સંજય અને સંધ્યા બંને કોલેજ જવા નીકળી ગયા. રસ્તામાં સંજય અને સંધ્યા બંનેબાવાતો કરતા હતા.
સંધ્યા: આ રૂપલબેન આવ્યા છે તે સગા કાકાની છોકરી છે.
સંજય : હા, તે મારા સગા કાકાની છોકરી છે. ગામડે રહે છે એને અહીં કોમ્પ્યુટર ક્લાસ કરવા છે એટલે આવી છે.
સંધ્યા : તો હવે હું હોસ્ટેલમાં રહેવાનું ફોર્મ ભરી દઉં
સંજય : કેમ ?
સંધ્યા : ઘણા સમયથી હું તમારી સાથે રહું છું, હવે મને એવું લાગે છે કે હું એકલી રહું અને મારો અભ્યાસ પૂરો કરું. અને મારુ ભવિષ્ય બનાવવું.
સંજય : કેમ તને અહીં આ ઘરે નથી ફાવતું રહેવાનું ?
સંધ્યા : મને અહીં રહેવું તો ખૂબ જ ગમે છે મને મારા ઘર જેવું લાગે છે. પણ તમે મને એટલો બધો સપોર્ટ આપ્યો તો પછી હું મારી રીતે રહું તો શું પ્રોબ્લેમ
સંજય : ના, તારે ક્યાં જવાનું નથી અમારી સાથે જ રહેવાનું છે અને ભવિષ્યનું તો આપણે ભવિષ્યમાં જોઈ લઈશું
વાતો કરતા કરતા બંને કોલેજ પહોંચી જાય છે.
બંનેના ક્લાસ અલગ અલગ હતા તેથી સંધ્યા અને સંજય પોતપોતાના ક્લાસરૂમમાં જાય છે.
સંજય ને એસાઈમેન્ટ જમા થઈ ગયું અને સંધ્યાને થોડું મોડું થાય એમ હતું. સંજય ગાર્ડન માં આવીને સંધ્યાની રાહ જોતો હતો.
ઘણીવાર લાગી એટલે સંજયે સંધ્યાને ફોન કર્યો.
સંજય : હેલ્લો, સંધ્યા તારે કેટલો સમય લાગશે ? હું ગાર્ડન માં બેઠો છું.
સંધ્યા : હજુ મારો નંબર આવ્યો નથી. લાગે છે વાર લાગશે.. તમારે જાવું હોય તો જતા રેજો. હું બસ માં આવતી રહીશ.
સંજય : ના, મારે કાઈ કામ નથી.. આપણે સાથે જતા રહેશું... હું ઘરે આપણા જમવાની ના પાડી દવ છું. આપણે બંને તારું મન ગમતું પંજાબી ખાતા જઈશું.
સંધ્યા : ના, એવું નથી કરવું... આપણે સાંજે બધા સાથે જઈશું... દીદી આવ્યા છે તો એમને સાથે લઈ ને જાશું.
સંજય : હા, સારું તો આપણે બધા સાંજે સાથે જઈશું... પણ ઘરે હું ફોન કરી ને કહી દવ કે અમારે લેટ થશે આવવામાં.
સંધ્યા : હા, સારું ફોન કરી ને કહી દેજો.
સંજયે ઘરે ફોન કરી ને કહી દીધું કે બપોરે આવવામાં અમારે મોડું થશે.
એક કલાક ઉપર થઈ ગઈ... સંધ્યા આવી નહીં હજુ... સંજય એકલો એકલો કંટાળી ગયો અને ફોન માં ગેમ રમવા લાગ્યો..
થોડી વાર થઈ ત્યાં સંધ્યા આવી ગઈ અને બોલી સંજય મારું અસાઇમેન્ટ સબમિટ થઈ ગયું અને એક્ઝામ માટે imp લેવા માટે રોકાઈ ગઈ હતી... સોરી, મારા લીધે તમારે બેસવું પડ્યું.
સંજય : અરે , એમાં સોરી શેનું ? મારે કઇ કામ હતું નહીં અને ઘણા સમય થી મિત્રો ને મળ્યો ન હતો એ બધા મિત્રો ને મળ્યો મજા આવી ગઈ.
સંધ્યા : તો સારુ, સમય નીકળી ગયો, ચાલો હવે આપણે જઈએ. ઘરે આન્ટી અને દીદી રાહ જોતા હશે આપણી...
સંજય : હા, જઈએ... હું પાર્કિંગ માંથી ગાડી લઈ ને આવું.
સંજય પાર્કિંગ માં ગાડી લેવા જાય છે. બંન્ને ઘરે જવા નીકળે છે.
રસ્તા માં પાછા વાતુએ લાગે છે.
સંધ્યા : રૂપલ બેન આવ્યા છે તો હું અને દીદી બંને અંબાજી જઈએ દર્શન કરવા અને એક દિવસ ફરવા જઈએ
સંજય : હા, જાજો બંને, જ્યારે જાવું હોય ત્યારે નક્કી કરીને કેજો હું આવવા અને જવાની ટિકિટ બુક કરાવી દઈશ.
સંધ્યા : હા સારું, હું દીદી સાથે નક્કી કરીને કહીશ તમને..
સંજય : એક્ઝામ આવે છે તો એક્ઝામ પછી જવાનું નક્કી કરજો એટલે તારે સરખું રીડિંગ થઈ જાય.
સંધ્યા : મારી પાસે imp આવી ગયું છે હું એ વાંચવાની છું. તમારે imp જોઇતું હોય તો કેજો હું તમને આપીશ.
સંજય : હા, મારે પણ એ જ વાંચવું પડશે... કેમ કે આ સેમેસ્ટર માં મે કાઈ જ વાંચ્યું નથી. મને આપજે હું ઝેરોક્ષ કરાવી લઈશ.
બંને વાતુ કરતા કરતા ઘરે પહોંચી ગયા.