Quotes by Falguni Dost in Bitesapp read free

Falguni Dost

Falguni Dost Matrubharti Verified

@falgunidostgmailcom
(3.3m)

વાત વાતે બદલે મિજાજ, કળિયુગની એજ કમાલ
દોસ્ત! ભીતરે વસે જો રામ તો રહે બધું ઠરીઠામ.
-ફાલ્ગુની દોસ્ત

સમય વીતે
હું ત્યાંજ અટકી છું
રાહની આહ!!
- ફાલ્ગુની દોસ્ત

દરેક સંબંધ એની ગરિમા જાળવતો હોય,
પછી સબંધ લોહીનો હોય કે માનીતો હોય,
દરેક નજર નજરમાં જો પવિત્રતા હોય,
દોસ્ત! પછી દરેક સંબંધ પવિત્ર અનુભવાતો હોય!
- ફાલ્ગુની દોસ્ત

Read More

જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻

ચાહનામાં જ કશુંક ખૂટ્યું હતું, નહીતો બધું સરસ હતું;
દોસ્ત! પામવાની આશમાં જ કશુંક ખૂટ્યું હતું, નહીતો બધું સરસ હતું.
- ફાલ્ગુની દોસ્ત

Read More

આશા સઘળી અસફળ થતી વર્તાય ત્યારે પૂછાય શું થયું?
ઢળતી આંખ અશ્રુ સાથે દર્શાય ત્યારે પૂછાય શું થયું?
હૃદય ધબકાર ચૂકવાની ઘડીએ જણાય ત્યારે પૂછાય શું થયું?
દોસ્ત! મન સંપૂર્ણ ભાવહીન બને ત્યારે પૂછાય શું થયું?
- ફાલ્ગુની દોસ્ત

Read More

ચંદ પળોની એ તારી હાજરી દિલમાં વર્ષો સુધી સ્થાયી છે,
તારા આગમનથી મળી જે ખુશી હજુ હૃદયમાં સ્થાયી છે,
તારું એ ઋણાનુબંધ અનોખું અનન્ય રહ્યું,
દોસ્ત! દિલમાં તારું સ્થાન હજુ એમ જ સ્થાયી છે.
- ફાલ્ગુની દોસ્ત

Read More

🙏🏻😊🙏🏻

માતૃભારતી પરિવારને પોષીપુનમની ખૂબ ખૂબ શુભકામના. આપની બધી મનોકામના પૂર્ણ થાય અને બધી જ કસોટીઓમાંથી આપને યોગ્ય રાહ અને શાંતિ મળે એવી પ્રભુને દિલથી પ્રાર્થના 🙏🏻

Read More