જો તમારે પોતાની અંદર ચેન્જીસ લાવવા હોય તો શું કરો ? કઈ વધારે કરવાની જરૂર નથી . કેટલીક બૂક છે એ વાંચવાની શરૂઆત કરો.
મારા લીસ્ટમાં કેટલીક બુક છે જે હું જણાવું
(૧) સૌથી પહેલી બુક છે ધ સીક્રેટ ... તમે જે માંગો એ બધું જ તમે મળી જાય. બસ એના માટે જરૂર છે તમારી જરૂરત ને પહોચાડવાની. આ બ્રહ્માંડમાં કોઈક તો એવી શક્તિ છે જે તમને બધું આપવા માટે તૈયાર છે. જે તમારા સંબધો સુધારવા માટે મહેનત કરે છે. જે તમને એક સારી જીવન જીવવાનું પ્રોત્શાહન આપે છે. બસ આ જ બધું છે આ બુક માં. સમય ન હોય તો વસાવી લેજો. જયારે સમય મળે ત્યારે વાંચી લેજો. પણ વાંચતા રહેજો.
(૨) The Richest man in Babylon ૧૯૨૦ માં લખાયેલ પુસ્તક આજે ૨૧ મી સદીમાં પણ ખુબ જ પ્રખ્યતા છે. ગરીબી માંથી તવંગર બનવા માટે પોતાની આવક નાં ૧૦ માં ભાગને અલગ કરવાનું શીખવતી આ પુસ્તક તમારો બાળક ૧૫ વર્ષ નો થાય ત્યારે જ વાંચવા આપજો. અને એના એક એક શબ્દ ઉપર અમલ કરવાનું જણાવજો. આ પુસ્તક પણ ધર માં વસાવી લેજો.
(3) The Power of Your Subconscious Mind… આપનો Subconscious Mind કેવી રીતે કામ કરે છે અને એના કેટલા બધા ફાયદા થાય છે એ જણાવતી આ પુસ્તક પણ ખુબ જ સારી છે. આ પુસ્તક નાં અમુક ભાગ તો દર રોજ પાંચ મિનીટ કાઢીને પણ વાંચી લેવા જોઈએ.
(૪) THE ALCHEMIST જ્યારે તમે ગુગલ ઉપર સર્ચ કરો અને લાખો કે દુનિયાની સૌથી પ્રખ્યાત પાંચ બુક નાં નામ તો રિજલ્ટમાં આ બુક તો હોય જ. અને એજ દર્શાવે છે કે આ બુક કેમ વાંચવી જોઈએ. “The Alchemist is a beautiful book about magic, dreams, and the treasures we seek elsewhere and then find at our doorstep.” —Madonna in Sonntag Aktuell (Germany) . આ જે શબ્દો લખ્યા છે એને એક વાર વાંચો અને આ આ બુક આજથી જ વાંચવાનું શરુ કરો.
(૫) આ બધામાં મારી સૌથી ફેવરેટ કહી શકાય એવી એન્ટોન ચેખવ ની “ધ બેટ “ જેમાં કેટલાક લોકો નાં માટે મુત્યુ દંડ જ સારી સજા કહેવાય અને કેટલાક નાં મતે આજીવન કૈદ એ સારી સજા કહેવાય અને આ જ ચર્ચા વિચારના ઉગ્ર થતા અંતે જે પરિણામ આવે છે એ વંચવા માં જે મજા છે એ કશા માં પાન નથી.
(૬) ચાલો આ તો થઇ ઇન્ડીયા બહારનાં લખાણો . હવે જો ભારતીય લેખકોને વાંચવા હોય તો મુનશી પ્રેમચંદ થી શરૂઆત કરો. મુન્સી દ્વારા આપણને આપવામાં આવેલ ખજાનામાં સૌ પ્રથમ ગોદાન, દો બેલો કી કહાની. ઇદગાહ વગેરે. જ્યારે વાત ભારતીય સાહિત્ય ની આવે તો આર કે. નારાયણ કેવી રીતે ભૂલી શકાય. એમનાં દ્વારા લખવામાં આવેલ લખાણો પણ એક અલગ જાદુ કરે છે. એક આખા કાલ્પનિક સહેરને વિકસિત કરવું એ માત્ર આર.કે. નારાયણ જ કરી શકે છે.
(૭) જ્યારે વાત સાહિત્ય ની થાય છે તો ગુજરાતી લેખકો ને પણ યાદ કરવા જોઈએ. ક.માં. મુન્સી નાં લખાણો. ઝવેર ચંદ મેધાનીની વાર્તાઓ. ધૂમકેતુની ટૂંકી વાર્તાઓ. અહા... કેટલા અદ્ભુત લેખો છે. ડગલે ને પગલે કઈ શીખવાડી જાય એવા.
(૮) સુધા મૂર્તિ ને વાંચી લેજો આદિવાસી વિસ્તારો અને પછાત વિસ્તારો માં જઈ ત્યાંના જીવનનું વર્ણન કરવું કોઈ નાની વાત નથી. એવા લોકો નાં જીવનને સુધારવામાં કેટલી મહત્વ ની કામગીરી કરેલ છે એ તો માત્ર એમને વાંચીને જ સમજી શકાય.