પ્રકરણ ૧
આસ્થા ની ઉડાન
આસ્થા નાની હતી ત્યારથી જ ગાડીઓ નો બહુ શોખ હતો. બધી છોકરીઓ નાનપણમાં ઢીંગલી થી રમે પણ આસ્થા ને એ બધું કંટાળાજનક લાગે ,રસોઈ બનાવવી કે રસોઈના સાધનો તેને તેના દુશ્મન જેવા લાગે.તેવા રમકડાં થી તેને રમવું જ ગમે નહીં.આસ્થાને તો બસ ગાડીઓ થી રમવામા મજા આવે.આસ્થા નવરાશના સમયમાં જુદી જુદી ગાડીઓ સાથે રમવામાં મશગૂલ હોય. નાનપણથી જ તે અલગ અલગ પ્રકારની ગાડીઓ ભેગી કરતી પણ કોઈ ને કહેતી નહીં કારણકે એન એક વાત ધ્યાને આવી હતી કે લોકો જ્યારે હોય ત્યારે આસ્થા ને કીધા કરતાં કે... છોકરીઓ તો ઢીંગલીઓ થી ને રસોડાના સાધનો થી રમે, તને વળી શું આ જૂદો જ શોખ જાગ્યો છે? આવી ગાડીઓ થી રમવાનો. એ તો છોકરાઓ ના ખેલ કહેવાય. તું તો છોકરી છે તારે તો ઘરની અંદર જ રહેવાય અને ઘરકામ શીખાય.ઘરમા કચરા અને પોતા શીખાય.આવુ બોલવા વાળા તો આસ્થા ને માનસિક ગરીબ લાગતા આવા લોકો તો જાણે ધરતી ઉપર ધક્કો ખાવા આવ્યા હોય એવું આસ્થાને લાગતુ.ત્યાર પછીથી તેણે લોકોથી છુપાઇ ને, પોતાનો શોખ પોતાની ખુશી લોકો સમક્ષ બહુ વ્યકત કરતી નહિ. પણ મૌન શાંતિ થી સકારાત્મકતાપૂર્વક આગળ વધતી જતી.ગામના લોકો આસ્થાની ટિકા કરે...તેના મમ્મી પપ્પા ની ટિકા કરે અને લોકો મેણા મારે કે દિકરી ને બહુ છુટછાટ આપીએ તો બગડી જાય. હવે આ બગડી જવું એટલે શું એ આસ્થા ને સમજાય નહીં. સપના જોવા એ તો દરેક નો અધિકાર છે અને એ સપના પૂરા કરવા માટે મહેનત કરવી એ આપણા હાથમાં છે. તેમા લિંગભેદ કરવાની ક્યાં જરૂર છે! આ છોકરા કરે અને આ કામ છોકરીઓ જ કરે એવું આસ્થાનું મગજ સ્વિકારી શકતું નહીં.
આસ્થા ને બસ આ જ વાત મગજમાં ઊતરતી નહીં, કે કામ ને કેમ ખબર પડે કે તેને છોકરો કરે છે કે છોકરી... કામ તો કામ હોય છે તેને છોકરો કરે કે ंછોકરી.નાનપણથી જ આ વલણ સાથે મોટી થતી આસ્થા બધા સાથે લડતી ઝધડતી ડ્રાઈવીંગ કરતાં શીખી અને જાણે ગામના લોકોને પડકાર ફેકતી હોય ગામના લોકોને એમ કહેતી કે એક દિવસ હું પ્લેન ઉડાડતાં પણ શીખીશ અને એ આવું અભણ ગામના લોકો માટે નહીં પણ આવનારી દિકરીઓ ની પેઢી માટે ઉદાહરણ બનાવીશ કે કોઈ કામ ક્યારેય જાતીનુ મોહતાજ ન હોય શકે.એટલે કે આ કામ છોકરો કરે છે કે છોકરી એ વિચારસરણી જ ખોટી છે.
આસ્થા એ આ વિચારસરણી નો પૂરા જોશથી વીરોધ કર્યો. આસ્થા એક બેરી બેટી જેવી બની ગઈ કે લોકો ના શબ્દો કે વાતને કાને નહીં લેવાના અને સકારાત્મક રીતે આગળ વધતી ગઈ.
એક દિવસ એવો પણ ઉગ્યો જેમાં આસ્થા ના સપનામાં પણ અજવાળું થયું અને સમગ્ર ગામમાંથી પ્રથમ મહિલા પાયલોટ બની. જે લોકો તેને છોકરી હોવાના અને ઘરમાં જ રહેવાના મેણા મારતાં તે તો ફાટી આખે જોતા જ રહી ગયા.
અને આસ્થા તો એ ય રોજ અલગ અલગ દેશમાં પ્લેન ઉડાડે, મુસાફરી કરે અને મો પર એક જીવનની સૌથી કિંમતી વસ્તુ એ... સંતોષ વાળી સ્માઈલ.... ધાર્યું સપનું પૂરું કરવા માટે અને આ સંતોષ મેળવવા માટે .. હિંમત ખૂબ જરૂરી છે.
બોધ: એક દિકરી તરીકે જો તમે... અલગ રસ્તો પકડશો તો બેરી બેટી બનો.એવા ઘણા લોકો મળશે જે આ વિચારસરણીને સાથ આપવાને બદલે વિરોધમાં
બાજુઓ ચડાવશે પણ આ જ સાચો સંઘર્ષ છે. આગળ આવી અને સપનું સાચું કરી સાબિત કરો કે
દિકરીઓ ને પણ ધારે તે કરવાનો હક છે જ... ઉદાહરણ બનવાનો હક છે જ. લોકો ની વિચારસરણી બદલવાનો હક છે જ.ભલે, મોડો મોડો આ વિચારસરણીનો પડઘો પડશે જરૂર. આજના સમયમાં દિકરીઓ માટે આવી વિચારસરણીમાં હવે ઘણો સુધારો આવ્યો છે. વિચારોમાં પરિવર્તન જ સમાજમાં પરિવર્તન લાવી શકે છે.
હીના રામકબીર હરીયાણી