મહેલ-2 Key of the hounted threasure (Part-3)
કલ્પેશ પ્રજાપતિ
" નાથુ સૌપ્રથમ ભીખાભાઈ ને બોલાવી ને આ વાત જણાવ કે તેે બાળકીની કોઈએ હત્યા કરી છે અને ગામમાં કોઈપણ વ્યક્તિએ મહેલથી ડરવાની જરૂર નથી આ કામ કોઈ માનવીનું છે ભૂતનું નહીં." ઘેલાણીએ મહેલથી પોલીસ સ્ટેશન તરફ જતાં નાથુને કહ્યું.
" ઠીક છે સાહેબ હું ચોકી એ પહોંચીને તેમને ફોન કરીને બોલાવી લઉં." નાથુ એ ઘેલાણીને જવાબ આપતાં કહ્યું. પછી ગાડી સીધી પોલીસ સ્ટેશને જઈને ઉભી રાખે છે અને સીધો જ ભીખાભાઈ ને કોલ કરીને બોલાવે છે. થોડી જ વારમાં ભીખાભાઈ પોલીસ સ્ટેશને આવી જાય છે, ઘેલાણી તેમને બધી જ વાત વિસ્તારથી જણાવે છે, ઘેલાણી ની વાત સાંભળી ભીખાભાઈ તેમને મદદ કરવાં નું કહે છે અને સાથે તેઓ ગામમાં પંચાયત પણ બોલાવે છે અને ગામનાં તમામ લોકોને ઘેલાણી દ્વારા જણાવવામાં આવેલ વાત કરે છે અને જણાવે છે કે કોઈએ મહેલ થી ડરવાની જરૂર નથી.
" તો આ કામ કોઈ ભૂત નું નથી?" ભીખાભાઈ ની વાત સાંભળી પ્રિયાએ તેની પાસે બેઠેલાં મિત્રોને પૂછ્યું.
" તે બાળકી નું ખુન કોઈ મનુષ્ય એ કર્યું છે? પણ શું કરવાં? તેને આવું કરવાથી શું મળવાનું હતું?" પ્રિયાની વાત સાંભળી ખ્યાતિ એ પણ તેના મનમાં ઉદભવી રહેલાં પ્રશ્નો કર્યા.
" એ બધું જાણવાં માટે આપણે ઘેલાણી સર ને મળવું પડશે." ખ્યાતિ અને પ્રિયા નાં સવાલ નો ઉપાય શોધતા કેતન બોલ્યો. કેતન ની વાત બધાને યોગ્ય લાગે છે જેથી બધાં ભેગા થઈ ઘેલાણી ને મળવાં માટે પોલીસ સ્ટેશને જાય છે.
બધાંને જોઈ ઘેલાણી તેમને ત્યાં આવવાનું કારણ પૂછે છે.
" સર અમે તમારી પાસે પૂરી વાત વિસ્તારથી જાણવાં માટે આવ્યા છીએ કે એક્ચ્યુલી માં બધું શું થઈ રહ્યું છે." ઘેલાણી નાં સવાલનો જવાબ આપતાં બ્રિજેશ બોલ્યો. બ્રિજેશ ની વાત સાંભળી ઘેલાણી તેમને બેસવાનું કહી બધી જ વાત વિસ્તારથી સમજાવે છે.
" પણ સર મહેલમાંથી કોઈને શું જોઈતું હતું?" ઘેલાણી ની વાત સાંભળી જીગરે સવાલ કર્યો.
" કોઈ કીંમતી વસ્તુઓ હોય અથવા તો કોઈ ખજાનો હોય જેનાં વિશે તે વ્યક્તિને ખબર હોય." જીગર નાં સવાલનો જવાબ આપતાં નિતીન બોલ્યો.
" પણ કોઈને ક્યાંથી ખબર હોય કે અંદર કોઈ કીંમતી વસ્તુ કે ખજાનો છે કેમકે મહેલ તો વર્ષોથી બંધ હતો?" નિતીન ની વાત સાંભળી નિતીન ને સવાલ કરતાં પ્રિયા બોલી. પ્રિયાની વાત બધાને સાચી લાગી કેમકે મહેલમાં તેમનાં સિવાય કોઈ ગયું જ નહતું તો પછી આ કામ કોનું હોય.
" એવું પણ બને ને કે કોઈને તેનાં વિશે પહેલાંથી જ ખબર હોય?" પોતાનો તર્ક રજૂ કરતાં કેતન બોલ્યો.
" તને ખ્યાલ છે રિયા નો કોલ આવ્યો ત્યારે પુર્વી એ તને કોઈ નકશા ની વાત કરી હતી?" બધાં ચર્ચા કરી રહ્યા હતાં ત્યારે ખ્યાતિને પ્રિયા એ રિયા નો ફોન આવ્યો ત્યારે પુર્વી સાથે થયેલ વાત વિશે યાદ કરાવતાં પ્રિયા ને કહ્યું.
" અરે હા ઘેલાણી સર રિયા નો ફોન આવ્યો ત્યારે પૂર્વી એ મને મજાકમાં કોઈ નકશા વિશે વાત કરી હતી કે જે રિયા ની પાસે છે. નકશો શેનો છે તેનાં વિશે તેને ખબર નથી, તે નકશો રિયા ને તેના દાદાજીની ચોપડી માંથી મળ્યો હતો." ખ્યાતિ ની વાત સાંભળી પ્રિયા એ રિયા અને પૂર્વી સાથે થયેલ વાત વિગતવાર સમજાવતાં ઘેલાણી ને કહ્યું.
" શું રિયા સાથે હાલ વાત થઈ શકશે?" પ્રિયા ની વાત સાંભળી ઘેલાણીએ પ્રિયા સામે જોઈ સવાલ કર્યો.
" કદાચ એ કોલેજમાં હશે, પણ હું ફોન કરી જોઉં કદાચ ઉઠાવી લેતો !" ઘેલાણી ની સાંભળી પ્રિયા બોલી અને તરત જ તેનાં પર્સમાંથી મોબાઈલ કાઢીને રિયા ને ફોન લગાવે છે. ત્રીજી રિંગે તો રિયા ફોન રીસીવ કરી લે છે પ્રિયા રિયા ને જણાવે છે કે ઘેલાણી સરને તેની સાથે વાત કરવી છે પછી પ્રિયા ઘેલાણી ને ફોન આપે છે.
" રિયા કેવું ચાલે છે તારું ભણવાનું? અને તારી તબિયત કેવી છે?" ફોન કાને ધરી સૌપ્રથમ ઘેલાણી એ રિયાના હાલચાલ પૂછ્યાં.
" સર ભણવાનું તો સરસ ચાલે છે અને તબિયત પણ સારી છે, પણ.." રિયાએ ઘેલાણી ને જવાબ આપતાં કહ્યું પણ આગળ બોલતાં ખચકાય છે.
" પણ શું રિયા?" રિયા ને બોલતી અટકાતા ઘેલાણીએ રિયા ને પૂછ્યું.
" કાલે રાત્રે મને એક ડરામણું સપનું આવ્યું હતું, મને ગામ ની ચિંતા છે કેમકે તે સ્વપ્ન પહેલાં જેવું જ હતું." રિયા એ રાત્રે આવેલ તેનાં સ્વપ્ન વિશે ઘેલાણી ને કહ્યું.
" બેટા તે તારો વહેમ હશે કેમ કે ગામમાં બધું ઠીક છે." રિયાની વાત સાંભળી તેને સમજાવતાં ઘેલાણી બોલ્યાં.
" તો પછી પેલી બાળકીની હત્યા?" ઘેલાણીની વાત સાંભળી રિયાએ સવાલ કર્યો.
" તેના માટે તો તને કોલ કર્યો છે." ઘેલાણી એ રિયા ને કોલ કરવાનું કારણ જણાવતાં કહ્યું.
" હું કંઈ સમજી નહીં સર?" ઘેલાણી શું કહેવા માંગે છે એ ન સમજાતાં રિયા એ ઘેલાણી ને પૂછ્યું.
" મારો કહેવાનો મતલબ એમ છે કે કોઈએ તે બાળકીની હત્યા તેના ફાયદા માટે કરી છે. તેને તે મહેલમાંથી કંઈક જોઈતું હતું જેના માટે તેણે આવું કર્યું કે જેથી તેના કાર્યમાં કોઈ અડચણ પેદા ન થાય." ઘેલાણીએ રિયાને વિસ્તારથી સમજાવતાં કહ્યું.
" તો એમાં હું તમારી શું મદદ કરી શકું ?" ઘેલાણી રિયા પાસે શેની મદદ માંગે છે તે વિશે ન સમજાતાં રિયા એ ઘેલાણી ને પૂછ્યું.
" મારે એ જાણવું છે કે તારી પાસે જે નકશો છે તેના વિશે તને કંઈ ખબર છે તે શેનો છે? અને તેનો ફોટો તું મને whatsapp કે ઈમેલ કરી શકે છે?" ઘેલાણીએ રિયા ને નકશા વિશે પૂછ્યું.
" ના સર નકશા વિશે તો મને કંઈ ખબર નથી કે તે નકશો શેનો છે, કેમકે તે નકશો મને મારા દાદાજી ની ચોપડી માંથી મળ્યો હતો, હું તેનો ફોટો તમને ઈમેલ કરી દઉં છું." રિયા અત્યારે એ વિચારી રહી હતી કે ઘેલાણી ને નકશા વિશે કેવી રીતે ખબર અને તેમને નકશા થી શું કામ હશે કેમ કે આજ સુધી કોઈએ એ નકશા વિશે પૂછ્યું હતું કે તપાસ પણ નહોતી કરી.
" તું તારા દાદાને પૂછ્યા વગર તારી પાસે તેમની કોઈ વસ્તુ લઈ લે છે કમસેકમ તારે એમને પૂછવું તું તો ખરા." રિયા ની વાત સાંભળી એને ઠપકો આપતાં ઘેલાણી બોલ્યાં.
" શું કરું સર મારે તેમને પૂછવું હતું પણ ખબર નથી મેં જ્યારે તે નકશો જોયો ત્યારે ખબર નથી મને શું થયું મેં પૂછ્યા વગર તે નકશો મારી પાસે રાખી લીધો, કેમ હું ખુદ નથી જાણતી અને મને નકશાને ફેંકી દેવાનો કે ફાડી નાખવાનો વિચાર પણ નથી આવતો જ્યારે પણ તેને ફાડવાનું વિચારું છું પણ ખબર નથી કેમ ફાડી શકતી નથી."
" તારો કહેવાનો મતલબ તે નકશો માયાવી છે?" રિયા ની વાત સાંભળી ઘેલાણીએ રિયા ને પૂછ્યું. તેને પ્રિયાની વાત પર વિશ્વાસ નહોતો આવતો કે તે આવી વાતો કરી રહી છે.
" હા સર મને એવું જ લાગે છે અને હા બીજી એક વાત તે નકશો જ્યારથી મારી પાસે છે ત્યારથી તે મારી બુક માં જ હતો મેં ક્યારેય તેને જોયો નથી, પણ કાલે જ્યારે પૂર્વીએ નકશો મારી ચોપડી માંથી કાઢ્યો એ જ રાતે મને એ ડરામણું સ્વપ્ન આવ્યું." રિયાએ નકશાની રહસ્યમય વાતનું વર્ણન કરતાં ઘેલાણી ને કહ્યું.
" ઠીક છે રિયા તું મને તેનો ફોટો મોકલ હું તપાસ કરું છું." ઘેલાણીએ રિયા સાથે થોડી ઘણી ચર્ચા કરી ફોન મૂકી દીધો. રિયા એ ફોન મૂકી તરત જ ઘેલાણી અને નકશા નો ફોટો ઇમેલ કરી દે છે. થોડીજ વારમાં ઘેલાણી નાં ઈમેલ બોક્સ માં એક ઇમેલ આવે છે તે ઈમેલ રિયા નો હોય છે જેમાં તેણે નકશા નો ફોટો મોકલ્યો હોય છે ઘેલાણી તે નકશા નો ફોટો ઓપન કરે છે.
" આ નકશો તો અડધો છે!" નકશાનો ફોટો જોઈ તેનું નિરીક્ષણ કરતાં ઘેલાણી બોલ્યો.
" અડધો છે તો શું થયું?" ઘેલાણી ની વાત સાંભળી નાથુ એ સવાલ કર્યો.
" મતલબ થાય છે નાથુ એ મહેલમાં કોઈ નકશા ની શોધમાં જ ગયું હશે આ નકશા નો અડધો ભાગ મહેલમાં જ હશે. એટલે જ તે વ્યક્તિ મહેલમાં શોધતો હશે પણ કદાચ તે વ્યક્તિ ને અડધો જ નકશો મળ્યો હશે." ઘેલાણીએ તેમનો તર્ક રજૂ કરતાં કહ્યું.
" તમે હવે ઘરે જાઓ અને હા આ નકશા ની વાત કરતાં નહીં તમારાં ઘરવાળાને પણ નહીં, અને જો તમને કોઈ એવું વ્યક્તિ મળે કે જે નકશા વિશે તમને પૂછે તો તરત જ મને જાણ કરજો." ઘેલાણીએ બધાને તેમનાં ઘરે જવા માટે કહ્યું સાથે તેમને ચેતવણી પણ આપી.
" સર પણ આપણે તે વ્યક્તિને શોધીશું ક્યાં? અને કેવી રીતે? અને રિયા ના દાદા પાસે નકશા નો અડધો ભાગ ક્યાંથી આવ્યો? સર મને લાગે છે કે આપણે રિયાના દાદા ને મળવું જોઈએ તેમની પાસેથી માહિતી મળી શકે." બધાંના નીકળતાં જ નાથુ એ ઘેલાણી ને કહ્યું.
" નાથુ હું પણ એજ વિચારું છું, પણ વાંધો નહીં જે કોઈ પણ છે તે આ ગામ માં જ છે આજે નહીં તો કાલે આપણે તેને પકડી જ લઈશું અને હા રિયા ના દાદા ને પૂછી ને હવે કોઈ મતલબ નથી કે નકશો ક્યાંથી મળ્યો, કેમકે તેમને પૂછીશું તો બધાંને ખબર પડી જશે જેનાં કારણે આપણું કાર્ય મુશ્કેલ બની જશે અને તે ગુનેગાર સાવધાન થઈ જશે જેથી તે આપણી પકડથી દૂર થઈ જશે. હવે આપણે તે વ્યક્તિને શોધવાનું છે જેણે આ બધું કર્યું છે." નાથુ ની વાત સાંભળી ઘેલાણી બોલ્યો.
To be continued............