NICE TO MEET YOU - 6 in Gujarati Women Focused by Jaypandya Pandyajay books and stories PDF | NICE TO MEET YOU - 6

Featured Books
Categories
Share

NICE TO MEET YOU - 6

NICE TO MEET YOU 

                                પ્રકરણ - 6 

(ગયા અંકથી આગળ ) 

          વેદિતા ગાડીમાં બેઠી હોય છે. તે ડ્રાયવરને પૂછે છે કે હવે મિસ્ટર આહુજાની ઓફિસ કેટલી દુર છે?  

ડ્રાયવર - મેડમ હજી 1 કલાક જેવું થશે કેમ?  

વેદિતા - ઠીક છે કંઈ નહિ. પછી તે મોબાઈલ જુએ છે. અને ટાઈમ પાસ કરે છે. 

ડ્રાયવર - મેડમ... 

વેદિતા - હ... બોલો. 

ડ્રાયવર - એક વાત કહું તમને?  

વેદિતા - હા કહોને. 

ડ્રાયવર - તમે કેટલા ઉદાર મનના છો 

વેદિતા - કેમ શુ થયું?  

ડ્રાયવર - મેં જોયું હતું કે તમે પેલા નાના બાળકને નાસ્તો લઈ દીધો. અને તેથી તે કેટલો ખુશ હતો. તમે ખરેખર ખુબ ભલા વ્યક્તિ છો. 

વેદિતા - અરે ના ના એમાં શુ થઈ ગયું?  જો આપણી મદદ બીજા માટે ખુશીનું કારણ બને તો આપણી મદદ કરતા તે વ્યક્તિની ખુશી તેનું ક્ષણિક સુખ વધુ ઈમ્પોર્ટન્ટ છે. માટે મેં એમાં કોઈ નવીન નથી કર્યું. અને આઈ થિન્ક કોઈપણ વ્યક્તિને આપણી મદદની જરૂર હોય અને જો આપણે તે વ્યક્તિની મદદ કરી શકીએ એવી ક્ષમતા ધરાવતા હોઈએ તો આપણે તેમની મદદ કરવી જોઈએ. જો તમે તે વ્યક્તિની મદદ ન કરો અને તેની મશકરી કરો છો તો તે તમારી માણસાઈ ન કહેવાય. 

ડ્રાયવર - મેડમ તમે પણ સરની જેમ જ ઉદાર મન અને સારા સ્વભાવના છો. સર પણ આવા જ વિચાર રાખે છે. અને હંમેશા પોતાનાથી થતી તમામ પ્રકરની મદદ લોકોને કરે છે. અને તેમની તકલીફ દુર કરે છે. તમે પણ એમની જેવા જ છો. અને તમારા વિચાર, વ્યવહાર, સંસ્કાર, નિયમ બધું જ તેમના જેવા છે. 

વેદિતા - મને બધા એમ જ કહે છે કે હું સેમ મારા ફાધર જેવી છું. તેમની જ કોપી છું. અને હું પણ એક્સેપ્ટ કરું છું કે હું જે કંઈપણ છું તેનું કારણ મારા ડેડ છે. તેમણે મને એ માટે સક્ષમ બનાવી કે હું મારું ફયુચર સારી રીતે બનાવું. 

ડ્રાયવર - આજકાલના લોકો એવુ માને છે કે જીવનમાં પૈસા જ બધું છે. પૈસા થકી જીવન છે. પૈસા મળી જાય તો જાણે જીવન સુખી થઈ ગયું, જીવનના બધા પ્રકારના ભોગવિલાસ મળ્યા. આજના સમયમાં અમીરો ગરીબને જોઈને પોતાની નજર ફેરવી નાંખે છે. છતાં તમે આટલી સારી રીતે અમીર પરિવારમાં ઉછરી મોટા થયાં છતાં તમારા કે સરના મનમાં તે વાતનું જરાં પણ અભિમાન નથી. એ એક શીખવા જેવી બાબત છે. તમે એ વાત પૂરવાર કરી કે જીવનમાં માણસાઈથી  મોટી કોઈ અમૂલ્ય ભેટ નથી અને મદદ અથવા સહકારથી મોટો કોઈ ધર્મ નથી. જો એક દુઃખી માણસની મદદ થઈ શકે તો તમારે કોઈ ભગવાન પાસેથી યાચના નહિ કરવી પડે. કારણ કે 'કુદરતનો નિયમ છે કે જો તમે બીજાનું સારું કરશો, તેમની મદદ કરશો તો તમારું આપોઆપ સારું થશે, તમે કોઈ સાથે ખોટું નહિ કરો તો તમારી સાથે ક્યારેય પણ ખોટું નથી થતું '. એટલે જ તો તમે બીજાની મદદ કરી તેમનું ઘ્યાન રાખો છો એટલે ઈશ્વર તમારી મદદ ચોક્કસ કરે છે, અને કરશે. 

વેદિતા - થૅન્ક્સ તમારી વાત સાચી છે.  આજે ઈશ્વરની કૃપા અને આશીર્વાદથી અમે આ બધું પામી શક્યા છીએ. અને તમે પણ અમારા ફેમિલી મેમ્બરની જેમ જ અમને સહકાર આપો છો સોં તમને પણ થૅન્ક્સ. 

ડ્રાયવર - અરે મેમ સર મારી વાઈફ અને મારા બાળકોનું ઘણું ઘ્યાન રાખે છે. અને તહેવારમાં કપડાં મીઠાઈ અને બોનસ આપે છે. અને જરૂર પડે ત્યારે સર હમેંશા હેલ્પ કરે છે. સરનું ઋણ તો હું ચૂકવી જ નહિ શકું. 

વેદિતા - અરે એમાં શુ થઈ ગયું?  તમે અમારી સાથે એટલા વર્ષોથી જોડાયેલા છો તો આ તો અમારી ફરજ છે. 

ડ્રાયવર - છતાં પણ સરની કમ્પૅરિઝન કોઈ સાથે ન થાય. તેઓ ખુબ સજ્જન અને ઉમદા સ્વભાવના વ્યક્તિ છે. 

વેદિતા - થૅન્ક્યુ વેરી મચ. 

                                                           ( ક્રમશ: ) 

આલેખન - જય પંડ્યા