The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારા માટે તો શબ્દો ઘણાય છે, પણ બધા વચ્ચે હું ના મૂકી શકું; તારે મારી ભીતર આવવું પડે, જ્યાં ત્યાં ચીનગારી હું ના મૂકી શકું..!! - Riddhi Gori💙🤍
ગમ્યું એ બધું મૃગજળ થઇ ગયું, બાકી હતું એ વાદળ થઇ ગયું… આંખોથી લખતો રહ્યો રાત આખી, સુરજ ઉગતા એ બધું ઝાકળ થઈ ગયું…!! - Riddhi Gori💙🤍
આજ મન ના માળિયે ખાંખાખોળીયા કર્યા, સુકાયેલા બે આંસું ફરી ઝળઝળીયા મળ્યા... તૂટેલા અરમાન સાચવી ને ફરી ભેગા કર્યા, ત્યાં ફાટેલી જીંદગી ના ફર ફરીયા મળ્યા... - Riddhi Gori💙🤍
તને પૂછું ને... તો વાત શરૂ થાય... રહેવા દે... વાત જ ના થાય, એ જ બરાબર છે. હું કહું મળીએ ને... મિલન થાય... પણ રહેવા દે... એ મિલન કરતાં ઇંતજાર જ બરાબર છે. હું માંગુ ને તું આપે, એમાં પણ સુખ તો છે... પણ છોડ... તું ના આપ, કારણ કે માગેલું સુખ ક્યાં વધારે ટકે છે? હું કહું કે હું દુઃખી છું... અને તું થોડી વાર તો સંભાળે... પણ રહેવા દે... એ ક્ષણભર સંભાળવા કરતાં આ દુઃખ જ બરાબર છે… હું બતાવું ભૂલ, ને તું માફી માંગે સાચું છે... પણ રહેવા દે ને... તને ક્યાં એ ભૂલનો અહેસાસ છે? હા, હક છે દરેક વસ્તુ કહેવાનો સંબંધમાં... પણ રહેવા દે... દર વખત હું જ કહું, એ પણ ક્યાં બરાબર છે? હું વારંવાર નમું છું, કારણ કે મને પ્રેમ છે... પણ તું રહેવા દે... શાયદ તને ક્યાં કંઈ એવું છે. તું છોડ ને તારી વાત... મને મારી કહેવા દે. તારા થી નહીં થાય કશું... તું રહેવા દે... એના કરતાં આ એકતરફી પ્રેમ જ સારો હું કરું છું... મને કરવા દે. તું રહેવા દે... બસ ... તું રહેવા દે. -Riddhi Gori 💙🤍
मैं दुखी रहूँ, तो पास मत आया करो। मेरे आँसुओं का भार तुम पर अच्छा नहीं लगता ! मैं बस अपनी मुस्कानों का उजाला तुमसे बाँटना चाहती हूँ…!! - Riddhi Gori💙🤍
"પીંછી તો મેં પણ પકડીતી એ જીંદગી તને રંગીન બનાવવા.. પણ ક્યાંક રંગ ઓછા પડ્યા, તો ક્યાંક સંગ ઓછા પડ્યા...!! - Riddhi Gori💙🤍
"ખોલી જો જીંદગી ની કિતાબ, તો થોડી ધુળ નિકળી.. એમાં કંઈ પણ નથી લખાણ, છતાં ઘણી ભૂલ નિકળી…!! - Riddhi Gori💙🤍
કોઈને ગમી ગયાનું કારણ કાયમ સુંદરતા નથી હોતી વાલા, કદાચ કોઈક બહુ ઊંડું ઊતર્યું હશે, તમને ઓળખવા…!! - Riddhi Gori💙🤍
લોકો પૂછે છે તું કેમ એટલું લખે છે? હવે એમને કેમ સમજાવું કે... દિવસમાં હસતા લોકો પણ રાતે અંદરથી તૂટી જાય છે. કેટલીક વાતો કોઈને કહી શકાતી નથી, કેટલીક લાગણીઓ કોઈ સાંભળતું નથી... એ બધું દિલમાં ભરાઈ જાય છે, અને પછી શબ્દ બની જાય છે... અને એ શબ્દો… મારી કવિતામાં વહીને કોઈ અજાણ્યા દિલને થોડું હળવું કરી જાય છે...!! -Riddhi -Gori 💙🤍
"હું કોઈને ગમુ કે ન ગમુ શુ ફરક પડે?" હવે હું કોઈને ન ગમું તો યે શું ફરક પડે છે… કારણ કે ગમવું કે ન ગમવું એ તો અન્ય ના મનની પસંદગીની વાત છે, અને હવે મારે એ પસંદગીની પરીક્ષામાં ખરા નથી ઉતરવું, મારા અસ્તિત્વની કિંમત બીજાના સ્વીકારમાં નથી, પણ મારી પોતાની અંદરની શાંતિમાં છે… જો કોઈને હું ન ગમું, તો એ તેમનો દ્રષ્ટિકોણ છે, મારી હકીકત નહીં… મારે હવે કોઈના approval નથી જોઈતા, કોઈ મારી પ્રશંસા કરે એવી ઈચ્છા નથી મને… મારા માટે હું "હું" છું ને એ જ પૂરતું છે, હું મારી આત્માના અવાજને સાંભળી શકું છું, એને અનુસરી શકું છું એ જ મારી સાચી જીત છે…!! -Riddhi -Gori 💙🤍
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser