Bonding in Gujarati Philosophy by Pragna Ruparel books and stories PDF | બંધન

Featured Books
  • સમાંતર સફર

    પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરક...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 111

    હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હ...

  • અપૂર્ણ સંબંધ

    અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો એક સુંદર બંગલો બહારથી જોતાં...

  • વરસાદની સફર - ભાગ 4

    રાતભર આરોહીને ઊંઘ આવી નહીં.આરવના છેલ્લાં શબ્દો તેના મનમાં વા...

  • ધમાલ 4

    ધમાલ 4-રાકેશ ઠક્કર         અસલી 'ધમાલ'માં સંજય દત્ત...

Categories
Share

બંધન

         બંધન

    આ શબ્દ સાંભળી ને  તમને અણગમતી ફિલિંગ આવશે.પણ બંધન જરૂરી છે.અને એ આપણને પ્રકૃતિ શીખવે છે.યાદ રાખો .

       જો દરિયા ને કિનારા ના હોય તો ? નદીને કિનારા ના હોય તો? આજે ગીર ના અભ્યારણ માં માણસ નો પગપેસારો થયો.તો સિંહો બહાર નીકળ્યા.અને લોકો પરેશાન થયા.માણસ ને બંધન નથી ગમતું.પણ બીજાને બાંધવા જરૂર ગમે.  

   એવી રીતે સંબંધો માં પણ બંધન જરૂરી છે. આજે. બાળકો લગ્ન ની ના પાડે છે.અમારે બંધન ના જોઈએ.

  પણ વિચારો મિત્રો,તમો ક્રિકેટ જોવો છોને? કેટલા નિયમો છે.અહીં જાય તો ૪ રન, બાઉન્ડ્રી ની બહાર જાય તો ૬ રન.આ નિયમો બંધન નથી તો શું છે?  ક્રિકેટરો ને ખુદ આ બંધન સ્વીકારે છે.ના સ્વીકારે તો? 

   તેવી રીતે દરેક રમત માં નિયમો છે.એ એક બંધન નહી? તો  ત્યાં આપણે સહજતા થી સ્વીકારી લઈએ છીએ.તો તમારી લાઇફ માં ,તમારા સંબંધો માં કોઈ નિયમ તો હોય ને? અને અમુક અપવાદ રૂપ નિયમો એવા હોય છે.જેને બદલવાની જરૂર છે.બાકી અમુક નિયમો જરૂરી  જ છે.

    સમાજ ના પણ અમુક નિયમો જરૂરી છે.નહીતો અરાજકતા ફેલાય છે.તમે જે વિચારો એ રીતે તો નથી જ થવાનું.તમારે મોડું ઊઠવું તો તમારી સવાર મોડી પડે.બાકી સૂર્ય એના ટાઈમ જ ઉગે છે.એમ આપણા વિચારો થી બધું નથી ચાલતું.

    સંબંધો માં પણ આવું જ છે.તમે વિચારો એ રીતે નહી.પણ બેઉ ના વિચાર થી.બેઉની સમજણ થી સંબંધ આગળ વધે છે.એમાંય ખાસ ફેમિલી ના સંબંધ.

     તમારા ફેમિલી માં દરેક વ્યક્તિ પોતાની રીતે રહે છે.પણ તેમાંય મર્યાદા છે. સ્ત્રી ને પોતાના પતિ સાથે જે વ્યવહાર છે.એવો સંબંધ બાકી ના લોકો સાથે છે? નહી ને.આ બંધન કહો કે મર્યાદા પણ  એ બરાબર છેને.

   આજ રીતે  તમારા દરેક સંબંધો માં જો તમે પ્રેમ નું બંધન સ્વીકારી લેશો.તો એ બંધન  તમને બંધન નહી લાગે.માં બાળક ને સાચવે, પ્રેમ થી મોટું કરે.માતા પિતા એની જરૂરિયાત પૂરી કરે.એને ભણાવે .ટૂંકમાં એને પોતાના ગજા ઉપરાંત સારી જીંદગી આપવાની કોશિશ કરે.એ પ્રેમ નું બંધન.

   મેં અગાઉ કહ્યું એમ આજકાલ બાળકો લગ્ન ની ના પાડે છે.બંધન નથી ગમતું.અથવા ઘણા લોકો એવું કહે છે.હું કોઈ  ના બંધન માં ન રહું. આ લોકો બીજાના બંધન માં છેજ.જુઓ તમે જોબ કરો છો.તો ત્યાં ટાઈમ પર જવું. ઓફિસ ના નિયમો જાળવવા પડે.જો તમે કર્મચારી છો તો બોસ ના બંધન માં.બોસ છો તો કર્મચારી ના બંધન માં. તમો(બોસ) ટાઈમ પર નહિ આવો તો કર્મચારી કામ કરશે? છેને મર્યાદા(બંધન).

    આજ રીતે તમારો પોતાનો બિઝનેસ છે.તો તમારે તમારા ગ્રાહકો ને સાચવવા .ટાઈમ પર માલ આપવો અથવા લેવો.આવ્યું બંધન.અરે આ દુનિયા માં આવ્યા એજ મોટું બંધન છે.

    અરે,આપણે ઘર બનાવી એમાં રહીએ એ પણ બંધન છે.પશુ પક્ષીઓ ની જેમ ખુલ્લા આકાશ માં રહી એ તો પણ ચાલે.તમને ગમતા માણસ સાથે તમે પ્રેમ થી રહો છો.એ તમને ગમે છે.તો એ  બંધન પણ ગમશે.સાચું કહું માણસ સામાજિક પ્રાણી છે.એ એકલો રહી નથી શકતો.અને એ રહેવાની કોશિશ કરે તો જલ્દી  થાકી જાય અથવા કંટાળી જાય છે.

    માણસ ને હું ખુશ છું.એ બતાવવા પણ બીજા ની જરૂર છે.અને હું દુઃખી છે.એ માટે પણ. કઈ પણ હોય એ જતાવવા બીજા ની જરૂર પડે.હા,કેટલાક બંધન તમને અકળાવે છે.ત્યાં તમે અવાજ ઉઠાવી શકો છો.પણ અમુક બંધન સ્વીકારવામાં આનંદ છે.બાકી,આજના બાળકો કહે છે. મારે કોઈની જરૂર નથી.પણ સમય આવ્યે સમજાય છેકે.કોઈ પોતાના ની જરૂર હંમેશા છે.એ બંધન પણ પ્યારું લાગે છે.મારું માનવું છે.બંધન જીવનનો પર્યાય છે.

 જય સ્વામીનારાયણ 

 Mentor n Author pranga ruparel