અંધકારના દ્વાર — ભાગ ૬ : “વાયુનું રહસ્ય અને ભુતલોકનો દરવાજો”
ડુમાસ બીચ — અંધકાર પહેલા ની શાંતિ
સાંજનો છેલ્લો શ્વાસ…
આકાશ કેસરીથી જાંબલી બનતું ગયું…
પવનમાં અજાણી ઠંડક હતી.
ટીમના દરેક સભ્યને હવે સમજાઈ ગયું હતું કે
આ કોઈ સામાન્ય મિશન નહોતું.
આ હતી — અજ્ઞાત દુનિયાની યાત્રા.
પોર્ટલ પાર કર્યા પછી જે વિશ્વમાં તેઓ ઉભા હતા…
તે દેખાવમાં તો Dumas Beach જેવું જ હતું…
પણ…
કંઈક ખોટું હતું.
ખૂબ ખોટું.
રેત કાળી હતી — વધુ કાળી.
હવા ભારે હતી — જાણે શ્વાસમાં સીસું ઘૂસી રહ્યું હોય.
દરેક અવાજ ગૂંજી રહ્યો હતો
જાણે દુનિયા પોતે જીવતી હોય.
અજાણ્યો યોધ્ધા
શેરસિંહ સામે ઊભેલો યોધ્ધા જેની…
ઊંચાઈ લગભગ સાત ફૂટ જેટલી હતી.
ચહેરો શાંત… પણ આંખોમાં વાવાઝોડું.
“હું વાયુ છું…”
એ બોલ્યો.
“પણ હું તમને નથી ઓળખતો.”
શેરસિંહ ગૂંચવાઈ ગયા.
“પણ તું થોડા સમય પહેલા મારું નામ બોલાવ્યો!”
વાયુએ ભોંયચક્કર નજર કરી.
“આ વિશ્વમાં સમય સીધી રેખામાં નથી ચાલતો…
કદાચ હું તમને ભવિષ્યમાં મળ્યો હોઉં.”
ટીમના બધા સભ્યો એકબીજાને જોયા.
ભવિષ્યમાં મળ્યો…?
આ વાત કોઈ વૈજ્ઞાનિક સમજાવી શકે એમ નહોતી.
પરેશભાઈ નિય શોધ
ડો. પરેશભાઈ જમીન પર બેસી રેતી ઉઠાવે છે.
તેને આંખ સામે ઘસે છે.
“આ રેતી સામાન્ય નથી…”
રાધવે પૂછ્યું — “એટલે?”
“આમાં ઊર્જા છે…
Quantum Residue…
પોર્ટલ ખૂલ્યા પછી બચેલો અવશેષ.”
કે માનવ સર્જીત?
“અપણે સાયન્સની વાત કરી રહ્યા છીએ કે તંત્રમંત્રની?”
પરેશભાઈ ગંભીર બન્યા
“જ્યાં વિજ્ઞાન સમાપ્ત થાય છે…
ત્યાંથી બીજી દુનિયા શરૂ થાય છે.”
પોર્ટલનો ધબકાર
અચાનક…
ધરતી ધ્રૂજી.
જાણે કોઈ વિશાળ હૃદય ધબકતું હોય.
ધમ્મ…
ધમ્મ…
ધમ્મ…
સીયા એ ચીસ પાડી
“આ અવાજ સાંભળો છો?”
રેતીમાં વૃત્તાકાર પ્રકાશ ઝળહળ્યો.
એક…
બે…
પાંચ…
એક સાથે દસ પોર્ટલ ખુલી ગયા.
અને દરેકમાંથી…
છાયાઓ બહાર આવવા લાગી.
માનવ જેવી… પણ નહીં.
આંખો ખોખલી.
શરીર અર્ધપારદર્શક.
પ્રેત?
આટલા માં પરેશભાઈ ને શોધતા શેરસિંહ આવી પોહચ્યા.
પ્રથમ મુકાબલો
રવી ગભરાયો — “આ તો ભૂત છે!”
વાયુ આગળ વધ્યો.
તેના હાથમાં અજાણી ઊર્જા ભેગી થઈ.
પવનનો વંટોળ ઊભો થયો.
એક જ પ્રહાર.
દસ પ્રેત હવામાં ઉડીને રેતમાં ભળી ગયા.
ટીમ સ્તબ્ધ થઈ ગઈ,
શેરસિંહ ધીમે બોલ્યા —
“આ માણસ છે કે દેવ…?”
વાયુએ પાછળ વળી કહ્યું —
“હું માત્ર રક્ષક છું.”
ભુતલોકનો રસ્તો
વાયુએ દૂર બતાવ્યું.
“અસિતા ત્યાં છે.”
“અસિતા કોણ?” —
“દરવાજા રક્ષક.”
બધા એ તરફ વધ્યા.
દરેક પગલે હવા વધુ ઠંડી થતી ગઈ.
આકાશ ધીમે ધીમે કાળો બનતો ગયો.
અચાનક…
જમીન તૂટી.
અંદર વિશાળ ગુફા.
મધ્યમાં એક ચિત્ર.
હા…
એજ ચિત્ર.
સરજુ કાકાના કાગળમાં વર્ણવેલું.
પથ્થરમાં કોતરાયેલું.
ચિત્ર નહીં…
જાણે જીવંત દરવાજો.
તેની સપાટી પાણી જેવી લહેરાતી.
ડર અને સત્ય
પરેશભાઈ ધીમે બોલ્યા —
“આ Quantum Gateway છે…”
નૈતમ — “અથવા… ભુતલોકનો દ્વાર.”
વાયુ —
“બંને.”
શેરસિંહ
“અંદર જઈશું તો પાછા આવશું?”
વાયુ શાંત રહ્યો.
એ મૌન જ જવાબ હતો.
અસિતાનો પ્રગટાવ
અચાનક દરવાજામાંથી પ્રકાશ ફૂટ્યો.
એક સ્ત્રીનો આકાર બહાર આવ્યો.
શ્વેત વસ્ત્ર.
આંખોમાં અજબ તેજ.
“હું અસિતા.”
આવાજ ગુંજતો હતો.
“માનવો… તમે ફરી આવ્યા.”
નૈતમ
“ફરી?”
અસિતા
“પહેલાં પણ કરાર કર્યો હતો ને?”
સરજુ કાકાની વાત યાદ આવી.
બધાના શરીરે કંપારી આવી ગઈ,
ભયાનક સત્ય
અસિતા બોલ્યો —
“તમને પ્રેતોને શક્તિ આપી.
પછી દગો આપ્યો.
હવે તેઓ બદલો લઈ રહ્યા છે.”
પરેશભાઈ
“પણ અમને ગુનેગારોને રોકવા મદદ જોઈએ.”
અસિતા
“દરેક સોદાની કિંમત હોય છે.”
“કિંમત શું?”
“એક જીવંત આત્મા…
દર મહિને.”
ટીમ પર મૌન.
એટલે…
દર મહિને એક માનવ બલિ…?
આંતરિક સંઘર્ષ થવા લાગ્યો
શેરસિંહ ગુસ્સે ભરાયા
“અમે કોઈને બલિ નહીં આપીએ!”
અસિતા —
“તો પ્રેત પોતે લઈ જશે.”માનવ
“એટલે લોકો ગાયબ થાય છે…”
વાયુ ધીમે બોલ્યો —
“કરાર વગર યુદ્ધ થશે.”
અચાનક હુમલો થશે
ગુફા ધ્રૂજી.
અંધકારમાંથી ગર્જના.
વિશાળ પ્રેતસેનાઓ.
સેંકડો.
હજારો.
વાયુ ચીસ્યો
“સમય નથી! નિર્ણય લો!”
નૈતમ ઐયર ટીમ તરફ જોયું.
દરેકની આંખોમાં એક જ પ્રશ્ન —
માનવતા બચાવવા… શું એક જીવ બલિ આપવો યોગ્ય છે…?
દરવાજો ઝળહળ્યો.
પ્રેત આગળ વધ્યા.
વાયુ યુદ્ધ માટે તૈયાર.
અસિતા રાહ જોઈ રહ્યો છે.
નૈતમ ઐયરનો હાથ ધ્રૂજતો હતો ને,
તે બોલ્યા —
“હું નિર્ણય લઉં છું…”
અને એ જ ક્ષણે…
પાછળથી કોઈ અવાજ આવ્યો —
“થંભો.”
બધા વળ્યા.
છાયામાંથી…
એક ઓળખીતો ચહેરો બહાર આવ્યો.
સરજુ કાકા.
પણ…
આંખો કાળી.
સ્મિત ભયાનક.
“કરાર તો મેં પહેલાથી કરી દીધો છે…”
હવે પ્રશ્નો વધુ ઘેરા થઈ ગયા,
સરજુ કાકા અહી કેવી રીતે?
શું એ માણસ છે કે પ્રેત?
અસિતા સાચું બોલે છે?
બલિ આપવો પડશે?
કે ત્રીજો રસ્તો છે?
વાયુનો સાચો હેતુ શું છે?
To be continue
part of CURSE WORLD...
કોપી રાઇટ્સ
"CURSE WORLD"
By parth yadav (એશ્તવ્)
prajapatiparth861@gmail.com
8530040624
copy right © content 2020
all rights reserved