બીજી વાર ફીઝીકલ થઇ શકશે. હા એ બચે તો ,,,મને નથી લાગતું કે એ બચશે બહુ જ સીરીયસ ઇન્જરી છે બોડીના બધા પાર્ટ્સ ડેમેજ છે. ૪૮ કલાક સુધી જીવી જાય તો જ આશા રાખવાની છે. “
“ સર એને જીવાડવી પડશે. “ મારી આંખમાંથી આંશુ બંદ નહતા થતા. પાપાને ખભે પડીને પહેલીવાર હું રડી પડી ચોધાર આંસુ એ. મારી પાસે એ શબ્દ ન હતા.
“ સર બાળકને બહાર મોટી હોસ્પીટલમાં શિફ્ટ કરવું પડશે આપણી પાસે બહુ સાધન નથી કે નથી કોઈ નિષ્ણાત ડોક્ટર. નહિ તો એ બચી શકે એ શક્યતા બહુ જ ઓછી છે.”
“ ઓકે તમે ટ્રાય કરો હું કઈક કરું છું. “
આ બાજુ સહજંદ સર જાહેરાત કરી પ્રેસમાં કે ખોવાયેલ અજયસર મળી ગયા છે એમની વાઈફ સહીત. એ અત્યારે સેફ છે. આ બાજુ તબિયત ત્રણેયની બગડતી જતી હતી. ડોકટરોએ બહાર મોટી હોસ્પીટલમાં શિફ્ટ કરવા કહ્યું. પાપાને ખબર હતી અંદર છે ત્યાં શુધી સેફ છે બહર ગયા પછી એ કઈ જ નહિ કરી શકે, એમણે મને બોલાવી ...
“ બેટા , હું ચીફમીનીસ્ટર પાસે જાવ છું .. “
“ કેમ ?? “
“ ડોકટરોનું કહેવું છે કે ત્રણેયને બચાવવા હોય તો બહાર મોટી હોસ્પીટલ લઇ જ જવા પડશે. “
“ પણ પાપા બહાર તો .......”
“ હા એટલે જ એમની પાસે જવું છે. “
“ હું કોઈ પણ સોદો કરું તો તને વાંધો છે ? “
“ ના પાપા તમે બેસ્ટ છે જે નિર્ણય લેશો એ બેસ્ટ જ હશે. “
“ અજય ભાનમાં આવ્યો ...? “
“ ના કદાચ આજે આવે ...”
“ ઓકે તો હું જાવ છું ...”
“ હું જોડે આવું ? “
“ ના બેટા તારે કોઈની સામે નથી આવાનું ઓકે ...”
“ ઓકે “
પાપા ચીફમીનીસ્ટર ને મળવા ગયા.
“ ઓહ વેલકમ અમદાવાદ રીજીયનના સી. ઓ . બેસ્ટ ઓફિસર આમારા આંગણમાં ...પધારો શું કામ છે સર .”
“ સર કામ બહુ સીરીયસ છે. Dsp અજય અને એની ફેમીલી પર હુમલો થયો ફેમિલીને મારી નાખવામાં આવી. હવે એ બન્ને અજય અને લીના બને સીરીયસ છે મારા જોડે છે એને વધારે ટ્રીટમેન્ટની જરૂર છે ....”
“ હા એટલે એને બહાર કાઢવા છે તો કાઢો દાખલ કરી દો પોલીસ ને સોપી દો. “
“ મને બને છોકરાના સેફટીની ગેરેંટી મળે તો જ .....નહિ તો હું ઉપર જઈશ ...”
“ ઓહ ...એમ ....ધમકી હું તમને એક ખાનગી મિલકતને નુકસાન પહોચાડવાના આરોપ સર અને એક ખૂન કરવા બદલ જેલ કરાવી શકું છું. “
“ હા તો કરો સર કઈ જ સાબિત નહિ કરી શકો સર જુઓ હું જાણું છું કે સજ્જન પર તમારા ચાર હાથ છે હું ડીલ કરવા જ આવ્યો છું. ડીલ સીધી સરળ છે અમે તમને નહિ નડીએ તમે અમને નહિ નડશો બસ. “
“ તમે જે કેસ કર્યા છે એનું શું ? “
“ એ હું બધા પાછા ખેંચી લઈશ “
“ અજય માનશે ? મીડિયામાં ઉછળશે તો ? “
“ ના કઈ જ નહિ થાય મારી ગેરંટી સામે એ લોકો અજયને કઈ જ નહિ કરે ગેરેંટી જોઇશે મોઢા મોઢ તમારી હાજરી માં ...”
સજ્જન સોદો કરવવા પેહલા તો તૈયાર ન હતો પણ પછી એને ખબર પડી કે હું સેન્ટ્રલ જઈશ તો ઠંડો પડ્યો કેમ કે સેન્ટ્રલ માં સ્વચ્છ છબી ધરાવતા નેતા હતા. ચીફ મીનીસ્ટરના બંગલે ડીલ ફાઈનલ થઇ પાપા એ અજય વતી સહીં કરી. પાપા એ છતાં પણ સેન્ટ્રલમાં કાગળ લખી રક્ષણ માંગ્યું. એઈમ્સ દિલ્હી દાખલ કર્યા ત્રણેયને સિક્યુરીટીમાં આર્મી કમાન્ડો હતા. હું સતત અજય અને તારી જોડે રહેતી કેમકે ડોક્ટરોએ ના પાડી દીધી હતી કે હવે લીના નહિ જીવે. અમને કોઈને આશા ન હતી કે લીના જીવશે.
“ મેમ એક મીનીટ , એટલું જલ્દી સોદો કરવાનું કારણ ? “
“ સોદો કરવાનું કારણ એક જ હતું અમે ૪૮ ને બદલે ૭૨ કલાક રાહ જોઈ તબિયત બગડતી જ જતી હતી ખાસ તારી સાવ ખરાબ હતી અને આર્મી હોસ્પીટલની એક લીમીટ હોય છે તમને ખબર છે બધુ ન હોય અમારી જોડે. “
“ એટલે અંકલે સોદો કર્યો ......” લોરા બોલી
“ હા બીજો કોઈ રસ્તો હતો જ નહિ. લીનાને અને અજયને એર એમ્બ્યુલેન્સમાં દિલ્હી શીફટ કર્યા. અજયને સુધારો બહુ જ ઝડપથી થતો હતો પણ લીનામાં કોઈ જ સુધારો ન હતો, તારી તબિયત સુધારી ગઈ હતી પણ માનસિક રીતે સાવ ખરાબ હતી. કઈ બોલતો ન હતો ચાલતો નહતો ફક્ત એક ખૂણામાં બેડ પર પડ્યો રહેતો હતો.અજયના ભાન આવ્યા પછી પ્રથમ શબ્દો એક જ હતા “લીના ને કેમ છે ? “ હું એ વખતે બાજુ માં જ બેઠી હતી.
“ હા અજય સારું છે એને એ મળી ગઈ છે ....” એની આંખો પણ પુરતી ખુલતી જ નહતી એને ફરી પૂછ્યું.
“ મારે એને જોવી છે ...”
“ ના હમણાં નહિ ......”
“ ના મારે જવું છે એ બેડ માંથી ઉભો થઇ ગયો. “
“ અજય નહિ તને સારું નથી ............”
“ તું કોણ છે મને રોકવા વાળી મારી લીના થી “ એ ગુસ્સે થઇ ગયો
“ અજય એમ નહિ પણ તું એની હાલત નહિ જોઈ શકે. “
“ કેમ મારે જોવી જ છે ..........” એ બહાર તરફ દોડ્યો.
“ અજય ...ઉભો રે ...........”
“ ના ........” એ ગુસ્સામાં બહાર ધસી ગયો અને છેલ્લે ફસડાઈ પડ્યો.
“ અજય .......મેં ચીસ પાડી .......અજય ..........ડોક્ટર નર્સ ......................” મારી બૂમ સંભાળીને હોસ્પીટલ સ્ટાફ દોડતો થઇ ગયો. અજય બેહોશ થઇ ગયો હતો. ફરી ટ્રીટમેન્ટ ચાલુ કરી.
“ ફોઈ , સજ્જન ડીલ પોતે કરી હતી કે .............”
“ હા એ ડીલ સજ્જનસિંહ એનો ભાઈ અને પાપા પોતે જ હતા. અને સીએમ dgp હતા. સર્કીટ હાઉસમાં થઇ હતી. પાપા એકલા જ ગયા હતા.
“ ઓહ તો તમે છો કેમ ? “ સજ્જન પાપાને જોતા જ બોલ્યો
“ તમે આર્મીમાં છોને .....” દિવાકર બોલ્યો
“ હા કેમ કઈ શંકા છે ? “
“ ના ....” એ બન્ને ભાઈ એ હાથ લાબો કર્યો પાપા એને કઈ જ રીપ્લાય ન આપ્યો.
“ કઈ વાંધો નહિ અમારા હાથ એક દિવસ પકડવો જ પડશે. “
“ મુખ્ય વાત પર આવીશું મારી પાસે બહુ સમય નથી. હું આ લોકો ને કઈ નહિ કરું બસ સિમ્પલ” “ઓહ સીધા મુદા પર મને ગમ્યું “
“ તો અમારી ડીમાંડ એ છે કે એણે મારા ભાઈ સામતને માર્યો છે અમે એને અજયને મારી નાખીશું”
“ સજ્જન થોડું વધારે બોલાય છે. “
“ વધારે નહિ આતો ઓછું છે સીએમ સર વચ્ચે આવે છે નહિ તો .......” દિવાકર બોલ્યો
“ તો તું કરી શુ લઈશ ? “
“ એક મિનીટ સજ્જન ડીલ નક્કી છે તમે એને કઈ નહિ કરો એ કોઈને કઈ નહિ કરે બસ “
“ હા મંજુર છે પણ અમાંરી વિરુધ્ધ કોઈ પણ કેસ નહિ થાય બસ “
“ ઓકે મને મંજુર છે. “
“ હા સજ્જ્નભાઈ માની જાવ બસ ...”
“ ઠીક છે “
એમ કહીને ને પાપા એ એક બૂક માં સહીં કરી બધાએ સહી કરી. પછી પાપા નીકળી ગયા.એના પછી ઓફીસીઅલ સિક્યુરીટી મળી ગઈ પણ પાપાને ડર હતો એટલે એમના કેટલા અંગત માણસોને હોસ્પીટલમાં રાખ્યા હતા. આ બાજુ અજયની લીનાને જોવાની જીદ વધી ગઈ હતી. પાપાના આવ્યા પછી મેં એમેને વાત કરી.
“ પાપા અજયનું શું કરવું ? “
“ કેમ શું કરવું એટલે ? હવે એને ડરવાની કઈ જ જરૂર નથી. કઈ જ નહિ થાય મને એમની દુખતી નસ પકડાઈ ગઈ છે. તું બસ અજયને સારો કરી દે એટલે લીના એની મેળે થઇ જશે. “
“ એ જ તો પ્રોબ્લેમ છે કે અજય મારા થી હેન્ડલ નથી થતો “
“ કેમ ? તારો ફ્રેન્ડ છે તારો ખાસ છે અને છતાં ? “
“ એ લીનાને મળવા જવાની જીદ પકડીને બેઠો છે અને ડોક્ટર એને ના પડે છે કે લીના ની હાલત જોઇને કદાચ અજયની તબિયત બગડી જાય તો ...”
“ એવું ના થાય ડોકટરો ને ખોટો વહેમ છે. એ બન્ને પ્રેમ કરે છે એક બીજાની તાકાત છે એવું નહિ થાય”
“ હા એ વાત સાચી છે પણ .............”
“ તને પણ એવું જ લાગે છે કે અજયને લીનાની મુલાકાત પછી અજયની તબિયત વધારે બગડશે એમ ?”
“ હા ,,, “
“ એવું ન હોય ..તું ચલ મારી સાથે હોસ્પીટલ ....”
“ તમે જમી લો ફ્રેશ થઇ જાવ પછી જઈશું “
“ ના જમવાનું ફ્રેશ થવાનું કેન્સલ “
“ પણ ....”
“ તું પણ ને બણ રહેવા દે ચલ ગાડી કાઢ. “
“ પાપા સાંજ થઇ ગઈ છે ...”
“ તને કીધુ ને તું ચલ હવે .....”
“ ઓકે ...”
અમેં બન્ને બાપ દીકરી વળી પાછા હોસ્પીટલ આવ્યા ગાડી લઈને ....
“ તમારી ગેરહાજરી માં હોસ્પીટલ માં કોણ રહેતું ? “ લીનાએ પૂછ્યું
“ મારી ગેરહાજરી માં પાપાના ખાસ શીવાભાઈ અને પાપાના બોડીગાર્ડ દેવચંદભાઈ રહેતા. “
“ઓકે ....”
“ અમે બન્ને હોસ્પીટલ પહોચ્યા. પાપા સીધા અજયના રૂમમાં ગયા. અજય જાગતો જ હતો. એ પાપાને જોઇને થોડો ખુશ થયો.
“ અંકલ મારે લીના જોડે જવું છે આ લોકો મને જવા દેતા નથી. “
“ ઓકે ચલ આવ ...ઉભો થા ....”
“ ઓકે ...” એ ખુશ થઇ ને ઉભો થવા ગયો પણ એ ઉભો ન થઇ શક્યો.
“ સર એમને લઇ જવાની મનાઈ છે ડોક્ટરની ...” હાજર નર્સ બોલી.
“ હું લઇ જાવ છું ઓકે કઈ જ નહિ થાય. “
“ પણ સર ....મને બોલશે....”
“ કોઈ નહિ બોલે તમે ડોક્ટરને બોલાવીને આવો જાવ “
“ ઓકે “ એ નર્સ ડોક્ટરને બોલાવવા દોડી ગઈ.
પાપા અજયને ઉભો કરીને લઇ ગયા. લીનાના icuમાં એની હાલત બહુ જ ખરાબ હતી. લીનાને બધે નળી મુકેલી હતી ઓક્ક્ષિજન ચાલુ હતો. આખા શરીરનો કોઈ ભાગ એવો ન હતો કે એમાં વાગેલાના નિશાન ન હોય. આખા શરીરે ઘા હતા. બહુ જ ભયકર હાલત હતી. અજય એને જોઇને વળગીને રડી પડ્યો. પાપાએ અમને બધાને ઈશારો કરીને અટકાવી દીધા. એ ઘણા સમય બેસીને વળગીને રડતો રહ્યો. પછી પાપાને હું અંદર ગયા.
“ અજય એ સારી થઇ જશે તું ખાલી તારું ધ્યાન રાખ તું જેટલો જલ્દી સારો થઈશ લીના એ થી વધારે ઝડપથી સારી થશે ઓકે. “
“ હા અજય તું આમ નાસીપાસ થઈશ તો કેમ ચાલશે ? ચલ હવે તું રૂમમાં જઈને આરામ કર ડોકટરે તને રોજ મળવા આવવાની છૂટ આપી છે ઓકે ..”
“ હા ...”
“ હા અજય ચલ ..........”
હું અજયને લઇ ગઈ એનાં રૂમમાં પાપા ડોક્ટર જોડે ગયા મને પણ બોલાવી.
“ શું છે ડોક્ટર હવે ? “
“ અજયની હાલત સ્થિર છે. પણ સુધારો નથી થતો. રીનાંની હાલત બહુ જ સીરીયસ છે બે ઓપરેશનની જરૂર છે.પણ અત્યારે એની હાલત એવી નથી કે અમે કઈ કરી શકીએ. “
“ ડોક્ટર એ સારી તો થઇ જશેને ? “
“ જરૂરી નથી નક્કી પણ ન કહેવાય કેમ કે જે મુજબ હાલત છે એ પ્રમાણે સારા થઇ પણ જાય તો બી માનસિક હાલત કેવી થાય એ જોવાનું છે. એ તો ભાન માં આવ્યા પછી જ ખબર પડે. સો સોરી હું કઈ જ ના કહી શકું અત્યારે તો પહેલા ભાન માં લાવવાના છે સારા કરવાના છે પછી આગળ ખબર પડે. “
“ અજયને થઇ જશે ને “
“ અજય દવા થી જેટલો થવાનો હતો થઇ ગયો હવે એના વિલપાવર પર છે. “
“ ઓકે થેન્ક્સ “
અમે બન્ને બહાર આવ્યા.
“ તને ખબર પડી ગઈ તારે શું કરવાનું છે એ ? “
“ હા અજયને સારો કરવાનો છે પહેલા પછી બીજું બધું “
“ યસ હવે એ કામ તારું ડોક્ટરનું નહિ. “
“ ઓકે “
એના પછી હું રાતદિવસ અજય જોડે જ રહેતી એને હોસ્પીટલમાં ફેરવતી એના કપડા બદલતી. એને લીના પાસે લઇ જતી, બન્ને ની વાતો સંભાળતી. અજયને બુક્સ વાંચીને સંભળાવતી. એમ કરતા કરતા અજય સારો થતો ગયો. પણ એમ કરતા કરતા ખબર નહિ હું અજય તરફ ખેંચાતી ગઈ. પહેલા હું અજય લીના જોડે બેસતી વાતો કરતી પણ ધીમે ધીમે મને લીના ની હાજરી ખટકવા લાગી. હવે સારું થયા પછી અજય વધારે સમય લીના જોડે રહેવા લાગ્યો. એની જોડે વાતો કરતો એને ચેન્જ પણ કરવા લાગ્યો. અજયના પ્રેમ ના અનુભવ પછી એને સારું થવા લાગ્યું. લીના ભાનમાં આવી ત્યારથી લઈને બે ઓપરેશન થયા. લીના હવે ચાલવા લાગી હતી.મારા માટે એ બન્ને જોડે બેલેન્સ રાખવું બહુ જ મુશ્કેલ થતું જતું હતું. અચાનક અજયે એક દિવસ ધડાકો કર્યો
“ અંકલ મેં એક વિચાર કર્યો છે. “ અજય કહ્યું
“ શું બોલને બેટા “
“ હું લીના સાથે લગ્ન કરવાનો છું. ઇન ફેક્ટ કરવા છે હોસ્પીટલ માં જ “
“ બહુ જ સરસ બેટા પણ હોસ્પીટલમાં મંજુરી મળશે ? “
“ સર સોરી હું તમારા બધાની વાત સંભાળી પણ અજયભાઈ કેટલાક ખુલાસા કરવા પડશે. “
“ શું ડોકટર કરો ને ...? “
“ એ જ કે લીના કેટલું જીવે નક્કી નથી બીજું કે એ કોઈ દિવસ શારીરિક સંબધ નહિ બાંધી શકે બીજું કે એ માં નહિ બની શકે. એ જીવશે તો એનું જીવન નરક થી વધારે ખરાબ હશે. ખાવામાં પીવામાં બધી રીતે એને તકલીફ પડશે. “
“ એ જીવશે મારી જોડે મારી પત્ની બની ને માં ન બને તો શું થયું આ તો છે અમારો દીકરો “
“ હા અજય ...” પાપા બોલ્યા.
“ પાપા ઓપરેશન પછી અને હોસ્પીટલ થી આવ્યા પછી હું લગન કરી લઈશ. “
“ હા બેટા સ્યોર ...”
“ ઓકે ...” હું ચુપચાપ બાપ દીકરાની વાતો સંભાળતી હતી બહાર જઈને હું એટલું રડી કે ના પૂછો વાત. અજય બીજા દિવસે તને લીનાના ખોળામાં રમતો મુકી દીધો. એ પછી લીનાની તબિયત વધુ ઝડપે સુધરી.
લીના ઘરે આવી ગઈ. દિલ્હી અમારા ક્વાટર્સમાં ત્યાર પછી એને અમદાવાદ લઇ આવ્યા. ત્યાં અજયે લગન કર્યા. હું લગનમાં હાજર ન રહી. બધી વાત ની ખબર પાપાને હતી. પાપાએ મને અમદાવાદ ગયા ત્યારે બોલાવી.
“ મને ખબર છે તારા મગજ માં શું ચાલે છે ? “
“ હા હું અજયને પ્રેમ કરવા લાગી છું “
“ તું પાછી જતી રહે એ તારા માટે સારું હું તને આં રીતે નથી જોઈ શક્તો. મહેરબાની કરીને તું જતી રહે. તારી પ્લેનની ટીકીટ સમાન અને તારા પેપર્સ તૈયાર છે “
“ એટલું જલ્દી ? “
“ હા અજયને ન કહેતી કે ના મળતી ઓકે ...”
“ હા “ હું ચુપચાપ બીજે દિવસે ત્યાં થી નીકળીને પ્લેનમાં બેસીને દિલ્હી આવી ગઈ. આ બધાની વચ્ચે હું ips માંથી કાઢી દેવામાં આવી હતી હાજર ન રહેવા બદલ. હું દિલ્હી આવી ગઈ મેં ફરી પરીક્ષા પાસ કરી આર્મી જોઈન કરી અને પપ્પાની મદદથી ઇન્ટેલ. એ પછી અજયની ઇન્ક્વાયરી થઇ જેમાં અજયને દોષિત ઠરાવમાં આવ્યો એને એક પોસ્ટ નીચે ઉતારી દેવામાં આવ્યો. પાપાના પ્રયત્નોથી એને બીજે પોસ્ટીંગ પણ મળી ગઈ. પણ એક વાત છે એ લોકોએ તારામાં ઝીંદગી જોઈ છે પણ તું એમાં ખરો નથી ઉતર્યો.
“ હા ફોઈ સાચી વાત છે ....” વિજયની આંખમાં આંશુ હતા.
“ તમારા ફોઈ ભત્રીજાનું ચાલુ થાય એ પહેલા પૂછી લવ....... ફોઈ તમે અને અજયભાઈ ફરી ક્યારે મળ્યા અજયભાઈ ને ખબર પડી કે તમે એને પ્રેમ કરતા હતા ભાભીએ એ વિષે કઈ કહ્યું તમને,,,? “
“ પાપા એ અજયના લગ્ન થઇ ગયા પછી બોલાવીને બન્નેને બેસાડીને એ વાત કહીં હતી. એ વખતે લીના એ એટલું જ કહ્યું હતું મને ન જીવાડી હોત તો વધારે સારું થાત. પાપાએ લીનાને એ વાત પર લાફો મારી દીધો હતો. બહુ જ ગુસ્સે થયા હતા એ. અજય બનેને માંડ સમજાવ્યા હતા.આ વાત તમને બન્ને એટલા માટે કહી કે અજય લીના બને મુશ્કેલીમાં છે. એટલે જ મારે ગુસ્સામાં આ બધું કરવું પડ્યું.
“ મેમ પહેલા તો તમે રિલેક્ષ થઇ જાવ ....તમેં બન્ને બેસો હું ચા બનાવું છું. અને હા હું કોઈ સંસ્થાનો હિસ્સો નથી. એટલે બહુ ચિંતા ન કરો. “
“ ઓકે તું ચા બનાવ જ ફટાફટ ...”
“ ફોઈ હવે ભાભી ભાઈ ક્યાં છે ? “
“ બન્ને જેલમાં છે અને કોઈ ને મળવા દેવામાં આવતા નથી. કદાચ આ મહિનાના અંત સુધી ટ્રાયલ પૂરી થઇ જશે તો આજીવન કારાવાસ મળી જશે. “
“ ક્યાં કેસ માં ? “
“ મની લોન્ડરિંગ પૈસાની હેરફેર ખોટી કમ્પની ખોલી ને બેંકને છેતરવામાં ખોટી રીતે મકાન લેવામાં ભાઈ ઉપર એક ખોટા એનકાઉનટર માટે લાંચ લેવા માટે અને કર્મચારીઓને હેરાન કરવા માટે... “
“ આ પુરાવા ?? “
“ પુરાવા સાક્ષી બધું જ છે સાબિત પણ થઇ ગયું છે ... ખાલી સજા સાંભળવાની બાકી છે આ મહિના ની ૩૦ તારીખે ...”
“ એટલે માત્ર ૨૦ દિવસ છે એમ ??? “
“ હા માત્ર ૨૦ દિવસ ..આજને બાદ કર તો ૧૯ “
“ કઈ રીતે થશે? “
“ થઇ જશે બનેને પહેલા ચા પીંલો નાસ્તો કરી લો ...લો ............” બનેને ચા આપી નાસ્તો આપ્યો.
વિજયની આંખોમાં હજુ ચિંતા અને ખોટું કર્યાની લાગણી ચહેરા પર ચોખ્ખી ખબર પડતી હતી. આ બધું સાંભળ્યા પછી લોરા પણ થોડી ચિંતાતુર થઇ ગઈ. ઝીનલના ચહેરા પર એક અનોખી ચમક હતી.
“ તમે બન્ને કેમ આભ તૂટી પડ્યું હોય એવી રીતે થઇ ગયા ? “
“ ના મેમ એવું નથી પણ વિચારીને જ કઈક થઇ જાય છે કે આટઆટલું સહન કર્યા પછી પણ પરિણામ કઈ જ નહિ. શું વીતતી હશે એ બન્નેના મનમાં જેમણે આટલું બધું સહન કર્યું ખરેખર સલામ છે એ બનેની ઝીન્દગીને ખરેખર ....”
“ હા એતો છે બીજી આશ્ચર્યની વાત કહું ...”
“ હા ,,,,”
“ આટલું બધું થયું છતાયે લીના અને અજય નો ઈશ્વર પ્રત્યે જરા પણ ભાવ ઓછો નથી થયો. મારી ઈશ્વર પર શ્રધ્ધા ઉતરી ગઈ એ લોકો ની ઉતરી ગઈ. “
“ મને એમ થાય છે કે મેં જે સહન કર્યું એ ૧ ટકા પણ નથી આ લોકો ની સામે...”
“ ના તારી જગ્યાએ તું બરાબર છે....”
“ ના પણ .............”
“ હવે મૂળ વાત કરીએ તો કેવું રહેશે ....? “ વિજયે બન્નેની વાત કાપી નાખી.
“ હા બોલ તું શું કહેવા માંગે છે ...” ઝીનલ બોલી
“ હવે પ્લાન છે કઈ તમારા મગજ માં કે નહિ ? કે ગોઠવવા નો છે કઈ ? “
“ ના હજુ કઈ ગોઠવ્યું નથી. ગોઠવવાનું છે. અને એટલે તો અહી આવી છું ..”
“ વીજુ આપણને એક વકીલ જોઇશે પહેલા ભાઈ ભાભીને જેલ ની બહાર કાઢવા માટે ....એક સારો મજબુત વકીલ કેમ કે કેસ સ્પેસીઅલ કોર્ટ માં ચાલુ છે. એના વકીલ આર જી નિગમ છે બહુ જ ખતરનાક છે....” લોરા બોલી
“ હા લોરા બિલકુલ સાચી વાત પણ ભાભી ને ભાઈ ને બહાર કાઢવા અને બહાર કાઢીને રાખીશું ક્યાં એ પણ એક સવાલ છે ...” બન્નેની સામે જોઇને ઝીનલ બોલી
“ હા એ બહુ જ અઘરો સવાલ છે ...” વિજય બોલ્યો
“ એક ઉપાય છે શ્વેતા જેલમાંથી છૂટી જાય તો એ લોકો ને શ્વેતા સંભાળી લે બાકી નું આપડે સંભાળી લઈશું.” લોરા બોલી
“ લોરા ડાર્લિંગ બધા કેસનો વકીલ એક જ નિગમ અને એ સજ્જનનો ખાસ છે અને એ લોકો જોડે કાયદા મંત્રાલય છે. એટલે આપડે એક એવી વ્યક્તિ ઉભી કરાવી પડે કે રાજકીય રીતે બધી રીતે મજબુત હોય. અને એવી વ્યક્તિ એક જ છે હાલ મારી નજરમાં અલોક રીતિકા એ બંને ......”
“ હા મેમ એ વિજયના ફ્રેન્ડ બી છે , અલોક ભાભીને માંથી વધારે માને છે.વિજય શું કહે છે ? “
“ ના એ મદદ ન કરે ....રીતિકા પહેલે થી જ ભળતી ન હતી હવે થોડી મદદ કરશે. ન કરે મને નથી લાગતું ...”
“ વિજય છેલે જે થયું એ ભૂલી જઈને કરવું પડશે અપની પાસે માત્ર ૧૦ દિવસ જ છે. “ ઝીનલ
“ હા વીજુ આપડે રૂબરૂ જઈશું માનવા તો પડશે મનદુઃખ તો થાય એમાં ન હોય ...” લોરા
“ હા વિજુ આપણે પહેલા એ બંને જોડે જવું પડે તો જ કામ થાય આગળ હવે ...” ઝીનલ
“ એક કામ કરીએ તો પહેલા શ્વેતાને મળી લઈએ તો ...?” વિજય બોલ્યો
“ ના ત્યાં પૂરેપૂરું નેટવર્ક છે આપણે પહેલા વકીલ નો મેળ કરીએ ત્યાંર બાદ શ્વેતાને છોડાવી લઈએ ત્યાર બાદ બીજું કરીશું .શું કહો છો લોરા ? “
“ હા ,..મેમ તમારી વાત સાચી છે પણ જે કરવું હોય ઝડપથી કરવું પડશે. આપણી આજુબાજુ શેડો છે. કોઈને ખબર ન પડે એમ જ ......આખું તંત્ર આપણી સામે છે. “ લોરા બહુ જ ગંભીરતાથી બોલી.
“ હા .....પણ આપણે ક્યાય સંકળાવું થવું જ નથી પછી ક્યાં કોઈને ખબર પડે. જે કરશે એ રજત શ્વેતા અને અલોક કરશે. આપડે અંદર થી કામ કરીશું આગળ રજત આલોક ને કરીશું. “ ઝીનલ બોલી.
“ પણ એ લોકો માનશે.? “ વિજય આશ્ચર્ય થી બોલ્યો.
“હા માનશે બસ તું જોતો જા...” ઝીનલ બોલી
“ છેલ્લે જે થયું એ પછી .....મને નથી લાગતું એ મદદ કરે ...” વિજય નિરાશામાં બોલ્યો.
“મેમ પ્લાન શું છે એ કહો ,,,,હવે સમય બિલકુલ નથી.” લોરા બોલી.
“ પહેલા તમારે બન્ને રજત ને શોધવો પડશે એને તમામ હકીકતની જાણ કરવી પડશે, સાથે સાથે અલોક ને પણ મનાવો પડશે. હું યુનિટમાં નજર રાખીશ. “
“ હું રાજીનામું પાછું ખેંચીને યુનિટમાં પછી જાવ તો ,,,?”
“ લોરા, એ વાત બિલકુલ સાચી છે ...એનાથી ઘણી મદદ મળશે. “
“ એના માટે લોરા તારે વિજય ને પકડીને હાજર કરવો પડશે એ તો જ થશે કેમ કે એ લોકો તમને બન્નેને શોધે છે. એના પહેલા તમને અલોક અને વિજયને મળીને આગળ વધો. રજત હાલ અમેરિકા છે. એ મહિના પછી આવવાનો છે પત્ની સાથે. “
“ તો પહેલા અમેરિકા જવું પડશે. “ લોરા બોલી
“ વિજય તું અલોક ને મળીને એને મનાવ અને લોરા તું હાજર થઇ જા અને અમેરિકા જા રજત ને મનાવ. ઓકે ,,,”
“ ઓકે . “
“ પણ મને તો ચાલતું નથી ,,,” વિજય બોલ્યો
“ નકામી વાતો ન કર તૈયારી કર તારે નીકળવાનું છે આંજે રાતે એક વાદળી રંગની ગાડી આવશે. લોરા કાલે તું હાજર થઇ જઈશ. “
“ઓકે ,....મેમ “
“ વિજય તું પણ તૈયાર થા હું જાવ છું તમારે મારો સંપર્ક કરવાનો નથી હું તમારો કરીશ. “
“ ઓકે .....”
“ ફોઈ ભાઈ ભાભીને મારી યાદ આપજે ...”
“ ના એ તું જાતે જ આપી દેજે ....ચલ હું જાવ ....” વિજય નાના બાળક ની જેમ રડી પડ્યો,
“ તને ખબર છે તું નાનો હતો ને ત્યારે તને શોધીને લઇ આવ્યા ત્યારે મને તું બિલકુલ ન તો ગમતો પણ પાપા નો લાડકો હતો ....ચલ ચિંતા ન કર મને કઈ થશે ન થશે કોઈને કઈ જ નહિ થાય ઓકે ...તું મજબુત થા અને લડ “ એને આંસુ લૂછ્યા પોતાના અને વિજયના આંસુ લૂછ્યા. લોરાને ઈશારો કર્યો એને સંભળાવવા માટે .....લોરાએ એ હળવે થી એને પકડ્યો.
“મેમ , તમે જો વિજયનું કીડનેપીંગ કર્યું તો હેડને કઈરીતે ખબર પડી ? “
“ એમાં વાત એમ છે કે કીડનેપીંગનું પ્લાન તો એ હેડનો જ હતો વિજયને લઇ પણ એ જ ગયા હતા પણ રસ્તામાંથી મેં ગાડી આંતરીને મેં લઇ લીધી એ લોકોને ખબર પણ ન પડી. એ લોકોને બહુ મોડી ખબર પડી અને એ લોકો ને ખબર પડી જ ગઈ હતી એટલે તો ચુપચાપ તને સોપી દીધો એ લોકોને એમ જ છે કે હું તમને બન્ને ને મારવા નીકળી છું “
“ એટલે એ લોકો શાંતિ થી બેઠા છે એમ “
“ હા વિજય મને મુલાકાત આપત તો આ ઘટના ઘટત જ નહિ,, ખેર જે થયું એ હવે તમે જે કરો બહુ જલ્દી કરજો ઓકે હું જાવ છું ઓકે “
ઝીનલ જેમ વીજળીને આવી હતી એમ જ જતી રહી.
“ વિજય તે બહુ જ મોટી ભૂલ કરી છે યાર ,તને દુખી નથી કરતી પણ યાર એ હકીકત છે જે ભાભી ભાઈ એ આટલું કર્યું અને તું ખરેખર .....હવે જે થયું એ પણ હવે એ લોકોને બચાવવા જ જોઈએ ગમે તેમ કરીને.....”
“ હા .....” વિજય ચોધાર આંસુ એ રડી રહ્યો હતો.
“ અરે સોરી મારો મતલબ એ નહતો .........” લોરા વિજયના બાજુમાં બેસી. વિજય લોરા ને ભેટીને રડી પડ્યો.
“ બસ હવે ઉઠ લડવા નું છે ,,,,,આમ છોકરીને રડીશ તો કેમ ચાલશે? ‘
“ મને ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થયું છે મને સમજતું નથી કે ક્યાં અર્થમાં માફી માંગું “
“ કઈ નથી કરવાનું હવે એ લોકોને કેમ છોડવવા એ વિચારવાનું છે. બસ ચલ હવે શું કરવું છે એ નક્કી કરીએ. “
“ હા “
“ આપણે રાતે અલોક અને રીતિકા જોઈ જઈશું ...એને મળવા ....”
“ પણ લોરા એના ઘરે જવું જોખમી નહિ હોય ? “
“ હા હશે , પણ એ લોકો આપણા શહેરમાં જ છે ....કોઈની પાર્ટીમાં છે ...તને ખબર છે રીતિકાને પાર્ટી બહુ જ ગમે છે”
“ હા , ઓકે તો ચલ આમેય ૧૧ થયા છે ચાલો જઈએ “
“ હા ચલ “
બન્ને પાર્ટીમાં ગયા. પાર્ટી બહુ જ મોટી હતી. લોરા અલોક જોડે જઈને કપલ ડાન્સ કરવા ગયો. વિજય રીતિકા જોડે ગયો.
“ હાય રીતિકા કેમ છે ? “ વિજય બાજુમાં જઈને કહ્યું.
“ કોણ ? ? “
“ લે ભૂલી ગઈ ??”
“ ના માફ કરશો પણ તમને ઓળખ્યા નહિ. “
“ ખરેખર ....? “
“ વિજય ,....યાદ આવ્યું ....”
“ તું તમે ....તમે તો .....??? “
“ હા હું વિજય અલોક નો ભાઈ ફ્રેન્ડ કેમ છો ? “
“ તમે અહી .....”
“ હા “
“ મારે તમારી મદદ જોઈએ છે ....તમારી તમે વકીલ છો તમારે શ્વેતાનો કેસ લડવાનો છે અને એને છોડવાની છે. “
“ હું શું કામ લડું ? “
“ તમે એટલે કે તમે નિગમના નીચે કામ કર્યું છે એને હરાવી શકો છો એટલે “
“ ના એ શક્ય નથી ...”
“ આ મારો નંબર છે કાલે આના પર મને ફોન કરજો બાકી તમારા પપ્પા જેલ માં જઈ શકે છે યાદ છે તમારી કેમિકલ ફેકટરીમાં આગ લાગી હતી ૪ મજુર મારી ગયા હતા તમે કેસ રફેદફે કરી દીધો હતો એના ફોટા છે મારી પાસે સાક્ષી છે પુરાવા છે ..”
“ એના ૭૦ ટકા શેર અલોકના છે ...એ જેલમાં જશે “
“ ભલે જાય પહેલા તારા પપ્પા જશે કેમ કે એ વખતે એ હતા ઓકે ...બોલ શું કરીશ મને ફોન કર પાર્ટી પૂરી કરીને. “
આ બાજુ લોરા અલોક પાસે ગઈ ...
“ હાય હેન્ડસમ ..” .લોરા બહુ જ મોર્ડન ડ્રેસ પહેર્યો હતો એના રૂપ જોઇને અલોક અંજાઈ જ ગયો
“ યસ “
“ શું આપણે ડાન્સ કરીએ ? “
“ હા ...” લોરા એ ડાન્સ કરીને એને આંજી દીધો.
“ હેન્ડસમ , મારી જોડે આવીશ ...”
“ હા ....”
બન્ને બહાર નીકળી ગયા. લોરા એને એના સેફ હાઉસ પર લઇ આવી. અને વિજય રીતિકાને. બન્ને એકબીજાને જોઇને ચોંકી ગયા.
“ હાય , કેમ છો બન્ને ?? “
“ વિજય .......” બન્ને લગભગ એક સાથે બોલ્યા.
“ હા , સોરી અમારે આ રીતે નહતું મળવું પણ સમય નથી. “ લોરા બોલી
“ આ મારી હેડ છે લોરા , તમે બન્ને એ સમાચારમાં વાંચ્યું જ હશે કે મારા પર દેશદ્રોહ છે ભાઈ પર છે ભાભી પર છે શ્વેતા જેલ માં છે ... મારે શ્વેતા ને છોડાવી છે એમાં નિગમ વકીલ જોડે રીતિકા એ કામ કર્યું છે એટલે એની નીતિરીતી થી અવગત છે . મને હેલ્પ જોઈએ છે બસ “
“ એ કામ રીતિકા તું જ કરી શકે છે .. “ લોરા બોલી
“ હું જ શું કામ ? “ રીતિકા ગુસ્સામાં બોલી
“ જો તમે બન્ને નહિ કરો તો કેમિકલ ફેકટરીમાં જે અકસ્માત થયો હતો એમાં જે મોત થયા એ ફોટા હું જાહેર કરી દઈશ. “ વિજય બોલ્યો.
“ હા અમારી પાસે પુરાવા છે “ લોરા બોલી .
“ હું ના પાડું તો “ અલોક બોલ્યો
“ તો કાલે સવારે સમાચાર માં આ ફોટા તમે બન્ને જેલ માં ઓકે “ વિજય બોલ્યો.
“ તું ભાગેડુ છે એ ખબર છે તને “ રીતિકા બોલી.
“ હા છું ડાર્લિંગ ,હવે તો તમે બન્ને રાજસ્થાન હાઇકોર્ટ જશો જમાનત કરશો.”
“ બન્ને નહિ રીતિકા એકલી જશે એની જોડે મારો એક માણસ જશે. રીતુભાભી તું નહિ જાય તો આને ઉપર .....ઓકે ....” અલોક સામે બંદુક તાકી લોરા એ.
“ હું ન જાઉં તો .....? “ રીતિકા ફરી બોલી.
“ તું નહિ જાય તો તારા પતિ તારા માં બાપ તારી ફેક્ટરી બધું સાફ એવી રીતે થશે કે કોઈને કઈ મળશે પણ નહિ. “ લોરા બોલી.
“ ચાલો રીતિકા જી ઉભા થાવ,,,, “ વિજયે કહ્યું.
“ તમે પણ ચાલો મિત્ર ....” લોરા આલોકને કહ્યું.
રીતિકાને એક ગાડીમાં બેસાડી. “ રીતીકા મારી લાજ હવે તારા હાથમાં છે એટલું યાદ રાખજે “ વિજયે કહ્યું.
“ સોરી , અલોક અમારે તને હેરાન નહતો કરવો પણ બીજો ઉપાય નહતો. હું લોરા “
“ મને ખબર નથી પડતી શું કહું ? “
“ કઈ જ નહિ તમે ચુપચાપ આ ગાડીમાં બેસી ઘરે જાવ અહી રહેવું સેફ નથી. તમે રીતીકાને કહેજો કે એ અરજી સીધી ના આપે કોઈના દ્વારા આપે “ લોરા બોલી.
“ ઓકે , હું હમણાં જ સીટી છોડી ને અમદાવાદ જ જઈશ ઓકે “
“ હા , “ ગાડી સીધી એરપોર્ટ પર ગઈ.
વિજય અને લોરા બન્ને અંદર આવ્યા.
“ તમે લાગે છે કે આ લોકો કઈક કરશે ? “ લોરા બોલી.
“ હા કરશે ....મને આશા છે બાકી ઉપરવાળા પર ....”
“ મેમ છે સંભાળી લેશે હવે અમેરિકા જવાનું શું કરીશું મોર્નિંગ ફ્લાઈટ છે ચલ તૈયાર થા હવે મોડું કરવું પોસાય એમ નથી. “
“ ઓકે .. ચલ ,,, “
“ આ તારો પાસપોર્ટ છે એલેક્ષ જોન અને હું વિયેના તારી પત્ની આપણે અમેરિકન સીટીઝન છીએ એક અઠવાડિયા માટે ફરવા આવ્યા હતા. ઓકે “
“ ઓકે ...”
બન્ને અમેરિકન કપડામાં તૈયાર થઇ ગયા. પણ એરપોર્ટ પર ના થવાનું થઇ ગયું. બન્ને વિશેષ તપાસ માટે રોક્યા.
“ સર , મારે અમેરીકન એમ્બેસી ફોન કરવો પડશે. “ લોરા બોલી
“ તમે કરીલો પણ જવા નહિ મળે ....” અધિકારી મક્મતાથી બોલ્યો.
“ ઓકે તો જોઈ લો ...પરિણામ ...” લોરાએ એક ફોન લગાડ્યો એનાં પછી તો જાણે એરપોર્ટ પર ધમાલ મચી. પોલીસની ગાડી છેક વિમાન સુધી મુકવા આવી. વિમાનમાં બેઠા પછી,
“ તે ફોન કોને કર્યો હતો એ તો કે ....” વિજય બોલ્યો
“ મેં અમેરીકન વ્હાઈટ હાઉસમાં ....મારા એક એજેન્ટને ...એણે સીધો વિદેશ મંત્રાલય ફોન કરવ્યો કે એની બહેન બનેવીને રોક્યા છે. “
“ વાહ ....”
“ હવે આગળ શું એ વિચાર્યું છે ? “
“ ના એટલું છે કે રજત ને લઇ આવવાનો છે બસ.”
“હા ...થશે કઈક” બન્ને સુઈ ગયા કેમ કે પંથ લાંબો હતો.
રજતને શોધવોએ ગંજીફામાંથી સોય શોધવા બરાબર હતું. લોરાના મિત્રો એ એને શોધી કાઢ્યો. બન્ને એરપોર્ટ પર ઉતર્યા. ઐરપોર્ટ પરથી ટેલિફોન બૂથમાંથી ફોન કર્યો.
“ શું થયું ? આટલી નિરાશ કેમ છે ? “
“ તું સાંભળીશ તો તું પણ શોક થઇ જઈશ ..”
“ શું થયું ? “
“ રજત ઇન્ડિયા ગયા છે આજે જ આપડે અહી આવ્યા અને એ ઇન્ડિયા ગયા ...”
“ ઓહ , હવે ... “
“ પાછા , એ તમારા ટાઉનમાં જ જવાના છે. “
“ ઓહ હવે ....ફરી ...”
“ હા ...આરામ કરવો છે કે પછી જવું છે બે કલાક પછી ફ્લાઈટ છે સીધી અમદાવાદની “
“ જગ્યા થઇ જશે ? “
“ હા થઇ જશે તું કે તો વાત કરું આરામ કરવો છે કે ? “
“ ના જેટલું જલ્દી જવાય એટલું જવું છે બસ ,...”
“ ઓકે તો પછી બેસ હું વાત કરી લવ , ચલ તું બેસ હું ટીકીટનો મેળ કરી લવ ચલ. “
“ ઓકે હું આવું ? “
“ ના તું બેસ ,,,,”
“ ઓકે હું આવી હમણાં ...ઓકે ...” એ સમાન વિજય પાસે મૂકીને લોરા ગઈ. લોરાએ બધી ફોર્માલીટી પતાવી.બન્ને ફરી અમદાવાદ ગયા.
“ ડીયર , આપણે થોડીવાર આરામ કરી લઇએ તો ? “ વિજય બોલ્યો.
“ ઓકે કોઈ જગ્યા? મારા માટે તો આ નવું છે જુનું તારું છે “ લોરાએ વિજય સામે જોઇને કહ્યું.
“ ઓકે , હોટેલમાં જઈએ ..” વિજયએ કહ્યું.
“ ઓકે “લોરા શાંતિથી બોલી. બન્ને એરપર્ટ પરથી હોટેલ જવા ગાડી લઈને રવાના થાય એટલામાં લોરાને એક ચિઠ્ઠી કોઈ આપીને જતું રહ્યું. મેસેજ કોડમાં હતો.
“ વરરાજો હાજર છે ..” એનો અર્થ એ હતો કે રજત હાજર છે.
“ ડીયર આરામ કેન્સલ . “ લોરા બોલી
“ કેમ ? “ વિજય
“ મળી ગયું છે ...” લોરા
“ શું ? રજત ? “ વિજય
“ હા “ લોરા
“ તો પછી ચલ ,,,,” વિજય
“ તને સારું લાગે છે ને “ લોરા
“ મારું જે થવું હોય એ થાય. પણ રજત મળવો જરૂરી છે ચલ “ વિજય બન્ને ગાડી લઈને રજત છે એ જગ્યાએ મંદિર તરફ ગયા.મંદિરના પાર્કિંગમાં ઉતરતા જ વિજયે સફેદ રંગની ઈનોવા રોકી. રજત અને વિજય બન્નેની નજર પડી એકબીજા પર રજત ગુસ્સામાં ઉતર્યો. ઉતરતા સાથે જ રજતે બે ચાર લાફા ઠોકી દીધા. વિજય એનો કઈ જવાબ આપી જ ના શક્યો. લોરા પહેલીવાર અસહાય જોઈ રહ્યી હતી. એ કઈ કરે બોલે એ પહેલા જ ભારેખમ અને દુખી અવાજ સંભાળ્યો.
“ તું આટલા સમય પછી આજે આ રીતે મને મળવા આવે છે ? સહેજે શરમ ના આવી તને ? “
“ મારી વાત તો સંભાળ ...”
“ શું સંભાળું ? શું કહું ? એક દિવસ પણ તને યાદ ન આવી ? “ ફરી એક લાફો માર્યો.
“ તું શાંતિ થી મારી વાત સંભાળીશ ? “
“ શું સાંભળુ ? મારે કઈ સાંભળવું જ નથી ? “ એમ કહીને વિજયને બરાબર પકડી લીધો.
“ રજતભાઈ તમે શાંત થાવ આપણે શાંતિથી બેસીને વાત કરીએ ? “
“ ઓકે ચાલો ...” રજતે લોરાના હાથમાં ઓટોમેટીક પિસ્તોલ જોઈ , જે એની ટી શર્ટમાં સંતાડેલી ગન દેખાય એ રીતે રાખી. ગન જોતા જ રજત થોડો ઠંડો પડ્યો.
“ રજતભાઈ આ ગાડી તમારી ગાડીમાં નહિ તમારી ગાડી જવાદો ઓકે “ લોરાએ શાંતિ થી દરવાજો ખોલતા કહ્યું.
“રજત , બેસ ...” વિજય અને રજત પાછળ બેઠા લોરા ગાડી ચાલુ કરી. રજતે પોતાની ઈનોવા જવા દીધી.
“ સોરી વાગ્યું તો નથી ને ...જરા ગુસ્સામાં વધારે મરાઈ ગયું. “
“ સોરી તો મારે કહેવુ જોઈએ ... “
“ તું ક્યાં હતો ? અહી કેમ અચાનક ? “
“ હું એક અલગ જ દુનિયા હતો . કાચની દુનિયામાં તૂટી ગઈ. “ વિજયનો અવાજ રૂંધાઇ ગયો.
“ શ્વેતા ક્યાં છે ? “
“ મને ખાસ નથી ખબર પણ એ જેલમાં છે “
“ ખરેખર , તને શ્વેતા વિષે નથી ખબર ? “
“ ના મને કોઈની કઈ જ નથી ખબર અલોક ? “
“ હું અલોક બન્ને એકબીજાના સંપર્કમાં છીએ પણ બહુ નહિ વાત થઇ જાય છે એના ફોન થી તો હું ભારત આવ્યો. “
“ શેનો ફોન ? “
“ એ જ કે શ્વેતા જેલમાં છે . એને છોડવાની છે તારી કોઈ માહિતી ન હતી. “
“ હું શ્વેતા માટે જ તને મળવા આવતો હતો.”
“ તો તમે અમેરિકા જઈને આવ્યા? “
“ હા ત્યાંથી તો ખબર પડી કે તું ભારત છે એટલે તો અહી આવ્યા. “
“ ઓકે ,,,”
લોરાએ ગાડી એક અજાણ્યા મોટા બંગલા પર ઉભી રાખી,
“ ચાલો અંદર જઈશું.. “
“ ઓકે ,,રજત ચલ ...”
બન્ને એકબીજાને હાથમાં હાથ નાખીને અંદર ગયા. અંદર ગયા તો અંદર દ્રશ્ય કઈ અલગ જ હતું. બન્નેના અંદર જતા જ શ્વેતા બન્ને વળગી પડી રડી પડી એ પણ ધ્રુસકે ધ્રુસકે , ત્રણેય રડી પડ્યા.
“ બસ હજુ મને એકલો પડશો ને ??? “ અલોક બોલ્યો.
“ તને કોણે રોક્યો છે ? “ વિજયે એને આવવા ઈશારો કર્યો. અલોક પણ વળગી પડ્યો.
કેટલાય સમય સુધી ચારેય રડતા રહ્યા. લોરા ચારેયને જોઈ જ રહી. એને થયું કે જાણે વરસો પછી ખોવાયેલા ભાઈ ભેગા થયા હોય.
“ આ કોણ છે ? “ અલોક છુટા પડતા બોલ્યો. છુટા પડતી વખતે અલોકનો પગ વિજયને વાગ્યો. વિજયની ચીસ નીકળી ગઈ.
“ વીજુ ....શું થયું ? “ લોરા દોડી. પડતા વિજયને સંભાળતા બોલી “ તને ખબર છેને હજુ સારું થયું નથી તને , કેમ ભૂલી જાય છે ? મેં તને ના પડી હતી કે તું આરામ કર... બેસ ... “ વિજયને બેસાડી દીધો.
લોરાનું આ રૂપ જોઇને સૌ કોઈ આશ્ચર્ય સાથે જોઈ રહ્યા.
“ શું થયું ? વિજય તને “ શ્વેતાએ લોરાઅને વિજયને મદદ કરીને વિજયને બેસાડ્યો સોફા પર.
“ બસ કઈ નહિ , વીજુને એ જગ્યાએ વાગ્યું હતું એને સારું નથી થયું ...” લોરા બોલી.
“ વીજુ ...??????????ઓહ વીજુ ????” રજત વિજય લોરા બનેની બાજુમાં બેસતા બોલ્યો.
“ તમારા આ શું છે ? “ અલોક લોરા સામે જોઇને બોલ્યો.
“ અમે ફક્ત સાથે કામ કરીએ છીએ છેલ્લા ૬ મહિના થી એટલે નામમાં બોલવામાં આ તો હોય ને ? “ લોરાએ પરિસ્થતિ સંભાળતા કહ્યું.
“ સાથે છીએ એટલે બોલવામાં તો હોય ને આવું અમેય હું એકલો છું એટલે .,. “ વિજયે લોરાનો બચાવ કર્યો.
“ બેસો તમેં બધા હું ચા પાણી નાસ્તાનું કઈંક કરું છું.. “ લોરા ત્યાંથ છટકી.....
“ વીજુ ???? શું છે આ બધું ....?? “ શ્વેતા બાજુમાં બેઠી.
“ હા વીજુ ,,,,,” અલોક બોલ્યો.
“ બસ હવે કામ ની વાત કરીએ ?? “ વિજય વાત ફેરવતા કહ્યું,
“ હા કામની વાતમાં મને વાંધો નથી ...” શ્વેતા હસતા કહ્યું.
“ હા ,...અમેય રોમાન્સ કરતા કરતા ઘણો સમય થયો ..” રજત બોલ્યો. વિજયની આંખમાં શરમ સ્પષ્ટ દેખાતી હતી.
“ મુકો હવે એને , ભાભી ભાઈને કઈ રીતે છોડાવવા એનું કરો ને ...” અલોક બોલ્યો.
“ હા ,,,” વિજય બોલ્યો.
“ વિજય એ તો કહે આ રૂપ નો કટકો ક્યાંથી લઇ આવ્યો છે ? “ શ્વેતાએ ખભામાં હાથ મુકતા કહ્યુ
“ અમે તને છોડવવાના મિશનમાં સાથે હતા. બસ ત્યારથી જોડે છીએ....” વિજયે ત્યારપછી પોતે ઘર છોડ્યું ત્યારથી લઈને હાલ સુધીની તમામ વાતો કરી.
“ આલોક , તે ક્યારે લગ્ન કર્યા ક્યાં સેટલ છે ? “
“ કોલેજ પૂરી કર્યા પછી મને રીતિકાના પપ્પાએ મને કંપનીમાં જોડાવવા ઓફર કરેલી પણ મેં ના પડી હતી પણ તે દિવસે રાતે જે થયું એના લીધે મારું મન વ્યથિત હતું. મને ખબર જ નહતી પડતી. શું કરવું કે શું નહિ ? રીતિકાના પપ્પાએ મને ઉદાસ બેઠેલો એના ઘરે જોયો એ મારી બીજી મુલાકાત હતી. મને પૂછ્યું શું કામ ઉદાસ છે ? મેં બે ત્રણ વાર વાત ટાળી દીધી. છેલ્લે એમણે એક વાત કહી.
“ જો અલોક , એક વાત યાદ રાખજે આ સમય કેરિયર બનાવવાનો સમય છે છતાંપણ દિલ ની વાત સંભાળજે દિલ ક્યારે ખોટું નહિ બોલે. “ એમ કહીને જતા રહ્યા. એ પછી મને કોલેજ પૂરી થઇ ને પછી ફરી ઓફર કરી કંપનીમાં જોડાવવા. મેં હા પાડી. હું જોડાઈ ગયો. એ પછી તમારા બધાથી મળવાનું ઓછું થઇ ગયું મને કંપનીના કામેં મુબઈ જવાનું થયું. પાછો આવ્યો તો ખબર પડી કે વિજય જતો રહ્યો છે અને રજતને અમદાવાદ નોકરી મળી ગઈ છે .. એવો શોક લાગ્યો કે શું કેવું શું કરવું ખબર જ નાં પડી..રીતિકા ને મેં વાત કરી આ વિષે .. રીતીકાએ એક જ શબ્દ કહ્યો. “ પરિવર્તન સંસાર નો નિયમ છે. જો જિંદગીએ નક્કી કર્યું હશે ને તો ફરી થી જરૂર મળીશું.” એના પછી રીતિકાએ વકીલાત ચાલુ કરી એના પપ્પાએ બહુ જ ફોર્સ કર્યોએ કંપની જોઈન કરે પણ એ બહુ જ જીદ્દી એને ન જ માની કોઈની વાત, એને પોતે પ્રેક્ટીસ ચાલુ કરી.એક દિવસ મારા ઘરે આવીને મને જમાઈ બનવા માટે પપ્પા જોડે વાત કરી,.પપ્પાએ મારા પર નાખી આ વાત. મેં ભાભીને પૂછ્યું, ભાભી રીતિકાને મળ્યા. ભાભીએ કહ્યું તું હા પડી દે. “
“ એવી શું વાત કરી હતી રીતીકાએ એક ઝાટકે હા પાડી દીધી. ? “ શ્વેતાએ સાવ આશ્ચર્યથી કહ્યું.
“ મને ભાભીએ એક સવાલ પૂછ્યો હતો....કાલે જો અલોક ખાટલામાં પડે તને કોઈ સુખ આપવા સક્ષમ ન હોય તો શું કરે ? બસ આનો જવાબમાં જો તું હા આપી શકે તો જ તું અલોક ને હા પાડજે. “ પાછળથી રીતીકા બોલી.
“ મને તમે કોઈએ પાસ ન કરી. પણ ભાભીએ મને એક જ ઝાટકે પાસ કરી “ રીતિકા સામે બેસતા બોલી.
“ તું અહી ?? “ શ્વેતા બોલી.
“ હા એ પહેલા મેં એની જોડે મુલાકાત કરી હતી. પહેલા એ ઉદ્ધત હતી એ બહુ જ અભિમાની હતી, પણ મને તમારા માટે યોગ્ય જ લાગી હતી. તમે લોકોએ ગાડી સળગાવવાની શરૂઆત કરી ત્યારે અજય દિલ્હી હતો. એને ખબર પડી જ ગઈ હતી કેમ કે તમને લોકોને આપેલી ઘડિયાળ મળી હતી એક ચેન મળી હતી એ તમારા લોકોની હતી. મને અજયે પૂછ્યું..
“ જોયું , શું કરી શું આ લોકોનું હવે ?? “
“ એમ ખોટું શું છે ?? એ લોકો સાચા જ છે “ મેં કહ્યું
“ તું ખોટી વાત કરવાની રહેવા દે “
“ મારું મન તો તું પણ લડી લે .... એ લોકો સહારો લઈને ....” મેં ફરી કહ્યું.
“ તે એ લાશો જોઈ છે ...?”
“ હા જોઈ છે એ તડપતી લીના ને તને અને વિજય બધાને તડપતા જોયા છે એ ચિત્કાર એ દર્દ મેં સાંભળ્યા છે મેં રાતો જાગી છે મેં તમને બન્ને ને શોધવા કેટલા દિવસ રાત એક કર્યા છે. તારે મને કહેવાની જરૂર નથી ...ઓકે “
“ બસ મારે એ લાશો ફરી નથી જોવી ..”
“ તું કાયર છે તને આ શાંતિની આરામ ની જીંદગી ફાવી ગઈ છે એટલે જ તારે કઈ નથી કરવું “
“ હા મને ફાવી ગઈ છે આ જિંદગી...તું જે કહે એ હા મને કોઈ જ ફેર નથી પડતો, લીના માંડ હવે બહાર નીકળી છે , મારે એને ફરી થી એ બધું યાદ નથી દેવડાવવું બહુ બહુ શું ફેર પડશે એમ જ ને કે હું કાયર છું બાયલો છું મને મંજુર છે પણ હવે મારે એની આંખમાં આંશુ નથી જોવા બસ..”
“ અજય તું ગમે તે કર એ પરિસ્થિતિ ફરી સામે નહિ આવે ?? “
“ સામે થી આવે તો ભલે મારે એ સામે ચાલીને બોલાવી નથી ઓકે ...”
“ તું મદદ કરીશ કે હું મારી રીતે કરું ?? ‘
“હું તને નહિ જ કરું એ લોકો બદલો લેશે તો હું એ લોકોને જ કહીશ,, મદદ કરીશ એ લોકોને”
“ આ તારો છેલ્લો નિર્ણય છે ??”
“ હા ....ફાઈનલ ....” મેં કહ્યું એ સંભાળીને ગુસ્સામાં અજય મારા ઘરે થી નીકળી ગયો. ઝીનલ બેસતા બોલી.
અજય એ પછી દિલ્હી થી પાછો ગુજરાત જતો રહ્યો બીજા દિવસે મને લીનાનો ફોન આવ્યો.
“ શું કરે છે ?કામમાં નથી ને ?”લીના
“ના યાર આજે રજા છે ...બોલ ,,,”
“ વીજુ અને એની ટીમ ગાડી સળગાવવા માં છે ??”
“હા સાચી વાત છે ,,,”
“ મારે એ બધું ફરી નથી ખોલવવું ,,,” ;લીના રડી પડી
“તને પાક્કી ખબર છે એ કામ એ લોકોનું છે ..??”
“મારું મન ગભરાય છે ....મને બીક લાગે છે ...તારાથી ન થાય તો પપ્પા ને ફોન કરું,,,,”
“તે મને કીધું એમાં બધું આવી ગયું ડાર્લિંગ તારી નાની બેન પર ભરોશો છે ને ....”
“ એટલે તો તને ફોન કર્યો , નહી તો હું કર્નલસાહેબ ને ન કરત ....”
“ એ ખડૂસને કરતી પણ નહિ... “
“ એ ક્યાં છે એ કાશ્મીર ગયા છે કોન્ફરન્સમાં ....હું આવું છું તું વિચારી લે શું કરવું છે એ ઓકે “
“ હા ચલ ...શ્વેતાનો આવવાનો સમય થઇ ગયો છે .... “
“ ઓકે ચાલ આવજે ..”
“ હા “
એ ફોન પછી હું ત્યાં આવી મને જોઇને સૌથી વધારે આશ્ચર્ય અજયને થયું.મેં બહુ જ હોમવર્ક કરીને આવી હતી તમેં લોકો કઈ રીતે ટ્રેક કરો છો. તમે કઈ રીતે કામ કરો છો તમામ વસ્તુ અમે લોકોએ જોઈ લીધી હતી. મને ખબર જ હતી કે તમે લોકોએ પાક્કો ઇરાદો કરી લીધો છે કે સજ્જનની તમામ સંપતિ સળગાવી દેવી. “
“હા , અમને ખબર પડી કે સજ્જનને ભાભી નું અપમાન કર્યું છે. કોઈ મીટીંગમાં ...એ શ્વેતા ક્યાંકથી જાણી લાવી હતી ....” વિજયે કહ્યું
“ મને ભાભીએ કહ્યું હતું. ખરેખર ભાભીએ એ જ દીવસે મને એ તમામ વાતો કહી દીધી હતી જે દિવસે તમે ત્રણેય એ છોકરાને પકડવા એની પાછળ ગયા હતા એ દિવસે ક્રિકેટ મેદાન પરથી. મને એ પણ કહ્યું હતું ભાભી મમ્મી અને આંટી બીજી કેટલીક બહેનો મળીને એક ગૃહઉદ્યોગ ચલાવતા હતા. એ લોકો એ જીલ્લાની શાળામાં મધ્યાન ભોજન પૂરો પડવાનો કોન્ટ્રેક્ટ ભાભીની કમ્પનીને મળ્યો સજ્જન શોક થઇ ગયો એટલે જ એને આ કોણ છે એ શોધાવવા મોકલ્યા હતા.” શ્વેતાએ કહ્યું.
“ હા એ ગૃહઉદ્યોગ પપ્પા એ શરુ કરાવ્યો હતો. કેમકે એમણે અને અજયને ખબર હતી કે લીના ને સારું બનાવતા આવડે છે .. એ અહી આ શહેર માં સ્થિર થયા પછી તમે લોકોએ સ્કૂલ ચાલુ કરી પછી તરત જ કર્યું હતું કેમ કે આખો દિવસ લીના એકલી હતી. એ આખો દિવસ વિચારેય રાખતી હતી એટલે અજયે પપ્પાને કહ્યું પપ્પા ઘરે આવ્યા.એમણે લીના જોડે વાત કરી બધા જોડે વાત કરી. છેલ્લે નક્કી કર્યું કે કઈક ઘરે બેઠા બેઠા કઈક થાય એવું નક્કી થયું એમાં પાપડ અને બીજી નાસ્તાની વસ્તુ બનાવવાનું નક્કી થયું નામ પપ્પા એ આપ્યું નામ અને લાયાન્સ બધું એમણે પોતાના નામ પર રાખ્યું. પૈસા પોતે આપ્યા. “ ઝીન્નલ બોલી.
“આ બધું એ દિવસે મને ખબર પડી , પણ મને કસમ આપ્યા હતા.”શ્વેતા એ કહ્યું.
“ તમારા ત્રણેય પર ઝનુન સવાર હતું. સમજાવવાનો કોઈ અર્થ હતો નહિ. એટલે છેલ્લે નક્કી થયું કે તમને ત્રણેય ને અલગ કરવા. ઓપરેશન ડિવાઈડ શરુ થયું.. એતો કહો તમને લોકોને ખબર ક્યાં થી પડી નક્કી કઈ રીતે કયું કે આમ જ કરવું છે.. “
“ એમાં અમે જેનો પીછો કર્યો એને જવા દીધો વિજય બે દિવસ એની પાછળ પાછળ કોલેજ બંક કરીને ફર્યો. અમે સજ્જનની કંપનીના ચોકીદાર ને દારૂની બોટલ આપવાના બદલા માં ફોડ્યો. અમે સીધો એને ફોડ્યો ન હતો..” રજત બોલ્યો.
“ શરૂઆત માં અમે એને બોટલ આપી એમ જ આપી દીધી. એવું બે ત્રણ દિવસ કર્યું. ચોથા દિવસે અમે એની જોડે પીવા બેઠા જમવાનું મંગાવીને એને ભર પેટ દારૂ પીવાડ્યું અને જમાંડ્યો.અને ધીરે ધીરે વાતે ચડાવ્યો. બધી માહિતી કઢાવવી. પણ અમને માહિતી ફક્ત ગાડીની જ મળી કેમ કે ગાડી જ્યાં રાખતા હતા એનો ચોકીદાર હતો એને ગાડી સિવાય બીજી કઈ જ ખબર ના હોય પણ ગાડીની તમામ માલિકી સીધી સજ્જનની હતી એટલે એનું લોગ રજીસ્ટર જોઇને ખબર પડી જતી એટલે એમાં થી નક્કી કરીને મોઘામાં મોંઘી ગાડી અમે ટાર્ગેટ કરતા હતા. ગાડી પૂરી થઇ એટલે વાતમાં વાત ખબર પડી કે પેટ્રોલ પંપ એનો છે છેલ્લે એને ટાર્ગેટ કર્યો. એ દિવસે પોલીસે અમને જોઈ લીધા માંડ બચ્યા. “ વિજયે કહ્યું.
“તમારા આ પેટ્રોલ પંપ વાળા કાંડમાં અજયને એટલું સંભાળવું પડ્યું હતું કે ન પૂછો વાત....” ઝીનલ
“ એ પછી ઝીનલફોઈ મારી પાસે આવ્યા અને મને ચોખ્ખું કહ્યું કે શ્વેતા તારે એ ત્રણેયને અલગ કરવામાં મને મદદ કરવા છે.. શરુમાં તો મેં ના જ પાડી દીધી પછી મને લીનાભાભી અજયભાઈ બન્ને મને રીતસર રડીને એક જ વાત કહી કે અમે અમારા પરિવારને સળગતા જોયો છે બસ આ નવા પરિવારને સળગતા નથી જોવો બસ ...ભાઈની આંખમાં પ્રથમ વાર મેં આંસુ જોયા એ રડમસ આંખોમાં જે દર્દ મેં જોયું મને ખબર હતી ભાભીએ કહ્યું હતું એ તમામ વાતો પણ એના દર્દ કેટલું હશે એ એ દિવસે ખબર પડી. બસ એ દર્દ સામે હું હારી ગઈ કેમકે તમારા બધામાં મેં ભાભીને રડતા મારા મમ્મીને મનાંવતા મેં જોયા છે એ દિવસે ખબર પડી કે ભાભી રડતા કેમ રહેતા હતા. મેં એમને વચન આપ્યું કે હું તમને ત્રણેય ને અલગ કરવામાં મદદ કરીશ. “ શ્વેતાની આંખમાં આંસુ હતા.
“ શ્વેતાએ મને સીધું એમ કીધું હતું કે રીતિકાને વચ્ચે લાવો તો ત્રણેય એમનેમ અલગ થઇ જશે. એના ભાગ રૂપે જ શ્વેતા તમને ત્યાં પાર્ટીમાં લઇ ગઈ હતી. વાત ત્યાંથી શરુ થઇ હતી. મને હતું કે પાર્ટીમાં કદાચ એવું નહિ થાય કઈ તો એટલે જ મેં જોન જે રીતિકાનો ફ્રેન્ડ હતો એને પતાવ્યો હતો શ્વેતા ની છેડતી માટે.. એમાં બીજું પાત્ર હતું આ લોરા મેડમ ...યાદ આવ્યું ....રેડ ડ્રેસ વન પીસ ગાઉન એ વખતે એના પપ્પા અહી જ હતા અમદાવાદ માં . “
“ ઓહ તો આ છે લવ એટ ફસ્ટ ...ઓહ ....શું ગજબ છે યાર ....” રજત બોલ્યો લોરા સામે જોઇને
“ એ ઘટના પછી હું રીતીકાને મળી મેં એટલું જ કહ્યું કે મારે મારા છોકરાઓને ખાડામાં પડતા બચ્ચાવવા છે બસ ..તારે ફક્ત તારા આલોકને એ લોકો સાથે ભળવા દેવાનો નથી બસ. તું નફરત ના કરાવતી.. “
“ એ દિવસે મને ખબર નહિ કેમ પણ મેં સામે થી હા પાડી દીધી.મને એ ખબર નહતી કે લોરા ને જોન બન્ને નાટક નો ભાગ છે એ આજે ખબર પડી....” રીતિકા બોલી.
“ વાત બગડી એટલે કે રજતના પપ્પાના કાન ભમ્ભેર્યા વિજય વિષે , પણ એ અંદાઝ નહતો એ વધારે થઇ જશે ..તને ઘર એટલે જ છોડાવ્યું કે તું દિલ્હી મારી જોડે આવે. મને એ વાતની ખબર નથી પડતી કે તમે અલગ થઇ ગયા એ બરાબર પણ કોઈએ એકબીજાને દસ વરસમાં મળવા સુધ્ધાનો પ્રયત્ન ન કર્યો.??? “ ઝીનલબોલી
“ ફોઈ , હું અને અલોક તો મળતા ભલે નહિ પણ અમારા વચ્ચે કોમ્યુનીકેશન હતું અને છે જ હા હું અલોકના લગ્નમાં ન આવ્યો એનું કારણ મારી જોબ હતી. વિજયના ગયા પછી પપ્પાએ મને અમદાવાદ મોકલ્યો. એમાં અજયભાઈએ મને ખુબ જ મદદ કરી એ અજયભાઈ જ હતા એમના સંબધોથી જ મને ખાસ રીતે પ્રમોટ કરીને અમેરિકા મોકલવામાં આવ્યો. મને ગુજરાતનો હેડ બનાંવ્યો. અમે બન્ને એ ખુબ જ પ્રત્યન કર્યા ખાસ તો શ્વેતાના લગ્નમાં ફોઈ તમે પણ પ્રત્યન કર્યા હતા છતાં નહતો આવ્યો. “
“ ના શ્વેતાના લગ્ન વખતે વિજય ખાસ અન્ડરકવર મિશન પર હતો ક્યાં હતો એ મને કોઈ કહેવા તૈયાર નહતું. અમારા કામમાં આજ તકલીફ છે અમે પોતાના છીએ જ નહિ ફક્ત દેશના છીએ”
“ હા મને એટલો ગુસ્સો આવ્યો હતો લગ્નમાં ન આવ્યો તો મેં નક્કી કર્યું હતું કે હું બોલીશ જ નહિ.” શ્વેતા બોલી
“ તું મને એમ કહે કે ટે એ શેખને ક્યારે પકડ્યો એ તો કહે ....” વિજય બોલ્યો.
“એ બહુ જ નાટકીય કામ થયું અમારા મસાલા પાપડ ધીમે ધીમે ગલ્ફમાં જવાના ચાલુ થયા. મને એ ભાષા આવડતી હતી એટલે ભાભીએ મને એ જવાબદારી મને આપી. અમે ચુપચાપ ગલ્ફમાં લેબર મોકલાવવાના ચાલુ થયા. એમાં મારી મુલાકાત શેખ જોડે થઇ એ બીઝનેસમેન હતો અમારી શરૂઆત એની જોડે જ થઇ એના પપ્પા ભારતીય હતા એટલે એ ગુજરાત આવતો જતો હતો. અમારી મુલાકાત થઇ. અમ્મી ને વાત કરવાની તો હિમત હતી નઈ. એટલે લીના ભાભીને વાત કરી એમણે શેખ જોડે મુલાકાત કરી વાત અજયભાઈ ને કરી એ બન્નેએ મુલાકાત થઇ ભાઈએ ઘણી વાતો કરી એના પછી પપ્પાને વાત કરી પપ્પાએ એને બધી રીતે ટેસ્ટ કર્યો પછી જ હા પાડી. અમને કોઈને ખબર ના હતી એ એટલો હરામી હશે. એને અમારા વતી ઘણા કન્ટેનર મોકલ્યા લીધા છે. છેલ્લે જે માલ પકડાયો એમાં ૫૦ ટકા માં ભાભીની કંપનીનો હતો. જે દિવસે વિદાય થઇ ને એ દિવસે સૌથી વધારે હું તારું નામ લઈને રડી હતી. મને બધાએ શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ હું ના થઇ. ખબર નહિ અમને કોઈને આ વાત ની ખબર જ ના પડી. “
“ એને રસ્તો સજ્જને જ આપ્યો હતો એમાં તું વચ્ચે આવી ગઈ એનું કામ સાવ સરળ થઇ ગયું. ભાભીને બચાવમાં આ જ વાત વધારે અઘરી છે ..” ઝીનલ બોલી.
“ રજત તારી ક્યાં છે ? “ વિજય બોલ્યો.
“ હું અમેરિકા ગયો હતો. ત્યાં જ પાછા ફરતા એક મુસાફર મારી બાજુમાં હતી. એને કઈક ગુજરાતી લખવું હતું પણ એને વધુ સારું આવડતું હતું નહિ. મેં એને બહુ ચિંતામાં જોઇને સામે થી પૂછ્યું કે “ શું છે કઈ ચિંતા છે. ?? “
“ હા યાર હું ગુજરાતી છું પણ અંગ્રેજી મધ્યમમાં ભણી છું મારા બોસે એક લેખ ગુજરાતીમાં તૈયાર કરવાનો કહ્યો છે.મને આવડે છે પણ લખવામાં તકલીફ પડે છે ..”
“ તમે લેખક છો ? “
“ ના હું પત્રકાર છું પણ ઘણીવાર લેખ આપું છું આ વખતે કંપનીએ સામે થી મારી પાસે લેખ માંગ્યો છે હવે ખબર પડતી જ નથી કે હું તૈયાર કઈ રીતે કરું? “
“ હું મદદ કરું ? “
“ હા કેમ નહિ “
એ પછી ઘણી વાતો થઇ. મુલાકાત થઇ. છેવટે દોસ્તી પ્રેમમાં અને પ્રેમ લગ્નમાં પરિવર્તિત થયો. બધાએ સહમતી આપી અને લગન થઇ ગયા.અમારામાં સૌથી છેલ્લા લગ્ન શ્વેતાના થાય પહેલા અલોકના સૌથી ધામધૂમથી....”
“ હા પણ તારી ગેરહાજરી અમને બહુ જ નડી યાર ...રડવું એટલું આવતું હતું કે તું નથી અમે ફોઈને કહ્યું હતું કે તને સમાચાર પહોચાડે પણ ......” અલોક બોલ્યો
“ મેં આની યુનિટ થી લઈને બધે તપાસ કરી પણ આ ક્યાય ન મળ્યો .... “
“ તું ફોઈને ન મળ્યો અને ગાળો ફોઈએ ખાધી બહુ જ ,,,,,,” શ્વેતા બોલી.
“ હા , ભાભી બહુ જ રડ્યા હતા બહુ જ ...એમણે કઈ ખાધું પણ નહતું માંડ અજયભાઈએ અને મેં ખવડાવ્યું..” શ્વેતા બોલી.
“ હા પણ ભાભી લગ્ન ના દિવસે અલગ જ લગતા હતા....” રીતિકા બોલી.
“ હા ....એકદમ દુલ્હન .....” ઝીનલ બોલી.
“ તો તમે બધાયે લગ્ન બહુ જ એન્જોય કર્યો નહિ સરસ ...” થોડા નિરાશ સ્વરે વિજય બોલ્યો.
“ હા ,,,પણ શ્વેતાતો લગ્નના દિવસે એક જ જીદ પકડીને બેઠી હતી કે મને વિજય ન આવે કે ના વાત કરે તો હું લગ્ન નહિ કરું.. “ ઝીનલ બોલી
“ હા પછી રજતે અવાજ બદલીને શ્વેતાને ફોન કર્યો હતો. “ આલોકે કહ્યું.
“હા એની શ્વેતાને લગ્ન પછી ખબર પડી હતી.. “ રજત હસતા હસતા બોલ્યો.
“ એ પણ હું ઘરે આવી હતી ત્યારે આ નાલાયકો એ કહ્યું......” શ્વેતા બોલી.
“ હા એ અમે ભાભીઓએ ફોડ્યો ,,,,નહીતર આ લોકોને તો કહેવાની ઈચ્છા જ ન હતી.” રીતિકા બોલી.
“જેન્ટલમેન , બહુ વાતો થઇ હવે કઈક કામની વાતો કરીએ .....લોરા પહેલા જમવાનું થઇ ગયું હોય તો આપી દે ...”
“ પપ્પા તમે ...” ઝીનલ આશ્ચર્ય સાથે બોલી.
“ હા .અત્યારે , હવે સમય નથી પહેલા જમી લઈએ મને તો ભૂખ લાગી છે.. લોરા ...”
“હા સર રેડી છે ...ચાલો ...” લોરા બોલી.
“ લોરા તે મારું ફેવરાઈટ બાનાવ્યું છેને ...” કર્નલસર ફરી બોલ્યા. \
“ હા સર ...ચાલો હવે ... “ લોરા બોલી ...” હવે તમને બધાને આમંત્રણ આપવું પડશે કે ?? “
“હા ...” બધા જમી લીધું જમ્યા પછી ફરી બેઠા..
“ લોરા તે બધાનું ?? એકલા ...?? “ વિજય બોલ્યો.
“ ના રીતીકા અને ઝીનલફોઈ અને આરોહીએ મદદ કરીને ,.,,,” લોરા બોલી
“ આરોહી મારી પત્ની ...આરોહી આ વિજય .. “ રજતે ઓળખ આપી.
“ જેન્ટલમેન , આપણી પાસે માત્ર પાંચ દિવસ છે. ...પાંચ દિવસમાં ઘણા કામ છે. અજય અને લીનાને છોડાવવાના છે નિર્દોષ સાબિત કરવાના છે સજ્જન દિલાવર અને રાજનને સજા અપાવવાની છે. ૫૦ નિર્દોષ જવાનોની મોતનો બદલો લેવાનો છે... કરી લઈશું ?? “કર્નલસર બોલ્યા.
“ હા સર તમે છો તો કઈ જ અઘરું નથી ... “ લોરા બોલી.
“ ઓકે તો પ્લાન સિમ્પલ છે. ઝીનલ લોરા વિજય તમે જગતપુર જશો અને એને શક્ય હોય ત્યાં સુધી વિડીઓગ્રાફી ફોટોગ્રાફી કરીને પુરાવા ભેગા કરો અને તમારે એ પુરાવા અરોહીને મોકલવાના છે આરોહી તમારે એ પુરાવા દેશના બધા જ છાપા પ્રિન્ટ મીડિયા અને ટીવીમાં આપવાના છે. “
“ હા સર તમારા જુના લેટરમેં આપી દીધા છે કાલે મીડિયામાં આવી જશે ... કાલથી જ ચાલુ સર” આરોહી બોલી.
“ ઓકે , રીતિકા તું અને અલોક તમારે ભાભીને ભાઈને છોડાવવાનું કામ કરવાનું છે.. “
“ રજત તમારે અને શ્વેતાએ અજય અને લીના માટે સમાજમાં સહાનુભૂતિ જગાડવાનું કામ કરવાનું છે”
“ ઓકે સર .”
“ હું દિલ્હી જઈશ અને બાકીનું હું કરીશ...હવે આપણે પાંચ દિવસ પછી મળીશું ... ઓકે “ બધા એકબીજાને ભેટીને છુટા પડ્યા.
છુટા પડ્યા પછી સવારે રીતસરનો ધડાકો જ થયો તમામ અગ્રણી સમાચારપત્રમાં સજ્જન અને રાજનની રામકહાણી છાપી પણ વાર્તા રૂપે ...નીચે એમ પણ લખ્યું કે આ સત્ય ઘટના છે. ઝીનલ અને વિજય અને લોરા તમામ જગતપુર ગયા. જગતપુર ગયા તો એમની આંખો ફાટી ગઈ. આખેઆખું જગતપુર ખાનગી આર્મીકેમ્પમાં ફેરવાયેલું હતું. એમાં પાકિસ્તાનના અને બીજા વિદેશી ટ્રેનર હતા. જમીનની અંદર બંકર બનેલા હતા. તેમાં પાક બોર્ડેરથી ડ્રગ અને હથિયાર અને સમ્ગ્લીંગનો સમાન આવતો અને સંતાડતો અને એને દેશના જુદાજુદા ભાગમાં વહેચવામાં આવતો. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી ભારત પાકિસ્તાન મિત્રતા કોરીડોર નામ આપવામાં આવ્યું હતું એમાં આવવા જવા કોઈ ચેકિંગ નહતું માત્ર એક અરજીથી આવી જઈ શકતા. આનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખા બે દિવસ માત્ર તપાસમાં નીકળી ગયા જીલ્લા જગતપુરના લોકોની હાલત બંદીવાન જેવી હતી, એ ક્યાય જઈ શકતા નહિ, પોલીસ અને તંત્ર નામ માત્રનું હતું.બધાને પોતાનો હિસ્સો મળી જતો હતો. આ વિસ્તારમાં સમજુતી મુજબ આર્મીને આવવાનો અધિકાર ન હતો.
બે દિવસ પછી એકાંત જંગલમાં
“ મેમ પ્લાનિંગ બહુ જ ઊંચું છે, આ લોકોની તૈયારી જોઇને લાગે છે કે આ લોકો યુદ્ધ કરવા નીકળ્યા છે “ લોરા બોલી
“ યુદ્ધ માટે માત્ર હથિયાર મોકલવા પડે છે સિપાહી નહિ. મેમ તમને કોઈને ખબર નથી આની “વિજય બોલ્યો.
“ ના મને એમ કે માત્ર ડ્રગ સ્મગલ થાય છે હથિયારનો અંદાઝ કોઈને નહતો. “ઝીનલ
“ મેમ આ ફોટો પાક આર્મી કેપ્ટન છેને ....” લોરા ફોટો બતાવતા બોલી
“ હા કેપ્ટન અઝીઝ આ અહી શું કરે છે ? “ વિજય બોલ્યો
“ તમે બન્ને આ વિગત લીક કરો હું સરને વાત કરું છું.. “ ઝીનલ બોલી.
“ હા ,,,,” બન્ને એ મોકલવાની તૈયારી કરી,,
આ બાજુ ઝીનલ કર્નલસરને વાત કરી હોટલાઈન પરથી.
“ હું નિશાંત અને માર્ટીનને મોકલું છું. એ ન આવે ત્યાં સુધી માત્ર જોવાનુ છે ઓકે .. “
“ ઓકે સર ,, “
અજ્ઞાત આર્મી કેમ્પ
“ સર , નિશાંત ઇન્ટેલ માંથી.... “
“ યેસ ,, ઓળખું છું ,,મને કોર્ટમાર્શલના ઓર્ડર લઈને આવ્યા છો ? “ બ્રિગેડીયર માંનોવીરસિંગ ચેમ્બરમાં તીખો આવકાર આપતા કહ્યું.
“ ના સર તમે એક ફોનમાં વાત કરી લો હમણાં આવશે.. “ નિશાંત બહુ જ શાંતિથી બોલ્યો એટલામાં એમના લેન્ડલાઈન ફોન ની રીંગ વાગી.
“ હેલ્લો બ્રિગેડીયર કેમ છો ? “ સામે થી કર્નલસરનો ખુશ મિજાજ અવાજ આવ્યો.
“ સર તમે , ? “
“ હા હું રીટાયર છું આર્મીમાંથી દેશ માટે નહિ હવે મને તમારી અને તમારા કમાન્ડોની જરૂર છે. ગુંજરાત બોર્ડેર પર એક જગ્યા છે ત્યાં આપણા બેસ્ટ કમાન્ડો નિશાંત જોડે મોકલી દો. તમે તમારા બેસ્ટ જવાન લઈને વેસ્ટર્ન કમાંડના ચીફ સાથે બોર્ડેર સીલ કરો બ્રીફ તમને નિશાંત આપી દેશે... “ ફોન મૂકી ગયો.
“ નિશાંત . ચલ ટીમ રેડી કરીએ... “
આ બાજુ છાપા મીડીયામાં ત્રણેય ભાઈઓની સળગતી હકીકત છાપવા માંડી હતી, આ જોઇને રાજન સજ્જન બધા ભાઈઓ હેરાન હતા.
CDS હેડ ક્વાટર્સ દિલ્હી
CDS ઓફીસથી ઘરે જવા નીકળ્યા. ગાડી ઉપડી ગઈ.
“ હેલ્લો સર . કર્નલ પાઉલ ...રીટાયર “
“ આ શું ? મારી ગાડીમાં ?
“ અત્યારે તમારી ગાડીથી સેફ જગ્યા બીજી કોઈ નથી. “
“ કેમ ? “
“ કેમ કે અત્યારે દિલ્હીમાં પાક કમાન્ડો આવી ગયા છે આખું દિલ્હી એની પકડમાં છે...”
“ શું બકવાસ છે ? “
“ હા સર . થેન્ક્સ ટૂ નવા સંરક્ષણ મંત્રી રાજન ,,” એએ પછી કર્નલસર બધા ફોટા બતાવ્યા.
“ સર , બધું બધું જ જલ્દી થઇ ગયું છે. એમાં થયું સજ્જન અને રાજનને પાવર જોઈતો હતો. એ એના વતનમાં જમીનદારી છે. આઝાદી પછી એની જમીનદારી ગઈ છે પણ એના વતનમાં એને જમીનદારી છોડી નહિ. લોકો એ વિરોધ કરીને કલેકટરને અરજી કરી છેલ્લે એને નમતું મુકવું પડ્યું. ગામમાં એના ભાઈઓએ અને પોતે સત્તા ગઈ એ સહેજે ના ગમ્યું. એ લોકો ગામમાં દાદાગીરી કરતા હતા. મનફાવે તેમ વર્તતા હતા અને એના દાણચોરી ડ્રગ જેવા કામ તો ચાલુ કર્યા હતા કેમ કે બોર્ડર ત્યાંથી બહુ જ નજીક છે. ધીમેધીમે સ્થાનિક રાજકારણમાં ભાગ લેવાનું શરુ કર્યું. સમય જતા રાજકારણમાં હસતી બની ગયો પૈસા તો હતા લોકો ચુપચાપ એ કહેતો ત્યાં જ વોટ આપતા ના આપે તો એનું આખું ઘર પતાવી દેતો. આઝાદી પછી ગામમાં એના સિવાય કોઈ સરપંચ બન્યું જ નથી બનવા દીધું જ નથી.સજ્જન પોતે સીધો રાજકારણમાં ન આવ્યો કેમ કે એની વિરુદ્ધ ચાર્જ છે એટલે એને રાજનને પહેલા આગળ કર્યો. ધારાસભ્ય અને સાસંદસભ્ય બન્યો. ટ્રાન્સપોર્ટમાં એનું મોટું નામ તો હતું જ બીજા સારા કામ ચાલુ કર્યા. હોસ્પીટલ શાળા પણ એના વિસ્તારમાં નહિ બીજાના . એને પાકિસ્તાન સાથે મળીને ફ્રી કોરીડોર ચાલુ કર્યો. ફ્રી કોરીડોર ચાલુ કરવો મુખ્ય હેતુ એની દાણચોરીની વસ્તુ ડ્રગ હથિયાર લાવવાનો છે. એને પાકિસ્તાન isi અને નક્સલનો સેટિંગ કરાવ્યું હથિયાર અને પૈસા એ પહોચાડે છે બન્ને. હવે isi અને બીજી એજેન્સી મળીને એને ગાજર લટકાવ્યું છે કે તું અમને કચ્છ ઉતર ગુજરાત અલગ કરાવી આપ તો અમે તને એ આપી સ્વત્રંત દેશ બનાવી આપીશું. “
“ હા દાણચોરી નક્સલ સાથે ના સંબધ મને ખબર છે આ આટલી મોટી વાત અહી કોઈને નથી ખબર..”
“ લો આ સાંભળો ઓડીઓ આ ફોટા છેલ્લી મીટીંગમાં નક્કી થયું. ..” વિડીઓ અને ફોટા જોયા.
“ હવે તો એક કામ કરીએ આપણે વડાપ્રધાન આવાસ પર જઈએ.....”
“ ના સર એ સેફ નથી. અત્યારે સેફ જગ્યા એક જ છે .રાષ્ટ્રપતિ ભવન ...તમે બધાને ફોન કરી લો ઓપોજીસન લીડર અને વડાપ્રધાન ત્યાં જ આવશે. અમારી સ્પેસીઅલ ગાડી ગઈ છે લેવા. અને ગોરખા અને પેરા કમાન્ડો પોઝીશન લઇ લીધી છે એની હેલ્પમાં SPG છે. બધા કર્મચારી ઓફિસર અને આખું દિલ્હી આર્મીચીફની કંટ્રોલમાં છે. “
“ કર્નલ તમે રીટાયર નથી ?? આ બધું ??? “
“ સર , હું રીટાયર છું પણ દેશ માટે નહિ મારી બીજી દીકરી અને દીકરો જેલમાં છે. “ એમાં આખી વાત કરી.
“ તમને નથી લાગતું કે તમે સમજુતી કરીને ભૂલ કરી હોય ....”
“ કદાચ પણ ન કરત તો હું બન્નેને ખોઈ બેસત ....”
“ ક્યારેક જીતવા માટે પાછળ હટવું પણ પડે સિમ્પલ તમે ખોટા નથી. આપણું સ્થાન આવી ગયું ..”
“ હા સર ...
બન્ને ઉતરીને રાષ્ટ્રપતિ ભવન ગયા ત્યાં રાષ્ટ્રપતિ અને વિરોધપક્ષના નેતા વડાપ્રધાન હાજર હતા cds અને કર્નલ સર બધી વાત કરી.
***********************************************************************
આ બાજુ રજત અલોક આરોહી અને શ્વેતા રીતિકા જેલમાં મળવા ગયા. જેલરે મળવાની ના પાડી.
“ જેલરસાહેબ મળવા નહિ દો ભારે પડશે ....” રીતિકા બોલી.
“ સાહેબ તમારા માટે સારું નથી શાંતિ થી મળવા દો ...” શ્વેતા બોલી
“ ચુપચાપ જતા રહો એ દેશદ્રોહીને કોઈ નહિ મળે....જતા રહો બહાર નીકળો ......સિપાહીઓ આ લોકોને બહાર કાઢો...” એમ કહીને ગંદી ગંદી ગાળો બોલવાનું ચાલુ કર્યું. આરોહી ચુપચાપ એનું રેકોડીંગ કર્યું, થોડીવાર પછી એ સ્થાનિક ન્યુઝમાં વોઇસ રેકોડીંગ ફરતું હતું. મોડી સાંજે આરોહી શ્વેતા બન્ને ફરી કોર્ટનો ઓર્ડર લઈને જેલમાં ગયા.
“ હવે કઈ ,,,,??? જેલર સાહેબ ...??? “ શ્વેતા ઓર્ડર આપતા બોલી
“ જાઓ ચુપચાપ ....” ફરી મનમાં ગાળ બોલી
“ સર બીજી વાર બોલ્યા તો હવે કોર્ટમાં આ વાત જશે ....” રીતિકા એકદમ ગુસ્સાથી નજીક જઈને બોલી. અને પછી અજયભાઈની બેરેકમાં ગયા.
“ ભાઈ , ...” શ્વેતા વળગીને રડી પડી..
“ ભાઈ આમાં સહી કરી દો ... “
“ શું છે ? “
“ હું અને શ્વેતા સયુકત રીતે તમારો કેસ લડીશું. કાલથી રોજ સુનવણી થશે ...”
“ હા તમે ભાભી જલ્દી બહાર હશો “ શ્વેતા બોલી.
“ મારી તો સજા પણ થઇ ચુકી છે લીનાની સજા પણ થઇ જશે હવે શું “
“ હવે એ થશે અત્યાર સુધી નથી થયું...” રીતિકા બોલી
એટલા માં એક પોલીસ જવાન આવ્યો.
“ મેમ જેલ સીલ કરવાની છે તમે ફટાફટ નીકળો ....”
“ કેમ શું થયું ? “ અજયભાઈ બોલ્યા.
“ ખબર નહિ સાહેબ ....કઈક આદેશ આવ્યો છે કદાચ સીટી સીલ કરે આર્મી ...”
“ ભાઈ જીતની શરૂઆત થઇ ગઈ છે તમે હિમત ન હરતા બસ ...” શ્વેતા બોલી.
“ હા ભાઈ ....” રીતિકા બોલી.
બન્ને એમ કહીને ત્યાં થી નીકળી ગઈ. લીનાભાભી જોડે મળવા જવાની હિમત કોઈ નહતી રીતિકાએ એક જાણીતા પોલીસ વાળા જોડે કાગળ સહી કરાવી લીધા.
આ બાજુ આરોહી પત્રકારિતા ચોખ્ખી નિભાવી આખો જુનો કેશ જુનો જુબાની સાથેનો દેશના તમામ અગ્રણી છાપામાં છાપ્યા પુરાવા સાથે. રજત અલોક શ્વેતા ઘરે ગયા બધાને મળ્યા આખી હકીકતથી વાકેફ કર્યા કે કોઈ ફ્રોડ નથી આ ઉભું કરેલું છે. ઠેર ઠેર સભા યોજીને એ લોકોને સજ્જન રાજન દીલાવરના કાળા કામ થી માહિતગાર કર્યા.
આ બાજુ નિશાંત કમાન્ડો સાથે ઓડરની રાહ જોતો હતો. એને પણ ખબર હતી કે સમય બહુ નથી.,
“ બ્રિગેડીયર મનોવીરસિંહ , તમે ગુજરાત જાઓ ત્યાં વેસ્ટન કમાંડના હેડ ને મળો. તમારી ટીમ નિશાંતને સોંપી દો ,,,એ ઓપરેશન આગળ ચલાવે. તમારે સાથે જવું હોય તો તમે હેડ જોડે વાત કરી ગોઠવી લો..”
“ સર હું જાતે જ જઈશ ..મારા ૫૦ જવાનનો મોત નો બદલો હું જાતેજ લઈશ... “
“ ઓકે ..” સામે થી ફોન કપાઈ ગયો.
બ્રિગેડીયર સરે હેડ ને વાત કરી એમણે સીધા જવાની હા પાડી. એ સીધા જ જગતપુર ગયા.
અજ્ઞાત જગ્યા જગતપુર
“ સર , તમે ,,, “ વિજય બ્રિગેડીયરને જોતા જ કહ્યું.
“ હા , હવે ટાર્ગેટ કેટલા છે ?”
“ ટાર્ગેટ સાત લોકેશન છે. બધા અલગ અલગ છે ...” લોરા બોલી.
“ કમાન્ડો કેટલા છે ? “ વિજય પૂછ્યું
“ ચાર કમાન્ડો છે ...બે તમારી જોડે બે અમારી જોડે ....” બ્રિગેડીયર બોલ્યા.
“ ચાર ચાલશે ???? “ નિશાંત બોલ્યો
“ હા ચાર ચારસો જેવા છે ઓકે ....” બ્રિગેડીયર બોલ્યા.
“ ચાર હોય કે ચારસો પણ મુખ્ય વાત એ છે કે સાત ટાર્ગેટ છે તમામ ટાર્ગેટ એક જ સાથે એટેક કરવા પડશે ....” વિજય બોલ્યો
“ સર , મેપ બતાવો .....પહેલા ....”
“ આ લો આ આખા જગતપુર જીલ્લાનો નકશો છે ...આ સજ્જનનો મહેલ અને આ એનો બીજો જુનો મહેલ ...અને આ મુખ્ય હાઈવે પરની હોટેલ આ જંગલમાં બનેલ ત્રણ જમીનની અંદર બનેલા બંકર અને છેલ્લો ટાર્ગેટ જે સજ્જન પોતે રહે છે એ જગ્યા.......એ જંગલ ની વચ્ચે પર્વત ઉપર છે આ રહી.... “
“ આપણે કેટલા છીએ ....” બ્રિગેડીયર બોલ્યા.
“ હું લોરા નિશાંત અને તમારા ત્રણ કમાન્ડો .....” વિજય બોલ્યો.
“ પહેલા ત્રણ બંકરમાં બોમ્બ ટાઈમર સેટ કરો જુનો મહેલ એમાં પણ ટાઈમર સેટ કરો ...અને હાઇવે પરની હોટેલ એને પણ ટાઈમર સેટ કરો છેલ્લે એનો મહેલ.. ઓકે ..” બ્રિગેડીયર બોલ્યા.
“ સર , તમે પહેલા ગાંધીનગર પહોચીને તમે ઓથોરીટીને સીલ કરો બાકી અમે ગોઠવી લઈશું... “ નિશાંત બોલ્યો
“ હા સર .....” એક કમાન્ડો કહ્યું
“ ઓકે તો તમે હજુ એકવાર રેકી કરો અને કાલે એટેક કરજો ....બેસ્ટ લક ....”
બ્રોગેડીયર ખાનગી ગાડીમાં જવા રવાના થયા.
ઝીનલ અને માર્ટીન સર બન્ને વેસ્ટન કમાંડ સેન્ટરના વડાને મળ્યા. તમામ રીપોર્ટ સોપ્યા. એમણે ઉપર વાત કરી અને ઉપરથી ઓપરેશનને મંજુરી મળી ગઈ કેમ કે cds સુધી વાત પહોચી ગઈ હતી. એમણે ઓર્ડર આપી દીધો ઓપરેશન કરવા માટે. ઓર્ડર મુજબ મુખ્યમંત્રી આવાસ અને આખું ગુજરાત છાવણીમાં ફેરવાઈ ગયું.
“ સર , તમે અહી થી ક્યાય નહિ જઈ શકો સોરી ઓર્ડર છે ....” ઝીનલ આર્મી જવાન સાથે મુખ્યમંત્રી આવાસમાં પ્રવેશતા બોલ્યા.
“ તમે કોણ છો કોની મંજુરી થી આવ્યા અહી .....બહાર નીકળો ......સિક્યુરીટી ઓફિસર ....”
“ કોઈ અંદર નહિ આવે સર બહાર આર્મી છે .....ફોન બંદ છે ઈન્ટરનેટ બંદ છે “ માર્ટીનસર બોલ્યા.
“ તમે ઘરમાં નજરબંદ છો.....હવે તમે મુખ્યમંત્રી નથી .....” સાથે આવેલા આર્મી ઓફિસર બોલ્યા.
“ મારા વકીલ સાથે વાત કરાવી આપો ...”
“ તમે કોઈની જોડે વાત નહિ કરી શકો ના તો મળી શકો ....હવે તમાંમ રાજ્ય અમારા કંટ્રોલમાં છે...આગળ આદેશ ન આવે ત્યાં સુધી .....” આર્મી ઓફિસર બોલ્યા.
“ સર કોઈ વિકલ્પ નથી બહુ મનમાની કરી લીધી હવે નહિ .....હવે ખાલી એક ફોન કરી દો તમારી સેન્ટ્રલ જેલમાં કે અજયને મળવા દે ...એનું કામ કરવા દે .....” લીઝા બોલી..
“ ફોન બંદ છે ....”
“ ઓફિસર એને ફોન આપો ......” માર્ટીનસર બોલ્યા.... મુખ્યમંત્રી ફોન પર રીતિકા અને શ્વેતાને મળવા દેવાનો હુકમ આપ્યો.
“ થેન્ક્સ સર હવે આરામ કરો પછી જેલમાં જ જવાનું છે ...” માર્ટીન સર
“ હું ક્યાય નહિ જાવ .....” બિન્દાસ હસતા હસતા બોલ્યા.
“ એતો સમય જ બતાવશે ....સર અમને ઓર્ડર નથી સર નહિ તો તમે જીવતા ન હોવ આમ ... “ આર્મી ઓફિસર ગુસ્સામાં બોલ્યા.
તમામ ગુજરાતમાં કર્ફ્યું લાગ્યો તમામ કચેરી ઓફીસ આર્મીના તાબા હેઠળ આવી. જાણે આખું ગુજરાત પર મશાલ લો લાગુ પડ્યો હોય વાહનવ્યવહાર બંદ રોડ બંદ રસ્તા બંદ તમામ રસ્તા પર આર્મી ઉતરી દેવાઈ. પોલીસ નજર બંદ હતી. ફોન બંદ. ઈશારો મળતા જ ઓપરેશન ચાલુ થયું. તમામ બંકર ઉડાવી દેવાયા સજ્જનનો મહેલ અને હોટેલ બધું જ ઉડાવી દેવાયું. છેલ્લે ચાર કલાક માં આખું જગતપુર ચોખ્ખું કરી દીધું. ઈશારો છેક સુધી ગયો કે તમામને મોત આપી દેવી હતી .
રાષ્ટ્રપતિ ભવન
આર્મી ચીફ એરફોર્સ નેવી ના વડા વિપક્ષન નેતા વડાપ્રધાન હાજર હતા. એમાં કર્નલસર cds આવ્યા. ઇન્ટેલના ચીફ વેણુગોપાલ પણ લાવવામાં આવ્યા.
“ અચાનક શું થયું ? “ cds સામે જોઇને રાષ્ટ્રપતિ બોલ્યા
“ સર ઈમરજન્સી છે ....” પછી આખી વાત કરી...
“ તમને ખબર હતી ??? “ રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને વેનુંગોપાલ બન્ને સામે જોઇને કહ્યું..
“ હા સર , ....” નતમસ્તક બન્ને બોલ્યા.
“ તમને ખબર છે વોટબેંક કરતા દેશ મહત્વનો છે ??? “ વિપક્ષનેતા
“ મને એમ કે એ કન્ટ્રોલ બહાર નહિ જાય ...”
“ સોરી સર . પણ હવે સમય નથી ..તમે ખાલી ગુંજરત સીલ કરવાનો આદેશ આપી દો .. “ cds બોલ્યા કર્નલએ એમણે બોલવા કહ્યું.
“ હા ,, “ ફટાફટ આદેશ છૂટ્યા.
“ આરોપી નું શું છે ...? “ રાષ્ટ્રપતિ બોલ્યા.
“ એ નજરબંદ છે... “ કર્નલ બોલ્યા.
“ આ કોણ છે ? “ રાષ્ટ્રપતિ બોલ્યા.
“ સર , આ આર્મી ઇન્ટેલના ચીફ છે ....” આર્મી ચીફ બોલ્યા
“ પણ આર્મી ઇન્ટેલ તો આબુ વાળા પ્રસંગ પછી વિખેરી નાખવામાં આવી હતી ને ?? “ વડાપ્રધાન બોલ્યા,
“ હા , સાચી વાત છે ને પણ એ સમયે મને થોડી શંકા હતી. એટલે જ મેં અંગત રીતે કર્નલસાહેબ ને મેં જવાબદારી સોપી હતી... “ આર્મી ચીફ બોલ્યા.
“ પણ કર્નલ તો આર્મીમાંથી કોર્ટમાર્શલ થયો હતો ને ...? “ વેણુગોપાલ બોલ્યા.
“ હા , પણ કોર્ટમાર્શલમાં એમને કાઢવામાં આવ્યા હતા નહિ. એમને ફક્ત પ્રોમોસન રોકવામાં આવ્યું હતું. બીજું કઈ જ નહિ...” આર્મી ચીફ બોલ્યા
“ શું કામ અને એનો આજ ની જોડે શું સંબંધ છે ?? “બધા એ લગભગ એ સ્વરમાં કહ્યું.
“ એમની દીકરી છે લીઝા એ અને અજય એનો કલાસમેટ અને ફ્રેન્ડ હતા. બને સાથે હતા એની ફિયાન્સી હતી લીના અજય અને લીના ને સજ્જન અને એના માણસો એ પકડી લીધા અપહરણ કર્યું.. એને છોડાવવા માટે તમામ સરકારી તંત્રએ હાથ ઊંચા કરી દિધા એ વખતે અજય કોઈ સામાન્ય વ્યક્તિ હતો નહિ એ સ્થાનીક ક્લાસ ૨ ની પરીક્ષા પાસ કરીને સીધો dsp બનેલ હતો. એક ઓફિસર હતો. ૬ મહિના થયા છેક dgp અને મુખ્ય મંત્રી સુધી કોઈએ મદદ ન કરી હું એ વખતે વેસ્ટર્ન કમાંડમાં જ હતો મેં ખુદ ફોન કર્યા હતા. છતાં કોઈએ મદદ ન કરી. અને છેલ્લે એ જ કર્યું કે જે એક આર્મી ઓફિસર કરે છે એ જ જાતે જઈને શેતાનના હાથમાંથી એ બન્નેને એક નાનકડા છોકરાને બચાવ્યો. બચાવ્યા પછી પણ જયારે લીના જેના પર કેટલાય મહિના સુધી રેપ કર્યો હતો બચવાની કોઈ આશા ન હતી એ શેતાન આર્મી સ્ટેશન બહાર નીકળવા દેતા નહતા. આર્મી ડોકટરોએ આગ ળ લઇ જવાની સલાહ આપી ત્યારે ના છૂટકે હાલના મુખ્યમંત્રી એ વખતના ખાસ નેતાની મદદથી સંધી કરી કે એ લોકો બહર જવા દેશે બદલામાં એમણે અજય અને લીનાની જીદગી ભેટ આપી.. એ જ ઓફિસર જોડે સરકારે બળજબરીથી કોર્ટ માર્શલ કરાવ્યું. મારા હાથે જ કર્યું હતું. ચાર સેન મેડલ એ શોર્યચક્રથી સન્માનિત અને કેડેટ અને જવાન માં પ્રિય એવા કર્નલ જોસેફનું મારે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી કરી અને કરવી પડી. હવે એ માણસ એટલો શક્તીશાળી થઇ ગયો કે સીધો દુશ્મનના હાથમાં જઈને મળી ગયો. હવે એ કોઈના કંટ્રોલમાં નથી તમામ લોકોએ ઉપયોગ કર્યો હવે એ રાજા બની ગયો. વેણુગોપાલસર તમને તો ખબર હતીને તમે કીધું ?? “ “
“ હા મેં સરને રીપોર્ટ કર્યો હતો ?? “ વેણુગોપાલ નીચું જોઈ ગયા.
“ મને કઈ જ ખબર નથી ...”
“ mr. વડાપ્રધાન થોડું સાચું બોલો ....” રાષ્ટ્રપતી બોલ્યા ગુસ્સામા..
“ સર હવે આગળ શું એનું કરીશું ? “ cds બોલ્યા
“ હા , પ્રથમ તો તમામ હાલ માં નજરકેદ છે. સજ્જનની ખબર નથી બાકી રાજન દિલાવર એતો અહી જ છે હવે ક્યાય નહિ જાય તમામ આતંકવાદી ને મારી નાખ્યા છે. દીલ્હી સેફ છે. બોર્ડર સીલ છે ગુજરાત મુખ્યમંત્રી બંદ છે અમારી જોડે આખું તંત્ર બંદ છે. લીઝા અને માર્ટીન બને ત્યાં છે. નિશાંત અને લોરા એ ગ્રાઊંડ પર છે એની મદદમાં ગોરખા અને પેરા કમાન્ડોની ટીમ છે. બે કલાક થઇ ગયા છે અગામી બે કલાકમાં તમામ નાશ થઇ જશે.. “ આગળ શું કરવું એ પોલીટીકલ સવાલ છે.
“ એ લોકોએ ને કોર્ટમાં સજા કરો ભલે અમારી સરકાર રહી. બે દિવસમાં તમામ નેતા અને અધિકારી ને કોર્ટ રૂમમાં ઉભા ક્રોઈને મીડીયા સામે સીધી સજા કરો બીજા જુએ ને વિચારીને કે આવું કામ કરાય નહિ. બસ આની સજા થવી જ જોઈ સજા મને પણ થવી જોઈએ હું પણ ગુનેગાર છું મને અંદેશો હતો મેં કઈ ન કર્યો ....બસ “ નેતા વિપક્ષ બોલ્યા.
“ હા સર .... સાચી વાત છે ,, “ બધા બોલ્યા.
આ બાજુ તમામ લોકેશનને પુરા કરીને મહેલમાં પ્રવેશ્યા જબજસ્ત ગોળીનો વરસાદનો સામનો કરવો પડ્યો.અડધા કલાક પછી વિજય લોરા અંદર પ્રવેશ્યા.કોઈને ખબર ન હતી કે અંદર સજ્જન છે.
“ ઓહ તું , ,,” સજ્જન વિજયને ઓળખી ગયો...
“ તું સજ્જન ,,,:” વિજય નજર પડી.
“ તમે લોકો મને મારી નાખશો એમ .... નહિ મારી શકો ...” ગુસ્સામાં લાલ સજ્જન બોલ્યો.
“ તને મારીને હાથ શું કામ બગાડીશું ? તને તડપાવિશુ ...બહુ જ .. બહુ શોખ છેને તને શરીર થી રમવાનો હવે રમીશું...” લોરા બોલી..
બધાયે મળીને એને બહુ જ સારી ધોલાઈ કરી...
રાષ્ટ્રપતિ ભવન ..
“ સર ગુજરાતથી મેસેજ છે કે ઓલ ક્લીયર .....” કર્નલ સર બોલ્યા.
“ હવે , આને મોકડ્રીલ જાહેર કરો ...કોર્ટને આદેશ કરો તમામ તંત્રને એક દિવસ માં સજા કરો,,” રાષ્ટ્રપતિ એ આદેશ આપ્યો.
“ હા સર ,,, “
મીડિયા હાઉસમાંથી જાહેર થયું કે ગુજરાતમાં જે થયું એ એ મોક્ડ્રીલ હતું બીજી કઈ નહિ. એમાં દિલ્હી પણ સામેલ હતું, એમાં ૧૦ આતંકવાદી માર્યા ગયા ચાર પકડી લેવા માં આવ્યા એના સાથે બેજવાબદારીના બદલામાં ૪૦ અધિકારી સસ્પેન્ડ અને ૧૦ IAS લેવલના અધિકારી ડીસમીસ અને તમામ સામે FIR થઇ છે, ૫ મોટા અધિકારીને રજા આપી દેવી છે તપાસ ચાલુ છે..
કોર્ટરૂમમાં બે દિવસ રાત સુનાવણી ચાલી બંદ બારણે સાવ અજાણી જગ્યાએ લઈ જઈને કોર્ટ ચાલી બેદિવસ પછી કોર્ટ આદેશ આપ્યો.
“ તમામ દલીલ સાંભળ્યા પછી સજ્જન રાજન અને દિલાવર દોષિત છે અને એમને ફાંસી આપવામાં આવે બે દિવસની અંદર તત્કાલ. તમામ અધિકારી જે આ ઘટના રોકી શકતા હતા છતાં પણ એમણે રોકી નહિ એ તમામ દેશદ્રોહી જ છે, તમે સાચી રીતે જો તમારી ફરજ નિભાવી હોત તો આ ઘટના અટકાવી શકાઈ હોત તો... અત્યાર સુધી જે જે કલેકટર રહી ગયા છે sp રહી ગયા તમામ વિરુદ્ધ પણ કેસ ચલાવો . અને અજયભાઈ તમને તમારી પોસ્ટ પાછી આપવામાં આવે છે અને તમેં આટલા વરસ મૌન રહ્યા એનાં બદલે થોડોક વિશ્વાસ ન્યાયમંદિર પર રાખીને કઈક કર્યું હોત તો બીજી વાર આ વાતું ના થઇ હોત. જે બન્યું એનાં માટે ફાંસી ઓછી છે... લીનાને તમામ આરોપ માંથી પણ મુકત કરે છે ... “ છૂટ્યા પછી રજત અને અલોક આરોહી અને શ્વેતા મળ્યા.
“ શ્વેતા . લીઝા અને વીજુ ક્યાં છે ? “ અજયભાઈ બોલ્યા.
“ ભાઈએ હોસ્પીટલ છે એને ગોળી વાગી છે ... ફોઈનો ફોન હતો... “ શ્વેતા બોલી.
“ તો જઈશું મારે એને મળવું છે .... “ લીનાભાભી બોલ્યા.
“ ના ભાભી એ લોકો અમદાવાદ કાલે શિફ્ટ થશે ...” રીતિકા બોલી
“ મારે જવું છે બસ .....” લીનાભાભી ગુસ્સામાં બોલ્યા..
“ પ્લેન છે સાંજનું ૮ વાગે હું ટીકીટ બુક કરી દવ છું ...” આરોહી બોલી.
“ ફોન થઈ ગયો છે... ચાલો એરપોર્ટ .. “ રજત બોલ્યો..
આ બાજુ સજ્જનને મેથીપાક ચખાડ્યા પછી એને સ્પેશિયલ પ્લેનમાં દિલ્હી લઇ જવામાં આવ્યો. ત્યાં દિલાવર રાજન બન્ને હતા.
“ કેમ સજ્જન ...કીધું હતું ને કે મારી સામે આવીશ તો અઘરું થશે યાદ છે ?? “ કર્નલસર બોલ્યા.
“ તું .. તને તો આર્મીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો ને ...” રાજન બોલ્યો
“ કેમ રાજકારણ તું જ રમી શકે છે તને જ આવડે છે ? એ પ્લાન હતો ... “ કર્નલ બોલ્યા
“ હજુ તે અમારું રાજકારણ જોયું જ ક્યાં છે ....” લીઝા બોલી
“ તું પણ છે ....” દિલાવર બોલ્યો
“ હા છું ને હજુ જીવુ છું ... તને સજા અપાવવા .....” લીઝા ગુસ્સામાં બોલી
“ કસમ થી તને પણ પકડી લીધી હોત તો તને ,, તારી જોડે મઝા આવત વધારે ...” રાજન બોલ્યો.
લોરાએ ગુસ્સામાં ચાર મુક્કા માર્યા. વિજયે જોર થી માર માર્યો.
“ તું હજુ ક્યાં ઓળખે છે અમને હજુ તારો પનારો ક્યાં આર્મી જોડે પડ્યો છે જ ...” વિજય બોલ્યો
“ અમારું ચાલેને તો અમે તને જીવતો જ સળગાવી દઈએ પણ અમારા હાથ બંધાયેલા છે.” લોરા
“ તું જીવતો રહે એના થી વિશેષ સજા તારા માટે કઈ જ નહિ હોય ...સજ્જન તને કહ્યું હતુંને કે જો શક્ય હશે તો અને ઈશ્વર કરે ને ફરી થી તું મારી જોડે ટકરાઈશ તો બહુ જ ભારે પડશે...” કર્નલ પ્રવેશતા બોલ્યા.
“ તું ....”
“ હા હું મારું જ ચક્ર છે આ રચેલુ બહુ લાંબી કહાની છે જેલમાં મળવા આવીશ તો કહીશ બાકી તારા કોઈ માણસ તો બચ્યા નથી કે તમને લોકોને કઈક કહે. આ લોકોને સ્પેસીઅલ યુનિટને આપી દો હવે એ લોકો કરશે. “
બધા વાતોમાં વ્યસ્ત હતા એટલા માં સજ્જનએ બાજુમાં ઉભેલા સિક્યુરીટી ઓફિસરની રીવોલ્વોરને લઈને વિજય તરફ ગોળી ચલાવી પણ લોરાનું ધ્યાન હતું વિજય ને ધક્કો માર્યો પણ ગોળી હાથની બાજુમાંથી નીકળી ગઈ...હોસ્પીટલ લઇ ગયા. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન એ બેહોશ થઇ ગયો. જોડે કોઈ નહતું બધા તૈયારીમાં પડ્યા હતા. નિશાંતને ફોન આવ્યો હોસ્પીટલથી
“ લીઝા મેમ , હોસ્પીટલ થી ફોન હતો.. કે વિજય બેહોશ છે એને દવા રીસ્પોન્ડ નથી કરતી વિજયના નજીક તમે જ છો ડોક્ટર તમને બોલાવે છે તાત્કાલિક.... “
“ ઓકે હું આવું છું ,,,,” ફોન મૂકાઈ ગયો.
લીઝા હોસ્પીટલ પહોચી. ડોક્ટર સાથે તમામ વિગત આપી જે જૂની હતી એ તમામ એની જોડે જે થયું હતું.
“ સર આ તમામ વિગત સાચી પણ બેહોશ થવાને અને ગોળી વાગવાને શું સંબંધ ? “
“ એ નથી સમજાતું પણ તપાસ ચાલુ છે મેમ વાંધો નહિ આજે નહિ થાય વધારે ટેસ્ટ કરવા પડશે..”...
૨૪ કલાક ટેસ્ટ તપાસ પછી પણ કઈ જ ફેર ન પડ્યો. બધા ચિંતામાં હતા. તમામ ટેસ્ટ થઇ ગયા.
“ મેમ બે દિવસ થઇ ગયા છે હવે ઘરે ફોન કરવો જ જોઈએ શું કહો છો ? “
“મને એવું જ લાગે છે પણ આજે અને કાલે છેલ્લી સુનાવણી છે. જો આજે ફોન કરીશું તો બધા ચિંતામાં પડી જશે .. “
“ એ પણ છે ... મેમ તમે ઓફીસ જાવ આમ પણ હવે ત્યાં મારું કઈ જ કામ નથી તમારે ત્યાં રહેવું પડશે. પેપર્સ કાલે કોર્ટમાં પહોચાડવાના છે ને ...? “
“ હા એતો છે પણ વીજુ મારી જવાબદારી છે ...હા યાર તું મેમ અહિયાં તો ન બોલ એક વાત બોલ તું વિજય થી પ્રેમ કરે છે ?? “
“ નો યસ ,,ના અમે સારા ફ્રેન્ડ છીએ બસ ...” લોરા જવાબ ન આપી શકી
“ હું સમજી ગઈ ....તું બેસ કઈ જરૂર હોય તો નિશાંત છે ...”
“ ઓકે મેમ ...”
“ ફરી મેં મ ...? “
“ સોરી ...”
આ બાજુ કેસ પૂરો થયો ચાર દિવસ પછી...
લીઝાએ કેસ પૂરો થતા જ કોર્ટરૂમમાં ફોન કર્યો. બધા સુનાવણીમાં હતા. એ ઓફિસર શ્વેતાને બોલવા આવ્યો એ વખતે આરોહી બહાર હતી. શ્વેતા બહાર નીકળી
“ શું થયું શ્વેતા ? ‘
“ ફોન છે લીઝાફોઈ નો ચલ આવ ...”
“ હા ચાલ ....”
ઓફિસરે ફોન જોડી આપ્યો.
“ હા ફોઈ ...”
“ શ્વેતા એક ખરાબ સમાચાર છે ...”
“ શું થયું ફોઈ બધું બરાબર તો છેને ...? “
“ ના વિજુને ગોળી વાગી છે એ બેહોશ છે ખબર નહિ એને ક્યારે ભાન આવશે.. આજે ફેસલો આવે પછી તમે લોકો અજયને લઈને તરત આવજો કોઈને બહુ કેહતી નહિ..ઓકે ..”
“ હા ,..” શ્વેતાનો આવજ રૂંધાઇ ગયો. સામે છેડે ફોન મૂકાઈ ગયો.
“ શું થયું શ્વેતા ...? “ શ્વેતા આરોહીને પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી..
“ વીજુને ગોળી વાગી છે ચાર દિવસ થી ભાન નથી આવ્યું... “
“ હિમત રાખ કેસ પૂરો થઇ જવા દે બસ. “ આરોહીએ હિમત આપતા કહ્યું.
“ ઓકે ...”
“ તું ચુપચાપ જઈને અંદર બેસી જા ..”
“ હું એકલી નહિ જાવ તું આવ...”
“ઓકે ચલ ....”
“ શું થયું ? “ રજત આવ્યો..
આરોહી એ વિગત આપી ..રજત માંડમાંડ પોતાની જાતને સંભાળી શક્યો.
કેસ પૂરો થતા જ વાત કરી બધા શોક થઇ ગયા. તમામ પ્લેનમાં બેસીને જવા નીકળ્યા.
***********************************************************************
બધા એરપોર્ટ પર પહોચ્યા અને ટેકક્ષી કરીને સીધા હોસ્પીટલ ગયા. લીઝા વિજયના જુના મેડીકલ પેપર્સ શોધી લાવી. ડોક્ટર્સને આપ્યા. આ બાજુ લીઝા એરપોર્ટ લેવા ગયા અને લોરાને હોસ્પીટલમાંથી બોલવામાં આવી.
“ મેમ , તમારે પેશન્ટ સાથે થોડીવાર રહેવાનું છે ડોક્ટર ઓબ્સર્વ કરવા માંગે છે ... “ એક નર્સ બોલવા આવી
“ પણ લીઝા મેમ આવે તો વધારે સારું ....”
“ મેમ એટલો સમય નથી તમે પણ આવી શકો છો તમે એમની જોડે જ છોને ..? “
“ હા ઓકે ચાલો “
રૂમમાં કોઈ ન હતું માત્ર વિજય અને લોરા હતા લોરા થોડીવાર ચુપચાપ બેઠી. પછી એને પ્રથમ મુલાકાત અને પછી તમામ વાત યાદ આવી. એનો સ્પર્શ એનો સાથ એની વાતો માનો મન એને વિજયનો સાથ ગમતો હતો એટલે જ બધાની સામે થઇ ને એને શોધવા છોડાવવા ગઈ હતી. એને ધીમે ધીમે વિજયનો હાથ પોતાના હાથમાં લઇ લીધો.
“ વિજય બહુ થયું ભાન આવી જા ...યાર બસ ...હવે કોઈને ગુમાવવા નથી માંગતી હું ...” એને મનોમન વાત કરતા કરતા એને વિજયના ખભા પર માથું મૂકી દીધું.
આ બાજુ અજયભાઈ લીના રજત અલોક અને અલકા રીતિકા લીઝા શ્વેતા આવી ગયા, એ કાચમાંથી આ દ્રશ્ય જોયું,
“ કોણ છે આ ?? “ લીનાભાભી બોલ્યા
“ આ લોરા છે એની જોડે છે ..કામ કરે છે ... “ અજયભાઈ એને ઓળખતા હતા લીઝા એ અગાઉ ઓળખ આપી હતી.
“ હા , એ લોરા છે ..વિજયને એ જ શોધી લાવી હતી. “ લીઝા બોલી.
તરત એક નર્સ બોલવા આવી તમે ત્રણ કે ચાર વ્યક્તિ ડોક્ટરની ઓફીસમાં આવો હા એ તમામ પેશન્ટની નજીક હોવી જોઈએ. લોરા લીઝા અજયભાઈ શ્વેતા અંદર ગયા.
“ બેસો , પ્રથમ એ કહો કે એ દિવસે બરાબર શું થયું હતું ? “ ડોક્ટર બોલ્યા.
“સર અમે આરોપીની તપાસ પૂરી કરીને એ લોકોને બીજે મોકલવાના હતા એમાં ફોર્સના આવવાની રાહ જોતા હતા એટલા માં એક વ્યક્તિએ હાથમાંથી રીવોલ્વોર લઈને ગોળી મારી. મારું ધ્યાન ગયું અને મેં વિજયને ધક્કો માર્યો. એ જઈને દીવાલ પર જઈને ટકરાયો. એ બેહોશ થઇ ગયો.અમે એને અહી લઇ આવ્યા બસ “ લોરા બોલી.
“ એ માથું કઈ બાજુ અથડાયું હતું ? “ ડોક્ટર્સ
“ પાછળ બાજુ ... સીધું દીવાલ જોડે ... કઈ ઇન્ટરનલ ઇન્જરી છે. ? “ લોરા ફરી બોલી.
“ સર , આ એ કોલેજમાં હતો ત્યારે થયું હતું એ પહેલીવાર જગતપુર ગયો હતો એ બેહોશ થઇ ગયો હતો એ મહેલ જોઇને દુર થી જ . પ્રથમવાર જયારે એને લઇ આવ્યા હતા એ લોકોમાંથી છોડાવીને લઇ આવ્યા હતા એની સામે જ બધું થયું હતું લીનાનો રેપ અજયને ટોર્ચર કરવામાં આવ્યો હતો એ તમામ એ નાનકડી આંખોએ જોઈ હતી. એ વખતે ડોકટરે એમ કહ્યું હતું આ છોકરાને આ તમામ વસ્તુ યાદ ન આવી જોઈએ કે ન એની સાથે જોડાયેલી વસ્તુ યાદ આવી જોઈએ. એટલે જ એને એ બધી વસ્તુ સજ્જન અને એને એના લોકો જગતપુર કે એની સાથે જોડાયેલી તમામ યાદો અજય અને લીનાએ ભૂંસી નાખી હતી. એક પણ વસ્તુ રાખી નહતી અમારી વાતચીતમાં હમેશા એ વસ્તુનું ધ્યાન રેહતું કે અમારા ઈમોશનમાં લાગણી માં કોઈ દિવસ એ સમયનો ઉલ્લેખ થાય, જયારે લીનાને એ માણસો એ પીછો કર્યો અને વિજયના મગજમાં એ વાતો હતી એટલે જ એને રજત અને અલોક શ્વેતા જોડે મળીને બદલો લીધો એ ભૂલી ગયો હતો એ સજ્જન કોણ છે ? પણ એનું મગજ એને કરાવતું હતું, આ વાત ડોક્ટર અંકલે અમને કહી હતી. એમણે જયારે બીજી વાર આ શ્વેતા ને રજત ને અલોક ફરવા ગયા એ ગામ સુધી ગયા એ જગ્યા જોઈએ એને યાદ નથી પણ મગજમાં એ યાદો હતી એ યાદો નું તોફાન ચાલુ થયું કે એ બેહોશ થઇ ગયો. “ લીઝા બોલી.
“ એટલે જ એને આ તમાંમ વાત થી દુર રાખવા માટે જ અમે આ બધાને છુટા પાડીને અલગ અલગ કર્યા. પણ કુદરત એને એ જગ્યાએ ફરી પાછી લઇ આવી એ જ સ્થિતિ કરી આપી “ અજયભાઈ બોલ્યા.
“ ડોક્ટર એને ભાન તો આવી જશેને ? “ શ્વેતા બોલી
“ આપણે પ્રયત્ન કરીએ છીએ પણ એક વસ્તુ સમજો કે એને એ તમામ જૂની ભૂંસાયેલી યાદો ફરી તાજી થઇ છે. એટલે જ આ થયું છે . એવી વસ્તુ જે ન યાદ આવી જોઈએ . “
“ સોરી ડોક્ટર પણ ડોકટર અંકલ એમ કહેતા હતા કે એ યાદો કોઈ દિવસ પછી નહિ આવે એ ભૂલી ગયો છે તો પછી એના માઈન્ડમાં છે એ કઈ સમજાયું નહિ “ શ્વેતા બોલી.
“ એ યાદો એ ભૂલી ગયો છે એની ઈજાના કારણે પણ એના માઈન્ડમાં તો છે જ જેમ કે તમે પાટિયા ઉપર ચોકથી લખો અને જો ચોક ભીનો હોય અને તમે ભૂંસી નાખો પણ એ ડાઘા રહી જાય છે બસ એવી જ રીતે એ યાદો એ દેખીતી રીતે ભૂલી ગયો છે પણ એની સાથે જોડાયેલી વાત એને યાદ આવે છે ત્યારે એ કંટ્રોલ ખોઈ બેસે છે. એમાં ઘણા બેભાન થાય ઘણા માનસિક રીતે અસ્વસ્થ થાય વિજયના કેસ માં એ બેભાન થાય છે. એનો મતલબ કે જયારે બેભાન થયા ત્યારે એનું માઈન્ડ એ જ વાતો વિચારતું હતું. મને તમારા ફેમીલી ડોકટર જોડે વાત કરવા મળશે?”
“ ના સર એ ગુજરી ગયા બે વરસ થયા ....” અજયભાઈ બોલ્યા.
“ ઓકે હું કોઈ બીજા ડોક્ટર છે અમારા એ અમેરિકાથી હાલ રીટન થાય છે એ કાલે સવારે આવી જશે એના પછી જ વાત આગળ વધે ... “
“ સર એ બચી તો જશે ને ??/ “ લીઝા પહેલીવાર રડવા જેવી થઇ ગઈ.
“ સોરી એ વિષે હું કઈ જ ન કઈ શકું .... રીપોર્ટ નોમલ છે એમાં કોઈ જ તકલીફ નથી પણ મગજ કઈ રીતે રિસ્પોનડ આપે છે એની પર છે ... સોરી .. “
હાજર બેઠેલા શ્વેતા લોરા લીઝા ને અજયના ચહેરા પર હાવભાવ બદલઈ ગયા. તમામ બહાર ગયા. હોસ્પીટલમાં મુલાકાત રૂમમાં બધા આવી ગયા હતા. રજત અલકા અલોક રીતિકા લીનાભાભી અને અજયભાઈ ચારેય બહાર આવ્યા.
“ શું થયું ? “ લીનાભાભીએ અજય અને લીઝા ના ચહેરાના હાવભાવ બદલાયેલા જોઈને કહ્યું
“ એક ડોક્ટર આવે છે કાલે સવારે એ તપાસ કરે પછી વધારે ખબર પડે ...” અજયભાઈ બોલ્યા
“ બીજું શું કહ્યું ? તમે કઈક છુપાવો છો તમારા હાવભાવ કઈક અલગ જ કહે છે...લીઝા ..”
“ લીનું , કદાચ ભાનમાં ન પણ આવે ,,, કદાચ આવ્યા પછી એ માનસિક રીતે બીમાર પણ થઇ જાય , કદાચ એનું શરીર સાથ છોડી પણ દે .....” લીઝા જોડે બેસતા બોલી આટલું બોલતા એ લીનાને વળગીને રડી પડી ધ્રુસકે ધ્રુસકે ...
“ સોરી , મેં તને વચન આપ્યું હતું કે હું એને સાચવીશ હું સાચવી ન શકી ....સોરી ....” લીઝા ચોધાર આંસુ એ રડી પડી....લીનાભાભી અને અજયભાઈ એ જયારે લીઝા આવી હતી ત્યારે ચારેય ભાઈબંદને અલગ થઇ ગયા હતા એ પછી અજયભાઈ એ લીઝાને બોલાવી હતી અને વિજયનું શું કરવું એ વિષે વાત કરી હતી એ વાત એ યાદ આવ્યું.
“ લીઝા એને અલગ કર્યા પછી શું ? “ અજયભાઈ બોલ્યા હતા
“ તું શું કામ ચિંતા કરે છે હું એને લઇ જઈશ મારી જોડે કોઈ પરીક્ષા અપાવીને ...”
“ તને ખબર છેને એને તકલીફ છે ...જુની કોઈ વાત અને કોઈ જ એ પ્રકારની ઘટના એની સામે ન આવી જોઈએ .......” લીનાભાભી બોલ્યા
“ ડાર્લિંગ એ તમારા કરતા મારી વધારે નજીક છે ખબર છેને ....તમે બન્ને શું કામ એટલી ચિંતા કરો છો મારા જીવ થી વધારે ચિંતા કરીશ ધ્યાન રાખીશ મારી ઈચ્છા એને મોટો ઓફિસર બનવાની છે ...જેમ તમારા બન્નેની છે એમ ....”
“ લીઝા કેટલો સમય છે તારી પાસે ....” અજયભાઈ બોલ્યા.
“ છેને તું બોલને લોંગ ડ્રાઈ પર જવું છે ....” રોમેન્ટિક અદામાં બોલી લીઝા .
“ ડોક્ટર અંકલ જોડે જવું છે .......” લીનાભાભી ધબ્બો મારતા બોલ્યા.
“ ઓહ ચલ ત્યાંથી હું નીકળી જઈશ મને મૂકી દેજો ઓકે એ લોકોના આવ્યા પહેલા હું જતી રહીશ.”
“ હા ચલ ...” બધા ડોકટર અંકલ જોડે ગયા.
“ ઓહ ત્રણેય આજે તો વેરી ગૂડ ...વેલકમ બેસો ....” ડોક્ટર ત્રણેય જોઈને બોલ્યા.
“ વાત જ એવી છે સર આવવું પડ્યું..” અજયભાઈ બોલ્યા.
“ બેસો શું લેશો ચા કે કોફી ....લીઝા કર્નલસાહેબ કેમ છે ? “ ડોક્ટર બોલ્યા
“ સરસ છે તમે યાદ કરે છે ...સર મારી જોડે બહુ જ સમય નથી બે વાત પૂછવી છે ....પ્રથમ તો એ કે હું વિજયને લઇ જવા માંગું છું દિલ્હી ....એ આજ દિન સુધી ક્યાય બહાર ગયો નથી. બીજું એ ક્દાચ આર્મી જોઈન કરે તો એને કોઈ તકલીફ થાય ખરી ...”
“ તું હમેશા ઉતાવળમાં હોવ ..તારો બાપ પણ ...બેસ તો ખરી પહેલા પાણી પી , પહેલી વાત વિજય અમેરિકા જાય મૂન પર પણ જાય તો કઈ જ વાંધો નથી એને મારી પરમીશનની કોઈ જરૂર નથી એ વાત ને આજે વરસો વીતી ગયા આજ દિવસ સુધી આપણે કોઈ એવા લક્ષણ જોયા નથી બરાબર લીના ....”
“ હા ડોકટરઅંકલ સાચી વાત છે , પણ તે દિવસે થયું એ ,,,,”
મેં શ્વેતા જોડે વાત કરી હતી એ લોકો જગતપુર ગામમાં ગયા હતા એને એ મંદિર જ્યાંથી તમને પકડ્યા હતા એ એ મહેલ એ રસ્તા જોયા એનું મગજ ફરી થી શોધવા માંડ્યું હોય કે આ ક્યાય જોયુ છે એ નોર્મલ છે આપડું મગજ જયારે જોએલી વસ્તુ ફરી વાત યાદ કરે ત્યારે આજ રીતે વર્તે પણ એ યાદ ભુસયેલી હતી એટલે એ બેહોશ થઇ ગયો કેમ કે મગજ વધારે દોડ્યું અને બંદ થઇ ગયું પણ એને યાદ ન આવ્યું એટલે એને એ વ્યક્તિ અને એ પ્રકારની કોઈ ચીજ એને દેખાય તો કદાચ એ પ્રકારે વર્તે હું દવા અને ફાઈલ આપી દવ છું કોઈ પ્રકારે એ વાત થાય તો એ તમે ડોક્ટરને બતાવી દેજો, હા એને મેરેજ નક્કી કરો તો સામેવાળી વ્યક્તિને આ વાતની ખબર હોવી જોઈએ કે વિજયને નાનપણની વાત ભૂલી ગયેલો છે તમામ એને તકલીફ પછી ઉથલો મારી શકે છે એ પણ યાદ હોવું જોઈએ ,,,,જો મારી ઉમર થઇ ગઈ છે હું ખાસ હોસ્પીટલ જતો નથી મારો નંબર અડ્રેસ તમારી પાસે છે કઈ થાય તો મારો સંપર્ક કરજો પણ હવે મેડીકલ ઘણું આગળ છે વધે છે એટલે કઈ ચિંતા નથી પણ ધ્યા ન્રખવું જરૂરી છે. ગમેં ત્યાં જાવ એ ઘટના એની સામે પછી ના આવે તો વધારે સારૂ છે ઓકે આ કહીને ડરવું એમ નથી કહેતો પણ સાવચેતી રાખો એમ ..ઓકે લીના ડર નહિ રડ નહિ એને માનસિક રીતે એટલો મજબુત બનવ કે એને કોઈ વાત ની અસર જ ના થાય ....”
“ થેન્ક્સ ડોક્ટર આને મોડું થાય છે આપણે તો મળતા રહી શું ...” અજયભાઈ બોલ્યા
“ હા લીઝા અજય ને હું ફાઈલ આપી દઈશ સાચવીને રાખજે મારું માનો તો તમે ગમે ત્યાં ગમે તે જગાએ આ વાત ભૂલ થી કોઈના થી છુપાવતા નહિ ઓકે લીના અજય ....”
“ હા અંકલ ...”
એ પછી વિજયને મોકલ્યો ત્યારે એ ફાઈલો મોકલી દીધી હતી .....
આ વાત બન્ને એક સાથે યાદ આવી લીના લીઝા બન્ને એકબીજાને ભેટીને રડી રહી હતીં.
અજયભાઈ શ્વેતા જોડે ગયા.
“ તું બધાને લઈને હોટેલનો પર જા હું બુક કરવી દઈશ લઇ જા ....”
“ હા “ શ્વેતા સહિત બધાની આંખો ભીની હતી
“ સર , મારો ફાર્મ હાઉસ છે હોટેલમાં જવાની જરૂર નથી. “ લોરા બાજુમાં બેઠી હતી એ બોલી
“ તમે બધા જાવ ફ્રેશ થઇ જાવ હું છું અહી .....” લોરા બોલી
“ ના તમેં શું કામ તકલીફ લેશો ... “ અજયભાઈ બોલ્યા
“ એમાં તકલીફની કોઈ વાત જ નથી ...તમે ચાલો નીચે .... શ્વેતા ચલ ...અલકા ...બધા ચાલો “
“ લીના ..ચલ ....ફ્રેશ થઈને સવારે આવીશું અમેય ૨ વાગી ગયા છે રાતના ...” અજયભાઈ લીના જોડે જઈને બોલ્યા
“ મારે વિજુને જોવો છે ...” લીના રડી પડી
“ અત્યારે મુલાકાતનો સમય નથી એ iccu માં છે જવાની મનાઈ છે ...ચલ ફ્રેશ થઈ જ સવારે ડોકટર આવી જશે. ચલ થોડીવાર સુઈ જા ... “ અજયભાઈ બોલ્યા... લીઝાને ઈશારો કર્યો લીના ને ઉભી કરવા
“ હા લીનું ચલ લોરા આહિયા છે એ સાચવી લેશે આમ પણ અહિયાં કોઈની જરૂર નથી ... આ મેડમ કોઈને રહેવા નહિ દે ...” લોરા સામે જોઇને સ્માઈલ આપી
“ મેમ એવું કઈ નથી તમે લોકો મારા ઘરે જાવ મને આદત છે રાત જાગવાની ....તમે આરામ નથી કર્યો.. જાવ .. “
“ આ કોણ છે ? “ લીના બોલી
“ આ લોરા છે અમારી ટીમ મેમ્બર વીજુની જોડે આ જ હતી શ્વેતાને ભારત લઇ આવનાર ...વિજયની ફ્રેન્ડ પણ છે ... કેમ લોરા ....” લીઝા ફરી સ્માઈલ સાથે બોલી
“ સોરી તને ઓળખી નહિ ....” અજયભાઈ બોલ્યા
“ તમે હવે જાવ .....” લોરા બોલી “ જમવાનું બનાવેલું છે જ જમી લેજો...”
બધા નીચે ઉતર્યા....લીઝા અને લોરા એક ખૂણામાં વાત કરતા હતા .
“ લોરા બે છે બે નીચે છે અને એક વાન છે ....”
“ મેમ સિક્યુરીટીની જરૂર નથી ....હું છું ને નિશાંત સવારે વહેલો આવશે ... બસ ‘
“ ના ઓર્ડર છે ઉપર થી ...રાખવાની જ છે ....તું કેમ .? “
“ શું મને કઈ નથી થયું ...”
“ મારા થી ???”
“ મેમ તમે મને કયું હતું કે એનું ધ્યાન રાખજે પણ હું ટોટલ ફેલ ગઈ ,,,,,” બોલતા બોલતા રડી પડી.
“ તું શું કામ રડે છે ....જે થવાનું છે તારી મારી હાથ માં ક્યાં છે ઉપાર્વાલો જે કરે છે એ સારા માટે જ કરે છે ....?”
“ પણ હું જેની ઝીંદગીમાં આવી એ બધાનું ....” લોરા લીઝાને વળગીને રડી પડી..
“ ચુપ ફરીવાર બોલી તો મારી નાખીશ .....”
“ તું શું કામ જવાદાર મને છે લોરા જે થવાનું છે એને રોકનાર આપણે નથી ..ટર જાતને જવાબદાર ના માન ..જે થયું એ ભૂલીને હવે શું એ વિચાર ....” અજયભાઈ લોરાન માથા પર હાથ મુકતા બોલ્યા. લોરા અને લીઝા બન્ને એ આંસુ છુપાવાનો પ્રય્તન કર્યો...
“ લોરા , તું બધાને લઇને ઘરે જા હું છું અહી ....પોલીસ ગોઠવાઈ ગઈ છે ...” નિશાંત આવતા જ બોલ્યો
“ તમે તો સવારે આવના હતાને ..”
“ ના હું અંગત કામે હતો પણ આવી ગયો મને સંચાર હતા કે આ લોકો આવ્યા છે સો હું સીધો જ આવ્યો તું જા થોડીવાર આરામ કરી લે અને મુકીને આવ ...”
“ પણ નિશાંત ...”
“ તું જા ,,,હું સીનીયર છુને તો જા ચલ .....સર આને લઇ જાવ ..” અજયભાઈને જોઇને બોલ્યો
“ આ જ્યારથી વિજય દાખલ છે એક મિનીટ સુતી નથી ના જમેં છે ના આરમાં કરે છે એ અહી જ હોય છે એને લઇ જાવ ....બસ રડે રાખે છે ...”
“ નિશાંત કઈ વધારે નથી બોલતો ...”
“ બસ સાચી વાત કહું છું ઓકે ....તુ જા .......”
“ ઓકે “
બધા ઘરે લોરાના ઘરે ગયા...
બધા ફ્રેશ થયા લોરા એ જમવાનું મંગાવી રાખ્યું હતું. ડાઈનીંગ ટેબલ પર બોલાવ્યા.
“ ચુપચાપ થોડું થોડું જમી લો ....બધા ...ઓકે ...”
“ તું પણ બેસ ....” લીઝા બોલી.
“ તમે જમી લો હું જમી લઈશ ,,,” લોરા
“ તું ચુપચાપ બેસ અને જમવા માંડ ... ” શ્વેતા હાથ પકડીને બેસાડી ...
“ ના તમે ....”
“ બસ ચુપ જમી લે હવે ....” લીના ભાભીએ થોડું ગુસ્સે થવાનો ડોળ કર્યો.
“ હવે વટહુકમ બહાર પડી ગયો છે .. હવે જમી લે ..” અજયભાઈ બોલ્યા.
“ હા ....” શ્વેતા બોલવા જતી હતી.
“ હવે કોઈ બોલશે નહિ ,,, “ ફરી લીનાભાભી બોલ્યા.
જમ્યા પછી બધા સોફા પર બેઠા,,,
“ લીઝા . શું તમે બન્ને છુપાઈને વાત કરો છો ....” અજયભાઈ બોલ્યા..બન્ને ચુપચાપ વાત કરતા જોઇને કહ્યું.
“ કઈ નહિ તું બેસ ને ...” લીઝા બોલી
“ ઓય બન્ને અહી આવો તો ....” લીનાભાભી બોલી
“ હા ....”
“ શું છે લોરા કઈ હોય તો બોલને આપણે ઘરના જ છીએ કોઈ બહારનું નથી ...” શ્વેતા બોલી.
“ કઈ નહિ તમે વધારે છો ઘર નાનું છે ...બસ એ જ ...સુવડાવીશ કઈ રીતે...? “ લોરા ધીમેથી બોલી.
“ ઓહ હો ....મેડમ બેસો અમે કઈ મંગળ પરથી નથી આવ્યા... તું બેસ .... “ શ્વેતા એ એને પકડીને બેસાડી ..
“ લોરા અમે ગમે ત્યાં સુઈ જઈશું તું ચિંતા ન કર ...” રીતિકા બોલી
“ હા હવે થોડીવાર બેસ .....” અલકા બોલી...
“ તમે લોકો થાક્યા છો થોડીવાર સુઈ જાવ રજતભાઈ તમે અને અલોકભાઈ તમે ચારેય ઉપર જઈને સુઈ જાવ.. ભાઈ ભાભી તમે મારા રૂમમાં સુઈ જાવ ...મેમ તમે અને શ્વેતાદી તમે સામે રૂમમાં સુઈ જાવ ..સમય બહુ થઇ ગયો છે ...”
“ લોરાબહેન મહેરબાની કરીને તમે આટલા ભારેખમ શબ્દો વાપરવાના બંદ કરો .. ખાલી રજત અલોક ચાલશે,,,”અલોક બોલ્યા.
“ હા ,અમે જઈએ છીએ બહેન લોરા ...” રજત ઉઠતા બોલ્યો.
“ ચાલો બહેનો ....” અલોક અલકા અને રીતિકા ને જોતા કહ્યું.
“ હા ,,,જા હવે જા ઉપાડો ...” શ્વેતા બોલી
“ ભાભી તમે પણ ....”
“ હા ,,,” નાનકડી સ્માઈલ સાથે અજયભાઈ લીના રૂમમાં ગયા.
“ ચાલો લોરાબેન આપણે જઈશું ....” લીઝા બોલી
“ હા તમે બન્ને જાવ ....હું આવું છું ...” લોરા બોલી.
“ ચલ છાનીમાની ...” શ્વેતા પકડીને લઇ ગઈ ...
બધા સુઈ ગયા . પણ લોરાને ઊંઘ આવતી ન હતી બધા થાકના લીધે સુઈ ગયા હતા, લોરા ચુપચાપ ઉભી થઇ અને બહાર નીકળીને ગાડી લઈને હોસ્પીટલ પહોચી. સ્ટાફના ના પાડવા છતાં
ICCUમાં જઈને વિજયની જોડે જઈને એનો હાથહાથમાં લઈને બેસી ગઈ.
“વિજય તને ગુમાવવા નથી માંગતી યાર ...તારી જોડે વિતાવેલી હરેક પળ મને મનમાં રહી ગઈ છે. એક મિત્રની જેમ નહિ પણ એક સાથીની જેમ એક પાર્ટનરની જેમ બસ. મેં જીવનમાં તમામ વસ્તુ ગુમાવવી છે. મમીપપ્પા અને બધા નજીકના ગુમાવ્યા છે હવે તને ગુમાવવાની તાકાત નથી. તને પહેલીવાર જોયો ને એ દિવસથી જ તું મને ગમવા લાગ્યો હતો એ દિવસે જે રીતે તે જોનને માર્યો હતો મારું શરીર ઢાંકવા મને ચાદર આપી એ સમય એ ક્ષણ આજેય નથી ભુલાતી નથી. તને યાદ છે તું જયારે ખોવાઈ ગયો કોઈ તને શોધવા તૈયાર ન હતું ત્યારે હું મારા બોસ સાથે માથાકૂટ કરીને તને શોધવા મદદ કરાવવા ફોર્સ કર્યો હતો. જયારે કોઈ તૈયાર ન થયું ત્યારે મેં મારું આખું નેટવર્ક તારી પાછળ લગાડી દીધું તું મળ્યો તો મને કોઈ જ વિચાર્યા વગર હું દોડી ગઈ, મારી પાસે એક જ ગન હતી કોઈનો સાથ નહતો. બસ એક જ હતું તને જીવતો જોવો છે બસ તું પાછો ભાનમાં આવી જ બસ. “ એને યાદ કરતા કરતા ક્યારે સુઈ ગઈ એને ખબર ન પડી એને લીઝાએ એને ઉઠાડી ....
“ સોરી મને ખબર જ પડી ક્યારે ઊંઘ આવી ગઈ ...”
“ હા એ જોયું મેં ......”
“ સોરી ....”
“ તું અહી ક્યારે આવી ....? તને આરામ કરવાનું કહ્યું હતું ને તો પછી આમેય રાતે કોઈને મંજુરી ન હતીને તું ...? “
“ હું આવી ગઈ ...મારે નહતું કરવું જોઈતું પણ ખબર નઈ પણ થઇ ગયું ...ચલ બહાર શ્વેતા આને લઈજા ઘરે .....” બહાર લઇ જતા શ્વેતાને કહ્યું.
બહાર લીનાભાભી અજયભાઈ લોરાને જોઈ રહ્યા હતા. લોરા જાગી હતી રડી હતી સ્પષ્ટ દેખાતું એ બહાર આવતા ચક્કર જેવું આવ્યું શ્વેતાએ પકડી.
“ શું કરે છે બેસ .....” શ્વેતા બેસાડતા બોલ્યા
“ તું અહી શું કામ આવી ? અરામ કરવાના બદલે તે આરામ પણ નથી કર્યો અને રાતે જમી પણ નહિ એને થઇ જશે સારું તું શું કામ આટલું ટેન્સ લે છે ....” અજયભાઈ બોલ્યા
“ અમે આ પહેલીવાર જુઓ છો અમે તો આટલા વરસ થી જોઈએ છે આ વખતે થોડું વધારે છે બસ ...થઇ જશે ...” લીનાભાભી એ માથા પર હાથ મુક્ત કહ્યું.
“ સર મેડમ તમે બહાર જાશો ....” એક હોસ્પીટલનો કર્મચારી આવ્યો ...”સમય પૂરો થઇ ગયો છે”
“ હા ,,,સોરી ........” લીઝા બોલી ...” ચાલો ..જઈએ ...”
બધા બહાર આવ્યા.
“ તું હજુ રડે છે ???” શ્વેતા લોરાને જોતા બોલી .,...
“ ના બસ એમ જ ...” આંખો માંથી આંસુ સ્પસ્ટ દેખતા હતા... શ્વેતાએ લીઝાને ઈશારો કર્યો.
“ શું છે લોરા ....શું થયું બેસ ...” .લોરાને બેંચ પર બેસાડી
“ તમે મને જે કહ્યું હતું એ મગજમાંથી નથી જતું મને લાગે છે કે મારે કારણે જ ............” ફરી રડી પડી...
“ તને કીધુને તું કઈ જ નથી જે થયું એ ઉપરવાળાનું નિમિત છે જે થશે એ ઉપરવાળાનું નિમિત છે “ લીનાભાભી બોલ્યા
“ ના , ..” ફરી રડતા રડતા કહ્યું
“ એક મિનીટ લે પાણી પી ..પહેલા બોલ તને કોઈ એ કઈ કીધું છે કોઈ કઈ બોલ્યું કે કોઈ કઈ અમારા માંથી ...રજત અલોક ....બીજું કોઈ .......” લીઝા બોલી
“ આજે સવારે ડોક્ટર આવ્યા હતા ૬ વાગે બહાર થી આવવાના હતા એ ...”
“ હા તો ....શું કહ્યું એમણે ...” અજયભાઈ બોલ્યા. .
“ મને એવું કહ્યું કે નાનપણમાં જે થયું હતું એ જ ઘટના ફરી જોઈ છે અથવા વાંચી છે એને લીધે ને શોક લાગ્યો છે એટલે એ ....અને જો ૨૪ કલાકમાં હોશ ન આવે તો આપણે એને ગુમાવીશું દઈશું. મેન્ટલ સ્ટોક બહુ ભારે છે ...”
“ હા તો એમાં નવું શું છે ....” અજયભાઈ બોલ્યા
“ હા ...” શ્વેતા બોલી
“ સર , મને લાગે છે કે વિજુએ એ રીપોર્ટ એ ફોટો એને જોઈ લીધા છે જેની મને લીઝામેમ ના પાંડી હતી. “ ફરી રડી પડી
“ તું પહેલા તો રડવાનું બંદ કર ...શાંતિ થી વિસ્તારમાં બોલ ...” શ્વેતાએ ફરી પાણી આપતા કહ્યું
“ મને એમ લાગે છે કે વીજુ એ એ રીપોર્ટ અને એ બધું લીનામેમ જે કોર્ટમાં બોલ્યા એ અથવા કોર્ટની તમામ વિગતો એને ક્યાંક થી જોઈ લીધી છે એટલે એને બધું ફરી પાછુ યાદ આવ્યું હોય કેમ કે થોડા દિવસ પહેલા એ મને એની ખાસ જગ્યા જયારે જયારે એ ચિતામાં ક ઉદાસ હોય ત્યારે જ જાય છે ત્યાં અમે ચાર કલાક બેઠા ખાલી બેઠા કોઈ વાત નહિ ,,મેં પૂછ્યું શું છે કઈ છે કોઈ યાદ આવે છે એ સમયે એટલું જ કહ્યું કે બસ તું અમ બેઠી રહે બસ કઈ બોલીશ નહિ આ એકદમ અસામન્ય હતું એનું જમવાનું ઓછું થઇ ગયું હતું. હું સમજી ન શકી મને લીઝા મેમ કહ્યું હતું કોઈ પણ ફેરફાર થાય તો મને જાણ કરવી પણ ....”
“ તને કઈ શંકા છે કોઈ એ એને કહ્યું હોય “
“ ના એને જાતે જ એ બધા ડોક્યુમેન્ટ જોયા છે મેં કન્ફર્મ કર્યું છે ....અને આપણી તપાસ વખતે સજ્જન બોલ્યો હતો ને એ વખતે જે થયું હતું એ યાદ છે તમને .......”
“ હા યાર એને તો આખી ..ઓહ ..યસ ....” લીઝા ને યાદ આવ્યું
“ શું કહ્યું હતું ? “
“ એ જ જે ન કહેવું જોઈએ ,...હા એ જ છે એના મગજ માં ...............”
“ તમે બન્ને બસ ભરોસો રાખો થઇ જશે મારો બોય મજબુત છે એને સારું થઇ જશે ....” અજયભાઈ બોલ્યા.
“ બસ હવે બહુ થયું યાર તમે લોકો સાવ લલ્લુ જેવી વાત કરો છો કઈ સમજી વિચારીને વાત કરો ....” કર્નલ સર આવતા બોલ્યા.
“ સર તમે .....”
“ પપ્પા તમે ....તમે ફ્રી થઇ ગયા.? બધું થઇ ગયું ....? “
“ હા હવે હું અને ડોક્ટર બને જોડે જ આવ્યા. ડોક્ટરને બધી વાત કરી છે. એમણે કહ્યું છે કે લગભગ થઇ જશે સારું. તું શું ઓફિસર થઇ ને રડવા બેઠી છે આ જો કઈ છે થઇ છેને ખાઈ ખાઈને ..” લીનાભાભીને પીઠ થપથાપવતા કહ્યું...
‘ હું અંકલ એને ક્યાર ની એ જ સમજવું છું....” લીનાભાભી બોલ્યા.
“ સોરી સર .... “ લોરા આંસુ લૂછતાં બોલી.
“ બાય ધ વે , ડોક્ટર તમામને બોલવે છે , વિજુને ઓબ્સર્વેસન રૂમમાં ટ્રાન્સફર કર્યો છે. હું અને રજત અલકા અને રીતિકા અમે લોકો વારાફરતી બેસીને આવ્યા છીએ હાલ રજત ને અલકા બેઠા છે. “ અમારો વારો પૂરો થઇ ગયો છે. “ અલોક આવતા બોલ્યો
“ કઈ ફેર દેખાયો....” શ્વેતા બોલી પડી
“ મને થોડી ખબર પડે હું ડોક્ટર છું ? “
“ એતો ડોક્ટર જોડે ખબર પડે ને ચાલો ડોક્ટર જોડે જઈશું ? “કર્નલ સર બોલ્યા.
“ હા અંકલ ચલ ...” અજયભાઈ બોલ્યા.
“ હું અંકલ ?? ઓકે કઈ વાંધો નહિ ચાલો સાહેબ ...” કર્નલસાહેબ બોલ્યા.
બધા ડોક્ટરરૂમમાં ગયા.
“ જુઓ સિમ્પલ મેથડ છે કે બધાયે વારાફરતી અડધો કલાક બધાયે બેસવાનું છે. “
“ સર એનાથી શું ફેર પડશે ? “ કર્નલ સર બોલ્યા
“ ખબર નહિ હું ફક્ત પ્રયત્ન કરું છું કેમ કે મને ડોકટરટીમે કહ્યું કે બધા પ્રયત્ન કર્યા છે કોઈ જ પ્રયાસ સફળ થયો નથી. એટલે જ હું એક અલગ જ પ્રયત્ન કરું છું કદાચ સફળ થાય. એક વાત તો છે તકલીફ માનસિક છે શારીરિક નથી કેમ કે રીપોર્ટ બધા નોર્મલ છે. ઓકે તો હવે અજયભાઈ લીનાબેન તમે પછી લીઝાબેન અને વારાફરતી કોઈને જવું હોય તો ...ઓકે તમારે બેસીને એની જોડે નોર્મલ વાત કરવાની છે કઈક સારું યાદ અપાવવાનું છે બસ તો રેડી ...”
“ હા ...”
કર્નલસાહેબ ડોક્ટર જોડે જ બેઠા હતા,, ડોક્ટર મુઝવણમાં હતા.
“ શું મૂંઝાયા સર ...? “ કર્નલસરે પૂછ્યું
“ બધાના વાર પુરા થવા આવ્યા પણ રાતે જે બેઠું હતું એના જેવો ફેર હજુ નથી પડ્યો... “
“ હું પૂછી જોવું રાતે કોણ હતું ? “
“ હા જલ્દી ...” કેમ કે ચાર કલાક થયા કઈ જ ફેર પડતો નહતો પ્લસ બીપી બધા પેરામીટર ડોક્ટર રૂમમાં જોતા હતા..
“ એક મિનીટ હાલ કોણ છે ? કર્નલ સર , કોઈને પૂછો તો નર્સ ઇન્ટરકોમ પર પૂછો”
“ હા સર ..”
“ શ્વેતા કોણ છે રૂમ માં ???? “ કર્નલ સર બહાર બધાને દોડીને પૂછવા ગયા..
“ શું થયું કેમ દોડો છો ? “ લીઝા બોલી
“ અત્યારે કોણ ગયું ? “
“ કેમ શું થયું ? “
“ તું મમી ન બન જલ્દી બોલ ...”
“ અંકલ , લોરા ગઈ છે ,,તમે બેસો શાંતિ થી .. “ લીનાભાભી એ કહ્યું
“ હા પણ સમય નથી સ્યોર લોરા છે ? “
“ હા પપ્પા છેલ્લે એ ગઈ .....” લીઝા બોલી
“ ઓકે ....”
ફરી ડોક્ટરરૂમ તરફ કર્નલ દોડ્યા. એની પાછળ બધા દોડતા ગયા કઈ અલગ જ વ થઇ હોય એવું લાગ્યું.
“ સર , લોરા છે એની ફ્રેન્ડ કમ કલીગ ...”
“એને બેસાડો ....ઘણો ફેર પડે છે રાતે એ હતી તો બધા નોર્મલ ચાલતા હતા પેરામીટર “
“ સર પણ .. અમારા બધાથી કઈ ફેર ન પડ્યો અને “
“ એ જ તો છે જોવાનું આ રહેશે તો આપડે જીતી જઈશું તમે બધા રિલેક્ષ થાવ ... કઈ ખાઈ પી લો “
“ ના સર હવે એને હોશ આવે પછી જ ....” રજત બોલ્યો
“ હા સર તમે એને સારો કરી દો બાકી અમે સંભાળી લઈશું” શ્વેતા બોલી
“ઓકે તો બેસો શાંતિ થી ...ઓકે “
બધા થોડીવાર બેઠા ...આ બાજુ બધા લોરા ને વિજુને જોઈ રહ્યા હતા. લોરા જઈને થોડીવાર શાંતિથી બેઠી રહી માત્ર એને તાકી રહી હતી.
“ વીજુ , ગમે તે થાય તું અમને છોડીને ન જા તારી રાહ બધા જુએ છે જો તું એમ કહે છેને કોઈ તને લવ નથી કરતું બધા એટલા દિવસ થી તારા ભાનમાં આવવા રાહ જુએ છે “ રડતા રડતા એને માથું છાતી પર મૂકી દીધું.. પણ એને કઈક હલન ચલન થઇ હોય એવું લાગ્યું.
“ સર બેક કરી શકો ? “ અજયભાઈ બોલ્યા
‘ કેમ શું થયું અજય ? “
“ મને કઈક હલ્યું હોય એવું લાગ્યું એટલે “
“ હા જુઓ ...”
“ હા જુઓ ... પગ હલે છે ...”
“ ચલ ... “ રજત અને અલોક રૂમ તરફ દોડયા પાછળ શ્વેતા પણ ... “ ઉભા રહો યાર “
ત્રણેય દોડીને એના રૂમમાં ગયા.
“ સલ્લા ઉઠ ... “ ત્રણેય એને પકડીને ઉઠાડ્યો...
“ ઓહ ....ના હવે ,,,, “ વિજય ઉભો થતા બોલ્યો.
“ વીજુ તું .............” લોરા આશ્ચર્ય પામી.
“સાલ્લા , તું નાટક કરે છે ....જીવ કાઢી નાખ્યો , ભાન પડે છે તને કઈ .....??” અલોક બોલ્યો રજતની આંખમાં ગુસ્સો જ એટલો હતો ને કે ત્રણેય ભેટી પડ્યા.
“ ખબર નથી પડતી તને ....??? “ શ્વેતા રડી પડી ...
“ તમને લોકો છો તો મને શું થવાનું છે યાર .....? ચારેય ભેટી પડ્યા લોરા ધીમે થી સરકીને બહાર જવા લાગી વિજયએ એનો હાથ પકડી લીધો ,,,,
“ બહુ સુંદર લાગે છે આજે આ લાલ ડ્રેસમાં ......” લોરા ગુસ્સામાં હાથ છોડાવવા જતી હતી પણ પકડ એટલી હતી કે હાથ છૂટ્યો નહિ ,,,
“ ઓય , તમેં બન્ને કોઈ બીજું પણ રાહ જુએ છે યાર .... “ શ્વેતા બોલી
“ સોરી ....”
“ સોરી ભાભી જી ...” અલોક બોલ્યો..
“ હું જાવ છું ....મારે કામ છે ...” લોરા હજુ ગુસ્સામાં હતી.
“ બસ હવે ...સોરી ...” વિજય એને પોતાની તરફ જોર થી ખેંચી... એ બેડ પર પડી ...
“ વિજય ,શું કરે છે ? “
“ હાય , ...સોરી અમે બહાર જાય પછી .....” રજત બોલ્યો
“ આ લાઈવ છે .....” અજયભાઈ આવતા બોલ્યા. લોરા ધીમેથી ઉભી થઇ ગઈ અને શ્વેતા જોડે જઈને ફરી રડી પડી...
“ દીદી , ...ભાભી ???? “ લીનાભાભીનો હાથ પકડતા બોલ્યો વિજય.
“ હવે યાદ્દ આવી તને મારી આટલા દિવસ એક સમય પણ યાદ ન આવી ....” લીનાભાભી ભેટીને રડી પડી
“ હવે યાર ફિલ્મની જેમ રોવા ધોવાના સીન ચાલુ ન કરો બધા થોડીવાર બહાર જાવ ડોક્ટરને ટેસ્ટ કરવા છે ...” કર્નલ સર બોલ્યા
‘ અંકલ ....”
“ યેસ બોય ..રેડી ???????????? “
“ યસ સર , ક્યારે જવું છે બોલો ...”
“ thats માય બોય ....”
“ બધા બહાર તમે લોકો બે કલાક પછી મળી લેજો ટેસ્ટ ના રીઝલ્ટ સારા હશે તો હમણાં સાંજ સુધી રજા. “ ડોક્ટર બોલ્યા.
“ હા ...” બધાની આંખમાં હરખના આંસુ હતા.
લીનાભાભી અજય ભાઈ બધાની આંખમાં આંસુ હતા.
“ બસ યાર શું રડે છે તું ...હવે તો એને સારું છે ....” શ્વેતા લોરાને પકડીને પીઠ પર હાથ ફેરવતા બોલી લોરા હજુ ખભા પર માથું મુકીને રાડી રહી હતી.
“ બસ ...લોરા ....” અલકાએ કહ્યું
“ જો જે થાય છે સારા માટે જ થાય છે ....” રીતિકા બોલી
“ હવે એને કઈ જ નહિ થાય ....દુલ્હનની જેમ રડવાનું બંદ કર ..” લીઝા નજીક આવતા બોલી
“ લે પાણી પી ...” રજત બોટલ આપતા બોલ્યો.
“ ચાલો ....બેસો રસ્તા માંથી ...” અજયભાઈ બધાને વચ્ચે બાજુમાં ઉભા રહેવા ઈશારો કર્યો.
“ ભાભી , હવે તો ખુશને ....” લીનાભાભીને હાથ પકડીને કહ્યું
“ હા ,,,સોરી ...” લીનાભાભી બેટી પડ્યા.
બધા ચાર કલાક રૂમ આગળ જ બેઠા. કોઈ ક્યાય ન ગયું. ડોકટરે બે વ્યક્તિને અંદર આવવા કહ્યું.
“ લીના તુ અને અજય જાવ ....” લીઝા બોલી
“ ના મારી સંભાળવાની હિમત નથી પ્લીઝ ....” લીનાભાભીની આંખો હજુ ભીની હતી.
“ શ્વેતા ?? “ કર્નલસર
“ નાં સર લીઝાફોઈ તમે જ જાવ ને આવો ને “
“ ના ..પપ્પા તમે અને અજુ જાવ આવો ...”
“ તમે બધા શું આમ ડરેલા છો ખબર નથી પડતી મને ...”
“ ચલ અજય ....”
“ હા ....”
કોઈને સંભાળવવાની હિમત ન હતી બધાને હતું કે ફરી નવું કઈક આવશે... બધાન ચહેરા પર એ ડર ચોખ્ખો દેખાતો હતો...
“ બેસો , ....”
“ ડોક્ટર શું છે કઈ ચિંતા જેવું ? “
“ ના એ બરાબર છે તમે એને ઘરે લઇ જઈ શકો છો. “
“ થેન્ક્સ , સર , હવે એ સંપૂર્ણ સ્વસ્થ છે ? કોઈ ટેસ્ટ બાકી છે ? “
“ ના તમારે રોજ એક વિક સુધી તપાસ મારી જોડે કરાવવાની છે હમણાં તો એને સારું છે બે ત્રણ વાત છે જે યાદ રાખવાની છે પ્રથમ તો એ કે એને એકલા રહેવા ન દેતા બીજું કે એને હમણાં કોઈ ચિંતા આપતા ત્રીજું અગત્ય નું એ કે એના વર્તનમાં કંઈપણ નાનામાં નાનો ફેરફાર પણ ધ્યાનમાં લેવાનો છે એની જોડે જે રહે પત્ની કે તમે લોકો ધ્યાન એ રાખવાનું છે કે કોઈ જે એની જોડે છે એને સ્પસ્ટ સુચના આપવાની છે તમારે એને પારખવાનો છે એને એકલો મુકવાનો નથી માનસિક રીતે શરીરીક રીતે ભલે તમે જોડે ન હોવ માહોલ એવો રાખજો કે એ બધું શેર કરે ...ઓકે બાકી હું દવા નથી લખતો ઓકે કઈ હોય તો મને ફોન કરજો .....”
“ ઓકે સર , એ આર્મી જોઇને કરી શકશે ફરીથી .....? “ કર્નલ સર કહ્યું
“ મારા તરફ થી ઓકે છે પણ તમારા આર્મી રુલ મને ખબર નથી સોરી માનસિક અને શીરીરીક રીતે ફીટ છે ...”
“ ઓકે સર બીજી વાત મેરેજ પછી બાળક પર કઈ અસર ....? “ કર્નલ સર બોલ્યા
“ ના લાગતું નથી પણ નક્કી ન કહેવાય ...જોઈશું આપણે વાત કરીશું આગળ ઓકે “
“ થેંક યુ સર ....”
બધા બહાર ગયા .....થોડી ખુશી થોડી ચિંતા હજુ હતી...
આ બાજુ .. બધા મુલાકાતી રૂમમાં બેઠા હતા. એક નર્સ આવી.
“ તમે વિજયભાઈના સગા છો ને ? નીચે જઈને પૈસાની ફોર્માલીટી પૂરી કરી દો સાંજે રજા મળી જશે. ડોકટરે છે ,,”
“ કેટલા વાગે મળશે રજા ...” રીતીકા એ પૂછ્યું
“ સાંજે ૬ થી ૭ વાગે રજાનો સમય છે ....”
“ અત્યારે નહિ થાય ?? “ અલકાએ પૂછ્યું....
“ ના ...”
“ અમે મળવા જઈ શકીએ ?? “ રજત બોલ્યો
“ હા એમણે વોર્ડમાં શિફ્ટ કરી દીધા છે ..રૂમ નંબર છે ૨૦૦ ..ફિફ્થ ફ્લોર ”
“ ઓકે ..મેમ “ રજત અને અલોક એમ કહીને રૂમ તરફ દોડ્યા.
“ અલકા રીતિકા તમે જાવ વોર્ડમાં હું અને લીઝા નીચે ફોર્માલીટી પૂરી કરીને આવીએ છીએ ઓકે” લીનાભાભી બોલ્યા
“ ચલ લીઝા નીચે ....”
“ લોરા ક્યાં છે ? “ શ્વેતા બોલી
“ ખબર નથી .....” લીઝા બોલી
“ કદાચ નીચે ગઈ છે ....” રીતિકા બોલી
“ ઓકે ..”
“ હું આવું ?? “ શ્વેતા બોલી
“ તું જા અમે આવીએ છીએ ....” લીના બોલી
“ હા તમે આવજો ફટાફટ ,,,,” શ્વેતા રીતસર દોડી. લીઝા અને લીના બન્ને નીચે લીફ્ટમાં ગયા ત્યાં લોરા હતી..
“ લોરા શું કરે છે તું ? “ લીઝા એ કહ્યું
“ કઈ નહિ કેમ ? હમણાં તો કીધું કે વિજયને રજા આપવાના છે તો ફોર્માંલીટી પૂરી કરતી હતી. બસ “
“ એક મિનીટ આ તો બીલ છે ,,તે આપ્યું ...? કોણે કહ્યું તને આપવાનું ??”” લીના ભાભીએ કાગળ હાથમાંથી લેતા કહ્યું.
“ બીલ નથી આ ....:” લોરા એ કાગળ લેના પ્રયાસ કર્યો.
“ તે શું કામ આપ્યું...? તને કોણે કીધું હતું આપવાનું ? કેટલા છે લીના ?? “
“ દસ લાખ ....આખરી રકમ કુલ ....એટલા બધા તે ...” લીનાભાભીએ વાંચતા કહ્યું
“ તે આટલા બધા ???? “ લીઝા
“ ના મેં બધા ક્યાં આપ્યા છે થોડા તો તમે આપ્યા હતા ને શરૂઆતમાં તો ...મેં તો બસ ..”
“ તે રોકડા આપ્યા કે ચેક ?? “
“ એ રહેવાદો તમે લોકો ભલે રહ્યા .........”
“ આ કઈ નાની રકમ નથી ..” લીનાભાભી થોડા ગુસે થયા
“હા મને ખબર છે પણ ..મારા માટે વિજય ને આપવા આનાથી પણ વધારે હોત તો પણ આપી દેત “
“ બસ ચુપ લીઝા બારી પરથી પાછા લઇ લે ..જા .. “
“ હા ....”
“ ના મેમ પ્લીઝ ... ના લેતા રહેવા દો. “
“ તો મારી એક વાત માનવી પડશે તારે ...”
“ તું વિજય જોડે મેરેજ કરીશ. “ લીનાભાભી એ કહ્યું
“ હા લીના એક દમ સાચી વાત કહી તે ...આ કર તો અમને ક્યાં વાંધો છે ..”
“ પત્ની હોય તો જ પૈસા આપવા એવું ક્યાં છે ? “
“ હા છે ને ...એમ જ હોય તો જ ...”
“ તમે બન્ને બોલવાનું બંદ કરો અને ચુપચાપ ચાલો ....”
“ તે કેટલા આપ્યા ? એતો કહે ...? “
“ પપ્પા અને અજુને ખબર પડશે તો મને મારી નાખશે ....”
“ અજુનો ગુસ્સો તને ખબર નથી હજુ તું ચેક લઇલે અથવા તો તારો ચેક લઇ લે પાછો ...”
“ કઈ નહિ થાય .ચુપચાપ ચાલો .........”
“ તું જીદ શું કામ કરે છે ? “ લીનાભાભી ગુસ્સામાં બોલ્યા
“ હા તું લઇ લે ....”
“ મેમ હું મારું પ્રયાશ્ચિત કરું છું. બસ હું વિજુને બચાવી ન શકી એનું બસ ..”
“ પણ એને હવે કઈ નથી ...”
“ જે હોય તે મારો નિર્ણય નહિ ફરે બસ ...”
“ તો લગ્ન કરી લે ને પણ .......”
“ ના જો કર્નલસર આવે છે પ્લીઝ એમની સામે નહિ ....”
“ ક્યાં છે ? ખોટું બોલે છે ...? લીઝાએ કહ્યું
“ જો તમને બન્ને ખબર છે કે નહિ પણ એનો સાથ મને ગમે છે એવું નથી નથી ગમતો પણ મેરેજ માટે હમણાં હું તૈયાર નથી. મને સમય જોઈએ થોડો ....”
“ કેમ એને માનસિક બીમારી છે એટલે ????”
“ ના હવે મેમ એવુ નથી પણ હું મેન્ટલી તૈયાર નથી એટલે ....પ્લીઝ આ ટોપિક વાત નહિ ...પૈસા મને આપવા દો ....”
“ ના તો અમે ન આપવા દઈએ ...” લીનાભાભી બોલ્યા.
“ મેમ તમે જીદ ન કરો ....”
“ ના હું તો થોડી જ જીદી હું તો બહુ જ વધારે જીદી છું .....” લીના બોલી
“ હા લોરા હું એમાં તારી કોઈ મદદ નહિ કરી શકું....” લીઝા બોલી
“ મેમ તમે બન્ને હવે બંદ થાવ તો સારું ..........હું આપું કે તમેં આપો એક જ છે ....”
“ ઓય નાની રકમ નથી ૧૦લાખ છે તારું અત્યાર સુધી નું સેવિંગ્સ હશે એમનેએમ હવામથી આવે છે રૂપિયા..? એટલે કવ છું લઇ લે ....”
“ ઓકે વચ્ચેનો રસ્તો છે ...જ્યારે મારે જરૂર પડે તો તમે આપી દેજો સિમ્પલ ...”
“ વાહ ડીલ કરવામાં તું તો કર્નલસર ને પણ આટી ગઈ ... વાહ ...” લીઝા બોલી
“ ઓકે મંજુર છે ...” લીના
“ ઓકે ઉપર જઈશું ...”
આ બાજુ ઉપર ધમાલ મચી હતી અંગત રૂમમાં ...
રજત અને અલોક વિજયને ચોટી પડ્યા ભેટી પડ્યા..
“ કેટલી રાહ જોવડાવી નાલાયક ....તને સહેજ પણ યાદ ન આવી ???” અલોક બોલ્યો
“ સંજોગો ...”
“ સંજોગો ને માર ગોળી ૧૦ વરસ ??????શું નાનો સમય છે ....?? “રજત ગાલ પર હળવી ટપલી મારતા બોલ્યો.
“ ના પણ ....”
“ શું ના હા ,,,ના ,,ચુપ હવે એકપણ શબ્દ નહિ હવે ક્યાય ગયો છેને મારી નાખીશ ...” અલોક
“ હા ...તારી જ ગનથી .....” રજત
“ બસ હવે ઓય મારા ભઈલાને મુકો ......હવે ,,ઓયે બાજુ ....” બન્ને ધક્કો માર્યો.
“ પહેલા અમારો છે પછી તારો બાજુ હટ ..” રજત ધક્કો માર્યો.
“ ઓય ,,,તું પણ આવી જા બસ ચારેય ભેટી પડ્યા ,,,”
“ જો તો આ નાના છોકરાઓ ની જેમ ...” અલકા અંદર આવતા બોલી રીતિકા ને
“ આ આજકાલના થોડા છે વરસો થી છે ...રજતભાઈ મુકો હવે હજુ સારું નથી થયું શ્વેતા ...”
બધા હસી પડ્યા..
“ ઘણા સમય પછી મેં આટલો ખુશ જોયો છે ...” અલકા બોલી
“ હા મેં પણ ...સાચી રોનક ...આજે જોવા મળી છે ....” રીતીકા બોલી
“ હા આ ખુશી રોનક આમ જ જળવાયેલી રહે બસ ...” અલકા બોલી
“ સાચી વાત છે .....”
“ ઓયે તમે બન્ને શું ગુસપુસ વાતો કરો છો ....? કઈ જોર થી બોલો અમે બી સાંભળીયેને ...” શ્વેતા બોલી
“ હા કઈ સિક્રેટ છે ? “ રજત બોલ્યો
“ ના .....હવે ...” રીતીકા બોલી
“ તમને બધાને આમ પહેલીવાર આટલા ખુશ જોયા છે ....” અલકા બોલી
“ હા આ ખુશી આ ભાગીદારી આમ જ રહેવી જોઈએ ....” રીતિકા
“ ભાગીદારી કે ભાઈબંદી ? “ શ્વેતા બોલી
“ બને એક જ છે પ્રગાઢ હોયતો જ જિંદગીની મઝા આવે ...” અલકા
“ વાહ શાયર વાહ ...” અલોક બોલ્યો બધા ફરી હસી પડ્યા...
“ તું એક વાત કહે કે તમને ભાન આવ્યું ક્યારે ? “ રીતિકા બોલી
“ હા , એ વાત સમજાઈ જ નહિ ...ક્યારે શું થયું એ ...” અલકા બોલી
“ કોઈને ખબર કેમ ન પડી ..? “ શ્વેતા પડી
“ હા યાર અમે બધા વારાફરતી બેઠા અમને કોઈને અંદાઝ પણ નથી આવ્યો. “ રજત બોલ્યો
“ એમાં થયું એવું કે રાતે એટલે કે સવારે ૪ વાગ્યા આસપાસ કઈક આવાજ જોવા મળ્યા. ખબર નહિ એ આવાજ થી મને સંભાળવા મળ્યા આટલા દિવસમાં પહેલી વાર પછી લોરાનો આવાજ સંભાળ્યો. વીજુ ગુડ મોર્નિંગ , જો હું આવી ગઈ ...તારા વગર મેં ઊંઘવાની ઘણી કોશિશ કરી પણ ન ઊંઘ આવી તારી આદત પડી ગઈ છે તારા વગર ઉઘ આવતી જ નથી હું તો વિચારું છું કે તું સારો થઇ ને જતો રહીશ જ્યારે તારા ફેમીલી જોડે ત્યારે હું શું કરીશ ? બહુ ખરાબ આદત લગાડી છે તે મને. તારી જોડે ફાવી ગયું છે ખરેખર તે મને આળસુ બનવી દીધી છે. શું કહું તને ? તું જલ્દી સારો થા એટલે બધા પોતાના કામે વળગે. તે બધાને હેરાન કરીને રાખી દીધા છે. કઈક તો માણસ બન .. સારો થા ઉભો થા બહુ થયું બહુ અરામ કરી લીધો તે ....તને ખબર છે તારી જોડે રહીને ક્યારે તારામય થઇ ગઈ એ ખબર જ ન પડી. તને ખબર છે તું જયારે પ્રથમવાર મળ્યો તને જોઇને કોઈ ફીલિંગ્સ ન હતી આવી લવ એટ ફસ્ટ સાઈટ જેવી. પણ જ્યારે હું તારા માટે શું હતી એ ખબર છેને પણ રાતે જ્યારે પાણીમાં સ્લીપિંગ પીલ્લ્સ આપી ત્યારે તારા પ્રત્યે ખબર નહિ માંન વધી ગયું હતુ. મને સંવારે ઉભી થઈ ત્યારે એમ જ હતું કે ટે ફાયદો લીધો હશે તારું વર્તન જે રીત નું હતું એ મુજબ તો એમ જ હતું કે તું ફાયદો લઈશ જ પણ ગ્રેટ યાર કોણ આટલો લાભ ન લે પણ તું વાહ બોસ્સ આઈ સેલ્યુટ. તે દિવસ થી થોડીક ખેંચાઈ હતી તારા પ્રત્યે એટલે જ મેં ઉપરવટ જઈને મેં શ્વેતાને બહાર કઢાવવામાં મદદ કરી કેમકે ઉપર તો એવો જ આદેશ હતો માત્ર શેખને જ લઇ આવો બાકી કોઈ ન આવે તો ચાલશે તું પણ નહિ. તે આટલા સમયની મારી જિંદગીમાં પહેલીવાર તે મારા પર જાદુ કર્યો યાર ખરેખર ..સાચું કહું છું સારી વાત છે કે તું બેહોશ છે મારી હિમત જ નથી કે તારી સામે આ કહી શકું. તારા પર પ્રેમ છેકે નહિ એ ખબર નથી પણ તું મને ગમે છે બસ તારો સાથ ગમે છે... તારા વગર નથી રહેવાતું. એનો મતલબ એ નથી કે નાલાયક તું મને આમ મુકીને ઊંઘે ...ઉઠ ..હવે બહુ થયું યાર...”
“ તને શબ્દ શબ્દ યાદ છે ?? “ રજત બોલ્યો..
“ હા ....બધાના જ યાદ છે ...લોરાને ડોકટરે બહાર મોકલી ડોક્ટરના મોકલ્યા પછી એમને શંકા તો ગઈ પણ મેં મો ખોલ્યું જ નહિ. પછી એટલે જ એમણે બધાને બેસાડવાનું નક્કી થયું. પછી તું રજત અલકા ને રીતીકા આવ્યા. તમેં લોકોએ મને હેરાન કર્યો. બધું જ કર્યું પણ હું ડગ્યો નહિ. હા અને રીતીકાનાં જોકસ બાપ રે બાપ ...”
“ મઝા આવી હતીને તને ....” રીતિકા બોલી બધા હસી પડ્યા.
“ શું જોક્સ હતા યાર ક્યાંથી લાવી હતી ...” વિજય બોલ્યો
“ આ અલોક એણે ખબર નહી ક્યાંકથી શોધ્યા હતા.” રજત બોલ્યો
“ ભાઈ ભાભી શું કહ્યું હતું એતો કહે....” શ્વેતા બોલી
“ ભાભી તો આવતાની સાથે જ રડી પડ્યા...મેં ના પાડી હતી કે આને અ લડાઈમાં ના ઉતારો પણ તમે અને લીઝાડી કોઈ દિવસ મારી વાત માનો છો ...બસ તમને તો ભૂત સવાર હતું આને ઓફિસર બનવાનું ના પાડી હતી મેં ... ભલે મારો ભાઈ રખડે મને ચાલશે ના તમારે તો સીધો સાદો આજ્ઞાંકિત બનાંવવો હતો. ભાભી રડ્યે જ જતા હતા. એ સમયે ખરેખર એટલું ભારે મન થઇ ગયું કે હમણાં ઉઠીને વળગીને કહું મને હોશ આવી ગયું છે.. પણ મારે બધાને જોવા હતા. “
“ સલ્લા નાલાયક આમ હોય કઈ ....” લીઝાએ કાન પકડ્યા
“ મને તમે લોકો એ હેરાન ન કર્યો ....મને શું રજત અને અલોક ત્રણેય ને ...”
“ હું ????????” શ્વેતા બોલી
“ તું તો બધાના પ્લાનમાં બરાબર હિસેદાર હતી. તને ...”
“ મારીશ તને તો ....”
બધાના ચહેરા પર આનદ હતો .. લોરા દુર દુર ઉભી હતી..
“ ઓય ..અહી આવ ....” શ્વેતા બોલી
“ ના તમે બેસો હું બરાબર છું “
“ નાટક કર્યા વગર અહી આવ ....” અલકા ખેંચી ને વીજુ જોડે બેસાડી....
“ બેસ ચુપચાપ ....શેના નાટક કરે છે તું .....” રીતિકા બોલી
“ તારી બધી વાતો અમે સંભાળી છે ...એટલે કઈ બોલતી જ નહિ ...” અલોક બોલ્યો
“ હા ...ચુપચાપ ....” રજત બોલ્યો
“ હવે બોલ તું આને પ્રેમ કરે છે ...? “ શ્વેતા બોલી
“ હા અમારે હા માં જવાબ સંભાળવો છે બસ ...” રજત બોલ્યો
“ પણ ...અમારી વચ્ચે ...”
“ યાર આ ડાયલોગ જુનો થઇ ગયો કઈક નવું મેડમ ....” લીઝા બોલી
“ અમને તો તે બનાવી દીધા શું કહેતી હતી લીઝા આ અમારી વચ્ચે તો એવું કઈ નથી ફક્ત મિત્ર છીએ.. મદદ કરીએ છીએ ....” લીના બોલી
“ હા બોલ હવે ... ઓયે હવે તારે શું કહેવાનું છે ?? “ લીઝા વિજય સામે જોઇને કહ્યું.
“ હું ...અમે ....”
“ ઓય શેર જવાન આમ જીભ રમવા માંડે ન ચાલે શેર ....” કર્નલ સર અંદર આવ્યા..
“ આ શેર ઘરડો થઇ ગયો છે અને નખ વગર નો પણ ....” અજયભાઈ બોલ્યા
“ ઓય મારો ભાઈ ઘરડો નથી ઓકે ....હા વાળ સફેદ થઇ ગયા છે એ વાત અલગ છે ...” શ્વેતા બોલી એટલા માં ડોક્ટર આવ્યા,,
“ તમે લોકો વિજયને લઇ જઈ શકો છો નિયમિત તપાસ કરાવી પડશે .. હા ચિંતા કોઈ કરવાની નથી...વિજયભાઈ તમે ફીટ છો ઓકે ...તમે લઇ જઈ શકો છો...”
“ થેન્ક્સ સર ...” બધાયે લગભગ એક સુર માં કહ્યું
“ લોરા તું આને પકડી લે બાકી આમે લઇ લેશું ....” કર્નલઅંકલે કહ્યું
“ હા સાચી વાત છે ... આનું ધ્યાન રાખજે ક્યાં સરકી જાય એનું ખબર નથી ... “ અજયભાઈ બોલ્યા
“ હા બહુ સંભાળીને ....” લીના બોલી
“ તમને લાગે છે હું આને ક્યાય જવા દવ ...” પહેલીવાર લોરા બોલી
“ વાહ ....સરસ ...” લીઝાએ પીઠ થપથપાવી..
“ ચાલો હવે ....” શ્વેતા બન્નેના ખભા પર હાથા રાખતા બોલી
બધા લોરાના ઘર પર આવ્યા.. બધા જમ્યા થોડીવાર આરામ કર્યો..
“ ભાઈ મારા ગયા પછી શું થયું જેલ માં કેમ ??? “ વિજય અજયભાઈના ખોળામાં સુતા બોલ્યો
“ એ બહુ લાંબી કહાની છે .. લીઝા બોલ તો ...”
“ હા લીઝા તું જ કહે ..” લીના બોલી
“ તારા દિલ્હી આવ્યા પછી બધું બરાબર જ ચાલતું હતું, લીના એક પછી તમામ કોન્ટ્રેક મેળવીને સજ્જનથી આગળ વધતી જતી હતી. સૌથી વધારે એને ઝટકો બીજો લાગ્યો. એ ઝટકો એ હતો કે બીઝનેસ એસોસિયેસન ની એને પ્રમુખ બનાવી. એ બહુ શોર્ટ સમય માટે એ હતું ફક્ત ૬ મહિના માટે કેમકે પ્રમુખ હોસ્પીટલમાં હતા. નિયમ મુજબ ઉપપ્રમુખ હતા એ બનવા જોઈતા હતા પણ પ્રમુખ અને ઉપપ્રમુખને બનતું નહતું કેમ કે એમણે ખબર હતું કે એ વ્યક્તિ યોગ્ય નથી એ સારો માણસ નથી એ ખોટી રીતે બનેલો છે. “
“ પણ કમિટીમાં ન હોય તો ભાભી કઈ રીતે બને ?? “
“ હા એ વખતે કમિટી મહિલા કોઈ હતી નહિ એટલે એને લેવામાં આવી હતી. બીજો કોઈ ખાસ કારણ હતું નહી. અંગત રીતે એ મારા મિત્ર જેવા હતા કેમ કે એ બે વાર એના એક બે મુશ્કેલી સોલ્વ કરી આપી હતી. એટલે એમને હતું કે આ બધા સજ્જનના જ મિત્રો છે. એટલે એમણે લીના ને બનાવી દીધી. એ વાત સજ્જનને બહુ જ ઝટકો લાગ્યો કે આ કોણ છે ? પછી એને તપાસ કરી તો ખબર પડી કે લીના એ જ છે મારી પત્ની છે અને એ જ વ્યક્તિ છે કે જેને જીવતા મૂકી દીધા હતા.એ બહુ જ આશ્ચર્યમાં મુકાઈ ગયો. એને હતું જ નહિ એ ડરેલી અને માનસિક રીતે મારી નખાયેલી વ્યક્તિ એ આજે એને ચેલેંજ કરે છે. એ બહુ જ આશ્ચર્યમાં મુકાઈ ગયો. પહેલા તો એને ખબર જ ના પડી કે શું કરવું એટલે ચુપચાપ બેસી ગયો, એમાં બે ત્રણ મીટીંગ થઇ અને એમાં બહુ જ જોરદાર નિર્ણય લીધા પણ એમાં સાથ તો પ્રમુખનો જ હતો આફ્ટર ઓલ નિર્ણય તો પ્રમુખનો હતો એમાં બે એવા હતા કે વર્ષો થી પેન્ડીંગ હતા. જયારે સજ્જનને એ બધું ખટકવા લગ્યું એને બરાબર શોધખોળ ચાલુ કરી એને ખબર પડી ગઈ કે તું જ છે લીના કે જેને મારી નહતી, એ એમ સમજતો હતો કે તું મારી ગઈ હોઇશ. એ તને જોઇને સાવ શોક રહી ગયો. તને ન મરવું એ કેટલી મોટી ભૂલ હતી. હવે એને થયું તને મરાવી દે પણ ત્યાં સુધી લીનું ની લોકપ્રિયતા એટલી હતી કે સીધું કઈ કહી શકે એમ તો હતો જ નહિ. એટલે એને પ્લાન ઘડ્યો.”
“ અમાર્રી કેટરિંગ સર્વિસનો કોન્ટ્રક હતો કોલેજ કેન્ટીન અને મેસનો બધું વ્યવસ્થિત હતુ. એક દીવસ અચાનક ફોન આવ્યો મને કે કોલેજમાં છોકરા અને છોકરીઓની જમ્યા પછી તબિયત બગડી છે ફૂડ પોઇઝન થયું છે. ૧૦૦ ઉપર વિદ્યાર્થી હતા. બધા હોસ્પીટલમાં સદનસીબે કોઈને વધારે કઈ થયું નહિ. કોલેજને કેસ કરાવ્યો સજ્જને કેમ કે એ કોલેજ સજ્જન જોડે હતી. એના પછી અજયને એક ખોટા કેસમાં ફસાવી દેવાયા ખોટા એનકાઉટરમાં. એમને બીજાનો ચાર્જ આપ્યો હતો. એ દિવસે રાતે થયું પણ એ દિવસે અજય રજા પર હતા. શ્વેતા આવવાની હતી. એમનું કોઈએ કઈ જ સાંભળ્યું નહિ. એના પછી તો જાણે કેસની વણઝાર લાગી. વધારે મિલકત નો કેસ ઇન્કમ ટેક્ષની રેડ એનો કેસ , બીજા ખોટા કેસ એના લીધે મારું ઓફીસમાંથી ધ્યાન ઘર તરફ ફરી ગયું. ઓફીસમાં એકાઉન્ટ વિભાગમાં ગોટાળા કર્યા. શ્વેતાના ગયા પછી સાવ એકલી થઇ ગઈ હું. રજત અલોક બહાર શ્વેતાના મોમએ મૂકી દીધું બીજું કોઈ હતું નહિ. એ લોકોએ ટેક્ષ ભર્યા નહી ખોટા બીલ રજુ કર્યા. મને સાવ ફસાવી દીધી. “
“ આ બાજુ હું પણ કઈ મદદ કરી શકુ એમ હતી નહિ હું યુરોપ હતી ચાર વરસ છેલ્લા ટાસ્ક માટે. મને કઈ ખબર જ નહિ આ બન્ને પાછા એમ નહિ કે મને કહે પપ્પાને કહે મને જયારે જાણવા મળ્યું ત્યારે બહુ જ મોડું થઇ ગયું હતું મકાન સીલ કંપની સીલ ખાતા સીલ તમામ વસ્તુ સીલ હતી. “ લીઝા બોલી
“ હું પણ ગુંજરાત આવ્યો ન હતો હું રીટાયર થતો હતો ત્યારે ખબર નહિ મેં અજયને બચાવવા જે મદદ કરી હતી એની ફાઈલ ફરી ખોલી મને બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો. હું દિલ્હી
બહાર ક્યાય ન જઈ શકુ ના કોઈ ને વાત કરી શકું બધું બંદ. બહુ જ સમજી વિચારીને એ લોકોએ ગેમ રમી. એને આપણી તમામ વાત ની ખબર હતી. તું નથી રજત કે કોઈ નથી.” કર્નલસર
“ એમાં સૌથી વધારે તકલીફ શિવુભાઈને હાર્ટ એટેક આવ્યા પછી પડી એના ગયા પછી જ આ બધું થયું. “
“ એટલે શીવુંચાચા ????” વિજય નિસાસો નાખી ગયો .
“ અમે અલોકના મેરેજમાં તને સંમાચાર મોક્લાવ્યા હતા એ સમયે તું ટ્રેનીગમાં હતો તને સમાચાર મળ્યા પણ તું આવ્યો નહિ. રજતના મેરજ સમયે તું કશ્મીર હતો તને સમાચાર મળ્યા તું આવ્યો નહી. શ્વેતા વખતે પણ તું આવ્યો નહી તું સ્પેશિયલ ટ્રેનીંગમાં હતો. શ્વેતા સમયે હું પણ નહતી આવી શકી. હું યુરોપ હતી. એકવાર તો તું આવી ગયો હોત તો કદાચ આ ન થાત...”
“ તને આરોપ મુકીને નથી કહેતા પણ તું કદાચ સમજ્યો હોત કે અમે જે કઈ કર્યું એ ડોક્ટરના કહેવા મુજબ જ પાલન કર્યું. ડોકટરે ચોખ્ખું કહ્યું હતું જૂની વાત જો ફરી યાદ આવી કે એના લગત કોઈ પણ વાત એની સામે આવી તો એનું મગજ શું પ્રતીક્રિયા આપશે એ કોઈને ખબર નથી. કદાચ તું મરી જાય તું બેહોશ થાય ભાનમાં આવે જ નહિ કેમ કે એ એક વાર થઇ ગયું હતું.. “ અજયભાઈ બોલ્યા.
“ તને હોશ આવી ગયો હતો લીના હજુ એટલું સારું ન હતુ એ માંડ ઉભી થતી કામ કરતી હજુ ગુજરાત આવ્યા નહતા. લીઝાના રૂમ પર હતા થોડા દિવસ ત્યારે હું લીઝા અને શિવુભાઈ અમે લીનાની જુબાની વિડીઓમાં રેકોર્ડ કરતા હતા. એ બોલતી જતી હતી અને હું લખતો હતો લીઝા એની જોડે જોડે હતી. જોડે એક રીટાયર જજ હતા કેમ કે અમને કઈક થાય તો એ જુબાની કામ લાગે બે કલાક લગ્યા આખી વાત સંભાળી નાનકડા વિજયે . છેલ્લે જજ સાહેબે કહ્યું શક્ય હોય તો તારી પાસે પણ જુબાની લઇ લેવી. અમે તને ચોકેલેટ આપીને ઘણું વિનતી કરીને તૈયાર કર્યો. તારું પ્રિય ભોજન ચોકલેટ રમકડા આપતા જાય અને તને પૂછતાં જાય.. એ દિવસે તો સાવ નોર્મલ ગયો રાતે તને તાવ ચઢ્યો. બહુ જ ભયંકર એ સમયે તું લીઝા જોડે સુતો હતો. લીઝાએ મને ઉઠાડ્યો. કર્નલસર અને લીઝા બન્ને હોસ્પીટલ લઇ ગયા હું લીના જોડે હતો કેમ કે એની જોડે રહેવું જરૂરી હતું. “
“ મેં લીઝા પછી કોઈ છોકરું પકડ્યું જ નહતું માંડ પકડ્યો આ બેન કે પપ્પા તમે ગાડી ન ચલાવો તમે બળદગાડું ચલાવો છો. મેં તને માંડ માંડ પકડ્યો તાવ અને ઠંડીમાં ધુર્જે તારી હાલત હતી ખરેખર હું મારી જિંદગીમાં પહેલીવાર હું ડરી ગયો.. હા સાચી વાટ કહું છું કર્નલ ડરી ગયો દર એ વાત નો હતો કે તને કઈ થશે તો હું લીના ને શું જવાબ આપીશ કેમ કે મેં એને દીકરી તરીકે વચન આપ્યું હતું કે કોઈને કઈ જ નહિ થવા દઈશ. “
“ મેં પપ્પાનાં ચહેરા પર ડર જોયો તને ખેંચ આવી ગાડીમાં અમે બન્ને ડરી ગયા.. મેં ગાડી ચલાવી હતી ૧૨૦ ઉપર મને ખબર નથી ૫ મિનીટ માં ૧૫ મિનીટનો રસ્તો પૂરો કર્યો હતો. એ સમય યાદ કરું છું ...” લીઝાની આંખમાં આંસુ આવી ગયા,
“ અમે હોસ્પીટલ પહોચ્યા કોઈ ડોક્ટર હતું નહિ તને ખેંચ આવી ગઈ એ જ હોસ્પીટલ હતી જેમાં તમારી સારવાર થઇ હતી. હોસ્પીટલ સ્ટાફ હડતાલ પર હતો. મેં ગુસ્સે થઈને સારવાર કરવા કહ્યું માંડ સારવાર ચાલુ થઇ એકવાર તો ડોકટરે કહી પણ દીધું કે તને બચાવી નહિ શકીએ. મેં તારી પ્રથમ સારવાર કરી હતી એમનો સમ્પર્ક કર્યો એ આવ્યા એમણે ખ્યાતનામ અને તારા લાડકા ડોક્ટરઅંકલ એવા જોશીસર ને બોલાવ્યા. ૪ દિવસ ની મહેનત પછી તને ભાન આવ્યું ત્યારે ડોકટરે અમને પૂછ્યું શું થયું હતું અમે કીધું કે આવી રીતે અમે જુબાની રેકર્ડ કરતા હતા એના પછી થયું એમણે ચોખ્ખું કહ્યું જો તમારે લીના અને આ છોકરા ને જીવાડવો હોય તો આ વાત ફરી વાર એની સામે લઇ ન આવત આની કોઈ દવા નથી આ મેન્ટલ સ્ટ્રોક છે આઘાત છે એ હવે પછી નહિ જીરવી શકે. “ કર્નલ સર આંખો ભીની થઈ ગઈ
“ એટલે જ ત્યારે તમે લોકો ફરવા ગયા અને જગતપુર ગયા ત્યારે એ બેહોશ થઇ ગયો બે દીવસે તને હોશ આવ્યો હતો અમે બધા ખોટું બોલ્યા તને કે તને કઈ જ નથી. કદાચ એ અમારી ભૂલ હતી. પણ મને હતું કે આ વાત કીધા પછી કઈક થયું તો ડોકટરઅકલને પૂછ્યું હતું અમે એ પણ મુઝવણમાં હતા શું કરવું છેલ્લે એવું નક્કી થયું કે કોઈ કઈ કહેશે નહિ. “ અજયભાઈ પણ ભીની આંખે કહ્યું
“ આ વાત અત્યારે એટલે કહીએ છીએ કે ડોકટરે હા પાડી છે....એટલે જયારે તું કુદકે ચડ્ડ્યો હતો ને કે બદલો બદલો એમાં અમે તો તૈયાર જ હતા કહેવા ડોક્ટર અંકલ પાડી એમણે જ તમને લોકોને અલગ કરવાનો રસ્તો બતાવ્યો અને તને દુર મોકલવા કહ્યું અહી થી. એમને થોડી ખબર હતી કે દુનિયા ગોળ છે. “ લીઝા બોલી
“ પણ તમે લોકો મને અને રજત અને શ્વેતાને તો બોલાવીને કહી શક્યા હોત ને “” “ અલોક બોલ્યો
“ હા એ વિચાર કર્યો હતો અમે શ્વેતાને પૂછ્યું પણ ખરું ત્યારે આ બોલી કે રજત ને અલોક ની હું ગેરેંટી ન લવ કે એ લોકો વિજયને કહી દે કે ના કહે ....”
“ ના લવ ગેરેટી હું મને પૂછ્યા વગર તમે ત્રણેય ગાડી ઉડાડવા નીકળી ગયા હતા ને મને તો બે દીવસ પછી ખબર પડી એ હું જોઈ ગઈ એટલે..... હું ભરોસો કેમ કરું...? ડોળા ન કાઢો ત્રણેય ...” શ્વેતા બોલી
“ જે થયું એ સારું થયું .....આપણે ભેગા પાછા થઇ ગયા...” રીતિકા બોલી
“ કદાચ જે થાય એ સારા માટે જ થાય છે ....” અલકા બોલી.
“ અજયભાઈ હવે જોબ ક્યારે જોઈન કરો છો ?? “ વિજય બોલ્યો
“ ના , હું રાજીનામું આપું છું મને કોર્ટે વળતર લેવાનું પણ કહ્યું છે મેં ના પાડી છે મને મારો હિસ્સો મળી જાય એટલે બસ ... “
“ અજય તારો આખરી નિર્ણય છે ??? “ કર્નલસર બોલ્યા
“ હા અંકલ આખરી જ છે ...આપણી વાત થઇ હતી જ ... મેં લીના જોડે પણ વાત કરી હતી “
“ હા અજયભાઈ આપણે કોર્ટને આપવાનુ છે તમેં જોઈન કરો છો કે નહિ એમ ...” અલકા બોલી
“ હા તું લખી ને આપી દે નથી જોઈન કરવું ...આખરી છે ...” અજયભાઈ ..
“ અજુ આ તારી ડ્રીમ જોબ છે ....એક વાર હજુ વિચાર કરી લે ...” લીના બોલી
“ ના હવે હવે તારી જોડે જ સમય વીતાવીશ...”
“ પણ હું કંપની ફરી ઉભી કરવા માંગું છું કેમ કે હવે તો શ્વેતા છે લીઝા છે અને તમે બધા છે હવે ફરી થી હું બમણી તાકાત થી આગળ વધીશ...”
“ એના માટે ભાભી કોર્ટે ફીર્ઝ કરેલી તમામ મિલકતો રીલીઝ કરી દીધી છે ઘર કંપની બધું જ ..” રીતિકા બોલી
“ હું પણ સાથ આપીશ તમે જો હા પાડો તો ...” અલકા બોલી ...
“ હા ચોકસ્સ ..કેમ નહિ ..? લીઝા હવે તારું શું છે ?? તું હવે જોઈન કરીશ ને ...? કે દર વખતની જેમ આ વખતે પણ ગોળી પીવડાવીશ....”
“ હા ગોળી નહિ દવા...... મેં રાજીનામું આપી દીધું છે પપ્પાએ ચીફ જોડે વાત કરી લીધી છે મંજુર થઇ ગયું છે. ખાલી એક વાર દિલ્હી જવું પડશે.... બસ ..હવે તારી જોડે જ છું ....”
“ ખોટું ન બોલ અમારી જોડે નહિ તારા પતિ જોડે અને છોકરા જોડે ....” અજયભાઈ બોલ્યા
“ ફોઈ આ શું ????” વિજયભાઈ બોલ્યા,.
“ ફોઈ આમાં સસ્પેન્સ ?? ખરેખર આ ખોટું છે ....” રજત બોલ્યો
“ ફોઈ સાવ આમ ન હોય .....” શ્વેતા બોલી
“ મેમ ક્યાં છે તમારે એમની મુલાકાત કરાવી જોઈએ ...” લોરા બોલી
“ એ લોકો હાલ જર્મની છે એ એન્જીનીયર છે સન હવે કોલેજમાં આવશે ... એમાં એવું છે મેં છૂટાછેડા લઇ જ લીધા હોત મને પપ્પા અને લીના ને અજુ એ એક વાત કહી તું અત્યારે લઇ લઈશ કદાચ બીજા કરી પણ લઈશ પણ આ જ વાત નું પુનરાવર્તન ન થાય એની શું ગેરેંટી છે? તમારા વચ્ચે જે મતભેદ છે એ બીજા જોડે ન થાય એની શું ગેરેંટી છે ? બસ મેં નક્કી કર્યું હું માફી માંગીશ અને જિંદગી ફરી થી શરુ કરીશ હું યુરોપ ગઈ ત્યારે મેં ફરી સમાધાન કરી લીધું. “
“ એ લોકો ક્યારે આવશે ...? “ લોરા બોલી
“ એ લોકો આવવા તૈયાર છે હું ના પાડું છું ... ?? “
“ કેમ કે અ બહેન ને એ લોકો ભારત આવે એ પસંન્દ નથી ...” કર્નલસર બોલ્યા
“ કેમ ??? “
“ કેમ કે યાર એ વેલ સેટ છે એ બધું છોડીને અહી આવે તો એન જોબ નો પ્રશ્ન થાય બીજું કે મને બીક લાગે છે કે મારે કારણે એને કોઈ કઈ કરી જાય તો બીક લાગે છે ....”
“ વાહ શેરની વાહ બીકણ ... એ લોકો ને કહે આવી જાય બધું થઇ જશે. “ લીના બોલી
“ હા થઇ જાય આપણે બધા છીએ તો ....” વિજય બોલ્યો
“ હું આ જ તો સમજવું છું હું નહિ અજય સમજાવીને થાકી ગયો. મેં અને અજય નક્કી કર્યું છે કે અમે આ વિષે આ મેમ ને કોઈ વાત નહિ કરીએ ...” કર્નલસર બોલ્યા
“ એ લઇ આવશે તમે બન્ને ચિંતા ન કરો ....” લીનાભાભી બોલ્યા
“ રજત તું અમેરિકા જવાનો છેક્યારે ??? “ વિજય બોલ્યો
“ હા એક વાર જવું પડશે મોમ ડેડ ને ફરી આપણા ટાઉનમાં શિફ્ટ કરી દેવા છે ... અલકા તો તમારી જોડે આવશે જ ...મારે ૬ મહિના જેવું થશે ....”
“ અલોક તું મુંબઈ જવાનો છે?? “
“ ના વિજય એ મુંબઈ નહિ જાય અમે બધા સાથે જ રહીશું આટલા સમયમાં એટલું તો સમજી શક્યું છેકે બધા જોડે રહીએ તો ગમે તેવી મુશ્કેલી નો સામનો આરામ થી કરી શકાય છે ...” રીતિકા બોલી
“ હા આપણે બધા હવે સાથે જ રહીશું ગમે તે થાય ....” રજત બોલ્યો
“ હા બીજું બધું તો ઠીક વીજુ લોરા તમે બન્ને શરણાઈ ક્યારે વગાડવો છો ... “ શ્વેતા બોલી
“ હા લોરા શું નક્કી કર્યું તે ....વીજુ ????” લીઝા ભાભી બોલી
“ હા લોરા બોલને ....” લીઝા બોલ
“ મને લોરા હા પાડે તો મને કઈ જ વાંધો નથી ....” લોરા સામે જોઇને કહ્યું
“ મને થોડો સમય જોઈએ છે ...” લોરા નીચું જોઈ ગઈ
“ લોરા તને વિજય નથી ગમતો ???? કે એનો સાથ નથી ગમતો કે પછી ડોકટરે કહ્યું કે માનસિક જે તકલીફ છે એ ફરી થી થઇ શકે છે એટલે તું ....”
“ એવું હોત તો હું અત્યાર સુધી જોડે રહી જ ના હોત ને ?? મને તમારા બધાના આવવાથી મેં કે ફેમીલી મળ્યું છે ... પણ મને મારા નસીબ પર ભરોશો નથી ....મને બીક લાગે છે એટલું બધું એક સાથે મળ્યું છે ક્યાંક હું ગુમાવી દઈશ નહિ ને ....” લોરા બોલી
“ એવું કઈ જ નહિ થાય તને જે મળ્યું છે એ આખી જિંદગી રહેશે અને અમે બધા છીએ ત્યાં સુધી કઈ જ ના થવા દઈએ ....” શ્વેતા બોલી
“ હા અને જો લોરા નસીબ જેવું કઈ જ હોતું જ નથી ....” કર્નલસર બોલ્યા
“ હા તું હા પાડ બસ ભૂ રાહ ન જોવડાવ ...” અજયભાઈ બોલ્યા
“ હા અમને તો એમ છે કે શરણાઈ વગાડવા મળશે .... “ રજત બોલ્યો
“ મેં તમારી આંખો ના વિજય માટે પ્રેમ આજ નો નહીં પ્રથમ દીવસ એ પાર્ટીમાં મળ્યા હતા એ દિવસ થી જોયો છે ... “અલોક બોલ્યો
“ થોડા ઘણા પ્રોબ્લેમ હોય એ તો સમય જતા થઇ જાય લોરા ...” રીતિકા બોલી
“ હા અમે બી ઝગડો કરીએ છીએ .... પણ સાથે માની પણ જઈએ છીએ ...” અલકા બોલી
“ જીંદગીમાં તક એક જ વાર મળે છે લોરા ....” શ્વેતા બોલી
“ બસ હવે લોરા ને કોઈ કઈ જ નહિ કહે ....લોરા તું હા પાડ કે ના પાડ તું મારી ફ્રેન્ડ રહી હમેશ..” વિજય બોલ્યો
“ મારી ના નથી તું મને ગમે છે બધું જ છે પણ મને મારા પર ભરોષો નથી એટલે જ મને થોડો સમય જોઈએ છે ... હું ફરી ડ્યુટી જોઈન કરું થોડો સમય થાય પછી આપણે કરીશું ચોક્ક્સ. “
“ મને મંજુર છે ટતું ડ્યુટી જોઈન કરે છે ક્યારે ટે તો રાજીનામું આપ્યું હતું ને ?? “
“ હા મેં કર્નલસર ને કહીને અટકાવી દીધું છે ...”
“ હા એ હોલ્ડ પર છે એ રાજીનામું ...”
“ મને આશા છે તમે બન્ને જે નિર્ણય લેશો એ યોગ્ય જ લેશો “ લીનાભાભી બોલ્યા
“ ઓકે પહેલા આપણે બધા કાલ સાંજની વિમાનમાં અમદાવાદ જઈશું ત્યાંથી નગર માં અને પછી બે દિવસ રોકાઈશું.ત્યાં તમારા બન્ને ની સગાઇ થશે પછી તમારે બન્ને અને બધા પછી જ છુટા પડશું. આ આખરી નિર્ણય છે ...ઓકે ...” કર્નલસર બોલ્યા..
“ હું ડ્યુટી જોઈન કરી શકીશને ??? “ વિજય બોલ્યો
“ હા તારા ટેસ્ટ લેવાશે તું પાસ થઇ તો કોઈ નહિ રોકી શકે ... “ લીઝા બોલી
“ હવે પેકિંગ કરો આપણે કાલે નીકળીશું .... ચાલો બધા...” અજયભાઈ બોલ્યા
“ લોરા તું વિજય સાથે બેસ .... અમે કાલની તૈયારી કરીએ... “અજયભાઈ બોલ્યા.
“ હા ..........”
બન્ને ચુપચાપ થોડીવાર બેઠા. બન્ને વચ્ચે એક મૌન હતું. વિજય લોરાનો હાથ પોતાના હાથમાં લીધો. એની સામે જોયું જાણે કઈ કહેવા માંગતો હોય એમ ..લોરાએ વિજયની આંખમાં આંખ મિલાવી જાણે પૂછતી હોય કઈ કહેવું છે ? વિજયે મૌન તોડ્યું.
“ લોરા મારે તારો સાથ આખી જિંદગી માટે જોઈએ છે. શું તું આપીશ ? એનો અર્થ એ નથી કે તું મારી સાથે લગ્ન કરીને રહે કે મારી જોડે જ રહે બસ તારો સાથ મને એક શાંતિ આપે છે. એવી શાંતિ કે બહુ જ અનોખી છે. હા તે બહુ સહન કર્યું છે. પહેલા મોમ ડેડ પછી ફિયાન્સ . ગમે તેવો માણસ તૂટી જાય ગમે તેવા માણસનો ભરોસો ઉઠી જાય. હા મારા માં તકલીફ છે , મારી લાઈફ બહુ જ અઘરી છે. માનસિક રીતે બીમાર માણસને સાચવવો બહુ જ અઘરો છે. કદાચ અશકય છે પણ ..”
“ એક મિનીટ પહેલા તો તું માનસિક રીતે બીમાર નથી આ બોલવાનું બંદ કર તારી જે તકલીફ છે એ ટેમ્પરરી છે ડોક્ટર જોડે હું હતી એમણે ચોખ્ખું કહ્યું છે કે જે છે એ કદાચ એક ક્ષણ પુરતું છે જો એ ક્ષણ સાચવી લેવાય તો કઈ જ ન થાય બસ સો પ્લીઝ બીજી વાર આ શબ્દો ન વાપરીશ. મને આટલા સમયમાં જીદગી જીવવાની ઈચ્છા થઈ છે તો એ તારા કારણે છે આપણી વચ્ચે દુબઈમાં જે થયું એ મારા મગજમાંથી હજુ નથી જતું તારા સિવાય બીજું કોઈ હોત તો મારી જોડે સંબધ બનવવા હોત તો સહેલાઈથી બનાવી લેત હું ઓફીસીઅલી ના પણ ન પાડી શકત પણ એક પણ દિવસ તે જ નહિ ચારેય દિવસમાંથી તે કોઈ દિવસ મારા શરીર પર તે એક હદથી વધારે તું અડ્યો પણ નહી. એ ક્ષણ પર મારામાં તારા માટે માંન બહુ જ વધી ગયું. મારા માટે બહુ જ આશ્ચર્ય હતું કે કોઈ જ પુરુષ આ ફાયદો ન મુકે. મારે તારો સાથ જોઈએ છે મને પણ છે તારી સાથે રહું પણ મારો ભૂતકાળ મને પાસે નથી આવવા દેતો. મને એમ જ છે કે હું પાસે આવીશ તો તને કઈક થઇ જશે એ ડર મને તારી પાસે નથી આવવા દેતો બસ ...” લોરા રડી પડી. વિજયને પકડી ...આંસુ લૂછ્યા.. એને અલીગનમાં લીધી. લોરા ધૂસકે ધ્રુસકે રડી પડી.
“ બસ તું સાથે છે પાસે છે તો ગમે તે મુશ્કેલી લડી લઈશું....”
“ પણ ....”
“ પણ બણ કઈ જ નહિ. તારા જોબ ચાલુ રાખવી હોય તો મને કઈ જ વાંધો નહિ મને આર્મી ટેસ્ટમાં પાસ કરશે તો હું પણ ચાલુ રાખીશ ... ઓકે ....” લોરા જવાબમાં વિજયને પકડીને જોર થી રડી પડી.
“ લો બન્ને પાણી પી લો તમારા બન્નેની બેગ તૈયાર છે ...તમે રેડી થઇ જાવ ચાલો ...... “ શ્વેતા બોલી
“ આપણે તો કાલે જવાનું હતું ને ....” વિજય લોરા બન્ને છુટા પડ્યા શ્વેતાને જોઇને
“ મારી સામે શરમાવવાની જરૂર નથી. હા અલકાએ એરપોર્ટ ફોન કર્યો હતો ત્યારે વિમાન છે આપણા બધા માટે ખાલી છે સો ભાભીએ કહ્યું તૈયાર થઇ જવા તમને બન્ને કહેવા આવતી હતી પણ તમે ગંભીર મુદ્ધા પર હતા એટલે કહ્યું નહિ. બન્ને એટલા ઈમોશનલ ન થાવ યાર ચાલો તૈયાર થાવ હા લોરા જઈને સગાઇ કરવાની છે એટલે તારે કોઈને કહેવું હોય તો તું કહી દેજે..ઓકે”
“ પણ ......”
“ બન્ને ચુપ કઈ બોલવાનું નથી ઓકે અમારા બધાનો નિર્ણય છે ઓકે .....સો ગો એન્ડ રેડી ...”
“ ઓકે બાબા બસ તું કહે એમ ...” લોરા સામે જોયું,,
“ હા પ્લીઝ આજે જીન્સ નહિ તારા માટે કપડા રાખ્યા છે એ પહેરજે લોરા ઓકે ...”
“ પણ “
“ વળી બોલી આ બધાની બોસ્ હું છું સો જા હું આવું છું તૈયાર થા....” શ્વેતા
“ જા ...” વિજય બોલ્યો
“ ઓકે ...ચલ અત્યારે જ ..............” લોરા એને ખેંચીને લઇ ગઈ
થોડીવાર પછી બધા બહાર રૃમમાં આવ્યા તૈયાર થઈને. લોરા તૈયાર થઈને બહાર આવી ...
“ વાહ સાડીમાં બહુ જ સુંદર લાગે છે ....” લીનાભાભી બોલ્યા
“ હવે જઈશું લીના મોડું થશે ...તારી છે તું સંભાળ જા એની જોડે .....” કર્નલસર બોલ્યા
“ હા ...” બધા હસી પડ્યા..............
બધા ફરીવાર એક લડાઈ માટે તૈયાર થયા માનસિક રીતે .......
*********************************************************************