I, Vaidehi Bhatt - Part 12 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 12

Featured Books
Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 12


 
બાગબાન આનાથ આશ્રમની બહાર 5 ફૂટ 9 ઈન્ચનો ડાર્ક હેન્ડસમ લંબગોળ, વાંકડીયા વાળા વાળો વિહાન ઉભો હતો. મમ્મીની યાદો સાથે જોડાયેલી આ પણ એક જગ્યા હતી. રાખી જ્યારે જીવતી હતી ત્યારે વિહાન તેની સાથે ઘણીવાર આ અનાથ આશ્રમમાં આવતો અને સમય પસાર કરતો. અહી બધા વિહાનને દાદા કહેતા હતા.
“અરે, દાદા તમે ક્યારે આવ્યા?”
 
“કાલે જ આવ્યો. તમે કેમ છો કાકા?”
અનાથ આશ્રમની બહાર ઉભેલા વૉચમેનને વિહાને પુછ્યું.
“ હું મજામાં. તમને આશ્રમવાળા તમને બહુ યાદ કરે છે. તમે રાખીભાભી સાથે અહીં આવતા હતા. ત્યારે કેવી મજા આવતી. ઘર જેવું લાગતું હતું અહીં. પણ, તમારા અને ભાભી પણ અમને છોડીને જતા રહ્યા તો હવે અહી માત્ર કામ માટે કામ કરીએ છીએ અને મહિનાનો પગાર લઈને ઘરે જઈએ છીએ.”
“હવે હું આવી ગયો છું, એટલે પાછી પહેલા જેવી મજા આવશે.”
વિહાન આશ્રમના અંદર ગયો અને તે થોડીવાર આંખો બંધ કરીને ઉભો રહ્યો. તે ભલે વર્ષો પછી અહીં આવ્યો હોય પણ મનમાંથી ક્યારે પણ આ આશ્રમ ગયો નહતો. તેને અહીનો એકએક ખુણો યાદ આવતી હતો. તે અને રાખ અહીં રોજ આવતા અને બાળકો સાથે સમય પસાર કરતા.
 
“કોણ છો તમે અને અહીં આ શું કરો છો.”
વિહાને અવાજ કર્ણપ્રિય લાગ્યો અને તેને તરત આંખ ખોલી તો સામે વૈદેહી કચ્છી વર્કના મરૂન ચૂડીદારમાં ઉભી હતી.
 
મને જોઈ વિહાનને તેની મમ્મી યાદ આવી ગઈ હતી. તેને લાગ્યુ કે સામે તેની મમ્મી ઉભી છે. વિહાને આંખ ચોળી અન પાછું ધ્યાનથી જોયું અને તેને ખ્યાલ આવ્યો કે આ તો મારી મમ્મી નહીં પણ બીજી કોઈ છોકરી છે.
“એ મિસ્ટરે, મેં તમને પુછ્યું તમે અહી આંખ બંધ કરીને શું કરતા હતા. અને પહેલા તો એ કહો તમે છો કોણ વૉચમેન તમને અંદર કઈ રીત આવવા દીધી મારી પરમીશન વગર.”
“સિક્યોરીટી કાકા..........સિક્યોરીટી કાકા...........સિક્યોરીટી કાકા...”
મેં સિક્યોરીટી કાકાને બુમ પાડીને બોલાવી. મારી બુમ સાંભળીને ત ભાગીન ટોપી સંભાળતા સંભાળતા આવ્યા.
“સિક્યોરીટી કાકા તમારે નોકરી છોડવી લાગે છે?”
સિક્યોરીટી કાકાએ મારી સામે ડરીને હાથ જોડ્યા અને ભુલ પુછી.
મેં તેમને આંગળીનો ઈશારો કરીને ભુલ દેખાડી. કાકાએ વિહાન સામે જોયું અને કંઈ કહેવા ગયા પણ, વિહાને તેમને બોલતા અટકાવીને મારી માફી માંગી અને મને સૉરી પણ કહ્યું. આમતો હું માફ ના કરત પણ વિહાન મારી કાન પકડીને માફી માંગી એટલે મેં તેને માફ કર્યો અને આવવાનું કારણ પુછ્યું.
“તમે અહી શા કામથી આવ્યા છો.”
“હું મારી મમ્મી સાથે અહી રોજ આવતો. પણ મારી મમ્મીના ગુજરી ગયા પછી હું બહાર ભણવા ગયો એટલે અહી આવવાનું મારૂ બંધ થઈ ગયું. કાલે જ હું ભારત આવ્યો છું એટલે આજે અહીં આવ્યો. મારૂ નામ વિહાન હરખચંદ સાવલા છે.”
“અચ્છા મિસ્ટર વિહાન...”
હું નામ લેતા અટકી…
“શું નામ કહ્યું તમે?”
“વિહાન હરખચંદ સાવલા”
મેં જ્યારે ફરી નામ સાંભળ્યુ અને હું નર્વસ થઈ ગઈ. અરે આતો અમારા ટ્રસ્ટી અને આશ્રમના કર્તાધર્તા હરખચંદ સાવલાનો દિકરો છે. મેં આ શું કરી નાખ્યું, ટ્રસ્ટના દિકરા પાસેજ માફી મંગાવી હે ભગવાન મેં આ શું પરાક્રમ કર્યું. હું તેની સામે જોઈના શકી. પહેલા તેને માફી માંગી હતી, હવે મેં તેની માફી માંગી.
“આઈ એમ સૉરી. મને નહોતી ખબર કે તમે અમારા ટ્રસ્ટીના દિકરા છો. પ્લીઝ મને માફ કરી દ્યો.”
“ના, હું તમને માફ નહીં કરૂ.”
જો આ મને માફ નહી કરશે અને મારી ફરિયાદ કરશે તો મારે જોબ છોડવી પડશે. જોબ તો કદાચ મળી જશે પણ મારો જે મિશન હતો રીના- રાણીને શોધવાનો એ પણ પુરો નહીં થઈ શકે.
મારા દિલની વાત વિહાન જાણે સમજી ગયો તેમ તેણ મારી સામે જોયું અને મને કહ્યું
 “તમારી માફી માંગવાની કંઈ જરૂર નથી. તમે કંઈ ખોટું નથી કર્યું. આ તમારી ફરજ છે કે કોઈને પણ પરમિશન વગર અંદરના આવવા દેવું. મને આમાં કંઈ ખોટું નથી લાગ્યું. હું ખુશ છું કે આ આશ્રમમાં તમારા જેવા લોકો પણ કામ કરે છે.”
વિહાનની વાત સાંભળી મને હાશ થઈ અને પછી અમે બંન્ને આશ્રમમાં ગયા.
 
પેડર રોડના બંગલામાં ફોનની રિંગવાગી
“હલો, રોઝી વિહાનને ફોન આપો”
હરખચંદ ઑફિસથી વિહાન માટે ફોન કર્યો જે તેમની હાઉસકિપીંગ રોઝીએ ઉપાડ્યો.
“સર, વિહાન બાબા તો સુબહ સુબહ બહાર ચલા ગયા. બોલ રહાથા કે ઉસે આશ્રમ જાના હૈ.”
“આ વિહાનને કહ્યુ હતું કે સવારે પહેલા ઑફિસ આવજે. મારે તેને સ્ટાફ સાથે મળવવાનો છે. તેના બદલે સીધો આશ્રમ જતો રહ્યો.” ફોન મુકતા હરખચંદે કમલેશને કહ્યુ.
વિહાન આવવાનો હતો એટલે કમલેશ પણ તેને મળવા સવારપહોરમાં ઑફિસ આવી ગયો હતો.
“જવા દે, હજી નાનો છે ધીરે ધીરે બધુ શીખી જશે. રાખીને પણ આ જગ્યા બહુ તેના દિલના નજીક હતી. એટલે તે ત્યા ગયો હશે.”
“પણ કમલેશ મેં તેને અહી આવવાનું કહ્યું હતું. આશ્રમ જવાની જરૂર શું હતી. રાખીના ગયા પછી તેને મારી સાથે વાત પણ નથી કરી. મેં આ બે વર્ષ તેને બહુ મીસ કરી છે. તેને તો બાપની યાદ જ નથી આવતી.”
“હરખ બાપ અને દિકરાનો સંબંધ હમણા ટીવીમાં નવું કાર્ટુન ચાલુ થયું છેને જેમાં બંન્ને આખો દિવસ ઝઘડે છે પણ એકબીજા વગર ચાલતું નથી શું નામ તેનું.......?”
“ટૉમ એન્ડ ઝેરી”
“હા, બરાબર મિસ્ટર...?”
“આ સુરજ પ્રતાપ પટેલ. આજે નવો અકાઉટન્ટ રાખ્યો છે.”
“ઑકે હલો સુરજ હું કમલેશ ભટ્ટ.”
“હલો સર, તમને મળીને આનંદ થયો.”
 
“સુરભી તું પાગલ થઈ ગઈ છે તારે સુવવાનું નથી.કેટલા વાગ્યા છે જોતો જરા.”
“ના મમ્મી, તું સુઈ જા હું આ બુક વાંચીને સુઈ જઈશ.”
સુરભી રાતે વૈદેહીની આત્મકથા વાંચી રહી હતી અને કમિશનરની ઓફિસમાં સાવંત અને તેની ટીમ વૈદેહીના કેસને નવો વળાંક મળ્યો હતો.
“સર, મેં માહિતી કાઢી છે. વૈદેહીને એક ભાઈ અને એક બહેન છે. જેનું નામ સુરજ અને અમી છે. અને વૈદેહી તેમની સગી બહેન નથી. તેને કોઈ તેમના ખેતરમાં છોડ ગયું હતુ. તે પછી પ્રતાપ પટેલે અને અનસુયા પટેલે તેમને મોટી કરી. એ પછી તેને સોશ્યલ વર્કમાં ભણી અને બાગબાન આશ્રમમાં કામ કરતી હતી.”
“બાગબાનનું નામ સાંભળી કમિ. સાવંત કંઈ યાદ કરવા લાગ્યા અને વર્ષ 2011 ના કેસોની ફાઈલો મંગાવી.
“સર, કેમ તમે આટલી જુની ફાઈલો મંગાવી, 26 વર્ષ પહેલાના કેસોની ફાઈલો મંગાવો છો.?” કપિસે પુછ્યું.
“આજથી 15 વર્ષ પહેલા હું જ્યારે IPS માં હતો ત્યારે મેં એક કેસ વિશે વાંચ્યુ હતુ. બહુ મોટો કેસ હતો. શહેરમાં એક આશ્રમ હતો તેમાંથી છોકરીઓની સમગલિંગ થતી હતી. જેમાં પોલીસથી લઈને કમિશનરનો પણ હાથ હતો. ત્યારે તે જ NGO ની એક કર્મચારીએ ફરીયાદ કરી ત્યારે આ આખો રૅકેટ બહાર આવ્યો કેમકે તેને મિડીયાનો પુરે પુરો સપોર્ટ હતો. તે આશ્રમનું નામ પણ આવું જ કઈ બાન....વન... જેવુ કંઈ હતું. એટલે મારે તે વર્ષના કેસની ફાઈલ મંગાવી છે.”

END Part - 12