Vitamin N in Gujarati Human Science by Vvidhi Gosalia books and stories PDF | વિટામિન 'N'

Featured Books
Categories
Share

વિટામિન 'N'

Page 1:

હું માણસ ખરાબ નથી,
પણ “ના” પાડવાથી બની જઈશ તો...

મારી દરેક 'હા' મને ખર્ચતી ગઈ,

કમાયુ કઈ નહીં પણ ખર્ચાય ઘણું ગયુ...

આ સમજાયુ ત્યાં સુધી સતત “હા” પાડવાની આદત પડી ગઈ, 

પોતાની પ્રાયોરિટી બીનજરુરી સમજવાની ફરજ પડી ગઈ.

 

Page 2:

બીજાની નજરમાં સારા રહેવા માટે,

પોતાની નજરમાંથી ક્યારે સરી પડ્યા ખબર ના પડી, 

તારીફની રાહ જોતા રહીં ગયા, 

ન પોતા માટે ફૂરસત મળી, ન ક્યારે આવી તારીફ સાંભળવાની ઘળી.

'ના' ન પાડવાની કિંમત આખરે ખૂબ ભારે ચૂકકાવી પડી. 

 

Page 3:

કોઈકને ક્યારે મદદ જોતી હતી, 

તો કોઈને ક્યારેક સમય...

મારી 'હા' ની જરુર ઘણાં ને પડી, પણ કદર કોઈએ ન કરી, 

ન કોઈએ મારી 'હા' પાછળ છુપાએલી ગળમથળ સમજી, ન મને સમજી

પણ

સમજાતુ નથી કે 'ના' ન પાડવાની ટેવ ખોટી પડી, કે વ્યક્તિ ખોટી મળી..

 

Page 4:

આ લત કદાય બાળપણથી જ લાગી, 

ના, નહીં જેવા શબ્દો સારા વ્યક્તિ થોડી બોલે...

ના પાડવુ એટલે.... 

અપમાન,

સેલફિશ વ્યવહાર..

આ અર્ધસત્ય ને પૂર્ણસત્ય માની ને,

સેલફિશ ન બનયા

પણ ઘણી વાર સેલ્ફ રિસપેક્ટ ગુમાવ્યુ...

'ના' પાડવાની કદર પોતાને સમજાય

પણ બીજાને 'હા' ની વેલ્યૂ ન કરાવી શકયા..

 

Page 6:

કારણ શું કે કારણ કોણ?

આપણે પોતે જ!

કારણ, બીજાને ના પાડવા પહેલા... 

પોતાને 'ના' પાડવી પડે છે,

ના, હું દરેક વખતે હા નહીં પાડુ.

 

Page 7:

Exercise 1 (શાંતિમાં):
એક વ્યક્તિનું નામ વિચારો
જેને તમે વારંવાર “હા” કહો છો
પણ અંદરથી થાકી ગયા છો.

કશું લખશો નહીં.
માત્ર સ્વીકારો.

હવે એ વ્યક્તિ પાસે તમે ક્યારેક મદદ માંગી હોય અને એણે ન કરી હોય એ પ્રસંગ યાદ કરો...

કદાચ સાચે એ મદદ કરી શકે એવી સ્શિતિ માં નહીં હોય પણ જો તમે એની જગ્યા પર હતે તો ચોક્કસ ઓઉટ ઓફ ધ વે જઈને પણ મદદ કરતે..

ઘણાં લોકો પાસે આવડત હોય છે, ના પાળીને પણ છબી ખરાબ ન થવા દે

અને અમૂક લોકો સહજ હોય છે જે હંમેશ હા પાળને પણ પોતાની કિંમત સામેવાળાને નહીં કરાવે...

તમને ના પાડતા નથી આવળતુ એ તો પ્રોબ્લેમ છે જ 

પણ તમે ના કેમ નથી પાડી શક્તા એ વધુ મોટી પ્રોબ્લેમ છે.

ડર, પ્રેમ કે ટેવ?

 

Page 8:

તમે જે લોકોને ગુમાવવાના ડરથી
“ના” નથી કહેતા
એ લોકો
તમને સાચે સમજે છે?

જો જવાબ “હા” નથી,

તો તમારી ના પાડતા શીખી જવું જોઈએ. 


Page 9:

જો ના સાંભળીને કોઈ દૂર થઈ જાય 

તો

ખૂશ થજો...

જે કામ 100 'હા' ન કરી શકે એ કામ એક 'ના' એ કરી દીધુ,

ન સમજયા...

તમને તમારી સ્પેસ અપાવવાનુ કામ. 

 

Page 10:

કોઈ ગિલ્ટી ફીલ કરાવશે, 

કોઈ ખોટા ઠેહરાવશે,

'હા' સાંભળવાની એવી સવઈ પડી છે, 

તો 'ના' જલ્દી પચશે ક્યાથી?

 

Page 11:

તમારી જવાબદારી ફક્ત 'ના' પાડવાની છે,

સામેવાળા 'ના' નો શુ અર્થઘટન કરે છે એની નહીં. 

 

Page 12: 

Exercise 2 (લખીને):

“હું ‘ના’ નથી કહતો કારણ કે ______.”

આ ડર છે, 

આ સત્ય છે, 

આને સમજાવાની, સમજ્યા બાદ સ્વીકારવાની અને સ્વીકાર્યા બાદ બદલવાની જરુર છે.


Page 13:

'ના' ન પાડવાના માત્ર 3 કારણ હોય શકે, 

એક ડર અને બીજો પ્રેમ અને ત્રીજી આદત

જે તમારી 'ના' ન સમજી શકે એ વ્યક્તિ માટે આમાથી કઈપણ ફીલ કરવાનો કોઈ ફાયદો નથી.  

 

Page 14:

ના માત્ર એક શબ્દ નથી, એક બાઉનડ્રી છે જેની મર્યાદા તમારે નક્કી કરવાની રહેશે....

તમે નહીં કરો તો કોઈ બીજુ ક્યારેય નહીં કરે.

 

 

Page 15:

પહેલી 'ના' અઘરી હશે,

તમારા માટે પણ અને સામેવાળા માટે પણ...

ના પાળયા બાદ, મન વેલીડેશન માંગશે...

બીજીવાર ના ન પાળવાના બાહાના શોધશે,

આ અનકમફર્ટેબલ ફીલિંગ લાઈફને ટૂંક સમયમાં ખૂબ ક્મફર્ટેબલ બનાવશે, 

કારણ જે “ના” સ્વીકારી નથી શકતી
એ તમારી હાજરીને
privilege નહીં
right સમજે છે.

જે 'ના' ન સ્વીકારી શકે એ કદાચ તમને સેલફીશ કહેશે, 

ટીકા પણ કરશે,

પણ યાદ રાખજો...

બધાની તારીફ હાસલ કરવાની દોળનો કોઈ અંત નથી, નથી કોઈ પ્રમાણ...

જેની જેવી જરુર એવો એનો પ્રમાણ,

આવા દંભી પ્રમાણ કેટલો જ આનંદ આપશે?

 

Page 16:

જ્યારે કોઈ તમારી 'ના' પર સવાલ ઉઠાવે ત્યારે કહેજો કે 

“ના” દિવાલ નથી, દરવાજો છે જે ફકત તમે ખોલી શકો છો, તમારી પસંદગીથી ખોલો.

 

Page 17:

રોજ વાંચજો...

હું મારી પ્રાયોરિટી છું. 

ક્યારે મારા મનની શાંતિ માટે ના પાળવી અનિવાર્ય છે.

મારો સમય ખૂબ મૂલ્યવાન છે, બીનજરૂરી હા પાછળ હું એને વેળફિશ નહીં. 

 

Page 18:

આ પુસ્તક
તમને બદલશે કે નહીં એ તો તમારે નક્કી કરવાનું છે...

પણ તમને
તમારી પાસે
પાછા લાવશે.

અને એ જ
Vitamin N છે.

 

એક 'ના' ભવિષ્યની ઘણી બિનજરુરી હા ને અટકાવશે...

આજે 'ના' પાળવાનું નહીં શિખો તો ....

 

આનો જવાબ તમને ખબર છે.