Hu Vaidehi Bhatt PART -15 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 15

Featured Books
Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 15

Vaidehi – 15

મુંબઈના દાદરમાં આવેલા શિવાજી પાર્કને અડીને માતૃ છાયા નામનો બંગલો હતો. આ બંગલામાં મૈત્રી તેના પરિવાર સાથે રહેતી હતી. મૈત્રીના પરિવારનો ફેમેલી બિઝનેસ હતો કપડાનો. તેના દાદા અને પછી તેના પપ્પા જયંતી ગડા આ બિઝનેસ સંભાળી રહ્યા હતા. શિવાજી પાર્કની બાજુમાં ઘર હોવાને કારણે મૈત્રી અવારનવાર બીચ પર ફરવા જતી. તેનો અને કપીસનો ફરવાનો સમય લગભગ એક જ હતો. બંન્ને વચ્ચે હાય...હલૉ... કયારેક સ્માઈલની આપેલે થતી. પણ, ક્યારે એકબીજા સાથે તેઓએ વાત નહોતી કરી. પણ, એક દિવસ થયું એવું કે તેમને એકબીજા સાથે વાત કરવી પડી.
શિવાજી પાર્ક પર કપીસ અને મૈત્રીની જેમ ઘણા સવારે જૉગિંગ અને વૉકીંગ કરવા આવતા. તેમા એક દિવસ બીચની બાજુમાં એક જગ્યા હતી. અને તેની બાજુમાં કલબહાઉસ હતો. તે ખાલી જગ્યા પર છોકરાઓ ક્યારેક ક્રિકેટ તો ક્યારેક ફૂટબૉલ રમતા. તે દિવસે તેઓ ફૂટબૉલ રમી રહ્યા હતા ત્યારે અચાનક ફૂટબૉલનો બૉલ ત્યા વૉક કરતા દાદાને વાગ્યો. એટલા જોરથી નહોતો વાગ્યો પણ દાદા ઉંમરવાળા ખરાને એટલે તેઓ પડી ગયા અને તેમને પડતા જોઈ મૈત્રી અને કપીસ તેમની મદદે આવ્યા. ચોપાટીની બાજુમાં ઘર હોવાને મૈત્રી કપીસના મદદથી દાદાને પોતાના ઘરે લઈ ગઈ. સારવાર કરી. ચા-પાણી આપ્યા. દાદા તો પછી ડરના મારા બીજીવાર બીચ પર દેખાયા નહી પણ મૈત્રી અને કપીસ રોજ સાથે જ વૉક કરવા લાગ્યા અને વૉક ધીરે ધીરે તેમને લગ્નના સાતફેરા સુધી લઈ ગયો.
કપીસ અને મૈત્રી બંન્નેને પોલીસમાં જૉઈન્ટ થવું હતું. બંન્નેએ એકબીજાની ઈચ્છાને અને કરીયરને માન આપ્યું પણ ધીરે ધીરે કપીસ અને મૈત્રી વધારે બીઝી થવા લાગ્યા એકબીજાને સમય નહોતા આપી શકતા. રાત્રે ભલે પતિ-પત્નિ એક થઈ જતા. પણ, સવારેલ ઉઠતાની સાથે જ કોઈને કોઈ વાતને લઈને ઝઘડા ચાલું થઈ જતા. તેથી ધીરે ધીરે તેમના વચ્ચે અંતર વધવા લાગ્યું અને પ્રેમ અને સહવાસની જગ્યા ઝઘડાએ લઈ લીધી. એકબીજાથી કામ વગર બોલવાનું ટાળવા લાગ્યા. પણ, એક દિવસ બંન્ને એકબીજાને એવું બોલ્યા કે બંન્ને હંમેશા માટે અલગ થઈ ગયા. તેમને લગ્નના એક વર્ષમાં જ ડિવોર્સ લઈ લીધા.
ડિવોર્સ લીધો ત્યારે મૈત્રીને નહોતી ખબર કે તે પ્રેગ્નેન્ટ છે. તેને પાછળથી ખબર પડી ત્યારે તેને કપીસ સાથે ફરીથી જૂનું ભુલીને નવા અધ્યાય લખવાની કોશિશ કરી પણ કપીસ તેની સાથે વાત કરવા પણ નહોતો માંગતો કેમ કે તેના મતે મૈત્રીએ સામેથી ડિવોર્સ માંગ્યા હતા તેનો તેન ગુસ્સો હતો અને સાથે મૈત્રી વગર હું જીવી શકું છું તે દેખાડવાનો અહમ પણ હતો. મૈત્રીએ પણ મનાવવાનું છોડી દીધુ હતું. અને હવે તે તેના કરીયર પર ધ્યાન આપવા લાગી હતી.
પણ, મૈત્રીએ નક્કી કર્યુ હતુ. કે તે કપીસને ક્યારે પણ દિયા વિશે નહીં કહે. તેને આટલા સુધી મનમાં સંગ્રહ કરેલી વાત એક ફોનથી મૈત્રીને ખબર પડી ગઈ.


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

“મેં આ વાત ઘણા સમયથી મનમાં છૂપાવીને રાખી હતી. આજે મને કહેવાની હિંમત આવી છે.” તે, દિવસ મારી માટે મહત્વનો હતો. કેમકે વિહાન મરીન ડ્રાઈવના પાડી પર સમુદ્રની સાક્ષી મારી સામે પ્રેમનો એકકાર કર્યો હતો. પણ, હું વિહાનના લાયક નહતી. મેં તેને કહ્યું, “મને પણ તું બહું ગમે છે. હું પણ તને ખુબ પ્રેમ કરૂછું. પણ, વિહાન આપણા બંન્નેનો કોઈ મેળ નથી. તો રહ્યો બિઝનેસમેનનો પુત્ર અને હું અનાથ જેના શરીરમાં કોણું લોહી વહે છે તે પણ ખબર નથી. મને મારા મા-બાપુએ ભરપુર પ્રેમ અને સમ્માન આપ્યુ છે. પણ, વિહાન મને મારા અસલી મા-બાપ વિશે કંઈ ખબર નથી. કોણા આધાર પર હું તને હા કહું?”
“વૈદેહી હું તને પ્રેમ કરૂ છુ. તારામાં વહેતા લોહીને નહી. બધાના લોહીનો રંગ એક જ હોય છે. અને મને તારા મા-બાપ કોણ છે તેનાથી કંઈ ફરક નથી પડતો. હું તને ચાહું છું.. તારા આ અસ્તિત્વને જેમાં માત્રને માત્ર વૈદેહી છે. વૈદેહી માણસ તેના કર્મથી ઓળખાય છે.”
વિહાનને તેની વાત કહ્યા પછી મારી પાસે ના કહેવાનું કોઈ કારણ નહતું. મને પણ વિહાન ગમતો હતો. તે દિવસે અમારા પ્રેમના એકાકારનો સાક્ષી ડુબતો સુર્ય બન્યો હતો. મેં અને વિહાન તે દિવસ એકબીજાને ભરપુર પ્રેમ કર્યો.

જે સમયે અમે અમારા પ્રેમનો એકાકર કરી રહ્યા હતા. ત્યા બીજી બાજુ અમારા કોઈ ફોટા પાડી રહ્યું હતું. અને તે ફોટા પાડવાની પાછળ કમલેશ ભટ્ટનો હાથ હતો. તેમને મારા ભાઈથી મારા વિશે પુરી માહિતી લઈ લીધી હતી. તેથી તેઓ બેચન હતા. તેઓ મારી દરેકે દરેક હરકત પર નજર રાખી રહ્યા હતા.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

“રાજવી આ કેસમાં જેટલી માહિતી કાઢું છું એટલો આ કેસ ઉંડોને ઉંડો જઈ રહ્યો છે. આ કેસ આપણે ક્યા લઈ જશે ખબર નહી.’ પોતાની ઓફિસમાં બેસીને મિહીર રાજવીને કહી રહ્યો હતો.
“કેમ, આમ બોલે છે. તેને કંઈ નવી માહિતી મળી કે?”
“આ જો આ પેપરનો આર્ટિકલ. આમાં લખ્યુ છે કે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે બાળકોની તસ્કરી કરનારનો કર્યો પર્દાફાશ. આ આર્ટિકલ 6 મહિના જુનો છે. આમ જ આપણે શોધશું તો આનો તો અંત જ નહી આવે.”
“મને ખબર છે કે આનો કોઈ અંત નહી આવે. આજે આપણે આને માટે લડી રહ્યા છીએ પણ, આ કામ ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે. જ્યા સુધી લાલચ છે ત્યા સુધી કોઈ ગોરખધંધા બંધ નહી થાય, પણ આપણે જે આપણા હાથમાં છે તે કરી શકીએ. આપણા આ પ્રયાસોથી આપણે કદાચ રાણી-રિનાની અને તેના જેવી કેટલી છોકરીઓનું જીવન બરબાદ થતા બચી જાય.”આ બોલી રાજવીના ઉભી થવા ગઈ.
“ક્યા જાય છે?”
“બાથરૂમ જઈને આવું.”
જો તે સમયે મિહીરે આર્ટીકલ પરથી માથું ઉંચકી રાજવીને જોઈ હોત તો તેને ખબર પડત કે રાજવીની આંખોમાં એક એવો ભૂતકાળ હતો. જે આંસુ દ્વારા બહાર આવી રહ્યો હતો પણ રાજવીને તેને બહાર નહતો લાવો. જો તે લાવત તો તેના મનમાં જે સબક શિખાવવાની... બદલાની ભાવના છે તે ખતમ થઈ જાત

END Part- 15