"ચાલો ભાઈ ચાલો.." હવે કેટલી વાર છે બેગ હાથમાં લેતાં આલોક બોલ્યો.
"હા બસ પાંચ મિનિટ.." કહેતાં અવની, અલી અને નીલ બહાર આવ્યા.
"અરે! પણ પેલા રોહનને તો પુછ તે ક્યાં છે? અને ક્યારે પહોંચે છે" કહેતાં કહેતાં પાખી બહાર આવી.
ક્યાં છે તું યાર.. હવે કેટલી વાર.. જલ્દી આવ નહીંતર અમે જતાં રહીએ છીએ.
"યાર.. હું તો બહુ જ એકસાઈટેડ છું આ પ્રવાસ માટે અને તે જગ્યાએ પહોંચવા માટે.." અવની ખુશ થતાં બોલી.
હા, અમે પણ...
ચાલો બહાર ગાડી આવી ગઈ છે આપણે બેગ ગોઠવી દઈએ ત્યાં સુધી માં રોહન અને તેની દોસ્ત મીની પણ આવી જશે..
બધા પોતાના બેગસ ગોઠવવા લાગ્યા ત્યાં રોહન અને મીની પણ આવી ગયા.
હવે શરૂ થઈ સફર મજાની..
બધા વાતો કરી રહીયા હતાં ત્યારે અવની એ કહ્યું કે આપણે જે જગ્યાએ જઈ રહીયા છીએ તેની તો વાત જ નિરાલી છે પણ આપણાં આ ગુજરાત માં બીજી પણ ઘણી એવી વસ્તુ છે તેની વાત પણ બહુ પ્યારી છે.. તો હું શું કહું છું કે આપણે બધા વન બાય વન તે એક એક વસ્તુ કે જગ્યા નાં નામ લઈએ અને તેને યાદ કરીએ તો..
બહુ સારો વિચાર છે.. બધા એ ખુશ થતાં કહ્યું.
તો ફીર ઠીક છે શરૂઆત હું કરું છું.. તો હું જણાવીશ સાબરમતી આશ્રમ વિશે જે અમદાવાદમાં છે અને તેને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાંથી ગાંધીજીએ દાંડીકૂચ ની શરૂઆત કરી હતી.. હવે આલોક તારો વારો..
ઓકે તો હું જણાવીશ ખીજડીયા પક્ષી અભયારણ્ય વિશે જે જામનગર માં છે અને તેને હમણાં રામસર સાઈટ માં સ્થાન મળ્યું છે.
વોહહ... હવે નીલ...
ઓકે તો હું સંભળાવું તમને કવિ નર્મદ ની વાત..
'જય જય ગરવી ગુજરાત' નાં રચિયતા એટલે નમૅદ..
એક સમાજ સુધારક, નવલકથાકાર અને તેમની યાદમાં 'વીર નમૅદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી' પણ છે.
બધા એક સાથે તાળીઓ પાડી રહ્યા હતા. ઓકે અલી હવે તારો ચાન્સ..
ઓકે.. હું કહીશ..
અરે હું શું કહું છું કે આપણે જ્યાં જઈ રહીયા છીએ ત્યાં ની વાત કરીએ તો..
યસ, આઈ થિંક મીની ઈઝ રાઈટ..
તો શું કહેવું છે તમારું તેના વિશે જેનાં નામ માત્રથી છાતી ચોડી થઈ જાય, ચહેરા પર એક ગૌરવની લાગણી પ્રસરી જાય, શરીર નાં રોમે રોમમાં સાહસ ની અનુભૂતિ થાય, જેનાં નામ માત્રથી દુશ્મનો નાં છક્કા છૂટી જાય તેવાં ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વાત જ કંઈક અનોખી છે અને આજે આપણને તેનાં દિલમાંથી પુરી નમૅદા નાં દશૅન થશે..
આમ, વાતચીત નો સિલસિલો ચાલુ રહ્યો અને ગાડી પણ તેનાં રસ્તે આગળ વધવા લાગી..
"અરે, દોસ્તો જોવો આપણે આપણી મંઝિલ સુધી પહોંચી ગયા.." પાખીએ ઊછળતાં કહ્યું.
વાહ..યાર શું નજારો છે તો ફાઈનલી આપણે પહોંચી ગયા આપણાં દેશની શાન, ગુજરાત નું માન અને સૌના દિલોમાં વસતુ એ નામ "સ્ટેચ્યુ ઓફ યુનિટી"..
ઓકે તો લેટસ ગો..
બધા નીચે ઉતરી ગયા પણ આલોક નું બેગ દરવાજા માં અટકી ગયું અને તે ત્યાં રોકાય ગયો એટલાં માં બધાં આગળ નીકળી ગયા.
બેગ કાઢીને આલોક જેવો બહાર આવ્યો કે તેવો તરત જ તે કોઈ ની સાથે ટકરાયો. તેણે જોયું તો એ હતો રુહી નો ફ્રેન્ડ ધવલ.
રુહી એ આલોક થી એક વર્ષ સિનિયર તે અને રુહી બંને એક જ સ્કૂલ માં હતાં પણ પછી થી આલોક સાયન્સ ફિલ્ડ માં આવી ગયો અને રુહી કોમર્સ માં.
હા, પણ એક વાત રહી કે સ્કૂલ ટાઈમ થી જ આલોક રુહી ને પસંદ કરતો એઝ અ ફ્રેન્ડ.
આલોક.. ક્યાં રહી ગયો કહેતાં કહેતાં રોહન આવી રહ્યો હતો. કંઈ નહીં યાર બસ... આ ધવલ છે રુહી નો દોસ્ત.
હાય! આઈ એમ રોહન આલોક નો દોસ્ત.. ચલ યાર બધા રાહ જુએ છે તારી કહીને તે બંને ચાલવા લાગ્યા.
વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા ને બધા એકીટશે જોઈ રહ્યા હતા દેશને અખંડ ભારત બનાવનાર દેશના પહેલાં ગૃહમંત્રી એવાં મજબૂત મનોબળ ધરાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ ને બધા એ સેલયુટ કર્યું.
એમ જ થોડાં લોકો કહે છે કે 'ખુશ્બુ ગુજરાત કી'..
"એક મિનિટ દોસ્તો હવે આપણે આગળ નો શું પ્લાન છે તે નક્કી કરી લઈએ.." અલી એ બધાં નું ધ્યાન દોરતા કહ્યું.
હેય.. ગાઈસ વોટસ અપ.. આટલું બોલતાં ધવલ અને રુહી આવી રહ્યાં હતાં.તો શું પ્લાન છે તમારો..
"બસ હવે અમારે સરદાર પટેલ નાં દિલમાંથી પુરી નમૅદા જોવા નો પ્લાન છે.." કહેતાં અવની બોલી.
તો ચાલો અમે પણ તમારી સાથે આવીએ કહેતાં તે બંને તેની સાથે ચાલવા લાગ્યા.
બધા એ નમૅદા નાં દશૅન કર્યા અને તેનો રમણીય નજારો નીહાળીયો અને આસપાસના વિસ્તારોમાં ફરી વળીયા. વિદ્યુત ઉત્પન્ન કરતાં ટરબાઈન જોયાં.
વાતો કરતાં કરતાં સાંજ પડી ગઈ. હવે બધા ને ભૂખ પણ લાગી હતી એટલે બધાં જમીને પાછાં ફર્યાં એક ગૌરવભેર સ્મિત અને અનહદ ખુશી સાથે.