બ્રેડવાળા યાકુબની અમર વાર્તા
જર્મનીના એક નાનકડા ગામમાં યાકુબ નામનો એક યહૂદી બ્રેડવાળો રહેતો હતો. તેની બેકરી આખા વિસ્તારમાં લોકપ્રિય હતી. સવારે જ્યારે તેની તાજી બ્રેડઓની મીઠી-મીઠી ખુશ્બુ ગલીઓમાં ફેલાતી, ત્યારે લોકો ઊંઘમાંથી જાગીને બારીઓ ખોલી દેતા. યાકુબ કહેતો કે, “બ્રેડ માત્ર લોટ અને પાણીથી નથી ફૂલતી, તેમાં પ્રેમની ગરમાહટ હોવી જોઈએ. જો તું બીજાના હૃદયમાં ગરમી ભરીશ, તો તારું જીવન પણ ગરમ રહેશે.”
પરંતુ સમય બદલાયો. બીજા વિશ્વયુદ્ધની કાળી છાયા ચારે તરફ ફેલાઈ. એક ઠંડી રાતે યાકુબને તેના પરિવારથી અલગ કરી દેવામાં આવ્યો અને એક માલગાડીના ડબ્બામાં ઠૂંસી દેવામાં આવ્યો. તે ડબ્બામાં સેંકડો લોકો ભરાયેલા હતા, જેઓ કોન્સન્ટ્રેશન કેમ્પ તરફ લઈ જવાતા હતા.
ભયાનક રાતનું અંધારું
બહાર હિમવર્ષા પડતી હતી અને ડબ્બાની અંદરની ઠંડી જાનલેવા હતી. ન કોઈ બારી, ન કોઈ ધાબળો. લોકો ભૂખ અને ઠંડીથી તડપી-તડપીને મરી રહ્યા હતા. યાકુબે જોયું કે તેની બાજુમાં એક વૃદ્ધ માણસ બેઠો છે, જે ઠંડીથી પીળો પડી ગયો હતો. તે વૃદ્ધ એટલો દુર્બળ હતો કે કદાચ સવારનો સૂરજ પણ નસીબ ન થાય.
યાકુબ પોતે પણ ધ્રૂજી રહ્યા હતા, પરંતુ તેમણે તે અજાણ્યા વૃદ્ધને એકલો ન છોડ્યો. તેમણે તેના ઠંડા હાથ પોતાના હાથમાં લીધા અને ઘસવા લાગ્યા. આખી રાત તેમણે તે બુઢ્ઢાના પગ, ચહેરો અને હાથ મસળ્યા, જેથી તેના શરીરમાં લોહી જામી ન જાય. જ્યારે યાકુબ થાકી જતા, ત્યારે તેને છાતી સાથે વળગાડી લેતા, જેથી પોતાની છાતીની ગરમાહટથી તેની સાંસો ચાલુ રહે.
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः ।
परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम् ॥
વૃક્ષો પરોપકાર માટે જ ફળ આપે છે, નદીઓ પરોપકાર માટે જ વહે છે. ગાયો પરોપકાર માટે જ દૂધ આપે છે, અને આ શરીર પણ પરોપકાર માટે જ છે.
ચમત્કારની સવાર
આખી રાત યાકુબે પોતાને સૂવા ન દીધા. તેઓ એક જ ધુનમાં લાગી ગયા – આ વૃદ્ધને બચાવવો જ છે. જ્યારે સવારની પહેલી કિરણ ડબ્બાની તિરાડોમાંથી અંદર આવી, ત્યારે ત્યાંનું દૃશ્ય ભયાનક હતું. ઠંડી એટલી ભીષણ હતી કે ડબ્બામાંના લગભગ બધા લોકો કાતિલ ઠંડી થી તળફડી ને મરી ગયા હતા.
આખા ડબ્બામાં માત્ર બે જ લોકો જીવતા બચ્યા – યાકુબ અને તે વૃદ્ધ માણસ.
ઠંડી રાતે ગરમી આપી, બીજાને બચાવી પોતે બચ્યો.
પ્રેમની આગમાં જીવન બળ્યું, મૃત્યુના મોંમાંથી જીવ લાવ્યો.
જીવનનો ગંભીર પાઠ
વર્ષો પછી, જ્યારે યાકુબ પાસેથી પૂછવામાં આવ્યું કે તે મૃત્યુની આ સફરમાં કેવી રીતે બચી ગયા, ત્યારે તેમણે એવી વાત કહી જે આજે પણ વિશ્વ માટે પ્રેરણા છે. તેમણે કહ્યું:
“તે રાતે તે વૃદ્ધને ગરમાહટ આપતાં-આપતાં મારા પોતાના શરીરમાં લોહીનો પ્રવાહ ચાલુ રહ્યો. તેને બચાવવાની કોશિશમાં હું પોતે બચી ગયો. જો હું માત્ર પોતાની જાણ બચાવવા ખૂણે ઠુંથીયું વાળી ને બેસી રહ્યો હોત, તો હું પણ બીજા જેવો ઠંડા પવનને લીધે બરફમાં જામીને મરી ગયો હોત. જીવનનું ગણિત સાદું છે – જ્યારે તું બીજાના હૃદયને ગરમાહટ આપે છે, ત્યારે પ્રકૃતિ તને પણ ગરમ રાખે છે.”
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ (ભગવદ્ગીતા ૨.૪૭)
તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, તેના ફળમાં કદી નહીં. તું કર્મના ફળનો હેતુ ન બન, અને અકર્મમાં પણ તારી આસક્તિ ન હો.
“પરના ભલામાં પોતાનું ભલું”
સ્વાર્થ આપણને એકલા અને કમજોર બનાવે છે, જ્યારે નિસ્વાર્થ સેવા આપણને એવી શક્તિ આપે છે જેને મૃત્યુ પણ હરાવી શકતી નથી. માનવતાની સેવા જ વાસ્તવમાં પોતાની સુરક્ષા છે.
परहित सरिस धर्म नहिं भाई । पर पीड़ा सम नहिं अधमाई ॥
પરહિત જેવો ધર્મ બીજો કોઈ નથી, અને બીજાને પીડા આપવા જેવું અધર્મ બીજું કોઈ નથી.
જ્યારે આપણે બીજાના જીવનમાં પ્રકાશ ભરીએ છીએ, ત્યારે આપણો માર્ગ આપોઆપ પ્રકાશિત થઈ જાય છે.