Quotes by Bhatt Bhavin in Bitesapp read free

Bhatt Bhavin

Bhatt Bhavin

@bhattbhavin830216


જો ગઝલ ગમે સાંભળવી તો Instagram માં આવી શકો છો...m_saheb_18 I'd છે મારી.....

એક મુલાકાત.....ગઝલ ભટ્ટસાહેબ

ચલ ને એક મુલાકાત કરીએ
સાથે મળીને ક્યાંક શાંતી થી બેસીએ

તારી ને મારી કંઇક વાત કરીએ,કે પછી
આંખો થી આંખો ને મળવા દઈએ

જે વાત કરી શકતા નથી એને હૃદય સુધી
ઉતરવા દઈએ,અને લાગણીઓ ને
હોઠ સુધી આવા દઈએ

આ સબંધ નું કંઈ નામ નથી, તો ચલ ને
આ સબંધ ને કંઇક નામ આપીએ,

ભૂતકાળ ની વાત ને ભૂલી જઈએ અને
ભવિષ્ય ની કંઇક વાત કરીએ,

આપણે બંને એક બીજાને ઓળખતા નથી
તો ચલ ને એક બીજાને ઓળખવાનો પ્રયત્ન
કરીએ,

આપણે ગમતી ના ગમતી પસંદ ના પસંદ ને
એક બીજાની વચ્ચે વ્યક્ત કરીએ,
આ હૃદય મા શું છે અને શું અનુભવી
રહ્યા છીએ એની કંઇક વાત કરીએ,

ચલ ને એક મુલાકાત કરીએ
સાથે મળીને ક્યાંક શાંતી થી બેસીએ

Read More