Hu Taari Yaad ma 2 -44 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૪૪)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૪૪)

વંશિકાએ મને સોંગ ડેડિકેટ કર્યું જેના લેરિક્સ એને મને વોટ્સેપ કરી દીધા. યાર હવે મારા શરીરમાં ધ્રૂજારી ઉત્પન્ન થવા લાગી હતી અને જાણે એક કરંટ લાગી ગયો હોય તેવી રીતે હું ઊછળી પડ્યો હતો.
હું :- સરસ ગીત છે...આઈ લાઈક ઇટ..
વંશિકા :- બસ ફક્ત ગીત સરસ છે એના ભાવાર્થ નથી સમજતા.
હું :- હું શું સમજી શકવાનો પણ તે આ ગીત મને ડેડિકેટ કર્યું છે ?
વંશિકા :- તો શું કોઈ બીજાને ડેડિકેટ કર્યું છે ?
હું :- સમજી ગયો બસ મને જ કર્યું છે. પણ તારી પાસે કોઈ જવાબ નહોતો ને ?
વંશિકા :- શેનો જવાબ અને કયો જવાબ ?
હું :- તે જવાબ જે તું મને આપવા માટે મારી પાસે સમય માંગતી હતી.
વંશિકા :- રુદ્ર હજી પણ તમને લાગે છે કે મારે તમને જવાબ આપવો જરૂરી છે ?
હું :- હા ચોક્કસ એવું લાગે છે મને. હું તારી પાસેથી સાંભળવા માગું છું કે તે શું વિચાર્યું છે હવે આગળ.
વંશિકા :- ઓકે સાંભળો, હવેથી આપણે દરરોજ વાતો કરી શકીશું. મે જે બેન લગાવેલો વાતો કરવાનો તે હું હવે હટાવી રહી છું અને તમને મેસેજ કરવાની છૂટ આપી રહી છું.
હું :- વંશિકા તું સારીરીતે સમજી શકે છે કે હું તને શું પૂછવા માગી રહ્યો છું અને છતાં પણ તું અત્યારે મને આમ ફેરવી રહી છે વાતોમાં.
વંશિકા :- હું તમને ફેરવી નથી રહી. હું તમને સ્પષ્ટ કહી રહી છું પણ તમે સમજી નથી રહ્યા. મે તમને પહેલા જ જવાબ આપી દીધો છે.
હું :- તે વળી ક્યારે જવાબ આપ્યો મને ?
વંશિકા :- શું મે તમને લખેલા ગીતના શબ્દો સમજી નથી શકતાં?
હું :- હા સમજી શકું છું પણ આ બધું હું તારી પાસેથી સાંભળવા માગું છું.
વંશિકા :- બસ હો, બહુ થયું હવે તમારું. હવે જુઓ એક તો અત્યારે તમે મારી પાસે નથી નહિતો હું તમને સારીરીતે મારા શબ્દોથી સમજાવી દેત.
હું :- ના તું મને જવાબ આપ.
વંશિકા :- સારું બસ. મારો જવાબ હા છે. હવે ખુશ ને ?
હું :- હા વળી આ કેવો જવાબ. શું તમે છોકરીઓ પોતાના પ્રેમને કબૂલી નથી શકતી ક્યારેય ?
વંશિકા :- રુદ્ર સાચી વાત કહું. મને અત્યારે તમને મળવાનું મન થઈ રહ્યું છે પણ અત્યારે તે વસ્તુ પોસીબલ નથી. હું મારા મેજિકલ વર્ડ્સ અને ફિલિંગ્સને આમ મેસેજમાં એક્સપ્રેસ કરવા નથી માંગતી. 
હું :- અચ્છા એટલે વાત એવી છે કે આપણે બન્ને હવે ફરીવાર મળીશું પણ ખરા એમ ?
વંશિકા :- કેમ ના મળી શકીએ ? હવે તો આપણું મળવું વધુ જરૂરી છે. 
હું :- આટલું બધું જરૂરી કેમ છે મળવું મને જણાવીશ ?
વંશિકા :- રુદ્ર, પ્લીઝ કેન યુ સ્ટોપ ઇટ ? યાર હવે આવી રીતે મારી સાથે બદલો ના લેશો. મને શરમ આવે છે તમે જાણીજોઈને બધું સમજતા હોવા છતાં મારી પાસે બોલાવી રહ્યા છો.
હું :- હા તો રાહ કોની જોઈ રહી છે. કહીદે જે કહેવું હોય તે.
વંશિકા :- તમે કઈ પણ કહો હું અત્યારે તમને નહીં કહું. તમે જ્યારે મળશો ત્યારે રૂબરૂમાં તમારે જે સાંભળવું હશે તે કહીશ. અત્યારે મને છોડી દો પ્લીઝ.
હું :- ખરેખર તને છોડી દઉં ?
વંશિકા :- પ્લીઝ યાર..આવું ભૂલથી પણ ના બોલશો...હવે આપણે બીજા કોઈ ટોપિક પર વાત કરી શકીએ ?
હું :- અચ્છા તો તને શું લાગે છે હવે આપણી પાસે બીજો કોઈ ટોપિક હશે વાત કરવા માટે ?
વંશિકા :- હા ઘણા બધા છે. અત્યારે મને તે જણાવો શું કરી રહ્યા છો તમે ?
હું :- તને યાદ કરી રહ્યો છું અને મિસ પણ કરી રહ્યો છું.
વંશિકા :- મને ખબર છે આ બધું. કંઈક નવું જણાવો.
હું :- યાર અત્યારે તો સૂતો છું. હમણાં જમ્યો અને એક વાઇન સાથે સિગારેટ પીધી.
વંશિકા :- વોટ, વાઇન અને સિગારેટ ?
હું :- અરે યાર ફ્રસ્ટ્રેશન હતું આખા દિવસનું એટલે બસ થોડું.
વંશિકા :- ખૂબ સરસ, પણ સ્મોકિંગ બહુ ખરાબ વસ્તુ છે તમે જાણો છો ને ?
હું :- હા જાણું છું એટલે જ કયારેક જ કરું છું.
વંશિકા :- બરાબર છે પણ હવે ઓછી કરી નાખજો. 
હું :- હા હવે તમે હક જતાવવાનો શરૂ કરી દીધો એમને?
વંશિકા :- હા, તમને કોઈ પ્રોબ્લેમ છે ?
હું :- ના કોઈ પ્રોબ્લેમ નથી.
વંશિકા :- સારું સાંભળો. શું જમ્યા આજે ? ત્યાં જમવાનું ફાવે છે તમને ?
હું :- હા યાર ચાલ્યે રાખે. આજે ચાઈનીઝ ખાવું પડ્યું. બહારનું ખાવું પડે છે પણ શું કરું મજબૂરી છે મારી પણ. તું શું જમી ?
વંશિકા :- દાળ ભાત, તેમ છતાં પણ થોડું ધ્યાન રાખજો તમારી હેલ્થ ખરાબ ના થાય તે ખાસ ધ્યાન રાખજો.
હું :- હા મેડમ ધ્યાન રાખીશ બસ..બીજું કઈ કહેવું છે તમારે ?
વંશિકા :- હા, તમારા મોબાઈલ માં જુઓને જરા કેટલા વાગ્યા છે ?
હું :- હજી તો ૧૨:૨૩ થઈ છે.
વંશિકા :- આ કોઈ તમને ઓછો સમય લાગી રહ્યો છે તમને ? સૂઈ જાઓ હવે તમારે પણ વહેલા ઊઠવાનું હશે ને ?
હું :- હા ઓછો સમય છે. તું પણ હમણાં રાતના ૧ વાગ્યા સુધી જાગતી હતી ને ?
વંશિકા :- ક્યારે ?
હું :- વાત નહોતી કરતી ત્યારે.
વંશિકા :- એ તો વિચારોના કારણે ઊંઘ નહોતી આવતી હતી એટલે જાગતી હતી. બાય ધ વે તમે બધું ધ્યાન રાખતા હતા એમને જાસૂસી કરીને.
હું :- ના તારો મેસેજ ૧:૨૦ આવ્યો હતો એટલે મને ખબર પડી ગઈ.
વંશિકા :- ઠીક છે ચાલો હવે સૂઈ જાઓ. હું પણ સૂઈ જાઉં છું મને પણ હવે ઊંઘ આવે છે.
હું :- સારું સૂઈ જાઉં છું.
વંશિકા :- ગુડબાય, હેવ અ લવલી ડ્રીમ એન્ડ ટેક કેર.
મને ગુડબાયનો મેસેજ કરીને વંશિકા ઑફલાઇન થઈ ચૂકી હતી પણ અહીંયા આજે મારી ઊંઘ ઉડી ગઈ હતી. ૨ દિવસ પહેલા સમય કેવો હતો અને આજની રાત કેવી હતી. સમયને બદલતા કોઈવાર નથી લાગતી. વંશિકાની વાત ના કરવાની વાતને લઈને ચિંતા કરવાવાળો હું આજે વંશિકા સાથે પ્રેમભરી મીઠી વાતો કરી રહ્યો હતો. જે વંશિકાએ મને વાત કરવાની ના પાડીને સમય માંગ્યો હતો તેણે આજે મને પોતાનો જવાબ આપી દીધો હતો. વંશિકાએ મારી સામે પોતાનો પ્રેમ કબૂલી લીધો હતો. હા, તે વાત અલગ હતી કે તેણે હજુ સુધી મને આઈ લવ યુ નહોતું કહ્યું અથવા પ્રેમ કરે છે તે પણ નહોતું જણાવ્યું છતાં પણ વગર શબ્દોએ તેણે પોતાની વાત ફિલિંગ એક ગીત તરીકે મારી સામે કબૂલ્યું હતું. મારા માટે આટલું પૂરતું હતું. હવે બસ ક્યારે વંશિકાને મળું અને તેના મોઢેથી માટે જે શબ્દો સાંભળવા હતા તે સાંભળું તેની રાહ હતી. અત્યારે હું કોઈ સાતવા આસમાને ઊડી રહ્યો હતો. મારા તન અને મનમાં એક કરંટ દોડી રહ્યો હતો જે જોર જોરથી કહી રહ્યો હતો. હવે વંશિકા ફક્ત તારી છે રુદ્ર..બસ ફક્ત ૧૩૭૦ કી.મી. દૂર તારી રાહ જોઈ રહી છે. જેટલું જલ્દી બને એટલું અહીંયાં કામ પૂરું કર અને તેની પાસે દોડી જા...હું બેડ પરથી ઊભો થયો અને ફ્રીઝમાંથી વાઈનની થોડી વધેલી બોટલ કાઢી અને એક જ ઝટકે તેને ગટગટાવી ગયો. મને વાઈનનો થોડો પણ નશો નહોતો ચડી રહ્યો કારણકે અત્યારે હું વંશિકાના પ્રેમના નશામાં હતો. એમાં ખોવાઈ ચૂક્યો હતો. ફરી પાછો બેડ પર ગયો અને સૂતો. મોબાઈલ કાઢીને મારો અને વંશિકાનો ફોટો ઓપન કર્યો અને એને જોવા લાગ્યો. મોબાઈલ માં એલાર્મ સેટ કરી દીધો અને પડખા ફેરવતા ફેરવતા સૂઈ ગયો.
સવારે એલાર્મ વાગ્યો ત્યારે તરત મારી આંખ ખુલી ગઈ. હું ફટાફટ ઊઠીને તૈયાર થવા ગયો. તૈયાર થઈને બ્રેકફાસ્ટ કર્યું અને રૂમમાંથી મારી બેગ લઈને બહાર નીકળી ગયો. રૂમ લોક કર્યો અને બહાર તરફ ચાલતો થયો. આજે હું થોડી વધુ પડતી સ્ફૂર્તિમાં હતો કારણકે રાતોરાત મારો સમય બદલાઈ ચૂક્યો હતો. શું રાત્રે મેં જોયું તે કોઈ સપનું તો નહોતું ને ? હા, કોઈ સપનું નહોતું. જે હતી તે હકીકત હતી. હું કારમાં જઈને બેઠો અને મારો મોબાઈલ ડેટા ઓન કર્યો. હું ઊઠીને વંશિકાને મેસેજ કરવાનું ભૂલી ગયો હતો છતાં પણ વંશિકા મને નહોતી ભૂલી. મારા વોટ્સએપ મેસેજોમાં વંશિકાનો પણ ગુડ મોર્નિંગ અને લવલી ડે ના ગ્રીટિંગ સાથે મેસેજ આવી ચુક્યો હતો જે આજથી પહેલા આટલા પ્રેમથી નહોતો આવતો. મે તેના મેસેજનો જવાબ પણ એટલા જ પ્રેમથી આપ્યો અને મારો મોબાઈલ પાછો પોકેટમાં મૂકી દીધો. 
ઓફિસમાં જઈને મલય સાથે એક નાની મિટિંગ કરી અને પછી પાછા બધા લોકોને કોન્ફરન્સ રૂમમાં બોલાવીને થોડી લેક્ચર આપવા લાગ્યો. લેક્ચર પૂરું થતાં બધા પોતપોતાના કામમાં લાગી ગયા. હવે હું ઓફિસમાં જઈને મારું કામ પૂરું કરવા લાગ્યો. આજે મને કામ કરવાની પણ કંઈક અલગ મજા આવી રહી હતી. હું પાછો ઓફિસની બહાર નીકળ્યો અને બધાના ડેસ્ક પર જઈને કોણ શું કામ કરી રહ્યું છે તેના પર નજર ફેરવવા લાગ્યો. જેને પણ કોઈ ડાઉબ્ટ હોય તે મને આગળના કામમાં પૂછી રહ્યું હતું. ચોક્કસ પણે આ એક ટ્રેનિંગ હતી એટલે કામમાં લોચા લાગે તેવી શક્યતાઓ હતી અને તે વસ્તુ અટકાવવા માટે હું સવારની મિટિંગમાં બધાને ગાઈડ કરી રહ્યો હતો. બપોરે લંચ ટાઈમ પૂરો કરીને હું મારા કામ પર લાગી જતો હતો. એટલે મારું એક રૂટિન બની ચૂક્યું હતું. હું સવારે ઓફિસ પર જતો અને બધાને ગાઈડ કરતો. લંચ ટાઈમ પછી હું મારા રિપોર્ટ અને અમદાવાદની ઓફિસનું પેન્ડિંગ વર્ક કરતો હતો અને સાંજે જતા પહેલા મલય સાથે મિટિંગ કરતો હતો. હોટલ પર જઈને ફ્રેશ થતો અને પછી જમીને વંશિકા સાથે વાતો કરતો અને અમે બંને એકબીજા સાથે પોતાનો દિવસ કેવો ગયો અને શું શું કર્યું વગેરે શેર કરતા હતા. 
મારા 3 દિવસ વીતી ચૂક્યા હતા અને આજે ચોથો દિવસ એટલે કે શનિવાર હતો. બપોર પછી હાફ ડે જેવું વાતાવરણ હતું એટલે ખાસ કોઈ કામ રહેતું નહોતું જેના કારણે બધા ૨ વાગ્યે નીકળી જતા હતા. આવતી કાલે રવિવાર હતો એટલે આખો દિવસ મેં વંશિકાના નામપર સોંપવાનો વિચાર કર્યો હતો. હું અને મલય હજી એક નાની મિટિંગ કરીને નીકળવાના હતા.૨:૩૦ વાગતા હું ફ્રી થઈ ચૂક્યો હતો અને હું પણ હવે મલય સાથે નાની મિટિંગ કરીને નીકળવાના વિચારમાં હતો. હું મલયની ઓફિસમાં ગયો. મલય પોતાના લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. મને આવતો જોઈને મલય પોતાનું કામ સાઈડમાં મૂક્યું અને મારી સાથે વાતો કરવા બેસી ગયો. અમે આગળના પ્લાનિંગ રિલેટેડ વાત કરી અને અમારી મિટિંગ ઓવર કરી. મલય હવે મારી સાથે સારી રીતે હળીમળી ચૂક્યો હતો. ઇન્ફેક્ટ કહું તો તે મારો મિત્ર પણ બની ચૂક્યો હતો.
"સર આજ રાતકા ક્યાં પ્લાન હે આપકા?"મને મલયે પૂછ્યું.
હું :- વહી અપના રૂટિન પ્લાન હે. હોટલ જાઉંગા , ડીનર કરુંગા ઓર ફિર આરામ કરુંગા.
મલય :- અગર આપ ફ્રી હે તો આજ રાત મેરે સાથ ચલિયે. બહાર ડીનર કરતે હે.
હું :- એસે તો ફ્રી હું. ઠીક હે ફિર ચાલો ચલતે હૈ.
મલય :- આપકો સાઉથ ઇન્ડિયન ફૂડ પસંદ હૈ?
હું :- હા પસંદ હૈ.
મલય :- ઠીક હે ફિર આજ ચલતે હૈ યહ એક બહુત અચ્છી હોટલ હે હમ વહી ચલતે હે.
હું :- ઠીક હૈ, મે મુરુગન કો બોલ દેતા હું વો આયેગા ઔર આપકો પિક અપ કર લેગા ફિર હમ ચલતે હૈ.
મલય :- અરે નહીં નહીં સર, મે આઉંગા આપકો પિક અપ કારણે કે લિયે. હમ મેરી બાઇક સે જાયેંગે ઔર ઈસી બહાને આપકી થોડી શેર ભી હો જાયેગી.
હું :- અચ્છા આઇડિયા હે. કોઈ બાત નહીં ઐસા કરતે હૈ ફિર.
મલય :- ઠીક હૈ સર આપ ૭:૩૦ બજે રેડી રહેના મે આ જાઉંગા.
મલયે મારી સામે ખૂબ સરસ પ્રસ્તાવ મૂક્યો હતો જેને હું ના કહી શકું તેમ નહોતો. એકચ્યુલી હું પણ કંટાળેલો હતો અને મને પણ થોડું રિફ્રેશમેન્ટ જોઈતું હતું એટલે મેં વગર વિચાર્યે મલયને હા પાડી દીધી. આમ પણ એ બહાને હું પણ અહીંયાની સડકો પર થોડી મજા માણી લેત અને ફરી પણ લેત બાકી આ જોબ અને હોટલના રૂટિનમાંથી મારી પાસે ફરવાનો કોઈ ટાઈમ નહોતો. હું ઓફિસમાંથી બહાર નીકળ્યો અને મુરુગને મને હોટલ પર ડ્રોપ કરી દીધો. હોટલ પર જઈને હું ફ્રેશ થયો ત્યાં સુધીમાં ૪ વાગી ચૂક્યા હતા. મે તરત યાદ કરીને વંશિકાને મેસેજ કરી દીધો કે આજે હું મારા એક કલીગ સાથે બહાર ડીનર કરવા માટે જવાનો છું એટલે કદાચ આવતા મોડું પણ થઈ જાય અને વાત ના પણ થઈ શકે એટલે તું મારી રાહ ના જોતી. અત્યારે હવે મારે ટાઇમપાસ કરવાનો હતો પણ મારી પાસે એવું કાંઈ હતું નહીં એટલે હું મારું લેપટૉપ ઓપન કરીને બેસી ગયો અને બીજું કામ કરવા લાગ્યો. લગભગ બે થી અઢી કલાક મે મારા કામને આપ્યો પછી મારું કામ બંધ કરી દીધું. આ દરમ્યાન વંશિકાનો કોઈ મેસેજ નહોતો આવ્યો. મને ખ્યાલ હતો કે વંશિકાને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં હોય મારા બહાર ફરવાથી કારણકે વંશિકા પોતે પણ ફ્રીડમમાં માનતી હતી અને જેટલી હું એને ઓળખતો હતો ત્યાં સુધી તેનો સ્વભાવ એવો નહોતો કે મારા પર ગુસ્સો કરે અથવા વાત કરવા માટે જીદ કરે. હું થોડીવાર બાલ્કનીમાં ગયો અને ત્યાં ઊભો રહ્યો અને બહારનો નજરો જોવા લાગ્યો. બહારના રસ્તાઓ સાફ દેખાઈ રહ્યા હતા. હોટલ એક હાઈવે અથવા સિટીમાં મેઈન રોડ પર હતી જેના કારણે ત્યાંનો ટ્રાફિક જોઈ શકતો હતો અને બાલ્કનીના સ્લાઇડર ખુલ્લા હોય તો થોડો ઘણો વાહનોનો અવાજ પણ સાંભળી શકતો હતો. ઘડિયાળમાં સાત વાગ્યા એટલે હું તૈયાર થઈ ગયો. થોડીવારમાં મલયનો ફોન આવ્યો કે તે બહાર પાર્કિગમાં આવી ચૂક્યો છે એટલે હું રૂમ લોક કરીને બહાર નીકળી પડ્યો. મલય નીચે મારી રાહ જોઇનેઉભો હતો. હું મલયની પાછળ બેઠો અને અમે બંને લટાર મારવા નીકળી પડ્યા.