Quotes by Kamini Shah in Bitesapp read free

Kamini Shah

Kamini Shah

@kamini6601


બાળપણની યાદો આજ
ભેગી મળી છે
સ્મૃતિઓનાં ખજાનામાંથી
વેગળી પડી છે…
-કામિની

મોસમ પણ હવે
અણધારી બદલાય છે
કદાચ
કુદરતમાં માનવીની
નિયત વર્તાય છે…
-કામિની

કલમ પણ કમાલની ચીજ
વાવી દે લાગણીનાં બીજ…
-કામિની

સઘળુંય સુખ તારા સાથમાં
આપ્યો છે હાથ તારા હાથમાં…
-કામિની

સરળતા ,સૌમ્યતા, સહજતા
સમજણ ,સમર્પણ નો સમન્વય
એટલે લાભપાંચમ…
-કામિની

માવઠું બની અણધાર્યું
વાદળ વરસ્યું
રહી ગયું હશે કદાચ કોઈ
લાગણી તરસ્યું…
-કામિની

આસોને અલવિદા કરી
કારતક આવે ટહૂકા કરી
ખુશીઓ સમેટી લો પ્યારી
નવા વરસની આવી સવારી…
-કામિની

વિદાય લેતા લેતા થોડું
વિરમ્યું હશે
એટલે જ
પડતર નામ પડ્યું હશે…
-કામિની

શતશત જ્યોતથી ઝળહળે
ખુશીઓ બની છલછલે
સંબંધોની શલાકા સંગે
દિપાવલીનું પર્વ ઝગમગે…
-કામિની

હરી લે તું હરિ
અંતરના અંધારા
શ્રધ્ધાનાં દીપ પ્રગટાવી
રેલાવી દે અજવાળાં …
-કામિની