Quotes by Asha Valiya in Bitesapp read free

Asha Valiya

Asha Valiya

@asha09


રાધા સાથે રાસ રમતાં,
રુકમણીએ દ્વારકાધીશ દીઠાં,
મીરાએ તો ઝેર નાં કટોરે પીધાં,
કાના તે તો કામણ બહું કીધાં...!

Read More

રાધા સાથે રાસ રમતાં,
રુકમણીએ દ્વારકાધીશ દીઠાં,
મીરાએ તો ઝેર નાં કટોરે પીધાં,
કાના તે તો કામણ બહું કીધાં...!
- Asha Valiya

Read More

બસ કર જિંદગી
હવે વધારે રમાડવાની કોશિશ ના કર,
બહું જોઈ લીધાં છે રૂપ જીવનના,
બસ હવે લોકોના દેખાડવાનું બંધ કર,
જેને માનું છું હું પોતાનાં એ મારો ભ્રમ છે ખબર છે મને
પણ ભલે..., એ એમ જ રેવા દે ને...
હવે હકીકત દેખાડવાની કોશિશ ના કર...!
                          - આશા વળિયા

Read More

આટલો બધો આડંબર તે હોય કંઇ,
દરિયો સંઘરે મોતીડાં પણ દેખાડો હોય કંઇ,
ઘડી બે ઘડીની બાજી ઘડી બે ઘડીમાં પૂરી,
અવિરત મળે જીત જ એવું હોય કંઇ,
બાળક રમતમાં અને સંત વૈરાગ્યમાં પણ સુખી,
સુખની માપણી સંસાધન જ હોય કંઇ...!
                                - આશા વળિયા

Read More

જીવનની જાત પણ બહું માન લઈને આવે,
સાવ સરળ છતાં આંટીઘૂંટી લઈને આવે,
થોડાં દિવસો થોડી રાત લઈને આવે,
થોડાં સપનાં થોડી આશ લઈને આવે,
પુષ્પમાં મહેક પણ કાંટા લઈને આવે,
દરિયાઈ વિશાળતા પણ ખારાશ લઈને આવે,
થઈ કલાકાર થોડી કળા પણ લઈને આવે,
જેમ મીરાંના ઝેરમાં કાન અમૃત બનીને આવે...! ‌ ‌- આશા વળિયા

Read More