First Visit in Gujarati Love Stories by Payal Chavda Palodara books and stories PDF | પ્રથમ મુલાકાત

Featured Books
Categories
Share

પ્રથમ મુલાકાત

: પ્રથમ મુલાકાત :
 આજે ઓફિસમાં ‘મહિલા દિન’’ નિમિત્તે ફંકશન હોવાથી આજે પ્રિતી સરસ તૈયાર થઇને ઓફિસ જવા નીકળતી જ હતી. ત્યાં જ પ્રણયનો વોટસએપ પર મેસેજ આવ્યો. 
પ્રણય : હાય...... ગુડ મોર્નીંગ. 
પ્રિતી : વેરી ગુડ મોર્નીંગ. 
પ્રણય: ઓફિસ પહોંચી ગયા કે હજી ઘરે છો ? 
પ્રિતી : ના.... હું હાલ જ ઓફિસ આવવા માટે નીકળી છું. કેમ ? તમે ઓફિસ આવી ગયા છો ? 
પ્રણય: હા સરકાર. તમે તો ક્હયું હતું કે ૧૦.૩૦ પહેલા આવી જજો. 
પ્રિતી : અરે હા. મને તો યાદ જ ન રહ્યું. વાંધો નહીં. હું બસ પાંચ મિનિટમાં પહોંચું જ છું. 
પ્રણય: ઓ.કે. હું રાહ જોંઉં છું.  
પ્રિતી : ઓ.કે. 
 બરાબર ઘડીયાળના ૧૦.૩૦ ના ટકોરે પ્રિતી ઓફિસ પહોંચે છે. ઓફિસ પહોંચી કાયમનું કામ પતાવી તે પ્રણયની રાહ જ જોવે છે. ત્યાં જ પ્રણય આવી ચઢે છે. તેને જોતા તો પહેલા પ્રિતીની બોલતી જ બંધ થઇ જાય છે. કેમ કે, એમ નહતું કે પ્રણય અને પ્રિતીની એકબીજા સાથે મુલાકાત થઇ ન હતી કે એમ પણ ન હતું કે એકલામાં મળ્યા પણ ન હતા. પણ હમણાથી વોટસએપ ચેટમાં વાતચીતનો દોર થોડો છૂટો થઇ ગયો હતો. જે હવે રોજીંદુ જ એક કામ થઇ ગયું હતું. 
 પ્રણય ચેમ્બરનો દરવાજો ખોલીને અંદર આવે છે. પ્રિતીને સમજ નથી પડી રહી કે હવે કરવું શું ? કેમ કે, એ બંને સીવાય કોઇ ચેમ્બરમાં ન હતું. 
પ્રણય: હેપી વુમન્સ ડે.  
પ્રિતી : થેંકયુ અને મને ગમ્યું કે તમે મારા માટે આજે વહેલા આવ્યો છો. બોલો શું ગીફ્ટ લાવ્યા છો મારા માટે ? 
પ્રણય: (ટેબલ પર ગીફટ મૂકે છે) મે જે ગીફ્ટ લીધી છે એ કદાચ તમને ગમશે અને ઉતાવળમાં લીધી છે અને બીજું તમે હુકમ કર્યો તો વહેલા આવવું જ પડે.  
પ્રિતી : અરે તમે આજના ખાસ દિવસે મારા માટે કંઇક લઇને આવ્યા એ જ મારા માટે મોટામાં મોટી ઉપહાર છે. 
પ્રણય: થેકયુ. પણ આજે તમે જે રીતે તૈયાર થઇને આવ્યા છો તો તમારી પરથી મારી નજર જ નથી હટતી. 
પ્રિતી : (શરમાઇ જાય) શું તમે પણ ખાલી મજાક કરો છો. 
પ્રણય: હું મજાક નથી કરતો. વિશ્વાસ ના આવતો હોય તો કોઇ બીજાને પૂછી જોવો. આપોઆપ ખ્યાલ આવી જશે. 
પ્રિતી : (મનમાં) બીજાને કયાં પૂછવાની જરૂર છે. મારે તો ફકત તમારો જ અભિપ્રાય જોઇતો હતો. 
 જે બાદ તેઓ થોડી સેંકન્ડો તો વાત પણ કરી શકતા ન હતા કે નજર પણ મીલાવી શકતા ન હતા. પ્રણય હવે પોતાની જગ્યાએ જવાની તૈયારીમાં હતો ત્યાં જ પ્રિતીને પ્રણય વધુ સમય અહી રહે તેમ ઇચ્છતી હતી. આથી તેને અટકાવે છે. 
પ્રિતી : આજના દિવસે મારી સાથે એક ફોટો પણ નહીં પડાવો તમે ? 
પ્રણય: કેમ નહિ. જરૂર. સેલ્ફી પાડવો છે ? કે બધા આવી જાય પછી સાથે પાડવો છો ?  
પ્રિતી : હા. સેલ્ફી જ પડાવી છે અને એ પણ ફકત આપણે બંને. બીજું કોઇ નહીં.  
 પ્રણય પાસે આવે છે. સેલ્ફી ફોટો લે છે. એક ફોટો લેતાં પણ બંનેના મનમાં ખચકાટ થતો હતો. પહેલા આ રીતનું કંઇક અલગ લાગતું જ નહતું. પહેલા પણ તેઓ આ રીતે સાથે ફોટો પડાવતા હતા. ગ્રુપમાં ફોટો પડાવેલ પણ આજે પહેલી વાર તેઓ એકલા ફોટો પડાવતા હતા. પણ આજે વાત અલગ હતી. 
પ્રિતી : (ફોટો બાદ) તમને વાંધો ના હોય તો હિન્દીમાં તમારું મનપસંદ ગીત કયું છે ? 
પ્રણય: (મનમાં મલકાઇને) મેરા દિલ ભી કિતના પાગલ હૈ, યે પ્યાર જો તુમસે કરતા હૈ.... પણ શું કામ હતું ? 
પ્રિતી : કંઇ નહીં. બસ એમ જ. (મંદ મંદ ચહેરા પાછળ હાસ્ય લાવીને કામ કરવાનું નાટક કરે છે. જાણે પ્રણયસામે જ ના હોય) 
જે બાદ પ્રણય તેની જગ્યાએ ચાલ્યો જાય છે. પ્રણયના ગયા પછી તરત જ રાહ જોયા વગર ગીફટ ખોલે છે. એમાં સરસ મજાની પેન હોય છે. તેને તે બહુ જ ગમે છે. કેમ કે, શાળા સમય બાદ પહેલી વાર આવી પેનની ગીફટ મળી હતી અને ખાસ પણ હતી કેમ કે, આટલા વર્ષોમાં આ પહેલી વાર પ્રણય દ્વારા તેને ખાનગી ગીફટ આપવામાં આવી હતી. બપોર પછી ‘મહિલા દિવસ’ નિમિત્તે લંચનું આયોજન કર્યા બાદ બધી જ મહિલાઓ માટે એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. તેની માહિતી ફકત મહિલાઓને જ હતી અને તેમાં મનપસંદ ગીત ગાવાનું નકકી કરવામાં આવેલ હતું. પ્રિતી પ્રણયની પસંદનું જ ગીત ગાવા માંગતી હતી. આથી જ તેણે પ્રણયને કારણ પૂછયા વગર તેની પસંદગી પૂછી લીધી. 
બધી જ મહિલાઓ પ્રોગ્રામ હોઇ ભેગી થાય છે. પ્રસંગની શરૂઆત મહીલાગણની આગતા-સ્વાગતાથી થાય છે. પછી મુખ્ય કાર્યક્રમ શરૂ થાય છે. દરેક વારાફતી પોતાની પસંદનું ગીત ગાય છે. પ્રિતી પણ પ્રણયને જે ગીત પસંદ હતું તે ગાય છે. 
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રણયને આભાસ થાય છે કે, હવે ઘરે જવાનો સમય થઇ ગયો છે ને આજે પ્રણય સાથે ખાસ કોઇ વાત પણ નથી થઇ. તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં પ્રણયને ફોન કરીને કોફી પીવા બહાર બોલાવે છે. પ્રણય તો તરત જ હા પાડી છે. જાણે એ તો રાહ જ જોતો હોય કે કયારે પ્રિતીનો ફોન આવે ને તે તેને મળવા જાય !!!! પ્રિતીના પગ તો બહાર જવા માટે તલપાપડ થઇ રહ્યા હતા. પણ પ્રિતી કરતાં તો વધારે બેચેની પ્રણયને હતી. એ તો પ્રિતી આવે એ પહેલા જ ટેબલ બુક કરી કોફી ઓર્ડર કરી દીધી હતી. હવે ખરો સમય તો હવે ચાલુ થાય છે જયારે પ્રિતી અને પ્રણય એક ટેબલ પર એકલા બેઠા છે અને તે પણ આમને-સામને. 
આજુબાજુ લોકોની અવર-જવર થતી હતી. હવે પ્રિતી મનમાં મૂંઝાવા લાગી. પ્રણય અને પ્રિતી એકબીજાની સામે જોતા હતા પણ વાત કરતાં ન હતા અને જે પણ સામાન્ય વાત થતી હતી તે એકબીજાની સામે જોયા વગર થતી હતી. બંનેને એ વાતનો આભાસ હતો કે તેઓની દિલની ધડકનો વધી ગઇ છે. લોકોની હાજરીમાં તેઓ બોલી પણ શકશે નહીં. પછી અચાનક પ્રિતીને થાય છે કે વાત તો કરવી પડશે. 
પ્રિતી : પ્રણય, આપણે બીજા કોઇને સાથે કોફી પીવા માટે લાવ્યા હોત તો સારું થાત. 
પ્રણય: (મલકાય છે) મને પણ એવું જ લાગે છે. કેમ કે, તમે ને હું એકબીજા સાથે નજર પણ મીલાવી શકતા નથી અને તમે વાત પણ કરતાં નથી.  
પ્રિતી : હમમ... આ રીતે એકલા આપણે પહેલી વાર મળ્યા.  
પ્રણય: હા સાચી વાત.... આમ પણ જતા આવતાં બધા આપણને જ જોવે છે. 
‘‘પહેલી મુલાકત હુઈ ઈનસે કુછ ઐસે કી નિગાહો હી નિગાહો મે બાત હો ગઈ, ફિર ના મૈને કુછ કહા ના હી ઉસને.’’

 જે બાદ તો પ્રિતીની ગભરાહટ વધારે વધી ગઇ. તે વચ્ચે-વચ્ચે પ્રણયને જોઇ લેતી હતી અને પ્રણય અને પ્રિતીની નજર સાથે મળતી. તેને લાગવા માંડયું કે એમણે એકલા નહોતું આવવા જેવું. જેવી કોફી આવી કે તેઓ બંને વધારે સમય કોફી ઠંડી થયાની રાહ જોયા વગર ફટાફટ કોફી પીવા લાગ્યા. 
પ્રિતી : (લાંબા નિઃસાસા નાખતાં) પ્રણય, ઘરે જવાનો સમય થયો છે. હું હવે જાઉં છું. 
પ્રણય: હમમ.... આજે મારી ઇચ્છા હતી કે તમને ઘરે લેવા આવું. પણ તમે જાતે ઓફિસ આવી ગયા. કંઇ વાંધો નહિ. હાલ તો તમે નીકળો. હું પાછળ-પાછળ આવું છું. 
પ્રિતી : ઓ.કે. 
 પ્રિતી તો ત્યાંથી ચાલવા માંડી. વળતા પ્રણયની સામે નજર કરી તો તેને જ જોતો હતો. તેને થયું કે હું થોડો વધારે સમય બેઠી હોત તો સારું હોત. પણ મનમાં ગભરાહટ જ એટલી વધી ગઇ હતી કે તે પ્રણયને જ જોઇ ના શકી. 
 આમ ને આમ પ્રિતી અને પ્રણયની કોફી સાથેની પ્રથમ મુલાકાત કંઇ પણ વાત કર્યા વગર પૂરી થઇ.   

‘‘જીંદગી કા સબસે ખૂબસૂરત પલ ..... હમારી પહેલી મુલાકાત ’’

- પાયલ ચાવડા પાલોદરા