The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કે અલબેલી, કંઈક અનકહી ને, મારે સમજવી હોય છે, એ મારી શ્વાસો વચ્ચે લહેજત લેતી હોય છે. કે હળવે ઝૂમતાં વાદળ જેવી હસે ત્યારે, એ ભીની ઝુલ્ફો ને આડી રાખતી હોય છે, એ શ્વાસ બનવાનો વાયદો કરી, મારાં હ્દય ને ધબકતું કરતી હોય છે. કે પાંપણની પાછળથી એ સપના ઘૂમાડતી હોય છે, એ હોય તો વિસ્મય પળોને નિહાળતી હોય છે. કે કદી મૌન રહી ને ઘણા પ્રશ્ન પૂછે, એ નજરે વાતો કરતા કરતા ભીંજાવતી હોય છે. કે એમ લાગે કે જીવું અધૂરું છે એના વિના, આ જાણ એને પણ છે, છતાંય તડપાવીને એ મોજ લેતી હોય છે. કે કાયમ સાથ નથી પણ લાગણી જાય છે , એ વિરહની વચ્ચે પણ વધારે, મારી જ થતી જાય હોય છે. કે શબ્દો વગર એ સંદેશા આપી જાય છે. કે શબ્દો વગર એ સંદેશા આપી જાય છે મને, મંદ મુસ્કાન સાથે મારું મૂંગુ હ્રદય પણ વાંચી જાય છે. ~ કિર્તન છેતા
કે બગીચાનાં ચાહનાર શું જાણે, એક ફુલડાં પર ફિદા થવું શું છે, જ્યાં માળીનું દિલ સાક્ષી બન્યું હોય, ત્યાં દિલની હાર મંજુર કરવી શું છે. મહેકતું રહે જે સુગંધથી આખુંય ચમન, પુછ ક્યારેક અમને, કે એ ફુલડાં નું શબનમ સજાવવું શું છે, હવા જે બોલે તે પ્રેમના હિંચકામાં, પુછ ક્યારેક અમને, આ કલમ થી એના રુપ નું ગીત લખવું શું છે. તારા નજરના નશામાં ગુમ થઈ ગયાં હશે ઘણાં, પણ પુછ ક્યારેક અમને, કે ઘાયલ દિલને સાચવવું શું છે, હું તો રઝા માંગી રહ્યો છું તારા ઈશકથી, પણ પુછ ક્યારેક તને લખતી કલમ ને, કે ગઝલની ભાષામાં જીવવું શું છે. તારા દિદારથી મને લાગે છે, ઘણાય નાં કતલ થઈ ગયા હશે, પણ પુછ ક્યારેક અમને, કે તારા ઇશકનું કતલખાનું બનવું શું છે. આ દિલનેય નસીબથી દિલદારે જીતી લીધું, પણ જો ક્યારેક એ બેચારા દિલદાર ને, પુછ ક્યારેક એ બેચારા દિલદાર ને, કે ઈશકમા આફતાબ બનવું શું છે. Writer ✍🏻 :- Kirtan Chheta
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser