Quotes by Namrata Kansara in Bitesapp read free

Namrata Kansara

Namrata Kansara

@kansaranamrata8gmail.com
(54)

દોસ્તો, હું આપ સૌ સાથે એક મિત્રભાવે જ મારા મનના ભાવોને રજૂ કરવા માંગુ છું. એટલે હું આપ સૌની ચિરપરિચિત વ્યક્તિ જ થઈ. અને મારી વાચા પણ આપ સૌને ગમે એવી આશા રાખું છું.

આમ હું આપ સૌની જેમ જ સંવેદનાઓથી ભરપૂર માણસ છું. મારા જીવનમાં લખાણનું આગમન અનાયાસ જ થયું છે. આમ તો હું માનું છું કે આપણે સ્પર્શ થકી બીજા માટેની લાગણીઓને છતી કરીએ તો તે હૂંફનું કામ કરે છે. આપણા ગમે તેવા દુઃખ દર્દ એમ જ છૂમંતર થઇ જાય છે. તેમ મારી લાગણીઓ આપ સૌને અંતરથી સ્પર્શીને હૂંફ આપે એવી જ અભ્યર્થના.

હું મારા જીવનના કેટલાક અનુભવો અને કેટલીક કલ્પનાઓને વિસ્તારીને ૨૨ વાર્તાઓનું પુસ્તક આપ સૌની સમક્ષ લઇને આવી છું. તટસ્થ ભાવે આપના મંતવ્યો રજૂ કરજો મિત્રો. હું એ વધાવી લઇશ. અને મારા પુસ્તકને આપ સૌ વધાવી લો એવી જ પ્રાર્થના.

આભાર.

નીચે આપેલી લિંક પરથી આ પુસ્તક તમે ખરીદી શકો છો.

https://shopizen.app.link/OZJOYhNNJTb

Read More

જેમ શ્વાસ અને વિશ્વાસનો સાથ સ્નેહ સુધી
તેમ તારો અને મારો સાથ બસ ચા સુધી.
©નમ્રતા કંસારા

હાસ્ય એ વિનોદનો પર્યાય નથી. માટે બંનેને એક સમજવાની ભૂલ ક્યારેય ન કરવી.
વિવેક ચૂક સંબંધ બગાડવા માટે પૂરતા છે.
©નમ્રતા કંસારા

Read More

સ્વાર્થ એક અવદશા; જે પાંગરે પણ, ખાળે પણ અને બાળે પણ.
©નમ્રતા કંસારા

હિતેચ્છુઓ કદી તમને ભરમાવશે નહિ.

©Namrata Kansara