Quotes by Bharat Ahir in Bitesapp read free

Bharat Ahir

Bharat Ahir

@bharatahir7418


થોડી નાજુક રાખી છે...
આ લાગણીઓ ને...
મન સાથે બાંધી રાખી છે...
ક્યારેક મળશું શિદ્દત થી...
ત્યારે કહીશ...
વીતેલી એક એક ક્ષણ ને...
મન માં આજે પણ તાજી રાખી છે...✍🏻✍🏻 ભરત આહીર

Read More

ઢળતી સાંજ સાથે જિંદગીના દિવસો ઢળતા જાય છે...
જીવી લેવું મન ભરીને...
કેમ કે એક દિવસ જિંદગીનો સૂરજ આથમી જાય છે...✍🏻✍🏻 ભરત આહીર

Read More

નિભાવવા સુદામાની દોસ્તી તો તું,*
*જમીન પર પણ બેસી પડ્યો.*
*તો હે કાના. શું ખોટ હતી રાધાના પ્રેમ માં કે તું એને ના મળ્યો.?*.. ✍🏻✍🏻 ભરત આહીર

Read More

ફેલાવ તું પાલવ ને એક સાંજ ઢળી જાય,
સુરજ પાછળ સંતાયેલી એક રાત પડી જાય.. ✍🏻✍🏻 ભરત આહીર

જયારે કોઈ
અણધાર્યા ગમતા સંબંધો મળે,
ત્યારે એ
મળ્યાની ખુશી કરતા,
ગુમાવી બેસવાનો ડર વધુ મોટો હોય છે..!!✍🏻✍🏻 ભરત આહીર

Read More

કોઈ ની યાદો મા મને રહેવું ગમે છે,
છે કોઈ દૂર મારૂ એવુ મને કહેવું ગમે છે..✍🏻✍🏻ભરત આહીર

આમ તું ના હોય તો ગમતું નથી,
પણ હૃદય જિદ્દી છે કરગરતું નથી...!!✍🏻✍🏻 ભરત આહીર

હું અને તું દિલ દઇને ઉજવીએ છીએ એટલું બસ છે,*
*મનના મેળાપની કંકોત્રી ક્યાં છપાવવાની હોય છે.*✍🏻✍🏻
- Bharat Ahir

અંતર ને વલોવતું એક તારણ નીકળ્યું ...
માનવી નું ભેજું જ, માણસાઈ નું મારણ નીકળ્યું..✍🏻✍🏻 ભરત આહીર

હું જો કરું સામે થી "પહેલ" તો વાત થઈ જાય છે,
નહીંતર સવારથી સાંજ અને સાંજ થી રાત થઈ જાય છે...✍🏻✍🏻 ભરત આહીર