jal parini prem kahani - 38 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલ પરીની પ્રેમ કહાની - 38

Featured Books
  • BTS Femily Forever - 9

    Next Ep,,,,  Suga उसके करीब गया तो काजल पीछे हट गई। Suga को...

  • तेरे मेरे दरमियान - 40

    जानवी हैरान थी के सुबह इतना कुछ होने के बाद भी आदित्य एक दम...

  • Salmon Demon - 5

    सुबह का उजाला गांव पर धीमे और थके हुए तरीके से उतरा. हवा में...

  • छठा कमरा

    नीहा को शहर में नई नौकरी मिल गई थी। कंपनी ने उसे एक सुंदर-सा...

  • एक खाली पन्ने की कहानी

    कहते हैं दुनिया की हर चीज कोई ना कोई कहानी होती है कुछ ऊंची...

Categories
Share

જલ પરીની પ્રેમ કહાની - 38

લોહી લુહાણ થયેલ સૈનિકે મંત્રી શર્કાન ના હાથ માંજ છેલ્લા શ્વાસ લીધા. જાદુગર પીરાન નું નામ સાંભળતા જ ચારે તરફ અફરાતફરી થઈ ગઈ. બધાજ નગર જનો પોત પોતાનો જીવ બચાવા માટે દોડવા લાગ્યા. ચાર પાંચ સૈનિકો એ આવીને મહારાજ ને ચારે બાજુ થી ઘેરી ને સુરક્ષા ચક્ર બનાવી દીધું. 


       મુકુલ જ્યાં ઊભો હતો ત્યાજ ઊભો છે. ઘણા લોકો તેને અથડાઈ ને આગળ વધી જાય છે. જોત જોતામાં જાદુગર પિરાન સૈનિકો સાથે સભાખંડ માં પ્રવેશ્યો, તેના સૈનિકો  નગર જનો ને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં મુકુલની ચારે તરફ મોતનો તાંડવ થવા લાગ્યો. સમુદ્રનું તળિયું મત્સ્ય લોકના નગર જનોના લોહી થી ખરડાઈ ગયું. સમુદ્ર નું ખારું જળ રુધિર ના રંગ થી લાલ દેખાવા લાગ્યું.


      રાજકુમારી અને મંત્રી શર્કાન પિરાન ના સૈનિકો ની સાથે લડી રહ્યા છે, આજ તક નો લાભ લઇ જાદુગર પિરાન મહારાજ ના સિંહાસન સુધી પહોંચી ગયો. ત્યાં ઉભેલા સૈનિકો તેનો સામનો ના કરી શક્યા અને પિરાન ના હાથે માર્યા ગયા. રાજકુમારી મીનાક્ષી અને મંત્રી શર્કાન મહારાજ ની રક્ષા કરવા માટે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ દુશ્મન સૈનિકો એ તેમને પણ ઘેરી લીધા છે.


       મહારાજ ના પ્રાણ સંકટમાં છે, આખરે એ સમય આવીજ ગયો મહારાજ કે જ્યારે આ મત્સ્ય લોક પર પણ હવે મારો અધિકાર હશે, જાદુગર પીરાને તલવાર મહારાજ સામે ધરી ને બોલવાનું શરૂ કર્યું. જુઓ નજર કરો તમારી ચારે તરફ, તમારા નગર વાસીઓ લોહી લુહાણ હાલત માં તરફડે છે. આ મત્સ્ય લોક ના વિનાશ નું એક માત્ર કારણ આપ છો મહારાજ. મેં આપને ઘણી વાર અવસર આપ્યો કે આપ મારી આગળ શરણાગતિ સ્વીકારી ને મારા આધિપત્ય નીચે રહો પણ આપે એ અસ્વીકાર કર્યો, હવે જુઓ એનું પરિણામ. તમે તો મૃત્યુ ને શરણ થશો જ પણ બિચારા આ તમારા નગર વાસીઓ પણ વગર વાંકે પોતાના જીવન થી હાથ ધોઈ બેઠા. 


       જાદુગર પિરાને પોતાના વિજય પર અટ્ટ હાસ્ય કર્યું. મહારાજે પોતાની આસપાસ નજર કરી ને એમનું હૃદય પોતાના નગર વાસીઓ ની હાલત જોઈ દ્રવી ઉઠ્યું, એમના આંખે અંધારા આવી ગયા અને એ લથડિયું ખાઈ પોતાના જ સિંહાસન પર ફસડાઈ ગયા.


       સૈનિકો વચ્ચે ઘેરાયેલી રાજકુમારી મીનાક્ષી પોતાના વિવશ પિતા મહારાજ ને જોઈ રહી હતી, એનું હૃદય કંપી ગયું  એના થી ચીસ પડાઈ ગઈ પિતા મહારાજ. 


      જાદુગર પીરાને પાછું ફરી મીનાક્ષી તરફ નજર કરી અને વ્યંગ માં બોલ્યો, ઓહો રાજકુમારી મીનાક્ષી, તમને આ દશા માં જોઈ ને મારા હૃદય ના ટુકડા ટુકડા થઈ રહ્યા છે પણ શું થાય તમે ક્યારેય મારા હૃદય ના ભાવ ને સમજ્યા જ નહિ. મે તમને પણ વારંવાર કહ્યું કે હું તમને પ્રેમ કરું છું મારી સાથે લગ્ન કરી લો, તમે મારો પ્રસ્તાવ સ્વીકાર્યો હોત તો હું પણ ખુશ હોત અને આ રાજ્ય પણ ખુશ હોત, પણ શું થાય જેવા પિતા તેવી જ પુત્રી. 


      જુઓ હવે આ નગર પણ મારું અને આ નગરની રાજકુમારી પણ.......જાદુગર પીરાને ફરી અટ્ટહાસ્ય કર્યું. પીરાન મહારાજ તરફ ફર્યો અને હાથ ઊંચો કરી તલવાર ઉગામી અને તેના હાથ ની તલવાર મહારાજના ગળાને સ્પર્શ કરવાની તૈયારીમાં હતી ત્યાજ તેના મોઢા માંથી એક ચીસ નીકળી, એના હાથમાંથી તલવાર છૂટી ગઈ. પીરાને સહેજ નીચી નજર કરી તો એક તેજ ધાર વળો ભાલો એના શરીર ની આરપાર નીકળી ગયો હતો. એ લથડિયાં ખાતો સિંહાસન થી નીચે ગબડી પડ્યો અને મુકુલ ના પગ આગળ ઢળી પડ્યો. એણે મુકુલ સામે હાથ લાંબો કરી કંઇક જાણે કહેવા જતો હોય તેમ ઈશારો કર્યો અને ત્યાંજ તેના પ્રાણ નીકળી ગયા.


       સમુદ્ર નો દૈત્ય સમાન ખૂંખાર જાદુગર પિરાન મુકુલ ના હાથે માર્યો ગયો. પોતાના રાજાનું મૃત્યુ જોઈ તેના સૈનિકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટયા. આ બધું જ એટલું ઝડપથી થઈ ગયું કે કોઈને પણ પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી થઈ રહ્યો. જાદુગર પિરાન ને વરદાન પ્રાપ્ત હતું કે સમુદ્રનો કોઈ પણ જીવ તેને નાતો હાની પહોંચાડી શકશે નાતો મારી શકશે, પણ એણે ક્યારેય નહી વિચાર્યું હોય કે એક પૃથ્વી પરથી આવેલો વ્યક્તિ એના મૃત્યુનું કારણ બનશે.


       રાજકુમારી મીનાક્ષી દોડી ને પોતાના પિતા ને ભેટી પડી, પિતા મહારાજ આપ સ્વસ્થ તો છો ને? હા, પુત્રી. 


      સૈનિકો અને ઘાયલ નગર વાસીઓ સભા ખંડમાં ભેગા થયા. સૌનું હૃદય પીડા અને ભય થી થરથરી રહ્યું છે. સભા ખંડની બરોબર મધ્યમાં જ જાદુગર પિરાન નું શવ પડ્યું છે પણ એનો ભય એટલો છે કે હજી પણ કોઈની હિંમત તેની નજીક જવાની થતી નથી.


      મંત્રી શર્કાને પીરાન ની નજીક જઈ ને ખાતરી કરી અને બે હાથ ઊંચા કરી જુસ્સાથી કહ્યું આપણો શત્રુ મૃત્યુ પામ્યો છે. આટલું સાંભળતા જ ઉપસ્થિત સૌના હૃદય માં હર્ષ નું મોજું ફરી વળ્યુ. બધા જ પોતાની પીડા ભૂલી ગયા અને થોડી ક્ષણો પહેલાં માહોલ જે માતમ જવો હતો તે આનંદ માં ફેરવાઈ ગયો. બધાજ મુકુલ તરફ આભારની દૃષ્ટિ થી જોઈ રહ્યા છે.જાણે કે ધન્યવાદ કરી રહ્યા હોય.


      મહારાજ નું મન પણ પ્રફુલ્લિત થઈ ગયું. થોડી ક્ષણો પછી મહારાજે બે હાથ ઊંચા કરી ઇશારાથી બધાને શાંત થવા નો આદેશ કર્યો. બધાજ શાંત થઈ ગયા.


       મહારાજે મુકુલ સામે નજર કરી અને પોતાનો હાથ લંબાવી મુકુલ ને પોતાની પાસે આવવા ઈશારો કર્યો. મુકુલ ને પોતાને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું. એ પણ અચંબિત છે કે એના હાથે આ દૈત્ય પિરાન નું મૃત્યુ કેવી રીતે થઈ ગયું. તે વિચારોમાં ડૂબેલો છે અને સ્તબ્ધ છે. 


       મહારાજ અને રાજકુમારી બંને તેની આ અવસ્થા ને સમજી ગયા મહારાજે રાજકુમારી સામે હેત નીતરતી આંખોએ જોયું અને આંખ ના પલકારે કંઇક કહ્યું. રાજકુમારી પોતાના પિતાના મન ની વાત કળી ગઈ. તેના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ.


                                 ક્રમશઃ..............