KakiMaa in Gujarati Letter by Nayana Bambhaniya books and stories PDF | કાકીમા

Featured Books
Categories
Share

કાકીમા

            “ કાકીમા “ તમારા જીવનમાં આ પાત્રનું શું મહત્વ છે? જો મને કોઈ આવું પૂછે તો હું ગર્વથી કહી શકું છું કે આપણી જન્મ દેનાર ‘ મા ‘ પછી જો કોઈને એક માતાના દરજ્જાનું સ્થાન અને સન્માન મળવું જોઈએ તો એ કાકીમા નું પાત્ર છે. કુટુંબ અને મોસાળ પક્ષે બઉ બધા પાત્રો વિશ બઉ બધું લખાયું છે અને ગવાયું પણ છે પરંતુ કાકીમા વિધે સાવ ઓછું લખ્યું છે.

     

    મારે આજે સમાજ વિશે કોઈ વાત નથી કરવી મારે મારા પોતાના મારા સાત ~ આઠ કાકીઓ છે એમના વિશે થોડુંક કહેવું છે. મારો જન્મ, મારો ઉછેર મારું શિક્ષણ એ બધું જ ભાવનગરમાં થયું છે બીજી બાજુ મારું કાકા કુટુંબ એ બધા ગામડે રહે એટલે તમે સમજી શકો છો કે મારે ગામડે કાકીઓ સાથે સાવ ઓછું રહેવાનું થયું છે. ભલે હું બધા કાકીઓ સાથે સાવ ઓછી રહી હોય પરંતુ મારે અને બધા કાકીઓને એક દીકરીનો એની માતા સાથે જે સંબંધ હોય એવો અમારે બધા કાકી ભત્રીજીનો સંબંધ છે. આ કાકી ભત્રીજીના સંબંધમાં સન્માન છે વહાલ છે અને વાત્સલ્ય છે.

                મારા સાત ~ આઠ કાકીઓ છે એમનું મારા જીવનમાં એક ‘ માતા ‘ના દરજ્જાનું  સ્થાન છે. કારણ કે હું મર્યાદા, સંસ્કારો અને સહનશીલતાનો કકો બઉ ઘૂંટી રહી છું અને કઈક શીખી રહી છું એ બધું હું મારી આ બધી માવડીઓ પાસેથી જોઈને જ મારા જીવનમાં અનુસરું છું. એમને જોઈને જ કઈક શીખી રહી છું. મમ્મીએ કીધેલું કે કાકા કુટુંબમાં તારે સાત- આઠ કાકીઓ છે એ કાકીઓ પાસેથી તું કઈક શીખવાની ભાવના રાખજે. તને એમની પાસેથી સંસ્કારોનું ભાથું મળશે એ તને મોબાઈલમાં નહીં મળે.

 એ સમય મમ્મી વધારે કઈ બોલ્યા નહોતા પરંતુ મમ્મી તૂટેલા અને અડધા ફડધા શબ્દોમાં મને કહેવા માંગતા હતા કે તું તારી એ બધી “ મા “ પાસેથી પણ કઈક થોડુક શીખજે. 

      મમ્મી , એમના દેરાણી અને પપ્પાના કાકીઓ એ બધા વડીલોને હું સાવ નજીકથી સમજવાનો પ્રયત્ન કરું છું એમની ઇચ્છાઓને મહત્વ આપું છું અંતે એ બધા વડીલો એટલું જ ઇચ્છે છે કે 

કુટુંબની પરંપરાઓ, રીત રિવાજો, મર્યાદાઓ સાચવજો 

અને આગળ લઈ જજો. મેં જોયું છે મમ્મી અને મારા બધા કાકીઓ એ આ મર્યાદા શબ્દને બઉ ઘૂંટ્યો છે આ કુટુંબમાં મર્યાદાનું ચુસ્તપણે પાલન થયું છે હા મમ્મી વાળી પેઢીને જોઈને જ હું મર્યાદ શબ્દને મહત્વ આપી રહી છું. કારણ કે પોતાની માવડીઓને જોઈને દીકરીઓ એમની પાસેથી સંસ્કારો શીખશે જ. પેલું કહેવાય છેને કે , કૂવામાં હોય તો અવેડામાં આવે. મારો કેવાનો મતલબ છે કે, જે સદ્ગુણ ‘ મા ‘ ની અંદર હોય એ દીકરીમાં આપોઆપ આવી જ જાય. એમાય હું તો મારી બધી માતાઓને જોઇને એમની પાસેથી સંસ્કારોનું ભાથું લઈ રહી છું.

મેં ઘણી વખત સંઘર્ષ અને ગરીબ પરિસ્થિતિની 

વાત કરી છે હા સંઘર્ષ અને ગરીબાઈના પાઠ મને મમ્મી અને એમના દેરાણીઓ પાસેથી જ શીખવા મળે છે. મમ્મી અને એમના દેરાણીઓ બઉ બધા સંઘર્ષો અને મુશ્કેલીઓ સામે બાથ ભીડતા અને લડતા આખડતા પોતાના પરિવારને સાચવે છે પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા મહેનત કરે છે. ચોખ્ખા શબ્દોમાં કહું તો ભણેલી સ્ત્રીઓ છોકરાના પૈસા જોઈને લગ્ન કરે એટલા માટે ભણેલી સ્ત્રીને મહેનત, પરસેવો, સંઘર્ષો અને ગરીબાઈ આ બધી મુશ્કેલ પરિસ્થિતિ જીવનમાં ક્યારેય જોઈ જ નથી. એટલા માટે મારા પેલા આદર્શ વ્યક્તિઓ મારી અભણ મવડીઓ છે. જે બઉ ભણ્યા નથી પરંતુ ભણેલી સ્ત્રીઓને પણ પાછળ પડી શકવાની આવડત ધરાવે છે.

 

    અમારે દાદાનું અવસાન થયેલું એ સમયે મમ્મી અને એમના બધા દેરાણીઓ એક સાથે ભેગા મળીને બેઠા હતા અને પોતાની સુખ દુઃખની વાતો કરતા હતા. એ વાતોમાં મને દેરાણી જેઠાણીનો સંબંધ નહીં પરંતુ બહેનો બહેનો વચ્ચે જે સન્માન હોય એ સન્માન પ્રેમ અને લાગણીઓના દર્શન થયેલા. એ વખતે મેં પેલી વખત જોયું કે આ બધા દેરાણી જેઠાણી વચ્ચે સંપ, 

લાગણી અને પ્રેમ ભરપૂર છે. કદાચ મમ્મી એ મને એટલે જ કહ્યું હશે કે તું સંસ્કારોનું સૂક્ષ્મ અવલોકન કરતા શીખજે અને બધા કાકીઓ પાસે કઈકને કઈક શીખજે.

          મમ્મી અને કાકી વાળી પેઢી એટલે સંબંધોના સરવાળા કરનાર અને સહનશીલતાના પાઠ આ પેઢી પાસેથી શીખવા મળે છે આ “ શાહનશીલતા “ શબ્દ ઉપર મારા પપ્પાએ વધારે ધ્યાન આપવાનું કીધેલું કારણ કે દીકરીમાં સહન કરવાની ક્ષમતા હશે તો એ પરિવારને જીતી લેશે પરિવારને સાચવી લેશે. જો દીકરીમાં સહન કરવાની ક્ષમતા  જ નહીં હોય તો કાલ સવારે એના સાસુ એક કડવું વેણ બોલશે તો આપણી દીકરી એના સાસુમાને દસ કડવા વેણ સંભળાવશે. આપણી દીકરી એના સાસુ સામે બોલે એ યોગ્ય તો નો જ કહેવાય. એટલા માટે સહનશીલતાના પાઠ મમ્મી અને કાકીઓ પાસેથી શીખવા મળે છે.

      લખવા બેસું તો ઘણું લખી શકું છું અંતે મારે એટલું જ કહેવું છે કે હું સંસ્કાર, મર્યાદા અને સહનશીલતાના પાઠ મમ્મીની સાથે સાથે મારા કાકીમા પાસેથી પણ શીખી છું.

હા મને મમ્મી વિશે અને મમ્મીના જીવનની બધી વાતો ખબર છે પરંતુ મારા સાત - આઠ કાકીમા નું જીવન પણ જરાય સહેલું નથી રહ્યું.

કાકીઓ પણ મમ્મીની જેમ જ દુઃખ દર્દ અસહીય પીડામાંથી પસાર થયા છે અને મારે એમાંથી જ કશુંક શીખવાનું છે.

   

     અમે તો ખાનદાની કુટુંબના દીકરા - દીકરીઓ છીએ એવી વાતો તો આપણે બઉ કરીએ છીએ પરંતુ કુળ - કુટુંબને ખાનદાની ઈજતવાન બનાવવામાં કુટુંબની કુળવધૂઓ - પુત્રવધૂની બઉ મોટી ભૂમિકા રહેલી હોય છે. અમારા કુટુંબની માવડીઓ ને હું નતમસ્તક વંદન કરું છું.

       વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મારો આ લેખક મારા આ શબ્દો મારા બધા “ માતા “ ઓ ને સમર્પિત કરું છું.

    ~ નયના બાંભણિયા