નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે ""સંસ્કાર"" મિત્રો જીવનમાં જાણતા અજાણતા તમે કેટલીયે ભૂલો કરી હશે.. પણ એ ભૂલો તમે તમારા સંતાનો ને જણાવશો નહીં... કેમકે સંતાનો એ અખતરો કરવા જશે તો મુશ્કેલી માં મુકાશે.. તો મિત્રો તમે જે ભૂલો કરી હોય એનું એક ઉદાહરણ બનાવીને સંતાનો ને સમજાવો કે જો બેટા આમ કરવાથી આવું થાય.. તો એ ભૂલ સંતાન ના કરે.. મિત્રો સંસ્કાર ટોપિક ઉપરથી હું એમ કહેવા માંગુ છું કે બાળકો ને એવા સંસ્કાર આપો કે એ કોઈ ક્ષેત્ર માં પાછું પડે નહીં... અમુક માબાપ બાળકો ને એવુ શીખવાડે કે એને આપણને એક મારી તો આપણે બે મારવાની.. પણ મિત્રો એ બે મારવાથી સમસ્યા ક્યાં પહોંચી શકે એની તમને કલ્પના નહીં હોય.... પણ બાળકને એવુ કહો... કે જો કોઈ વગર વાંકે આપણને કાંઈ કહે તો આપણે એના જેવા નહીં થવાનું.. આપણે સાહેબ ને કહી દેવાનું કે પછી એની મમ્મી કે પપ્પાને કહી દેવાનું.. જો તું એના જેવો થઈશ તો તારામાં અને એનામા ફરક શું..? જો બેટા જીવનમાં આગળ જવુ હોય તો મુશ્કેલી ઓ તો આવવાની જ.. પણ આપણે કાયદેસર સંઘર્ષ કરી આગળ વધવાનું છે.. બેઈમાની કરીને નહીં.. આવી સમજણ, આવા સંસ્કાર દરેક માબાપે પોતના સંતાનને આપવા.... વડીલો નું માન રાખવું, ગુસ્સો કરવો નહીં, બધા સાથે હળીમળી રહેવું.. સમસ્યા ચાહે કેટલી પણ મોટી કેમ ના હોય પણ એમાં થી બહાર નીકળવાનો રસ્તો શોધવો.. હંમેશા સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી મંદિરે પગે લાગી મમ્મી પપ્પાને પગે લાગવું... અને સૂરજ દેવ ને જળ ચડાવી કહેવું.. કે હે સૂરજદાદા મારો આજનો દિવસ સારો જાય એવુ કરજો... પણ જો તમે નિયમિત નહીં બનો ને આળસ કરશો તો શાયદ દિવસ ખરાબ પણ જાય....મિત્રો જો તમારા સંસ્કાર યોગ્ય હશે તો તમારું બાળક ક્યારેય ખરાબ દિશામાં નહીં જાય ને ક્યારેય કુસંગે નહીં ચડે.. 10 મિત્રો બેઠા દારૂ ની મહેફિલ માં તો 9 જણા દારૂ પીવે.. પણ એક જણો હાથ પણ લગાવે નહીં.. પેલા મિત્રો કહે અરે કોઈને ખબર નહીં પડે યાર એક પેગ મારી લે.. પેલો કે સોરી યાર હું તમારી સાથે આવીશ, બેસીશ પણ મારા માબાપના સંસ્કાર વિરુદ્ધ નું કૃત્ય હું ક્યારેય નહીં કરું... મારા માબાપ ખુબ જ મુશ્કેલી વેઠી મને ભણાવે છે... તો બધા કહે જીવનમાં ક્યારેક તો મજા કરવી જ જોઈએ.... ત્યારે એ છોકરો જવાબ આપે છે.. સાંભળજો મિત્રો.... એ છોકરો કહે છે.. હું પણ મજા કરીશ.. મારા પોતાના માટે જીવીશ.. પણ એ સમય હજી દૂર છે.. જયારે હું ભણી ને કંઈક બની જાઉં... મારા માબાપના સપના સાકાર થઈ જાય, મારા લગ્ન થઈ જાય... સારી સરકારી નોકરી અને છોકરી મળી જાય પછી........???? બધા કે પછી શું..? તો એ કહે હું તમારી જેમ મહેફિલ માં નહીં બેસું કે દારૂ પીને પછી ઝગડા કરવા... હું ફ્રીઝ માં જ હોલ રાખીશ.. ને રોજ સાંજે જમવાના ટાઈમે પીશ... પણ અત્યારે મારું સપનું એ મારું પ્રથમ લક્ષ્ય છે... મિત્રો એવી સમજ આપજો બાળકો ને કે તમે ઘરે ના હોવ ને કોઈ મહેમાન આવે તો જાતે ચા બનાવી ને પીવડાવે.. ને ખુબ આદર થી અતિથિ સત્કાર કરે.. મિત્રો બાળકો ને એ પણ શીખવજો કે આ કળીયુગ ની દુનિયા છે.. આમાં સાચા અને ભદા માણસો ને હંમેશા લોકો છેતરે છે.. તો ચાલાક બનીને રહેવું.. મિત્રો બાળક એ ભગવાનનું રૂપ છે.. એનામા સાચા ખોટા ની સમજ ના હોય.. પણ જયારે એનામા સમજણ આવે તો લોકો એનો ફાયદો ઉઠાવે છે... તો મિત્રો બાળકો ને સમજાવવું કે પૈસાની કે ચોકલેટ, આઈસ્ક્રીમ ની લાલચમાં ક્યારેય છેતરાઈ નહીં જવુ.. મિત્રો જીવનમાં ભણતર ની સાથે ગણતર પણ જરૂરી છે.. બાળકો ને સમજાવવું કે જ્યાં સુધી તું ભણીશ ગમે તેવી ડિગ્રીઓ હંસીલ કરીશ ત્યાં સુધી પુસ્તકિયું જ્ઞાન કામમાં આવશે.. જેના લીધે તને સારી નોકરી પણ મળી જશે.. પછી તારા લગ્ન થશે, બાળકો થશે.. પછી ચાલુ થાય છે ગણતર નું જ્ઞાન કે પૈસો શેમાં વાપરવો..? કઈ રીતે વ્યવહાર કરવો, ઘરખર્ચ કરવું તો આ બધી સમજ આપી તમારા દીકરાઓ ને ટ્રેન કરજો મિત્રો...મિત્રો આ સમય ખરાબ છે.. તો માણસનું મન જલ્દીથી લાલચમાં આવી જાય છે.. તો એ બધી બાબતો નું ધ્યાન રાખવું....મિત્રો સારા સંસ્કાર અને ગુણ બાળકોને યોગ્ય માર્ગ અને દિશા બતાવે છે... અત્યારે ઘણા બાળકો હું એવા જોવું છું કે વડીલો ની મર્યાદા રાખે નહીં ને પૈસાના જોરે દારૂ પીવે, ખુબ સ્પીડે ગાડીઓ ચલાવે, જવાનીનું જોર નિર્દોષ અને કમજોર લોકો ઉપર બતાવે, અહમ અને અહંકાર થી ભરેલા હોય, કોઈનું સન્માન ના સાચવે.... તો મિત્રો આજના જમાનામાં એવા લોકોને જ લોકો માન આપે છે... પણ આપણે એ દિશામાં જવાનું નથી.. ને આપણા બાળકો ને પણ એવા સંસ્કાર નથી આપવાના.. આપણે લોકો જેવા નથી થવાનું.. ભલે તકલીફ પડે, ભલે પરેશાન થવું પડે.. પણ આપણે આપણા બાળકોને સાચી દિશામાં મોકલવાના છે.. ભલે ખોટી દિશામાં ફાયદો હોય.. કેમકે મિત્રો ડોન ના દીકરા લોકો પાસે હપ્તો ઉઘરાવે ને લોકો પગે લાગી હપ્તો આપે.. કેમકે આ કળીયુગ છે.. પણ આપણા બાળકોને આપણે ભણાવી ગણાવી સારી દિશામાં લઇ જવાનાં છે.. એવા સંસ્કાર આપવાના કે કોઈ પણ વ્યક્તિના નિસાસા લેવા નહીં.. કોઈનું સારુ ના કરી શકીએ તો કાંઈ નહીં પણ કોઈનું ખોટું તો નહીં જ કરવું.... શાયરી :- ચાહે લાખો બુરાઈ તુમકો લાલચ દેકે અપની તરફ ખીંચે પર અપને આપકો હમે સંભાલના હે... ઔર ગલત દિશા કી તરફ નહીં જાના હે........ અસ્તુ.......... 🙏🙏🙏વિનયસાગર સોલંકી 🙏🙏🙏🙏