સવાર સવારમાં મારા ફોનની રિંગ વાગીને મને ડિસ્ટર્બ કરી રહી હતી. પહેલિવાર જ્યારે ફોન વાગ્યો ત્યારે મેં તેને ઈંગ્નૉર કરી દીધો અને એમજ સુઈ રહ્યો. ૧ મિનિટની અંદર ફરીવાર મારો મોબાઈલ વાગવા લાગ્યો અને હવે મેં મોબાઈલ ઉઠાવીને સીધો મારા કાન પર રાખી દીધો. મે મારા ફોનમાં ઇયર પીકનું ઓપ્શન સેટ કરીને રાખ્યું હતું જેથી જેવો મોબાઈલ કાન પાસે આવે કે તરત કોલ રીસીવ થઈ જાય. હું હજી ઊંઘમાં હતો અને સામેના છેડેથી એક મીઠો અવાજ સંભળાયો. હું તે અવાજ ઓળખી ગયો. યાર કોણ હોય શકે મારી મીઠડી ગર્લ સિવાય તે. તે અવાજ વંશિકાનો હતો. "ગુડમોર્નિંગ મી."
મે પણ જવાબમાં ઊંઘમાં ને ઊંઘમાં ગુડમોર્નિંગ કહ્યું જે વંશિકા સમજી ગઈ કે હું હજી ઊંઘમાં છું.
વંશિકા :- હજી સૂતા છો. ઊઠ્યા નથી કે શું ?
હું :- હજી ઊંઘમાં છું.
વંશિકા :- અચ્છા સોરી તમને ડિસ્ટર્બ કર્યા અને તમારી ઊંઘ બગાડી. તમે સૂઈ જાવ પછી આપડે વાત કરીએ.
હું :- ના હવે નહીં સૂવું. તારા ગૂડમોર્નિંગથી મારી ઊંઘ ઉડી ગઈ. બાય ધ વે સવાર સવારમાં અચાનક તે ફોન કઈ રીતે કર્યો ?
વંશિકા :- અરે મમ્મી પપ્પા અત્યારે બહાર ગયા છે અને ભાઈ પણ તેના કોઈ ફ્રેન્ડના ઘરે ગયો છે. હું અત્યારે ઘરમાં એકલી હતી તો થયું અત્યારે ફોન પર વાત થઈ શકશે.
હું :- અચ્છા બોલ શું કરે છે. ફ્રેશ થઈ ગઈ કે હજી બાકી છે ?
વંશિકા :- ક્યારની થઈ ગઈ. ચા નાસ્તો પણ કરી લીધો. તમારો વિચાર નથી કે શું ઉઠવાનો ?
હું :- ના, બસ સૂઈ રહેવાનું મન થાય છે અને તને સાંભળવાનું મન થાય છે.
વંશિકા :- અચ્છા જી સવાર સવારમાં ફ્લર્ટિંગ એમ ?
હું :- હા કેમ ના કરી શકું ?
વંશિકા :- તમારી મરજી હું શું કહી શકું એમાં ?
હું :- અચ્છા ખૂબ સરસ.
વંશિકા :- અચ્છા લાગે છે હજી રાતનો તમારો નશો ઊતર્યો નથી લાગતો ?
હું :- કેવો નશો અને કયો નશો ?
વંશિકા :- કાઈ નહીં બસ એમ જ કહ્યું.
હું :- અચ્છા રાતની એ મીઠડી છોકરીને જોવાની વાત કરે છે ?
વંશિકા :- હા કઈક એવું જ સમજો.
હું :- અચ્છા બીજું કઈ મેડમ.
વંશિકા :- આજનો શું પ્લાન છે તમારો ?
હું :- મને કાઈ ખબર નથી. તારો શું પ્લાન છે ?
વંશિકા :- ઘરે જ છું. ઘરનું કામ કરીશ બીજું તો શું ? પણ તમે કયાંનો પ્લાન બનાવી લો. હવે બહાર આવ્યા છો તો ક્યાંક ફરી લો અને પોતાનું માઈન્ડ ફ્રેશ કરી લો.
હું :- મારું માઈન્ડ તારી સાથે વાત કરીને ફ્રેશ થઈ જાય છે એટલે મને ક્યાંય બહાર જવાની જરૂર નથી લાગતી.
વંશિકા :- અચ્છા બહુ સરસ. પછી જોજો હું તમને સમય જતા બોરિંગ ના લાગવા લાગુ.
હું :- અચ્છા હાઉ ?
વંશિકા :- છોકરાઓની આદત હોય છે તમને લોકોને જે વાતો અત્યારે મીઠી લાગે છે તે સમય જતા કડવી અને બોરિંગ લાગવા લાગે છે.
હું :- તને લાગે છે હું કોઈ એવો છોકરાની કેટેગરીમાં આવું છું ?
વંશિકા :- લાગતું તો નથી બસ જસ્ટ ખાલી કહ્યું.
હું :- વાંધો નહીં સમય આવે ત્યારે જોઈ લેજે.
વંશિકા :- અચ્છા ચાલો હવે ઊઠો. ઘડિયાળમાં જુઓ ૧૧ વાગવા આવ્યા છે. પહેલા ઊઠીને ચા નાસ્તો કરી લો અને ફ્રેશ થઈ જાવ. પછી વાતો કરજો.
હું :- સારું બસ ચાલ ફોન રાખું છું. બાય
વંશિકા :- ઓકે બાય.
મે ફોન મૂકી દીધો અને ફ્રેશ થવા જતો રહ્યો. ફ્રેશ થઈને ચા નાસ્તો કરવાની કોઈ ખાસ ઈચ્છા નહોતી એટલે એમ જ રહેવા દીધું. હું અહીંયા આવ્યાને આટલા દિવસ થઈ ગયા હતા હજુ સુધી અવિ અને વિકિના કોઈ હાલ ચાલ નહોતા. આજે તો રવિવાર હતો એટલે બંને જણા મજા કરતા હશે અને ઘરે ટીવી જોતા હશે. મે એમને સામેથી ફોન કરવાનું વિચાર્યું અને ફોન કર્યો. અમે લોકોએ થોડીવાર વાતચીત કરી. અવિ અને વિકી સાથે વાત પૂરી કરીને હું પણ બેઠો અને ૧૨ વાગી ચૂક્યા હતા એટલે મેં ફોન કરીને લંચ માટે કંઈક ઓર્ડર આપી દીધો. થોડીવારમાં મારું લંચ પણ આવી ગયું અને મે લંચ કરી લીધું. હવે હું નવરો હતો એટલે મેં ફરીવાર વંશિકાને મેસેજ કર્યો. કદાચ વંશિકા હજી વ્યસ્ત હતી જેના કારણે તેણે મને કોઈ જવાબ આપ્યો નહોતો. હું અહીંયા રહીને કંટાળવા નહોતો માંગતો એટલે મે બપોર પછી ક્યાંક બહાર જવાનો વિચાર આવ્યો. અચાનક મને યાદ આવ્યું કે ગઈ કાલે હું અને મલય જ્યારે બહાર ફરતા હતા ત્યારે તેણે મને એક મોલ દેખાડ્યો હતો અને તે નજીક પણ હતો એટલે મને વિચાર આવ્યો કે ત્યાં ફરવા જતો રહું અને થોડી શોપિંગ કરી લઉ. બપોર પછી જ્યારે વંશિકાનો મેસેજ આવ્યો ત્યારે મેં તેને જણાવ્યું કે અહીંયા નજીકમાં એક મોલ છે અને હું ત્યાં ફરવા માટે જવાનું વિચારી રહ્યો છું અને સાંજે મોડો આવીશ. વંશિકાએ પણ મને ઓકે કહી દીધું અને પછી અમારી વચ્ચે થોડીઘણી વાતો થઈ અને પછી તે પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.
મે બપોરે મુરુગનને ફોન કર્યો અને ૫ વાગ્યે મને હોટલ પરથી પિક કરવા માટે જણાવ્યું. સાંજે ૫ વાગતા મુરુગન મને હોટલ પર પિક કરવા માટે આવી ગયો. મે મુરુગનને અહીંયા નજીકના મોલ જવા માટે કહ્યું અને મુરુગન મને જણાવ્યા પ્રમાણે તે મોલમાં લઈ ગયો. હું મોલમાં દાખલ થયો. મારી પાસે ફરવા માટે સમય હતો એટલે કોઈ પ્રોબ્લેમ નહોતી અને આમ પણ મારે અહીંયા ટાઈમ પાસ કરવાનો હતો. મે મારા માટે અહીંયા આવતા પહેલા શોપિંગ કરી લીધી હતી છતાં પણ વિચારતો હતો કે કોઈ ઈચ્છા થાય તો ફરીવાર શોપિંગ પણ કરી લઈશ. સૌથી પહેલા હું કેફેમાં ગયો અને ત્યાં જઈને મસ્ત કોફીનો સ્વાદ માણ્યો પછી હું શોપિંગ સેક્શન બાજુ ગયો. હવે અહીંયા આવી ગયો હતો એટલે શોપિંગ કરવાનું મન થઈ ગયું પણ અવિ અને વિકી માટે. હું બહાર ગયો હોય ને ઘરે ખાલી હાથ જવું મને બિલકુલ પસંદ નહોતું. અવિ અને વિકી પણ જ્યારે બહાર જતા ત્યારે મારા માટે કાઈ ને કઈ લઈને આવતા હતા. હું એક શોપમાં ગયો અને ત્યાં જઈને અવિ અને વિકી માટે શર્ટ અને પેન્ટ પસંદ કર્યા અને એમના માટે લઈ લીધા. હું બિલ પે કરીને બહાર આવ્યો. મારા મગજમાં વિચાર આવ્યો કે હું આવી અને વિકી માટે કંઈક લઈ રહ્યો છું તો શિખા અને વંશિકા પણ બાકી ના રહેવી જોઈએ. શિખા મને દરેક વસ્તુમાં હેલ્પ કરતી હતી અને વંશિકા યાર એ તો મારી વધુ પડતી ખાસ હતી એટલે મારે બને માટે કંઈક લેવું જરૂરી હતું. આમ પણ આજ સુધી મેં વંશિકાને કોઈ ગિફ્ટ નહોતી આપી અને જ્યારે હું અમદાવાદ પાછો જઈશ ત્યારે અમે લોકો ચોક્કસ મળવાના હતા એટલે મને ખાલી હાથે જવું એના કરતાં એના માટે કંઈક ગિફ્ટ લઈને જવું વધુ યોગ્ય લાગ્યું. હું આગળ લેડીઝ સેક્શન બાજુ ગયો અને ત્યાં એક શોપમાં એન્ટર થયો. હું આટલા સમયથી વંશિકાને ઓળખતો હતો અને એનો એટલો ફાયદો હતો એટલિસ્ટ હું તેની પસંદ અને ફિટીંગ વિશે જાણી ગયો હતો. મને સૌથી વધુ પ્રોફિટ ત્યારે થયો જ્યાં ત્યાંની બિલિંગ કાઉન્ટર પર એક ગર્લ હતી જે મને ખૂબ મદદરૂપ થઈ.
"ગુડ ઇવિનિંગ સર વેલ્કમ" તેણે મને આવકાર આપતા કહ્યું.
હું :- ગુડ મોર્નિંગ મેમ. ઇફ યુ ડોન્ટ માઈન્ડ, આપ મેરી એક છોટી સી હેલ્પ કર શકતે હૈ?
શી :- યસ સર બોલીયે આપકો ક્યાં હેલ્પ ચાહીએ ?
હું :- મેમ મુજે અપની ફ્રેન્ડ કે લિયે શોપિંગ કરની હૈ, તો આપ સજેસ્ટ કર શકતે હૈ કુછ ?
શી :- જી સ્યોર, મે આપકો દેખાતી હું આપ ઉનકે ક્લૉથ કી સાઇઝ કહીએ.
હું :- મેડમ એકચ્યુલી આઈ ડોન્ટ નો અબાઉટ પરફેક્ટ સાઇઝ બટ આપકે જેસી હિ હૈ. પ્લીઝ ડોન્ટ માઈન્ડ બટ આપકી ફિટિંગ્સ...(હું અહીંયા માર ખાઈ ગયો મને બને માંથી એકની પણ કપડાની સાઇઝ ખબર નહોતી પણ વેઇટ આ જે મેડમ હતા તે હાઇટ અને બોડીમાં વંશિકા અને શિખાની જેવા દેખાતા હતા. હવે મારું કામ વધુ આસન થઈ ગયું હતું કારણકે વંશિકા અને શિખાની હાઇટ અને બોડી લગભગ સરખી હતી.)
શી :- ઓકે ઓકે, ડોન્ટ વરી સર. મે આપકી બાત સમાજ ગઈ. હોતા હૈ બહુત લોગોકો એસા... આપકો અબ સમજાને કી જરૂરત નહીં મે આપકી દિખાતી હું આપ ચાલીએ મેરે સાથે.
તે મને પોતાની સાથે લઈ ગઈ અને ત્યાં કપડાની લાંબી હરોળો લાગી હતી જ્યાં જીન્સ, ટી શર્ટ અને ટોપ હતા. તે ખરેખર ખૂબ સ્માર્ટ હતી. તે મારી વાત સમજી ગઈ હતી કે મને કઈ સાઈઝમાં જોઈએ છે અને ક્યાં ટાઇપના કપડાં જોઈએ છે એટલે તે મને તે સેકશનમાં લઈ ગઈ અને મને જણાવ્યું કે આપકો જો ભી ચાહીએ સબ વો યે સેકશનમે મિલ જાયેગા. મે તેનો આભાર માનતા થૅન્ક યુ કહ્યું અને તે પછી પોતાની જગ્યાએ જતી રહી. હું ત્યાં કપડાં પસંદ કરવા લાગ્યો. મારે બંને માટે જીન્સ અને ટી શર્ટ લેવાનું હતું. મે પહેલા જીન્સ લેવાનું નક્કી કર્યું. વંશિકા માટે મેં એક બ્લેક કલરનું જીન્સ સિલેક્ટ કર્યું અને શિખા માટે બ્લ્યુ કલરનું જીન્સ સિલેક્ટ કર્યું. પછી હું ટી શર્ટની હરોળમાં ગયો ત્યાં જઈને સૌથી પહેલા મે વંશિકા માટે એક ગ્રીન કલરનું ફૂલ સ્લિવવાળું ટી શર્ટ પસંદ કર્યું અને શિખા માટે રેડ કલરનું તેવું ટી શર્ટ સિલેક્ટ કર્યું. મે બંનેના કપડા સિલેક્ટ કર્યા અને ત્યાં પેલી મેડમ પાસે લઈને ગયો. તેણે મને બિલ આપીને પેક કરી આપ્યું અને હું બધી થેલીઓ હાથમાં લઈને બહાર નીકળી ગયો. મે ઘડિયાળમાં જોયું સાંજના ૭:૩૦ વાગી ચૂક્યા હતા હવે મારો વધુ ક્યાંય ફરવાનો પ્લાન નહોતો એટલે સુધી હોટલ જવાનું હતું. હું મોલની બહાર નીકળ્યો અને અમારી કાર પાસે ગયો જ્યાં મુરુગન કારમાં બેઠો હતો. હું કારમાં જઈને બેઠો અને અમે હોટલ જવા રવાના થયા. હોટલમાં જઈને હું ફ્રેશ થવા માટે ગયો અને બહાર આવીને જમવાનું ઓર્ડર કરી દીધું. થોડીવારમાં જમવાનું પણ આવી ગયું અને હું જમીને નવરા પડ્યો. મે મારો મોબાઈલ ઉઠાવ્યો અને વંશિકાને મેસેજ કર્યો. "જમી લીધું કે બાકી ?"
હું થોડીવાર મોબાઈલ ચલાવી રહ્યો હતો અને ફાઇનલી વંશિકાનો મેસેજ આવી ગયો.
વંશિકા :- હા જમી લીધું અને તમે ?
હું :- જસ્ટ હમણાં જમીને ફ્રી પડ્યો.
વંશિકા :- બહાર જમ્યા કે પછી હોટલમાં આવીને ?
હું :- હોટલમાં આવીને જમ્યો. ૮ વાગ્યા સુધીમાં આવી ગયો હતો.
વંશિકા :- સરસ કેવો રહ્યો દિવસ સર. મજા આવી મોલમાં ફરવાની ?
હું :- હા યાર મજા આવી અને શોપિંગ પણ કરી.
વંશિકા :- અચ્છા, એકલા ગયા હતા કે કોઈ હતું સાથે ?
હું :- એકલો જ ગયો હતો. કોઈ નહોતું સાથે એટલે વહેલો આવી ગયો.
વંશિકા :- અચ્છા તમને આદત નહીં હોય ને એકલા ફરવાની. આજ સુધી ગયા છો ક્યારેય એકલા ?
હું :- ના યાર હંમેશા અવિ અને વિકી હોય છે પણ આજે પહેલીવાર એકલો ગયો.
વંશિકા :- અચ્છા કોઈ વાત નહીં ફરી ક્યારેક હું આવીશ તમારી સાથે. આપણે સાથે જઈશું શોપિંગ કરવા ઓકે.
હું :- હા સ્યોર હું આવું પછી જઈશું.
વંશિકા :- હા પણ તમારું બિલ બહુ લાંબુ આવી જશે હા વાંધો નહીં ને ?
હું :- ના હવે એમ શું. તારા માટે આટલું તો કરી શકું ને.
વંશિકા :- અચ્છા, મજાક કરું છું. બાય ધ વે શું શોપિંગ કરી એકલા એકલા ?
હું :- ફક્ત કપડાં લીધા બધા માટે.
વંશિકા :- બધા માટે એટલે અવિ અને વિકી માટે ?
હું :- હા.
વંશિકા :- સરસ, ફક્ત એમના માટે જ લીધું. મારા માટે કાઈ યાદ ના આવ્યું તમને લેવાનું ?
હું :- અરે યાર હું ભૂલી ગયો.
વંશિકા :- હા, સારું ભૂલી જાવ ત્યારે.
હું :- અરે પાગલ મજાક કરું છું. તારે કહેવાની જરૂર નથી. તારા માટે અને શિખા માટે પણ લીધા છે.
વંશિકા :- ઑહ શું વાત છે. બાય ધ વે તમને મારી સાઈઝની કઈ રીતે ખબર પડી ?
હું :- બસ ખબર પડી ગઈ. તારે શું લેવા દેવા છે એ બધું ?
વંશિકા :- ના મારે જાણવું છે. તમને કઈ રીતે ખબર પડી ?
હું :- ત્યાં એક મેડમ હતા જે દેખાવમાં તારી જેવા હાઇટ બોડીવાળા હતા એટલે તેમણે મને હેલ્પ કરી આપી.
વંશિકા :- સરસ હવે એક કામ કરી મને ફોટો મોકલો હું પણ જોઉં તમે મારા માટે શું ખરીદી કરી અને તમારી ચોઇસ પણ જોઈ લઉં.
હું :- ના યાર કંઈક તો સરપ્રાઈઝ રહેવા દે અત્યારે. હું જ્યારે આવીશ ત્યારે તને આપીશ ત્યાં સુધી એને સરપ્રાઈઝ રહેવા દે.
વંશિકા :- સારું બસ જેવું તમે કહો એમ. આવો ત્યારે લેતા આવજો. હું પણ જોઈ લઈશ કે તમારી ચોઇસ કેવી છે.
હું :- લે તું પણ કેવી વાત કરે છે. તને ખબર નથી મારી ચોઇસ કેવી છે ?
વંશિકા :- અમમમ્મ....ના ખ્યાલ નથી.
હું :- તું પોતાને અરીસામાં જોઈ લે એટલે તને ખબર પડી જશે કે મારી ચોઇસ કેવી છે.
વંશિકા :- અચ્છા ફ્લર્ટિંગ...બાય ધ વે બહુ સારું ફ્લર્ટિંગ કરો છો. લાગે છે સારો એક્સપિરિયન્સ છે તમને.
હું :- અચ્છા, આને ફ્લર્ટિંગ કહેવાય યાર મને આજે ખબર પડી.
વંશિકા :- બાય ધ વે તમે બહારથી ભલે શાંત દેખાવ છો પણ અંદરથી ઘણા ફ્લર્ટિંગ ટાઈપના છો.
હું :- અચ્છા સાચે તને એવું લાગે છે પણ મને તો એવું લાગે છે.
વંશિકા :- મી તમને હું સારી રીતે ઓળખી ચૂકી છું.
હું :- હું પણ તને સારી રીતે ઓળખી ચૂક્યો છું.
વંશિકા :- અચ્છા ચાલો જણાવો શું જાણો છો મારા વિશે ?
હું :- એજ કે તું પણ અંદરથી બહુ તોફાની છું.
વંશિકા :- અચ્છા એવું. બહુ સરસ એ તો હજી આગળ ખબર પડશે કે કોણ કેટલું તોફાની છે.
હું :- સારું ત્યારે જોઈ લઈશું. બીજું કઈ ?
વંશિકા :- તમને થાક નથી લાગ્યો ?
હું :- કેવો થાક ?
વંશિકા :- અરે બહાર ફરીને આવ્યા છો તો થાક્યા હશો ને ?
હું :- હા થોડું થોડી.
વંશિકા :- હા તો ચાલો હવે આરામ કરજો. અત્યારે સૂઈ જાઓ કાલે સવારે ઓફિસ પણ જવાનું છે ને?
હું :- હા જવાનું જ છે ને. ચાલ તું પણ સૂઈ જા.
વંશિકા :- ઓકે બાય, ટેક કેર.
રાતના ૧૧:૩૦ વાગી ચૂક્યા હતા અને હવે અમારા મેડમે મને આરામ કરવા માટે આગ્રહ કર્યો જેને હું ના નહોતો પડી શકતો. આમ પણ હું થોડો થાકેલો હતો એટલે મને પણ સૂઈ જવું યોગ્ય લાગ્યું અને હું મોબાઈલ મૂકીને સૂઈ ગયો.