ishq bhag 1 in Gujarati Love Stories by Roshani Prajapati books and stories PDF | ઈશ્ક - ભાગ 1

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

ઈશ્ક - ભાગ 1

                         દરવાજો ખુલવાની સાથે જ એક અવાજ આવ્યો રાગિણી કયા છે તું . એટલામાં જ બાથરૂમ માંથી અવાજ આવ્યો અરે બાબા શાંતિથી કોઈ ને નહાવા તો દે બસ જેવી ઘર અવસે ને ચડયા ઘોડે મારુ નામ લેવાનું ચાલુ કરી દે છે . એટલા માં જ પ્રિયા બેડ પર બેસતા બેસતા બોલી અરે  તું જો તૈયાર થઈ ને રહેતી હોત તો મારે આમ ઘર માથે ના લેવું પડ્યું હોત . એટલા માંજ દરવાજે થી રાગિણી ની મમ્મી આવી ને પ્રિયા ને કહેવા લાગી કે તું હવે આ રાગિણી ને કઈક સમજાવ અરે ક્યારની એને જગાડતી હતી પણ આ મહારાણી તો જગવાનું નામ જ નથી લેતા ને . હું માનું ત્યાં સુધી તો જ્યારે તારી બૂમ સંભડાઈ હસે ત્યારે જ બેન નહાવા ગયા હસે . બાથરૂમ નો દરવાજો ખૂલ્યો રાગિણી બહાર આવી તો પ્રિયા એના ખભા પર હાથ મૂકી ને રોબ થી બોલે હે  સાચું કેજે હું આવી એટલે જ તું નહાવા ગઈ તી .રાગિણી કઈક છુપાવતી હોય તેમ પોતાનું માથું નીચે કરીને દર્પણ સમું જઈને બોલી આર ના રે હું તો ક્યારનીય ગઈ તી . પ્રિયા એની પાસે આવી ને બોલી અરે હું તને નાનપણ થી ઓળખું છું પણ કઈ નહીં  ચલ તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે તો તને માફ કરું છું . 

                          બીજી બાજુ આલીશાન મકાન ને એનો દરવાજો ખૂલ્યો .. દરવાજો ખુલતા જ રામુ કાકા ટ્રે માં ચા અને નાસ્તો લઈને ડાઇનિંગ ટેબલ તરફ જઈ રહ્યા હતા. ટેબલ પર મંજૂબા , રાજેશ ભાઈ અને કમલા બેન બેઠા જ હતા. રામુ કાકા બધા ને ચા અને નાસ્તો આપી રહ્યા હતા. એટલામાં સીડીઓ પરથી કોઈક ના ઉતરવાનો અવાજ આવ્યો . એને જોઈ ને મંજૂબા બોલ્યા આવ મારા દીકરા આજથી તો તું ઓફીસ જોઈને કરવાનો છે તારા પપ્પા ના કામ માં હાથ બતાવીશ. એટલા કમલા બોલી રાહુલ કેવુ ફિલ થાય છે તને ... એટલા માં રાહુલ બોલ્યો મમ્મી ફિલ શું થાય મમ્મી મારે ક્યાં ઓફિસ જાઉં છે તો મને ફિલ થાય. આતો તમારા લીધે હું ઓફિસ જઈ રહ્યો છું. એટલું બોલી એ એના પાપા ના સામે જુએ છે .એટલા માં એના પપ્પા બોલ્યા કમલા આને કહી દે ઓફીસ જાય છે તો કામ માં ધ્યાન આપે એને તો બસ બૈરાને જેમ ચમચા જ પકડવા છે.  તો રાહુલ ગુસ્સા માં બોલ્યો બસ પપ્પા એના વિશે હવે આગળ કઈ બોલતા નહીં. તો રાજેશભાઈ જમવાની થાળી ખસેડી ને ઓફીસ માટે નીકળી ગયા . કમલાબેન બોલ્યા અરે નાસ્તો તો કરતા જાઓ . તો રાજેશ ભાઈ કમલાબેન ન સામે જોઈ બોલ્યા ભૂખ જ મરી ગઈ. કમલા બેન એ રાહુલ સામે જોઈ ને કહ્યું તું તો નાસ્તો કરીશ કે તારી ભી ભૂખ મરી ગઈ. મંજુલા બેન ના પાસે જઈને બોલ્યો અરે બા ખવડાવે તો બધું ખાઈ લો . મંજુલા બેન એના માથે હાથ ફેરવી ને બોલ્યા આવ દીકરા નાસ્તો કરી લે . એ લોકો નાસ્તો કરે છે.

                           રાજેશભાઈ ઓફીસ એ પહોંચે છે અને એમના કામે લાગે છે. આ બાજુ રાહુલ બાઈક લઈને ઓફીસ એ જવા નીકળે છે. 

                            રાગીની અને પ્રિયા બંને પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા હતા એકટીવા પર. પ્રિયા એકટીવા ચલાવી રહી છે અને રાગિણી એની પાછળ બેઠી છે. બંને એક જ કંપની માં જોબ કરે છે.પ્રિયા રાગીની ને કહે છે રાગિણી તને કોઈના સાથે પ્રેમ નથી થયો આજ સુધીમાં. રાગીની હસતા બોલી અરે કોઈ એવું મળ્યું નથી આજ સુધીમાં જ્યારે બી મળશે ત્યારે એનાથી પ્રેમ થઇ જશે.તું છે ને એકટીવા ચલાવામાં ધ્યાન આપ તો આપડે ઓફીસ માટે મોડા ન થઈએ. તો પ્રિયા હસતા હસતા બોલી હા બાબા પહોંચાડી દઈશ તને ટાઈમ પર ઓફિસ. 

                              આ બાજુ રાહુલ ઓફીસ એ પહોંચી જાય છે . એ ઓફિસ માં એન્ટ્રી કરે છે ને ત્યાં તો એને જોઈને બધા ચોકી જાય છે. કેમકે એની બોડી કોઈ હીરો થી ઓછી નોતી. રાહુલ એ કેબિન તરફ જતા જતા બધા ને ગુડ મોર્નિંગ કહેતા કહેતા કેબિન માં જતો રહ્યો . એટલા માં દરવાજે ટક ટક અવાજ આવ્યો . રાહુલ બોલ્યો કમીન . એક લડકી અંદર આવી જોયું તો રાગિણી.. બોલી હેલો સર હું રાગિણી તમારી સેક્રેટરી..........


(ક્રમશ:)