‘જુઓ, હવે મારાં થી સહેજ પણ સહન નથી થતું. બહુજ થાકી જાવું છું હું.’ જમી પરવારી ને હાથ ધોઈ ને રમેશ હજુ કુર્સી પર બેઠો જ હતો કે નિશા બે ઘડીક વાતો કરવા એની સાથે બેસી.
‘કામવાળી રાખી લ્યો.’ રમેશે કહ્યું.
‘બા ની હેરાનગતિ ઓછી છે જો કામવાળી નાં નખરા સહન કરું?’ રમેશ ની વાત નું અસ્વીકાર કરતા નિશા એ કહ્યું.
‘તો તમે જ કહો હું શું કરું ? ક્યાં મુકી આવું બા ને.’ રમેશે ખીજાઈ ને કહ્યું.
‘તમે તો સવાર થી જતાં રહ્યો છો અને છેક રાત્રે આવો છો. બા રોજ ગળી ચહા પીવાની જીદ કરે છે. એમને શુગર નાં લીધે ના આપું તો જોર જોર થી મને એલફેલ બોલવા માંડે છે. છેક ઘર ની બહાર આવાજ જાય છે. એમણે નવડાવી ને તરત જ વાળ માં કાંસકો નાં ફેરવું તો ગુસ્સે થઇ નાસ્તો નથી કરતાં.’ નિશા એ પોતાની પીડા વ્યક્ત કરી.
રમેશ ને ચુપ બેસેલો જોઈ એ ફરી બોલી,’ આ ઉમર માં ખોરાક પચતો નથી અને એમણે સાત પકવાન ખાવા જોઈએ. આજે સવારે એમણે શીરો ખાવો હતો. મેં જરીક બનાવી આપ્યો તો એમને ઝાડા થઇ ગયા. પછી ડાયપર પહેરાવ્યું તો કાઢી ને ફેંકી દીધું અને આખી પથારી ગંદી કરી દીધી.’
‘હું ઘર ની વહુ છું, નોકરાણી નથી. રોજ રોજ ની આ રામાયણ હવે મારા થી સહન નથી થતી. તમને હવે કશુંક વિચારવું જ પડશે.’ કહેતા કહેતા નિશા ની આંખોમાં આંસુ આવી ગયા.
‘તો શું કરું હું? કંટાળી ગ્યો છું તમારી એક ની એક વાત સાંભળી ને.’ રમેશે એ જ વાત ફરી થી કહી.
‘બા બહુજ હેરાન કરે છે. તમારા મોટા ભાઈ ને ક્હો ને કે થોડાક દિવસ એમણે અહી થી લઇ જાય.’ નિશા એ કહ્યું.
‘બા મોટા ભાઈ ની ઘેર કેવી રીતે રહેશે અને ત્યાં એમની દેખભાળ કોણ કરશે ? ભાભી પણ નોકરી કરે છે.’ રમેશે બા ને લઈને પોતાની ચિન્તા વ્યક્ત કરી.
‘હું નોકરી નથી કરતી એનું મતલબ એ નથી કી આખી જિંદગી મારે જ સહન કરવાનું. અને હવે તો બા બહુજ હેરાન કરે છે. પીન્ટુ નાં ભણતર પર પણ મારા થી ધ્યાન નથી અપાતું.’ નિશા રડી પડી.
‘મારે કહવાનું આ મતલબ નો’ તું. તમે તો રડી ને .. બે શબ્દ બોલી ને પણ મન થી બા ની સેવા કરી જ લ્યો છો....’
‘જે કરે છે એના થી વારંવાર અપેક્ષા રાખવું ન્યાય નથી. હું કશું કહેતી નથી તો એનું મતલબ એ નથી કે મોટાભાઈ અને ભાભી પોતાની જિમ્મેદારી પ્રત્યે બેધ્યાન થઇ જાય. તમે કાલે જ બા ને મોટાભાઈ ને ઘરે મૂકી આવો. બા હવે બહુજ હેરાન કરે છે.’ રમેશ ની વાત કાપતા નિશા એ કહ્યું.
‘તમે તો એટલા વરસો થી બા સાથે રહી રહ્યા છો. ક્યારેક ક્યારેક એમણે ખરુંખોટું સંભડાવી ને પછી રડી ને માફી માંગી ને એમણી સેવા કરી લો છો. એમને સાચવી લો છો. બા વગર રહી શકશો? ભાભી આ બધું નાં કરી શકે. એ તમારાં જેવી સેવાભાવી નથી. ખબર છે ને એક વખત બા ને જ્યારે ત્યાં મોકલ્યું હતું તો ઓલ્ડ એજ કેયર હોમ નાં નામે એમણે બા ને ત્યાં ....’ એ આગળ કશું જ ના કહ્યી શક્યો.
‘મને ઈમોશનલ બ્લેકમેલ કરો છો?’
‘ના ! તમને સમજું છું.’ રમેશે જવાબ આપ્યો.
‘ઠીક છે. મારા નસીબ માં સેવા કરવું જ લખેલું છે તો કરીશ જ.’ ઉદાસ થઇ ને એ ત્યાં થી ઉભી થઇ ગઈ.
‘બા નાં નસીબ માં તમે લખેલા છો ત્યારે જ તો ઓલ્ડ એજ કેયર હોમ એમણી વાટ નથી જોઈ રહ્યું.’ પોતીકાપણું રમેશ ને આંખો માં સમાવી ગયું અને એને નિશા નું હાથ પકડી લીધું.
‘જાવ હવે. મારી હેરાનગતિ ઓછી નથી થઇ. બા ને બાથરૂમ કરાવવાનું સમય થઇ ગયું છે.’ રમેશ ના પ્રેમભર્યા અહસાસ ને પામી ને એનાં ચેહરા પર ગુલાબી મુસ્કુરાહટ છવાઈ ગઈ. એણે પોતાનું હાથ એની પકડ થી છોડાવ્યું અને બા નાં રૂમ માં જતી રહ્યી.