જયંતસર :- રુદ્ર સૌથી પહેલા તને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન.
હું :- સર કઈ વાત માટે ?
જયંતસર :- તને યાદ છે મે તને કહ્યું હતું કે હેડઓફિસથી મારી જગ્યાએ તને મી. મૂર્તિ જોડે મિટિંગ કરવા માટે તે લોકોએ મને ટાસ્ક આપ્યો હતો અને મે તને કહ્યું હતું કે તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે.
હું :- હા સર, મને યાદ છે તે વિષય પર આપણી વાત થઈ હતી.
જયંતસર :- હા એટલે આવતા રવિવારે હોટલ હોલીડે એક્સપ્રેસ ઇનમાં આપણી કંપની તરફથી સિલ્વર જયુબિલી રાખવામાં આવ્યું છે અને તેમાં કંપનીના લોકોના પ્રમોશન વિશે પણ અનાઉન્સમેન્ટ થશે. તારું નામ મેં નોમિનેશન માટે આપ્યું હતું અને તારું કામ જોઈને તારું નામ અપગ્રેડેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે. ટૂંકમાં કહું તો તારું પ્રમોશન થઈ ગયું છે અને હવે તું સિનિયર એન્જિનિયરમાંથી જોઇન્ટ મેનેજર બની ગયો છે.
હું :- શું વાત કરો છો સર, તમે મજાક તો નથી કરી રહ્યા ને ?
જયંતસર :- ના રુદ્ર હું મજાક નથી કરી રહ્યો. સાચું કહી રહ્યો છું. ટૂંક સમયમાં તારો ઉપગ્રેડેશન લેટર પણ તને મળી જશે.
હું :- તમારો ખૂબ ખૂબ આભાર સર.
વંશિકા સાથે રવિવારનો દિવસ ખૂબ સરસ રીતે પસાર કર્યો હતો અને તે મારા જીવનની એક અમૂલ્ય પળ બની ગઈ હતી. આખો દિવસ વંશિકા સાથે રહ્યા પછી હું એક પોઝિટિવ એનર્જી ફિલ કરી રહ્યો હતો. અમારી આ મુલાકાતથી વંશિકા મારી વધુ નજીક આવી ગઈ હતી એવું મને લાગતું હતું. આખો દિવસની વાતો યાદ કરતા કરતા હું ખૂબ ખુશ થઈને સુઈ ગયો હતો. રવિવારનો દિવસ પૂરો થયો એટલે કે એન્જોયમેન્ટનો દિવસ પૂરો થઈ ગયો હતો. સોમવારે સવારે હું ઊઠીને મારી જોબ પર નીકળી પડ્યો હતો. મારા અંદર રહેલી પોઝીટીવ એનર્જી હું આજે પણ ફિલ કરી રહ્યો હતો અને ખૂબ ખુશ હતો. ઓફિસમાં જઈને સૌથી પહેલા હું જયંતસર પાસે ગયો હતો અને ત્યાં જતા સૌથી પહેલા મારી એનર્જીની પોઝિટિવ ઇફેક્ટ શરૂ થઈ ગઈ હતી. જયંતસરને મળતાની સાથે તેમણે પોતાનો હાથ મારા તરફ લંબાવ્યો અને મને ગુડન્યુઝ આપતા સાથે કોંગ્રેચ્યુલેશન વિશ કર્યું હતું.
વોટ ધ ફ.....મને ખરેખર માનવામાં નહોતું આવતું કે હું સિનિયર એન્જિનિયરમાંથી જોઇન્ટ મેનેજર બની ગયો છું અને બહુ જલ્દી મારો લેટર પણ મારા હાથમાં હશે. સાથે સાથે મારી સેલરી પણ વધુ સારી વધી જશે. હું ખૂબ ખુશ થઈ ગયો હતો ખરેખર મારી અત્યાર સુધી કરેલી મહેનત રંગ લાવી હતી અને આજે મારા સારા કાર્યોના પરિણામે આટલી જલ્દી હું મારી કારકિર્દીમાં આગળ નીકળી ગયો હતો. હવે પ્રશ્ન તે વાતનો હતો કે મારી જવાબદારીઓ પણ સાથે સાથે વધવાની હતી. અત્યાર સુધી જે કામ જયંતરસર એકલા કરી રહ્યા હતા તે બધા કામ હવે અમારે બંને લોકોએ ૫૦% પાર્ટનરશિફ્ટમાં કરવાના હતા. ફાયદો એટલો સારો હતો કે ઘણીવાર જયંતસર ઓફિસ આવવાની જગ્યાએ ઘરે બેસીને વર્ક ફ્રોમ હોમ કરી શકતા હતા અને અમારે લોકોએ અત્યાર સુધી ઓફિસ આવીને કામ કરવું પડતું હતું પણ હવે મારી પાસે પણ એટલો હક હતો કે હું પણ ઈચ્છું ત્યારે રજા લઈ શકું અથવા ઘરે રહીને પણ પોતાનું કામ પૂરું કરી શકું. હવે મારે પોતાની ખુશી ઘણા બધા લોકો સાથે વહેચવાની હતી અને હું વહેંચવા માટે ખૂબ ઉત્સુક પણ હતો કારણકે મારા જીવનમાં ખૂબ ઓછા લોકો હતા જે મારી પાસે હતા. મે તરત શિખાને ઓફિસમાં બોલાવી. શિખાને ગઇકાલે અમે લોકો ક્યાં ગયા હતા તે વિશે પણ મારે વાત કરવાની હતી એટલે મેં તને પર્સનલી ઓફિસમાં બોલાવી.
શિખા :- યસ રુદ્ર સર, કોઈ અગત્યનું કામ છે ?
હું :- હા ખૂબ અગત્યનું કામ છે મારે તારી સાથ બે ગુડયૂઝ શેર કરવી હતી.
શિખા :- વાઉ, મને ખૂબ ગમશે જણાવો તમે.
હું :- કાલે હું,વંશિકા, અવિ અને વિકી ચારેય જણા સાથે અનાથાશ્રમ ગયા હતા. અમે ત્યાં જઈને ખૂબ મજા કરી અને વંશિકાને પણ ત્યાં જવાનું ખૂબ ગમ્યું. અમે ચારેય જણાએ અને ખાસ કરીને મેં અને વંશિકાએ પોતાનો દિવસ સરસ રીતે સાથે સ્પેન્ડ કર્યો. યાર ખૂબ મજા આવી કાલે.
શિખા :- વાઉ આ તો ખૂબ સારું કહેવાય એટલે તમે ધીરે ધીરે આગળ વધતા જાવ છો એમ ને.
હું :- હા, તારા કહેવા પ્રમાણે અમે એકબીજાને સમય આપીએ છીએ.
શિખા :- ખૂબ સારું ચાલો હવે બીજી ગુડન્યુઝ જણાવો.
હું :- બીજી ગુડન્યુઝ આનાથી પણ વધુ ખતરનાક છે.
શિખા :- વોટ..ખતરનાક એટલે શું તમે કોઈ મોટો કાંડ કર્યો છે કે શું ?
હું :- ના યાર, મે કોઈ કાંડ નથી કર્યો.
શિખા :- બસ તો જલ્દી કહોને વાત ફેરવ્યા ના કરશો મારી ક્યુરિયોસિટી વધતી જાય છે.
હું :- અચ્છા સાંભળ, મારું પ્રમોશન થવાનું છે અને હું જોઇન્ટ મેનેજર બનવાનો છું.
શિખા :- શું વાત કરો છો, તમે મજાક નથી કરી રહ્યા ને ?
હું :- ના યાર હું મજાક નથી કરી રહ્યો. મને પણ હમણાંજ જયંતસરે જણાવ્યું કે મારું નામ અપગ્રેડેશન માટે તેમણે મોકલેલુ તે અપ્રુવ થયું છે અને મને લેટર પણ મળી જશે. આવતા રવિવારે આપણી કંપનીનું સિલ્વર જયુબિલી ફંક્શન છે ત્યાં તે લોકો એનાઉન્સ કરશે.
શિખા :- વાહ, કોંગ્રેચ્યુલેશન સર.
હું :- ખૂબ ખૂબ આભાર શિખા.
શિખા :- મતલબ હવે તમે મારા સિનિયર કરતા પણ ઊંચી પોસ્ટ પર આવી જશો એટલે હવે મારે તમારી સાથે વાત કરવામાં પણ ધ્યાન રાખવું પડશે. હવે હું તમારી સાથે પહેલાની જેમ ફ્રી થઈને વાત નહીં કરી શકું અને મજાક મસ્તી પણ નહીં કરી શકું.
હું :- અરે પાગલ એવું કઈ નથી. હા તારે થોડું ધ્યાન રાખવું પડશે પણ બીજા બધાની સામે કારણકે તેમની સામે તું વધુ મજાક મસ્તી ના કરી શકે પણ આપણે બન્ને એકલા હોય ત્યારે તને મજાક મસ્તી કરવાની છૂટ છે. ભલે મારી પોસ્ટ વધી પણ મારો નેચર થોડો બદલી જવાનો છે. હું પહેલા પણ તારો ભાઈ હતો અને હજી પણ તારો ભાઈ રહીશ.
શિખા :- અચ્છા, થૅન્ક યુ ભાઈ તમે મને આટલી સારી રીતે સમજો છો.
હું :- ઈટ્સ ઓકે. ચાલો હવે આપણે આગળનું કામ પૂરું કરીએ જે કઈ બાકી હોય.
શિખા :- હા ચાલો હું પણ જાઉં છું. બપોરે લંચ ટાઈમ પર મળીશું.
હું :- ઠીક છે.
શિખાને મારા તરફથી મળેલી ગુડન્યુઝ સાંભળીને તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને મને પણ તેની સાથે ગુડન્યુઝ શેર કરવાની ખુશી હતી. હું મારી ઓફિસમાં બેઠો બેઠો આગળનું કામ જોઈ રહ્યો હતો. મારું ઘણું બધું કામ એડવાન્સમાં ચાલી રહ્યું હતું અને અમુક કામ હજી સુધી પેન્ડિંગ પણ ચાલી રહ્યું હતું. મિ મૂર્તિ સાથે અમે જે સૉફ્ટવેર માટે ડીલ કરી હતી હજી એનું ૨૫% જેવું કામ પૂરું થયું હતું જે મારા માટે ઘણું પેન્ડીંગ હતું કારણકે મારે તેમાં ઘણો બધો ડેટા ઉમેરવાનો હતો આને આ કામ મને સોંપવામાં આવ્યું હતું કારણકે તેમાં જે કોડનું કામ હતું તેની જવાબદારી મારી હતી. લોગો બનાવવાનું કામ શિખાએ પહેલા કરીને ખૂબ સારું કર્યું હતું. મે તેમાં થોડું ઘણું કોડિંગ કરી દીધું હતું આને આગળનું કામ બાકી હતું. અમે મૂર્તિ સરને વિશ્વાસ અપાવ્યો હતો કે અત્યાર સુધીનું બને એટલું એડવાન્સ અને સિક્યોર સૉફ્ટવેર જે મલ્ટિપલ ક્લાઉડ સાથે મળીને કામ કરી શકે તેવું સૉફ્ટવેર અમે તમને શોર્ટ ટાઈમમાં પૂરું કરીને આપીશું અને આ વાયદામાં કોઈ પણ રીતે પૂર્ણ કરવાની જવાબદારી મેં લઈ લીધી હતી કારણકે આ ડીલ મારા થકી થઈ હતી. હું મારા કમ્પ્યુટરમાં મૂર્તિ સરનું કોડિંગ ઓપરેશન કરી રહ્યો હતો અને સાથે સાથે પોતાનું માથું પણ ખંજવાળી રહ્યો હતો કે હું આગળનું કામ કઈ રીતે કરું પણ આજે કંઈક અલગ ખુશીના કારણે મારું કામમાં વધુ મન નહોતું લાગી રહ્યું અને હું તેમાં યોગ્ય ધ્યાન નહોતો આપી શકતો.
અરે યાર, મારે હજુ ગુડન્યુઝનુ સેલિબ્રેશન હજી બીજા પણ ત્રણ લોકો સાથે વહેંચીને કરવાનું હતું. તે ત્રણ વ્યક્તિ હતા અવિ,વિકી અને મારી વંશિકા. અવી અને વિકી મને ઘરે જઈને મળવાના હતા પણ વંશિકાને હું હવે ક્યારે મળીશ એનું કઈ નક્કી નહોતું. મે મારો મોબાઈલ ઉઠાવ્યો અને વંશિકાને મેસેજ કરી દીધો. "હાઈ વંશિકા, આઈ હેવ ગુડન્યુઝ એન્ડ આઈ વૉન્ટ ટુ શેર વીધ યુ."
મે વંશિકાને મેસેજ કરીને પોતાનો મોબાઈલ સાઈડમાં મૂકી દિધો. મને ખ્યાલ હતો કે વંશિકા અત્યારે મને મેસેજનો જવાબ નથી આપવાની છતાં પણ મેં તેને મેસેજ કરી દીધો હતો કારણકે હું જેટલું જલ્દી બને તેટલું તેની સાથે મારી ખુશી તેની સાથે વહેંચવા માગતો હતો અને આટલો સમય હું રાહ નહોતો જોઈ શકતો. વંશિકા મેસેજ જોશે ત્યારે તેનો શું જવાબ હશે ? વંશિકા મારી ગુડન્યુઝ સાંભળીને કેવું રીએકશન આપશે ? આવા સવાલો મારા મનમાં કૂદી રહ્યા હતા. મોબાઈલ સાઈડમાં મૂકીને હું ફરીવાર મારા કામમાં લાગી ગયો અને મારાથી થઈ શકે તેટલું ફોક્સ હું મારા કામમાં કરવા લાગ્યો. સમય બહુ ધીરે ધીરે જઈએ રહ્યો હતો. બહુ સમય પછી લંચ ટાઈમ થયો હોય તેવું મને લાગ્યું. હું અને શિખા સાથે મળીને લંચ કરવા માટે બેઠા અને લંચ ટાઈમ પર અમે થોડી ધણી કામને લગતી વાતો કરી રહ્યા હતા. લંચ પૂરું કર્યા પછી હું ફરીવાર મારી ઓફિસમાં બેસીને આગળનું કામ કરવા લાગ્યો. લંચ ટાઈમ પણ પૂરો થઈ ગયો હતો છતાં હજુ વંશિકાનો કોઈ જવાબ નહોતો આવ્યો એટલે મને ખ્યાલ આવી ગયો કે વંશિકા આજે વધુ પડતી વ્યસ્ત હશે અને હવે તે સીધી ઘરે જઈને વાત કરશે. મારો આખો દિવસ આજે કંટાળાજનક રીતે જઈ રહ્યો હતો કારણકે મને વધુ કામમાં મન નહોતું લાગી રહ્યું છતાં પણ હું કામ કરી રહ્યો હતો અને મારો સમય પણ જલ્દી પસાર નહોતો થઈ રહ્યો. સાંજના ૫:૩૦ વાગતા વાગતા જાણે આખો દિવસ પૂરો થઈને બીજા દિવસની સવાર પડી ગઈ હોય તેવું મને લાગી રહ્યું હતું. મેં મારું બેગ પેક કર્યું અને ફટાફટ નીચે ઉતર્યો. મારું બાઇક સ્ટાર્ટ કર્યું અને પોતાના ઘર તરફ જવા લાગ્યો. ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈ ગયો અને અવિ તથા વિકિની રાહ જોવા લાગ્યો.
થોડીવારમાં અવિ અને વિકી પણ આવી ગયા. હું નીચે જઈને ફટાફટ અમારું જમવાનું લઈ આવ્યો ત્યાં સુધીમાં અવિ અને વિકી ફ્રેશ થવા જતા રહ્યા. અવી અને વિકી ફ્રેશ થઈને આવ્યા એટલે હું મારી જગ્યાએથી ઊભો થયો અને બોલ્યો.
હું :- મિત્રો મારી પાસે બહુ મોટી ખુશખબર છે.
વિકી :- શું વાત છે વંશિકા માની ગઈ ?
હું :- અરે ના યાર પૂરી વાત કરવા દો મને હજી. વંશિકા વિશે નહીં બીજી ખુશખબર છે.
અવિ :- હા ભાઈ, ચાલ જણાવ શું ખુશખબર છે ?
હું :- વાત એમ છે કે મારું પ્રમોશન થઈ ગયું છે અને હું સિનિયર એન્જિનિયરમાંથી જોઇન્ટ મેનેજર બની ગયો છું.
વિકી :- રુદ્ર, તુ મજાક નથી કરી રહ્યો ને ?
હું :- અરે ભાઈ કોઈ મજાક નથી કરી રહ્યો. હું સાચું કહી રહ્યો છું. આજે સવારે મારે જયંતસર સાથે વાત કરી અને તેમણે મને આ ખુશખબર આપી.
આટલું સાંભળતા અવિ અને વિકી બંને મારી પાસે આવ્યા અને મને એક સાથે ભેટી પડ્યા. હું આજે ખુશ હતો પણ મારી પ્રમોશનની વાત સાંભળીને મારા કરતાં પણ વધુ ખુશી તે લોકોને થઈ હતી તેવું મને લાગી રહ્યું હતું. બંને જણા મને એટલો જોરથી ભેટી પડ્યા હતા કે હું દબાઈ ગયો હતો. હું પણ મારા બંને હાથ એમના ગળા પર લગાવીને એમને ભેટી ગયો હતો. થોડીવારમાં અમે ત્રણેય છૂટાં પડ્યા અને જમવા માટે બેઠા. જમતા જમતા અમારી લોકોની વાતચીત શરૂ થઈ ગઈ.
અવિ :- અલ્યા ગાંડા, આટલી મોટી ગુડન્યુઝ તે સાવ આમ કોરે કોરી આપી દીધી ?
વિકી :- હા ભાઈ સાચી વાત છે. તે અમને પહેલા કીધું હોત તો આજે આપણે પાર્ટીનો પ્રોગ્રામ રાખી શકેત.
હું :- અરે યાર, હું તમને આ ખુશખબરી તમારી પાસે આવીને આપવા માગતો હતો અને તમારા એક્સપ્રેશન જોવા માગતો હતો એટલે તમને ફોન કરીને ના જણાવ્યું અને આમ પણ આપણે ઘણીવાર બહાર જમવા જઈએ છીએ ને ફરીવાર જઈશું ત્યારે મારા તરફથી ટ્રીટ આપી દઈશ.
અવિ :- ઓ પાગલ, હું જમવાની પાર્ટીની વાત નહીં કરી રહ્યો તેવી પાર્ટી આપણી ચાલતી રહેતી હોય છે અને ટ્રીટ તારા તરફથી ચોક્કસ લેવાની જ છે. અત્યારે નહીં પણ ફરીવાર લઈશું.
હું :- હા તે હું વગર કહ્યે તમને આપીશ પણ તમે બીજી કઈ પાર્ટીની વાત કરો છો ?
વિકી :- બહુ ભોળો ના બનીશ. તું કોઈ નાનો છોકરો નથી. અમે લોકો ડ્રિંકની વાત કરી રહ્યા છીએ. તે પહેલા જણાવ્યું હોત તો તેનું પણ સેટિંગ થઈ જાતને. આજે સેલિબ્રેશન પણ થઈ જાત અને ગળું પણ ભીનું થઈ જાત. ઘણો બધો ટાઈમ થઈ ગયો લાસ્ટ ટાઈમ આપણે ગોઆ ગયેલા ત્યારે એન્જોય કર્યું હતું.
હું :- અચ્છા, એટલે તમારે લોકોને ડ્રિંકની પાર્ટી જોઈએ છે એમ કઈ વાંધો નહીં આપણે એનું પણ સેટિંગ કરી દઈશું. બસ થોડા દિવસ રાહ જોવો આપણે ક્યાંક બહાર ફરવા જઈ આવીશું.
વિકી :- એટલે તારો પ્લાન બહાર જવાનો છે એમ અહીંયા નથી લાવવું ?
હું :- ગુડ ચાલો આપણી ડીલ ફાઈનલ હવે. આપણે લોકો ક્યાંક બહાર જઈશું થોડા સમયમાં અને ત્યાં જઈને મારી પાર્ટી કરીશું.
અવિ :- ઓકે ડન.
અમે લોકોએ જમતા જમતા અમારી ડીલ ફાઈનલ કરી નાખી હતી અને ફિક્સ કરી નાખ્યું હતું કે અમે બહાર જઈને પાર્ટી કરીશું. જમીને પેલા બંને પોતાના કામમાં લાગી ગયા અને હું સોફા પર બેઠો બેઠો વંશિકાના મેસેજની રાહ જોઈ રહ્યો હતો. ઘડિયાળમાં ૦૯:૩૦ વાગ્યા હતા થોડીવારમાં મારી મોબાઈલની નોટિફિકેશન ટન વાગી અને મેં ડિસ્પ્લે ઓન કરી. મારા અનુમાન પ્રમાણે વંશિકાનો મેસેજ હતો. પહેલા મેં ડિસ્પ્લે ઉપરથી મેસેજ વાંચ્યો જેમા લખ્યું હતું. "હેલો રુદ્ર, સો ટેલ મી વોટ ધ ઈઝ ગુડન્યુઝ ?