Sixth Promise 25th Anniversary Unforgettable Gift in Gujarati Fiction Stories by Pravin Bhalagama books and stories PDF | છઠ્ઠુ વચન 25th Anniversary Unforgettable Gift

Featured Books
Categories
Share

છઠ્ઠુ વચન 25th Anniversary Unforgettable Gift

40 એક વયની આધેડ ઉંમરની મહિલા ( પ્રભા ) પલંગ પર બીમાર પડી હતી. Blood cancer ના Last stage પર  હતી. ડોક્ટર ના કહેવા મુજબ એ કોઈ પણ સમયે પોતાનો જીવ ગુમાવી સકે. 


લગ્નના એ સાત વચનો માનું છઠ્ઠું વચન સુખ દુઃખમાં ઍક બીજાનો ભાગીદાર બનવાનું, અને એક બીજાના શારીરિક સંઘર્ષના સમયમાં એક બીજાની સેવા કરવી. 


એમના પતિ ( અશ્વિન ) પોતાનો પતિ ધર્મ નિભાવતા સમયાંતરે આવી એમને દવા આપતો અને આરામ કરવા કહેતો ! 

એમનો એક નો એક 21 વર્ષનો દીકરો ( અર્વિત ) પણ એની mummy ની સેવા કરતો અને સાથે પપ્પાનું પણ ધ્યાન રાખતો.

પત્ની પ્રભા બીમાર રહેતી હોવાથી પતિ અશ્વિન અધમૂઓ થઇને ફરતો, પણ એક દીકરાનો પિતા હોવાથી એ એની સામે સામાન્ય રીતે જીવતો.



આવતીકાલે એમની 25મી Wedding Anniversary નો એ દિવસ છે, એટલે અશ્વિન આમ તો ખુશ હતો, પણ એ મનાવવા માટે પ્રભા સાથે ન  ઉજવી શકતો હોવાથી એ થોડો ઉદાસ પણ હતો. 


બીજા જ દિવસે સવાર સવારમાં અશ્વિન વહેલો જાગી ગયો,
ચા-નાસ્તો તૈયાર કર્યો 
અને એ લઈ પોતાના રૂમ તરફ નીકળી પડ્યો. અશ્વીનના હાથ માં એક tray છે એમાં એક cup ચા અને કેટલાક Biscuits છે.

અચાનક એની પાછળથી કોઈ નીકળ્યું એવું લાગ્યું !

અશ્વિન ત્યાં જ ઉભો રહ્યો ... એને પાછળ જોયું ......




તો ક્યાંકથી અર્વીત આવ્યો અને પિતાને ખભેથી ફેરવતો બોલી ઉઠ્યો...


અર્વિત :
Happy 25th Wedding Anniversary પપ્પા ...

અશ્વિન : 
( ઉદાસ મોઢે smile આપતો ) Thank you બેટા ! 
( અશ્વિનના હૃદયમાં એ પ્રસંગને ધામધૂમથી ન ઉજવી શકવાનો એ ભાવ સ્પષ્ટ દેખાયી રહ્યો હતો.)

અર્વિત : 
પપ્પા, તમે ખુશ નથી !

અશ્વીન : 
અ... અ...., બ... ( અર્વિતને પોતાની બીમાર મમ્મીની હાલત યાદ આવતા)

અર્વિત : 
Sorry! પપ્પા !

અશ્વીન : 
કંઇ વાંધો નહિ બેટા ! ( એમ કઈ પોતાના રૂમ તરફ જવા નિકળી પડ્યા. )

Bedroom મા પહોંચ્યા. પ્રભા જાગતી જ હતી, બસ પથારી મા આડી પડી હતી. 

પોતાની પત્નીને બેઠી કરી, પોતાના હાથેથી ચા પાવતા, અને biscuit નો એક ટુકડો ખવરાવતા ખવરાવતા, પૂછ્યું ?

અશ્વીન :
તને ખબર છે ? 
શું છે આજે ?

પ્રભા :
( Room મા બાજુની દીવાલ પર લટકતુ calendar જોઈને... )
Happy Wedding Anniversary 🎉 

અશ્વીન :
(માહોલ ને હળવો કરવા, અને એના મોઢા પર મીઠી સ્માઈલ લાવા માટે મજાક કરતા બોલી ઉઠ્યા. ) લે ... તને યાદ છે ... 

પ્રભા :
( કંઇજ બોલી નહિ. બસ, હા મા મોઢું હલાવ્યું )


25મી Wedding Anniversary હોવાથી અશ્વિનને એમના બંનેના એ જૂના દિવસો યાદ આવી રહ્યા હતા. એ યાદોને કારણે અશ્વિનની આંખો માંથી અશ્રુઓની ધાર નીકળવા લાગી. 

પ્રભાની નજર પડી તો એ પણ રડવા લાગી. ( લગ્ન બાદ પત્ની પતિ ની સેવા કરે, એવું માનવા વાળી સ્ત્રી જ્યારે પોતાના પતિના હાથે પોતાની જ સેવા થઈ રહી છે, આ દુઃખ એનાં માટે જાણે શ્રાપ સમાન હતું. ) 

અશ્વીન એને રડતો ના જોવા માંગતો હોવાથી જલ્દીથી પોતાના આંસુઓ સાફ કર્યા અને પછી પ્રભાના આંસુઓ સાફ કરતા બોલ્યો...


અશ્વીન : 
માફ કરજે, હુ તને રડાવા નહિ માંગતો. પણ ...

( પ્રભા માત્ર પોતાના આંખોના ઇશારાથી ચુપ રેહવા કહે છે, અને એમને પણ ન રડવા માટે કહે છે. અશ્વીન સમજી ગયો અને એણે ચા - નાસ્તા કરાવી દીધા પછી એ tray ને બાજુના ટેબલ પર મૂકી અને નીચેનાં ખાના માંથી એક દવાની થેલી કાઢી. એમાંથી કેટલીક જરૂરી દવાઓ આપી એને આરામ કરવા માટે સુવડાવી દે છે, અને રૂમમાંથી બહાર નીકળી જાય છે. )


બહાર નીકળી, દરવાજો બંદ કર્યો એને hall તરફ એક પગલું ચાલતા ... એની આંખો ભરાઈ આવી.

એ ત્યાં જ ઉભો એકલો જ રડવા લાગ્યો. બધી યાદો એની સામે તરી રહી હતી. 

મનમાં ને મનમાં ભગવાનને એક જ સવાલ કરી રહ્યો હતો કે ભગવાન એને કઈ વાતની આટલી મોટી સજા આપી રહ્યો છે ?

અચાનક એના દીકરા અર્વિતના રૂમ માં થોડો ખખડાટ થાય છે, એટલે જલ્દીથી અશ્વીન પોતાના આંસુઓ સાફ કરી દે છે.

તરત જ અશ્વીન સામે અર્વિત આવી ઊભો રહ્યો.


અર્વિત : 
શું થયુ પપ્પા ?

અશ્વીન : 
કંઇ... કંઇ નહિ બેટા !
( અર્વિત એના પિતાના મોઢા પર ના ભાવને સ્પષ્ટ રીતે જોઈ રહ્યો હતો.) 

અર્વિત કંઇજ બોલ્યા વગર મમ્મીનાં રૂમમાં ચાલ્યો ગયો, એમના દિલ ને ફોસલાવા માટે એ કઈક કરવા માંગતો હતો. 

( પિતા, અશ્વીન હોલમાં જઈ બેઠા. )


અશ્વીન સ્ટોર રૂમ માં જઈ બધું ફોળવા લાગ્યો. બધું અસ્ત વ્યસ્ત પડ્યું હતું, એમાં એક લોખંડની નાની એવી એક પેટી મળી આવે છે. એના પર નાના મોટા ઘૂમા પડી ગયેલા, રંગ ઊડી ગયેલો, ક્યાંક ક્યાંક વળી ગયેલી, એના પર બરાબરની ધૂળ પણ જામી ગઈ હતી. 

અર્વિત એ બઉ વખત એ પેટી જોયેલી પણ ક્યારે ખોલી નોતી. એટલે એ લઇ એના પિતા પાસે આવે છે. અશ્વીન અર્વિતને એ પેટી પેલ્લીવાર લઈ આવતા જોઈ રહ્યો હતો. 

એ પેટીમા એના મમ્મી અને પપ્પાની કેટલીક જૂની યાદનું secret locker સમાન હતુ.

અર્વિતે એ પેટી પિતા અશ્વીન સામે લાવી એક ટેબલ પર મૂકી અને પૂછ્યુ, પપ્પા આ કોની પેટી છે ? 
શું છે આમા ?

અશ્વીન : 
ખોલ બેટા ! તને જાતે જ ખબર પડી જશે !


અર્વિતે એ પેટી ખોલી, એમાં કોઈકનો કેટલોક જુનો સામાન, school time ના dress અને બીજી અન્ય કેટલીક વસ્તુઓ પડી હતી.


અર્વિત : 
wow ! ( એમાંથી blue colour નો એક જબ્ભો કાઢતા, જે લગભગ એના જ માપ નો હતો. ) પપ્પા ! આ કોનો જભ્ભો છે ?

અશ્વીન : 
આ તારી મમ્મીનો જબ્બો છે. ( School time નો dress ! )

અર્વિત : 
( થોડુ વિચારતા ) તમને કઈ રીતે ખબર કે, આ school dress જ છે ?

અશ્વીન : 
હુ અને તારી મમ્મી બન્ને એક જ school મા સાથે જ ભણતા હતા. ( અશ્વીન ની આંખો પહોળી થઇ ગઈ. )

અર્વિત : ખરેખર ?

અશ્વીન ( હળવી smile સાથે ) હા, બેટા !


અર્વિતને એમાંથી એ જ colour નુ shirt મળ્યુ અને શાયદ એ એના પપ્પાનું હતું જે એની મમ્મીએ સાંભળી રાખ્યું હશે, પણ એના પર એક blue ballpen ની શાહી નો એક લાંબી લીટીનો ડાઘ લાગેલો હતો. જાણે કોઈએ છાંટ્યો હોય.)


અર્વિત : 
પપ્પા ! આ તમારું shirt છે ?

અશ્વીન : 
( અર્વિત પાસેથી પોતાના હાથમાં લઈ ) હા, બેટા ! એ shirt પર લાગેલા શાહીના ડાઘને એક જ નજરથી જોઈ રહ્યા હતા, અને મનોમન મલકાઈ રહ્યા હતા. )

અર્વિતે પેટીમાં બીજુ શું શું છે એ જાણવા ઉત્સાહથી એમાં રહેલી બધી વસ્તુઓને એક એક કરી બહાર મુકવા લાગ્યો.

એ પેટીમાં એક ખૂણામાં કરમાઈ ગયેલું ફૂલ મળ્યું. અર્વીતની નઝર એ ફૂલ પર પડી. ફૂલ આખું સુકાઈ ગયેલું. પાંખડીઓ મુરઝાઈ ગયેલી. અર્વિતે એને પોતાના એક હાથેથી સાવધાનીથી ઉચકી એને પોતાના હાથમાં બીજા હાથ માં મુક્યુ. 

કપડાં સુઘી તો ઠીક હતું પણ ... ફૂલ ? 

ફુલ સાચવવાનુ કારણ શું ? 

એ જાણવા એ ફૂલને એના પપ્પાને બતાવ્યુ. 

અશ્વિનની નઝર એ ફૂલ પર પડતા જ એના મા એક અલગ જ લાગણી જન્મી, જાણે વર્ષો જૂનો કોઈ અમૂલ્ય ખજાનો મળી આવ્યો હોય એમ એણે લાગ્યું.

જલ્દી થી અશ્વીને એ ફૂલને પોતાના હાથમાં લીધું, અને મલક મલક હાસ્ય એમના ચહેરા પર જોવા મળ્યું ? 

એ જોઈ એની પાછળ છુપાયેલી એ રહસ્યમય કહાની જાણવાનો અર્વિતને રસ પડ્યો. અને પપ્પાને પૂછી લીધુ.

અર્વિત : 
પપ્પા ! આ ફૂલ ? શું કહાની છે આની પાછળ ?





જૂની પેટીમાંથી 25 વર્ષ જૂનું મૂર્જાઈ ગયેલું ફૂલ, તેને એ સમયમાં ફરી પાછું લઈ ગયું એવુ લાગતું હતું. અશ્વિનની આંખો ભીની થવા લાગી. 


અર્વિત : 
પપ્પા ! પપ્પા ?

અશ્વીન : હા, હા બેટા ! 

અર્વિત : 
( પોતાના ખિસ્સા માંથી હાથરૂમાલ કાઢી પિતાના હાથમાં આપ્યો. અશ્વિને પોતાના આંસુઓ સાફ કર્યા. ) 
પપ્પા ! થીક છો ? 

અશ્વીન : હા ! 

અર્વિત : 
( ઉતાવળથી અધીરો થઇને )
હા તો હવે કોને મને ? શું કહાની છે આ મુરઝાઈ ગયેલા ફૂલની પાછળ ?



અશ્વીન : 
( આંખો બંધ કરી ને ફરી ખોલી અને, એને બેસવા કહે છે.) 

( અર્વિત એટલો ઉતાવળો થયી ગયો હતો કે એ ત્યાં જ ટેબલની નજીક જમીન પર બેસી ગયો. )

અર્વિત : 
હા, બોલો ! હુ તૈયાર છુ સાંભળવા માટે !

( અશ્વીન પણ એની અધિરતાને જોઈ ખુશ થયી ગયો અને કહેવા લાગ્યો.) 

અશ્વીન : 
આ ફૂલ પાછળ મારા સાચા પ્રેમની નિશાની છે.

અર્વિત : 
( આટલુ સાંભળતા જ એની આંખો પહોળી થઇ ગઈ ) 
પ્રેમની નિશાની ? ( અધીરો થઇને ) મતલબ ???

અશ્વીન : 
મારા અને તારી મમ્મી પ્રભાનાં Love marriage થયેલા. એ સમયમાં આ એક ગુલાબ ૧૬૦ રૂપિયાનું આવતું અને 10 દિવસમાં સત્ર પૂરું થતું હોવાથી એટલા એ દિવસોમાં જેમ તેમ કરી થોડાં ઘણા પૈસા ભેગા કર્યા અને છેલ્લા દિવસે  મે એને બઉ હિંમત કરી મારા પ્રેમનો પ્રસ્તાવ એની સામે મૂકેલો અને એને એ સ્વીકાર્યો, મારી પાસેથી ફૂલ લઇ લીધું અને પોતાના બેગ માંથી એક blue ballpen કાઢી એની શાહી મારા shirt પર ફેંકી અને ( એ શર્ટ લઇ આર્વિતને બતાવતા ) આ ડાઘ એ જ યાદગાર પળનો છે.

અર્વિત : પણ, પપ્પા મમ્મીએ તમારા shirt પર બોલ્પેનની શાહી કેમ નાખી હતી ?

અશ્વીન :
( નાદાની ભરેલા સવાલનો મીઠી મુસ્કાન સાથે એનો જવાબ આપતા બોલ્યા... )
એને એમ હતું કે કદાચ પરિવાર વાળા નહિ માને તો આ બે પળો તારા અને મારા જીવનની જીવનની સૌથી યાદગાર પળ બની રહેશે.

અર્વિત : 
Wow ! ( એ ફુલને હાથમાં લઈ એ scene ને visualise કરવા લાગ્યો. ) કેમ નહિ પપ્પા તમે આજે તમારા બંનેના આ ખાસ દિવસને આ ફૂલ લઇ મમ્મીને બતાવી ફરી એ પળોને તાજી કરો... 

( અશ્વિનને આ idea ગમ્યો, અર્વિતે ફૂલ પપ્પાને આપ્યું અને એ ફૂલ લઇ પોતાના રૂમ તરફ નીકળી પડ્યો. )

રૂમનો દરવાજો ખૂલ્યો. પ્રભા જાગતી જ હતી. અશ્વીનનાં હાથમાં એ ફૂલ જોઈ એની આંખો પેલા જ ભરાઈ આવી. અશ્વિન ઝડપથી એની પાસે ગયો અને આંસુઓ સાફ કરવા લાગ્યો. 


અશ્વિને એનો એક હાથ પોતાના હાથમાં મૂક્યો, બિલકુલ બન્નેના હાથ વચ્ચે એ મૂરજાયી ગયેલું ફૂલ હતું. 

અશ્વિને પોતાની આંખો બંધ કરી એમની બંનેની એ બધી જૂની યાદને ફરી પ્રભાને સ્મરણ કરાવા લાગ્યો, પ્રભા એ પોતાની આંખો બંધ કરી, અને ધ્યાનથી સાંભળવા લાગી. 

એક એક પળ જે અશ્વિને એની સાથે વિતાવી હતી, બન્ને સાથે મળી જે જે જગ્યાએ એક બીજાના હાથમાં હાથ રાખી ફર્યા હતા. 

એક બીજાને પોતાના હાથેથી જે ઠંડી ઠંડી ice cream ખવરાવી હતી, ice cream ખવારાવતી વખતે પ્રભાનું અશ્વિનની આંગળીએ મીઠું બટકું ભરવું.

પ્રભાના Birthday પર રાત્રે 12 વાગે ઘરની બહાર એના માટે surprise gift એના રૂમમાં નાખી એના પપ્પા પકડે એની પેલા ભાગી છૂટવું. 

અશ્વિનનુ ડરતા અને ધ્રુજતા શરીર સાથે પ્રભાને પહેલી વાર ગળે મળવું.

પ્રભાના ખોળામાં માથું રાખીને અશ્વિને લીધેલી એ સૂકુન ભરી ઊંઘ. 

અશ્વિનના અકસ્માત જેવા નબળા સમયમાં, જ્યાં સુધી એ સાજો નાં થાય ત્યાં સુધી નકોરડો ઉપવાસ કરી, ખુલ્લા પગે ગામના બધા મંદિરે ચાલતા જવાની માનતા જેવી નાદાની ... 


અશ્વિનના ઘભા પર પ્રભાએ માથું રાખી માણેલી એ પળો ... બધુ ... ને બધુ જ ... ( જાણે બંને એ પળો ફરી એક વાર જીવી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. અશ્વિનની આંખો ભરાઈ આવી.  ) 

15 એક મિનિટ પછી બઘું યાદ કરી, પ્રભાને એ પળો યાદ અપાવી અશ્વિને પોતાની આંખો ખોલી. 

પ્રભાની પણ આંખોમાંથી આવેલી એ આંસુની ધાર અશ્વિનને સ્પષ્ટ દેખાઈ રહી હતી. 


એ સાફ કરવા અશ્વિને પોતાનો બીજો હાથ લંબાવ્યો, એને કારણે એના હાથમાં પ્રભાનો જે હાથ હતો એ સરકી ગયો અને નીચે પડી ગયો એના હાથનો કાંડા વાળો ભાગ પલંગની બહારના ભાગમાં ચાલ્યો ગયો જેને લીધે બંનેના હાથ વચ્ચે જે ફૂલ હતું એ પલંગ નજીક જમીન પર પડી ગયું. 

અશ્વિનના હૃદયના ધબકારા વધી ગયા. ડરતા અને ધ્રુજતા હાથે આંશુ સાફ કરવા ગયેલો હાથ નાક નીચે ચાલ્યો ગયો. અશ્વીન શોકમાં ડૂબી ગયો. એ ત્યાં જ સ્તબ્ધ થયી ગયો. 

પ્રભા પોતાનું જીવન ટુંકાવી ચૂકી હતી. એના શ્વાસ બંદ થયી ગયા હતા. એ પોતાનો જીવ ગુમાવી ચૂકી હતી.




The End