When a person seems confused, judge their silence. in Gujarati Motivational Stories by Mital Patel books and stories PDF | માણસ અકળ લાગે ત્યારે તેનાં મૌનને પારખજે

Featured Books
Categories
Share

માણસ અકળ લાગે ત્યારે તેનાં મૌનને પારખજે

માણસ અકળ લાગે ત્યારે, તેનાં મૌનને પારખજે......

કેટલીક વાર અસમંજસ પ્રત્યેક ક્ષણે અનુભવાય, મન મગજ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય અને નિર્ણયશક્તિ થોડી મંદ પડતી લાગે ત્યારે, પોતાનાં જીવનને પોતાની જાતને રફતારવાળી જિંદગીમાંથી થોડી સ્પેસ આપવાનો સમય થઈ ગયો છે એવું સમજજો.

રસ્તો અકળ લાગે ત્યારે ,
અટકીને જાત જોડે સંવાદ કરજે..!!

વ્યવહાર અકળ લાગે ત્યારે,
સંવાદિતાના મૂલ્યોને ચકાસજે..!!

માણસ અકળ લાગે ત્યારે,
તેનાં મૌનને પારખજે..!!

સંવાદિતા ખૂબ જરૂરી હોય છે, એ માણસને પોતાની જાત સાથેની હોય કે માણસની સૌથી નજીકનાં માણસ સાથે હોય. જ્યારે "સંવાદ"નું પાણી સિંચવામાં નથી આવતું ત્યારે, "સંબંધ" નામનો છોડ કરમાઈ જાય છે. કેટલીકવાર કલાકો વાતો કર્યા પછી પણ શાતા નથી મળતી અને કેટલીક વાર બે મિનિટનો સંવાદ જીવાડી જાય છે. કેટલીકવાર શબ્દો મારે છે અને કેટલીકવાર અશાબ્દિક સંવાદ ખૂબ જ સારી રીતે આપણને સાંભળે છે. આ જગતમાં કોઈ જ વસ્તુ અને બાબતને માત્ર તાર્કિક રીતે વિચારવું કે મુલવવું ક્યારેય યોગ્ય નથી હોતું‌. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા આપણે વળતર અને બીજા બધા પાસા વિચારી શકીએ. સંબંધમાં ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કોઈ વળતર કે સ્વાર્થની પૂર્વધારણા ક્યારેય નથી બાંધી શકતાં.

"શોધયાત્રા" ક્યારે "સ્વ"યાત્રા બની જાય તેની તર્કબધ્ધ જાણ જાતનેય નથી હોતી. પણ આ અકળ વિશ્વમાં કંઈક તો ચાલક બળ છે જે જીવાડે છે." સાચું" જીવાડે છે. કેટલીકવાર આપની ફ્રિક્વન્સી મેચ થાય તેવાં વ્યક્તિઓ સાથેનો સંવાદ જિજીવિષા જાળવી રાખે છે. સારાં વિચાર માત્રથી આપણી આજુબાજુનો ઓરા જો બદલાઈ જતો હોય તો, હકારાત્મકતાની ઉજવણી જે આપણી પાસે છે તેની કદર અને સારું દરેકમાં શોધી લેવાની વૃત્તિ શા માટે આપણે કેળવવી ના જોઈએ!!

બિલિવ ઈન યોર સેલ્ફ

વાર્તાનો અંત એ આખી જીવેલી વાર્તાનું સરવૈયું, અર્થ અને નીતાંત હોય છે. અને આ અર્થસભર જીવ્યાનો પુરાવો ત્યારે જ મળે, જ્યારે આત્મવિશ્વાસના દીવા થકી તમે કેડી કંડારી, દરેક વ્યવહાર દરેક સંબંધ અને દરેક નૈમિત્તિક કર્મોમાં અજવાળું રેડી શકો. "ઉજાસ હોવો" અને "અજવાળું થવું" બંને અલગ વસ્તુ છે. કેટલીક વાર અજવાળું આપની આજુબાજુ હોય જ અને આપણે જ આંખો બંધ કરી દીધી હોય એવું પણ બને. "અંતઃ ચક્ષુ" ઉઘડે ઉજાસ ભીતરથી ખુલે તો જ અજવાળું બહાર પરખાય છે. અથવા બહારનાં અજવાળાની અનુભૂતિ કરી શકાય છે. આપણી જીવનયાત્રા પ્રસિદ્ધિ, મોટાઈ, એવોર્ડ, પદ, દેખાડા, મહત્વકાંક્ષાઓની સીધી લીટીમાં માત્ર પૂરી ન થવી જોઈએ. "બાહ્યયાત્રા" એ જીવનનું અંત્યબિંદુ ક્યારેય ન હોઈ શકે. "અંતઃયાત્રા" એ તો "સ્વ" ને ઓળખવો, જીવનનો સાચો મર્મ સમજવો, જીવનની આંટીઘૂંટીઓમાંથી પોતાની જાતને વધુ સમૃદ્ધ અને અંત:યાત્રાનો મુસાફિર બનાવતા જવું એ છે. "સ્વ" થી "સૌ" અને "સમષ્ટિ" સુધી આપનું કેન્દ્રબિંદુ વિકસે ને ત્યારે જ આપણો ખરો વિકાસ થયો એમ કહેવાય.

મિત્તલ પટેલ
" પરિભાષા"

Mitalparibhasha.blogspot.com