Quotes by Harish Thanki in Bitesapp read free

Harish Thanki

Harish Thanki

@harishthanki


તમારો મારા તરફનો પ્રેમ ઓસરતો કેમ જાય છે
વાત ખરેખર સાચી છે કે મને જ વહેમ થાય છે.
હવે મારી આંખોમાં એ નૂર નથી રહ્યું.
પીડા દિલને થતી હશે! તો પીડા ખંજરને પણ થાય છે.

- Harish Thanki

Read More

સૂરજ પહોંચે આથમણે
પછી બેસીને માળા કરે
જુવાનીયાઓ વાળને ધોળા
ને ઉંમરલાયક કાળા કરે.

- Harish Thanki

તારી યાદનું દિલને મારણ જડતું નથી
ને ભૂલી જવાનું તને કારણ જડતું નથી
હૃદય તારી યાદમાં વધુ ફસાતું જાય છે
આ દલદલથી બચવાનું તારણ જડતું નથી
- Harish Thanki

Read More

તું આવે બાગમાં ને ફુલો મહેંકી ઉઠે
‌‌ ‌. ❤️
તું પાડે સાદ ને કોયલ ટહુકી ઉઠે
❤️
તું ભીંજાય વરસાદમાં, તને જોઈને
❤️
મનની શું વિસાત કે ન બહેકી ઉઠે!

Read More

તમારી ચાહત છે, એ મારી મજલ છે.
તમારી આંખો છે, એ મારી ગઝલ છે.

-Harish Thanki

આપણાં દિલ સુધી એ પ્રેમ આવતો જાતો થાય એવું કરીએ.
બહુ સમય થયો, હવે એ મૌનને તોડી વાતો થાય એવું કરીએ.

-Harish Thanki

મને તારી વાત પર વિશ્વાસ આવતો જાય છે!
આ મોહ કે પ્રેમ, કહો આને શું કહેવાય છે?

-Harish Thanki

આપણી મંઝિલ એક છે
બસ! એટલું પૂરતું નથી,
ત્યાં જતી હરેક રાહ ન તારા
વગર હોવી જોઈએ.

-Harish Thanki

હું જ રાખું આંખ તારા પર એ કેટલો સમય ચાલે!
જરાક! તારી પણ ચાંપતી નજર હોવી જોઈએ!

-Harish Thanki

તમે વાત કરો છો કે વાવણી? પછી
કંઈ ઊગી નીકળે તો કહેતા નહીં!
નયનના ખંજરથી જખ્મ ન પંપાળો,
પછી કંઈ ફૂટી નીકળે તો કહેતા નહીં!

-Harish Thanki

Read More