Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(513.8k)

હું પણ ખોટો સાબિત થયો છું ઘણી વાર,
ભૂલનો સ્વીકાર કરી સાચો રસ્તો શોધ્યો છે,

અંધકાર ચૌતરફ ફેલાયેલો છે ઘણી વાર,
દીવો પડખે રાખી સાચો ઉજાસ શોધ્યો છે,

અહંકારના ભારથી પડ્યો છું ઘણી વાર,
નમ્રતાના માર્ગે જઈ પોતાને શોધ્યો છે,

શું કહેશે જગ જન એ વિચાર્યું નથી ઘણી વાર,
આત્મસ્વર સાંભળી જીવનનો અર્થ શોધ્યો છે.

મનોજ નાવડીયા

Read More

સાંભળીને પોતે સંભાળી લે એ જ તો માણસ છે,
બીજાનો ભાર હસીને ખમી લે એ જ તો માણસ છે,

ક્રોધની ગતિને પોતે રોકી લે એ જ તો માણસ છે,
અહંકારને મનમાં ઓગાળી દે એ જ તો માણસ છે,

દુઃખમાં મૌન ધારણ કરી લે એ જ તો માણસ છે,
સુખની પળોમાં સંયમ રાખી લે એ જ તો માણસ છે,

વિકટ વેળાએ સાથ આપી દે એ જ તો માણસ છે,
જાતે ચાલીને માર્ગ ચીંધી દે એ જ તો માણસ છે,

શબ્દોની સાથે સારાં કર્મ કરી લે એ જ તો માણસ છે,
જીવનનો અર્થ સમજી લે એ જ તો માણસ છે.

મનોજ નાવડીયા

Read More

કાવ્ય શિર્ષક: કંઈક

શોધ તું કંઈક,
જાણ તું કંઈક,

વિચાર તુ કંઈક,
કર તુ કંઈક,

છોડ તુ કંઈક,
આપ તુ કંઈક,

ઓળખ તું કંઈક,
પરખ તું કંઈક,

મૌન તુ કંઈક,
સમજ તું કંઈક,

જીવન તું કંઈક,
સત્ય તું કંઈક.

મનોજ નાવડીયા

Read More

હું પણ ખોટો સાબિત થયો છું ઘણી વાર,
ભૂલનો સ્વીકાર કરી સાચો રસ્તો શોધ્યો છે.

મનોજ નાવડીયા

પુસ્તકાલય, A lifeclean bath

પહેલો પડાવ: જો જીવના અંત:કરણને શુદ્ધ કરવું હોય તો પુસ્તકાલયમા જરૂર જાવ..... ત્યાં બેસો, અનુભવો, વાંચો, ઉતારો અને અંત:કરણને શુદ્ધ કરો..
(આજનાં સમયની સાચી શાંત જગ્યા)

બીજો પડાવ: શુદ્ધ અંત:કરણથી શુદ્ધજ સત્કર્મ કરવાનો પ્રયત્ન કરો.. જો પ્રયત્ન સફળ ના થાય તો પહેલો પડાવ વ્યર્થ બને છે. પણ સતત પ્રયત્નશીલ જીવ પહેલો પડાવથકી બીજાં પડાવમા સફળ થાય છે.

મનોજ નાવડીયા

#Library #read #dogood #manojnavadiya

Read More

કાવ્ય રચના

મનોજ નાવડીયા

epost thumb

સુખમાં આનંદ કરે, દુઃખમાં એ રડે,
મતલબ એમ એણે હજી કઈ જાણ્યું નથી,

કડવા શબ્દો બોલે, ગળ્યામાં એ ઉણપ,
મતલબ એમ એણે હજી કઈ વિચાર્યું નથી,

ઝડપથી દોડતો ફરે, ધીરજમાં એ ખૂટે,
મતલબ એમ એણે હજી કઈ ચાલ્યો નથી,

ખોટું કરતો રહે, સાચાંમાં એ થાકે,
મતલબ એમ એણે હજી કઈ ઉતાર્યું નથી,

જ્ઞાનની વાતો કરે, અહંકારમાં એ પડે,
મતલબ એમ એણે હજી કઈ જીવ્યો નથી.

મનોજ નાવડીયા

Read More