ભૂમિકા
મીરાંબાઈ--- આ મારાં જીવનમાં અલગ રીતે પ્રવેશ્યા.. જયારે હું આઠમા ધોરણમાં પ્રવાસમાં ઉદયપુર, કુંભલગઢ (રાજસ્થાન )માં ગયેલા ત્યારે પેહલીવાર મહારાણા પ્રતાપ વિશે જાણી હું ખુબ પ્રભાવિત થયેલી.હા, મને ત્યારે એવી થયેલ કે જો હું સમયચક્ર પર વિજય મેળવત તો 100% ઇતિહાસ માં મહારાણા પ્રતાપ ને જોવા માંગીશ. એ સમયે મહારાણા પ્રતાપ વિશે જાણતા જાણતા અમે મેડતા પોહ્ચ્યા હતા ત્યાં મારી પ્રથમ ઓળખાણ થયેલ મીરાંબાઈ સાથે.. ત્યારે મારાં માટે મીરાંબાઈ એક લેખક હતા જેમના ઘણા પદ અમારા ભણવામાં આવતા પણ જયારે મેં જાણ્યું કે મીરાંબાઈ પણ સીસોદીયા કુલ ના રાની હતા ત્યારે મારાં માટે એ એક ઝટકો હતો.. શરમજનક વાત હતી હ્ મીરાંબાઈ જેવા ભક્ત નું નામ એમની કુળ વંશાવળી માં નતુ.. બીજું મીરાંબાઈ ના નામે જેટલી વાતો ને લોકવાયકાઓ સાંભળી તો મને વિચાર આવ્યો કે જો મીરાંબાઈ એક પ્રખર સંત હતા તો રાણા પરિવાર દ્વવારા એમનો વિરોધ કેમ.??આ વાત વિચારતા મેં એમની શોધ કરવાનું વિચાર્યું એમની શોધ માટે મેં ઘણા ખરા પુસ્તક વાંચેલા પરંતુ મીરાંબાઈ વિશે જે સ્પષ્ટતા મારે જોઈએ એ ક્યાય ન મળી.. ત્યારે મારાં નાની લીલાબેન ને મેં આ વાત કરી હતી. મારાં નાની એ એમની પાસે પડેલ એક જર્જરિત પુસ્તક મને આપેલું.મારાં નાની હિન્દુસ્તાન ને પાકિસ્તાન ના ભાગલા સમય ના જાણકાર હતા.તેઓ ઘણી વાતો મને કરતા જેમાં અંગ્રેજો ના સમય ની કે પછી સ્વતંત્રતા ની કે પછી ભાગલા ની એવી અનેક વાતો મેં એમના મોઢે સાંભળેલી.એમને આપેલા પુસ્તક ની હાલત તો સારી ન હતી ઘણા પેજ ફાટેલ તૂટેલ, ઘણા અક્ષરો ભૂંસાઈ ગયેલ. પરંતુ નામ કદાચ મીરાં - પ્રેમ દીવાની હતું. આ પુસ્તક આશરે સંભવત: ૧૯૪૫ ની આસપાસ લખેલ હસે.એ પુસ્તક માં લેખક નું નામ તો સ્પષ્ટ ન હતું પણ હા આ પુસ્તક નું ઘણું ખરું વાંચન મને પ્રથમ વખત મીરાંબાઈ ના જીવનનો સંપૂર્ણ પરિચય કરાવી ગયું હતું.આ પુસ્તક પછી એક બીજું પુસ્તક નાભાજીકૃત - ભક્તમાળ જે આશરે ઈ.સ. ૧૯૬૨ ની આસપાસ લખાયેલું છે એમાં મને મીરાંબાઈ નો ઉલ્લેખ મળેલો. જેના પરથી મારાં માટે એમનું ચરિત્ર એક ભક્ત યા કહું કે એક પરમ કૃષ્ણભક્ત તરીકે સ્પષ્ટ થઇ ગયું..એમ તો ભારતવર્ષ ના ઘણા ખરા સંતો રહેલા છે જેમાં તુલસીદાસ ની સાથે નું નામ કદાચ મીરાંબાઈ હસે. પરંતુ જેટલું તમને તુલસીદાસ વિશે જાણવા મળી જાયે છે એટલું જ ઓછું મીરાંબાઈ વિશે..
મીરાંબાઈ મારાં માટે એક ખુબ મહત્વપૂર્ણ પાત્ર છે. એટલે મારાં હૃદયના ઊંડાણ થી હું એમને લોકોની સામે લાવવા માંગીશ. તમે એમ પણ કહી શકો કે મહારાણા પ્રતાપ એક અગત્યનું કારણ રહ્યા જેમને મને મીરાંબાઈ સાથે જોડી હતી. મીરાંબાઈ વિશે જેટલું જાણ્યું, સાંભળ્યું કે વાંચ્યું છે એના પરથી મીરાંબાઈ મારાં માટે એક સાચા ભક્ત હતા. આજે પણ ઘણા લોકોને મીરાંબાઈ વિશે ગેરસમજ છે.. જેને હું આ પુસ્તક દ્વારા દૂર કરવા માંગીશ. બીજું કારણ એ છે કે આજની પેઢી ને પણ ખાસ આવા ભક્તો વિશે જાણવું જ જોઈયે એવુ મારું માનવું છે. આ પુસ્તક ની રચના માટે મેં ઘણા પુસ્તક નો આધાર લીધો છે તથા ઘણા સ્થળો ની મુલાકાત, ઘણી લોકગાથાઓ અને ઘણા અધ્યયન પછી એનો સાર આપણી સમક્ષ વાર્તા રૂપે રજૂ કરી રહી છું. આટલી જર્ની માં મારી મુખ્ય પ્રેરક અને સપોર્ટર મારી મમ્મી શ્રીમતી નલિનીબેન બ્રહ્મભટ્ટ રહ્યા છે. જેમની હું દિલથી આભારી છું 🙏🏻હું આશા રાખીશ કે આ પુસ્તક દ્વારા હું આપ સૌ વાંચકો તથા મીરાંબાઈ ને ઉચિત ન્યાય આપી શકું.... 🙏🏻🙏🏻
જૈમિની