ઈસ્લામિક સ્ટોરી 19
હઝરત અલીની સમજાવટ પછી બન્ને પક્ષના સૈનિકો પોતપોતાના તંબુઓ માં જઈને સુઈ ગયા.પણ જેમણે હઝરત ઉસ્માનની હત્યા કરાવી હતી. એ કાવતરાબાજોના માણસો બન્ને તરફના લશ્કરોમાં સામેલ હતા.અને એ લોકોની ઈચ્છા શાંતિની તો બિલકુલ ન હતી.રાત્રિના ત્રીજા પહોરમાંએ કાવતરા ખોરોએ એક બીજાની છાવણીઓ ઉપર અચાનક હુમલો કર્યો.અને પછી શરુ થયુ ભયંકર યુદ્ધ.વહેલી સવારે શરુ થયેલુ એ યુદ્ધ બપોર સુધી ચાલ્યુ હતુ અને ત્યા સુધીમા બન્ને પક્ષોના હજારો સૈનિકો શહીદ થઈ ગયા.હઝરતઅલીના પક્ષના પાંચથી સાત હજાર અને હઝરત આયેશાના પક્ષમાંથી બારથી પંદર હજાર સુધી સૈનિકો શહીદ થયા હતા. યુદ્ધ અટકાવવા માટે હવે હઝરત અલી ને એક જ માર્ગ દેખાતો હતો.અને તે એ હતો કે હઝરત આયેશાને આ યુદ્ધ લડતા રોકી દેવાય.જો હઝરત આયેશા યુદ્ધ રોકવાની જાહેરાત કરે તો નબી સાહેબના એ પત્નિ હોવાના કારણે બધા તેમની વાત સાથે સહમત થાય એ દેખીતુ.
હઝરત આયેશા એક ઉંટ ઉપર બેસીને લડી રહ્યા હતા.એ ઊંટનું નામ હતુ જમલ.હઝરત અલીએ ઊંટના પગ કાપી નાખવાનો આદેશ આપ્યો.અને જેવા ઊંટના પગ કપાયા ઉંટ જમીન ઉપર પડ્યુ.ઉંટ જમીન પર પડે તે પહેલા હઝરત આયેશાને ઉંટ પરથી હઝરત અલીએ ઉતારી લીધા અને પોતાની છાવણીમાં લઈ જઈને એમને સમજાવ્યું કે આપણને આપસમા લડાવવાનું હઝરત ઉસ્માનની જેમણે હત્યા કરાવી હતી એજ કાવતરા બાજોનુ આ પણ એક કાવતરુ છે.અને આ વાત હઝરત આયેશાના ગળા નીચે પણ ઉતરી ગઈ. અને એમણે પોતાના સૈનિકોને યુદ્ધ રોકવાનો આદેશ આપ્યો.અને આ રીતે યુદ્ધ પુરુ થયુ.જમલ નામના ઊંટના પગ કાપીને આ યુદ્ધ પુરુ થયું હતું એટલે આ યુદ્ધને જંગે જમલ તરીકે ઓળખવામાં આવે છે.
હઝરત આયેશાને માનભેર મદીના મોકલી દેવામાં આવ્યા.હઝરત આયેશા આ થયેલી ગેર સમજ માટે અને નાહક રેલાયેલા મુસલમાનોના ખૂન માટે પછતાયા હતા.અને મદીના ગયા બાદ એમણે રાજકારણથી દૂરી બનાવી લીધી અને મુસલમાન બાળકોને તાલીમ આપવાની જીમ્મેદારી લઈ લીધી.
હઝરત અલીનુ બીજુ યુદ્ધ અમીર મુઆવિયા સાથે થયુ હતુ.અમીર મુઆવિયા સીરિયાના ગવર્નર પદ ઉપર હતા.હઝરત અલી ચોથા ખલિફા બન્યા ત્યારે મુઆવિયાએ હઝરત અલીની બૈયત કરવાનો ઈનકાર કરતા કહ્યુ હતુ. કે જ્યા સુધી હઝરત ઉસ્માનના કાતિલો ને સજા નહિ કરવામાં આવે ત્યા સુધી હું હઝરત અલીની બૈયત નહિ કરુ. વાંરવારની સમજાવટ છતા જ્યારે મુઆવિયાએ પોતાનુ પદ ના છોડ્યુ ત્યારે હઝરત અલી એક મોટુ લશ્કર લઈને સિરીયા ગયા.મેદાને સિફ્ફીન નામની જગ્યાએ મુઆવિયા અને હઝરત અલીના લશ્કર વચ્ચે ઈસ્લામનુ. અને મુસલમાનોનુ આપસમા જ સહુથી મોટુ યુદ્ધ થયુ.આ યુદ્ધ શરુ થતા પહેલા મહિનાઓ સુધી બન્ને પક્ષ સામસામે છાવણીઓમા રહ્યા હતા.બન્ને વચ્ચે મહિનાઓ સુધી વાટાઘાટો ચાલી હતી. આ દરમ્યાન નાના છમકલાઓ પણ એમની વચ્ચે થયા હતા.વાટાઘાટોનુ કોઈ પરિણામ ન નિકળતા આખરે બન્ને વચ્ચે ભયાનક યુદ્ધ શરુ થયુ હતુ.આ યુદ્ધમા હઝરત અલીના પક્ષે લગભગ પચ્ચીસ હજાર અને મુઆવીયાના પક્ષે પિસ્તાલીસ હજાર જેટલા સૈનિકો માર્યા ગયા હતા.મુઆવીયા હારવાની અણી પર હતા ત્યારે મુઆવીયાના એક સલાહકાર અમ્ર અલ આસનાએ એક યુક્તિ અજમાવી.એણે સૈનિકોના ભાલા ઉપર કુરઆનના પાનાઓ બાંધી દીધા અને કહેરાવ્યું.આપણે હવે આપસમા લોહી ના વહેડાવવું જોઈએ.આપણી વચ્ચે ફેસલો કરાવવા માટે આ અલ્લાહ ની કિતાબ કાફી છે.હઝરત અલી ચાહતા હતા કે સંપુર્ણ જીત મળે પણ કુરઆનનો વાસ્તો અપાયો હોવાથી એમના સૈનિકોએ હવે હથિયાર ઉપાડવાની ના પાડી દીધી હતી.
મુસલમાનોની બન્ને તરફે બહુ મોટી તારાજી થઈ હોવાથી ઘણા મુસલમાનો મુઆવિયા અને હઝરત અલીથી નારાજ થયા હતા.અને એક મોટુ જુથ હઝરત અલીના લશ્કરમાંથી છૂટુ પડી ગયુ.શિયા અને સુન્ની પછી ઇસ્લામનો આ ત્રીજો ફિરકો બન્યો અને એ ખારજી તરીકે પ્રખ્યાત થયો.
આ જૂથે અલગ થતા જ એક ફેંસલો લીધો કે મુસલમાનોનુ જે આટલા મોટા પ્રમાણમાં લોહી વહ્યુ છે એનુ કારણ હઝરત અલી.મુઆવીયા અને અમ્ર ઇબ્ને આસ છે એટલે આ ત્રણેને ખતમ કરવા જોઈએ અને ખારજીઓએ એક જ દિવસે એ ત્રણેને ખતમ કરવાની સાજીઝ રચી.