Mata no putra ne patra in Gujarati Letter by MB (Official) books and stories PDF | માતા નો પુત્રને પત્ર

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

માતા નો પુત્રને પત્ર

Nita Shah

''પત્રલેખન''

માતા નો પુત્રને પત્ર

વ્હાલા દીકરા સ્તવન,

કેમ છે બેટા ? તારું કામકાજ કેમ ચાલે છે ? અરે હા, છેલ્લે તું ઘરે આવ્યો ત્યારે તને માઈગ્રેન નો થોડો દુખાવો હતો. ડોકટરે આપેલ દવાનો કોર્સ પૂરો કર્યો કે પછી ? 'સોરી મોમ ભૂલી ગયો '' as usual. થોડું સારું થાય એટલે સાવ કેરલેસ થઇ જાય છે પણ બેટા ફરી વારંવાર આ દુખાવો સહન કરવા કરતા એક વાર નિયમિત દવા લેવી સારી કે નહિ ? પાછો તું કહીશ કે આ મોમનું ભાષણ ચાલુ થઇ ગયું. પણ શું કરું હું પણ ''માં' છું એટલે ફિકર તો રહે જ છે. કામની સાથે સાથે તારું પણ ધ્યાન રાખજે બેટા.

કદાચ તને નવાઈ લાગશે કે આ ઈમેલ,વોટ્સઅપ અને ફેસટાઇમના જમાના માં આ letter writting નો શોખ ક્યાંથી જાગ્યો ? હા,તું સાચો જ છે બેટા. એના બે કારણો છે.પહેલું તો એ કે હું ખુલ્લા મને તને જે લખી શકીશ એ તને ફોન માં કે ફેસટાઇમ માં નહિ કહી શકું. આજે મારે ખુલ્લા મને માં-દીકરા ના સબંધોને થોડી વાર બાજુએ મુકીને સંકોચ વિના વાત કરવી છે. બીજી વાત સાચું કહેજે મારા હસ્તાક્ષર વાંચીને દુર રહીને પણ મોમ નો વ્હાલો સ્પર્શ ફિલ કરે છે ને ? સારું ચલ હવે તારી ભાષા માં કહું તો સેન્ટીવેડા બંધ...! હવે મૂળ વાત પર આવું.

તે લગ્ન નહિ કરવાનો નિર્ણય લઇ લીધો છે. અત્યાર સુધી આપની જ્ઞાતિમાં અને અમારા સર્કલ માં પણ વારંવાર તારા લગ્નનો વિષય છેડતા જ હતા. ઉંમરલાયક દીકરો કે દીકરી થાય એટલે આપણા સમાજ માં આવી પૂછપરછ સામાન્ય છે. એમાં પણ સારું ભણેલા, દેખાવડા અને નેઈમ અને ફેઈમ કરી ચુકેલા દીકરા માટે લોકો વધારે પૂછે. એમના પ્રશ્નો ને સારી ભાષા માં હું ટાળતી હતી. જોઈશું, હું વાત કરી જોઇશ વગેરે.પણ હવે મારો નિર્ણય પણ પાક્કો કરી લીધો છે અને છેલ્લા એક વીકથી બધાને ચોખ્ખું કહી દવું છું કે સ્તવન ને હમણાં લગ્ન કરવા જ નથી. એટલે હવે મારે લોકો તરફથી આવતા પ્રશ્નો બંધ થઇ જ જશે.

બેટા, તું મુંબઈ માં તારા બોયફ્રેન્ડ 'હવન' સાથે રહે છે. હવન પણ ખુબ જ સંસ્કારી છોકરો છે.તું સમલૈગિક છે. અને હવન ને તે જીવનસાથી માની જ લીધો છે. તમે બંને ઉંમરના પ્રમાણમાં ખુબ જ મેચ્યોર અને સમજુ છો. તમે પણ એક માતાપિતા તરીકે અમારી જે પીડા છે તે પણ સમજો છો અને એ રીતે વર્તો પણ છો. ઘણી વાર વિચારું છું કે સમાજ આપણાથી બનેલો છે કે આપણે સમાજથી બનેલા છીએ ? પણ એક વાત સ્પષ્ટ કરું તો મારા માટે હવે મારા બાળકોની ખુશી જ અગત્યની છે નહિ કે સમાજ. કારણ બાળકોની ખુશી સાથે સીધું કનેક્શન માતાપિતા ની ખુશી સાથે જોડાયેલું જ હોય છે. હા, શરૂઆતમાં થોડું અજુગતું લાગતું હતું કે આવું તો હોતું હશે અને એક માં તરીકે નો માંલીકીપણાનો ભાવ કે મારો દીકરો આવું કરે જ શું કામ ? હું નહિ ચલાવી લઉં, હું કહું એમ જ થવું જોઈએ બ્લા,બ્લા,બ્લા...! અને એટલે જ આપણી વચ્ચે ચકમક ઝરી અને મનદુઃખ થયું બંને પક્ષે. હું તારી તકલીફ સમજવા અક્ષમ હતી ક્યાં તો હું સમજવા જ નહોતી માગતી. કબુલ કરું છું મારું વલણ જડ હતું કારણ હું પણ આ જ સમાજ માં જીવી છું અને આવા કિસ્સા જોયા જ નથી. આ પરિવર્તન સ્વીકારવા તૈયાર જ નહોતી. પણ ઈન્ટરનેટ અને અમુક પુસ્તકો દ્વારા હું સમલૈંગિકપણા ને સમજી શકી છું.તું મારો એકનો એક દીકરો છે. એકદમ હેન્ડસમ,પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી. મુંબઈ જેવી માયાનગરીમાં તું સ્થાન જમાવી ચુક્યો છે. ફેશન ડીઝાઇનર તરીકે તારો ડંકો વાગે છે. નંબર વન ની હિરોઈન પણ તારા ડીઝાઇન કરેલા આઉટફીટસ પહેરે છે. સ્ક્રીન પર જયારે તારો ઇન્ટરવ્યુ કે તારું નામ જોવું છું ત્યારે ખુશીના આંસુ સરી પડે છે અને દુઃખ પણ થાય છે કે કાશ મારો સ્તવન મારી પાસે હોત તો એને હગ કરીને અભિનંદન આપી શકી હોત! અરે, છેલ્લા ફેશન શો માં આપણી ગુજરાતી સાડી ને એમાં કિનખાબી વર્ક અને કિનખાબી બ્લાઉઝ ને જે રીતે તે ડ્રેપ કરી તી ! એક રીચ લુક,ડીસન્સી,ગ્રીન અને પર્પલનું કોમ્બિનેશન અને છતાં ય સાડી કેરી કરવામાં સાવ સરળ...ભલે લોકો અતિશયોક્તિ કહે પણ હું કહીશ કે આ ફક્ત મારો દીકરો સ્તવન જ કરી શકે. યાદ છે તને એક જયપુરી બેડશીટ હું લાવી તી અને સહેજ ટૂંકી પડી તી બેડ ની સાઈઝ પ્રમાણે, મને બહુ ગમી તી એટલે જીવ બાળતી હતી અને તે શું કર્યું તું યાદ છે ? એમાંથી મસ્ત મિક્ષ મેચ કરીને મારા માટે ફ્લોર લેન્થ નો ડ્રેસ પેલા મારા બહેરા ચંદુભાઈ દરજી પાસે કરાવ્યો હતો. ત્યારે તું આઠમાં ધોરણ માં હતો. તારી સ્કુલના એન્યુઅલ ફંક્શન માં પહેર્યો હતો અને કેટલા બધા કોમ્પલીમેન્ટસ મળ્યા હતા. ફ્લોર લેન્થની ફેશન અત્યારે ઓનડીમાન્ડ છે પણ તે આ ડીઝાઇન ૧૩ વર્ષ પહેલા કરી હતી. કાશ, એ દિવસો પાછા આવી શકે તો...જલ્સા જ પડી જાય!

બેટા કુદરતે તને ગે બનાવીને ઈશ્વરે મને લપડાક મારી હોય તેવું લાગતું હતું. મને તો ૩ વર્ષ પહેલા જાણ થઇ ગઈ હતી કે મારા સ્તવન ને કોઈ મિસ વર્લ્ડ કે સ્વર્ગની અપ્સરા પણ રીઝવી શકે તેમ નથી. હવે મને લાગે છે જે થયું તે સારું જ થયું નહિ તો હું તમારી જનરેશન ને કે તમારા વિચારોને ક્યારેય સમજી શકી ના હોત. ભૂલી ગઈ તી કોઈના પર આંગળી ચીંધવી કેટલી સહેલી છે ?પોતાના પર આવે ત્યારે જ સત્ય સમજાય છે. બેટા, સબંધો સજાતીય હોય કે વિજાતીય હોય જીવન માં ગમતા પાત્ર સાથે સેક્સનું સુખ માણવાનો દરેક નો અધિકાર છે. આવા સજાતીય સબંધો આગળ આપણો સમાજ કેમ નાક નું ટેરવું ચડાવે છે? જાણે કોઈ મોટો ગુનો ના કર્યો હોય એવી નજરે જુવે છે. અરે, જરા ઈતિહાસ માં ડોકિયું કરો તો ખ્યાલ આવશે કે સજાતીય એ કોઈ નવો વિષય છે જ નહિ. આપણા સમાજ માં કોઈ સ્ત્રી કે પુરુષ લગ્ન કરીને કે લગ્ન વિના સાથે રહે તો એ કોઈ નવી વાત નથી પણ જો કોઈ લેસ્બિયન કે ગે સાથે રહે તો સમાજ કેવા કેવા ગંદા શબ્દો વાપરે છે? દરેક પુખ્ત વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો જન્મસિદ્ધ હક્ક છે એમાં કોઈએ ડખલ કરાવી જોઈએ નહિ . ન તો સમાજે, ન તો ભારતીય બંધારણે કે ન તો કાયદાએ ...!ભારતની બહારના દેશો માં જુવો, કાયદા ત્યાં પણ છે,સમાજ ત્યાં પણ છે, ગે અને લેસ્બિયન પણ છે. પણ ત્યાં લોકો બધાને સરખી નજરે જુવે છે. ત્યાં એ લોકો બીતા બીતા જીવતા નથી કારણ સમાજે સ્વીકાર કર્યો છે.તો આપણા ભારત દેશમાં આ સ્વીકાર કેમ નથી એ જ નથી સમજાતું.

ખેર,જવા દે બેટા એ બધું. તું જેવો છે એવો મારો સોનાનો દીકરો છે. તારો ફ્રેન્ડ હવન પણ મારો દીકરો જ છે.અમને તમારો આ સબંધ પણ માન્ય છે હા, પપ્પા ને ૯૦ % માની ગયા છે. તને જોશે એટલે ૧૦૦ % એમજ થઇ જશે. બસ જલ્દી આપણે બધા શાંતિ થી સાથે રહીને એકબીજાને સમજી શકીએ પ્લાન કર. ક્યાંતો તમે બંને અહી આવો અથવા અમને ત્યાં બોલવ. આપણે સાથે જ છીએ અને ભવિષ્ય માં પણ રહીશું જ,એટલે તું નિશ્ચિંત થઇ જજે. સાચી સમજણથી જ મકાન ને ઘર બનાવી શકાય...!

થોડો લેટર લાંબો થઇ ગયો પણ જરૂરી હતું. આશા છે તારો પણ ભાર હળવો થઇ ગયો હશે.

Love You Both...God Bless Both...!

તારી વ્હાલી મોમ,