એક વખત ની વાત છે જ્યારે એક યુવા પોતાના મિત્ર સાથે એક ખુલ્લા મેદાન માં રમી રહ્યો હતો ત્યારે તેને અને તેના મિત્રને માત્ર ને માત્ર મોજ શોખ સિવાય બીજું કઈ દેખાતું પણ ન હતો અને વાસ્તવિકતા પણ એ જ છે કે એક યુવા અવસ્થામાં બાળકને હર હંમેશ ખેલકૂદ સિવાય કાંઈ દેખાતું ન હોય પણ વાત જાણે એમ છે, એક વખત તે જ્યારે રમતો હતો ત્યારે તેને બે વીંછી ને એકબીજાની સાથે શિકાર કરતા જોયા ત્યારે તને વિચાર આવ્યો કે લે આ તો વળી કેવી દુનિયા કે પોતાનું અસ્તિત્વ અટકાવવા માટે આપણે જે રીતે મોજ કરીએ છીએ તે રીતે જ આ લોકો મોજ કેમ નથી કરતા પર ખરી વાત તો ત્યારે થાય છે જ્યારે આ દ્રશ્ય ની વાત તે તેના ઘરે જય તેના ઘરમાં બેઠેલા તેના દાદા ને કહે છે કે આજે તેને કંઈક આવું દ્રશ્યો ખેલકૂદ દરમિયાન નિહાળ્યું હતું.
એટલા મા તેના દાદાએ તેને કહ્યું કે બેટા હર હંમેશા જ્યારે કોઈ શિકાર કરતો હોય છે ત્યારે તેનો મર્મ સમજવો પણ એટલો જ જરૂરી હોય છે આજે જ્યારે ઈશ્વર એ આપણને મનુષ્ય દેહ આપ્યો છે ત્યારે આપણે તે તમામ વસ્તુઓ મેળવી શકીએ છીએ પોતાના જીવન નિર્વાહ માટે જ્યારે તે વીંછી એક પામર જીવ છે તેનો પણ ઉદ્ભવ એ કુદરતે જ કર્યો છે પણ તેનો અર્થ એ નથી કે તેને આપણે ગેર વ્યાજબી સમજીએ સાચો અર્થ તો એ છે કે તેને સ્વીકારી લીધું છે કે એક નવી સવાર પરિવર્તન તો આવશ્યક છે કારણ કે જો તે પરિવર્તનને સ્વીકારશે નહીં તો તેને પોતાનો દેહ છોડવો પડશે એટલા માટે જ તે હર હંમેશ એક નવી ઉર્જા સાથે પોતાના દિનચર્યાની શરૂઆત કરે છે.
પરિવર્તનને સ્વીકારો, જીવનના હેતુમાં ગહન પરિવર્તનનો સમાવેશ થાય છે,જૂનાને છોડીને અજાણ્યાને સ્વીકારવાનું શીખો, નબળાઈમાં વૃદ્ધિ શોધો અને ભયનો સામનો કરો. તો જ તમે કંઈક કરી શકશો અન્યથા સમય તો જતો જ રહેશે અને સમય ચાલતો જ રહેશે સમય વીતી પણ જશે અને જ્યારે સમય આવશે ત્યારે એક જ મનમાં અહેસાસ રહેશે કે શા માટે હું આ ન કરી શક્યો તેથી બેટા તે જ સ્વીકારવું જોશે કે જે કંઈ શીખો તેનો અમલ ધીરે ધીરે શરૂ કરવા માંડો કારણકે એકવાર શરૂ થયેલું કાર્ય હર હંમેશ એક નખર પરિણામ લાવે છે જ્યારે કોઈપણ કાર્યની શરૂઆત જ ન થઈ હોય તો તેનું પરિણામ વિચારવું પણ એક ઘેલછા કહેવાય એટલા માટે જ સ્વામી વિવેકાનંદ ની એક વાત એક વાત એ છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો તમારા ભાગ્યના વિધાતા તમે પોતે જ છો એટલા માટે જે રીતે બેઠા તમે પોતાનો દિવસ ખેલ કુદ પાછળ બગાડો છો તે વ્યાજબી છે પણ ઘણીવાર આપણે એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે જે વસ્તુ પાછળ હું મારો સમય આપી રહ્યો છું તે ખરા અર્થમાં ભવિષ્ય માટે મારા માટે કોઈ સારી તકો ઊભી કરશે એટલા માટે જ બેટા ખેલકૂદ પણ એવા જ પસંદ કરો કે જેને લઈને ભવિષ્યમાં તમને આનંદ તો મળે પણ સાથોસાથ એક એવું પરિવર્તન મળે જેની કદી તમે કલ્પના પણ ના કરી હોય એટલે જ કહેવાય છે કોઈપણ એવી વસ્તુ પાછળ પોતાનો સમય લગાવો કે જે પરિવર્તન અને બદલા હર હંમેશા આવતા હોય કારણ કે પરિવર્તન સિવાય તમારી કંઈ ઓળખ નથી કારણ કે પરિવર્તન એ સાબિત કરે છે કે તમે ગમે તે પરિસ્થિતિમાં પોતાનું પ્રબળ અસ્તિત્વ જાળવી રાખ્યું છે.