Neelakrishna - Part 28 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 28

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 28

નિલક્રિષ્ના:  "કાલે સાંજે આપણે છુટાં પડ્યાં પછી મેં મારી ઝુંપડીમાં બાબા આર્દ પાસે પૃથ્વી વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એનાં આ અભ્યાસમાં હું પુર્ણ રીતે જાણકારી મેળવી રહી હતી. બાબા આર્દે કાલની આખી રાતમાં પૃથ્વીનાં મનુષ્યો વિશેની જરૂરી જાણકારી મને આપી દીધી હતી. "

અવનિલ: "શું તારાં દિમાગમાં મહા યાદશક્તિનો કીડો સમાયેલો છે? પૃથ્વીનાં જુદાં જુદાં ભાગોમાં જુદી જુદી જ્ઞાતિ, ધર્મ, વેશભૂષા, બધાની રીતભાતો, અલગ અલગ ભાષા વગેરે એક દી' માં યાદ રાખ્યું. આટલા બધાં ચોપડા કંઈ રીતે મગજમાં ઠલવી લીધા. તું ખરેખર મહાન આત્મા છો..! ધન્ય છે તને અને તારી યાદશક્તિને, માન ગયે ગુરુ!"

આમ નિલક્રિષ્નાને ગુરુનું બિરુદ આપી મસ્તી કરતો અવનીલ આગળ ચાલતો જતો હતો. વાતો વાતોમાં બંનેની મિત્રતા ગાઢ બની રહી હતી. મસ્તીમાં બન્ને વાત કરી રહ્યા હતાં.

"હવે તું જ કે, આ આપણી નાવ પાર ઉતરી જશે ને...!"
અવનિલે મસ્તી કરતાં કહ્યું.

" યેનકેન પ્રકારે ભવસાગર તરતા આવડે તો એ નાવ ક્યારેય ન ડૂબે...!"

હા, પરંતુ જે વાત આપણું મન જાણે છે. એ ગૃપ્ત રાખવાથી જ આપણે આગળ વધી શકશું. આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ વાત આપણાં સિવાય કોઈ જાણવું ન જોઈએ."

બીજી બધી વાતોને બાજુમાં મૂકી આમ કહેતાં નિલક્રિષ્ના એ પુછ્યુ કે,

"આ રસ્તેથી આ નજીકનાં કબીલાઓ સુધી પહોંચી શકાશે ?"

નિલક્રિષ્ના આ બધું નિરીક્ષણ કરતી હતી. અવનિલને હવે નિલક્રિષ્નાનો સ્વભાવ પણ ખબર પડી ગઈ હતી. એ વિચારતો હતો કે જ્યાં સુધી એ જગ્યા સુધી નહીં પહોંચીએ એનાં સવાલ ચાલુ જ રહેશે. એ બોલે કંઈ એ પેહેલા જ એને ચૂપ કરાવતા અવનિલે કહ્યું કે,

"આ જંગલનો રસ્તો આપણી મંજીલ સુધી આપણને  પહોંચાડી દેશે."સુહાન જંગલમાં રહેતા કબીલાઓમાં પણ અલગ અલગ જ્ઞાતી અને એની પણ પેટા જાતિઓ છે. અહીંથી એ દસ ગાંવ દૂર છે. એ કબિલાના માણસો સામાન્ય માણસોને ક્યારેય નુકશાન કરતા નથી. પરંતુ ડરના લીધે ત્યાં સુધી કોઈ પહોંચતું નથી."

નિલક્રિષ્ના: "હા, પરંતુ આપણે ડર રાખ્યા વગર ત્યાં પહોંચી જઈશું. અહીં વસતા આ કબીલાની પ્રજાનાં અમુક સાયન્ટીફીક કિસ્સાઓ મેં બાબા આર્દ પાસેથી સાંભળીને એ તારણ તારવ્યુ છે કે, બુધ્ધિમતાની દ્રષ્ટિએ આ આદિવાસી પ્રજાની બરોબરી મનુષ્યો પણ કરી શકતા નથી. એ મનુષ્યો કરતાં પણ અનેકગણી બુધ્ધિ ધરાવે છે."

અવનિલ: "હા રાઈટ કહ્યું, અમુક જાતિની પ્રજાએ ભારતને કલા, કારીગરોના ઉત્કૃષ્ટ નમૂના પ્રદાન કર્યા છે. એની ચિત્રકલા, પારંપરિક સારવારની રીત ભાત વગેરે રહસ્યમય હોય છે. તેઓ આક્રમક સ્વભાવ ભુલીને કલા વિજ્ઞાનમાં વધારે પડતાં રસ ધરાવે છે. પરંતુ એ બધી જનજાતિ પૃથ્વી પર વસતી આદિવાસી જનજાતિ છે. અને જે તું કહે છે એ દરિયાઈ કબીલાના લોકો જેઓ
માણસ જેવાં માણસો છે કે નહીં એ હજું સુધી કોઈને ખબર નથી."

નિલક્રિષ્ના: "અમુક જાતી આપણામાં ભળી જાય એવી છે.અને અમુક કબીલાની પ્રજા ભૂત પ્રેત યોનિમા પ્રવેશ કરવામાં પણ સમર્થ હોય છે. ભૂત, પ્રેત, આત્મા વગેરેનાં પ્રભાવમાં વધારે માનતા જાતીના લોકો પોતાની આસપાસ કોઈ મનુષ્યોને બરદાસ્ત નથી કરી શકતા. બીજા મનુષ્યો ભુલથી પણ આદિવાસી વિસ્તારમાં પહોંચી જાય તો એને ભાલા તલવાર દ્વારા મોતને ઘાટ ઉતારી દે છે. આવા લોકો ખૂબ જ આક્રમક અને જટીલ સંસ્કૃતિ ધરાવે છે."

અવનિલ: " આ અંધાર્યા ટાપુમાં વસતો સમુદાય આવો આક્રમક જ છે. આ ટાપુની આસપાસ વસવાટ કરતાં દરિયાઈ કબીલાનાં માણસો ક્યારેય પણ આસપાસના શહેરમાં જોવા મળતા નથી. એ પોતાના જીવન નિર્વાહ માટે નાળીયેર અને માછલાં ખાઈને જીવે છે. અમુક જાતી એટલે આવી શૈતાની જાતિમાં ભળે છે કે, એને પોતાની પાસે કોઈ સંપતી તો હોતી નથી, તો ખાવાનું ભોજન મેળવવા  કે સુવાની જગ્યા માટે પોતાનો જીવન નિર્વાહ સંધર્ષ કરીને વિતાવવો ન પડે એટલે આવાં કબીલા બીજી જંગલી જાતિ સાથે જોડાઈ જાય છે. અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરતી મેળવી લે છે. મને તો એવું લાગે છે કે, કદાચ એ જ કારણે આ લોકો અહીંથી ત્યાં સુધી પહોંચતાં હશે."

નિલક્રિષ્ના: " હા, એવું પણ હોય શકે. તારો આ અંદાજો થોડે ઘણે અંશે સાચો પણ હોય શકે!  આ બન્ને જાતીઓ સાવ એકબીજાથી વિરુદ્ધ છે. પરંતુ એ બન્ને આમ એક થઈ કંઈક ષડ્યંત્ર જરૂર રચે છે‌. બાબા આર્દનાં કહેવા પ્રમાણે આ લોકોથી પૃથ્વીને ખતરો છે."

એ બંને આગળ ચાલતા થોડે દૂર પહોંચ્યાં. ત્યાં આજુબાજુ જોતાં કોઈ માણસ દેખાતુ ન હતું. થોડે દૂર એક અજાણ્યા શખ્સને જોતાં દરિયાઈ કબીલાના લોકો વિશે અવનિલે એને પુછ્યું. એ માણસે એને જવાબ આપતા કહ્યું કે,

"અહીં સુહાન જંગલોમાં વસવાટ કરતાં દરિયાઈ કબીલાના લોકો હર પૂનમે આ રસ્તે થઈને જ દીવ જવાં નિકળે છે. એ દીવથી સ્ટીમરમાં બેસીને નિલમાધવના સ્થાનકે પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી એ ક્યાં જાય છે, અને શું કરે છે, એ કોઈ જાણતું નથી."

આ સાંભળી બન્ને એજ રસ્તે એ લોકોની રાહ જોવા લાગી ગયા. અવનિલ ચિંતામાં વિચારવા લાગ્યો, "આ બધું કરવામાં આપણી જાનને ખતરોં તો રહેશે જ!"

નિલક્રિષ્ના એ એના ડરને દૂર કરતા કહ્યું કે,

"તું એ વાતની ચિંતા ન કર! મારાં બાબા આર્દે મને એ અભ્યાસ કરાવ્યો છે. મારાં માટે કોઈપણ વસ્તુ સુધી પહોંચવું અશક્ય નથી. રસ્તામાં આવતા બધાં વિઘ્નો પણ પાર કરી લઈશું. એટલે ચિંતાનો કોઈ વિષય નથી."

અવનિલ ફરીથી કબિલાના લોકો વીશે જણાવતા કહ્યું કે,

  " સાંભળ્યું છે કે, આ કબિલામાં જન્મેલ હરેક બાળકમાં સામર્થ્ય હોય છે. આ લોકો બધી જ કળાઓમાં નિપુણ અને શક્તિશાળી પણ હોય છે. એ ભાલા બાણ વગેરે તીક્ષ્ણ ધારથી બનાવે છે. તેઓ રાક્ષસો જેવું  સામથ્ર્ય ધરાવે છે. આ કબિલાના લોકો પોતાનામાં વધુ શક્તિ પ્રદાન કરવા માટે મંત્રો ઉચ્ચાર કરી અને પોતાની પ્રજાને દિવ્ય શક્તિઓ પ્રદાન કરી શકે છે. નાનેથી જ એ શિકાર વગેરેમાં શક્તિશાળી હોય છે. અને આપણે પકડાઈ જશું તો આપણી પાસે કોઈ હથિયાર પણ નથી. અને હથીયાર મળી જાય તો એને ચલાવવા આપણી પાસે પુરું સામર્થ્ય નથી."

  આ રસ્તે આગળ જતાં લોકો કંઇક વજન ખેંચતા ચાલી રહ્યાં હોય એવું દેખાઈ રહ્યું હતું. ભાર ખેંચવો એટલે તો કબિલાના લોકો માટે રમત વાત! આવાં હજારો ગણા ભાર ઊંચકવાની આ લોકોને પહેલેથી જ આદત હોય. 

એનો સરદાર પોતાની ઘડેલી આગળની યોજના બતાવતો આગળ છાનાં છુપા જંગલનાં એ રસ્તે વણાંકો લઈ રહ્યો હતો. જે વ્હીલ વાળી ગાડીને એ ખેંચી રહ્યા હતાં. એમાં ભાત ભાતની નકશીકામ કરેલા બારી બારણા હતાં. પરંતુ અત્યારે એ બારી બારણાં બંધ દેખાતાં હતાં. "અંદર કબીલાના લોકો બેઠાં છે, કોઈ માલ સામાન છે કે, અન્ય કોઈ ચિજ વસ્તુ છે એ આ ગાડી જોતાં કંઈ નક્કી કરી શકાતું ન હતું. ભીમો પોતાના કબિલાના ભાઈઓને પગ ઉપાડવાનું કહીં રહ્યો હતો. એ અવાજ એ બંનેનાં કાન સુધી પહોંચ્યો. એટલામાં નિલક્રિષ્ના અને અવનિલને એ જ રસ્તે આ કબિલાના લોકોનો ભેટો થઇ ગયો.

આવો અલગ વેશ ધરાવતા મનુષ્યોને આમ આ ગાડી લઈને નીકળેલા જોઇને નિલક્રિષ્નાએ પુછ્યું,

" તમ કી બાજ નિકળ્યા સ ?"

" નિલમાધવનાં સ્થાનકે " એમાંથી કોઈ એક વ્યક્તિએ આમ જવાબ આપ્યો.

નિલક્રિષ્ના: "અમારા રખોપાં જ ઈ કરે સે, એનાં તો હજારો થાનક સે. આ અંધાર્યા પંથકનાં નિલમાધવનું મા'તેમ બઉં સે ! હું ને માર ભરથાર નિલમાધવ પંથક જવા નિહળ્યા સીયે. ઈ જંગલ ડરામણું સ !  બીકુ લાગે સ, આ પગદંડી માર્ગ તમારી હારે હાલી ?" 

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા " કૃષ્ણપ્રિયા"