The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#રમકડું અને લાગણી આજના સમયમાં માણસના સંબંધો પણ 'ટેડી બિયર' જેવા થઈ ગયા છે. જ્યારે કોઈ એકલું હોય, મન ભરાઈ આવ્યું હોય ત્યારે એ આપણને ગળે લગાવે છે. એ સમયે આપણે એમના માટે દુનિયાની સૌથી વહાલી વ્યક્તિ હોઈએ છીએ. પણ જેવું એમનું મન ભરાઈ જાય અથવા જિંદગીમાં કોઈ નવું આકર્ષણ આવે, એટલે એ જ ગળે લગાવનાર હાથ આપણને એક ખૂણામાં ધકેલી દે છે. આ લેખનો સાર એટલો જ છે: બીજા માટે નરમ અને પ્રેમાળ જરૂર બનો, પણ એટલા 'સોફ્ટ' ન બનો કે લોકો તમને પોતાની મરજી મુજબ વાપરીને મૂકી દે. યાદ રાખો, તમે કોઈના મન બહેલાવવાનું સાધન નથી, પણ એક જીવતું-જાગતું વ્યક્તિત્વ છો. https://www.matrubharti.com _Miss chhoti ✍️
https://www.matrubharti.com/book/19984202/the-race-before-the-mask વાંચો મારી નવી કહાની જે સમય નું મહત્વ સમજાવે છે.
#book https://www.matrubharti.com/book/19984079/a-blood-account-and-a-thread-of-emotion વાંચો મારી નવી કહાની....
#Nehil &Nihit બેઉની જોડી, જાણે રામ-લખમણ, સાથે રમે, સાથે હસે, સાથે કરે ગમ્મત. ક્યારેક લડે, ક્યારેક પાછા મળી જાય, આ તો છે જીવન, જે પ્રેમથી સચવાય. મારી પ્રાર્થના છે કે તમે બંને, જીવનમાં સફળ થાઓ, હંમેશા રહો સુખી, તમારા સૌમ્ય ચહેરા પર સદાય રહે ખુશી. ❤️ My bachcha ❤️ _Miss chhoti ✍️
#જોરદાર blog શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે? આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો. 👇👇👇👇 https://sandyscope.blogspot.com/2025/11/mosquito-magnet.html
#life Don't trust anyone Life is full of fake people! Miss Chhoti ✍️
#મિત્રતા માત્ર એક નામ છે, પાયો તો લાગણીઓ છે. મેં એક વ્યક્તિ કહ્યું કે "હું મિત્રતામાં નથી માનતી, પણ લાગણીઓમાં માનું છું." આ સાંભળીને તેઓ થોડા મૂંઝાઈ ગયા. તેમણે તરત જ મને સવાલ કર્યો, "જો તમે મિત્રતામાં નથી માનતા, તો પછી એ લોકો કોણ છે જેમની સાથે તમે રહો છો, કામ કરો છો, હસો છો, અને બધી વાતો કરો છો? શું તમે તેમની સાથે માત્ર ટાઇમપાસ કરો છો?" આ સવાલનો જવાબ આપવા હું ચૂપ થઈ ગઈ . એવું નહોતું કે મારી પાસે જવાબ નહોતો, પણ મને ખબર હતી કે હું તેમને મારી વાત સમજાવી નહીં શકું. આપણે કોઈની સાથે જોડાયેલા કેમ છીએ? કારણ કે તેમની સાથે આપણો એક ભાવનાત્મક સંબંધ છે. જેમાં લાગણીઓનું મિશ્રણ છે. સમાજમાં અને આપણી સરળતા માટે, આ જટિલ લાગણીઓને સમજાવવા માટે આપણે એક સરળ શબ્દનો ઉપયોગ કર્યો છે: "મિત્ર". કોઈને સીધું કહેવું કે "મને તમારા માટે ઊંડી લાગણીઓ છે" તે કદાચ અજુગતું લાગી શકે છે. તેથી જ આપણે કહીએ છીએ કે "તે મારો મિત્ર છે." આપણે લાગણીઓને ઓળખીએ છીએ, તેનું નામકરણ કરીએ છીએ, અને પછી તે નામને જ સાચું માનીને જીવીએ છીએ. પરંતુ જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો, કોઈપણ સંબંધનો પાયો એ શબ્દો નહીં, પણ લાગણીઓ હોય છે. જ્યાં લાગણીઓ નથી, ત્યાં કોઈ સંબંધ ટકી શકતો નથી, પછી ભલે આપણે તેને ગમે તે નામ આપીએ. તમારું આ વિશે શું કહેવું છે? શું તમે પણ આ વાત સાથે સહમત છો કે સંબંધો માત્ર લાગણીઓનું પ્રતીક છે? Miss chhoti ✍️ https://www.matrubharti.com
#जन्माष्टमी
#कहानी https://www.matrubharti.com/book/19979462/ehsaas-a-story 👆👆👆👆👆👆
#blog Attachment is the root of all suffering 📖
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser