The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જો ત્રણ સેકંડ હસવા થી ફોટો સરસ આવતો હોય તો વિચારો હંમેશા હસતા રહેવાથી જીંદગી કેટલી સરસ લાગે હંમેશા હસતા રહો.... જય શ્રી કૃષ્ણ
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ કૃષ્ણની દ્વારિકા ને.. સાચવીને બેઠેલું જળ છું.. હું નરસિંહ ના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું.. વેપાર છું વિસ્તાર છું વિખ્યાત છું હા..હું ગુજરાત છું ! મેં સાચવ્યા છે ડાયનાસોર ના અવશેષ મારી પાસે છે અશોકનો શીલાલેખ.. ધોળાવીરા નો માનવલેખ સોમનાથ નો અસ્મિતા લેખ હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું હા..હું ગુજરાત છું! હું નર્મદનું ગાન છું સયાજીરાવ નું ઉદ્યાન છું સિધ્ધહેમનું જ્ઞાન છું. તાપી નામે સરિતા છું.. અણહિલવાડનો ઇતિહાસ છું હા..હું ગુજરાત છું...! હું ખળખળ વહું છું નર્મદાઘાટે નેખળભળું છું.. ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે.. કચ્છનું રણ એ મારું આવરણ છે હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું કાળિયાઠાકરના મુગટનું ઝવેરાત છું. હા...હું ગુજરાત છું..! હું સાબરમતીથી ખ્યાત છું.. મોહન નો મોહપાશ છું સરદારની મક્કમતા છું નક્કર છું...નાજુક છું..ને નેક છું ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું હા.. હું ગુજરાત છું ! સેવા સખાવત અને સદભાવ છું હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું મુનશીના ગદ્યની મોહિની છું મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું.. હું ભાતીગળ મ્હોલાત છું.. હા...હું ગુજરાત છું..!! ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ
"જ્ઞાન" એટલે આપણે શું કરી શકીએ એનું ભાન અને "ભાન" એટલે ક્યારે શું ન કરવું જોઈએ એનું જ્ઞાન...!! જય શ્રી કૃષ્ણ
જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ જે તમારી સાથે થવું ન જોઈએ એ તમે બીજા સાથે ના કરો... જય શ્રી કૃષ્ણ
બાળકોને ઉડવા માટે આકાશ આપો, પણ સાંજ પડે એટલે પાછા માળામાં ફરવાની સમજણ ખાસ આપો જય શ્રી કૃષ્ણ
આ દુનિયાનું સૌથી મોટુ ટેલેન્ટ શું છે ખબર છે?? પરિસ્થિતી ખબર હોવા છતા ખુદને શાંત રાખવું... જય શ્રી કૃષ્ણ
માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પરથી હોય છે મહેનત અને આવડત તો ચોરી કરવા આવેલા ચોરમાં પણ હોય છે...
આપણી વાણી વિચાર અને વર્તન જ નક્કી કરશે કે.. સામેનું પાત્ર ફરીયાદ કરશે કે ફરી યાદ કરશે...!
સત્ય હંમેશા કડવું હોય છે પણ હકીકતમાં સત્ય હંમેશા સુંદર હોય છે, સત્ય શિવ છે, સત્ય અમૃત છે. પણ આપણી પછેડી દબાણી હોય તોજ કડવું લાગે !! જય શ્રી કૃષ્ણ
વાંચવાનું કયારેય બંધ ન કરો કારણ કે જ્ઞાનની કોઈ મર્યાદા નથી અને વાંચવાથી જે જ્ઞાન મળે એ એક એવુ રોકાણ છે જે તમને જીવનભર વળતર આપતું રહેશે. અને સંપત્તિ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે કારણ કે તમારે સંપત્તિની રક્ષા કરવાની છે, પરંતુ જ્ઞાન તમારું રક્ષણ કરે છે. જય શ્રી કૃષ્ણ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser