જીવન મળતા ની સાથે આપણે અનેક સબંધ ના સંપર્ક માં આવીએ છીએ. એક જન્મ આપણને ભઈ બહેન, કાકા કાકી, માતા પિતા, માસા માસી, નાના નઈ, દાદા દાદી જેવા સબંધો થી બાંધી દે છે.
આ બંધનો આપણને અરસ્પરસ ની ફરજો સાથે નાતો કરાવે છે. આપણે દરેક સંબંધ પાસે થી કંઈક ને કંઈક અપેક્ષા રાખતા થઇ જઈએ છીએ. જ્યાં કાંઈ પણ ત્રુટિ રહેં તો આપણે સામે પક્ષે વિરોધ ઉઠાવીએ કે અસંતોષ ની લાગણી અનુભવીએ. કદાચ સમા પક્ષ ની કોઈ દલીલ સાંભળ્યા વિનંતી કે એને ચાન્સ આપ્યા વિના અમને સ્વાર્થી કે મતલબી ચીતરી દેતા જરાય વાર લગાડતાં નથી. ઘણીવાર આવી વૃત્તિ વર્ષો ના સંબંધ પર પૂર્ણવિરામ પણ મૂકી દે છે!
તો આ બધા માં વિલન કોણ છે? ઍ છે ---અપેક્ષા..
જો આપણા જીવનમાં થી એકબીજા પર ની અપેક્ષા નાબૂદ થઇ જાય તો આપણી અડધી માનસિક બીમારી નો અંત આવી જાય. અપેક્ષા પણ કેવી કેવી હૉય! આ મારી સામે જોઈ ને ના બોલ્યા. મારા કામ ના વખાણ ના કર્યા, અમને આમંત્રણ ન આપ્યું. મારા કોલ નો બેક કોલ ના કર્યો... આવું તો લિસ્ટ ખૂબ લાબું બની શકે છે. ક્યારેક આપણે સાચા પણ હોઈએ છીએ. પરંતુ ઊંડું વિચારતા કોઈ વ્યક્તિ ઉપર રાખેલી અપેક્ષા આપણને અવારનવાર નિરાશ કરે છે.
તો શું કરવું? જેનાથી આપણે નિરાશ ન થઈએ? મને તો એવુ લાગે કે સૌથી પહેલા આપણે ફક્ત આપણા પૂરતું સીમિત રહેવું. આપણી ક્ષિતિજ ને વિસ્તારવા દેવી. આપણા થી થતી નિષ્કામ મદદ, નિષ્કામ ફરજ બજાવવી. સેલ્ફ ડીપેન્ડ રહેવું. માનસિક અને શારીરિક તેમજ આર્થિક પણ. આપણા થી નબળા ને કાયમ સહાય કરવી. વગર દંભે. જે ખૂબ અઘરું છે.
માત્ર સાક્ષીભાવે વર્તવું. ઍ પણ માત્ર લખવું અને અનુસરવું. ઍ બન્ને માં ફેર છે. અપેક્ષા રહિત ક્યારે રહી શકાય? જયારે આપણે માનસિક અને શારીરિક તેમજ આર્થિક સ્વ નિર્ભર હોઈએ ત્યારે..
આમ તો કુદરત પણ આપણને ઘણું શીખવે છે. જેમકે સુરજ ને કોઈ ગાળો આપે તો પણ ઍ તો નિત્ય સમયે ઉદય પામે અને અસ્ત પણ પામે છે. પુષ્પો ને ચૂંટી ને એની ડાળી થી અલગ કરો તો ઍ સુવાસ આપવાનું ક્યાં છોડે છે? પક્ષી ઓ નો કલરવ પણ ક્યાં શમી જાય છે? પવન પણ પોતાની ગતિ ક્યાં થંભાવી દે છે? નિશા પોતાના અંધકાર માં માનવી ની અને સમસ્ત સૃષ્ટિ ને કેવી નિંદ્રા અર્પે છે!
તો કુદરત તો જાતે એવુ વર્તન કરી આપણને ખૂબ સારા સંદેશા આપી જાય છે. પરંતુ આપણે આપણી આખો પર સ્વાર્થ અને અપેક્ષા ના પાટા બાંધેલા હોવાથી આપણે આપણી પાસે શું છે ઍ નથી જોઈ શકતા. આમેય મનુષ્ય નું મન હંમેશા અભવો ના ભાવ થી ઘેરાયેલું રહેં છે સામે મુકેલો અડધો ભરેલો પ્યાલો હંમેશા અડધો ખાલી જ કેમ દેખાય છે? શા માટે આપણે એને અડધો ભરેલો જોઈ નથી શકતા?
આજકાલ ડેવલોપ થતા પ્રેમ સંબંધો પણ અપેક્ષા થી પર નથી હોતા.. પતિ પત્ની ના સંબંધ પણ અપેક્ષા થી ભરેલા જોવા મળે છે. જો અપેક્ષા પૂર્ણ ન કરી તો સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે છે. વર્ષો જુના મિત્રતા ના સંબંધો પણ ક્યારેક એક મિસ અંડર સ્ટેન્ડિંગ દ્વારા વર્ષો અબોલ રહી જાય છે. ક્યારેક એમ લાગે છે કે આપણી માટે સંબંધ અગત્ય નો છે કે આપણો ઈગો?
આ વિચાર સમુદ્ર મંથન સમો છે. માનવીય સ્વભાવ પર પ્રશ્નાર્થ ઉભો કરે એવો છે.
વાચક મિત્રો શું તમે પણ તમારા અભિપ્રાય જણાવશો? કોમેન્ટ માં? તો હું આભારી રહીશ.
🙏