Quotes by Ghanshyam Patel in Bitesapp read free

Ghanshyam Patel

Ghanshyam Patel

@ghanshyampatel1130


મને કૃષ્ણ ગમે છે . કારણ , એના શબ્દોરૂપી ગીતા મને સ્પર્શી ગઈ .

મને કાનો ગમે છે . કારણ , ગોકુળમાં બસ પ્રેમ જ રેલાવ્યો છે.

મને નટખટ નંદકિશોર ગમે છે . કારણ , ભગવાન થઈને પણ જેલમાં જન્મ લેવાનું પસંદ કર્યું .

મને ગોવાળિયો ગમે છે . કારણ , એના કાર્યનો હમેશા શ્રેય બીજાને જ આપ્યો છે.

મને માખણ ચોર ગમે છે . કારણ , એના જીવનચરિત્રમાં નિખાલસતા જ છલકે છે.

મને મારો કાળિયો ઠાકોર ગમે છે. કારણ , એની હાજરી હોવાની અનુભૂતિ આજે પણ લાગે છે.

આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.

Read More

मातृ भारती पे सभी मेरी बहनों को रक्षाबंधन की ढेर सारी शुभकामनाएं।

जो बहनों के भाई नहीं है, उन सभी बहनों को स्पेशल रक्षाबंधन की बधाई। वो बहनों चाहे तो मुझे अपना भाई मान सकती है।

Read More

हकदार जो समुंदर का हो ,

अब उसे किनारा भी न मिले ,
तो मलाल तो रहेगा ही ।

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

એક વૃદ્ધ માણસ અને એક ગર્ભવતી છોકરી બસ સ્ટોપ પર બસની રાહ જોતા બેઠા હતા .
વૃદ્ધ માણસ છોકરીના પેટ તરફ ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો , જે આગળ આવી ગયું હતું .

થોડી વાર પછી તેણે તેને પૂછ્યું ,
કેટલા મહિના થયા ?

છોકરી વિચારમાં ખોવાયેલી હતી .
દિવસભરના કામથી થાકેલી તેના ચહેરા પર ચિંતા પણ દેખાઈ રહી હતી , તેણે થાકેલા અવાજમાં કહ્યું .
"સાત મહિના" .
શું આ તમારી પહેલી વાર છે ? તેણે ફરી પૂછ્યું .
"હા," તેણીએ કહ્યું.
ચિંતા ના કરો... બધું સારું થઈ જશે .
તેણીએ પેટ પર હાથ મૂક્યો અને કહ્યું... ચાલો આશા રાખીએ .

ક્યારેક આપણે એવી બાબતો અથવા ઘટનાઓ વિશે ચિંતા કરીએ છીએ જે ક્યારેય બનશે નહીં , વૃદ્ધ માણસે કહ્યું.
"કદાચ" તે મન માં બોલી.
પછી વૃદ્ધ માણસ નજીક આવ્યો,
તેના ચહેરા તરફ જોયું, અને પૂછ્યું...
આટલી નાજુક પરિસ્થિતિમાં તું એકલી કેવી રીતે રહી શકે? તારા પતિ ક્યાં છે ?
તે થોડા દિવસ પહેલા મને છોડીને ગયો .
કેમ ?
આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે .
તો, તમારા મિત્રો ? તમારો પરિવાર ? શું તમારી સાથે કોઈ નથી ?
તેણીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું...
હું મારા પિતા સાથે રહું છું. તેઓ બીમાર છે .
થોડીવાર શાંતિ રહી અને પછી વૃદ્ધે ફરીથી પૂછ્યું...
શું તારા પિતા તારે માટે હજી પણ મજબૂત સહારો છે,
જેમ પહેલા હતા ?

તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું...
હા, હજુ પણ ઘણા છે.
તેમને શું થયું ? વૃદ્ધ માણસ પાસે ક્યારેય પ્રશ્નોનો અભાવ નહોતો...
તેમને અલ્ઝાઈમર છે...
તેમને યાદ નથી કે હું તેમના માટે કોણ છું .

એટલામાં બસ આવી...
તે ઊઠી...બે-ચાર ડગલાં આગળ વધીને, તેણીએ પાછળ ફરીને જોયું તો પેલો વૃદ્ધ માણસ ત્યાં જ બેઠો હતો .

તે વૃદ્ધ માણસ તરફ પાછી ફરી ,
તેણીએ તેનો હાથ પકડીને કહ્યું

ચાલો પપ્પા... બસ આવી ગઈ .

@@ અજ્ઞાત

Read More

મારા એકાંત ને ખંડેર ના કહેશો .

કોઈની યાદમાં બનેલો મહેલ છે , એ....

जो आपके लिए रोता हो ,
उसे कभी मत छोड़ना।

क्योंकि ........

नसीबवालों को मिलते हैं,
ऐसे दिल से चाहने वाले।

🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️

પરફ્યુમ ગમે એટલું મોંઘું અને ઈમ્પોરટેડ લગાવો ,

પરંતુ ……..

લારી ઉપર તળાતા મેથીના ગોટા ની સુગંધ પાસે એનો કોઈ ક્લાસ નથી.

વર્ષાઋતુ મુબારક

🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️

Read More

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

विक्रम संवत २०८२ के पहले दिन "गुडीपडवा" एवं चैत्री नवरात्र की शुरुआत पर हार्दिक शुभकामनाएं l

गुडीपडवा के दौरान बननेवाली 'गुडी' में उपयोग में आनेवाली सभी चीज का अपना अलग ही महत्व है l
वर्ष के प्रथम दिवस पर इन सब का प्रयोग हमें पूरे वर्ष तक -

यश श्री ,
आरोग्य ,
मांगल्य ,
माधूर्य ,
वैभव ,
सामर्थ्य ,
संकल्प ,
सौभाग्य ,
सिध्धि एवं
स्थैर्य
प्रदान करते हैं l

मेरे आप सभी प्रियजनों को चैत्र प्रतिपदा पर नये विक्रम संवत २०८२ के लिए हार्दिक शुभकामनाएं l
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Read More

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈❤️🧡💛💚💙💜🤎🤍💚💜♥️❤️💚💜💙💜❤️


મોબાઈલથી Happy Holi કહેવા માટે ઘણા છે.

પણ ........
એક ચપટી કલર કોઈ આવીને લગાવી જાય ,
એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે.

હું આજે પણ બાળપણમાં લગાવેલા એ કલરને યાદ કરીને વિચારું છું ,
કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે ,
આટલા વર્ષો પછી પણ એનો કલર ઝાંખો પડતો નથી ?

લાગણીથી લગાવેલ કલરના લીસોટા
આત્મા સુધી પહોંચતા હોય છે.

નાનપણમાં કલર લગાવવાવાળા કહેતા કે ,
ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે .

એ કાચા કલરની અનુભૂતિ વારંવાર કહે છે કે ,
આનાથી પાક્કો કલર દુનિયામાં બન્યો જ નથી.

આપ સર્વેને હોળી તેમજ ધુળેટીની હાર્દિક શુભકામના .

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜

Read More